Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan
Catalog link: https://jainqq.org/explore/034290/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ અક્ષરના યાત્રી A. લાભ અક્ષરના યાત્રા " : હળ IRR R ડો. નલિની દેસાઈ ડો. નલિની દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ અક્ષરના યાત્રી AKSHAR NA YATRI Author Dr. Nalini Desai Published by Kusum Prakashan ડૉ. નલિની દેસાઈ © નલિની દેસાઈ કાકા કુસુમ પ્રકાશને 222, સર્વોદય કોમર્શિયલ સેન્ટર, જી. પી. ઓ. પાસે, અમદાવાદ 380 001 1 ફોન : 25501832 પહેલી આવૃત્તિ : એપ્રિલ 2008 બીજી આવૃત્તિ : નવેમ્બર 2009 કિંમત : રૂ. 150-00 આસ્થા પ્રિન્ટર્સ 94, અમૃત ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટ, દૂધેશ્વર રોડ, અમદાવાદ 380 004 કુસુમ પ્રકાશન અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય અર્પણ જેમનો પ્રેમ અને હંફ સતત મળતાં રહ્યાં તેવાં મારાં સ્નેહાળ કુટુંબીજનો શ્રી રવીન્દ્રભાઈ અને શ્રી તનમનભાભી શ્રી હર્ષાબહેન અને શ્રી વિધુતકુમાર ડૉ. પુષ્પન્દ્રભાઈ અને ડૉ. શુકલાભાભી શ્રી હેમાંગિનીબહેન અને શ્રી અમિતકુમાર ...ને સાદર - નલિની કુસમ પ્રકાશન આ પુસ્તક પ્રગટ કરતાં વિશેષ આનંદ અનુભવે છે. આનું કારણ એ છે કે ડૉ. કુમારપાળ દેસાઈની સાહિત્યિક કારકિર્દીના આરંભથી સાક્ષી બનવાનું સદ્ભાગ્ય અમને સાંપડયું છે. વંદનીય વડીલ સ્વ. શ્રી ચાંપશીભાઈ ઉદેશીએ નવચેતન'માં એમને નિયમિત કૉલમ લખવાનું કહ્યું. ત્યારથી એમની અારયાત્રાનો પ્રારંભ થયો ગણી શકાય. તે પછી તેઓને પત્રકારત્વમાં પ્રદાન માટે ‘નવચેતન' દ્વારા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. કુમારપાળ દેસાઈએ લખેલું ‘ઝાકળ ભીનાં મોતી’ પુસ્તક પણ અમે પ્રગટ કર્યું છે. આથી એમની અક્ષરયાત્રાની સાથે સાથે એમની સાથેના અમારા સંબંધની અર્ધશતાબ્દી ગણી શકાય અને તેથી જ આ પુસ્તક પ્રગટ કરતાં એમને સવિશેષ આનંદ થાય છે. ‘શબ્દ અને શ્રુતમાં કુમારપાળ દેસાઈના વ્ય િતત્વનાં ભિન્ન ભિન્ન પાસાંઓ વિશે લેખો પ્રગટ થયા હતા, પરંતુ એમાં એમના સમગ્ર સાહિત્યનો વિગતે ખ્યાલ મળતો નહોતો, જે આ પુસ્તક દ્વારા મળી રહેશે અને આ સર્જકના સાહિત્યસર્જનની ખૂટતી કડી આમાંથી મળી રહેશે. આ માટે ડૉ. નલિનીબહેન દેસાઈને અમે અભિનંદન આપીએ છીએ. આ પુસ્તક તૈયાર કરવામાં શ્રી ગિરીશભાઈ જેસલપુરાએ આપેલો સહયોગ કેમ કરી ભૂલી શકાય ? ૩૧ માર્ચ, ૨૦૦૮ – મુકુંદ શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકના પ્રકાશનની જવાબદારી સ્વીકારનાર કુસુમ પ્રકાશનના શ્રી હેમંતભાઈ શાહની તેમજ આ કાર્યમાં સાથ આપનાર અન્ય સહુ કોઈની માત્ર એક વર્ષના ગાળામાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પ્રગટ થાય છે તેનો હું આનંદ અનુભવું છું. તા. ૨૮-૧૧-૨CO નલિની હ. દેસાઈ પ્રારને ૧૯૭૮ની સાલ. તે સમયે હું બારમા ધોરણમાં અભ્યાસ કરતી હતી અને મેં વિનયન વિદ્યાશાખામાં વધુ અભ્યાસ કરવાનું નક્કી કર્યું હતું. એક વર્ષ પછી કૉલેજમાં જવાનું હતું. મુખ્ય વિષયમાં સ્નાતકની પદવી લેવાની હતી. બારમા ધોરણમાં હતી ત્યારથી ગુજરાતી સાહિત્યમાં ખૂબ રસ પડતો હતો. એક વખતે બધા મિત્રો ભેગાં થયાં. કૉલેજમાં જઈને કયો વિષય મુખ્ય રાખીશું તેની વાતચીત કરતાં હતાં. મેં તરત જ કહ્યું કે, હું ગુજરાતી વિષય રાખીશ. મારા મિત્રો બધાં જ એકસાથે બોલવા લાગ્યાં : ગુજરાતી વિષય રાખવો હોય તો ભાષા આલંકારિક હોવી જોઈએ, જોડણી આવડવી જોઈએ. મારું મન થોડું પાછું પડ્યું. બધાં મિત્રો છૂટાં પડ્યાં. ઘેર આવીને વિચારતી થઈ કે શું ગુજરાતી અધરું પડશે ? પણ મન કહેતું હતું કે ના. ગુજરાતી વિષયમાં જ સ્નાતક થવું છે. મારાં મોટાં બહેન નવગુજરાત કૉલેજમાં અર્થશાસ્ત્ર મુખ્ય વિષય રાખીને વિનયન વિદ્યાશાખામાં અભ્યાસ કરતાં હતાં. તેમણે તે જ વખતે કૉલેજથી આવીને વાત કરી કરે કે આજે તો પ્રો. કુમારપાળ દેસાઈના વર્ગમાં ખૂબ મજા આવી. ૧૯૭૯માં નવગુજરાત કૉલેજમાં ગુજરાતી મુખ્ય વિષય સાથે પ્રવેશ લીધો. પ્રો. કુમારપાળ દેસાઈની સાથે બીજા અન્ય પ્રાધ્યાપકો પણ હતા. પ્રો. કુમારપાળ દેસાઈ પાસેથી ત્રણ વર્ષ દરમ્યાન ઘણું શીખવાનું મળ્યું. મારા મન પર એક સંનિષ્ઠ અધ્યાપકની છાપ અંકિત થઈ. પછી તો તેમના માર્ગદર્શન હેઠળ પીએચ.ડી. પણ કર્યું. જ્યારે ૨૦૧૪માં તેમને ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી' એવૉર્ડ મળ્યો તે પછી તરત જ તેમના વિશે ડૉ. પ્રવીણ દરજી અને ડૉ. બળવંત જાનીએ સંપાદિત કરેલું શબ્દ અને શ્રુત' પુસ્તક પ્રગટ થયું. એમાં એમનાં વિવિધ પાસાંઓ વિશે લેખો હતા, પરંતુ એમના સમગ્ર સાહિત્યસર્જનને આવરી લેતું પુસ્તક હજી તૈયાર થયું નહોતું. પરિણામે એ કાર્ય કરવાનું બીડું મેં ઝડપ્યું. તેમનું સમગ્ર સાહિત્યસર્જન ઉપલબ્ધ કરાવી આપવાનો આ મારો નમ્ર પ્રયાસ છે. તેમના સાહિત્યસર્જનના મારા આ અભ્યાસ દરમ્યાન તેમની બહુમુખી પ્રતિભાનાં દર્શન થયાં છે. સાહિત્યની સાથે સાથે સાંસ્કૃતિક, સામાજિક અને માનવકલ્યાણે કરનારી સંસ્થાઓમાં પણ તેઓ કાર્યરત છે તેનો પરિચય અહીં કરાવ્યો છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ અક્ષરના યાત્રીઃ સર્જકલક્ષી સ્વાધ્યાયમૂલક અભ્યાસગ્રંથ ડૉ. કુમારપાળ દેસાઈના સર્જનાત્મક અને સંશોધનાત્મક સાહિત્યક્ષેત્રના પ્રદાનનો પરિચય અને મૂલ્યાંકન કરાવતો “અક્ષરના યાત્રી’ નામનો ડૉ. નલિની દેસાઈનો સર્જકલથી સ્વાધ્યાયમૂલક અભ્યાસગ્રંથ બે-ત્રણ બાબતે ધ્યાનાર્હ બની રહેશે. એમની વિષયને સંક્ષેપમાં, ભારે લાધવથી નિર્દેશવાની શકિતનો સુંદર પરિચય પણ અહીંથી પ્રાપ્ત થાય છે. ડૉ. નલિનીબહેને પ્રારંભે ડૉ. કુમારપાળ દેસાઈના સર્જનાત્મક વ્ય િતત્વને ઘડનારાં પરિબળોનો પરિચય કરાવ્યો છે. એમના દ્વારા રચાયેલા ચરિત્રનિબંધો, ચિંતનાત્મક નિબંધો અને બાળસાહિત્ય એના વિવેચન વિશેના સૂઝપૂર્વકનાં સંપાદનો આપણાં નિબંધસાહિત્યમાં અને બાળસાહિત્યમાં કઈ રીતે મહત્તા ધારણ કરે છે તે મુદાસર રીતે આલેખ્યું છે. અલગ-અલગ પ્રકરણોમાં વિષયને સંદર્ભે કુમારપાળ દેસાઈની કૃતિઓનું કૃતિલક્ષી મૂલ્યાંકન અને સમગ્રલક્ષી પ્રતિભાવ પ્રસ્તુત કરવાની તેમની રીત સરાહનીય છે. તેઓ ચરિત્રની વિશિષ્ટતાઓને, વ્ય િતત્વના મર્મપૂર્ણ અંશોને તારવીને એનું હૃદયસ્પર્શી આલેખન કરાવવા માટે કુમારપાળે યોજેલી શૈલીનું પણ વિવરણ કરે છે. વળી આ નિબંધો ભારે સુખ્યાત ચરિત્રોવિષયક હોવાને કારણે ભારે લોકપ્રિય બન્યા છે એ ખરું પરંતુ જીવનમાં તેમણે વેઠેલ પીડા અને સંઘર્ષનો સામનો કરી નકારાત્મક ન બન્યા, પણ હકારાત્મક અભિગમને કારણે કેવા પ્રભાવાત્મક બન્યા એ દૃષ્ટિબિંદુ ચરિત્રનિબંધ-આલેખનમાં અપનાવાયું હોવાને કારણે આ ચરિત્રનિબંધો ગુજરાતના ચરિત્રમૂલક સાહિત્યમાં મહત્તા ધારણ કરશે. એમનું ચિંતનાત્મક સાહિત્ય તથા બાળસાહિત્ય પણ વ્ય િતના વ્ય િતત્વઘડતરમાં ફાળો આપે એ કક્ષાનું દૃષ્ટિબિંદુ ધરાવનારું છે. ડૉ. નલિનીબહેનનું સર્જકનું દૃષ્ટિબિંદુ જાણવાનું અને એ દૃષ્ટિબિંદુને આલેખવાની રીતને ઉપસાવી આપવાનું વલણ એમની • ડી અભ્યાસનિષ્ઠાનું પરિચાયક છે. પુરોગામી વિદ્વાનોનાં મંતવ્યોને પોતાના નિરીક્ષણના સમર્થન માટે ઉદાહ્નત કરવાનું તેમનું વલણ તેમની સ્વાધ્યાયનિષ્ઠાનું પરિચાયક છે. | ડૉ. કુમારપાળ દેસાઈના સર્જનાત્મક ક્ષેત્રના પ્રધાનનો પરિચય કરાવ્યા બાદ નલિનીબહેન ડૉ. કુમારપાળના ક્રિકેટવિષયક સાહિત્યને, પત્રકારત્વવિષયક સાહિત્યને અને અનુવાદસાહિત્યને અવલોકે છે. ક્રિકેટવિષયક ડૉ. કુમારપાળ દેસાઈની જાણકારી માત્ર ભારતીય ક્રિકેટરો પૂરતી સીમિત નથી, વિશ્વના ક્રિકેટવિષયક માનાંકનોથી અને ક્રિકેટવીરોથી પરિચિત હોવાને કારણે તેમના અભિપ્રાયો તુલનામૂલક પરિમાણ પ્રાપ્ત કરે છે. પત્રકારત્વ વિષયે પણ વર્તમાનપત્રોનું સ્વરૂ ૫, એમાંના અગલેખોનું સ્વરૂપ વગેરેના સિદ્ધાંતો તેમણે અવલો યા છે. એ બધાં પાસાંની ડૉ. નલિની દેસાઈએ અહીં સદૃષ્ટાંત ચર્ચા કરી છે. એ નિમિત્તે ટૂંકાં કૃતિલક્ષી મૂલ્યાંકનો પણ તેમની પાસેથી મળી રહે છે. ડૉ. કુમારપાળ દેસાઈનું વિવેચન, સંપાદન અને સંશોધનક્ષેત્રનું પ્રદાન શા કારણે મહત્ત્વનું છે એ પણ ભારે તાર્કિક રીતે ડૉ. નલિનીબહેન દેસાઈએ અવલો• યું છે. તેમણે કરેલી કૃતિલકી સમીક્ષા અને સર્જ કલક્ષી વિવેચનો ભારે સૂક્ષ્મતાથી કૃતિ કે કર્તાનાં વલણોને ઉપસાવનાર હોવાને કારણે સવિશેષ આસ્વાદ્ય બની રહે છે. સંશોધનમાં તો તેમણે મધ્યકાલીન ગુજરાતી ગદ્યને કેન્દ્રમાં રાખીને બાલાવબોધ, ટબાનાં સંપાદનો કર્યો તે તથા એમાંનું ડૉ. કુમારપાળનું તુલનામૂલક, વિશ્લેષણાત્મક અને ભાષાવિષયક દૃષ્ટિબિંદુ ડૉ. નલિનીબહેને મૂલ્યાંકન દરમ્યાન આલોકિત કર્યું એમાંથી નલિનીબહેનની સ્વાધ્યાય-નિષ્ઠાનો પરિચય મળી રહે છે. આનંદઘન અને બીજા જૈન સર્જકો વિશેનાં તેમનાં લખાણોમાંથી • પસતા ડૉ. કુમારપાળ દેસાઈના સંશોધનમૂલક અને તુલનાત્મક અભિગમમૂલક પાસાને સ્પષ્ટ કરી આપ્યું હોઈને એમાંથી ડૉ. નલિનીબહેનની મધ્યકાલીન સાહિત્યવિષયક અભિજ્ઞતાનો પરિચય પ્રાપ્ત થાય છે. ડૉ. કુમારપાળ દેસાઈ જે જે સંસ્થાઓ સાથે સંકળાયેલા તેનો પરિચય, તેમને મળેલા પારિતોષિકો, ચંદ્રકોની વિગતો, સાહિત્યિક પ્રદાનની વર્ગીકૃત સૂચિ અને ડૉ. કુમારપાળ દેસાઈનાં બે મહત્ત્વનાં વ્યાખ્યાનોને પણ અહીં આમેજ કરવાનું ડૉ. નલિનીબહેનનું વલણ એમની પોતીકી સૂઝભરી પદ્ધતિનું પરિચાયક છે અને આના હિસાબે ડૉ. કુમારપાળ દેસાઈનો અશેષ પરિચય મળી રહે છે. ડૉ. કુમારપાળ દેસાઈનું પ્રદાન કેવું સત્ત્વશીલ અને આપણા જ્ઞાનવારસામાં ઉમેરણરૂપ બની રહે એ કોટિનું છે તેના પરત્વે પૂરા તાર્કિક રહીને તેમણે કરેલું વિવેચન આવા કારણે અર્થપૂર્ણ બની રહે છે. કુમારપાળનું સર્જનાત્મક-વિવેચનાત્મક અને સંશોધનાત્મક દૃષ્ટિબિંદુ સમજવું. તેમની સર્જન-વિવેચનની પદ્ધતિને ઉપસાવીને મૂલવવી તથા પૂરા તાર્કિક રહીને પુરોગામીઓના પ્રતિભાવને પણ VII VIII Page #6 -------------------------------------------------------------------------- ________________ અરમ પોતાના અભ્યાસમાં સામેલ કરવા એ બે-ત્રણ બાબતો અહીંથી ખાસ • પસે છે. ડૉ. કુમારપાળ દેસાઈનાં વાલ્મયને અવલોકવા માટે કરેલું પ્રકરણોનું વિભાજન અને વિષયનું વર્ગીકરણ ડૉ. નલિનીબહેનની સ્વાધ્યાયનિષ્ઠા, અભ્યાસનિષ્ઠા અને વિદ્યાપ્રીતિનું પરિચાયક છે. આવાં બધાં કારણે “અક્ષરના યાત્રી’ એ શીલભદ્ર સારસ્વત ડૉ. કુમારપાળ દેસાઈની અક્ષરની–શબ્દની મૂલ્યાંકનયાત્રી બની રહે છે. - ડૉ. બળવંત જાની ૧. પ્રારંભ ૨. ચરિત્ર સાહિત્ય ૩. સંશોધન વિવેચન ચિંતન સાહિત્ય બાળસાહિત્ય નવલિકા અનુવાદ સંપાદન હિન્દી પુસ્તકો ૧૧. અંગ્રેજી પુસ્તકો ૧૨. પ્રકીર્ણ ૧૩. પત્રકારત્વ ૧૪. ક્રિકેટ ૧૫. સંસ્થાઓ છે સંવેદના, સહૃદયતા અને સજ્જતા (માંડવીમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેનું વ• તવ્ય) છે મારી નિસબત (ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત પ્રસંગનું વ• તવ્ય) સાહિત્યિક પારિતોષિકો અન્ય પારિતોષિકો કેટલાક અભિપ્રાયો સાહિત્યસર્જન ૧૨૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ અક્ષરના યાત્રી નલિની દેસાઈ Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રારંભ Page #9 -------------------------------------------------------------------------- ________________ સાચું કહું તો, કોઈની પાસે અઢળક સંપત્તિ હોય કે અમર્યાદિત સત્તા હોય, કોઈની કીર્તિનો કળશ છલક છલક થતો હોય – હું એમનાથી બહુ પ્રભાવિત થતો નથી. કોઈની અસાધારણ વિદ્વત્તા માટે મને આદર થાય છે. કોઈની અસાધારણ સર્જકતા મનને પ્રસન્ન કરે છે. પણ હું નમી પડું છું કેવળ વ્ય િતની સરળતાને ! ‘નરી સરલતા કોણ પૂજશે ?' એમ ન્હાનાલાલે ભલે કહ્યું. હું નરી સરલતાનો પરમ પૂજક છું – માત્ર પૂજક જ નહિ, આશક છું. ગમે તે ગુણનો ઢોંગ રચી શકાય. કેટલાક ગુણોનો ઢોંગ લાંબો સમય ટકાવી શકાય, પણ સરળતાનો ઢોંગ થઈ શકતો નથી. અંદર ટીપુંય ન હોય તોય આંખો આંસુથી છલકાવી દઈ શકાય, અંદર પ્રસન્નતાનો છાંટોય ન હોય તોયા હોઠ પર હાસ્ય લાવી શકાય. પણ અંદર ન હોય તો ચહેરા પર સરળતા દેખાડવાનું ઘણું અઘરું છે ને દેખાડી શકાય તો ઝાઝી વાર ટેકાવવાનું તો લગભગ અશ• ય છે. કુમારભાઈને હું ચાહું છું એમની નિર્વ્યાજ સરળતાને કારણે. બહુ ઓછા માણસોમાં આવી સરળતા મેં જોઈ છે અને આ સરળતા કુમારભાઈના લોહીનો ગુણ હોવાને કારણે વિદ્વત્તા, પદ, પ્રતિષ્ઠા – કશું જ આ સરળતાને સત-વિક્ષત કરી શ• યું નથી. સોનામાં સુગંધ સંભવી શકે કે નહિ તે હું જાણતો નથી, પણ કુમારભાઈની સોના જેવી સરળતામાં સંનિષ્ઠાની સુગંધ એકરસ થઈને ભળેલી છે તે મેં અનુભવ્યું છે. * રતિલાલ બોરીસાગર 6 કુમારપાળ દેસાઈના જીવનકાર્ય પર દૃષ્ટિપાત કરીએ ત્યાર પહેલાં એમના પિતાશ્રી સાહિત્યકાર જયભિખુના વ્યકિતત્વનો વિચાર કરવો પડે. સાહિત્યકાર “જયભિખ્ખનું મૂળ નામ હતું બાલાભાઈ વીરચંદ દેસાઈ. વીરચંદભાઈનું કુટુંબ ધર્મપ્રેમી, કુટુંબવત્સલ અને સાહિત્યના સંસ્કારોથી ઓપતું હતું. જયભિખુનો જન્મ ૧૯૦૮માં સૌરાષ્ટ્રના વીંછીયા ગામમાં થયો. તેમનું કુટુંબ વિદ્યાપ્રેમી હતું. બાર-તેર વર્ષની કુમળી વયે તો બાલાભાઈએ “સરસ્વતીચંદ્ર” જેવી મહાનવલ વાંચી હતી. સાહિત્યકાર તરીકેનો આદર્શ ગોવર્ધનરામ ત્રિપાઠી પાસેથી મળ્યો. જયભિખ્ખનો અભ્યાસ વરસોડા, અમદાવાદની ટયુટોરિયલ હાઈસ્કૂલ અને ત્યાર પછી ગ્વાલિયર પાસેના શિવપુરી આશ્રમમાં થયો. સામાન્ય રીતે એમ કહેવાય કે જૈનો વેપારમાં આગળ હોય, પણ “જયભિખુ એ સાહિત્યમાં નામ અમર કર્યું. શિવપુરીમાં આઠ-નવ વર્ષ સુધી સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાસાહિત્યનું અધ્યયન કર્યું. આ સંસ્થાનો ઉદેશ જૈન પંડિતોને તૈયાર કરીને વિદેશ મોકલવાનો હતો. તેઓએ જૈન પંડિત બનવાને બદલે સરસ્વતીની આરાધના કરવાનો નિશ્ચય કર્યો. અમદાવાદમાં ગૃહસ્થાશ્રમ શરૂ કર્યો. આ સમયે તેમની આર્થિક પરિસ્થિતિ એટલી સારી નહોતી, પણ એવી ઉદારદિલથી રહેતા હતા કે તેની કોઈને જાણ ન થાય. તેની વાત કરતાં કુમારપાળભાઈ કહે છે, તેમની પાસે એક જ કોટ હતો. કોઈ તેમને પૂછે કે તમારી પાસે આ એક જ કોટ છે ? તો તેઓ કહેતા કે, “ના, એક જ તાકામાંથી ત્રણેક કોટ સિવડાવ્યાં છે. આ રીતે સ્વમાની સાહિત્યકાર જયભિખ્યુંતેમની આર્થિક પરિસ્થિતિ કેવી છે તે કોઈને કળવા દેતા નહોતા. કોઈ પણ મુશ્કેલીમાંથી આનંદ તેઓ મેળવી શકતા. આર્થિક મુશ્કેલી હોય, છતાં હંમેશાં બીજાને મદદ કરવા તત્પર રહેતા. Page #10 -------------------------------------------------------------------------- ________________ જયભિખ્ખના કુટુંબમાં ઘણો સંપ હતો. તેનો એક પ્રસંગ જોઈએ. જયભિખ્ખું શિક્ષણ લેવા માટે માધ્યમિક શિક્ષણ બાદ મુંબઈ ખાતે મુનિશ્રી વિજયધર્મસૂરિએ સ્થાપેલ શ્રી વીરતવ પ્રકાશક મંડળ – જે વિલેપાર્લેમાં હતું તેમાં શિક્ષણાર્થે દાખલ થયા. મુંબઈની આ સંસ્થાએ સ્થળાંતર કર્યું ત્યારે તેની સાથે કાશી આગ્રા અને છેવટે ગ્વાલિયર રાજ્યના વનશ્રીથી ભર્યાભર્યા શિવપુરીમાં સ્થળાંતર કરી આઠનવ વર્ષ સુધી ચારેક ભાષાનું અધ્યયન કર્યું. તેમની સાથે જ પિતરાઈ ભાઈ રતિલાલ દીપચંદ દેસાઈ પણ અભ્યાસરત હતા. શિવપુરીમાં બંને પિતરાઈ ભાઈઓ એટલા નિકટ આવ્યા કે સહુ એમને સગા ભાઈ જ માનતા.' પોતાના ગૃહસ્થજીવનના પ્રારંભે “જયભિખુ'એ જીવનમાં ત્રણ પ્રતિજ્ઞા લીધી હતી. કદી નોકરી કરવી નહિ, પૈતૃક સંપત્તિ લેવી નહિ અને પુત્રને સંપત્તિ આપવી નહિ તથા કલમને આશરે જીવવું. આ પ્રતિજ્ઞા તેમણે વિપરીત સંજોગોમાં પણ પાળી હતી. આ બધું પાર પાડવામાં તેમનાં પત્ની વિજયાબહેનનો સાથ હતો. જયભિખુનાં લગ્ન ૧૯૩૦માં થયાં. વિજયાબહેનનો ઉછેર રાણપુરમાં થયો. નાની વયમાં તેમણે સ્વતંત્રતાનાં આંદોલનો જોયાં હતાં. વળી મેઘાણી નજીકમાં રહે. સવારે પ્રભાતફેરીમાં પણ તેઓ ભાગ લેતા. જયાબહેને કોઈ દિવસ કોઈની ટીકા નથી કરી. સામા માણસને સમજવાની પૂરી શ િત તેમનામાં હતી. દરેક માણસની જરૂરિયાતને સમજીને પૂરી કરે. જે જમાનામાં આંખના મોતિયાનાં ઑપરેશન કરાવવા માટે કે અન્ય કોઈ બીમારી થઈ હોય ત્યારે સૌરાષ્ટ્રમાંથી સગાંવહાલાં અમદાવાદ આવતાં, ત્યારે તેમના ગામના કે તેમનાં સગાં આવે એટલે તેમને ત્યાં • તરે, તેમને બરાબર સાચવે. મહેમાનગતિ કરે, અને કોઈ મુશ્કેલી પડે નહીં, તેનું ખાસ ધ્યાન રાખે. ૧૯૨૯માં જયભિખુની પહેલી કૃતિ ભિક્ષુ સાયલાકર' ઉપનામથી પ્રગટ થઈ. એમનું હુલામણું નામ ભીખાલાલ હતું. ૧૯૩૩માં મા સરસ્વતીના ખોળે માથું મૂકીને જીવનનિર્વાહનો સંકલ્પ કર્યો હતો. વિજયાબહેનમાંથી જયા અને હુલામણા ભીખુ” નામથી ભિખુ શબ્દ લઈને “જયભિખનું ઉપનામ તેમણે રાખ્યું. લેખકમિલન સમારંભમાં જયભિખુનો પરિચય આપતા જ્યોતીન્દ્ર દવેએ તેમની લાક્ષણિક મુદ્રામાં કહેલું. “અર્ધનારીશ્વર સ્વરૂપની જેમ બાલાભાઈ નામમાં બાળા’ અને ‘ભાઈ’નો એવો સમન્વય સંધાયો કે એમણે પોતાનું બીજું નામ પસંદ કર્યું તેમાં પણ આ વાતનો પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે. એક ડગલું આગળ વધીને રખેને પોતાની પત્નીને ખોટું ન લાગે માટે એમણે ધારણ કરેલ તખલ્લુસ ‘જયભિખુ'માં એમની પત્ની જયાબહેન અને પોતાનું નાનપણનું નામ ભીખાલાલ એ બે ભેગાં કરીને જયભિખુ” બની ગયા !” સ્વતંત્રતાનું આંદોલન ચાલુ હતું તે વખતે ૧૯૮રની ૩૦મી ઑગસ્ટે જયભિખનુને ત્યાં પુત્રનો જન્મ થયો. તે વખતે તેઓ માદલપુર ગામમાં પટેલના માઢમાં ઉપરના માળે લીંપણવાળા ઘરમાં રહેતાં હતાં. જયભિખુ'ના પુત્ર તે કુમારપાળ દેસાઈ. તેમનો ચાર ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદની વાડીલાલ સારાભાઈ હૉસ્પિટલ પાસે માદલપુરમાં આવેલી મ્યુનિસિપલ સ્કૂલમાં થયો. પાંચ ધોરણથી સાત ધોરણ સુધીનો અભ્યાસ પ્રીતમનગર પાસે આવેલી દીવાન બલ્લુભાઈ શાળામાં અને આઠમા ધોરણથી મેટ્રિક સુધીનો અભ્યાસ રાજનગર પાસે આવેલી દીવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાં કર્યો. એ સમયે જયાબહેન માદલપુરથી છેક માણેકચોક સુધી ચાલીને શાક લેવા જતાં. કુમારપાળ દેસાઈ પર તેમનાં માતાનો પ્રભાવ ઘણો છે. તેઓ કહે છે. ‘મારી બા વ્યવહારમાં કુશળ હતી. પિતામાં સાહસ, ગુસ્સો અને પોતાની આસપાસના સમાજ પર છવાઈ જવાની શ િત હતી, તો માતાની પાસે વ્યવહારકુશળતા, જીવનની વિષમતાને શાંતિથી પચાવીને આનંદભેર રહેવાનો કીમિયો તેમજ ભાવસભર આતિથ્ય અને વાત્સલ્ય દ્વારા સહુનાં હૃદય જીતી લેવાની શ િત હતી. બંનેની પ્રકૃતિ જેમ ભિન્ન હતી, એ જ રીતે બંનેનું અવસાન પણ સાવ ભિન્ન રીતે થયું. અનેક વ્યાધિઓથી ઘેરાયેલા પિતા હૃદયરોગના ગંભીર હુમલાથી પળવારમાં વિદાય પામ્યા, જ્યારે સ્વસ્થ જીવન જીવનારી માતાએ યાતનાપૂર્ણ લાંબી બીમારીને અંતે વિદાય લીધી. બંનેના સ્થૂળ દેહની વિદાયની સ્થિતિ જીવનઘડતરમાં કેટલાય પાઠ શીખવી ગઈ.' જયભિખુ ડાયરાના માણસ હતા. તેમની મિત્રમંડળીમાં કનુ દેસાઈ, ચંદ્ર ત્રિવેદી, મનુભાઈ જોધાણી, ગુણવંતરાય આચાર્ય, ધૂમકેતુ, ધીરુભાઈ ઠાકર, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલયની બંધુબેલડી ગોવિંદભાઈ અને શંભુભાઈ હોય. અમદાવાદના ગાંધીરોડ પર જુમ્મા મસ્જિદ સામે આવેલા શારદા મુદ્રણાલયમાં બધા ભેગા થાય. મિત્રો સાથે મોજમસ્તી થાય. પ્રવાસ કરે તો તેમાં પણ આનંદ જ હોય. જયભિખુનો સ્વભાવ થોડો કડક. તેઓ લેખનકાર્ય કરતા હોય ત્યારે અવાજ ન કરાય. જયાબહેન એ સઘળી બાબતનું ચીવટપૂર્વક ધ્યાન રાખે. જયભિખનુને મોટા મોટા સર્જકો સાથે મૈત્રી. પરિણામે કુમારપાળ દેસાઈને પણ એ બધા સાથે મેળાપ થયો. ‘શૈશવનાં સ્મરણો” નામે આપેલા વાર્તાલાપમાં એમણે કહ્યું છે - સ્મૃતિને સજીવન કરીને બાળપણનાં સ્મરણોને યાદ કરીએ ત્યારે અતીતની રન મ ર વાગી Page #11 -------------------------------------------------------------------------- ________________ સૃષ્ટિમાં ખોવાઈ જઈએ છીએ. બાળપણની આંખોમાં જિજ્ઞાસાનું આંજણ આંજીને જગતને જોયું ત્યારે કેવો રોમહર્ષક અનુભવ થયો હતો તેનું સુખદ સ્મરણ થાય છે ! આજે સામાન્ય કે નગણ્ય લાગતી ઘણી વસ્તુઓ એ સમયે કેવી ભવ્ય લાગતી હતી ! જિજ્ઞાસાની પાંખે અને મનની આંખે આ સુષ્ટિ કેવી અલૌકિક લાગતી હતી ! બાળપણની કેટલીય છાપ અને છાયા મનના કોઈ અગોચર ખૂણામાં લપાઈને બેઠી હોય છે. આવા બાળપણમાં જ જીવનઘડતરનાં કેટલાંક બીજ રોપાય છે, જેનો પછીના જીવનમાં ગુણાકાર થતો હોય છે. બાળપણનાં એ સ્મરણોને યાદ કરું તો એમ લાગે છે કે કેવા મહાન શબ્દશિલ્પીઓ સાથે બાળપણ ગાળવાનું મળ્યું ! ઝવેરચંદ મેઘાણીના ખોળામાં ખેલવાનું મળ્યું. ધૂમકેતુ પાસેથી મજાની ચૉકલેટો મળી અને વિખ્યાત ચિત્રકાર કનુ દેસાઈ પાસેથી નિશાળના ડ્રૉઇંગ પેપર પર ચિત્ર મળ્યાં !” સારા ગુરુ મળવા તે પણ સદ્ભાગ્ય કહેવાય. તે જમાનામાં મેટ્રિક થઈને પ્રિ. આમાં કૉલેજમાં દાખલ થવાનું રહેતું. એ રીતે કુમારપાળ દેસાઈએ ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. શ્રી અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર પાસે અભ્યાસ કરવાની તક મળી. એ જ વર્ષમાં તેઓ વર્ગ-પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. આ સમાચાર એમના અધ્યાપક ધીરુભાઈ ઠાકરે તેમના પિતાશ્રી જયભિખુને શારદા મુદ્રણાલયમાં કહ્યા હતા. જયભિખ્ખું રોજ લખવા બેસે અને કુમારપાળને એમ થાય કે હું પણ આમ લખું તો ! નાનપણથી જ વાંચનનો શોખ. તે વખતે ‘ઝગમગ' સાપ્તાહિકમાં પહેલી વાર્તા લખીને મોકલી. તે કુ. બા. દેસાઈના નામથી મોકલી હતી. જેથી પિતાનું નામ જાણીને તેને કોઈ પ્રગટ ન કરે. તેમાં સફળતા મળતાં અગિયાર વર્ષની ઉંમરથી લેખનનો પ્રારંભ કર્યો એમ કહી શકાય. પ્રિ. આ પછીના જુનિયર અને સિનિયર બી.એ.નો અભ્યાસ તેમણે એચ. કે. આર્ટ્સ કૉલેજમાં ર્યો. નાનપણમાં જ મોટા સાહિત્યકારોના પરિચયમાં તો હતા જ એ કૉલેજમાં તેમને પ્રિ. યશવંતભાઈ શુ લ, નગીનદાસ પારેખ અને મધૂસુદન પારેખ ગુરુ તરીકે મળ્યા. કુમારપાળ દેસાઈને વાચન-લેખનમાં • ડો રસ. દીવાન બલ્લુભાઈ શાળામાં વ• તૃત્વ સ્પર્ધામાં મોખરે રહેતા. કૉલેજના પ્રથમ વર્ષમાં એમણે દેવકરણ નાનજી નિબંધસ્પર્ધામાં “મુનશી અને ગોવર્ધનરામનાં સ્ત્રી-પાત્રો' એ વિષય ઉપર નિબંધ લખ્યો. એક વર્ષમાં ચાર નિબંધ સ્પર્ધામાં પ્રથમ રહીને ઇનામ લેનાર તેઓ હતા. તે વખતનું સ્મરણ કરતાં કુમારપાળ દેસાઈ કહે છે, અક્ષરના યાત્રી ‘એક જ વર્ષમાં ચાર સ્પર્ધામાં મને ઇનામ મળ્યાં. તે બધાં જ ઇનામ એચ. કે. કોલેજના વાર્ષિકોત્સવ વખતે મળ્યાં અને તે વખતે મુ. નગીનદાસ પારેખ ઉપસ્થિત હતા. તેઓ આનંદભેર તાળી પાડતો હોય, એ દૃશ્ય અદ્યાપિ અવિસ્મરણીય છે.” તેઓ સિનિયર બી.એ.માં આવ્યા ત્યારે ચારેક વખત ટાઇફૉઇડ થયેલો તે વખતે હવાફેર કરવા તેઓ બોટાદ રહ્યા હતા. થોડા વખત પછી પ્રિ. યશવંતભાઈ શુ લએ તેમને બોલાવ્યા. કૉલેજમાં તે વખતે એમની ધાક હતી. તે વખતે પૂરતી હાજરી ન હોય તો પરીક્ષા માટે ફૉર્મ મળતું નહીં. પરીક્ષા માટે મંજૂરી મળશે કે નહીં તેની ચિંતા હતી. પ્રિ. યશવંતભાઈ શુ લએ કુમારપાળ દેસાઈને બોલાવીને પૂછ્યું. ‘તમે પરીક્ષા આપશો ને !’ ‘હા, વાંધો નહીં આવે અને પરીક્ષામાં બેસવા દીધા. તેઓ જ્યારે બોટાદ હતા ત્યારે મધુસૂદન પારેખે તેમને ખબર પૂછતો પત્ર લખ્યો. ગુરુ વિદ્યાર્થીના ખબર પૂછતો પત્ર લખે, તે ઘટનાએ તેમને ગુરુ તરફ આકર્ષ દીધા અને તે ગુરુ-શિષ્યનો ગાઢ લાગણીપૂર્ણ સંબંધ અદ્યાપિ જળવાયેલો છે. આમ તેમના કૉલેજકાળના હંમેશ માટે તેમની સ્મૃતિ પર અંકાયેલાં તેમના ગુરુનાં સ્મરણો એવાં જ તાજાં છે. ૧૯૬૩માં મુખ્ય વિષય ગુજરાતી લઈને બી.એ. થયા અને ૧૯૬૫માં મુખ્ય વિષય ગુજરાતી લઈને એમએ. થયા. એમ.એ.ના અભ્યાસ દરમિયાન શ્રી ઉમાશંકર જોશી, ડૉ. પ્રબોધ પંડિત અને પ્રા. અનંતરાય રાવળ પાસે અભ્યાસ કરવાની તક મળી. ઉમાશંકર જોશી તે વખતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા. તેમ છતાં તેઓ નિયમિત રીતે વર્ગો લેતા હતા. તેમની ભણાવવાની પદ્ધતિ ખૂબ સરસ. ડૉ. પ્રબોધ પંડિત આંતરરાષ્ટ્રીય કક્ષાના ભાષાવિજ્ઞાની હતા. જયભિખુને તેમના પરિવાર સાથે સંબંધ હતો. અભ્યાસના સંદર્ભમાં કંઈ પૂછવાનું થાય તો કુમારપાળ દેસાઈ તેમની પાસે જતો. તેઓ કહે છે, ‘પ્રબોધ પંડિત પાસે પ્રશ્ન લઈને જઈએ, એટલે પહેલાં કહે કે સામેના કબાટમાંથી પુસ્તક લાવ. પછી એ પુસ્તકનું એક પ્રકરણે સામે બેસીને વાંચવાનું કહે. આખું પ્રકરણ વંચાઈ જાય પછી સમજાવે અને ચર્ચા કરે.’ એ પછી ડૉ. પ્રબોધ પંડિત દિલ્હી યુનિવર્સિટીમાં ડીન તરીકે ગયા. છતાં તેમની સાથેનો પત્રવ્યવહાર ચાલુ રહ્યો. ઘણા વખત પછી કુમારપાળ દેસાઈને દિલ્હી જવાનું થયું ત્યારે પ્રબોધ પંડિત તેમને દિલ્હી શહેર બતાવવો લઈ ગયા હતા. એક ગુરુને વિદ્યાર્થી માટે કેવી મમતા હોય છે તેની પ્રતીતિ કુમારપાળ દેસાઈને પ્રબોધ પંડિતમાં પ્રારંભ Page #12 -------------------------------------------------------------------------- ________________ થઈ. આની સાથોસાથ તેમના મનમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીની છબી સતત તરવરતી જોવા મળે છે. કુમારપાળ દેસાઈએ એક સ્થળે લખ્યું છે. શૈશવમાં કોઈની છબીએ સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય તો તે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો છે. કિશોર અવસ્થામાં શીતળાને કારણે પંડિત સુખલાલજીએ બંને આંખો ગુમાવી હતી, છતાં જ્ઞાનનું તેજ અપાર હતું. તમે એમને મળવા માટે ઓરડામાં દાખલ થાવ અને માત્ર પગરવ પરથી તમારી ઓળખ આપી દેતા. ગ્રંથો નરી આંખે જોયા નહોતા, પરંતુ એના સંદર્ભો એવી રીતે આપે કે જાણે એમણે મનની આંખે ગ્રંથ વાંચ્યો ન હોય ! કોઈ આધ્યાત્મિક શ્લોકનો ક્રમ આપીને તેઓ પોતાની વાત કરતા હોય. શાસ્ત્રોનો અભ્યાસ સત્ય દૃષ્ટિએ એમની વાણીમાં વ્ય॰ ત થતો રહેતો હતો. સત્યને કહેવા માટેની એમની હિંમત પણ અદ્ભુત હતી !” બાળપણથી જ કુમારપાળ દેસાઈ સાહિત્યકારોના સંગમાં રહ્યા છે અને તેનો પ્રભાવ એમના ઉપર પડ્યો. પિતાશ્રી લખે અને તેમને લખવાની ઇચ્છા થાય. કુમારપાળ દેસાઈએ એમ વિચાર્યું કે પિતા જે ક્ષેત્રમાં ન હોય તે ક્ષેત્રનું કામ આરંભવું. પડકાર ઝીલવો પડે તો ઝીલી લેવો. એ માટે શરૂઆતમાં ઘણી જ મુશ્કેલી પડી. રમતગમત વિશે ઘણું જાણ્યું.મેળવ્યું અને પછી ક્રિકેટરો વિશે લખવા માંડ્યું. કુમારપાળ દેસાઈએ કૉલેજકાળ દરમિયાન ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેઓ કૉલેજની ટીમના ધીમા પણ સંગીન જોડી ઓપનિંગ બૅટ્સમેન અને ડાબોડી સ્પિનર હતા. જયભિખ્ખુને હૉકીમાં રસ, પણ ક્રિકેટમાં જરાય નહિ. ફ્રેન્ક વૉરેલની મહાનતા ઉપર કુમારપાળ દેસાઈનો લેખ નવચેતન’માં છપાયો. તેના તંત્રી ચાંપશીભાઈ ઉદ્દેશી આ લેખ વાંચીને એવા પ્રસન્ન થયા કે નવચેતનની ખેલ અને ખેલાડી” કૉલમ તેમને દર મહિને લખવાની શરત સાથે સોંપી દીધી. ચાંપશીભાઈ તેમની પડોશમાં નારાયણનગર સોસાયટીમાં રહે. તંત્રી કેવા ભેખધારી હોય તેનો પરિચય તેમને થયો. લેખ આપો એટલે એ વાંચે, એને ચિત્રથી સજાવે. આખો લેખ તેઓ જાતે ફરી લીલી શાહીથી લખે. દરેક લેખકના લેખ આ રીતે તેઓ લીલી શાહીથી લખતા. લેખ મળે પછી ત્રીજે દિવસે લેખકને સ્વીકાર-અસ્વીકારની જાણ પોસ્ટકાર્ડથી થઈ જાય. લેખ સ્વીકાર્ય બને તો તેમાં નોંધ હોય કે તમારો લેખ ક્યા મહિનાના નવચેતનમાં છપાશે. ચાંપશીભાઈ વયોવૃદ્ધ હોવા છતાં એ માર્ગ પરની ૩૩ નંબરની બસ આવે, ત્યારે બધાને પહેલાં ચડવાનું કહે. પછી જ પોતે ચઢે. ૧૯૬૫માં એમ. એ. થઈ ગયા તે દરમ્યાન તેમની લેખનપ્રવૃત્તિ ચાલુ હતી. અક્ષરના પાત્રી. દ હજી પરિણામ નહોતું આવ્યું પણ તેમણે નિર્ધાર કરેલો કે બે-ત્રણ ક્ષેત્રમાં કામ કરવું. સ્વાભિમાનથી કામ કરવું અને તે જળવાવું જોઈએ. ‘ગુજરાત સમાચાર’ના તંત્રી શાંતિભાઈ શાહ જયભિખ્ખુના મિત્ર. દર વર્ષે દિવાળીમાં બંને સાથે ફરવા જાય. તે સમયે ગુજરાત સમાચાર'માં રમતગમત વિશે કુમારપાળ દેસાઈ લખતા. એ સમયે અમદાવાદમાં માનવમંદિર કૉલેજનો પ્રારંભ થતો હતો. તે માટે અધ્યાપકનો ઇન્ટરવ્યૂ આપનારામાંના ઘણાખરા ડૉ• ટર અને આચાર્ય હતા. કુમારપાળ દેસાઈ માત્ર એવા હતા કે જેમનું એમ.એ.નું પરિણામ નહોતું આવ્યું. ‘નવચેતન’માં પ્રગટ થયેલા લેખોની ફાઇલ વ્યવસ્થિત બનાવી હતી. વળી તેમનું લેખનકાર્ય તો ચાલતું હતું. તેમની આ ફાઇલ જોઈને ઇન્ટરવ્યૂ લેનારાઓએ તેમને પસંદ કર્યા. કારણ કે નવી ખૂલતી કૉલેજ સામયિક પ્રકાશિત કરવાની હતી. તે માટે તેમને સારા સંપાદકની જરૂર હતી. તેનાં બે કારણ હતાં : એક તો કૉલેજને નવયુવાન હોશિયાર અધ્યાપક મળે અને કૉલેજના સામયિકની સંપૂર્ણ જવાબદારી સોંપી શકાય. અને કુમારપાળ દેસાઈને નિમણૂક-પત્ર મળી ગયો. તેની જાણ ભારતપ્રકાશન સંસ્થાના રસિકભાઈ ગો. શાહને થઈ. તેમણે જયભિખ્ખુ’ને કહ્યું કે કુમારપાળે અમારી કૉલેજોમાં જોડાવાનું છે. • યાં અમદાવાદ કૉલેજમાં કે નવગુજરાત કૉલેજમાં. કૉલેજમાં જોડાતાં પૂર્વે તેમણે એકાદ વર્ષ એચ. કે. કૉલેજમાં ફેલો તરીકે કામ કર્યું અને ૧૯૬૫માં નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં જોડાયા. કૉલેજમાં અધ્યાપનની સાથે સાહિત્ય-સંશોધનનું કાર્ય પણ ચાલે, નવલિકા, ચરિત્ર, સંશોધન, વિવેચન, બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની રચના કરી. પત્રકારત્વમાં લેખન કર્યું અને તેની તાલીમ માટે પુસ્તક પણ લખ્યું. રમતગમતમાં રસ હોવાથી તેમાં પણ પુસ્તકો લખાતાં રહ્યાં. ૧૯૬૭માં ભવન્સ કૉલેજમાં ચાલતા હીરાલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટમાં પત્રકારત્વના વ્યાખ્યાતા તરીકે જોડાયા. તે વખતે વાસુદેવ મહેતા, બળવંતભાઈ શાહ જેવા અધ્યાપકોનો પરિચય થયો. પત્રકારત્વક્ષેત્રે વાસુદેવ મહેતાનું માર્ગદર્શન મળ્યું. વાસુદેવભાઈ સ્વભાવે ખૂબ કડક. જયભિખ્ખુ’એ કુમારપાળ દેસાઈને એમની પાસે તાલીમ લેવા મોકલ્યા હતા. તેમણે કુમારપાળ દેસાઈને લગ્નના ચોથા દિવસે જ હાજર રહેવાનું કહ્યું. બપોરના એકથી સાંજના પાંચ વાગ્યા સુધી તેમને જુદા જુદા અખબાર વાંચવાનું કહે. પછી તેની ચર્ચા થાય. છેક સાંજે છ વાગે એકાદ લેખ કે પ્રસંગ પર લખવાનું કહે. એક વખત સાંજે વાંચવાનું પૂરું થયું પછી વાસુદેવભાઈ કહે. પંજાબી સૂબા ઉપર લેખ લખો. કાલે પ્રગટ કરવાનો છે. તેને માટે ફરી વાંચન પ્રારંભ Page #13 -------------------------------------------------------------------------- ________________ મહાવીર શરૂ કર્યું અને લેખ લખ્યો. પત્રકારત્વની કઠોર મહેનત કરી અને વાસુદેવભાઈ પાસેથી પત્રકારત્વની તાલીમ પણ મળી. ૧૯૭૯માં ‘અખબારી લેખન’ નામનું પુસ્તક કુમારપાળ દેસાઈએ લખ્યું. એ સમયે એમ મનાતું કે પત્રકારત્વનું લખાણ માત્ર પ્રેરણાથી લખાય. હકીકતે તેમ નથી. ‘અખબારી લેખનમાં વાસુદેવભાઈનું ઘણું માર્ગદર્શન મળ્યું. તેમની સાથે ગાઢ સંબંધ થયો. પછી તો વાતો ચાલે. તેમના જીવનની કેટલીય ઘટનાઓ કહે. પાછળના સમયમાં તો વાસુદેવભાઈ કુમારપાળ દેસાઈના મિત્ર હોય તેમ સલાહ પણ લેતા. કુમારપાળ દેસાઈના લેખનકાર્યનો આરંભ ૧૯૫૩થી થયો. જયભિખુ સાહિત્યક્ષેત્રે આગળ હતા. જયભિખુએ ૩૫૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. તેમણે તેમની નવલકથાઓમાં ઇતિહાસને જાણે કે જીવંત કર્યો છે. કુમારપાળ દેસાઈએ જ્યારે ‘ઝગમગ માં પહેલી વાર્તા લખી ત્યારે નીચે શું નામ લખવું તેની મૂંઝવણ તેમને હતી. કુમારપાળ દેસાઈ એવું નામ લખે તો જયભિખ્ખના પુત્ર છે તેમ ખબર પડે અને વાર્તા છાપે જ. પણ તેમણે તેમ ન કરતાં ‘કુ. બા. દેસાઈના નામથી પ્રથમ વાર્તા લખી. છપાઈ અને વખણાઈ. તંત્રીને પાછળથી ખબર પડી કે કુ. બા. દેસાઈ એ જયભિખુના પુત્ર છે. અહીંથી કુમારપાળ દેસાઈની સાહિત્યસર્જન યાત્રા શરૂ થાય છે. જેના વિશે હવે પછી જોઈશું. જિલ્લા I[, શાના' ચરિત્ર સાહિત્ય નાક્રમની માંધ પરä રાકૃદ્ધિનું વિખર સી૩ નાયક ) BINET (મામાના શાસ્ત્રી. = *મારપામin સાઈ માનવતાની મહેક અપંગનાં નક્ષના યાત્રી થી ઓજસ Page #14 -------------------------------------------------------------------------- ________________ આપણે ત્યાં આંગળીને વેઢે ગણાય તેટલા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓ ચરિત્ર આલેખનનો આગવો કસબ કુમારપાળ દેસાઈ પાસે છે. એમણે એમની લેખનકારકિર્દીનો પ્રારંભ ચરિત્રલેખનથી કર્યો અને આજે પણ વૈવિધ્યપૂર્ણ ચરિત્ર આલેખનો એમની પાસેથી મળતાં રહ્યાં છે. જુદી જુદી અનેક પ્રકારની વ્ય િત અને વિભૂતિઓ વિશેનાં ચરિત્રો મળે છે. ફિરાક ગોરખપુરી જેવા કવિપ્રેમચંદ વ્રજપાળ જેવા પૂર્વ આફ્રિકામાં જઈને ઉદ્યોગો વિકસાવનાર માનવતાપ્રેમી કે શારીરિક, આર્થિક અને માનસિક મુશ્કેલીઓ વચ્ચે પ્રબળ પુરુષાર્થથી ઝઝૂમીને વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યની રચના કરનાર યુ. એન. મહેતાનાં ચરિત્રો મળે છે. એ જ રીતે ભગવાન મહાવીર વિશેનું સંશોધનાત્મક ચરિત્ર અને બાળકોના બુદ્ધિસાગરસૂરિ’ જેવું બાળકોને અનુલક્ષીને લખાયેલું યોગનિષ્ઠ આચાર્ય બુદ્ધિસાગરસૂરિજીનું ચરિત્રે નવી સૃષ્ટિનો અનુભવ કરાવે છે. જ્યારે રમતગમતક્ષેત્રે આગવી સિદ્ધિ મેળવનાર વીર રામમૂર્તિ, સી. કે. નાયડુ અને લાલા અમરનાથના લઘુચરિત્રો આપે છે. ‘મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર એ વીસમી સદીના અધ્યાત્મપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીનું સચિત્ર ચરિત્ર છે તો એની સાથોસાથ ૧૦૮ જેટલાં લાઘવપૂર્ણ ચરિત્રો ‘જિનશાસનની કીર્તિગાથામાં મળે છે. આ બધાં ચરિત્રોની વિશેષતા એ છે કે અત્યંત પ્રવાહી, પ્રાસાદિક અને હૃદયસ્પર્શી શૈલીમાં એ લખાયેલાં છે. કુમારપાળ દેસાઈનાં ચરિત્રોની વિશેષતા એ છે કે પ્રાચીનકાળનાં ચરિત્રોથી માંડીને અર્વાચીન કાળની વ્ય િતઓ વિશેનાં ચરિત્રો પ્રાપ્ત થાય છે. ચરિત્રલેખનનો પ્રારંભ થાય છે લાલગુલાબથી. ૧૯૬૫માં પ્રગટ થયેલા પોતાના પ્રથમ પુસ્તક “લાલગુલાબથી કુમારપાળ દેસાઈને ખ્યાતિ મળી ગઈ. પુસ્તકના પ્રારંભે એ સમયના ગુજરાતના કેળવણીપ્રધાન ડૉ. ભાનુપ્રસાદ પંડયાએ એની પ્રસ્તાવનામાં લખ્યું. કુમારપાળ ચરિત્રનિબંધોના લેખક છે. એમણે એવાં ચરિત્રો પસંદ કર્યો છે કે જેમનાં વ્યક્તિત્વ ખરેખર અનુકરણીય બની રહે. એવા ભવ્ય વ્ય*િ તત્વવાળા, ઉદાત્ત ભાવનાવાળા અને દેશ માટે કશુંક કરી ગયેલા આ સમાજના મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે એવા લોકોને પસંદ કરીને એમણે ચરિત્રો લખ્યાં છે. ચરિત્રગ્રંથોવિષયક એમનું પ્રદાન પણ ખરા અર્થમાં ગુજરાતી સાહિત્યમાં અત્યંત મહત્ત્વનું છે. છે બળવંત જાની હf ચરિત્ર સાહિત્ય Page #15 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈએ . શાસ્ત્રીજીના જીવનમાંથી યોગ્ય પ્રસંગોની પસંદગી કરીને તેનું રસાળ અને સરસ ભાષામાં વર્ણન કરેલું છે. તેમની પ્રમાણભૂતતા અને રજૂઆતની ચોકસાઈ વિદ્યાર્થીઓને પણ આકર્ષશે. આ પુસ્તકથી કુમારપાળ સાહિત્યના ક્ષેત્રમાં રીતસર પ્રવેશ કરે છે. તેમના પિતાશ્રી જયભિખુની માફક તેમની લેખનયાત્રા શુભ, ફળદાયી અને • ધ્વમુખી નીવડો એવી મારી શુભેચ્છા છે.'' લાલ ગુલાબ' પુસ્તક પ્રગટ થતાં જ એ કસાથે ચાલીસ હજાર પ્રત વેચાઈ ગઈ. તે જ તેની લોકપ્રિયતા દર્શાવે છે. ગુજરાતી સાહિત્યમાં આ નોંધપાત્ર ઘટના કહેવાય. વળી લાલ ગુલાબ' ગુજરાતભરમાં જાણીતી શિષ્ટવાચનની પરીક્ષામાં પાઠયપુસ્તક તરીકે પસંદગી પામ્યું હતું. આ પુસ્તકને ગુજરાત રાજ્યની ઉચ્ચ ગુણવત્તાવાળાં પુસ્તકોની સ્પર્ધામાં બાળસાહિત્યના ચરિત્રવિભાગમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આમાં લાલબહાદુર શાસ્ત્રીના જીવનના પ્રસંગોનું અત્યંત પ્રવાહી શૈલીમાં આલેખન થયું છે. પ્રત્યેક જીવનપ્રસંગનો મર્મ ખોલતાં જઈને એની હૃદયસ્પર્શી રજૂઆત કરી છે. અત્યંત ગરીબ અવસ્થામાંથી ભારતના વડાપ્રધાન બનનાર લાલબહાદુર શાસ્ત્રીના જન્મથી મૃત્યુ સુધીની ઘટનાઓનું આમાં ક્રમિક આલેખન મળે છે. બાળપણમાં થયેલો ગરીબીનો અનુભવ એમના જીવનનું ઘડતર કઈ રીતે કરે છે તે દર્શાવ્યું છે. આર્થિક ભીડ હોવા છતાં દેશસેવાને કાજે લીધેલી ફકીરીને કારણે યુવાનીમાં આવેલી અપાર મુશ્કેલીઓની વાત કરી છે. દવાના અભાવે એમની પુત્રીનું મૃત્યુ થાય છે તેનું વર્ણન હૃદયદ્રાવક છે. એ પછી પ્રમાણિકતા અને નિષ્ઠા જાળવીને ભારતીય રાજકારણમાં પોતાની વિચક્ષણ બુદ્ધિથી લાલબહાદુર શાસ્ત્રીએ કેવી સિદ્ધિ મેળવી તે દર્શાવ્યું છે. આ વામન દેહધારી વ્યક્તિએ પાકિસ્તાનને કઈ રીતે પાઠ શીખવ્યો અને ભારતીય દળ અપ્રતિમ શૌર્ય દાખવીને છેક લાહોરના સીમાડા સુધી પહોંચી ગયું તેનું આમાં તાદૃશ આલેખન મળે છે. એમણે આપેલા “જય જવાન, જય કિસાન' સૂત્રએ દેશના જનમાનસમાં કરેલી પરિવર્તનની ગાથા આલેખી છે. એમના અકાળ મૃત્યુએ કેવો ધરતીકંપ સર્યો હતો તેનું આમાં હૃદયદ્રાવક વર્ણન મળે છે. આ રીતે અભ્યાસકાળ દરમિયાન કુમારપાળ દેસાઈએ લખેલા આ ચરિત્રથી એમની તરફ સહુનું ધ્યાન ખેંચાયું. આ ચરિત્રના આરંભે બે બોલમાં લેખકે પોતાનું ઉદ્ગત પ્રગટ કરતાં લાલબહાદુર શાસ્ત્રીના ચરિત્ર વિશે લખ્યું છે. “જે ચરિત્ર સાંભળવાથી જીવન પવિત્ર બને, ને જેના લેખનથી કલમ ધન્ય બને, એવી મહાન ભારત-જ્યોતિનું આ ચરિત્ર છે. માત્ર એ રાજનીતિના મહાન પુરુષ હતા, એમ માનનાર ભૂલ ખાશે. માત્ર એ મહાન સેનાનાયક હતા, ને દેશના જવાનો માટે પ્રેરણામૂર્તિ હતા, એમ કહેવું પણ યોગ્ય થશે નહીં. એ દેશના આજીવન સેવક અને અકિંચન ફકીર હતા, એમ કહેવું પણ પૂરતું થશે નહીં. એ ભારતના ભીમપિતામહની, મહારથી કર્ણની, મહર્ષિ ચાણ થની કે વીર પરશુરામની પ્રતિભા હતા, એમ કહેનારા પણ પૂરતો ન્યાય કરશે નહીં ! એ એક મહામાનવ હતા, આદર્શ ભારતીય હતા, નિષ્કામ યોગી હતા. માનવતાથી મહેકતા ભારતની વાડીના સ્વયંસંપૂર્ણ ગુલાબ હતા એમ કહેવું યોગ્ય થશે. ગુલાબ ખીલતું હતું ત્યારે આંખોને અને મનને તૃપ્ત કરતું હતું. ગુલાબ કરમાઈ ગયું. ત્યારે યુગો સુધી ચાલે તેવી અમર સુવાસ મૂકતું ગયું.'' ‘લાલ ગુલાબ'માં ભારતમાતાના એ લાલ ગુલાબની જીવનકહાની છે. આ પુસ્તકનાં પ્રકરણોનાં જુદાં જુદાં શીર્ષકો પણ ધ્યાન ખેંચે છે. જેમ કે “નંદને ઘેર આનંદ ભયો’, ‘અંતરમાં દેશપ્રેમનું અત્તર મહે• યું', “હીર અને ખમીર', “અબ લાહોર તક ચલેગી યે તેગ હિંદુસ્તાન કી’ અને ‘શાંતિનો શહીદ'. વળી, આ પુસ્તકનું નામ લાલ ગુલાબ' પણ ધ્યાનાર્હ બન્યું છે. - આ પુસ્તકની ૨ચના થયા પછી લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થતાં ‘મહામાનવ શાસ્ત્રી' નામનું વિસ્તૃત જીવનચરિત્ર લખ્યું. જેમાં લાલબહાદુર શાસ્ત્રીના વ્ય િતત્વનાં ભિન્ન ભિન્ન પાસાંઓને પ્રગટ કર્યો છે જેમાં એમની સાદાઈ, પ્રમાણિકતા, રાષ્ટ્રભ િત અને દૂરંદેશીની કથાઓ આલેખી છે. આ પુસ્તક જોઈને લાલબહાદુર શાસ્ત્રીનાં પત્ની લલિતાદેવી પણ ખૂબ પ્રસન્ન થયાં હતાં. ૧૯૬૬ની ૨૦મી એપ્રિલે અમદાવાદના એચ. કે. કૉલેજના હૉલમાં ભારતના મહાન તત્ત્વચિંતક, પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીના પ્રમુખપદે અને તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાનશ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના અતિથિવિશેષપદે યોજાયેલા સમારંભમાં સાહિત્યકાર ‘ધૂમકેતુ'ની અપૂર્ણ નવલકથા “ધ્રુવદેવી’ તથા કુમારપાળ દેસાઈના મહામાનવ શાસ્ત્રી'નો વિમોચન સમારોહ યોજાયો હતો. આ પછી ચરિત્રલેખક તરીકે કુમારપાળ દેસાઈને બહોળી ચાહના અપાવનારું પુસ્તક છે ૧૯૭૩માં પ્રગટ થયેલું “અપંગનાં ઓજસ'. આ પુસ્તક એ સમયે લખાયું કે જ્યારે સમાજમાં વિકલાંગોની ઘોર ઉપેક્ષા થતી હતી અને એમની શ િતઓને કે કારના પાણી ચરિત્રમાહિત્ય Page #16 -------------------------------------------------------------------------- ________________ ગૂંગળાવી નાખવામાં આવતી હતી. વિકલાંગોમાં સુષુપ્ત શ િત પડી હોય છે. માત્ર એમને થોડા પ્રોત્સાહનની જરૂર હોય છે એમ તેઓ માનતા હતા. “અપંગનાં ઓજસ'માં એમણે એવી વ્ય િતઓનાં ચરિત્રો લખ્યાં કે જેમણે શારીરિક મુશ્કેલીઓ વટાવીને શરીરબળનો સૌથી વધુ મહિમા ધરાવતા રમત-ગમતના ક્ષેત્રમાં યશસ્વી સિદ્ધિ મેળવી હોય. આ પુસ્તક અંગે ગુજરાતના પ્રસિદ્ધ સંત અને સમાજને બેઠો કરવાનો આશય ધરાવતા સંત પૂ. શ્રી મોટાએ લખ્યું. ભાઈશ્રી કુમારપાળની કલમમાં છે તે થવાની કોઈક કળા તો છે, તેનાં અનુભવદર્શન તો ‘ગુજરાત સમાચાર'ના એમના લેખો દ્વારા થાય છે જ. તેમ છતાં આ પુસ્તકની લેખનશૈલી સરળ, સૌમ્ય અને પ્રસંગકથાઓને સાનુકૂળ છે. દિલને સાહસનાં અને માનવીને અા યને શ• ય કરવાનાં પ્રેરણાભર્યાં પાત્રોનાં ચરિત્રને આલેખતાં આલેખતાં એમણે જે હથોટી પ્રગટ કરી છે તે પરથી હજી ભવિષ્યમાં આવા પ્રકારના સાહિત્યનું દર્શન એમના તરફથી વધારે ને વધારે સમાજને થયા કરશે, એવી શ્રદ્ધા સાથે વિરમું છું. શ્રી કુમારપાળને આવા સાહિત્યસર્જન માટે હૃદયના ભાવથી મુબારકબાદી આપું છું.' ભારતીય ટીમના જિંદાદિલ ખેલાડી, સંગીન ઑપનિંગ બૅટ્સમૅન અને ઉદ્યોગપતિ શ્રી વિજય મર્ચન્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી વિકલાંગોની પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધો હતો. એમણે આ પુસ્તકના ‘આમુખ'માં લખ્યું. ‘આવા જિંદાદિલ અપંગોના જીવનસંઘર્ષ તરફ આપણા સમાજનું ધ્યાન ખેંચવા બદલ શ્રી કુમારપાળ દેસાઈના આપણે ખરેખર • ણી છીએ. મને ખાતરી છે કે શ્રી કુમારપાળ દેસાઈનું આ પુસ્તક ઉચિત આવકાર પામશે જ, કારણ કે આ પ્રકારનું પુસ્તક-લેખન પણ અપંગોની એક મોટી સેવા જ છે.” સામાન્ય ધારણા એવી હતી કે અંધ વ્ય િત પુરુષાર્થ કરે તો શિક્ષક કે સંગીતકાર બની શકે, પણ પર્વતારોહક કે કુસ્તીબાજ બનવાની કદી કલ્પના પણ ન કરી શકે. આ પુસ્તકમાં શારીરિક ક્ષતિ ઓળંગીને અનોખી સિદ્ધિ મેળવનારા રમતવીરોની સંઘર્ષભરી મથામણ-કથા છે. વિશ્વની વસ્તીના દસ ટકાથી પણ વધુ લોકો વિકલાંગ હોય, ત્યારે એમને વિશેની સાચી સમજ હોવી જરૂરી છે. આ ચરિત્રોની પ્રમાણભૂત વિગતો મેળવવા માટે મજૂર અલીખાન પટૌડી કે નરીમાન કોન્ટ્રા ટર જેવા ખેલાડીઓની લેખકે પ્રત્યક્ષ મુલાકાત લીધી તો વિદેશી ખેલાડીઓની પ્રમાણભૂત વિગતો પ્રાપ્ત કરવા માટે વિદેશમાં વસતા મિત્રો અને પ્રકાશિત પુસ્તકોનો સહયોગ લીધો. દેશવિદેશના રમતક્ષેત્રે સિદ્ધિ મેળવનારા વિકલાંગ ખેલાડીઓની પુરુષાર્થગાથા આલેખાઈ, પરંતુ ગુજરાતના કોઈ વિકલાંગ ખેલાડીની સત્યકથા મળતી ન હતી. આને માટે કુમારપાળ દેસાઈએ ખૂબ સંશોધન કર્યું અને અમદાવાદના ગાંધીપુલના છેડે આવેલી ઝૂંપડપટ્ટીમાંથી એમને ચંદુલાલ ભાટી નામનો એક રમતવીર મળી આવ્યો, જેની ગાથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રસિદ્ધ રમતવીરોનાં ચરિત્રોની સાથોસાથ આ ગ્રંથમાં સ્થાન પામી છે. આ પુસ્તકની બીજી એક વિશેષતા એ છે કે ગુજરાતમાં વિદેશની જેમ રમતગમતના અમુક પ્રકારની સર્જનાત્મકતાથી લખાયેલાં પુસ્તકોને સાહિત્ય' તરીકે સ્થાન અને માન આપવામાં આવતું નહોતું. ત્યારે ૧૯૭૩માં કુમારપાળ દેસાઈએ આનો પ્રયાસ કર્યો અને એ વિશે ‘નવચેતન'ના આદ્ય તંત્રી શ્રી ચાંપશીભાઈ વી. ઉદ્દે શીએ લખ્યું. આપણે હજી રમતગમતના સાહિત્યને “સાહિત્ય” તરીકે લેખતા થયા નથી. પણ પાશ્ચાત્ય દેશમાં તો એવું સાહિત્ય સાહિત્યમાં જ લેખાય છે, એટલું જ નહીં, પણ વિપુલ પ્રમાણમાં પ્રગટ થાય છે. કેવળ વિદેશી જ નહીં, પણ ભારતીય અને ગુજરાતી અપંગોનાં દૃષ્ટાંતો પણ આ પુસ્તકમાં મળી આવે છે. પુસ્તકની ભાષા સરળ. સંસ્કારી અને તેજસ્વી છે. મને જાણ છે ત્યાં સુધી આવું પુસ્તક અંગ્રેજીમાં પણ પ્રગટ થયું નથી.” આ પુસ્તકે કેટલાંય અપંગોનાં જીવનમાં નવો ઉત્સાહ અને ખમીર જગાડયાં. સાત અંધ યુવાનો આફ્રિકાના સૌથી • ચા કિલિમાંજારો પર્વતના શિખરને સર કરી આવ્યા. આ કથા વાંચીને ગુજરાતના અંધ યુવકો ગિરનાર ચઢી આવ્યા. આ પુસ્તક બ્રેઇલ લિપિમાં રૂપાંતર પામ્યું છે. તેને ૧૯૭૭નો સંસ્કાર એવૉર્ડ મળ્યો છે. તેનું હિંદી ભાષાંતર ‘સપા- તન, ડી નન' નામે થયું છે જેની બે આવૃત્તિઓ પ્રગટ થઈ છે. એની હિંદી આવૃત્તિની કેસેટ તૈયાર થઈ રહી છે અને હવે એનો અંગ્રેજી અનુવાદ પણ થોડા સમયમાં પ્રકાશિત થશે. માણસ ગમે તે ઉંમરનો હોય પણ તેને જે કોઈ કામ કરવું હોય તો તેણે મન મક્કમ કર્યું હોય તો તે કાર્ય થઈ શકે. એક કહેવત છે કે, “મન હોય તો માળવે જવાય'. કુમારપાળ દેસાઈ-લિખિત “લોખંડી દાદાજી' આ કહેવતને સાર્થક કરે તે પ્રકારનું પુસ્તક છે. છાસઠ વર્ષની ઉંમરે ગુસ્ટાવે સાઇકલ-સ્પર્ધામાં ભાગ લીધો. બધા જ સ્પર્ધકોમાં સૌથી મોટી ઉંમરના એ હતા. પણ • યાંય હાર્યા વગર મનને સ્વસ્થ રાખીને સ્પર્ધા તેમણે જીતી લીધી. માત્ર ચૌદ પૃષ્ઠમાં કોઈ વ્ય િતની ખાસિયતને અક્ષરના યાત્રી ચરિત્ર સાહિત્ય Page #17 -------------------------------------------------------------------------- ________________ આલેખવી તે કપરું કામ છે. કુમારપાળ દેસાઈ વ્યતિના જીવન વિશે જાણીને તેમાંથી મહત્ત્વનાં પાસાંને આલેખી આપે છે તે તેમની વિશિષ્ટતા છે. લોખંડી દાદાજી’ એ સહુને પ્રેરણા પૂરી પાડતું પુસ્તક છે. ‘માનવતાની મહેંક” નામના ચરિત્રમાં પડાણા ગામમાં જન્મેલા પ્રેમચંદભાઈનું જીવનચરિત્ર આલેખ્યું છે. પ્રેમચંદભાઈએ સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશમાંથી પૂર્વ આફ્રિકાના કેનિયામાં જઈને ઘણાં બધાં કષ્ટો વેઠીને વેપારમાં • ચાં શિખરો સર કર્યાં. આ જીવનચરિત્ર વાંચતાં સાહસિક વેપારી અને ક્રાંતિકારી વિચારક પ્રેમચંદભાઈની છબી દષ્ટિગોચર થાય છે. જ્ઞાતિજનો માટેનો તેમનો પ્રેમ; તેમની મુશ્કેલીમાં પડખે • ભા રહેવું; અને તેમને પ્રેમ, સાંત્વના અને હૂંફ આપવી એ જાણે કે એમનો ધર્મ હતો. એમની જ્ઞાતિ-સહાયની ભાવનાથી માંડીને માનવતાની ભાવનાની સુવાસ આમાં સંગ્રહિત કરી છે. શ્રી પ્રેમચંદ વ્રજપાળ શાહે આફ્રિકામાં દૂર દૂરનાં જંગલોમાં વસેલા અર્ધભૂખ્યા અને અર્ધનગ્ન લોકો માટે ઉદ્યોગોની સ્થાપના કરી. તેમણે મહાત્મા ગાંધીજીના આદર્શને પોતાના જીવનના વાસ્તવિક વ્યવહારમાં પ્રગટાવ્યો. દેશ હોય કે પરદેશ જ્યાં • યાંય અન્યાય હોય ત્યાં એનો સામનો કરવાનું ખમીર તેઓ દેખાડે છે. જે જમાનામાં દરિયાપાર જવું તે સાહસ કહેવાતું. તે સમયમાં પ્રેમચંદભાઈ આફ્રિકામાં વેપાર કરવા ગયા. આફ્રિકાની તત્કાલીન પરિસ્થિતિના ચિતારની સાથે સાથે ત્યાં ઉદ્યોગ વિકસાવવામાં પડેલી મુશ્કેલીઓનું વર્ણન પણ લેખકે કર્યું છે. સાહસ અને હિંમતનો સમન્વય એટલે પ્રેમચંદભાઈ. આફ્રિકામાં વસતા ગુજરાતીઓના રિવાજો, ગાંધીજીનું સ્વાતંત્ર્ય-આંદોલન અને એ વિચારોની ગુજરાતીઓ પર પડેલી અસર પણ આ પુસ્તકની વિશેષતા છે. એ સમયનો ઓશવાળ સમાજ, ઉદ્યોગ-વેપારમાં સાહસવૃત્તિ, તેમની સાથે પરિચયમાં આવેલી વ્ય િતઓ, કામ કરવાની કોઠાસૂઝ, વાદ-વિવાદ થાય તો બંને પક્ષને સાંભળીને તટસ્થ રહીને પોતાનો વિચાર પ્રગટ કરે, દીર્ઘદૃષ્ટિથી વિચારવાની આવડત આવાં પ્રેમચંદભાઈના વ્યકિતત્વનાં અનેક પાસાં આ પુસ્તકમાં આલેખાયાં છે. જૂના અને નવા વિચારોનું સુભગ મિશ્રણ એટલે પ્રેમચંદભાઈ. કોઈએ ભૂલ કરી હોય તો તેને તિરસ્કારવાને બદલે એ વ્યકિતના સંજોગો અને પરિસ્થિતિનો વિચાર કરતા હતા. એમના એક નજીકના સગાએ અંગ્રેજ યુવતી સાથે લગ્ન કર્યાં. એ સગા પોતાના પુત્ર અને આ યુવતીને સ્વીકારવા સહેજે તૈયાર નહોતા. આ સમયે અક્ષરના યાત્રી. 10 પ્રેમચંદભાઈએ એમને શાંત પાડ્યા અને કહ્યું. જે બની ગયું છે તે સ્વીકારી લેવું અને ભવિષ્યમાં આવું ન બને તેની તકેદારી રાખવી. ખાસ કરીને બાળકોમાં સારા સંસ્કાર આવે અને પેલા દંપતીમાં આપણા સંસ્કાર જળવાઈ રહે તેની હવે વધુ ચીવટ દાખવવી જોઈએ.” આ.. બંને પેઢી વચ્ચેના વિચારો આસાનીથી સમજી શકતા હતા. પ્રેમચંદભાઈના સંપર્કમાં આવેલી વ્ય િતઓ વિશેનો પણ પરિચય અહીં મળે છે. જામનગરથી શરૂ કરીને આફ્રિકા સુધીની પ્રેમચંદભાઈની વ્યથાકથા માનવતાની મહેંક’માં આલેખાઈ છે. આફ્રિકામાં એમને સહુ પ્રથમ મદદ કરનાર લાલી વિશે હૃદયદ્રાવક માહિતી આલેખી છે. આ પ્રકારની ચરિત્રકથાનું લેખન એ કોઈ પણ સર્જકને માટે પડકારરૂપ બની રહે. આનું એક કારણ એ કે જામનગરના હાલાર વિસ્તારના પડાણા ગામથી નીકળીને આફ્રિકામાં કર્મયોગ કરનાર અને એ પછી પુનઃ જામનગરમાં રાજકીય, સામાજિક અને કેળવણીની પ્રવૃત્તિ કરનાર પ્રેમચંદભાઈના જીવનનો પથ એટલો બધો વિસ્તૃત હતો કે એની માહિતી મેળવવા માટે અથાગ પ્રયત્ન કરવો પડે. આને માટે ચરિત્રલેખકે પડાણા ગામ અને એની આસપાસનાં ગામોનો પ્રવાસ કર્યો. જામનગરમાં પ્રેમચંદભાઈએ કરેલી વ્યાપારી પ્રવૃત્તિ અને રાજકીય પ્રવૃત્તિની વિગતો મેળવી અને એ પછી પૂર્વ આફ્રિકામાં પ્રેમચંદભાઈનો જ્યાં વેપાર ચાલતો હતો તે ફૉર્ટહોલ, સગાના, કરાતિના, ન્યુરી, નાન્યુકી, મેરુ અને એમ્બુનો પણ પ્રવાસ કર્યો. આ ઉપરાંત નાઇરોબી, થિકા, મોમ્બાસા, લંડન, લેસ્ટર, અમદાવાદ, અંજાર, વડોદરા, મુંબઈ જેવાં સ્થળોએ વસતા મહાનુભાવો પાસેથી પ્રત્યક્ષ મુલાકાત દ્વારા પણ પ્રેમચંદભાઈના જીવનની વિગતો મેળવવા પ્રયત્ન કર્યો હતો. આફ્રિકામાં વસતા આફ્રિકનો અને ગુજરાતીઓ પાસેથી પ્રેમચંદ વ્રજપાળનાં સ્મરણો મેળવવા માટે કેટલાય ખાંખાંખોળા કરવા પડ્યા. આનું કારણ એ કે પ્રેમચંદભાઈનું અવસાન ૧૯૬૧ની ૩૧મી જુલાઈએ થયું હતું અને એમના અવસાનના ૪૯ વર્ષ બાદ આ ચરિત્ર લખાઈ રહ્યું હતું. આથી એ સમયનાં જૂનાં પુસ્તકો અને આફ્રિકામાં પ્રગટ થતાં સામયિકોનો પણ અભ્યાસ કર્યો. આ રીતે આ ચરિત્રઆલેખન માટે કરેલો પુરુષાર્થ એ પણ રોમાંચક કથા જેવો છે. પુરુષાર્થીના પરિશ્રમની જીવનકથા સ્વયં ઘણો પુરુષાર્થ માર્ગ છે. જેમના વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ ન થાય તેમના પરિચયમાં આવેલી વ્યકિતઓની મુલાકાતો લઈને પણ એક સરસ ચરિત્ર કુમારપાળ દેસાઈ સમાજ સમક્ષ મૂકી આપે છે. આ ચરિત્ર સાહિત્ય ૧૯ Page #18 -------------------------------------------------------------------------- ________________ આખું ચરિત્ર એ શ્રી કુમારપાળ દેસાઈના કઠોર પરિશ્રમનું સુફળ છે. - વર્તમાન સમયના ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતાની જીવનકથા ‘આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' એક અનોખી જીવનકથા છે. આ જીવનકથાનું આલેખન અત્યંત મુશ્કેલ હતું. એનું કારણ એ નહોતું કે યુ. એન. મહેતા અત્યંત નજીકના સમયના ઉદ્યોગપતિ હતા, પરંતુ એનું કારણ એ હતું કે એમના જીવનમાં આવેલા કટોકટીના પ્રસંગોનું આલેખન કોઈ પણ લેખકને માટે પડકારભર્યું બને તેમ હતું. આમાંથી કેટલીક ઘટનાઓ એવી હતી કે વ્ય િત જીવનભર એને ગુપ્ત રાખે અને એ કદી પ્રગટ થાય નહીં એમ ઇચ્છે. એમાં પણ સિદ્ધિ અને સમૃદ્ધિની ટોચે પહોંચેલી વ્ય િતના જીવનના આવા પ્રસંગો આલેખવા એ અતિ મુશ્કેલ કાર્ય ગણાય. આ ચરિત્રકથી પ્રગટ થાય એવો આશય સ્વયં ચરિત્રનાયકનો હતો અને એનું કારણ એ હતું કે કોઈ આફતોથી ઘેરાઈ ગયું હોય, નિરાશાના મહાસાગરમાં • ડે સુધી ડૂબી ગયું હોય, કોઈ “ગ” જેવી આદતના ગુલામ બન્યા હોય કે કોઈને સતત ગંભીર બીમારીઓ સામે જંગ ખેડવો પડતો હોય તો એને આ જીવન કથા વાંચીને આશાનું કિરણ મળી રહે. આથી જ આ જીવનકથાના પ્રારંભે લેખક કુમારપાળ દેસાઈ નોંધે છે. આ જીવનકથા એ અનેકવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરનાર ઉદ્યોગપતિની જીવનકથા નથી. આ જીવનકથા એ પોતાના વ્યવસાયમાં સફળતાનાં એક પછી એક શિખરો બનારા માનવીના પુરુષાર્થની પ્રેરકગાથા નથી. “આ જીવનકથા એ વિપુલ સંપત્તિનું સર્જન કરનાર કોઈ ધનવંતની કથા નથી. “આ જીવનકથા પોતાની આસપાસ સમાજમાં દાનની ગંગા વહેવડાવનાર વ્ય િતની કથા નથી. “આ જીવનકથા કોઈ વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યનો પાયો નાખનાર મહેનતકશની માત્ર કથા નથી. “હા, આ જીવન કથામાં ઉપરો• તે સઘળી ગુણસમૃદ્ધિ તો છે જ, પરંતુ એ સઘળાંને વટાવી જાય એવું અદ્વિતીય માનવપરાક્રમ પણ દૃષ્ટિગોચર થશે. “કોઈ એકલો મરજીવો વિરાટ સંસારસાગર પાર કરવા તારાવિહોણી કાળી ભમ્મર મધરાતે ભાંગી-તૂટી હોડી સાથે મઝધારમાં આમતેમ ફંગોળાતો હોવા છતાં હૈયાની અદમ્ય હિંમતથી આગળ ધપતો હોય, તેવા માનવીની આ કથા છે. એની અક્ષરના યાત્રી જીર્ણ-શીર્ણ નાવમાં પાણી ભરાઈ જતાં સાગરસમાધિ પામવાની દહેશત સતત એના માથે ઝળુંબતી હોય છે. • યારેક ભરતીનાં ચંડ-પ્રચંડ મોજાંથી એનું નાવ • ચે આકાશમાં ફંગોળાઈ જતું હોય છે. • યારેક ચોપાસ અંધકારમય વાતાવરણમાં તનથી દુર્બળ, મનથી મહાત અને ધનથી નિર્બળ નાવિક તોફાની દરિયાની વચ્ચેથી અપાર અને અથાગ પ્રયત્નો કરીને પોતાની નાવને સફળતાના સામે કિનારે પહોંચાડવા કોશિશ કરતો હોય, તેવા માનવીની આ કથા છે. “પ્રજીવન એટલે જ ભરતી અને ઓટ, પણ આ એવી ચરિત્રકથા છે કે જેમાં ભરતી પછી ઓટ આવતી નથી, બલ્ક ઓટ પર ઓટ જ આવ્યા કરે છે. આફત પછી આનંદ આવતો નથી, કિંતુ આફતની વણથંભી પરંપરા ચાલ્યા કરે છે. એકાએક આવતી મુશ્કેલીનો અવરોધ એમને ક્ષણભર થોભાવી દેતો નથી, પરંતુ એક પછી એક મુશ્કેલીઓનો કાફલો આવતો રહે છે. બહારના કોઈ સાથ, સહાય કે સધિયારા વિના આ માનવી મુશ્કેલીઓ સામે લડે છે, વળી • ભા થઈને ઝઝૂમે છે. બસ, Cઝઝૂમતા જ રહે છે.” આ ચરિત્રમાં શ્રી યુ. એન. મહેતાના જીવનમાં આવતાં ઉલ્લાસ અને વિષાદ, ભરતી અને ઓટ, સફળતા અને નિષ્ફળતા – એ બધું અહીં શબ્દપ્રત્યક્ષ થાય છે. ઉદ્યોગ સ્થાપવામાં કેટલું સાહસ કરવું પડે તે જાણવું હોય તો આ ચરિત્ર વાંચવું જ પડે. સંઘર્ષ, વાસ્તવિકતાનો સ્વીકાર અને તેની સાથે સ્વપુરુષાર્થ, સઘળા પડકારોને પાછા ઠેલીને સિદ્ધિતપમાં કઈ રીતે પરિણમવું તેનું જ્વલંત ઉદાહરણ છે શ્રી યુ. એન. મહેતા. રેશનિંગ • લાર્કથી નોકરીની શરૂઆત કરીને દવા-વિતરક અને પછી દવાના ઉત્પાદક બન્યા ત્યાં સુધીની વાત મળે છે અને તે પછી ૧૯૫૯થી ૧૯૯૮ એટલે કે જીવનના અંતકાળ સુધી આ સફર ચાલુ રહે છે. એક પરિશ્રમી પુરુષના પ્રબળ, પ્રખર અને પ્રાંજલ વ્ય*િ તત્વની સાહસિકતાનો નમૂનો છે. “મેરુ તો ચળે પણ તેના મનડાં ન ડગે !” એ ઉ િતને શ્રી યુ. એન. મહેતાએ બરાબર સાર્થક કરી છે. તેમનો મુખ્ય વ્યવસાય તે દવા બનાવવાનો. તેમની સાદાઈ વિશેની વાત કરતાં કરતાં તેમાંથી તેમનું સાદગીપૂર્ણ વ્ય”િ તત્વ પ્રગટે છે. લેખક કહે છે, ‘ઉત્તમભાઈની સાદાઈ પાછળનો મુખ્ય આશય એ હતો કે વ્ય િતએ જરૂર પૂરતો ખર્ચ કરવો જોઈએ. તેમને બે કલાકનું કામ હોય તો માત્ર બે કલાક માટે જ ટૅ સી બોલાવતા હતા. તેઓ કહે કે આખા દિવસની ટે• સીની જરૂર શી છે ? મજાની વાત એ કે તેઓ પોતાની જાત માટે કરકસર કરતા હતા અને શુભકાર્યમાં ચરિત્ર સાહિત્ય Page #19 -------------------------------------------------------------------------- ________________ દાન આપવાનું હોય તો તેઓ સહેજે પાછી પાની કરતા નહીં. આવા વિરલ વ્યક્તિત્વને કારણે ઉત્તમભાઈ અજાતશત્રુ બની રહ્યા. ભગવાન મહાવીરે જગતને એક જુદો જ રસ્તો બતાવ્યો. તેમણે દર્શાવ્યું કે તમારો કોઈ શત્રુ જ ન હોય. તમે શત્રુને મિત્ર બનાવી દો પછી શત્રુ રહે છે ત્યાંથી ? અને એવું પણ બન્યું કે ઉત્તમભાઈએ એમના સખત ટીકાકારને પણ પોતાના મિત્ર બનાવ્યા હતા.” પુસ્તકની પાછળ આપેલી તેમની જીવનરેખા ઉપરથી પણ ખ્યાલ આવે છે કે કેટલી મુશ્કેલીમાંથી તેમનું જીવન પસાર થયું છે, પણ એ બધી જ મુશ્કેલીનો સામનો કરતાં કરતાં તેઓ થા• યા નથી, બલ્ક નવું નવું કામ કરવાનું તેમને બળ મળતું રહ્યું છે. તેમાં તેઓ થોડેઘણે અંશે સફળ થતા જાય છે તેમ તેમ તેમાંથી માર્ગ નીકળતો જાય છે. આ પુસ્તકમાં પુરુષાર્થના બળે સામાન્ય માનવીમાંથી સમાજમાં ઉચ્ચ સ્થાન સુધી કેવી રીતે પહોંચી શકાય તેની કથા છે. સામાન્ય રીતે જીવનચરિત્ર વાંચતાં • યારેક કંટાળો આવે, પણ આ ચરિત્ર વાંચતી વખતે વાચક સતત એના પ્રવાહમાં ખેંચાતો જાય છે અને એનું કુતૂહલ વધતું રહે છે. યુ. એન. મહેતાના જન્મથી એમના અવસાન સુધીની કથા આમાં આલેખાયેલી છે. આ શુન્યમાંથી સર્જન કરનાર, મુશ્કેલીઓમાંથી મહાન સિદ્ધિ મેળવનાર અને ચારે બાજુ ફેલાયેલા નિરાશાના કાળા ડિબાંગ અંધકારમાંથી જીવનસાફલ્યનો ઉજાશ મેળવનાર સ્વ. યુ. એન. મહેતાની આ જીવન કથા ચોપાસ મુશ્કેલીઓથી ઘેરાઈ ગયેલા માનવીને ઝઝૂમવાનું બળ આપે તેવી છે. કપરા સંજોગો આગળ હારી થાકીને નાસીપાસ થઈ ગયેલાને નવી આશા આપનારી છે અને વ્યસનનો ભોગ બની મૃત્યુ આગળ મોંમાં તરણું લઈને બેઠા હોય તેવી વ્ય િતઓને નવજીવન બક્ષનારી છે. આજે ઉદ્યોગના ક્ષેત્રે અગ્રણી વ્ય િતની જીવનકથા લખાય છે પરંતુ એ જીવનકથાઓમાં આવી સાચદિલ સંઘર્ષ કથા ભાગ્યે જ મળશે. વિશિષ્ટ પુરુષાર્થી વ્ય િતઓની જીવનગાથા લખનારા કુમારપાળ દેસાઈએ એટલી જ મહેનત અને ખંતથી તીર્થકરો અને સંતોનાં ચરિત્રો આલેખ્યાં છે. એમનું તીર્થંકર મહાવીર' એ ભગવાન મહાવીર વિશે લખાયેલાં ચરિત્રોમાં એ દૃષ્ટિએ નોખી ભાત પાડે છે. એમાં સરળ, પ્રવાહી અને હૃદયસ્પર્શી રીતે જૈન અને જૈનેતર સહુ કોઈને સ્પર્શે તેવું ભગવાન મહાવીરનું ચરિત્ર મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન મહાવીર વિશેની સંપૂર્ણ, સર્વગ્રાહી માહિતી આપતું આ પુસ્તક છે. આ પુસ્તકના પ્રારંભે વર્તમાન યુગને ભગવાન મહાવીરનો અહિંસા, સત્ય, અપરિગ્રહ, પર્યાવરણ, શાકાહાર અને અને કાંતવાદનો સંદેશો કઈ રીતે ઉપયોગી બની શકે તેમ છે એની વિદ્વત્તાપૂર્ણ છષ્ણાવટ કરવામાં આવી છે. એ પછી ભગવાન મહાવીરના પૂર્વભવો. એમનાં વિવિધ નામો તથા એમના પરિવારનો પરિચય આલેખવામાં આવ્યો છે. એ જ રીતે એમના વિહાર અને વર્ષાવાસ, એમને થયેલા ઉપસર્ગો, એમના જીવનનાં પાંચ કલ્યાણકો તથા એમની પોટ-પરંપરાની માહિતી આપવામાં આવી છે. એમનો કાળનિર્ણય, જન્મકુંડળી અને એમણે ભાખેલી ભવિષ્યવાણી પણ આમાં સમાવિષ્ટ છે. એમની જીવનારવાણી, ધર્મકથાઓ, એમનો ગુરુ ગૌતમસ્વામી સાથેનો સંવાદ અને એમણે દર્શાવેલા માનવી માટેના સર્વોત્તમ મોક્ષમાર્ગ વિશે આમાં વિગતો મળે છે. ભગવાન મહાવીરના સમય પછી તરત જ લખાયેલા આગમ ગ્રંથોમાં મળતી માહિતી પણ અહીં રજૂ કરી છે. ભગવાન મહાવીરના સમયનાં ભૌગોલિક સ્થાનો તથા તીર્થંકર, એમના આઠ પ્રતિહારીઓ અને અગિયાર ગણધરો વિશે પણ સામગ્રી આપવામાં આવી છે અને અંતે ભગવાન મહાવીર વિશે લખાયેલા મહત્ત્વના ગ્રંથોની સૂચિ પણ આપી છે. ભગવાન મહાવીરના મહત્ત્વના શ્રાવકો તથા એમના મહત્ત્વના તીર્થોની વાત કરીને દેશવિદેશના મહાનુભાવોએ ભગવાન મહાવીર વિશે પ્રગટ કરેલી ભાવના આલેખી છે. દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયમાં ભગવાન મહાવીરના જીવનસંબંધી જે થોડા ફેરફારો જોવા મળે છે એ પણ અહીં નોંધ્યા છે. આ રીતે એક અર્થમાં ભગવાન મહાવીરનો એન્સાઇ• લોપીડિયા આપવાનો લેખકનો પ્રયાસ છે. આ સંદર્ભમાં યુનોના ભૂતપૂર્વ રાજદૂત ડૉ. એન. પી. જૈન નોંધે છે, "Kumarpal Desai has many books to his credit numbering over 100. But, this one stands out among them as the best that he has penned. He has a likeable gift and flair for writting which he has inherited from his illustrious father 'Jaybhikhkhu'. I enjoyed reading the book in one go, and looking forward to reading it again and again to draw inspiring ideas for propagating Mahavir's message of active and comprehensive nonviolence at individual as well as community level. It is even relevant in today's fear and insecurity-ridden world when humanity is confronted with escalating violence and terrorism, hatred and hostility, injustice and exploitation in all walks of life and tearing asunder by us humans of the divine web of interdependence with nature and other living creatures." ચરિત્ર સાહિત્ય અક્ષરના યાત્રી Page #20 -------------------------------------------------------------------------- ________________ બ્રિટનની પાર્લામેન્ટમાં દર બીજી ઑ ટોબરે અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવે છે, તે સંદર્ભમાં ૨૦૦૪માં બ્રિટનની પાર્લામેન્ટમાં આ પુસ્તક ઇન્સ્ટિટ્યૂટ ઑફ જૈનૉલોજીના ચેરમેન શ્રી રતિભાઈ ચંદરયાએ પાર્લામેન્ટના અધ્યક્ષ સ્ટીફન પાઉન્ડને ભેટ આપ્યું હતું. તીર્થંકર મહાવીર એ પુસ્તક કુમારપાળ દેસાઈ દ્વારા પૂર્વે લખાયેલી ‘ભગવાન મહાવીર’ નામની પુસ્તિકા તથા મહાવીર જીવનદર્શન ગ્રંથનો નિચોડ પણ આપે છે. મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર' એ શ્રીમદ્ રાજચંદ્રના જીવનની ગાથા આલેખતું પુસ્તક છે. આ પુસ્તક પાછળનો પોતાનો ઉદ્દેશ ‘આરંભે’માં સ્પષ્ટ કરતાં લેખકે કહ્યું છે. “આવી દિવ્ય વિભૂતિનું ચરિત્ર આલેખવાની પાછળનો અમારો આશય એટલો જ કે શ્રીમદ્ રાજચંદ્રજીના દિવ્ય પ્રકાશિત જીવનનાં થોડાં કિરણો વાચકો, ભાવકો કે જિજ્ઞાસુઓને સાંપડે અને એ દ્વારા એમનામાં મુમુક્ષા જાગે. એ જાગેલી મુમુક્ષાને એમના આ જીવનચરિત્રમાંથી દિશાસૂચન સાંપડી રહે.” એક પૃષ્ઠ ઉપર શ્રીમદ્ રાજચંદ્રના જીવનનો એક પ્રસંગ અને તેની સામે એનું ચિત્ર – એ પ્રકારે આ પુસ્તક તૈયાર થયું છે. શ્રીમના જન્મથી માંડીને તેમના દેહત્યાગ સુધીની આ કથા છે. મહાત્મા ગાંધી સ્વયં શ્રીમદ્ રાજચંદ્ર વિશે કહે છે. “મારા જીવન પર શ્રી રાજચંદ્રભાઈનો એવો સ્થાયી પ્રભાવ પડ્યો કે હું એનું વર્ણન કરી શકતો નથી. હું કેટલાંય વર્ષોથી ભારતમાં ધાર્મિક પુરુષની શોધમાં છું. પરંતુ એમના જેવા ધાર્મિક પુરુષ હિંદમાં હજુ સુધી મેં જોયા નથી. યુરોપના તત્ત્વજ્ઞાનીઓમાં હું ટોલ્સ્ટોયને પ્રથમ શ્રેણીના અને રસ્કિનને બીજી શ્રેણીના વિદ્વાન સમજું છું, પરંતુ રાજચંદ્રભાઈનો અનુભવ એ બંનેથી ચઢેલો હતો.” મહાત્મા ગાંધી રાજચંદ્રભાઈને પ્રથમ કોટિના તત્ત્વજ્ઞાની અને અધ્યાત્મપુરુષ તરીકે મૂકી આપે છે. આ પુસ્તકમાં શ્રીમદ્ રાજચંદ્રના વૈરાગ્યની તીવ્રતા. બોધબીજનું અપૂર્વપણું અને સમ્યગ્જ્ઞાન, સમ્યક્દર્શન અને સમ્યક્ચારિત્ર દ્વારા થયેલી એમની અધ્યાત્મયાત્રાની ઝાંખી આપવામાં આવી છે. ૧૬૧ પૃષ્ઠોમાં એમની પ્રેરક સચિત્ર જીવનગાથા મળે છે. એ પછી શ્રીમદ્ રાજચંદ્રની પ્રતિભા વિશે મહાત્મા ગાંધીજીએ એમની આત્મકથા સત્યના પ્રયોગો'માં તથા અન્ય નિમિત્તે આપેલાં વ તવ્યોમાં આલેખાયેલાં અનુભવવચનોમાં જોવા મળે છે. છ પદનો પત્ર અને આત્મસિદ્ધિશાસ્ત્ર છે જેવી એમની કૃતિઓની સાથોસાથ એમના ગ્રંથોમાંથી જૈનદર્શનનો મર્મ, અક્ષરના યાત્રી. ૨૪ 13 અધ્યાત્મસંદેશ અને મોક્ષમાર્ગ વિશેની એમની વિચારધારા દર્શાવી છે. અંતે વચનામૃતની પદસરિતા પણ આપી છે. આ રીતે આત્માના અમૃત પ્રકાશની ઓળખ આપનાર શ્રીમદ્ રાજચંદ્રજીનાં જીવન અને તત્ત્વજ્ઞાનને દર્શાવવાનો આ પ્રયાસ છે. એમને વિશેનું આ સચિત્ર પુસ્તક એમની વિરલ એવી વિભૂતિમત્તા દર્શાવી જાય છે. કુમારપાળ દેસાઈનાં આધ્યાત્મિક યાત્રાના આલેખ આપતાં ચરિત્રોમાં મ્બાળકોના બુદ્ધિસાગરસૂરિજી અને આતમજ્ઞાની શ્રમણ કહાવે' એ બે જીવનચરિત્રો ભિન્ન વિશેષતાઓ માટે આપણું ધ્યાન ખેંચે છે. બાળકોના બુદ્ધિસાગરસૂરિજી'માં ૧૦૮ ગ્રંથોના રચિયતા, વહેમ, અજ્ઞાન અને અંધશ્રદ્ધા સામે સમાજને જાગ્રત કરનાર અધ્યાત્મયોગી આચાર્ય બુદ્ધિસાગરસૂરિના ચરિત્રને બાળભોગ્ય શૈલીમાં આલેખ્યું છે. એમના જન્મથી આરંભાતી આ કથા એક-એક પ્રસંગો દ્વારા વિકસતી રહે છે. પેથાપુરના નિરક્ષર કણબી કુટુંબમાં જન્મેલી એક વ્યતિ જ્ઞાનનો સાગર અને ધ્યાનનો મહાસાગર બની જાય તેની આ રોમાંચક અને પ્રેરણાદાયી જીવનકથા છે. ૧૯ પ્રકરણોમાં વહેંચાયેલા આ પુસ્તકમાં આચાર્ય બુદ્ધિસાગસૂરિજીના બાલ્યાવસ્થાના, નિર્ભયતાના અને જ્ઞાનોપાસનાના અનેક પ્રસંગો મળે છે. જ્યારે આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિજીની જીવનકથા આતમજ્ઞાની શ્રમણ કહાવે'માં કાશીરામમાંથી કૈલાસસૂરિ બન્યા, તેની અધ્યાત્મયાત્રાનું આલેખન છે. ૧૩ પ્રકરણોમાં આલેખાયેલી આ કથામાં સાચા સાધુની મહત્તા દર્શાવવામાં આવી છે. વળી, આ પુસ્તકની વિશેષતા એ છે કે તેમાં જે પ્રકરણોનાં શીર્ષકો અપાયાં છે. તે તેમાં આલેખાયેલા પ્રસંગોને કેન્દ્રમાં રાખીને અપાયેલાં છે. સામાન્ય રીતે પાત્રો કે ઘટનાને કેન્દ્રમાં રાખીને શીર્ષકો અપાતાં હોય છે. વળી, દરેક પ્રકરણની શરૂઆતમાં આચાર્યશ્રીની સચિત્ર છબી મૂકી છે. કાશીરામના જીવનની કટોકટીથી અધ્યાત્મકથાનો પ્રારંભ અને મહાન વ્યતિનું મૃત્યુ કેવું હોય ત્યાં સુધીની એક સંત જનસામાન્યની જીવનશૈલીમાં કેવું સમૂળગું પરિવર્તન સાધે છે, તે આચાર્યશ્રીની અંતિમયાત્રાના વર્ણનમાં પ્રતિધ્વનિત થાય છે. લેખક લખે છે. કાશીરામમાંથી ગચ્છાધિપતિ શ્રી કૈલાસસાગરસૂરિજી બનેલા સાધુપુરુષની જીવનગાથા આ પુસ્તકમાં આલેખાઈ છે. - પુસ્તકના અંતે તેમના જીવનનો પરિચય, તેમણે કરેલા ચાતુર્માસની વિગત, તેમના હસ્તે કઈ સાલમાં કયા પ્રભુજીનો કયા સ્થાને અંજન-પ્રતિષ્ઠામહોત્સવ થયો ચરિત્ર સાહિત્ય ૨૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ તેની વિગત અને તેમના શિષ્ય અને પ્રશિષ્યોની યાદી મૂકી છે. કોઈ પણ અભ્યાસીને ઉપયોગી થાય તેવી માહિતી છે. આ માહિતી ઉપરથી કુમારપાળ દેસાઈ કોઈ પણ વિષય પર કેવો સર્વગ્રાહી અભ્યાસ કરે છે તેનો ખ્યાલ આવે છે. આ પુસ્તકની કે ચરિત્રની વિશેષતા એ છે કે તેમાં આચાર્ય મહારાજની નિશ્રામાં યોજાયેલા ઉત્સવો, મહોત્સવો કે પ્રતિષ્ઠા-મહોત્સવોની વિગતોને અત્યંત ગૌણ રૂપે આલેખીને લેખકે કુમારપાળ દેસાઈએ શ્રી કૈલાસસાગરસૂરિ મહારાજના આંતરજીવનને આલેખવાનું મુનાસિબ માન્યું છે અને તેના પરિણામે મહારાજશ્રીનું ચરિત્ર હોવા છતાં રસપ્રદ બન્યું છે. આ ચરિત્રમાંથી ચરિત્રનાયકની અસાધારણ પ્રતિભા • પસી આવે છે. કુમારપાળ દેસાઈ પાસેથી જૈનદર્શન પરિચયશ્રેણી અંતર્ગત ભગવાન • ષભદેવનું ચરિત્ર મળે છે. રાજકુમાર • ષભદેવમાંથી આદિનાથ • ષભદેવ કેવી રીતે થયા, તેનો સંક્ષિપ્ત પરિચય પ્રારંભે આપ્યો છે. કરુણા, પ્રેમ, દયા, મમતાથી ભરપૂર તેમનું જીવન હતું. આ ચરિત્રનું આલેખન એવું છે કે તે જાણે વાર્તા-રસના પ્રવાહમાં ભાવકને ખેંચી જાય છે. એમ લાગે છે કે પ્રસંગોનું વર્ણન કરતાં તેમણે ભગવાન • ષભદેવના જીવનને વણી લીધું છે. જીવનચરિત્ર વાંચતાં • યાંય કંટાળો • પજે તેવું કંઈ અહીં જોવા મળતું નથી. માનવજીવનના ભિન્ન ભિન્ન અનુભવોની. ક્રિયા-પ્રતિક્રિયા અહીં આલેખાયેલી છે. પુસ્તકના અંતે ભગવાન • ષભદેવના પૂર્વભવ, માતા મરુદેવીને આવેલાં સ્વપ્નાં, • ષભદેવના પુત્ર અને પુત્રીઓનાં નામ જેવી ઉપયોગી માહિતી મૂકી છે. ‘ભગવાન મલ્લિનાથ' એ જૈનદર્શન પરિચય શ્રેણી અંતર્ગત પ્રગટ થયેલું ભગવાન મલ્લિનાથનું ચરિત્ર છે. આમાં તેમના જીવનના જુદા જુદા આઠ પ્રસંગોનું આલેખન કર્યું છે. મિથિલાની રાજનગરીનું વર્ણન અહીં મળે છે. આ પુસ્તકના અંતમાં ભગવાન મલ્લિનાથના પરિવારની વિગતો મૂકી છે. ભગવાન મલ્લિનાથ વિશે પ્રવાહી શૈલીમાં પરિચયાત્મક માહિતી મળે છે. ગુરુ ગૌતમસ્વામીનું ચરિત્ર એટલે ‘અંગૂઠે અમૃત વસે'. ગૌતમસ્વામીના પાંચ ભવની કથાથી પુસ્તકનો પ્રારંભ થાય છે. ભગવાન મહાવીરના નિર્વાણની વાત સાંભળીને ગુરુ ગૌતમસ્વામી વ્યાકુળ થઈ ગયા. ગૌતમસ્વામી વિચારવા લાગ્યા : એમની સાથે મોક્ષનગરમાં ગયો હોત તો મોક્ષનગર સાંકડું થઈ જાત ?' ગૌતમસ્વામી હે વીર ! હે વીર !” એમ વિલાપ કરવા લાગ્યા. તે દરમિયાન “વીતરાગ’ શબ્દ વિશે ચિંતન કરવા લાગ્યા અને વિચાર્યું કે પ્રભુ તો વીતરાગ હતા ! આવા પ્રભુને માટે આજંદ શા માટે ? તેઓ અંતર્મુખ થયા અને તેમની આંતરદૃષ્ટિ ખૂલી. રાગદશાનું વાદળ વીખરાઈ ગયું અને જ્ઞાનીને જ્ઞાનદશા લાધી. - પ્રભુ મહાવીર અને ગૌતમસ્વામી એ બંને વચ્ચેના સંવાદો તેમની વચ્ચે કેવી એકરાગિતા હતી તેનો ખ્યાલ આપે છે. આખું પુસ્તક સચિત્ર હોઈ બાળકોને પણ વાંચવામાં રસ પડે તેવું છે. • યાંય ભારેખમ પારિભાષિક શબ્દો નથી. ગુરુ ગૌતમસ્વામીના જીવનપ્રસંગો અહીં આલેખાયા છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં પ્રકાશિત થયેલા ગ્રંથ જિનશાસનની કીર્તિગાથા”માં સાધુ, સાધ્વી, શ્રાવકે અને શ્રાવિકાનાં કુલ ૧૦૮ ચારિત્રોનું આલેખન કરવામાં આવ્યું છે. જે પ્રજા પોતાના અતીતને વિસરી જાય છે, તેનું ભવિષ્ય અંધકારમય બને છે તથા તેની મૂલ્યપરાયણતા અને જીવનનિષ્ઠા નાશ પામે છે. જીવનચૈતન્ય અને આત્મબળ સાથે ધર્મનું સીધું અનુસંધાન હોય છે. નવી પેઢીને પોતાના પ્રતાપી પૂર્વજોનો પરિચય મળી રહે તેવા હેતુથી સર્જાયેલું આ પુસ્તક જુદાં જુદાં ચરિત્રોના માર્મિક પ્રસંગોને કારણે, એની ચિત્રમયતાને કારણે તથા એમાંથી પ્રગટતી ભાવનાની સુવાસને કારણે વ્યાપક આદર પામ્યું છે. આમાંનાં કેટલાંક ચરિત્રો લેખકના સંશોધનનું સુફળ છે. આમાં નોંધપાત્ર બાબત એ છે કે આમાં • યાંય સાંપ્રદાયિક અતિશયો િત નથી અને મૂળ ચરિત્રને વફાદાર રહીને એમાં ઉદાત્ત ભાવના પ્રગટાવનારાં સાધુસાધ્વીઓ, તેજસ્વી શ્રાવકો અને ચારિત્રશીલ શ્રાવિકાઓનાં કર્તવ્યનિષ્ઠ અને ધર્મપરાયણ જીવનની વાસ્તવિક તસવીર આલેખવામાં આવી છે. વ્ય િતના જીવનના ઉત્તમ પ્રસંગો સાંકળીને એના ચરિત્રની મહત્ત્વની વિગતો ગુંથી લેવામાં આવી છે. આ પુસ્તકે જૈનસાહિત્યમાં ચરિત્ર આલેખનની એક નવી દિશા ખોલી આપી છે. માત્ર ૧૦૮ ચરિત્રો જ હોવાથી બીજાં ચરિત્રોની અનુપસ્થિતિ • યાંક ખૂંચે છે. ભવિષ્યમાં લેખક પાસેથી એ ચરિત્રો પણ પ્રાપ્ત થશે એવી આશા રાખી શકાય. કુમારપાળ દેસાઈ પાસેથી તીર્થકરોનાં ચરિત્રો મળે છે, સાહસિક ઉદ્યોગપતિની જીવન કથા પ્રાપ્ત થાય છે, તો એ જ રીતે રામમૂર્તિ, સી. કે. નાયડુ અને લાલા અમરનાથનાં જીવનચરિત્રની પુસ્તિકાઓ મળે છે. રામમૂર્તિમાં સાવ સુકલકડી અને દમિયલ એવો છોકરો દૃઢ મનોબળથી કેટલો બધો તાકાતવાન બને છે એનું આલેખન કરવામાં આવ્યું છે. બાળકો અને યુવાનોને માટે આદર્શ બની રહે તેવું આ ચરિત્ર છે. જ્યારે સી. કે. નાયડુમાં એમના બાળપણથી એમના અવસાન સુધીની એમની કામગીરીની વાત કરી છે. આમાં સી. કે. નાયડુના ક્રિકેટજીવનના અનેક રોમાંચ કે અક્ષરના યાત્રી ચરિત્ર સાહિત્ય Page #22 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગો પણ મળે છે. ભારતીય ટીમના એક સમયના સુકાની અને સમર્થ ઑલરાઉન્ડર લાલા અમરનાથના જીવનચરિત્રમાં લેખકે એમની પ્રતિભા ઉપસાવવાનો પ્રયાસ કરવાની સાથોસાથ એમના પ્રત્યક્ષ સંપર્કમાંથી મળેલી વિગતો પણ આપી છે. ઉર્દૂ સાહિત્યની પ્રથમ પં િતના ગઝલકારોમાં ફિરાક ગોરખપુરીનું નામ મૂકી શકાય. કુમારપાળ દેસાઈએ લખેલી એમને વિશેની પરિચય-પુસ્તિકામાં ફિરાકના જન્મથી આરંભી એમનું બાળપણ, શિક્ષણ અને વિશ્વવિદ્યાલયના શિક્ષણનો પરિચય આપ્યો છે. એમની કવિતામાં આંતરિક સંઘર્ષ, જીવનવૈષમ્ય, વિચારની દૃઢતા અને હૃદયની ભાવુક્તા કઈ રીતે પ્રગટ થાય છે તે દર્શાવ્યું છે. શાયર બીમાર થઈને હૉસ્પિટલમાં જાય છે ત્યારે તેઓ કહે છે. કેવી છે આ હૉસ્પિટલ, જ્યાં દરેક વ્ય િત સજ્જન બનીને પથારીમાં સૂતી છે ! આ તો સાહેબ લોકોની હૉસ્પિટલ છે ને તેથી. પરંતુ જ્યારથી હું આ હૉસ્પિટલમાં આવ્યો છું ત્યારથી એમાં જીવ આવ્યો છે. હવે હૉસ્પિટલના સ્ટાફને એમ લાગે છે કે કોઈ આદમી આવ્યો છે હૉસ્પિટલમાં.” એક ચરિત્રલેખકની દૃષ્ટિએ કુમારપાળ દેસાઈનો વિચાર કરીએ તો એમ લાગે કે એમની પાસેથી વિરલ પ્રકારનું વૈવિધ્ય ધરાવતાં હૃદયસ્પર્શી ચરિત્રો મળ્યાં છે. ચરિત્રનાયકના જીવનની પ્રમાણભૂત રજૂઆત માટે એમણે કરેલો પુરુષાર્થ સતત દેખાઈ આવે છે. એમને પ્રસંગ ઉપસાવવાની અનોખી ફાવટ છે અને તેથી આ બધાં ચરિત્રોમાં ભાવક ચરિત્રનાયકનો શબ્દથી સાક્ષાત્કાર કરી શકે છે. ચરિત્ર આલેખનમાં કઈ વિગત પસંદ કરવી અને કઈ ત્યજી દેવી એનો વિવેક હોવાને કારણે • યાંય આ ચરિત્ર આલેખન શુષ્ક બની જતું નથી, એ નોંધવું ઘટે. a Hitu Kર 1645 સંશોધન - કાવન દેસાઈ R/FAfghત बालाचाबाब GlEIG FE # tag #R. અપછાટ મધ્યકાલીન લિઓ મકારના યાત્રી al Page #23 -------------------------------------------------------------------------- ________________ સંશોધનનું કામ કેટલું કપરું છે અને એ કેટલી બધી ખંત સાથેની મહેનત માગે છે તે આનંદઘન : એક અધ્યયન' દ્વારા સહુ કોઈ સ્પષ્ટ કળી શકે એમ છે. સંશોધન એટલે શું ? સંશોધન કેટલો પરિશ્રમ માંગે છે અને સંશોધકને કેટ કેટલી માહિતી આપવી પડે એ તમામ કીકતે આ પુસ્તક વાંચનારાને ઈસ્તા કમલવતું થઈ શકે તેમ છે. લેખકનો સંશોધન પ્રેમ, વગર કંટાળે સંશોધનની પ્રવૃત્તિ અને જેટલી સામગ્રી સંશોધન પોષક દેખાય તે બધી સામગ્રી આપવાની ખંત એ તમામ માટે આ પુસ્તક પ્રત્યક્ષ પુરાવારૂપ છે. એકંદરે જોતાં વર્તમાનમાં પરીકરૂ પે રહેલ શ્રી આનંદઘનજીને આપણી સામે પ્રત્યક્ષ ખડા કરવા લેખ કે કઠોર પરિશ્રમ કરેલો નજરે દેખાય છે. શ્રી આનંદધનજી વિશે કેટલીક વિવાદાસ્પદ હ કીકતોની લેખ કે ઘણી સારી રીતે છણાવટ કરેલ છે. - બેચરદાસ દોશી ક આપણે ત્યાં આંગળીને વેઢે ગણાય તેટલા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓ મળે છે. આવા અભ્યાસીઓમાં કુમારપાળ દેસાઈનું નામ પહેલી હરોળમાં મૂકી શકાય. એમણે કરેલો મહાયોગી આનંદઘનજીનો અભ્યાસ કોઈને માટે પણ દૃષ્ટાંતરૂપ બને તેમ છે.. એક વાર ગુજરાતના પ્રસિદ્ધ નવલિકાકાર ધૂમકેતુએ કહ્યું કે, મીરાં એમને મળી એટલે અમે એને જગતની કવયિત્રી બનાવી; જ્યારે આનંદઘન જૈન સમાજ પાસે રહ્યા એટલે સંપ્રદાયની બહાર નીકળી શરુ યા નહિ. આ સમયે અધ્યાપક તરીકે કાર્યરત કુમારપાળ દેસાઈએ આનંદઘનજીના વિષય પર પીએચ.ડી.ની પદવી માટે મહાનિબંધ લખવાનું નક્કી કર્યું. આનંદઘનનાં સ્તવનો અને પદોની હસ્તપ્રતોના કાર્યમાં એ ખૂંપી ગયા અને પછી તો અમદાવાદ, સુરત, ખંભાત, લીંબડી જેવાં શહેરોમાં આવેલાં હસ્તપ્રતભંડારમાં જઈને સંશોધન કરવા માંડ્યું અને આનંદઘનજીની 800 હસ્તપ્રતોના આધારે મહાનિબંધ તૈયાર કર્યો. એમાં આનંદઘનજીના દેહોત્સર્ગ અંગે સંશોધક શ્રી અગરચંદ નાહટાએ પ્રણામી સંપ્રદાયના ગ્રંથનો ઉલ્લેખ કર્યો હતો. તેની પ્રમાણભૂત માહિતી મેળવવા માટે જામનગરના પ્રણામી સંપ્રદાયની પીઠમાં ગયા. મૂળ ગ્રંથ જોયો તો તેમાં આવો કોઈ ઉલ્લેખ જ નહોતો. આ જ રીતે શ્રી અગરચંદ નાહટાએ આનંદઘનનાં પાંચ પદોની વાત કરી હતી. પણ તે પદો હસ્તપ્રતભંડારોમાં • યાંય મળ્યાં નહીં. તેથી ગ્રંથભંડારમાં જઈને સ્તવનોનાં તમામ પુસ્તકો જોયાં અને છેલ્લે જાણ થઈ કે આમાં માત્ર છેલ્લે ‘આનંદઘન” શબ્દ છે. બાકી આ તો અમદાવાદના શેઠ ઘેલાભાઈએ લખેલી સઝાય છે. હસ્તપ્રતો દ્વારા આનંદધનજીની સૌથી નજીકની ભાષા મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ અને દલસુખભાઈ માલવણિયાનાં મૂલ્યવાન સૂચનો સાથે Page #24 -------------------------------------------------------------------------- ________________ આ મહાનિબંધ તૈયાર કર્યો. પ્રાકૃત ભાષાના વિદ્વાન બેચરદાસ દોશી અને ગુજરાતી મધ્યકાલીન સાહિત્યના સંશોધક-સંપાદક શ્રી ભોગીલાલ સાંડેસરાએ આ મહાનિબંધ અંગે ખૂબ રાજીપો વ્યકત કર્યો હતો. આનંદઘન : એક અધ્યયન' તેમનું આનંદઘનજીનાં જીવન અને સાહિત્ય વિશેની સંપૂર્ણ માહિતી આપતું પુસ્તક છે. તેની પ્રસ્તાવનામાં તેઓ કહે છે, મધ્યકાલીન સંતપરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવતા મસ્તયોગી આનંદઘનનું સાહિત્ય મીરાંનાં પદોની માફક ગુજરાત અને રાજસ્થાનની સહિયારી મિલકત છે.” તેમણે ‘સ્તવન બાવીસી અને પદોની બહૌંતેરી' આપેલી છે. તીર્થંકરોની સ્તુતિ રૂપે રચાયેલાં સ્તવનોને મુકાબલે અધ્યાત્મ-ગગનનો મુતિ-વિહાર દર્શાવતાં પદો કાવ્યતત્ત્વ અને તત્ત્વજ્ઞાનની દ્રષ્ટિએ વિશેષ વિત્તવાળાં છે. પરંતુ રાજસ્થાની મરોડવાળી હિન્દી ભાષામાં લખાયેલાં હોવાથી પદોનું અધ્યયન-સંશોધન ગુજરાતી ભાષા-સાહિત્યના ક્ષેત્રની બહારનું ગણાય, જ્યારે સ્તવનોની વાત જુદી છે. અભ્યાસીઓ આનંદઘનને ગુજરાતી ઠરાવવા લલચાય એટલા પ્રમાણમાં સ્તવનો પર ગુજરાતી ભાષાનો પુટ ચડેલો છે. એટલે સ્તવનોને લક્ષમાં રાખીને આનંદઘનનો શ ય તેટલો સર્વાંગીણ અભ્યાસ અહીં થયો છે.” આનંદઘનજીની લખાયેલી હસ્તપ્રતો સુધી પહોંચીને તેને પણ તેમણે આ પુસ્તકમાં સમાવી છે. તેના ઉપરથી જ ખ્યાલ આવે છે કે તેમની સંશોધનવૃત્તિ કેટલી પ્રબળ છે. વળી બેચરદાસ દોશી આ પુસ્તક વિશે લખે છે. “અધ્યાત્મવિદ્યા જાણવાની જેમને ઇચ્છા હોય તેમને રસ પડે તેવું આ પુસ્તક છે. ભાષાષ્ટિએ અને વ્યાકરણદૃષ્ટિએ પણ થોકબંધ મસાલો આ પુસ્તક પૂરો પાડે છે.' કુમારપાળ દેસાઈની સંશોધનપ્રવૃત્તિનું આ પ્રથમ પગથિયું. જ્ઞાનવિમલસૂરિફત સ્તંભક’ એ તેમનું સંશોધનનું પુસ્તક છે. આ પુસ્તકની વિશિષ્ટતા એ છે કે સ્તવનમાં વપરાયેલા મધ્યકાલીન ગુજરાતી સ્તબકના શબ્દોના અર્થ પુસ્તકને અંતે આપ્યા છે. ‘જ્ઞાનવિમલસૂરિફત સ્તબક માં ભાષાની વિશેષતા ધ્યાન ખેંચે તેવી છે. આ સ્તબક એટલે શું ? ટબો કોને કહેવાય ? બાલાવબોધ એટલે શું ? વગેરેની સમજૂતી પણ તેમણે સંક્ષેપમાં સરસ રીતે આપી છે. આ સ્તંબકમાં ભાષાની બે ભૂમિકા જોવા મળે છે. આધુનિક ભૂમિકા અને જૂની ભૂમિકા. જેમ કે, જૂની ભૂમિકામાં ‘અઈ’ ‘અઉ’; બીજી ભૂમિકામાં ઈ’ અને “”; ત્રીજી ભૂમિકામાં ‘કરે’ અને ‘કરો’ જેવાં રૂપો મળે છે. સંશોધક કુમારપાળ દેસાઈ વિ. સં. ૧૭૬૯ની હસ્તપ્રતને અધિકૃત અક્ષરના યાત્રી ૩૨ 17 પાઠ તરીકે સ્વીકારીને તેનું સંશોધન કરે છે. આરંભમાં સ્તબકની વિશેષતાઓ જણાવી છે. તેની ભાષા વિશે પણ સદૃષ્ટાંત વિચારણા કરવામાં આવી છે. મધ્યકાલીન સાહિત્યનું આ પુસ્તક તેમનું મહત્ત્વનું સંપાદનકાર્ય છે. ડૉ. કુમારપાળ દેસાઈની વિશેષતા એ છે કે જે કાર્ય કરે છે તેમાં તેઓ બરાબર ખૂંપી જાય છે. ‘અબ હમ અમર ભયે’ એ પુસ્તકમાં મહાયોગી આનંદઘનજી વિશેનો વિશેષ અભ્યાસ મળે છે. આ પુસ્તકમાં મધ્યકાલીન સંતપરંપરાનાં મીરાં, કબીર અને જ્ઞાનમાર્ગી ધારાના અખા સાથેનો તુલનાત્મક અભ્યાસ છે. આનંદઘનજીનું જીવન, તે સમયની ગુજરાતની રાજકીય પરિસ્થિતિ, જૈન ધર્મ, સાહિત્ય આ બધાં વિશે વિસ્તૃત માહિતી આપી છે. આનંદઘનજીના જન્મ વિશેના મત-મતાંતર તથા તેમના આધ્યાત્મિક જીવન વિશે પણ વિસ્તૃત માહિતી ઉપલબ્ધ છે. આનંદધનજી અને યશોવિજયજી એ બંને વચ્ચેનો તુલનાત્મક અભ્યાસ પણ . ધ્યાન ખેંચે તેવો છે. આ બંને સાધકો સંસારથી • ફરા ચાલતા હતા. આનંદઘનજીએ ચાર ગતિરૂપ ચોપાટની એક સુંદર કલ્પના કરી છે. આનંદઘનજી આત્મલક્ષી પદવીથી વિભૂષિત થયેલા પંડિત હતા. બંનેનાં કવન વિશે અભ્યાસ કર્યા પછી અંતે લેખક લખે છે : ઘ્યશોવિજયજીમાં અને આનંદઘનજીમાં જ્ઞાનની ગંભીરતા, શાસ્ત્રોની પારંગતતા અને અધ્યાત્મનો તલસાટ વ્ય• ત થાય છે. ખરી વાત એ છે કે ઉપાધ્યાય યશોવિજયજીને શાસ્ત્રોમાં પારંગતતા પામ્યા પછી પણ આત્મસંતોષ મળ્યો નહિ. એમણે અધ્યાત્મયોગના માર્ગે જવાનું સ્વીકાર્યું અને આમાં આનંદઘનનો સંપર્ક કારણભૂત બન્યો. બંનેનાં કવનને જોઈએ તો આનંદઘન જેવી ભાવની ગહનતા, વ્યાપકતા તેમજ • ર્મિનો તીવ્ર ઉછાળો અને અલખનાં રહસ્યોને પામવાની ઝંખના યશોવિજયજીના કવનમાં એટલા પ્રમાણમાં દેખાતાં નથી. એનું કારણ આનંદઘનજી કવિની સાથે મર્મી સંત પણ છે એ કહી શકાય ! મહાયોગી આનંદઘનની કવિતા સાથે કબીર, મીરાં અને અખા જેવા કવિઓની તુલના સરસ રીતે કરી છે. કબીરનાં પદો ઉપદેશનું નિરૂપણ કરે છે. માનવચિત્તને બાહ્ય વળગણોથી મુ• ત કરી અંતર્મુખ થવા પ્રેરે છે, કબીરનાં પદોમાં વ્યવહારુ દૃષ્ટિ છે. જન-સામાન્યને તેમનાં પદો સ્પર્શે છે; જ્યારે આનંદઘનનાં પદો સિદ્ધાંત આલેખે છે. અધ્યાત્મના • ડાણનો ગહન સ્પર્શ કરાવે છે. તેમનાં પદોમાં યોગદૃષ્ટિ છે અને પરિણામે એને સમજવા માટે વિશેષ સજ્જતાની જરૂર છે. મીરાં અને આનંદઘનજીનાં પદ-સાહિત્યમાં પ્રભુ-મિલનનો તીવ્ર તલસાટ અને અધ્યાત્મજીવનના સંસ્કાર પ્રગટ સંશોધન ૩૩ Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાવળ વિભાવના, (મund થાય છે. અખો અને આનંદઘન બંનેએ શૂન્યવાદનો સખત વિરોધ કર્યો છે. સંશોધન કર્તાને માટે આ તુલના એક નવી દિશા ચીંધે છે. બાલાવબોધ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રકાર છે. બાલના અવબોધ અર્થાત્ જ્ઞાન કે સમજણ માટેની રચનાઓ તે બાલાવબોધ. મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત, વ્રજભાષાના ગ્રંથોમાં બાલાવબોધ રચાતા રહ્યા છે. વાચક મેસુંદર કૃત બાલાવબોધ’ આ જ સંદર્ભમાં રચાયેલો સંશોધનગ્રંથ છે. અહીં આપેલા બાલાવબોધોમાં તેનો આદિ-અંત, જે-તે બાલાવબોધ કઈ સાલમાં રચાયું. તેની પતિ કેટલી છે વગેરે ઝીણામાં ઝીણી વિગતો આપી છે. આ બાલાવબોધોની રચના ઘણુંખરું પ્રાકૃતમાં છે. આ પુસ્તકમાં શ્રી અજિતશાંતિ-સ્તવન બાલાવબોધ” આપવામાં આવ્યો છે. તેમાં શબ્દનો અર્થ પણ આપ્યા છે. બાલાવબોધનું પ્રયોજન મૂળ કૃતિના શબ્દોના અર્થ અવગત કરાવવાનું હોય છે. પરિણામે મૂળ કૃતિને કેન્દ્રમાં રાખીને જ આગળ વધે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રચાયેલા બાલાવબોધો ઉપર સંશોધન કરનારા માટે આ પુસ્તક સંદર્ભગ્રંથ તરીકે ઘણી મહત્તા ધરાવે છે. અપ્રગટ મધ્યકાલીન કૃતિઓમાં અપ્રસિદ્ધ મધ્યકાલીન કૃતિઓ મળે છે. આમાં બાવીસ કાવ્યો છે. આ કાવ્યોમાં પ્રભુભ િત, પ્રભુમિલન અને નાયિકાઓના વિરહની વાત આલેખાયેલી છે. કોઈ કાવ્ય બોધપ્રધાન છે તો કોઈ ભીલી ગીત’ જેવું પ્રસંગનું આલેખન કરતું કાવ્ય પણ છે. કાવ્યોના અંતે દરેક કવિતાની સંક્ષેપમાં પાદટીપ મૂકી આપી છે. મોટેભાગે એ કૃતિ કઈ સાલમાં રચાઈ છે, તે હસ્તપ્રત • માંથી પ્રાપ્ત થઈ છે તેની પણ માહિતી અહીં આપવામાં આવી છે. આ સંપાદનને આવકારતાં શ્રી કે. કા. શાસ્ત્રી નોંધે છે, અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ આપીને એમણે ગુજરાતી ભાષાની ક્રમિક ભૂમિકાઓના અભ્યાસનો માર્ગ ચાલુ રાખી આપી પૂર્વ અને વર્તમાન સમાનધર્માઓની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરવાનો આરંભ કરી આપ્યો છે. એ અમારા જેવા ધૂળધોયાઓને પણ આનંદ આપનારો છે.” કુમારપાળ દેસાઈની સંશોધનપ્રવૃત્તિ મધ્યકાલીન સાહિત્ય અને જૈન સાહિત્ય ઉપર કરેલી છે. જે કૃતિ અને કર્તા વિશે સંશોધન કર્યો છે તેની પ્રમાણભૂત માહિતી તેઓ આપે છે. આ પુસ્તકોમાંથી તેમની સંશોધન-સંપાદનની નિષ્ઠા દેખાઈ આવે છે. વિવેચન શબ્દસમીપ 1 સાયિક નિતેHT અક્ષરના વા Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુમારપાળ દેસાઈ પાસેથી વિવેચનગ્રંથો મળે છે. તેમાં એનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. પશ્ચિમી સાહિત્ય, રશિયન સાહિત્ય, આફ્રિકન સાહિત્યની કૃતિઓ અને કર્તાઓ વિશેના લેખો એમાં ગ્રંથસ્થ થયાં છે. - કુમારપાળ દેસાઈનું ‘આનંદઘન : જીવન અને કવન’ રાજસ્થાનના કવિ આનંદઘનનાં જીવન, કવનને આલેખતું પુસ્તક છે. આનંદઘનના જન્મ વિશેના મતમતાંતરની ચર્ચા પહેલાં ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી ત્યાંથી લેખક ભૂમિકા બાંધી આપે છે. આનંદઘનનું મૂળ નામ લાભાનંદ છે. આ સમયે આનંદઘન નામના ત્રણ કવિઓ થયા હતા અને પરિણામે એક આનંદઘનનાં પદો બીજા આનંદઘનને નામે ચડી ગયાં હતાં. પરિણામે શ્રી ક્ષિતિમોહન સેન જેવા વિવેચકે તો જૈન આનંદઘન એક સમયે કૃષ્ણભ• ત હતા, એમ કહ્યું હતું. આ ત્રણે આનંદઘનોની એમની ભૂમિકા સાથે એમની વિશેષતાને અલગ તારવી આપી છે. આનંદઘનજીનાં પદો, સ્તવનો અને અપ્રગટ રચનાઓ વિશે પણ વિસ્તૃત આલેખન થયું છે. આનંદઘનની કથનશૈલી પણ નોંધપાત્ર છે. કુમારપાળ દેસાઈ લખે છે. પોતે જે મતનું પ્રતિપાદન કરવા માગે છે એનાથી વિરુદ્ધ મતની વાત કરવી હોય તો ઘણા સૌજન્યથી એ વિરોધી મતની રજૂઆત કરે છે. આમાં પણ કોઈથી વિરોધી મતને રજૂ કરવાની એમની રીત લાક્ષણિક છે.'' આ પુસ્તકનાં બે પ્રકરણોમાં આનંદઘનજીને અન્ય સર્જકો સાથે મૂલવીને તેમનું સાહિત્ય કેવું હતું તે તુલના કરી છે. યશોવિજયજી, કબીર, મીરાં અને અખો આ બધાં જ મધ્યકાલીન સમયમાં થયેલાં સર્જકો છે. આ બધાં કવિનાં પદોમાંથી તેમનું વ્ય િતત્વ કેવું પ્રગટે છે તે દર્શાવીને લેખક લખે છે, કબીર અને આનંદઘનનાં પદોમાં એમનું વ્ય િતત્વ પ્રગટ થાય છે. બંનેનું | ડૉ. દેસાઈની વિવેચનાત્મક ગદ્યશૈલીમાં વિવરણાત્મક વિશદતા, વ• તવ્યની પારદર્શકતા, ભાષાની સરળતા, પ્રૌઢિ અને શાલીનતા જેવાં તત્ત્વો અનાયાસ પ્રકટી રહ્યાં છે. તેથી એમાં • યાંય પાંડિત્યની દુર્બોધતા નથી. યથાવકાશ મૂળ ગ્રંથોનાં દૃષ્ટાંતો-અવતરણો એમનાં સંશોધન-વિવેચનને પ્રમાણભૂતતા અર્પે છે. આવી સંશોધનપૂત આલોચના એમનું મુલ્યવાન પ્રદાન છે. જ ભાનુપ્રસાદ પંડ્યા જ વિવેચન Page #27 -------------------------------------------------------------------------- ________________ હૃદય કવિનું, ચિત્ત યોગીનું અને મિજાજ બાદશાહનો હતો. એમનાં પદોમાં મસ્તીની ઝલક છે.” મીરાં અને આનંદધનના પદોમાં ભ િત અને મસ્તી બંને દૃષ્ટિગોચર થાય છે. અખાનો અક્ષયરસ અને આનંદઘનની અનુભવલાલીની મસ્તી કરતાં બંને કવિઓ સમકાલીન હતાં. આનંદઘનનો સધન અભ્યાસ આ પુસ્તકમાં થયેલો જોવા મળે છે. શબ્દસંનિધિ' એ પ્રકાશનની દૃષ્ટિએ તેમનો પહેલો વિવેચનસંગ્રહ, ચેખોવનું શ્રી સિસ્ટર્સ'; કેથેરિન મેન્સફીલ્ડની “ધી ગાર્ડન પાર્ટી', કવિવર રવીન્દ્રનાથ ઠાકુરનું રાજા”, ધીરુભાઈ ઠાકર- સંપાદિત મણિલાલ નભુભાઈનું આત્મવૃત્તાંત અનોખી આત્મકથા’, પ્રો. બળવંતરાય ઠાકોરનું • ગતી જુવાની’, ધૂમકેતુનું ‘તણખામંડળ૧', “કવિતા'ના અંકમાં પ્રગટ થયેલા કાવ્ય વિશે ચર્ચા, સાહિત્ય અને પત્રકારત્વ', ‘અપ્રગટ સ્તુતિકાવ્ય', ભાવસૃષ્ટિ, બળવંતરાય ઠાકોરની કાવ્યવિભાવના, ગોવર્ધનરામ અને મુનશીનાં સ્ત્રીપાત્રો, જગદીશ જોશીનો કાવ્યસંગ્રહ ‘મોન્ટાકોલાજ" વગેરે વિશે વિસ્તૃત વિવેચનો ક્યું છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય, અર્વાચીન ગુજરાતી સાહિત્ય, ભારતીય સાહિત્ય અને વિદેશી સાહિત્યના સર્જકોની કૃતિઓનું અહીં વિસ્તૃત આલેખન છે. જુદાં જુદાં સ્વરૂપની કૃતિઓનો વિવેચનાત્મક અભ્યાસ અહીં જોવા મળે છે. સંસ્કૃત કવિ કાલિદાસ પણ નજરે પડે છે. ધૂમકેતુની વાર્તાઓનું વિવેચન કરતાં તેમનાં પુરોગામી અને સમકાલીનો કેવી રીતે વાર્તા સર્જતા, ધૂમકેતુની વાર્તાઓનાં પાત્રો, વાર્તામાં આલેખાતી ગ્રામસંસ્કૃતિ, તેમનો યંત્ર-સંસ્કૃતિ તરફનો રોષ, ઉદાત્ત મૂલ્યો, પ્રણયનું આલેખન – આ બધી જ બાબતોને કેન્દ્રમાં રાખીને તેમની વાર્તાઓને તે મૂલવે છે, ચકાસે છે. તેમના નાટકનાં વિવેચનો વાંચતાં-વાંચતાં આપણે પણ તેમની સાથે જાણે કે સફર કરતાં હોઈએ તેમ લાગે છે. નાટકમાં આવતાં સંવાદ્ય, નાટકના મુખ્ય પાત્રની વાત. “રાજા” એક રૂપકાત્મક નાટક છે અને લેખક તેને આ રીતે નિરૂપી આપે છે. અંતમાં આ પુસ્તકના લેખકે નોંધે છે. “કવિવર રવીન્દ્રનાથ ઠાકુરે પોતાનું દર્શન થ• ત કરવા માટે કોઈ પ્રચલિત નાટચસ્વરૂપનું ચોકઠું સ્વીકારવાનું પસંદ કર્યું નથી. પોતાનાં પ્રેરણા, દર્શન અને પ્રતિભાને વફાદાર રહીને માનવ અને ઈશ્વરના ગૂઢ અને અમૂર્ત abstract – સંબંધને ‘નાટ્યમ’ બનાવવા તેમણે હામ ભીડી છે. રાજા' નાટકમાં અંતર્ગત રહસ્ય જેમ ઈશ્વરની વિભુતાનો અણસાર આપે છે તેમ સાહિત્ય-કલાની વિશાળ વિભુતાનો પણ તૃપ્તિકર અનુભવ કરાવે છે. એ કારણે તેને રવીન્દ્રનાથની પ્રતિભાનું અપ્રતિમ સંતાન ગણવું જોઈએ. જગતસાહિત્યમાં આ પ્રકારનાં જે થોડાંક નાટ્યસર્જનો થયાં છે તેમાં તેને માનભર્યું સ્થાન મળ્યું છે.” આ સંગ્રહમાં જે કૃતિઓની વિવેચના થઈ છે તે ઉત્તમ કૃતિઓની જ વાત છે. ‘સાહિત્ય અને પત્રકારત્વ’ - પ્રકરણમાં સાહિત્યકાર શબ્દનો ઉપયોગ કેવી રીતે કરે છે અને પત્રકાર શબ્દનો ઉપયોગ કેવી રીતે કરે છે તે બંને વચ્ચેની ભેદરેખા આંકી બતાવી છે. સાહિત્ય અને પત્રકારત્વ વિશે સાદી સમજ સરસ આલેખી આપી છે. “અખબાર” એ સામૂહિક પ્રસારણનાં માધ્યમોમાંનું એક ગણાય છે. તેમ છતાં એ સાહિત્ય સાથે અત્યંત નિકટનો સંબંધ ધરાવે છે. જે પત્ર સાહિત્યિક દૃષ્ટિએ વધુ સુઘડ અને વધુ રોચક વાચન પૂરું પાડે છે તે • ચી કોટિનું તેમ અત્યારે પણ મનાય છે. સામગ્રી વર્તમાનપત્રની હોય, વર્તમાનપત્ર માટે હોય છતાં એ સામગ્રીને સાહિત્યિક ઘાટ આપવાનો પત્રકારનો સતત પ્રયત્ન હોય છે. પત્રકારત્વના વિકાસ સાથે પણ સાહિત્ય સંકળાયેલું રહ્યું છે ! સાહિત્યના કોઈ પણ સ્વરૂપને, કોઈ પણ સર્જકને. સાહિત્યકૃતિને તેઓ સામાન્ય માનવી સમજે તેવી સરળ ભાષામાં વિવેચના કરી આપે છે. આમ તો એમ કહેવાય છે કે “શીલ તેવી શૈલી’ એ રીતે કુમારપાળ દેસાઈ તેમના વિવેચનો સરળ રીતે કરી આપે છે. મેઘદૂતની ભાવસૃષ્ટિ – વિશે વિવેચન કરતાં તેમાંનાં જે સંસ્કૃત વા યો મુ યાં છે ત્યાં નીચે તેનું ભાષાંતર તેમણે આપ્યું છે. જેથી કૃતિ સમજવામાં સરળતા રહે છે. કાલિદાસના મેઘદૂતની સાથે સાથે તેઓ વાચકને પણ એ મનોરમ વર્ણનો આપીને તેમની સાથે વિહાર કરાવે છે. પ્રણયભાવનાનું આલેખન કરતી કાલિદાસની કૃતિ મેઘદૂત’ માત્ર સંસ્કૃત સાહિત્યમાં જ ઉત્તમકૃતિ નથી પણ તે ભારતીય ભાષામાં એક ઉત્તમ કૃતિ તરીકે સ્થાન પામે તેવી છે. “ચેખોવ'ના પ્રસિદ્ધ નાટક ‘થી સિસ્ટર્સની સર્જકકલા – એ લેખમાં ચેખોવના નાટકની ખુબીઓ બતાવવામાં લેખક સફળ રહ્યા છે. ગુજરાતી નાટક બળવંતરાયપ્રણીત • ગતી જુવાનીની બીજી આવૃત્તિ માટે લેખકે તૈયાર કરેલું હસ્તપ્રતનું વિશ્લેષણ કુમારપાળ દેસાઈની પ• વસંશોધનકળાનું સુફળ છે. ભાવન-વિભાવન’ તેમનો બીજો વિવેચનસંગ્રહ છે. તેમનું સમગ્ર સાહિત્ય જોતાં તેઓ મધ્યકાલીન સાહિત્યના • ડા અભ્યાસી છે તેમ લાગે. ભાવન-વિભાવનમાં પણ હેમચંદ્રાચાર્ય, જ્ઞાનવિમલસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, ફિરાક ગોરખપુરી જેવા મધ્યકાલીન સર્જકો પછી તે ગુજરાતી ભાષાના હોય કે ઉર્દૂ સાહિત્યના હોય, અહીં અક્ષરના વા વિવેચન Page #28 -------------------------------------------------------------------------- ________________ તેમના વિશે આલેખન મળે છે. વાર્તાકાર ધૂમકેતુ. રા. વિ. પાઠકની કૃતિ, બાળસામયિકો, રામાયણ - જેવાં પુસ્તકો અને ગ્રંથો વિશે પણ આલેખન થયેલું છે. પત્રકારત્વમાં પણ તેમની કલમ ચાલી છે. અહીં અખબારની લેખસૃષ્ટિ વિશે વિશદ આલેખન થયું છે. બચુભાઈ રાવત, હરીન્દ્ર દવે, ફૈઝ અહમદ ફૈઝ જેવા સર્જકો વિશે વિગતપૂર્ણ આલેખન છે. અપ્રગટ બુદ્ધિસાગરસૂરિની ડાયરી વિશે પણ ‘આત્મયોગીની અંતરયાત્રા' એવા શીર્ષકથી ડાયરી કેવા પ્રકારની હોય, તેમાં કેવા પ્રકારનું આલેખન થાય તે સઘળી માહિતી તેમણે આપી છે. એમનો અભ્યાસ • ડો છે. કોઈ પણ સર્જક વિશે જ્યારે તેઓ લખે છે ત્યારે એ સર્જક માટે બીજાનો અભિપ્રાય કેવો છે તે પણ તેઓ ટાંકતા જાય છે. મહાદેવ દેસાઈએ અખબાર વિશે કરેલી મામિક ટકોર, હેમચંદ્રાચાર્ય વિશે ધૂમકેતુ શું કહે છે, વગેરે. વિવેચનસાહિત્યમાં તેમનું આ પુસ્તક ઉત્તમ કહી શકાય. ‘હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના' - એ હેમચંદ્રાચાર્યે કરેલાં સાહિત્યનાં ખેડાણનું પુસ્તક છે. હેમચંદ્રાચાર્યના સાહિત્યમાં કાવ્ય, ન્યાય, કોશ, યોગ, છંદ, અલંકાર, ઇતિહાસ પુરાણ અને વ્યાકરણ – એમ અનેક વિષયોને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરી છે. હેમચંદ્રાચાર્યના સાહિત્ય વિશે એક જ પુસ્તકમાંથી ઠીક ઠીક સામગ્રી મળે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના એ મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજકના અર્પણની અહીં નોંધ લેવાઈ છે. સંક્ષિપ્તમાં પણ ઉત્તમ સાહિત્ય અહીં પીરસાયું છે. શબ્દસમીપ’ એ તેમનો વિવેચનસંગ્રહ છે. ગુજરાતી સાહિત્યના સ્વરૂપ મધ્યકાલીન સાહિત્યના સર્જકો, અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જક અને વિદેશી સાહિત્ય વિશે અહીં ઘણું બધું આલેખાયું છે. ‘શબ્દસમીપ’માંના પ્રથમ બે લેખ હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા” તથા “જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન” નોંધપાત્ર છે. કુમારપાળ દેસાઈએ લેખના આરંભમાં જ લખ્યું છે, ‘ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી • ઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર.' આમાંથી હેમચંદ્રાચાર્ય વિશેના પરિશીલનનું દર્શન થાય છે. ગુજરાતના સંસ્કારજીવન પર હેમચંદ્રાચાર્યનો પ્રભાવ કેવો પડ્યો હતો તેનું આલેખન પણ તેમણે હ્યું છે. જ્ઞાનવિમલસૂરિ હેમચંદ્રાચાર્ય જેટલા પરિચિત નથી તેમ છતાં એક જૈન કવિનું મૂલ્યાંકન તેમણે અધિકૃત રીતે કર્યું છે. કુમારપાળ દેસાઈ પોતે જૈન ધર્મના અભ્યાસી છે. કદાચ તેના પરિણામે પણ તેમણે જ્ઞાનવિમલસૂરિનું મૂલ્યાંકન યથાયોગ્ય ક્યું છે. નારાયણ હેમચંદ્રની સાથે સાથે આત્મકથાનું સ્વરૂપ પણ જોવા મળે છે. ગુજરાતી ગદ્યનું પ્રભાત કેવું હતું તેની વિસ્તૃત માહિતી એ જ નામના લેખમાં મૂકી છે. ‘શબ્દસમીપ’નો એક વિભાગ “વ્યકિતત્વ અને વાય’ નામથી અલગ પાડવો છે. તેમાં રણજિતરામ, મોહનલાલ દેસાઈ, દર્શક, ભોગીલાલ સાંડેસરા, મુનિ પુણ્યવિજયજી, દુલેરાય કારાણી, પં. સુખલાલજી, ગુણવંતરાય આચાર્ય, દલસુખ માલવણિયા, હરિવલ્લભ ભાયાણી અને હરીન્દ્ર દવે વગેરે સાહિત્યકારોનો વિશિષ્ટ શૈલીમાં પરિચય અને તેમનું મૂલ્યાંકન કર્યું છે. દરેક વ્ય િતના જીવનના મહત્વના તબક્કાને તેમણે આવરી લીધા છે. દર્શક ઉપનામ કેવી રીતે રાખ્યું. સકળ સૃષ્ટિમાં જે કંઈ બને છે, એનું માત્ર હું દર્શન કરું છું અને સાક્ષીભાવ તરીકે ‘દર્શક’ ઉપનામ રાખવાની પ્રેરણા મળી. સાહિત્યકાર વિશે એક વિશેષણ શોધી કાઢી એના વ્ય*િ તત્વના પ્રમુખ અંશનો નિર્દેશ કરીને શીર્ષ કો આપ્યાં છે. શબ્દસમીપના આ ખંડમાં આત્મીયતાનો રણકો સંભળાય છે. શબ્દસમીપ’માં આલેખાયેલા લેખો વિવેચક કુમારપાળ દેસાઈની છબી ઉપસાવી આપે તેવા છે. ‘સાહિત્યિક નિસબત' એ શ્રી કુમારપાળ દેસાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર “પરબ'માં લખેલા પ્રમુખશ્રીના પત્રોનો સંચય છે. ડિસેમ્બર ૨૦૦૬થી ડિસેમ્બર ૨૦૦૭ દરમ્યાન તેમણે લખેલા પત્રો ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના વ• તવ્યનો પણ આમાં સમાવેશ થયો છે. ‘પરબ'માં પ્રમુખના પત્રમાં ગુજરાતી સાહિત્યના પ્રવર્તમાન પ્રવાહો અને સમસ્યાઓની સાથોસાથ સાહિત્ય-વિશ્વની વર્તમાન ગતિવિધિઓને પ્રમુખના પત્રરૂપે આલેખવાનો પહેલી વાર પ્રયાસ થયો. આમાં માંડવીમાં યોજાયેલા જ્ઞાનસત્રમાં પ્રમુખપદે આપેલ વ્યાખ્યાન ‘સંવેદના, સહૃદયતા અને સજ્જતા'માં કુમારપાળ દેસાઈની સાહિત્યની વર્તમાન વૈશ્વિક ભૂમિકાએ કરેલી ચર્ચા મળે છે. વર્તમાન સમયની મૂલ્યોની કટોકટી, જીવનના બદલે બજારની શોધ, સંવેદનશૂન્યતા અને સમૂહ-માધ્યમોના પ્રભાવની વાત કરીને એમણે વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે, પરંતુ એની સાથોસાથ સાહિત્યનો મહિમા કરતાં એમણે કહ્યું છે, લોકઆંદોલનોમાંથી જાગતો નિર્ભીક અને સ્વતંત્ર અવાજ બીજા કોઈ પણ માધ્યમ કરતાં સાહિત્ય સ્પષ્ટ રીતે આપી શકે છે, તેથી જ માધ્યમોની પ્રભાવક પ્રચારની દુનિયાને સાહિત્યિક કૃતિ અજંપો આપી જાય છે. પ્રજાનો અંતરાત્મા સાહિત્યમાં ભૂ ત થતો હોવાથી માત્ર સરમુખત્યારો જ નહીં, પણ સત્તાલોભીઓને ન કારના પાણી Page #29 -------------------------------------------------------------------------- ________________ પણ મુંઝવે તેવા સવાલ સાહિત્ય કરતું આવ્યું છે. The spirit of resistance સાહિત્ય દ્વારા જ ત થાય છે.' એ પછી સહૃદયતા એ પ્રત્યેક સર્જકને પ્રેરનારો અને પોષનારો મહત્ત્વનો ગુણ છે એમ કહીને રૂચિને પરિક્ત કરતા સાહિત્યસર્જન તરફ. ભાષાના સતત સંમાર્જન તરફ અને સમાજમાં સાહિત્યાભિમુખતા જાગ્રત કરવા અંગે ચર્ચા કરી છે. ૨૧મી સદીમાં કલાના અસ્તિત્વનો પ્રશ્ન • ભો થયો છે. વીજાણુયંત્રો, માહિતીવિસ્ફોટ અને તે કારણે પ્રાપ્ત થયેલી સુવિધાઓ સામે લિખિત શબ્દો વિશે ચિંતાજનક પરિસ્થિતિ છે. ત્યારે આપણી ર૧મી સદીમાં. સાહિત્યની ઉપકારકતા કેવી રીતે, કેવા માર્ગે અને કેવા પ્રયત્ન સિદ્ધ થાય તેની ચર્ચા કરી છે. દલિત સાહિત્ય, બાળસાહિત્ય, શબ્દકોશ. ડાયસ્પોરા સાહિત્ય, હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન, અનુવાદપ્રવૃત્તિ વગેરેની વાત કરીને આપણી શિક્ષણસંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ અને પીઢ સાહિત્યકારોએ કેવાં આયોજનો વિશે વિચારવું જોઈએ એની રૂપરેખા આલેખીને અંતે નોંધ્યું છે, જ્યાં સુધી માનવીનું હૃદય ધબકે છે, એનું બુદ્ધિતંત્ર કાર્યશીલ છે એની એષણાઓ કરમાયેલી નથી અને તેના આત્માને આનંદરૂપે કોળવાની તક છે, ત્યાં સુધી માણસને મળેલી શબ્દની ભેટ સાહિત્યનો આવિષ્કાર રૂપે પ્રવર્તતી રહેશે, તે નિઃશંક છે. ગુજરાતી પ્રજાનું હીર અને સત્ત્વ ભૂતકાળમાં સાહિત્યકેલા રૂપે આવિષ્કૃત થતું રહ્યું છે તેવું વર્તમાન અને ભાવિ પેઢીમાં પણ થતું રહેવાનું છે, એમાં શંકા નથી. આ પ્રકારના સાહિત્યના ઉન્નયન માટેની જવાબદારી સર્જકો, ભાવકો અને સાહિત્યને પોષતી સાહિત્ય-પરિષદ જેવી તમામ સંસ્થાઓની બને છે.' અહીં એ નોંધવું ઘટે કે કુમારપાળ દેસાઈએ એમના ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકાળ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરી અને છેક લુણાવાડાથી ભાવનગર સુધી અને ભૂજથી વલસાડ સુધી જુદા જુદા સાહિત્યિક કાર્યક્રમો. પરિસંવાદોનું તથા કાર્યશિબિરોનું આયોજન પણ કર્યું. આ પુસ્તકના બીજા પત્રમાં ગુજરાતી ભાષાના વિકાસનું છેવાડે વસતા માણસ સુધી ભાષાસાહિત્યને લઈ જવાનું, નવોદિતોની સર્જનપ્રક્રિયા ખીલતી રહે તે માટે આયોજનો કરવાનું અને • ડી સાહિત્યચર્ચા, સંશોધન, સૂચિકરણ જેવી પ્રવૃત્તિઓ કરવાના આયોજન વિશે વિગતે નોંધ કરી છે અને આને માટે સહુની ભાગીદારીની અપેક્ષા રાખી છે, કારણ કે ગુજરાતી સાહિત્ય પરિષદનું ગૌરવ એ ગુજરાત પ્રદેશના ગૌરવ બરાબર છે. એ પછીના “ગુર્જર વિશ્વનિવાસી’ એ લેખમાં એમણે ડાયસ્પોરા સાહિત્ય વિશે વાત કરીને વિદેશમાં ચાલતી ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિનો મહિમા કર્યો છે, સાથોસાથ તેઓએ એક મહત્ત્વની બાબતનો અંગુલિનિર્દેશ કર્યો છે. તેઓ લખે છે, ‘ડાયસ્પોરા સાહિત્યનું હવે સારા પ્રમાણમાં સર્જન થાય છે, ત્યારે એનું તટસ્થ મૂલ્યાંકન જરૂરી બન્યું છે. ડાયસ્પોરા સાહિત્યની વિભાવના વિશે કેટલુંક સ્પષ્ટીકરણ અને વર્ગીકરણ જરૂરી છે. સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વિષયને એ કઈ રીતે, કયા અભિગમથી અને કેટલી સર્જનાત્મકતાથી વર્ણવે છે તે ધોરણે તેનું મૂલ્યાંકન કરવાનું રહેશે. એક સમયે હું ગુર્જર વિશ્વપ્રવાસી’ એમ કહેવામાં આવતું. હવે હું ગુર્જર વિશ્વનિવાસી' કહેવાનું પ્રાપ્ત થયું છે, ત્યારે એટલી આશા તો રાખીએ જ કે ડાયસ્પોરા સાહિત્ય દ્વારા ગુજરાતી સાહિત્યને વિશ્વચૈતન્યનો નિબિડ અનુભવ-સ્પર્શ થાય.' માતૃભાષાનું સિંચન લેખમાં અંગ્રેજી માધ્યમને કારણે ગુજરાતી ભાષા પર થતા દુષ્યભાવની ચર્ચા કરી છે. જ્યારે ‘શબ્દો અંકે કરીએ” એ પત્રમાં ‘સાર્થ જોડણીકોશ'માં ન હોય એવા આપણા રોજબરોજના જીવનવ્યવહારમાં વપરાતા શબ્દોનો કોશમાં સમાવેશ કરવાની જિકર કરી છે. ઉમરગામથી ગાંધીધામ સુધીના ગુજરાતના વિવિધ પ્રદેશના અનેક શબ્દો કોશમાં સ્થાન પામી શકે એવો છે. જુદા જુદા વ્યવસાયો, ધર્મસંપ્રદાયો. ક્રિયાવિધિઓના અનેક શબ્દો અંકે કરી લેવાની જરૂર છે. કેટલાકમાં સંદર્ભો બદલાઈ રહ્યા છે તે તરફ પણ લક્ષ્ય આપવું જોઈએ. જેમકે આજે મકાનના બાંધકામમાંથી “મોભજતો રહ્યો છે તેથી મોભી’ શબ્દ સમજવાનું મુશ્કેલ બને. કોશમાં શબ્દોના ઉમેરણની સાથોસાથ શબ્દનું સતત સંમાર્જન થવું જોઈએ તેમ દર્શાવ્યું છે અને છેવટે આશા રાખી છે કે “આજે ઑ• સફર્ડ દ્વારા જુદા જુદા પ્રકારના કોશ પ્રકાશિત થાય છે, એ રીતે ગુજરાતમાં કોશ વિભાગની એક સ્વતંત્ર સંસ્થા સ્થપાય તો કોશસામગ્રીના શાસ્ત્રીય સંશોધન - સંપાદન-સંચયનનું કામ એકાગ્રતાથી ને સઘનતાથી ચાલી શકે અને કોશ-સાહિત્યના ક્ષેત્રે વરતાતું આપણું દારિદ્રશ્ય ટાળી શકીએ. મધ્યકાલીન સાહિત્યનું સંશોધન’ એ લેખમાં હસ્તપ્રત વાંચવા માટે પ્રાચીન લિપિની તાલીમ વિશે અને મધ્યકાલીન સાહિત્યના મહત્ત્વ વિશે માર્મિક નોંધ મળે અક્ષરના વા Page #30 -------------------------------------------------------------------------- ________________ છે. આપણી પાસે મધ્યકાલીન સાહિત્યના મૂલ્યાંકનને માટે યોગ્ય માપદંડ નથી એનો વસવસો પણ પ્રગટ કર્યો છે. અત્યારના માપદંડોથી મધ્યકાલીન કૃતિને માપવાનો પ્રયત્ન કૃતક અને • યારે કે સાવ કઢંગો પણ પુરવાર થાય છે. મધ્યકાલીન સાહિત્ય અંગેનાં આ નિરીક્ષણો અત્યંત નોંધપાત્ર છે. કુમારપાળ દેસાઈ નોંધે છે, મધ્યકાલીન સાહિત્યમાં સાંસ્કૃતિક અભ્યાસની દૃષ્ટિએ અને ભાષાવિકાસની દૃષ્ટિએ મહત્ત્વની કૃતિઓ મળે છે. આ કૃતિઓને સમજવા માટે એ યુગને સમજવો જરૂરી બને છે. એની પરંપરાને જાણવી પડે. આ રીતે જોઈએ તો પ્રેમાનંદનાં આખ્યાનો જંગલખાતાની ટીપ જેવાં ક. મા. મુનશીને લાગેલાં તેવાં નહીં લાગે. વળી કાવ્યાચાર્ય મમ્મટે નિર્દેશેલાં વ્યવહારજ્ઞાન અને પત્નીની જેમ ઉપદેશપ્રધાન કરવાનાં પ્રયોજનો સિદ્ધ કરતાં અનેક કાવ્યો પણ આ મધ્યકાલીન યુગમાં જોવા મળશે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ સમયે મૌલિકતા. કર્તુત્વ અને સુસંકલિત પાઠ(integrated text)નો વિચાર પણ ઘણો મહત્ત્વનો બની રહે છે.' ‘સર્જકોનાં ચરિત્રો’ એ પત્રમાં ગુજરાતી સાહિત્યમાં સર્જકોનાં ચરિત્રોનાં આલેખનની થયેલી પ્રવૃત્તિ દર્શાવીને નોંધ્યું છે કે અંગ્રેજી સાહિત્યમાં નીવડેલા સર્જકોનાં ચરિત્રોની શ્રેણી પ્રસિદ્ધ છે, જ્યારે આપણે ત્યાં સર્જકોનાં આવાં જૂજ ચરિત્રો મળે છે. એની સાથોસાથ એ પણ નોંધ્યું છે કે સર્જકના જીવનની સ્મૃતિને આપણે જાળવી રાખી શ• યા નથી. અમદાવાદની ગુજરાત કોલેજ પાસે હાનાલાલ વસતા હતા એ ઘર જાળવી શ• યા નથી અને કલાપીની સમાધિને સારી રીતે રાખી શકે યા નથી. નવા વિષયોની ક્ષિતિજ' લેખમાં આજની યુવાન પેઢીને સાહિત્ય તરફ અભિમુખ કરવા માટે સર્જકે કેવા કેવા વિષયોની ખોજ કરવી જોઈએ કે જેથી નવી પેઢી સાહિત્ય તરફ આકર્ષાય. આ માટે કુમારપાળ દેસાઈ નોંધે છે કે જાગતિક ભૂમિકાએ આનો આપણે વિચાર કરવો પડશે અને એ માટે નવા વિષયવસ્તુની ખોજ અને નવા અભિગમની જરૂર પડશે. | ‘ભારતીય ભાષાના સર્જકો એ પત્રમાં વર્તમાન સમયમાં માતૃભાષા માટે સંઘર્ષ કરતી ભારતીય પ્રજાની વાત કરી છે. કોંકણી, મણિપુરી, બોડો. મૈથિલી, ડોગરી અને સંતાલી જેવી ભાષાઓમાં વર્તમાન સમયે કેવા પ્રકારનું સાહિત્યસર્જન થાય છે તથા શહેરીકરણ કે આતંકવાદ સામે આ સર્જકો કઈ રીતે સંઘર્ષ ખેડી રહ્યા છે, એ દર્શાવ્યું છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના મંચ પર દેશની વિભિન્ન ભાષાના સર્જકોની મુલાકાતમાંથી મળેલી આ માહિતી વાંચતાં આપણને એવો અનુભવ થાય છે કે આપણા દેશની જ અન્ય ભાષાઓ વિશે આપણે કેટલી બધી નહિવતુ માહિતી ધરાવીએ છીએ ! ઑસ્ટિન બૂકેન્યાના “ધ બ્રાઇડ' નાટકનો ગુજરાતીમાં અનુવાદ કરનાર શ્રી કુમારપાળ દેસાઈ આફ્રિકન સાહિત્ય સાથે સારી એવી નિસબત ધરાવે છે. અને આથી જ ૨૦૦૭નું સાહિત્ય માટેનું દ્વિવાર્ષિક “માન બૂકર આંતરરાષ્ટ્રીય પારિતોષિક' આફ્રિકાના ઉત્કૃષ્ટ નવલકથાસર્જક આલ્બર્ટ ચીનુઆલુમોગુ અચેબેને એનાયત કરવામાં આવ્યું. ત્યારે એ વિશે એમણે અહીં અભ્યાસપૂર્ણ પત્રનું લેખન કર્યું. અચેબેનાં જીવન અને કવનની વિશેષતા દર્શાવવાની સાથોસાથ વર્તમાન સમયના આફ્રિકાના સર્જકોની સર્જનાત્મકતા, નૈતિકતા અને આસપાસની પરિસ્થિતિ વિશેની સભાનતાની વાત કરી છે. શ્વેત પ્રજાની રાજકીય ગુલામીની સાથોસાથ એમની માનસિક ગુલામ સ્વીકારવાનો ઇન્કાર કરનારા આફ્રિકન સર્જકના મિજાજનો પણ પરિચય મળે છે. બારેક માનદ ડૉ• ટરેટ મેળવનાર, અંગ્રેજી ભાષામાં ઉત્કૃષ્ટ નવલ કથા સર્જનાર અને ૨૦મી સદીમાં ખૂબ વંચાયેલા અચેબેએ ૨૦૦૪માં નાઇજિરિયાની સરકારે આપેલા સન્માનનો એ માટે ઇન્કાર કર્યો કે સ્વદેશની દુર્દશા કરનારી સરકાર પાસેથી તેઓ આવો ખિતાબ સ્વીકારવા તૈયાર નહોતા. એ જ અચેબે વિશે કુમારપાળ દેસાઈ નોંધે છે, આફ્રિકન પ્રજાનો ઉત્તમ સર્જક અને વિશ્વભરના મૂક અને દલિત લોકોના સન્માન માટે મથતો અબે નોબેલ પારિતોષિક મેળવી શ યો નથી એનું એક કારણ પશ્ચિમવિરોધી અભિપ્રાયો હોવાનું કેટલાક માને છે. આલ્બર્ટ શ્વાઇઝરની આફ્રિકન દર્દીઓ કરતાં શ્વેત પ્રજાસમૂહ ચડિયાતો હોવાની માન્યતાની અચેબેએ ટીકા કરી. ૧૯૮૫માં વી. એસ. નાઇપોલની ટીકા કરતાં કહ્યું કે પોતાની જાતે પશ્ચિમને વેચાઈ ગયેલા શ*િ તશાળી સર્જકને એક દિવસ એના વળતર રૂપે નોબેલ પારિતોષિક કે અન્ય પારિતોષિક ચૂકવવામાં આવશે. ઈ. સ. ૨૦૦૧માં નાઇપોલને નોબેલ પારિતોષિક મળ્યું.” આમ આફ્રિકન સર્જક અચેબેની સર્જનકલા. ખમીર અને જીવનદૃષ્ટિના આલેખન સાથે ગુજરાતી સાહિત્યમાં • વચિત જ સાંપડતો આફ્રિકન લેખકનો પરિવેશ આમાં માણવા મળે છે. ‘સાહિત્યિક વિવાદોનો મહિમા’ એ પત્રમાં સાહિત્યિક વિવાદ કેવા હોવા જોઈએ તે દર્શાવીને ગુજરાતી સાહિત્યમાં થયેલા સાહિત્યિક વિવાદો વિશે વિગતે વાત કરી છે. મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ કે સુરેશ જોશીની સાહિત્યિક અક્ષરના યાત્રી વિના Page #31 -------------------------------------------------------------------------- ________________ ધીGOT[Gી વાહન | મોર ના ના 1 ના qNI અગે qa ચર્ચાના મૂળમાં અભ્યાસ હતો તેવા અભ્યાસપૂર્ણ વિવાદો આજે ઓછા જોવા મળે છે તેનો લેખકે વિષાદ પ્રગટ કર્યો છે. આના કારણરૂપે તેઓ નોંધે છે, “સાહિત્યના ભાવિ અંગેની ઉદાસીનતા. • યાંક અભ્યાસદારિદ્રય તો • યાંક સર્જક-વિવેચનની નિષ્ક્રિયતા પણ નબળા વિવાદોના કારણરૂપે હોઈ શકે. ઉત્તમ તત્ત્વાભિગમવાળા સંગીન સાહિત્યિક વિવાદોની ભૂમિકા પર નિર્ભર એવા, જીવન અને સાહિત્યપદાર્થનો સાચો રસ દાખવતા અને સાહિત્યક્ષેત્રે આરોગ્યપ્રદ ને વિકાસપ્રેરક હવામાનનું નિર્માણ કરતા. આપણા મહત્ત્વના વિવિધ સાહિત્યિક વિવાદોને આવરી લઈ તેમની સાધકબાધક તત્ત્વચર્ચાનો નિષ્કર્ષ રજૂ કરતા એક મજબૂત સ્વાધ્યાયગ્રંથની આપણને પ્રતીક્ષા છે.” ગુજરાતીમાં પ્રકાશિત થતાં પુસ્તકોની સૂચિ પ્રાપ્ત થતી નથી. આ સંદર્ભમાં ૨૦૦૬ના વર્ષની સૂચિ પરથી કરેલી તારવણી શ્રી કુમારપાળ દેસાઈના એક પત્રમાં મળે છે જ્યારે એક અન્ય પત્રમાં આજે ટેકનૉલોજીને કારણે સાહિત્ય, સંશોધન અને ગ્રંથાલયમાં આવી રહેલા પરિવર્તનને એમણે દર્શાવ્યું છે. એક નાનકડી CDમાં દોઢ લાખ પૃષ્ઠની સમગ્ર સમાવી શકાય છે અને આજે ઘેરબેઠાં તમે E-Books દ્વારા ઇચ્છિત પુસ્તકો પ્રાપ્ત કરી શકો છો. ટેકનોલોજીનો સાહિત્યવિશ્વને લાભ કઈ રીતે મળી શકે તેની આમાં વાત કરી છે. ત્યારબાદ અનુવાદપ્રવૃત્તિ વિશેના લેખમાં અનુવાદની આવશ્યકતા દર્શાવીને કઈ રીતે આ પ્રવૃત્તિનો વ્યાપ વિસ્તારી શકાય તેના ગંભીર મુદ્દાઓ રજૂ કર્યા છે અને છેલ્લે ‘દીપે અરુણું પરભાત’ એ લેખમાં સાહિત્ય પરિષદની • જળી પરંપરાની અને તાજેતરમાં થયેલી એની પ્રવૃત્તિની વિગતો આપી છે. કુમારપાળ દેસાઈએ લખેલા પરિષદ-પ્રમુખના પત્રોએ ‘પરબ” સામયિકમાં એક આગવી ભાત • ભી કરી હતી. એમાં છણાવટ પામેલા પ્રશ્નો અંગે વાચકોએ પોતાના અભિપ્રાય આપ્યો હતો તેમજ વર્તમાન પ્રવાહો વિશેની એમની માહિતી ભાવકોમાં એક પ્રકારની જાગૃતિ આણી હતી. પ ચિંતન સાહિત્ય નકલી પૉમ સમો 'A મો વકાર, ને અમI nie alleen tell 1 લિરા | RETH નક્ષના યાત્રી પણ કમાન Page #32 -------------------------------------------------------------------------- ________________ ગભીર તાત્ત્વિક વિચારણાથી માંડીને પ્રસંગાનુસારી કે શાસ્ત્રીય ચિંતન સુધીનાં પુસ્તકો કુમારપાળ દેસાઈ પાસેથી મળે છે. ધર્મદર્શનવિષયક ચિંતનમાંથી કોઈ નવીન અર્થ શોધવો અને તેને વર્તમાન જીવન સાથે ગુંથીને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પ્રગટ કરવા તેવો ઉપક્રમ કુમારપાળ દેસાઈના આ પ્રકારના સાહિત્યમાં જોવા મળે છે. પરિણામે એમના ચિંતનસાહિત્યની • ડીને આંખે વળગે એવી આ વિશેષતા એ આલેખનની પ્રાસાદિકતા અને વર્તમાનને સ્પર્શનારી પ્રાસંગિકતા છે. તેમણે જુદા જુઘ વિષયો પર ૧૪ જેટલાં ચિંતનાત્મક પુસ્તકો આપ્યાં છે. એમાં પણ વિષયોની વિવિધતા જોવા મળે છે. આમાં જુદાં જુદાં નિમિત્તે લખાયેલા પ્રેરક પ્રસંગો અથવા તો કોઈ એકાદ વિષય પરનું સળંગ સૂત્ર ચિંતનાત્મક પુસ્તક મળે છે. એમના “ઝાકળ ભીનાં મોતી’ પુસ્તકમાં ૫૮ જેટલા પ્રેરક પ્રસંગો આલેખાયા છે. આ પ્રસંગોમાં માનવજીવનનાં મંગલતત્ત્વો પ્રગટ કરવાનો લેખકનો આશય છે. પ્રથમ એમાં પ્રસંગઆલેખન થાય છે અને પછી એમાંથી મળતો વિચાર રજૂ કરવામાં આવે છે. આ રીતે પ્રસંગ અને પ્રસંગનો મર્મ એ બંને દર્શાવવાનો આમાં આશય રાખ્યો છે. આ પ૮ પ્રસંગોનાં શીર્ષકો પણું ધ્યાનાર્હ છે; જેમ કે “મરણ છે તો સ્મરણ છે’, ‘માનવીએ ખુદ ઈશ્વરને માયામાં લપેટી દીધો’, ‘આજ ભગવાનને માટે કાલ ભગવાનને માથે’, ‘ધર્મ એ પુણ્યનો વેપાર, પૈસાનો નહીં, ‘એકડે એક અને બગડે તે બે'. કેટલાક પ્રસંગોમાં સ્વયંભૂ ચિંતન છે. જ્યાં કોઈ મહાપુરુષના જીવન પ્રસંગનો આધાર લઈને વિચાર રજૂ થયો નથી, જ્યારે કેટલાક પ્રસંગો એ કોઈ મહાપુરુષના જીવનમાંથી મેળવેલા છે. ચૈતન્ય મહાપ્રભુ. સૂફી સંત બાયજીદ, શેખ ફરીદ, તિબેટી સંત મારોપા, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેના જીવનના પ્રસંગો માં ગૂંથાયા છે. દરેક પ્રસંગના અંતે માનવીના જીવનને અનુલક્ષીને ચિતનની વાત સરસ રીતે મૂકી આપી શ્રી કુમારપાળ દેસાઈ પાસેથી ગંભીર તાત્વિક વિચારણાથી માંડીને પ્રસંગાનુસારી કે શાસ્ત્રીય ચિંતન ચૂ• ત કરતાં ચૌદેક પુસ્તકો પ્રાપ્ત થયાં છે. તેમનું ચિંતન શુષ્ક અને શાસ્ત્રીય ન બની રહેતાં તેની તાજગીપ્રદ રમતિયાળ શૈલીને કારણે આવાધ અને હૃદયંગમ બની શ• યું છે. તેમના જીવનમાં જે સરળતા અને સાહજિકતા છે તે તેમના આ પ્રકારના સાહિત્યમાં પણ દૃષ્ટિગોચર થાય છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ * ચિંતન સાહિત્ય te Page #33 -------------------------------------------------------------------------- ________________ છે. તે તેમનો વિશેષ છે. જેમકે મજનૂની આંખ એ પ્રસંગ સરસ રીતે આલેખ્યો છે જેના અંતે તારવેલું સચોટ તારણ તેમના જ શબ્દોમાં જોઈએ – ઈશ્વરને પામવો હોય તો ભ॰ તનું હૃદય જોઈએ. પરમાત્માને ચાહવો હોય તો એ માટે આત્માનો તલસાટ જોઈએ. મીરાંની આરત વગર કૃષ્ણ દેખાતો નથી. નરસિંહની મસ્તી વગર નંદકિશોર જડતો નથી. અદ્વૈતની ભાવના વિના દ્વૈત મટતું નથી. એકતા વિના પ્રેમ સંભવતો નથી. જ્યાં મજનૂની આંખો છે ત્યાં લયલાનું રૂપ ખડું થાય છે. જ્યાં સાચો પ્રેમ છે ત્યાં પ્રેમનું સૌન્દર્ય નીખરે છે. જ્યાં ખરી ભિ ત છે. ત્યાં ભગવાન પ્રગટ થાય છે.” ઈશ્વર, પરમાત્મા, દ્વૈત-અદ્વૈત, સાચો પ્રેમ – આ બધું જ એક નાનકડા પ્રસંગ દ્વારા લેખકે સરળ ભાષામાં સરસ રીતે સમજાવી આપ્યું છે. પ્રથમ ત્રણ પુસ્તિકારૂપે પ્રકાશિત થયેલું ઝાકળ ભીનાં મોતી’ પુસ્તક એની બીજી આવૃત્તિ વખતે એક જ ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યું. આ જ સંદર્ભમાં તૃષા અને તૃપ્તિ’ નામનું ૪૭ જેટલા પ્રસંગો ધરાવતું પુસ્તક મળે છે. જ્યારે ત્રણ પુસ્તકો સ્વજનોની સ્મૃતિ નિમિત્તે તૈયાર થયાં છે. જીવનનું અમૃત’ એ વિશિષ્ટ ભાત પાડતું પુસ્તક છે. અહીં ખીમસીયા પરિવારની પ્રેરકગાથા આલેખાયેલી છે. ગોવિંદજીભાઈના જીવનમાં જે કારમો આઘાત આવ્યો, યુવાન પુત્રનું અવસાન થયું તે આઘાત જીરવીને તેમણે હિંમતભેર જીવન વ્યતીત કર્યું. જીવનની સૂઝ, જ્ઞાનની દૃષ્ટિ અને ધર્મની સમજને પરિણામે તેઓ આ બધું સહન કરી શ યા. આ પુસ્તકમાં ખીમસીયા પરિવારની વંશાવળી આલેખવામાં આવી છે. વળી જુદાં જુદાં શીર્ષકથી ૨૫ જેટલા ટૂંકા પણ બોધપ્રદ ચિંતનલેખો આપ્યા છે. અંગ્રેજીમાં ૨૬ જેટલા ચિંતનપ્રસંગો સંકલિત કર્યા છે. થોડીક ચિંતનકણિકાઓ જોઈએ : જીવન જીવવા જેવું છે તે સ્વીકારો. જીવન આનંદમય છે તેમ વિચારો, જીવનમાં હતાશ થયા વિના સતત પ્રયત્ન કર્યા કરવો એ મનુષ્યનો ધર્મ છે.’ ચિંતાઓનો શિકાર ન બનશો. જગત છે એટલે ચિંતાઓનાં કારણો તો આવવાનાં જ. એની પ્રતિક્રિયાઓને તમારા મન ઉપર સવાર ન જ થવા દેશો. ઉદારતા લોહીના ભ્રમણને સમતોલ બનાવી. ૨• તકણોમાં વૃદ્ધિ કરે છે!” યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. • યારે મૂંગા ન રહી શકાય તેનો પણ.’ 'Create the kind of self you will be happy to live with all your life." અક્ષરના યાત્રી ro 'Failure doesn't mean you don't have it.... It does mean you have to do something in a different way." “Never use a negative thought in prayer, only positive thoughts get results." આવી ઘણી બધી ચિંતનકણિકાઓ આ પુસ્તકમાંથી સાંપડે છે આ પુસ્તકનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં તેના પ્રારંભે નોંધ કરી છે : આમાં ગુજરાતીની જેમ અંગ્રેજી લખાણો એ માટે આપવામાં આવ્યાં છે કે અત્યારની આપણી વિદેશની • ગતી પેઢી અંગ્રેજી ભાષામાં વિચારોને ઝડપથી આત્મસાત્ કરે છે તેથી એને લક્ષમાં રાખીને આ ચિંતનસામગ્રી કરી છે. શ્રી ચંદ્રકાન્ત ભણસાલીના ૭૧મા વર્ષમાં મંગલપ્રવેશે પ્રગટ થયેલું મહેંક માનવતાની પુસ્તકના આરંભમાં શ્રી ચંદ્રકાન્તભાઈનો પરિચય. તેઓએ જીવનના કપરા દિવસો કેવી રીતે પસાર કર્યા, આગળ આવવા માટે કેવો પુરુષાર્થ કર્યો, તેમણે ‘ફરિંગવ’ અને ‘ફરગેટ’નો ભાવ જીવનમાં કેવી રીતે વણી લીધો હતો આ સઘળી માહિતી સંક્ષેપમાં સચોટ રીતે આલેખાયેલી છે. આ પુસ્તકમાં પણ ગુજરાતી અને અંગ્રેજીના ચિંતનાત્મક પ્રસંગો મૂ• યા છે. એ દરેક પ્રસંગને જુદાં જુદાં આકર્ષક શીર્ષકો આપ્યાં છે. મૃત્યુનું અમૃત અને જીવનનો પ્રકાશ’ એ પુસ્તિકાની વિશેષતા એ છે કે એમાં પૃષ્ઠની જમણી બાજુએ મૃત્યુ વિશેના પ્રસંગો અને ચિંતન છે, તો ડાબે પાને જીવન વિશેની વિચારધારા છે. આ રીતે મૃત્યુ અને જીવન બંનેને સામસામે રાખીને આ પુસ્તિકાની રચના થઈ છે. માનવતાની મહેંક” પુસ્તકમાં ૨૬ જેટલા ચિંતનાત્મક પ્રસંગો મળે છે. ‘મોતીની ખેતી’ના ૧૯ પ્રસંગોમાં જુદા જુદા વિષયો દ્વારા જીવનનો મર્મ સમજાવ્યો છે. ચિત્રકાર, ચોર, શત્રુ, લુહાર, વેપારી વગેરેના જીવનમાં કેવી રીતે બદલાવ આવ્યો. તે ટૂંકા પ્રસંગો દ્વારા તેમણે આલેખ્યું છે. એમાંનાં કેટલાંક વા• યો જોઈએ ઃ રણમાં પીઠ ફેરવે એ વીર નહિ. લીધી પ્રતિજ્ઞા તોડે તે શૂર નહિ. અભિગ્રહ નહિ તોડું.” ધર્મપસાયે રાજાની ઘાત ટળી ! સાચું શરણ ધર્મનું,' ‘અદ્ભુત છે આ રત્નો ! મારે એ સ્વીકાર્ય છે. મને દીક્ષા આપો.' એમના આ નાનકડા ચિંતનના પુસ્તકમાંથી જીવનનો મર્મ સમજાઈ જાય એવી ઘણી ચિંતનકણિકાઓ મૂકી છે. ચિંતન સાહિત્ય ૫૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મગ્રંથો, રામાયણ, મહાભારત જેવા વિષયો ઉપર અખબારોમાં પ્રગટ થયેલા કુમારપાળ દેસાઈના લેખો હજુ ગ્રંથ રૂપે મળ્યા નથી, તે દુ:ખદ બાબત ગણાય. તાજેતરમાં પ્રગટ થયેલું તેમનું ‘ક્ષણનો સાક્ષાત્કાર’ એ પુસ્તક અગાઉના પુસ્તકો કરતાં તદ્દન ભિન્ન પ્રકારનું ચિંતન આપે છે. અહીં વર્તમાનયુગના ચિંતનની વાત છે અને એની વિશેષતા એ છે કે પરંપરાગત ચિતનને બદલે એક જુદા દૃષ્ટિકોણ અને અભિગમથી કરેલું ચિંતન છે. જેમ કે ‘નિષ્ફળતાનો લાભ’ વિશે લેખક કહે છે કે – લેખવું અને ભૂલ પડે ત્યારે રબરથી છેકી નાખવું ! આગળ લખતા જવું અને વળી ખોટું લખાય તો પેન્સિલ • ધી કરી રબરથી છેકીને ફરી લખવાનું ચાલુ રાખવું ! આ કંઈ બાળપણનો જ નહીં, બલકે જિંદગીનો શિરસ્તો છે. જિંદગીમાં કર્મયોગ સાધતી વ્ય િત કર્તવ્યપથ પર આગળ પ્રયાણ કરતી જાય છે અને સાથોસાથ ભૂલ થાય તો તેને સમજી, સ્વીકારી અને તેનું નિવારણ કરીને આગળ વધતી જાય છે. બાળપણમાં જેવું લેખન હતું, જીવનમાં એવું ચલન છે. જીવનમાં સફળતા એને જ મળે છે કે જે પોતાની મર્યાદા, ભૂલો અને ક્ષતિઓને સમજવા પ્રયત્ન કરે છે. પોતાની ભૂલોની ઉપેક્ષા કરનાર કાં તો અહંકારી બને છે અથવા તો અનાચારી થઈ જાય છે. ક્ષતિઓનો સ્વીકાર કરવામાં સમજ અને ખેલદિલી જોઈએ. માનવી એની સફળતા કરતાં નિષ્ફળતામાંથી વધુ શીખે છે. આવી નિષ્ફળતાઓમાંથી શીખનાર જ સફળતાની ટોચે પહોંચે છે.” એ જ રીતે “કંટકને શોધતી આંખ' એ વિશે લેખક કહે છે : ધનથી તમે મોહ પામો છો અને છતાં ફરિયાદ કરો છો કે ધન મને મોહ પમાડે છે. કામિનીની માયામાં તમે લપેટાવ છો અને દોષ એને આપો છો કે એ તમને મોહિત કરે છે. કંચન જોતાં જ તમારા મનમાં સુવર્ણતૃષ્ણા જાગે છે અને પછી દોષ આપો છો તે તૃષ્ણાને. આમ, બીજી વ્ય િતને દોષ આપનાર સ્વયં એ દોષમાં ફસાતો જાય છે.' કર્તાભાવ અને સ્વીકારભાવ અંગે પોતાના વિચારો આલેખતાં લેખક કહે છે. ‘કર્તાભાવ અહંકાર જન્માવે છે. તો સ્વીકારભાવ અહંકારનું નિગરણ કરે છે. કર્તાભાવ જીવન પર બોજ બની જાય છે, જ્યારે સ્વીકારભાવમાં જીવનની સાહજિકતા જળવાઈ રહે છે. આથી વ્યક્તિએ પોતાની જાતને આ વિરાટ વિશ્વના અંશ રૂપે માનવી જોઈએ અને જો એમ માનશે તો ‘આ મેં કર્યું', આ મારા દ્વારા થયું એવી અક્ષરના યાત્રી બોજભરી સ્થિતિમાંથી મુ ત થશે. આપણે એમ માનીએ છીએ કે આ સઘળું હું ચલાવું છું અને તે ચલાવીએ છીએ તેમ માનવામાં આનંદ આવે છે, પણ હકીકતમાં તો એ રીતે અહંકારનું પોષણ થાય છે. ધીરે ધીરે એ ઘટના વીસરાઈ જશે, એ કાર્ય ભુલાઈ જશે, પણ એમાંનો ‘હું વધુ ને વધુ પ્રબળ થતો જશે. આમાંથી મુછ ત થવાનો ઉપાય એ જ છે કે એ જાણી લેવું કે એક વ્યાપક અને વિરાટ વ્યવસ્થાના ભાગ રૂપે આપણે છીએ. એ જ રીતે અવ્યવસ્થાનો અર્થ માં તેઓ લખે છે, ‘અવ્યવસ્થિત વ્યકિત નિષ્ફળતાને નોંતરું દઈને જ બેઠી હોય છે. સમય જતાં આ નિષ્ફળતાઓ એના જીવનમાં થાકે, કંટાળો, કટુતા કે પ્રમાદ લાવે છે. વ્યતિ જે રીતે જીવન જીવતી હોય છે તે રીત કે પદ્ધતિનો એ • યારેય પૂરો વિચાર કરતી નથી. એનું જીવન એ જ ચીલાચાલુ ઢબે કે એ જ પુરાણી રફતારથી ચાલ્યું જાય છે, જુદી જુદી ફાઈલોમાં ગોઠવવાના કાગળોનો ટેબલ પર ખડકલો થઈ જાય છે. અને આ બધી અવ્યવસ્થાનું પરિણામ એ આવે છે કે કોઈ પણ કામને માટે એને ઘણો લાંબો સમય ખર્ચવો પડે છે. અવ્યવસ્થા સાથે અકળામણને ગાઢ સંબંધ છે. અવ્યવસ્થિત માનવી વારંવાર અકળાઈ જતો હોય છે. કારણ કે • યારેક એને જરૂરી કાગળો કે ફાઈલ મળતાં નથી, સમયસર એ પહોંચી શકતો નથી અથવા તો પોતાનું કાર્ય યથાસમયે પૂરું કરી શકતો નથી.’ આ પુસ્તકની વિશેષતા એ છે કે આમાં એક વ્યાપક દૃષ્ટિકોણથી ચિંતનનું આલેખન કરવામાં આવ્યું છે. જુદા જ અભિગમથી થયેલું આ ચિતને ‘ગુજરાત, સમાચારની કૉલમ ‘પારિજાતનો પરિસંવાદમાં પ્રગટ થઈ રહ્યું છે અને તે સારી એવી લોકપ્રિયતા પામ્યું છે. - કુમારપાળ દેસાઈ પાસેથી પ્રેરક-ચિંતનાત્મક સાહિત્ય મળે છે. પણ એ સાથે શાસ્ત્રીય વિચારધારા ધરાવતાં પુસ્તકો પણ સાંપડે છે. એમણે લખેલી ક્ષમાપના' નામની પુસ્તિકામાં ક્ષમાની જૈનદર્શનની વિચારધારા અન્ય ધર્મોની તુલનાત્મકતા સાથે આલેખી છે. ‘ક્ષમાપના” પુસ્તકના આરંભે ક્ષમાની ભાવના દર્શાવતો બ્લોક મૂકીને તેની ગુજરાતીમાં સમજૂતી આપવામાં આવી છે. સંવત્સરીનો મર્મ, દોષદર્શન અને આંતરખોજ, લઘુતામાં પ્રભુતા, ધરતી જેવી ક્ષમા, દ્રવ્ય-ક્ષમાં, આગ સમ ક્રોધ, ભવતાર કે ક્ષમાં, ત્રણ પ્રકારના માનવીઓ, સર્વ ગુણોની ખાણ, કરુણાભીનાં લોચન, ભાવ-ક્ષમાપના – આવાં શીર્ષક અંતર્ગત નાના નાના પ્રસંગો પણ મૂ યા છે. ક્ષમાની ભાવનાના મર્મને માર્મિક પ્રસંગો દ્વારા વધુ આત્મસાત્ કરાવ્યો છે. અત્યંત ચિંતન સાહિત્ય ( ૫૨ પક Page #35 -------------------------------------------------------------------------- ________________ પારિભાષિક વાતને સરળ અને પ્રાસાદિક ભાષામાં આલેખવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે અને એ રીતે જૈન ધર્મના સિદ્ધાંતોને લોકભોગ્ય અને પ્રમાણભૂત રીતે આલેખ્યો છે. આ પુસ્તકની શૈલી વિશેષ ધ્યાન ખેંચે છે. પ્રાચીન ગ્રંથોનાં ઉદ્ધરણો, પ્રેરક પ્રસંગોનું આલેખન ઉપરાંત જુદા જુદા ધર્મોમાં દર્શાવાયેલી ક્ષમાની વિભાવનાની સાથે જૈનદર્શનની આ ભાવનાને યોગ્ય સંદર્ભમાં પ્રસ્તુત કરી છે. લેખકની શૈલી પણ અહીં ખીલી • ઠે છે. જૈન ધર્મના પર્વ પર્યુષણનો અંતિમ દિવસ એ સંવત્સરી દિવસ તરીકે ઓળખાય છે અને ત્યારે પરસ્પરને મિચ્છા મિ દુક્કડમ્ કરવામાં આવે છે. આવી ક્ષમાની વાત કરતાં લેખકે છટાદાર શૈલીમાં કેવું હૃદયસ્પર્શી આલેખન કરે છે તે જોઈએ – “આવા સંવત્સરીના મહામૂલા દિવસે ભવતારિણી ક્ષમારૂ પી સુધાનો ભર્યોભર્યો પ્રેમપ્યાલો પીએ ! વર્ષભરના જાણતાં-અજાણતાં થયેલા વેરવિરોધને પરસ્પર મિથ્યા કરીએ. ભવિષ્ય માટે જાગ્રત થઈએ. થઈ તેવી ભૂલ થવા દઈએ નહીં ! ઉદારતાનો અમૃતપ્યાલો હરહંમેશ દિનરાત પીએ, પિવરાવીએ અને સપ્ત દિનરૂપી સાધનાનદીનો સંગમ સંવત્સરી રૂપી સાગરમાં કરીએ. નવા વર્ષની કુમકુમ પત્રિકાઓ ને લગ્નપત્રિકાઓ તો કંકાવટીના કંકુથી લખાય છે, પણ ક્ષમાપનાની કંકોતરીઓ તો દિલનાં લોહીથી અને હૃદયનાં આંસુથી લખાવી જોઈએ અને તે પણ ખરા દોષીને ! ખરા વેરીને ! ખરા અપરાધીને !'' જગતના પ્રત્યેક ધર્મ અને ભિન્ન ભિન્ન જાતિઓમાં મંત્રસાહિત્ય પ્રાપ્ત થાય છે. જૈન ધર્મના નમસ્કાર મહામંત્ર એ કોઈ વ્ય િવિશેષની ઉપાસનાને બદલે ગુણલક્ષી સાધના છે અને એનું ધ્યેય આત્માની • ચાઈ પામવાનું છે. મોટાભાગની વ્યકિતઓ માત્ર મંત્રનું રટણ કરી જાય છે. પણ એનો ભાવ, એની ભાવના કે એની પાછળના તત્ત્વજ્ઞાનનો એમને ખ્યાલ હોતો નથી. આથી ‘સમરો મંત્ર ભલો નવકાર" પુસ્તકમાં કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના નમસ્કાર મહામંત્રની સરળ અને પ્રવાહી શૈલીમાં સમજ આપી છે. પુસ્તકમાં દસ પ્રકરણ અને અંતમાં પંચ પરમેષ્ઠિ વંદના મૂકવામાં આવી છે. અહીં એક વિશેષતા ધ્યાન ખેંચે તેવી છે અને તે છે શબ્દના મૂળ સુધી જઈને તેના અર્થ સહિતની સમજણ. જેમકે, “અરિહંત' શબ્દ વિશે સમજાવતાં કહ્યું કે “અરિહંત’ શબ્દને અરિહંત' શબ્દનો વિરોધી માનવામાં આવે છે. “અરિહત’ એટલે શત્રુઓથી હણાયેલો અને “અરિહંત' એટલે શત્રુઓને હણનારો. મંગલ' શબ્દનો અર્થ શું ? મંગ’ એટલે ધર્મ અને તેને લાવે તે મંગળ. એવો જ મંગલનો બીજો અર્થ છે – સંસારથી પાર ઉતારે તે મંગલ. એનો ત્રીજો અર્થ છે – જેનાથી શાસ્ત્રો શોભે છે તે. એનો ચોથો અર્થ છે – સંસારથી મુ ત કરાવે તે મંગલ. એનો પાંચમો અર્થ છે – જે સમ્યગુ દર્શન વગેરે દ્વારા મોક્ષમાર્ગ પમાડે તે મંગલ. ‘દીક્ષા’ શબ્દમાં ‘દા’ અને ‘ક્ષિ’ ધાતુ છે, પરંતુ બન્યું એવું કે બંને ધાતુના સ્વરો બદલાઈ ગયા અને એમાંથી દીક્ષા’ શબ્દ બન્યો. “દા’ શબ્દનો અર્થ છે ‘દાન આપવું. ‘ક્ષિ' ધાતુ છે તેનો અર્થ ક્ષય કરવો’ એમ થાય છે. દાન અને ક્ષય આ બંને ક્રિયા જેમાં હોય એ દીક્ષા કહેવાય. આવા નમસ્કાર મહામંત્રમાં આવતા ઘણા બધા શબ્દોનાં મૂળમાં જઈ તેની ધાતુ, વ્યુત્પત્તિ વગેરે સમજાવ્યા છે. વિધિ, ધ્યાન અને રંગ’ નામના દસમા પ્રકરણમાં નમસ્કાર મહામંત્રના શબ્દોની સાથે સાથે કયા રંગનું ધ્યાન ધરવાનું હોય છે, તેનાથી માનવીના ચિત્ત પર કેવી અસર થાય છે તેની સમજ આપવામાં આવી છે. શ્વેત, લાલ, પીળો, નીલો અને કાળો રંગ માણસના જીવન સાથે કેટલી સરસ રીતે વણાયેલો છે તે આ પ્રકરણ વાંચતાં સમજાય છે. જૈન ધર્મના નમસ્કાર મહામંત્રમાં આવતા શબ્દો વિશે સરળ ભાષામાં સમજાવી આપ્યું છે. જેમ લેખકના જીવનમાં સરળતા અને સાહજિકતા છે, તે તેમના લખાણમાં પણ દૃષ્ટિગોચર થાય છે. સાહિત્યકાર, ચિત્રકાર, સંત, સમાજસેવક, ક્રાંતિવીરો, પૌરાણિક પાત્રો, વિચાર કો – આ બધાંના પ્રસંગોનું ચિંતનસભર આલેખન એટલે દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો. વ્ય િત તેનાં કાર્યોથી મહાન હોય છે. અહીં આલેખાયેલા પ્રસંગો સંક્ષિપ્ત પણ હૃદયસ્પર્શી છે. કુમારપાળ દેસાઈની વિશેષતા એ છે કે પ્રસંગને ટૂંકમાં પણ સચોટ રીતે આલેખવો. ગુરુ નાનક, શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી રામદાસ, માઓ-સે-તુંગ, ઈસુ ખ્રિસ્ત, વિન્સ્ટન ચર્ચિલ, ક્રાંતિકારી વોલેર... વગેરે વ્યકિતઓના જીવનના પ્રસંગો આલેખીને અંતે ચિંતન રજૂ કર્યું છે. જેમ કે...., ‘વોત્તેરે પોતાની ડાયરીમાં લખ્યું કે મેં સામે ચાલીને જ આ આપત્તિ • ભી કરી છે. માનવી પહેલાં પ્રસિદ્ધિ શોધે છે ! પછી પ્રસિદ્ધિથી પરેશાન થઈને એકાંત ચાહે છે !' શ્રી રામકૃષ્ણ આપેલું દૃષ્ટાંત જોઈએ, જુઓ, સમડીઓ આકાશમાં બહુ • ચે અક્ષરના યાત્રી ચિંતન સાહિત્ય Page #36 -------------------------------------------------------------------------- ________________ C/. Kei Ek7g/ for &ા શુદ્ધ હવામાં • ડતી હોય છે પણ તેની સાથે જ તેની નજર નીચે પડેલા મરેલા પ્રાણીનાં માંસ તથા હાડકાં પર જ રહે છે. આ રીતે વૈરાગ્ય અને જ્ઞાનની વાતો જાણવી કે કહેવી સરળ છે, પણ આચરવી કઠણ છે.” પાયાની વાતમાં અંતે, “જો વ્ય િત જાગ્રત હશે તો પાપકર્મ થશે જ નહીં. પછી પાપો ધોવાનો સવાલ • યાંથી પેદા થાય ?” ઇનામ શાનું ? પ્રસંગમાં અંતે સરસ શીખ છે, “અરે અમીર, આ તો મારું કામ હતું. એમાં ઇનામ શાનું ? બીજા આદમીને આપત્તિ વખતે મદદ કરવી એ હરેક ઇન્સાનની ફરજ છે. મેં મારી ફરજ બજાવી છે. એથી વિશેષ કશું કહ્યું નથી.' ‘દૃષ્ટિ તેવી સૃષ્ટિમાં પણ સ્વામી રામદાસની વાત સરસ રીતે આલેખી છે. રામે કહ્યું, હનુમાનરામદાસજી સાચા છે. એ વખતે અશોકવાટિકામાં પુષ્પો તો સફેદ જ હતાં, પરંતુ તમે પારાવાર ક્રોધમાં હતા. તમારી આંખો લાલ થઈ ગઈ હતી. માટે તમને એ પુષ્પ લાલ દેખાયાં હતાં !? આવા અનેક દુઃખના ચિંતનપ્રસંગો અહીં છે અને તે સાચા અર્થમાં દુઃખની પાનખરમાં આનંદના ટહુકાથી ભર્યા ભર્યા છે. હર્ષદભાઈ અને મીનાબહેનની પ્રથમ પુણ્યતિથિએ તેમને અપાયેલી શ્રદ્ધાંજલિ. મૃત્યુનું સ્વરૂપ, મૃત્યુમહોત્સવ, મૃત્યુનું પ્રભાત, મૃત્યુંજયી, મૃત્યુમાં જીત, મૃત્યુ એ કલ્યાણ એવાં શીર્ષકથી ચિતનો ‘શ્રદ્ધાંજલિ”માં આલેખાયેલા છે. આ રીતે કુમારપાળ દેસાઈના આ પ્રકારના સાહિત્યમાં પ્રસન્ન આલેખનનો વિશેષ મહિમા જોવા મળે છે. જો કે એની સાથોસાથ “ક્ષણનો સાક્ષાત્કાર' જેવાં પુસ્તકોમાં આગવું ચિંતન અને ક્ષમાપનામાં મૌલિક વિચારધારા જોવા મળે છે, તે એમનું નોંધપાત્ર પ્રદાન ગણી શકાય. બાળસાહિત્ય છે મૉTirl Hini નાની ન + માં કે નક્ષના યાત્રી Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી કુમારપાળ દેસાઈનાં બાળસાહિત્યનાં પુસ્તકોની તરી આવતી વિશિષ્ટતા એ એમની ટૂંકાં ટૂંકાં વા• યોવાળી છટાદાર શૈલી છે. બાળકોને વાર્તાના સપ્રવાહમાં ખેંચી જવાની એમની પાસે અનોખી કુશળતા છે. એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો જોતાં એક બીજી લાક્ષણિકતા પણ દેખાઈ આવે છે. કાલ્પનિક પાત્રોની તરંગલીલા કે પરી કથાઓની સૃષ્ટિને બદલે તે ધરતીના નક્કર પાત્રને પોતાનો વિષય બનાવે છે. આવા વાસ્તવિક વિષયને લઈને રસપ્રદ કથાની રચના કરવી એ કોઈ પણ સર્જકને માટે પડકારરૂપ બને છે. એમનાં પુસ્તકોમાં માનવીય ખમીરનો ધબકાર અનુભવાય છે. પુસ્તકમાં જે હકીકતોનું બયાન કરે છે એની તેમને પૂરેપૂરી ચકાસણી કરે છે. મોટે ભાગે તો એનું ચિત્ર આપીને વાસ્તવિકતા તાદૃશ કરે છે. ધીરજલાલ ગજ્જર 8 ગુજરાતી બાળસાહિત્યના ક્ષેત્રે સર્જક “જયભિખ્ખું આગવી પરંપરાના ધારક છે. જે સમયે કલ્પિત પાત્રોની કથાઓનું વર્ચસ્વ હતું, ત્યારે એમણે પૌરાણિક કથાઓ અને સત્યપ્રસંગોનું બાળસાહિત્યમાં આલેખન કર્યું. એ જ વાસ્તવ-દૃષ્ટિની પરંપરા ડૉ. કુમારપાળ દેસાઈમાં આગળ ચાલે છે અને બાળસાહિત્યનું સર્જન કરે છે. બાળકોને પરીકથાઓ અને કલ્પિત લોકપાત્રોમાંથી બહાર લાવીને એમણે વાસ્તવજીવનનો સ્પર્શ કરાવતી બાળસૃષ્ટિ આપી. કુમારપાળ દેસાઈના બાળસાહિત્યની વિશેષતા એ છે કે એમાં એમણે જે સત્ય ઘટનાઓનું આલેખન કર્યું છે, એની પાછળ એમણે ઘણું સંશોધન કર્યું છે. કુમારપાળ દેસાઈમાં નાનપણથી જ કંઈક જાણવાની જિજ્ઞાસા પડેલી હતી. અગિયારમા વર્ષે એમણે બાળવાર્તા લખવાનો પ્રારંભ કર્યો. બાળક વાર્તા લખી લખીને પણ કેવી લખે ! અગિયારમા વર્ષના વિદ્યાર્થીએ અનામી શહીદની કથા લખી. તેમાં દેશદાઝ નીતરતી હતી. વાર્તા ‘ઝગમગ'માં મોકલી આપી. એ વાર્તા ખૂબ વખણાઈ અને થોડા જ સમયમાં કુમારપાળ દેસાઈની એ સમયના અત્યંત પ્રસિદ્ધ ‘ઝગમગ' બાળસાપ્તાહિકમાં “ઝગમગતું જગત’ એ નામથી, નિયમિત કૉલમ શરૂ થઈ. - કુમારપાળ દેસાઈના સાહિત્યલેખનનો પ્રારંભ બાળસાહિત્યથી થયો. પોતાની લેખન-કારકિર્દીના પ્રારંભિક બે દાયકામાં એમણે મુખ્યત્વે સત્ત્વશીલ બાળસાહિત્યનું સર્જન કર્યું. એમના બાળસાહિત્યના સર્જન પાછળ એક મહત્ત્વની બાબત એ છે કે એમના સર્જનની પાછળ કોઈ નિશ્ચિત પ્રેરણા રહેલી હોય છે. આથી જ સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો બાળસાહિત્યનાં ૨૦ જેટલાં પુસ્તકો તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. છેક ૧૯૬૫થી ૧૯૯૩ સુધી બાળસાહિત્યનું સર્જન કર્યું અને આ સર્જનોને ખ્યાતિ તથા પારિતોષિક મળ્યાં હોવા છતાં આટલાં જૂજ પુસ્તકો કેમ લખાયાં હશે ? એ બાળસાહિત્ય Page #38 -------------------------------------------------------------------------- ________________ સમયે સર્જકો જથ્થાબંધ અને વિપુલ બાળસાહિત્યનું સાહિત્યસર્જન કરતાં. તે સમયે થોકબંધ બાળસાહિત્ય રચવાને બદલે લાંબા વિચાર બાદ સંશોધન કરીને સર્જન કરતા હતા. એમની પાસેથી ચરિત્ર. વાર્તા, કહેવત, પ્રસંગકથા, ગ્રામજીવનમાં બોલાતાં ઓઠાં – આમ અનેક જુદાં જુદાં સ્વરૂપોનાં પુસ્તકો મળે છે. બાળસાહિત્યનાં લેખન ઉપરાંત એના વિવેચનમાં પણ કુમારપાળ દેસાઈએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને ખાસ કરીને બાળસાહિત્યના કેટલાક સુંદર પરિસંવાદોનું આયોજન કર્યું છે. જેમ કે, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે ૧૯૮૩ની ૨૫મી અને ૨૬મી જૂને એક પરિસંવાદ યોજ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે પ્રથમ વાર બાળસાહિત્ય વિશેનો પરિસંવાદ યોજાયો અને એમાં ચંદ્રવદન મહેતા, મોહનભાઈ પટેલ, પિનાકિન ઠાકોર, બકુલ ત્રિપાઠી, મૂળશંકર મો. ભટ્ટ, મધુસૂદન પારેખ, ચંદ્ર ત્રિવેદી, ‘ચકોર’, હરીશ નાયક. યશવંત મહેતા, વિમુબહેન બધેકા જેવી આ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન કરનારી વ્ય િતઓએ વ-તવ્ય આપ્યાં હતાં, જે વ તવ્યો બાળસાહિત્ય સંગોષ્ઠિ’ નામે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગ્રંથાકારે પ્રગટ થયાં. બાળસાહિત્ય અકાદમીની પ્રવૃત્તિમાં પણ કુમારપાળ દેસાઈએ જીવંત અને સક્રિય રસ દાખવ્યો છે. એટલું જ નહિ, પણ કેટલીક સ્કૂલોમાં બાળવાર્તાકથન માટે તેઓ પોતે ગયા છે. કુમારપાળ દેસાઈના બાળસાહિત્યમાં નાનાં બાળકોએ કરેલાં પરાક્રમો, પ્રેરણાદાયી ચરિત્રો, પૌરાણિક કથાઓ અને પશુપક્ષીની સૃષ્ટિની વાત મળે છે. એમની કૃતિ હૈયું નાનું, હિંમત મોટી’, ઝબક દીવડી’. ‘મોતને હાથતાળી” અને નાની ઉંમર, મોટું કામ'નો વિચાર કરીએ તો એની પાછળ લેખકનો એક અનુભવ રહેલો છે. બાળકો સાથે વાર્તાકથન કરતી વખતે એમણે એવું અનુભવ્યું કે આ બાળકોને સાહસ અને પરાક્રમની વાત કરીએ, પણ એમની પાસે ન તો રાણા પ્રતાપ જેવો અશ્વ છે કે ન તો છત્રપતિ શિવાજી જેવું બખ્તર. બાળકોને તેઓ કરી શકે એવાં પરાક્રમો કહીએ તો ? એવાં સાહસ-પરાક્રમ સાથે બાળક સ્વયં તાદાત્મ્ય સાધી શકે છે. પોતે પણ આ કરી શકશે’ એવો આત્મવિશ્વાસ એનામાં જાગ્રત થાય છે. એને પરિણામે ‘હૈયું નાનું. હિંમત મોટી’, ‘ઝબક દીવડી’, ‘મોતને હાથતાળી’, ‘નાની ઉંમર, મોટું કામ’ એવાં ચાર પુસ્તકોની રચના કરી. હૈયું નાનું. હિંમત મોટી'ની સત્ય ઘટનાઓમાં નાનાં બાળકોએ દેશને માટે દાખવેલી વીરતાનો પરિચય મળે છે. અંગ્રેજ અમલદારનો હિંદી મજૂરો પરનો જુલમ અક્ષરના યાત્રી. ૬૦ 31 કેવો હતો તે વાંચવા માટે નાટક કરીએ’ એ પ્રસંગ વાંચવો જ રહ્યો. રંગમંચ પર આ જુલમ નિહાળીને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મોજડી ફેંકે છે. નાટક કરનારાં બાળકોને નાટ્યપ્રસ્તુતિનો સંતોષ મળે છે. એથીય વધુ અંગ્રેજ નીલસાહેબના જુલમ સામે વિરોધ જાગે છે. હિંદુસ્તાનની બેટી’ વાર્તામાં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે વીરતા દાખવનારી નાનાસાહેબ પેશ્વાની પુત્રી મેનાના બલિદાનની કથા છે. જે પ્રેરણાદાયી ખૂન આપો. આઝાદી મેળવો’માં બાર વર્ષના બાળકની દેશભિ ત કેવી છે તે આલેખાઈ છે. એ પ્રસંગ જાણ્યા બાદ નેતાજી સુભાષચંદ્ર બોઝ કહે છે. જે દેશમાં આવાં સરફરોશ બાળકો છે, તે ભારતને હવે દુનિયાની કોઈ પણ તાકાત ગુલામ રાખી શકશે નહીં.’ નાનાં બાળકોનું હૈયું ભલે નાનું છે, પણ એમનામાં કેટલી વિરાટ હિંમત હોય છે તે સમજાવતું આ પુસ્તક દેશભિ તની ભાવના જગાવે છે. નાની છોકરીઓ અને યુવતીઓએ દાખવેલા હિંમત અને સાહસની વાર્તાઓ એટલે ‘ઝબક દીવડી”. અહીં આઠ વર્ષથી વીસ વર્ષની વયની છોકરીઓએ જે બહાદુરી બતાવી છે તેની સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ છે. લૂંટારાઓથી કેવી રીતે પોતાના ચૂલી ગામને ૧૪ વર્ષની ઝબકે બચાવ્યું તેની વાત ‘ઝબક દીવડી’ નામની વાર્તામાં જોવા મળે છે. સ્કૂલમાંથી બાળકોને ઉપાડી જનારના હાથમાંથી સ્વીટીએ બાળકોને કેવી રીતે છોડાવ્યાં તે જાણવું હોય તો બીએ એ બીજા’ એ વાર્તા વાંચવી જ રહી. માતાને મોતના મુખમાંથી બચાવનાર ત્રણ વર્ષની બાળકી પ્રજ્ઞા માટે માતા ગૌરવભેર કહે છે. ‘આ નાનકડી બાળકીએ તો મારું જીવન ઉજાળ્યું છે, મને નવજીવન આપ્યું છે.’ થીરુવામ્બાડી ગામની સત્યઘટના એટલે મોતને હાથતાળી”. રાજુ અજગરના ભરડામાંથી છૂટવા માટે ઝઝૂમે છે તેની આ કથા છે. ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ એ કહેવતને રાજુએ સાર્થક કરી છે. રાજુ હિંમત હાર્યા વિના સતત ઝઝૂમતો રહીને અંતે અજગરના ભરડામાંથી છૂટી ગયો. મોતના મુખમાંથી નારાયણપ્રસાદ દાસે બાળકોને બચાવ્યાં તે ન નમે તે નારાયણ'માં વર્ણવાયું છે. મોત સામે વિજય મેળવવો અને તે પણ હસતા મુખે. આનંદી અશોક વાર્તામાં અશોકે આ કાર્ય કેવી રીતે કર્યું તે આલેખાયું છે. બે ભાઈઓના કુટુંબની વાત એટલે ‘હૈયાંનાં હેત’. નાનાં બાળકોની આ સ્નેહકથા કૌટુંબિક કલહને દૂર કરે છે. આ બધા પ્રસંગો સત્ય ધટના પર આધારિત છે. ‘મોતને હાથતાળી’ પુસ્તકને ઓગણીસમી બાળસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધામાં બાળસાહિત્ય ૬૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ એક હજાર રૂપિયાનું પારિતોષિક મળેલું. આ સાહિત્યસ્પર્ધા ભારતભરના તમામ લેખકો માટે યોજાયેલી હતી. આ સ્પર્ધામાં દસ ભાષાના લેખકોને પારિતોષિક મળ્યાં, એમાં ગુજરાતી ભાષામાં પારિતોષિક મેળવનાર શ્રી કુમારપાળ દેસાઈ એકમાત્ર હતા. આ પારિતોષિકે સંદર્ભે ઈ. સ. ૧૯૭૮માં આકાશવાણી અમદાવાદ પરથી તેમની મુલાકાત પ્રસારિત થઈ હતી. તેનો એક અંશ જોઈએ, પ્રશ્ન : તમે અખબારો અને સામયિકોમાં ઘણું લખો છે, પરંતુ એના પ્રમાણમાં જૂજ પુસ્તકો પ્રગટ કર્યો છે, તેનું કારણ શું ?” જવાબ : હું પુસ્તક લખવા બેસતો નથી, પરંતુ કોઈ વિચાર જાગતાં જ આપોઆપ લખાઈ જાય છે. વળી એમ માનું છું કે જે લખાણોમાં લાંબો સમય ટકે એવી મૂલ્યવત્તા અને ગુણવત્તા હોય તેવું જ લખાણ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવું જોઈએ, આથી જ છેલ્લાં બારેક વર્ષથી વિવિધ અખબારો અને સામયિકોમાં લેખો લખું છું પણ હજી બાર પુસ્તકો પણ મેં લખ્યાં નથી.' ચાર વર્ષથી ચૌદ વર્ષનાં બાળકોની સાહસ કથાઓ એટલે “નાની ઉંમર, મોટું કામ’. આ પુસ્તિકાની વાર્તાઓ એના શીર્ષકને બરાબર સાર્થક કરે છે. ચાર વર્ષનો બાળક ગાંગટે દોઢ વર્ષના બાળક ચોચને કેવી રીતે બચાવે છે તેની સાહસવાર્તા છે. લાલા ગાંગટેની વીરતાને શાબાશી આપતાં તે વખતના ભારતના વડાપ્રધાને કહ્યું. આવાં સમજદાર અને હિંમતવાન બાળકો જ દેશનું સાચું ધન છે.' ‘નાની ઉંમર, મોટું કામ' નામની વાર્તામાં નવ વર્ષના નવીનચંદ્ર ઘોષે આખા ગામને ડાકુઓના પંજામાંથી કેવી રીતે છોડાવ્યું તેની કથા છે, તો ડરવું અને મરવું સરખું' નામની નવ વર્ષના મુકેશની સાહસ કથા અચરજ પમાડે તેવી છે. બાબુ પૂનાએ મોતના મુખમાંથી મહી નદીના પુરમાં ફસાયેલાને કેવી સરસ રીતે બચાવ્યાં તેની સત્યકથા “માનવતાનો સાદ' નામે આલેખાઈ છે. આ બધી સત્ય ઘટના હોઈ અસર કારક બની રહે છે. તેમાંના લાલા ગાંગટને અને નવીનચંદ્ર ધોષને તો ભારત સરકાર તરફથી પ્રજાસત્તાક દિને ‘વીર બાળકના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. આ પુસ્તકને ભારત સરકારનું પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું અને ૧૯૭૮ના વર્ષમાં બાળસાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક તરીકે જાહેર કરવામાં આવ્યું. એન.સી.ઈ.આર.ટી.ના ઉપક્રમે દિલડીમાં બાળસાહિત્ય વિશેનો પરિસંવાદ થયો હતો. તેમાં શ્રી કુમારપાળ દેસાઈને આમંત્રણ મળતાં તેમણે ગુજરાતી બાળસાહિત્યની વિશેષતાથી બધાને માહિતગાર કર્યા હતા. બાળસાહસ શ્રેણીની આ ચાર પુસ્તિકાઓમાં વર્તમાન સમયનાં બાળકોની સત્યઘટનાઓ છે, તો કેડે કટારી ખભે ઢાલ'માં કરછની પ્રેરણાદાયી ઇતિહાસકથાઓ છે. સામાન્ય રીતે એવું મનાય છે કે, વ્ય િતને રાજ્ય દેશનિકાલ આપે. તો તે દેશદ્રોહી બને છે, પરંતુ કચ્છના ઇતિહાસમાં એવી ઘણી કથાઓ છે કે રાજ્ય દેશનિકાલ કર્યો હોય, તેમ છતાં પણ પોતાની ભૂમિને કાજે - વિદેશી આક્રમણખોરો સામે એકલા લડ્યા હોય. કુમારપાળ દેસાઈએ બાળપણમાં સોનગઢમાં કચ્છના મેઘાણી' એવા દુલેરાય કારાણી પાસેથી આવી કચ્છની કથાઓ સાંભળી હતી. તેના સંસ્કારોના પરિણામે કચ્છના ઇતિહાસમાં રસ જાગ્યો અને એના ફળસ્વરૂપે કેડે કટારી, ખભે ઢાલ’ પુસ્તક સર્જાયું. કચ્છના લોકોનાં ખમીર, આત્મસન્માન અને દેશ માટે મરી ફીટવાની તમન્ના – આ બધાં વિશે જાણવું હોય તો ‘કેડે કટારી, ખભે ઢાલ'ની વાર્તાઓ વાંચવી જ પડે. જનતા અને જનેતા’ હોય કે ‘દોસ્તીના દાવે' હોય, “વીરપુત્ર વીંઝાર' હોય કે ‘ત્યાગની ત્રણ મૂર્તિઓ' હોય - આ બધી કથાઓ કચ્છપ્રદેશનાં ખમીર અને શૌર્યને જીવંત કરે છે. એની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ, ‘સૌરાષ્ટ્રની ધરતીની વીરતાની વાતો સરળ, રોચક અને જનસમૂહને સ્પર્શી તેવી શૈલીમાં અનેક લેખકોને હાથે લખાયેલી છે. પણ સામાન્ય રીતે આજ સુધી બહુધા ઉપેક્ષા પામેલા કચ્છના ઇતિહાસની વીરતાની વાતો આવી શૈલીમાં લખાયેલી નથી. આવી કથાઓ બાળકો, યુવાનો અને પ્રૌઢોને કચ્છી સંસ્કૃતિનાં ખમીર અને વીરતાનો યત્કિંચિત્ ખ્યાલ આપશે. વળી કચ્છ દેશની વીરગાથાઓ ગાવાનો અહીં એકમાત્ર ઉદ્દેશ નથી. પરંતુ એ દ્વારા આ મહાન વિશાળ દેશના અંગભૂત નાના પ્રદેશોમાં આતિથ્ય અને આત્મસમર્પણનું જે ભારતીય ખમીર • છળે છે તેનું નિદર્શન કરાવવાનો મુખ્ય આશય છે. એ રીતે આ ભારતીય ગાથાઓ લખાઈ છે. આ ગાથાઓ દેશ તરફ ભ િત, સિદ્ધાંત માટે રનેહ અને નેકટેક કાજે જાનફેસાનીની ભાવના જગાડશે તો હું મારી કલમને ધન્ય માનીશ, આ પુસ્તકને પણ ભારત સરકારની પંદરમી બાળસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધાનું એક હજાર રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયેલું. આ સ્પર્ધામાં ભારતની તમામ ભાષાઓમાં કુલ તેર લેખકોને પારિતોષિક મળેલાં તેમાં શ્રી કુમારપાળ દેસાઈને પણ આ પારિતોષિક મળેલું. તેમના પિતાશ્રીના અવસાન બાદ એક વર્ષે તેમને આ પારિતોષિક મળ્યું. અમદાવાદના ઝાલાવાડ જૈન મંડળ તરફથી ચાંદીનું કાસ્કેટ અને અભિનંદન ન કરવા બાસા Page #40 -------------------------------------------------------------------------- ________________ પત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સન્માનપત્રમાં એમની સફળતાઓ વિશે લખ્યું છે – “તમારી વિદ્યોપાસના, આવા બહુમાન દ્વારા ગુજરાત અને ગુજરાતી સાહિત્ય બંને ગૌરવશાળી બન્યાં છે એમ અમે માનીએ છીએ. • ગતી કારકિર્દીમાં જ આવું વિરલ બહુમાન પ્રાપ્ત કરવા બદલ તમને હાર્દિક અભિનંદન આપીએ છીએ. સાહિત્યસર્જન ક્ષેત્રે તેમને મળવા લાગેલી આવી સફળતા અને લોકપ્રિયતાથી એમ લાગે છે કે તમે તમારા પિતાશ્રી અને ગુજરાતના ખ્યાતનામ લેખક સ્વ. જયભિખુના સુયોગ્ય પુત્ર તરીકે તેઓની સાહિત્યસર્જનની પ્રવૃત્તિનું સાતત્ય જાળવ્યું છે. એમના વિદ્યાવારસાને દીપાવી જાણ્યો છે. શ્રી જયભિખ્ખના સ્વર્ગવાસ બાદ તેઓની ખૂબ લોકપ્રિય બનેલી ઈંટ અને ઇમારત' જેવી લેખમાળા તમે સફળતાપૂર્વક ચાલુ રાખી શ• યા છો, એ ઉપરથી પણ તમારી વિદ્યાપ્રીતિ અને સર્જકશ િતનો ખ્યાલ આવી શકે છે. તમારી આવી સફળતા માટે અમે તમને ફરી ફરી અભિનંદન આપીએ છીએ.” કેડે કટારી, ખભે ઢાલ એ પુસ્તક વાંચીને ગુજરાતના શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ શ્રી કુમારપાળ દેસાઈના પિતાશ્રી જ્યભિખુને પત્ર લખ્યો : કુમારપાળનું કેડે કટારી, ખભે ઢાલ' નામનું પુસ્તક મળ્યું. વાંચતાં લાગ્યું કે કુમારપાળ પણ તમને ઠીક ઠીક પહોંચી રહ્યો છે. તેને મારા અભિનંદન પાઠવશો.” કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિને તેમણે પ્રસંગો દ્વારા જાણે કે જીવંત બનાવી દીધાં છે. લેખનકાર્યનો પ્રારંભકાળે (૧૯૬૫) કુમારપાળ દેસાઈએ લખેલા વતન, તારાં રતનમાં આઠ ચરિત્રો આલેખ્યાં છે. દેશની આઝાદીમાં ભાગ લેવાનો હોય કે સચ્ચાઈને વળગી રહેવાનું હોય. સ્વાવલંબનની વાત હોય કે કુરબાનીની વાત હોય - એ માટે પણ વેતનનાં જે રતન હોય તેના વિશે જાણવું જ પડે. લાલબહાદુર શાસ્ત્રી, યશવંતરાવ ચવાણ, લોકમાન્ય ટિળક, દાદાભાઈ નવરોજી, લાલા લજપતરાય, સ્વામી વિવેકાનંદ, ચંદ્રશેખર આઝાદ અને ૫. વિષ્ણુ દિગંબર જેવી મહાન વ્યતિઓ વિશેના પ્રસંગો વતન, તારાં રતનમાં છે. આ બધી જ વ્ય િતઓને તેમણે કરેલાં કાર્ય અને સિદ્ધિ માટે હંમેશાં આપણે યાદ કરીએ છીએ. બાલ્યાવસ્થાથી જ સત્યવચનના આગ્રહી અને કર્મના પાઠ શીખેલા છે અને એ વાતોને એમણે જીવનમાં ઉતારી પણ છે. એ અર્થમાં આ બધાં ‘વતનનાં રતન’ છે. દેશના આજના અને ગઈ કાલના દેશભ• તોની આ કથાઓના પુસ્તકનું અર્પણ લેખકનો રાષ્ટ્રપ્રેમ દર્શાવે છે. આ પુસ્તક અર્પણ કરતાં તેઓ લખે છે – અક્ષરના યાત્રી ભારતને સૈકાઓ બાદ શાંતિ અને યુદ્ધ – બંનેમાં અગ્રેસર - સાબિત કરનાર દેશના વીર જવાનોને ! દેશના કાબેલ કર્ણધારોને ! - કુમાર ૧૯૭૧માં અમદાવાદમાં કોમી રમખાણ થયાં, એ સમયે ‘બિરાદરી’નું સર્જન થયું. પણ એની પાછળનો ઉદ્દેશ માત્ર હિંદુ અને મુસલમાન વચ્ચે ભાઈચારો દર્શાવવાનો નહોતો. શીખ અને સિધી કોમના ભાઈચારાની વાત કરવાની હતી. આમાં હિન્દુ વણ કારો પર નખાયેલા વેરાને માટે સૂબાની સેનાનો સામનો કરનાર શેખ અબુબકરની કથા મળે છે. શહીદ અશફાક અલ્લાહખાં અને રામપ્રસાદ બિસ્મિલ બંને પરમ મિત્રો અને બંને આઝાદી માટે પ્રાણ અર્પે છે. ભારતના ઇતિહાસમાં હિન્દુ અને મુસલમાન બંનેએ એકસાથે બલિદાન આપ્યું હોય તેવી કદાચ એકમાત્ર વસંત-રજબની ધટનાની કથા અહીં આલેખાઈ છે. ગુરુ નાનક જેવા ધર્મસ્થાપકની ધર્મોની એકતા દર્શાવતી કથા છે, જયસિંહ સિદ્ધરાજ અને હમ્મીરદેવની ઐતિહાસિક કથામાં ભાઈચારાનો સંદેશ છે. આ પુસ્તકને નવશિક્ષિતો માટેની ભારત સરકારની સોળમી સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું ઇનામ મળ્યું હતું. કુમારપાળ દેસાઈ ‘ગુજરાત સમાચાર” દૈનિકના કૉલમલેખક છે અને તે વખતે ગુજરાત સમાચારમાં તેમના વિશે લખાયું : ‘ગુજરાત સમાચારની લોકપ્રિય કૉલમ ‘ઈટ અને ઇમારત” તેમજ “ગુજરાત સમાચાર’ અને ‘ઝગમગ'માં રમતવિભાગના સંપાદકશ્રી કુમારપાળ દેસાઈને એમના પુસ્તક ‘બિરાદરી’ માટે એક હજાર રૂપિયાનું પારિતોષક એનાયત થયું છે. સોળમી નવશિક્ષિતો માટેની સાહિત્યસ્પર્ધામાં ઇનામ મેળવનારા તેઓ એક જ ગુજરાતી લેખક છે. પિતા દ્વારા ગળથૂથીમાં જ સાહિત્યસંસ્કારનું સિંચન પ્રાપ્ત કરીને યુવાન વયે જ શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન હાંસલ કરવામાં કામયાબ નીવડયા છે. આ અગાઉનાં એમનાં ત્રણે પુસ્તકોને રાજ્ય કે ભારત સરકારનાં પારિતોષિક મળ્યાં છે. પ્રત્યેક પુસ્તકને પારિતોષિક મળવાં, તે જ હકીકત એમની લેખનશૈલીનું સામર્થ્ય બતાવે છે. તેજવી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા શ્રી કુમારપાળ દેસાઈ અત્રેની નવગુજરાત કૉલેજ, સ્કૂલ ઑફ જર્નાલિઝમ અને ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કેન્દ્રમાં બાળસાહિત્ય ૬૪ Page #41 -------------------------------------------------------------------------- ________________ અધ્યાપક તરીકે કામગીરી બજાવે છે. વળી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટના મંત્રી તરીકે દોઢ જ વર્ષમાં આઠ પુસ્તકો પ્રગટ કરીને જયભિખ્ખુના સાહિત્યને જીવંત રાખવા સફળ પ્રયત્ન કર્યો છે. ‘ગુજરાત સમાચાર’ પરિવાર આ યુવાન લેખકની શિ ત માટે ગૌરવ અનુભવે છે ને આવી સિદ્ધિ બદલ અભિનંદન આપે છે.” કચ્છના ઇતિહાસની વિસ્તૃત કથાઓનું આલેખન ‘કેડે કટારી ખભે ઢાલ’માં મળે છે, તો ગુજરાતના બિરબલ એવા દામોદર મહેતાની બુદ્ધિચાતુર્યની કથાઓ ‘ડાહ્યો ડામરો’ પુસ્તકમાં આલેખાઈ છે. બિરબલની ચતુરાઈની કથાઓ સર્વત્ર જાણીતી છે. પણ ગુજરાત પણ ચતુર નરની ભૂમિ છે. આવા ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકીયુગમાં થયેલા દામોદર મહેતાના પ્રસંગો અહીં વણી લીધા છે. આ દામોદર મહેતા પરથી ગુજરાતી ભાષામાં ડાહ્યોડમરો’ઉતિ પ્રચલિત બની. આ ડાહ્યોડમરોની કેટલીક વાસ્તવિક અને કેટલીક કાલ્પનિક કથાઓ લઈને આ પુસ્તકની રચના કરી. ગમ્મત સાથે જ્ઞાનની વાતો પીરસતી ૧૬ ચાતુર્ય-કથાઓમાં દામોદર મહેતાનું લહેરી. ત્યાગી અને દેશાભિમાની વ્ય॰િ તત્વ પ્રગટ થાય છે. ગુજરાતના વિમલમંત્રી જેવા યોદ્ધાઓએ શસ્ત્રથી રણ ખેલ્યું હતું. દાદર મહેતાએ મા ગુર્જરીની સેવા ખાતર પોતાની બુદ્ધિશ॰િ ત અને બુદ્ધિચાતુર્યથી નિઃશસ્ત્ર રહીને ભલભલાને હરાવ્યા હતા. આ કથાઓનું ગુજરાતી વાતાવરણ વાચકને સ્પર્શી જાય છે. ‘સાચના સિપાહી’ પુસ્તિકામાં ચાર વાર્તાઓ છે. સેવાની વાત આવે એટલે ઠક્કરબાપા યાદ આવે. ઠક્કરબાપાએ સેવાનાં કેવાં કેવાં સરસ કામો કર્યાં છે તે જાણવું હોય તો ‘સેવામાં ભગવાન' વાર્તા વાંચવી જ પડે. ભીલોને સુધારવાનું કામ હોય કે પંચમહાલમાં દુકાળ પડ્યો હોય, રોગીની સેવા કરવાની હોય તો ઠક્કરબાપા હાજર. જીવનની પાછલી અવસ્થામાં પણ તેઓ કાર્યરત રહ્યા હતા. રાજપુરુષ પુરુષોત્તમ ટંડનને મન સિદ્ધાંત અને સત્યની મહત્તા કેટલી મોટી હતી તે રેલની ટિકિટ” પ્રસંગમાં વર્ણવાયું છે. જે જમાનામાં સ્ત્રીઓ પર શારીરિક જુલમ ગુજારવામાં આવતો હતો, તે સમયમાં મોતીભાઈ અમીને કેવું સુંદર કાર્ય કર્યું તે વાત જ્ઞાનની પરબ”માં વાંચવા મળે. તેમણે ગામડે ગામડે પુસ્તકાલયો ખોલાવ્યાં હતાં. પરિણામે તેમને પુસ્તકાલય-પ્રવૃત્તિના પિતામહ'નું બિરુદ મળેલું. તેમણે સમાજસુધારાની પ્રવૃત્તિ પણ કરી હતી તથા બાળકોનાં શિક્ષણમાં પણ રસ લેતા. બાબરદેવાના બહારવટાની વાત, પાટણવાડિયા કોમની વાત અને રવિશંકર મહારાજના પ્રભાવની વાત ‘અસહકારનું બહારવટું'માં વર્ણવાઈ છે. ગામડાંની પ્રજાને હૈડિયાવેરોમાંથી કેવી અમરના યાત્રી ૬૬ 34 રીતે મુતિ મળે તે માટેના પાઠ વલ્લભભાઈ પટેલે શિખવાડ્યા. આ બધી વ્ય િતઓ સત્યને વળગી રહેનારી હતી અને તેના તેઓ સત્યના સિપાહી હતા. પરિણામે ‘સાચના સિપાહી’ શીર્ષક માર્મિક લાગે છે. કુમારપાળ દેસાઈનાં મોતીની માળા’ અને વહેતી વાતો” એ બે પુસ્તકો આપણું ધ્યાન ખેંચે છે. જે જમાનામાં મનોરંજનનાં સાધનો નહોતાં, ત્યારે ગામના ચોરા પર હરિકથાકાર આવતા. એક હાર્મોનિયમ વગાડે, બીજા તબલા વગાડે અને મુખ્ય માણસ હરિકથા કહે. આ હરિકથાકાર ગામના જૂના વેરઝેર અને ઝઘડાની પતાવટ કરે. લેણ-દેણના અને સામાજિક રહેણીકરણીના મતભેદ પતાવે અને આખા ગામમાં એમની હાજરીથી આનંદ પ્રવર્તી તો. રાતના નવેક વાગે હરિકથાકાર પુરાણ કે મહાકાવ્યનો પ્રસંગ લઈને કથારસ જમાવે અને તેને વધુ ચોટદાર બનાવવા માટે વચ્ચે વચ્ચે ઓઠાં એટલે કે ઉદાહરણ-કથા આપે. આ ઓઠાંમાં ભારોભાર વાસ્તવિકતા હોય અને એની અંદર હસતાં-હસતાં વ્યવહારજ્ઞાન વણાઈ ગયું હોય. એમાં અંતે તો સદ્ભાવ અને સદાચાર પર જ ભાર મુકાતો. હરિકથાકાર આવા ઓઠાં કહે, તે મલાવી મલાવીને રજૂ કરતો અને એવાં ઓઠાંની વાતો મોતીની માળા’ અને ‘વહેતી વાતોમાં મળે છે. મોતીની માળા’માં અગિયાર ઓઠાઓ છે. એ દરેક ઓઠાં પાછળ કોઈ ને કોઈ મર્મ છુપાયેલો છે. ઠાકોર કામદાર હોય, જીવો પગી હોય, મોહનકાકા હોય, ભૂજના નગરશેઠ હોય, ગોરાસાહેબ કે મગન હોય – આવાં અનેક પાત્રોને કેન્દ્રમાં રાખીને તે સમયનું જીવન કેવું હતું તે આ ઓઠાંઓ દ્વારા લખાયું છે. આવાં ઓઠાં દ્વારા સમાજજીવનનો પરિચય થાય છે. હોઉં તો હોઉં પણ ખરો’. જીવો પગી’, ડગલી વેરો’ જેવાં ઓઠાંઓની માર્મિકતા ધ્યાન ખેંચે છે. આ પુસ્તકની હસ્તપ્રતને નશિક્ષિતો માટેની અઢારમી રાષ્ટ્રીય સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. જીવનઘડતરની કથા એટલે આ ઓઠાંઓ. વહેતી વાતો’માં પણ અગિયાર ઓઠાંઓ લેખકે આપ્યાં છે. જુદા જુદા પ્રસંગો આલેખીને લેખકે તે સમયનું રાજ, તત્કાલીન સમાજ, લોકો, વ્યવહારકુશળતા, આ બધું ઓઠાંઓ દ્વારા આલેખ્યું છે. વળી પુસ્તકની સચિત્રતા એક પ્રકારની જીવંતતાનો અનુભવ કરાવે છે. એના આરંભમાં લખ્યું છે. આવાં ઓઠાંમાં ભારોભાર વાસ્તવિકતા હોય, સમાજજીવનની સાચી તસવીર જોવા મળે. જુદી જુદી કોમની જાણીતી ખાસિયતો અને ટેવો જોવા મળે. પણ એમાં • યાંય નિંદાનો ભાવ નહિ. કોઈ કોમની નહિ, પણ કોઈ ટેવની હાંસી ઉડાવી હોય.’ બાળસાહિત્ય ૬૭ Page #42 -------------------------------------------------------------------------- ________________ એ રીતે વહેતી વાતોમાં કાઠી કોમ કાઠી દરબાર, ચૂડા રાજ્યના ઠાકોર, રાજ-રજવાડાં વગેરેના સરસ પ્રસંગ મૂકીને એ વાતોને વહેતી કરી છે અને એ દ્વારા માનવસ્વભાવની ખાસિયતો પ્રગટ કરી છે. બાળ કોને કહેવતની કથામાં રસ પડતો હોય છે ! આવી કહેવતકથાનો સંગ્રહ એટલે ‘વાતોના વાળ પુસ્તિકા. ૧૩ કહેવત- કથાઓ ધરાવતી આ પુસ્તિકાની વાર્તાઓ જીવનબોધ આપે છે. વાર્તાની ભાષા બાળકોની છે. બધી જ વાર્તામાં વાતોના વાળુ એ ઉત્તમ વાર્તા છે. શેઠ અને જમાદાર વચ્ચે ચાલતા સંવાદો રસપ્રદ બન્યા છે. એ જ રીતે કથરોટમાં ગંગા’ પુસ્તકમાં પણ સત્તર કહેવતકથાઓ આલેખવામાં આવી છે. ઢોલ વાગે ઢમાઢમમાં ચતુર માણસ તેની બુદ્ધિશ િતથી ન્યાયના આસન ઉપર બેસે છે તેની વાત જુદા જુદા પ્રસંગો દ્વારા મૂકી છે. માણસની બુદ્ધિની સાથે સાથે તેની વાણી કેવું કામ કરે છે તે પણ ઢોલ વાગે ઢમઢમમાં જોવા મળે છે. વાણીમાં મૃદુતા હોય, નમતા હોય, તો તે ગમે તેવી મોટી વ્ય િતને પણ જીતી શકે છે. આ પુસ્તકમાં હસતારામની વાણી દ્વારા રાજાના દિલને જીતીને ન્યાયનો આસન ઉપર બેસે છે. ત્રીસ પૃષ્ઠમાં લખાયેલી આ વાર્તા એક જીવનસંદેશ આપી જાય છે. બાળકોને માટે પૌરાણિક કથાનકો ધરાવતાં બાળસાહિત્યનાં પુસ્તકો લેખક પાસેથી મળે છે. ભીમનાં પરાક્રમો વર્ણવતું પુસ્તક “ભીમ’ વાંચતાં ભીમના પાત્રની એક છબી બાળકના મનમાં • ભી થાય છે. એ જ રીતે પરાક્રમી રામ’, ‘રામ વનવાસ’, ‘સીતાહરણ’ અને ‘વીર હનુમાન” એ રામાયણના પ્રસંગોનું આલેખન કરતી સચિત્ર પુસ્તિકાઓ છે. આ ઉપરાંત આ લેખકે જુદાં જુદાં પશુઓની માહિતી આપતી “ચાલો પશુઓની દુનિયામાં’ની ત્રણ સચિત્ર પુસ્તિકાઓ લખી છે. - કુમારપાળ દેસાઈના બાળસાહિત્યનો સમગ્રતયા વિચાર કરીએ તો એમના ચરિત્રસાહિત્યમાં આવતાં લાલ ગુલાબ’, ‘અપંગનાં ઓજસ' જેવી અન્ય કૃતિઓનો વિચાર કરવો ઘટે. પરંતુ કોઈ ને કોઈ સંદેશ લઈને આવતું એમનું બાળસાહિત્ય વિપુલતાની દૃષ્ટિએ કે પુસ્તકોના આંકડાની દૃષ્ટિએ ઓછું લાગે. પરંતુ એની સત્ત્વશીલતા • ડીને આંખે વળગે તેવી છે. નવલિકા અક્ષરના યાત્રી Page #43 -------------------------------------------------------------------------- ________________ વાર્તાકાર કુમારપાળ દેસાઈની દૃષ્ટિ સકારાત્મક (Positive) છે. ઉપદેશક બન્યા વગર આ વાર્તાઓ જીવનને ઉપકારક એવા ોધ અને ચિંતનથી રસાયેલી છે. કથા-કલાના સંમિશ્રિત માધ્યમ દ્વારા સર્જક ભાવકોને • ગમનનાં શિખરો તરફ દોરી જાય છે. જીવનના • ધ્વરોહણને તાકતી સ્ફટિક શી સ્વચ્છ વાર્તાઓ મળે છે. ન્ટ પ્રો. પ્રિયકાન્ત પરીખ 36 ‘‘ફુશળ નવલિકાલેખકે સમગ્ર કૃતિમાંથી એક જ અસર ઉપજાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ અને તે ઉપર જ એકાગ્ર બનવું જોઈએ” એમ અમેરિકન નવલિકાકાર એડગર એલન પો માને છે. નવલિકાનું કદ ટૂંકું હોવું જોઈએ. તેની રચનાનો બંધ સુદૃઢ હોવો જોઈએ. તેની ભાષા સ્પષ્ટ, સરળ અને મિતાક્ષરી હોવી જોઈએ. નવલિકા એ ટૂંકું સ્વરૂપ છે પણ તેની પ્રતીતિ તેમાં આવિર્ભાવ પામેલ કલ્પનાના અંગ વડે જ થાય છે. કુમારપાળ દેસાઈએ જે નવલિકાસંગ્રહો આપ્યા છે તે દરેકમાં ત્રણ કે ચાર વાર્તાઓ છે. બિંદુ બન્યાં મોતી”. “ભવની ભવાઈ, વ્યતિ અને સમષ્ટિ’, આંખ અને અરીસો’. “એકસો ને પાંચ’, ‘અગમપિયાલો – આ તેમના નવલિકાસંગ્રહો છે. અગમપિયાલોમાં ચાર વાર્તાઓ છે. અગમપિયાલો” વાર્તામાં કચ્છના રાપરના ભ તોનાં હૈયાંની વાત છે. ભય અને અભય વાર્તામાં રાજા • ષભદેવની વાત છે. ‘નારીનું સ્વપ્ન’માં એક નારીહૃદયની વેદના અને મનોવ્યથા આલેખાયાં છે. ‘કદરદાની’માં ગાલિબની દાસ્તાન રજૂ કરી છે. આ બધી વાર્તાઓ નાના ફલક પર આલેખાયેલી છે, પણ હૃદયસ્પર્શી અને મર્મસ્પર્શી છે. “એકસો ને પાંચમાં ત્રણ વાર્તાઓ છે. એકસો ને પાંચ” વાર્તામાં મહાભારતનું કથાવસ્તુ છે. ‘સંગઠનનો મહિમા'માં વૈશાલી નગરીની વાત છે. અહીં પણ લેખકે ઇતિહાસના વિષયને કેન્દ્રમાં રાખીને સંગઠનનો મહિમા સમજાવ્યો છે. ઇજ્જત” વાર્તામાં ઇતિહાસનું વિષયવસ્તુ છે. આ પુસ્તકમાં લેખકે ઇતિહાસના વિષયને કેન્દ્રમાં રાખીને વાર્તાનું સર્જન કર્યું છે. વાંચતાં વાંચતાં ઇતિહાસ હોવા નવલિકા ૩૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ કંટાળો ન • પ બલ્કે વાર્તામાં આગળ શું થશે તે વાંચવાનું અને જાણવાનું કુતૂહલ વાચકને થાય તે રીતે આ વાર્તાઓ લખાઈ છે. આંખ અને અરીસો’માં ચાર વાર્તાઓ છે. ચક્રવર્તી રાજા ભરતની વાત એટલે આંખ અને અરીસો' વાર્તા. વાર્તાના અંતમાં “સત્તારૂઢ થઈ દેશનું રક્ષણ કર્યું, સાધુ થઈ આત્માનું રક્ષણ કરીશ. – એ વિચાર પ્રગટ કરીને રાજા ભરતની કેવી મહાનતા હતી તેનાં દર્શન કરાવે છે. તરુણ સંન્યાસી” વાર્તામાં કવિ સૂરદાસનું પદ મૂકી અને સંન્યાસી આજે એ પદને સમજી શ॰ યા છે. ગાયિકાના ગીતથી સંન્યાસીને ચૈતન્યનું ભાન થયું તે વાત ખૂબ સરસ રીતે રજૂ થઈ છે. મૂંગા પશુને પણ પોતાના જન્મભોમ સાથે પ્રીતનો અનોખો નાતો હોય છે. મનુષ્ય અને પ્રાણી વચ્ચે જન્મભોમનો ભેદ કેવો જુદો પડે છે તે જન્મભૂમિની પ્રીત’માં આલેખાયું છે. રુડ્યાર્ડ કિપ્લિંગે કેવા સંજોગમાં ગાંડા હાથીને વશ કર્યો તે વાત સરસ રીતે કહી છે અને અંતમાં જે લખ્યું છે તે યથાર્થ જ છે : કોઈ પણ વસ્તુ સમજવા માટે પણ દર્દભરેલું દિલ જોઈએ ને ! માનવની ઓળખમાં સોલંકી યુગના રાજકુમાર કુમારપાળની વાત કહી છે. અહીં આપેલી ચારેય વાર્તાઓ માનવીની ઓળખ કરાવે છે. કોની સાથે કેવો વ્યવહાર કરવો, કેવી રીતે વર્તવું વગેરે આલેખીને સાચા માનવીની ભીતરમાં લઈ જઈને તેનાં દર્શન કરાવે છે. ભવની ભવાઈમાં બે વાર્તાઓ છે. પહેલી વાર્તા ભવની ભવાઈમાં અસાઈત ઠાકરની વાત કહેવામાં આવી છે. દર્દભર્યાં બે દિલ” વાર્તામાં શ્યામ અને ગુલાબ એ બે પાત્રોનાં હૈયાંની વાત કહી છે. ‘બિંદુ બન્યાં મોતી’માં ત્રણ વાર્તાઓ છે. પહેલી વાર્તા ‘બિંદુ બન્યાં મોતીમાં ગબુમલજી અને ગેંદાલાલની વાત કહીને અંતે લક્ષ્મી અને શ્રમ, ચોર અને ચોરના જનકની વાત કરી અને જ્યારે ગુરુજીએ કહ્યું કે, સમાજની આર્થિક સ્થિતિની ઉપેક્ષા કરવા માટે એકલો જ પ્રાયશ્ચિત્ત કરીશ ત્યારે આખી સભાની આંખમાંથી આંસુનાં બિંદુ ટપ॰ યાં. હા પસ્તાવો વાર્તામાં પોતાનાથી થયેલી ભૂલોનો પસ્તાવો આલેખાયો છે. માનવીને જ્યારે પોતે કરેલી ભૂલો સમજાય છે ત્યારે તેને પસ્તાવો થાય છે અને પ્રાયશ્ચિત્તના માર્ગે વળે છે. મા તે મા’ વાર્તામાં જમાલ દ્વારા નાટકની દુનિયા અને તેમાં તેને થયેલા અનુભવો અહીં આલેખાયા છે. માને છોડી મુંબઈ આવેલો જમાલ જ્યારે તેને જીવનમાં પસ્તાવાનો વારો આવ્યો ત્યારે મા યાદ આવી અક્ષરના યાત્રી કર 37 ને તેને લાગ્યું કે દુનિયામાં સૌથી કોઈ મોટું હોય તો તે મા છે. માતૃભિ તને વિષદ કરતી આ વાર્તા હૃદયને સ્પર્શી જાય છે. શ્રૃતિ અને સમષ્ટિ’માં ચાર વાર્તાઓ છે. કુમુદિનીના પાત્ર દ્વારા બાળકના અવસાન પછી માની કેવી દશા થાય છે, તેનું હૈયું કેવું વલોપાત કરે છે અને ત્યાર પછી તેના મનને કેવી રીતે સાંત્વના મળે છે તેની વાત સરસ રીતે આ વાર્તામાં રજૂ થઈ છે. પોતાના બાળકનું દુઃખ અનાથ બાળકો મળતાં વીસરી જાય છે. એક બાળક ઈશ્વરે છીનવી લીધું, પણ અનેક બાળકો આપ્યાં, એવો ભાવ અનુભવે છે. એક ગરીબ ટૅ• સીવાળો અને એક ડૉ• ટર બંનેની પત્નીની હાલત સરખી હતી પણ એક ગરીબ હોવાથી પૈસા ન ખર્ચી શ યો અને એક પૈસાદાર હોવાથી તેણે પૈસા ખરચવાની તૈયારી બતાવી. પણ ટૅ• સીવાળો પોતાનો ભૂતકાળ ભૂલીને તે ડૉ• ટરને ત્યાં અવતરેલા બાળક માટે રમકડું આપીને જાય અને ચાર ગણા પૈસા લેવા ન રોકાય. ટૅ• સીવાળાની મહાનતા ડૉ• ટર કરતાં ચડી ગઈ તે વાત અહીં રજૂ થઈ છે. આંસુભીનાં લોચનિયાંમાં શ્રીરામ અને સીતાજીની વાતો કહેલી છે. બીનવાદક બીજલના પાત્ર દ્વારા લેખકે ગુજરાતનું મસ્તક કેવી રીતે • શું રહ્યું છે તેની વાત કરી છે. સામાન્ય માનવીની અસાધારણ વાત કરી છે. આ બધી પુસ્તિકાઓમાં આપેલી વાર્તાઓ એકાંતે કોલાહલમાં સંગૃહીત થઈ છે. આ બધી વાર્તાઓ પ્રવાહી ભાષાશૈલીમાં અને સબળ કથાનક દ્વારા જીવનના મંગલતત્ત્વને પ્રગટ કરે છે. ‘એકાન્તે કોલાહલ’ના પ્રારંભે લેખક લખે છે. મારે મન તો નવલિકા એટલે એકાંત કોલાહલ, એકાંતમાં • હતી કોઈ ચીસ, કોઈ સંવેદન કે કોઈ વિચાર. તીવ્ર અને ઘનીભૂત સંવેદનનો નાનો અમથો સળવળાટ કોઈ વાર એકાન્તે અંતરમાં મોટો કોલાહલ સર્જી જાય છે. “આમેય એકાંતની કોઈ વિરલ ક્ષણે અનુભૂતિનો એકાદ ઉત્કટ ઝબકાર નવલિકાની અથવા કહો કે કલામાત્રની સૃષ્ટિ ખડી કરે છે ને ? “આજે મારા એકાંતમાં જાગેલા કોલાહલને માણવા તમને નિમંત્રણ આપું છું. મારી અંગત અનુભૂતિના આવિષ્કારમાં તમને સામેલ કરવા ચાહું છું.” એક અર્થમાં આ નવલિકાસંગ્રહની કેટલીક નવલિકાઓ અંગત અનુભૂતિમાંથી પ્રગટ થઈ છે. ખિલખિલાટ હસતું બાળક’, તરસ્યાં જળ, ભીની નવલિકા 03 Page #45 -------------------------------------------------------------------------- ________________ માછલી’, ‘વ્ય િત અને સમષ્ટિ’, ‘બિંદુ બન્યાં મોતી જેવી કથાઓ કોઈ એક અનુભવને આધારે સર્જાઈ છે. એની સાથોસાથ “મોતના સમંદરનો મરજીવો', ‘ગણતંત્રનો વિનાશ’ અને ‘ઔરત’ જેવી નવલિકાઓ એ ઐતિહાસિક ઘટના પર આધારિત છે. દર્દભર્યો બે દિલ’ એ પ્રણયકથા અને સબસે અચ્છી મા’ એ માતૃપ્રેમની કથા છે. આ કથાઓ નવલિકાકાર ‘ધૂમકેતુ’ની પરંપરામાં ચાલતી લાગે છે. એમાં કથાવસ્તુનો મહિમા છે અને તેમાંથી કોઈ જીવનરહસ્ય પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે. cવવધe અનુવાદ નાના યાત્રી Page #46 -------------------------------------------------------------------------- ________________ આફ્રિકન લેખકે ઑસ્ટિન બૂકેન્યાએ અંગ્રેજીમાં આપેલા નાટક 'ધ બ્રાઇડ'નો ‘નવવધૂ” નામે ગુજરાતી અનુવાદ કુમારપાળ દેસાઈ પાસેથી મળે છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં આફ્રિકન નાટકની આ પ્રથમ અનુવાદકતિ હશે. આફ્રિકન પ્રજાના વર્તમાન સંઘર્ષની વાત એટલે નવવધૂ' નાટક. આનું નાટક ચાર દૃશ્યમાં વહેંચાયેલું છે. દરેક દશ્યને શીર્ષક અપાયાં છે નવેક પુરુષ પાત્રો અને સાતેક સ્ત્રી પાત્રો આ નાટકમાં છે. આ નાટકના અનુવાદ સમયે શ્રી કુમારપાળ દેસાઈએ લેખક ઑસ્ટિન બુકેન્યાની મુલાકાત લીધી હતી. તે દરમ્યાન થયેલી વાતચીતમાં સર્જક ઑસ્ટિન બુકન્યાએ જણાવ્યું કે પોતાના સર્જનકાળને આફ્રિકન સાહિત્યની ત્રીજી પેઢીના ઉત્તમ સમય તરીકે વર્ણવ્યો. શ્રી કુમારપાળ દેસાઈએ જ્યારે તેમની મુલાકાત લીધી અને તેમને પૂછ્યું કે એમની પેઢીએ કઈ રીતે આ સાહિત્યિક દોષો દૂર કર્યા ?' ઑસ્ટિન બુકેન્યાનો જવાબ આમ હતો, “સહુ પ્રથમ તો અમે સાહિત્ય સંદર્ભે સંગીન એવી સૈદ્ધાંતિક અને ટેકનિકલ પદ્ધતિ સ્થાપિત કરી. સાહિત્યનાં સર્જન અને વિશ્લેષણના આયામોનો વિસ્તાર કર્યો.” આફ્રિકન સાહિત્ય વિશે પોતાનો વિશેષ અભિપ્રાય આપતાં બુકન્યા જણાવે છે કે, આફ્રિકન સાહિત્યનો સૌથી મોટો સવાલ એ સ્ત્રીપુરુષના સમાન દરજ્જાનો છે. વળી તેમને નિસબત પર્યાવરણ અને વિશ્વશાંતિની છે. જાતિ-સમાનતા અંગે તે જુનવાણી નારીવાદ'નો વિરોધ કરે છે. જેમાં સ્ત્રી પોતાના સૌથી મોટા શત્રુ તરીકે પુરુષને જોતી હોય છે. તેઓ સ્ત્રી-પુરૂષસમાનતાના મોટા હિમાયતી હોવાથી માને છે કે સ્ત્રીઓની સમાનતાના આંદોલનમાં પુરુષો સાથી બને. જાતિ વિશેની સંવેદના એ એની સાંકડી મર્યાદાઓ ઓળંગીને પ્રત્યેક માનવને – પછી તે પુરુષ હોય કે સ્ત્રી – માટે જરૂરી છે. તેમના જીવનને ઘડનારાં પરિબળો કેવાં હતાં તેના વિશે પણ માહિતી મેળવીને કુમારપાળ દેસાઈએ વિગતે ખ્યાલ આપ્યો છે. ધ બ્રાઇડ' નાટકનું કથાવસ્તુ એલ. એમ. કીમારોની વાર્તા "Two flushands one કુમાર પાછળ વિદેશમાંય જ્ઞાનયાત્રા કરતા રહે છે. પણ તે સાથે એ દેશોની સંસ્કૃતિનો પણ પરિચય કરે છે. ત્યાંના કોઈ ખ્યાતનામ લેખ કનું સર્જન તેમની દૃષ્ટિને આકર્ષે તો તેને ગુજરાતીમાં અનુવાદ રૂપે આપવાનું પણ તે ચૂકતા નથી. તાજેતરમાં જ આફ્રિકાના એક પ્રસિદ્ધ સર્જક ઑસ્ટિન બૂ કેન્યાના નાટેક ધ જાઇડ'નો અંગ્રેજી ભાષામાંથી ગુજરાતીમાં ‘નવવધૂ” તરીકે અનુવાદ આપ્યો છે. આફ્રિકાની પ્રજાની રાજકીય, ધાર્મિક તેમજ સામાજિક રીતરસમનો પરિચય કરાવતું એ સુંદર નાટક છે. • મધુસૂદન પારેખ 4. અનુવાદ Page #47 -------------------------------------------------------------------------- ________________ હું પોતે GTL Fાની જ વત સંપાદન night" પરથી લીધું છે. નાટકમાં આવતાં પાત્રોનાં નામો આફ્રિકાની અમુક જાતિ, પ્રદેશ કે સંસ્થાનો સંકેત કરે છે. નાટ્યકાર બુકેન્યાનો હેતુ સમગ્ર આફ્રિકાની વાસ્તવિકતા, વિચારધારા, સુન્નત દ્વારા યોગ્યતા મેળવવી, દૈવી માર્ગદર્શનની ખોજ, બાળકોનાં લગ્નમાં માતા-પિતાની હાજરી વગેરે ઘટનાઓ દ્વારા એકાદ આફ્રિકન જાતિની જીવનપદ્ધતિએ દર્શાવવાનો નથી. પણ આફ્રિકન પ્રજાજીવનને દર્શાવવાનો ઉદ્દેશ રાખ્યો છે. નાટકના પ્રથમ દૃશ્યમાં નવયુવાનોનું નૃત્ય આલેખાયું છે. એમાં નૃત્યની ચંદારાણી કોણ બનશે તેનો સંઘર્ષ ચાલે છે. અહીં જૂની અને નવી પેઢી વચ્ચેનો સંઘર્ષ ચાલે છે. વળી નૃત્ય કરતાં યુવાનો સામાજિક ઉત્કર્ષ માટે લડી રહ્યા છે. બીજું દૃશ્ય વાંગાના મંદિરમાં ભજવાય છે. આ દૃશ્યમાં લેરેમાનું પાત્ર આવે છે. તે વાંગા મંદિરનો પૂજારી છે. લેસીજોરેના જીવનમાં જે આફતો સર્જાઈ અને જે સંઘર્ષોનો તેણે સામનો કર્યો તે પ્રસંગો અહીં વર્ણવાયા છે. આફ્રિકન સમાજનું ચિત્રણે આ દૃશ્યમાં આલેખાયું છે. પછીનું દૃશ્ય મેરીઓના આંગણાનું છે. અહીં નાડુઆનાં લગ્નની વાત છે તેનો સંઘર્ષ છે. જૂની અને નવી પેઢી વચ્ચે ચાલતું યુદ્ધ છે. ચોથું દૃશ્ય વાંગાના મંદિરનું છે. સમગ્ર નાટકના ચોથા દૃશ્યમાં લેકિન્ડો અને નાડુઆનાં લગ્નને માટે સંમતિની મહોર વાગે છે તે મહત્ત્વનું છે. આમ, સમગ્ર નાટકમાં સંઘર્ષનું આલેખન કરીને તેનો અંત સુખદ આપ્યો છે. નાટકમાં વપરાયેલી ભાષા અને શૈલી ધ્યાન ખેંચે છે. • યાંક પ્રતીકાત્મક ભાષા છે તો યાંક ભંગની ભાષા છે. કાજીરૂ કિકોનો છોડ ગમે ત્યાં વાવો પણ તેને ફૂલતો લાલ જ આવવાનાં, પરદેશી 'જંગલીપણાનો કોઈ ઇલાજ જ નથી. કુયે : રાતના વાસી દૂધ જેવી એની આંખો. તાડનાં નવાં પાંદડાં સરખી લોચા જેવી આંગળીઓ. અહીં તળપદી ભાષાના શબ્દો ધ્યાન ખેંચે છે. લાડલી, પુજારણે, ખખડધજ, જીભડી, ઓસડિયાં જેવા શબ્દો અહીં મળે. આફ્રિકન પરિવેશનો પરિચય પણ મળે. રિકા (સમવયસ્કોની મંડળી), વાંગાદેવ (મંત્રતંત્રની શક્તિ ધરાવતા દેવ), વુલે (આફ્રિકામાં થતું સાગ જેવું વૃક્ષ, જેનું લાકડું ફર્નિચરમાં વપરાય છે.), વાઝિમુ ભૂત, વળગાડ) – આમ લેખકે ત્યાંના પ્રચલિત શબ્દનો ઉપયોગ કર્યો પણ સાથે તેનો અર્થ સમજાવ્યો છે. નૃત્યથી શરૂ થતા નાટકનો અંત પણ નૃત્યથી જ આવે છે. કુમારપાળ દેસાઈએ ‘નવવધૂ નામે નાટક અનૂદિત કરી આપીને નાટ્યરસિકોને આફ્રિકન પરિવેશથી પરિચિત કરી આપ્યા છે. આફ્રિકાના જનજીવનનાં દેવી-દેવતાઓ અને એની માન્યતાઓને દર્શાવ્યાં છે. તેઓ હજી પણ આવા ઉત્તમ નાટકના અનુવાદો આપે તેવી અપેક્ષા અસ્થાને નથી. हम स्मृति ૨૧મી સદીનું બાળસાહિત્યમાં & Fકી . trulu 2 ચાળ પક્ષ Taarahક LIP in જોનારના યાત્રી Page #48 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈની સંપાદક તરીકેની કામગીરી જોતાં એનું વિષયવૈવિધ્ય • ડીને આંખે વળગે તેવું છે. એમણે ૨૦ જેટલાં સંપાદનો કયાં છે. તે ઉપરાંત અન્ય સંપાદકો સાથે બીજાં દસેક સંપાદનો કર્યા છે. આ સંપાદનકાર્યમાં બાલસાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય, પત્રકારત્વવિષયક સંપાદનો છે. તો નર્મદ, હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યશોવિજયજીના લેખોનું સંપાદન કર્યું છે. ચંદ્રવદન મહેતાએ કરેલો ડેમોન રનિયનની વાર્તાઓનો અનુવાદ તેમજ એમનાં રેડિયો-રૂપકોનું સંપાદન મળે છે, તો જયભિખુની જૈન કથાઓનાં સંપાદનો કે નારાયણ હેમચંદ્રનું હું પોતે'નું સંપાદન મળે છે. આ સંપાદનોમાં કેટલાંક કોઈ પરિસંવાદના નિમિત્તે તૈયાર થયેલાં સંપાદનો છે તો કેટલાંક કોઈ અખબારના વિશિષ્ટ અંક રૂપે તૈયાર થયેલાં સંપાદનો છે. એમાં પણ બાળસાહિત્ય અને પત્રકારત્વ વિશે પરિસંવાદ યોજીને એનાં વ• તવ્યોને એકત્રિત કરીને અભ્યાસીઓને ઉપયોગી એવાં સંપાદનો આપવાનું કાર્ય વિશેષ મહત્ત્વનું ગણી શકાય. નર્મદ : આજના સંદર્ભમાં” એ સંપાદનમાં ત્રેપન વર્ષના આયુષ્યનું વીર કાવ્ય જીવી જનાર નર્મદના જન્મને દોઢસો વર્ષ થયાં હતાં તે નિમિત્તે એનું પુનઃમૂલ્યાંકન કરીને સર્જકના ચિરસ્થાયી વારસાનું સ્મરણ કરવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. જીવનવીર અને કવનવીર નર્મદ અનેક દૃષ્ટિએ અર્વાચીનોમાં આદ્ય હતો એ આદ્યને સ્મરીને એના જન્મનાં દોઢસો વર્ષે એની સર્જક, વિચારક અને સુધારક પ્રવૃત્તિના પુનઃમૂલ્યાંકનનો પરિસંવાદ યોજીને પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં એનાં વ્ય િતત્વ, કવિતા, ગધ, પત્રકારત્વ તથા એની સુધારક અને વિચારક તરીકેની કામગીરીનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું. અઠયાવીસ જેટલા વિદ્વાનોએ આ ડૉ. કુમારપાળ દેસાઈ એ ક આર્ષદૃષ્ટા • ષિ તરીકેની પ્રતીતિ કરાવે છે. ગુજરાત ટાઈમ્સ'ને એના વિશિષ્ટ અંકો માટે કુમારપાળ દેસાઈની ઉત્કૃષ્ટ સાહિત્યરુચિ. વર્તમાન વિશ્વ સાથેનો અનુબંધ અને ઉત્તમ લેખકો પાસેથી લેખો મેળવવાની ક્ષમતાનો લાભ મળ્યો છે. પરિણામે આજે પણ આ વિશેષાંકો પત્રકારત્વ જગતમાં આગવી ભાત પાડી રહ્યા છે. • વિનુભાઈ એમ. શાહ ક સંપાદન Page #49 -------------------------------------------------------------------------- ________________ પરિસંવાદમાં વ• તવ્ય આપ્યું હતું અને એને અહીં સંગ્રહિત કરવાનો પ્રયાસ કર્યો છે. શ્રી ચંદ્રકાંત શાહે નર્મદના ચરિત્ર પર નાટ્યરચના કરી તેમાં પણ આ ગ્રંથના સંદર્ભો એમને ઉપયોગી બન્યા હતા. અમદાવાદના જયશંકર સુંદરી હૉલમાં ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુ ત ઉપક્રમે ૧૯૮૩ની ૧૦મી અને ૧૧મી એપ્રિલે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં રજૂ થયેલાં વ• તવ્યોમાં જે કંઈ ખૂટતી કડી હતી તે લેખો રૂપે ઉમેરી હતી. આ સંપાદનમાં શ્રી કુમારપાળ દેસાઈનું “નર્મદના ગદ્ય વિશે ગુજરાતી ગદ્યનું પ્રભાત' એ લેખ પણ સામેલ છે. હૈમ સ્મૃતિ’ – શીર્ષક સૂચવે છે તેમ કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય વિશેના લેખોનો ગ્રંથ છે. બે ખંડમાં વિભાજિત એવા આ ગ્રંથમાં પ્રથમ ખંડનાં ર૪ પ્રકરણોમાં હેમચંદ્રાચાર્યના વિવિધ પાસાને રજૂ કરવામાં આવ્યું છે. બીજા ખંડમાં હેમચંદ્રાચાર્યનું વ્ય િતત્વ કેવું હતું તેના વિશેના તેમના વિશેના જાણીતા સાહિત્યકારો પાસે લખાવેલા લેખો છે. હેમચંદ્રાચાર્યના કોશસાહિત્યથી શરૂ કરીને તેમના સાંસ્કૃતિક પ્રદાનની વિવિધ ભૂમિકાઓ અહીં છે. અલંકારની વિભાવના, યોગશાસ્ત્રમાં બ્રહ્મચર્યની વિભાવના, અદ્યતનયુગમાં, યોગશાસ્ત્ર, કર્તવ્યપથના પ્રેરક એમ તેમના અનેકવિધ પાસાને અહીં ઉઘાડવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના કેવી પ્રબળ હતી તેનાથી સહુ કોઈ પરિચિત તો છે જ. આચાર્ય ચંદ્રોદયસૂરિનો લેખ વધુ વિગત માટે વાંચવો જ પડે. હેમચંદ્રાચાર્યનું વ્ય િતત્વ કેવું વિરાટ હતું. હેમચંદ્રાચાર્ય કેવા ક્રાંતિકારી હતા તે જાણવા માટે આટલું પૂરતું થશે. એક રાજ્યમાં નહિ, પરંતુ ૧૮ રાજ્યોમાં પશુહિંસાનો ત્યાગ, માંસભક્ષણનો ત્યાગ અને દારૂબંધીનું કામ કરાવી અહિંસક સમાજરચનાનો સફળ પ્રયોગ કરી બતાવ્યો’. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પ્રભાવ સિદ્ધરાજ અને કુમારપાલ બંને રાજાઓ ઉપર પડ્યો છે. સિદ્ધરાજને તેમણે પોતાની ઉત્કૃષ્ટ વિદ્વત્તાથી આકર્ષા નતમસ્તક બનાવ્યો હતો અને કુમારપાલને બાર વ્રતધારી શ્રાવક બનાવી તેની પાસે મધ્યમ વર્ગોત્થાન અને અહિંસક સમાજરચનાના નિર્માણનું કાર્ય કરાવ્યું હતું.” આમ આ પુસ્તકમાં હેમચંદ્રાચાર્ય વિશેની માહિતી ઉપલબ્ધ થાય છે. યશોભારતી’ એ સંસ્કૃત, પ્રાકૃત તેમજ ગુજરાતીમાં ગ્રંથરચનાઓ કરનાર ઉપાધ્યાય યશોવિજયજી વિશેના લેખોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં પ્રથમ ૧૪ લેખો સાધુમહારાજના અને એ પછીના વીસ લેખો અભ્યાસીઓના છે. યશોવિજયજીએ રચેલી ગુર્જર ભાષાની રચનાઓ, તેમણે રચેલાં સ્તવનો, વૈરાગ્ય કલ્પલતા વગેરે જુદા-જુદા પાસાઓને આવરીને યશોવિજયજી વિશે શિષ્ટ ભાષામાં આલેખન થયું છે. ન્યાયાચાર્ય’, ‘તત્ત્વ વિશારદ અને કૂર્ચાલ શારદા' જેવાં બિરુદ પામનાર શ્રી યશોવિજયજીનું જીવન સાદું અને સંયમી હતું તેનો ખ્યાલ ‘યશોભારતી’ વાંચતાં થાય છે. આટલી પરમોચ્ચ કોટિ પર પહોંચેલ વ્ય િતના જીવનમાં ઘણું શીખવાનું મળે . અધ્યાત્મ” જેવા ગહન વિષય ઉપર પુસ્તકો લખીને તેમણે અધ્યાત્મ વિશેની વાત સરળ ભાષામાં સમજાવી છે. ગુજરાતી બાળસાહિત્ય પ્રમાણમાં ઉપેક્ષિત રહ્યું અને એમાં પણ જે કંઈ બાળસાહિત્ય રચાયું તેની બહુ ઓછી વિવેચના થઈ હતી. આ સંદર્ભમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે દિવસના બાળસાહિત્યના પરિસંવાદનું ૨૫-૨૬ જૂન ૧૯૮૩ના દિવસે પરિષદના ગોવર્ધનભવનમાં આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદનું ઉદ્દઘાટન શ્રી ઉમાશંકર જોશીએ ગિજુભાઈ બધેકાની છબી આગળ દીપ પ્રગટાવીને કર્યું હતું. પરિસંવાદની ચાર બેઠકોમાં પ્રથમ બેઠક બાળ-સાહિત્યની વિભાવના વિશે, બીજી બેઠક ગુજરાતી બાળસાહિત્ય વિશે, ત્રીજી બેઠક બાળસાહિત્ય અને બાળશિક્ષણ, બાળગ્રંથાલય, ચિત્રકલા, ચિત્રવાર્તા, રંગીન ચિત્રકથાઓ, કૉમિ• સ, કાર્ટુન અને કૅરી કૈચર વિશે તથા ચોથી બેઠક ગુજરાતી બાળસાહિત્યના ભાવિ વિકાસ અંગે યોજવામાં આવી હતી. આમાં ચોત્રીસ જેટલા વ• તાઓએ ભાગ લીધો હતો. પરિષદ જેવી પ્રસિદ્ધ સંસ્થા દ્વારા બાળસાહિત્ય વિશે યોજાયેલો આ પ્રથમ પરિસંવાદ હતો. કદાચ આજ સુધીમાં આટલા બધા વ તાઓએ બાળસાહિત્ય પર વ વ્ય આપ્યું હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. પરિસંવાદનાં વ• તવ્યો બાળસાહિત્ય સંગોષ્ઠિ રૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થયાં ત્યારે આ ગ્રંથને અંતે શ્રી પ્રકાશ વેગડે તૈયાર કરેલી બાળસાહિત્યસૂચિ આપવામાં આવી જેથી અભ્યાસીઓને માટે એનું મૂલ્ય વધી ગયું. જેનું સંપાદન કુમારપાળ દેસાઈએ કર્યું. એ પછી કુમારપાળ દેસાઈ જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ હતા ત્યારે ‘૨૧મી સદીનું બાળસાહિત્ય’ એ વિશે ૧૯-૨૦ જૂન ૧૯૯૯ના દિવસે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વીસમી સદીના અંતિમ ચરણમાં • ભા રહીને ૨૧મી સદી માટે કેવું બાળસાહિત્ય રચાવું જોઈએ એની બે દિવસ દરમ્યાન ત્રીસેક વ• તાઓએ ચર્ચા કરી હતી. પરિસંવાદના પ્રારંભે ૨૧મી સદીના બાળકની માનસમૃષ્ટિ કેવી હશે તેની વાત કરીને ૨૧મી સદીમાં બાળ કાવ્ય. બાળવાર્તા, વિજ્ઞાનકથા, નિબંધ, ચરિત્ર, રંગભૂમિ એ બધાં બાળસાહિત્યનાં સ્વરૂપોને અનુલક્ષીને અક્ષરના યાત્રી Page #50 -------------------------------------------------------------------------- ________________ ચર્ચા કરવામાં આવી. વાર્તાકથનની શૈલી વિશે. પર્યાવરણ વિશે તેમજ સમૂહમાધ્યમોના પડકારની વાત કરીને બાળવિશ્વકોશ, બાળશબ્દકોશ, બાળગ્રંથાલય અને બાળસામયિકોની ચર્ચા કરી. પરિસંવાદની છેલ્લી બેઠક અન્ય ભારતીય ભાષાઓમાં રચાતા બાળસાહિત્યની હતી જેમાં મરાઠી, બંગાળી, હિંદી, ઉર્દૂ, સિંધી - એમ જુદી જુદી ભાષાઓમાં ખેડાયેલા બાળસાહિત્યનો પરિચય આપવામાં આવ્યો. આ બધાં વ• તવ્યો ૨૧મી સદીનું બાળસાહિત્ય' એ ગ્રંથરૂપે ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યા. જેનું સંપાદન કુમારપાળ દેસાઈએ કર્યું. એ પછી ઈ. સ. ૨૦૦૦ના જૂન મહિનામાં બાળસાહિત્યમાં વિજ્ઞાનકથાની કાર્યશિબિરનું પણ શ્રી કુમારપાળ દેસાઈએ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજન કર્યું હતું. આ રીતે બાળસાહિત્યની રચના ઉપરાંત આવા પરિસંવાદો દ્વારા અને એની ફળશ્રુતિ રૂપે એનાં સંપાદનો દ્વારા અભ્યાસીઓને એની પૂરતી માહિતી મળે તેવો પ્રયાસ કર્યો. આવી જ રીતે સાહિત્ય અને પત્રકારત્વ’ એ પુસ્તકના સંપાદનમાં પત્રકારત્વવિષયક પરિસંવાદમાં યોજાયેલાં વ્યાખ્યાનોનો સંચય કરવામાં આવ્યો છે. પત્રકારત્વના પરિસંવાદની ફળશ્રુતિ રૂપે તૈયાર થયેલું આ પ્રથમ પુસ્તક અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી બની રહ્યું એથી ગુજરાતી સાહિત્ય પરિષદે એની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરી. ૧૯૯૭નો “નવચેતન” માસિકનો દીપાવલી વિશેષાંક ડૉ. કુમારપાળ દેસાઈએ સંપાદિત કર્યો છે. આ આખો વિશેષાંક પત્રકારત્વને લગતો છે. નર્મદ, ગાંધીજી, પૂતળીબાઈ. ફરદૂનજી મર્ઝબાન, એદલજી કાંગા વગેરેએ પત્રકારત્વમાં કેવું પ્રદાન કર્યું તેના વિશેના સમૃદ્ધ લેખો છે. જો આ અંકને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે તો તેનું મૂલ્ય પત્રકારત્વક્ષેત્રે વધી જાય અને પત્રકારત્વના અભ્યાસીઓને માટે દસ્તાવેજરૂપ બને તેવું પુસ્તક બને તેમ છે. નારાયણ હેમચંદ્રની આત્મકથાનો પૂર્વાર્ધ ‘હું પોતે' (૧૯૦૦)નું કુમારપાળ દેસાઈએ સંપાદન કરીને અલભ્ય ચરિત્રને સુલભ કરી આપ્યું છે. નારાયણ હેમચંદ્રના જન્મથી માંડીને વિલાયત ગયા ત્યાં સુધીની હકીકત માં છે. તેમને આત્માવલોકન કરતાં જગતના વિવિધ અનુભવો લેવામાં વધુ રસ હતો, તેથી તેમની આ આત્મકથામાં ગહન • ડાણ કરતાં વિસ્તાર વધુ જોવા મળે છે. હું પોતે'માં નારાયણ હેમચંદ્ર જોયેલાં સ્થળો, ત્યાંના રસ્તા, લોકોનાં નિવાસસ્થા, સ્ત્રી-પુરુષો, તેમનો પહેરવેશ, ખાન-પાન, સ્વભાવ, શણગાર, કલાકારીગરી, વેપારઉદ્યોગ, ઉત્સવો, જોવાલાયક સ્થળો એમ અનેક બાબતોનો પરિચય મળી રહે છે. બાળપણની હકીકતોમાં પોતાની માતાના મૃત્યુનો પ્રસંગ, પિતાનો ઉદ્યોગ, વિદ્યા માટેની ભૂખ વગેરે પ્રસંગો તેમની નિખાલસતાની સુંદર પ્રતીતિ કરાવે છે. અમદાવાદમાં ફરી આવ્યા ત્યારે ઐતિહાસિક સ્થળો જોયા પછી અમદાવાદના અગ્રણી નાગરિકો મહીપતરામ રૂપરામ નીલકંઠ, ભોળાનાથ સારાભાઈ દિવેટિયા. રણછોડલાલ ગિરધરલાલને મળ્યા હતા. આ બધાંનું વર્ણન કરતાં તેઓએ અમદાવાદી લોકોનાં રીતભાત, સ્વભાવ, ભાષા, પોશાક અને ઉદ્યોગ વિશે ઝીણવટભર્યું એવલોકન કર્યું છે. અમદાવાદીઓના સ્વભાવ વિશે તેઓ કહે છે : | ‘અમદાવાદી માણસોની પ્રકૃતિ કંજૂસાઈ ઉપર વધારે છે. જ્યાં પૈ ખર્ચ થતાં ચાલે એમ હોય તો એક પૈસો ખર્ચવો નહિ. બજારમાં એક એક પેને માટે મોટી ગરબડ મચે છે, પૈસા સંગ્રહ કરવામાં અમદાવાદી જેવા મેં હિન્દુસ્તાનીઓને દીઠા નહિ..... અમદાવાદીઓ ફુલણજી થવામાં મોટું માન સમજે છે. તેથી બિચારા કમાઈકમાઈને એક છોકરીનું લગ્ન કરવામાં કે બાપ માથે દહાડો કરવામાં ઉરાડી મૂકે છે.' માતાના મૃત્યુના પ્રસંગમાંથી તેમની માતૃભ િત પ્રગટે છે. બાબુ નવીનચંદ્ર રાયને પરિણામે નારાયણ હેમચંદ્રને પ્રવાસની તક મળે છે. પરિણામે બાબુ નવીનચંદ્રને પોતાના હૃદયના સગુણના ઉપાસક દેવતા” તથા તેમનાં પત્ની હેમલતાબહેનને ‘દેવી પ્રતિમા ધરીને હૃદયમાં પૂજા કરું છું.' એમ કહીને સ્મરે છે. લેખક નારાયણ હેમચંદ્રના ‘પોતેમાં વ્યાકરણવિષયક અને ભાષાની અશુદ્ધિઓ, પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ‘હું પોતે માં લેખકનું આંતરત્ર િતત્વ કરતાં બાહ્ય વ્ય િતત્વ વિશેષ નજરે પડે છે. એમણે કરેલા પ્રવાસોનાં વર્ણનો વાંચવા જેવા છે. ‘હું પોતે'ને આત્મકથા કરતાં પ્રવાસકથા કહેવી વધુ યોગ્ય લાગે છે. હું પોતેના પ્રારંભે આપેલી પ્રસ્તાવનામાં કુમારપાળ દેસાઈએ નારાયણ હેમચંદ્રના વ્ય િતત્વનો તથા એમણે રચેલા ગ્રંથોની વિશેષતાઓનો પરિચય આપ્યો છે. આ રીતે ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલું આ પ્રથમ આત્મચરિત્ર સહુને ઉપલબ્ધ બન્યું. ૧૯૪૧થી ૧૯૪પના સમયગાળામાં રેડિયોના પ્રસારણ-માધ્યમમાં કાર્યક્રમનિર્માતા, લેખક અને બ્રોડકાસ્ટર તરીકે આગવું યોગદાન આપનાર ચંદ્રવદન મહેતાએ ફોજી અદાલત દ્વારા રેડિયો-કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો. તે ‘અદાવત વિનાની અદાલતમાં જોવા મળે છે. ગુજરાતી ભાષાના રેડિયો કાર્યક્રમમાં સીમાચિકરૂપ બની ગયેલા આ કાર્યક્રમ નવો જ માહોલ સર્યો હતો. એમાં તત્કાલીન લોકપ્રિય સાહિત્યકારોના સ્વમુખે પોતાની કૃતિઓ વિશે બચાવનામું સાંભળવા મળે. એમની સામે ઉગ્ર અને તાર્કિક દલીલબાજીથી આરોપો મૂકવામાં આવે, વળી દરેક સાહિત્યકારની ખૂબીને ખામી તરીકે બતાવીને એના પર આક્ષેપ મૂકવામાં આવે. જોનારના યાત્રી Page #51 -------------------------------------------------------------------------- ________________ આક્ષેપ મૂકનારે એ સાહિત્યકારનાં સર્જનોનો • ડો અભ્યાસ કરેલો હોય તો જ આ શ• ય બને. ચંદ્રવદન મહેતાએ આ કાર્યક્રમમાં આ સાહિત્યકારોના ગુણદોષ બરાબર પારખીને એમની વિશિષ્ટતાઓને એમની નબળાઈ તરીકે બહુ ચતુરાઈપૂર્વક ગોઠવી છે. આમાં રમણલાલ વસંતલાલ દેસાઈ, વિજયરાય વૈદ્ય, જ્યોતીન્દ્ર દવે, રઘુનાથ બ્રહ્મભટ્ટ, રામનારાયણ વિશ્વનાથ પાઠક, કનૈયાલાલ મુનશી જેવાએ એમની સામેના આક્ષેપોનો પ્રત્યુત્તર આપ્યો છે. જ્યોતીન્દ્ર દવે ત્રણ સાહિત્યકારોના બચાવપક્ષે ધારાશાસ્ત્રીની કામગીરી બજાવે છે. આવા લખાણનું પ્રકાશન કરીને ગુજરાતી ઇતિહાસના સીમાચિહ્નરૂપ શ્રેણીનો દસ્તાવેજ શ્રી કુમારપાળ દેસાઈએ આપ્યો છે. આ પ્રકારના કાર્યક્રમનું આવું લખાણ ગુજરાતી ભાષામાં જ નહીં પરંતુ દેશની અન્ય ભાષાઓમાં જવલ્લે જ પ્રગટ થયું હશે. જે સમયમાં કનૈયાલાલ મુનશીની નવલકથાઓ વંચાતી હતી તે સમયમાં તેમણે નવલકથામાં આલેખેલાં સ્ત્રીપાત્રો કેવાં ખુમારીવાળાં હતાં. લોકોના માનસ ઉપર એ પાત્રોએ પોતાનું કામણ કર્યું હતું. તેવા મુનશીની નવલકથાનાં તનમન અને મંજરીનાં પાત્રોની વાત પણ અહીં છે. તનમન દુઃખી છે તો મંજરીનું પાત્ર વિલક્ષણ છે. આ બે પાત્રોનું નવલકથામાં ખૂન થાય છે. મુનશીએ વાચકોની દયાવૃત્તિ સતેજ કરવાં ખૂન ન કરવા જોઈએ તેવો આરોપ મુકાય છે. એની સાબિતી માટે અદાલતમાં તનમન અને મંજરીને રજૂ કરવામાં આવે છે. પછી ચંદ્રવદન મહેતા અને મંજરી વચ્ચે જે દલીલો થાય છે તે માર્મિક છે. તે જ રીતે યુગમૂર્તિ નવલકથાકારનું જેમને બિરુદ મળ્યું છે તેવા ૨. વ. દેસાઈની નવલકથા ભારેલો અગ્નિ'માં ઇતિહાસને બાજુએ મૂકવાનો આરોપ મુકાય છે. આવી ઘણી સાહિત્યની ચર્ચા અદાવત વિનાની અદાલત માં જોવા મળે તો બચાવપક્ષના વકીલ તરીકે કામ કરતા જ્યોતીન્દ્ર હ. દવેનું વ્યકિતત્વ હાસ્યકાર તરીકેનું • પસે છે. ચંદ્રવદન મહેતાની સમગ્ર છિબ આ પુસ્તકમાં અંક્તિ થઈ છે. ચંદ્રવદન મહેતાના ગદ્યની વિશેષતાઓ પ્રગટ કરતું આલ્ફ્રેડ ડેમોન રનિયનની ૧૨ વાર્તાઓનું સંપાદન ‘એક દિવસની મહારાણી’. એ એમની ગદ્યશૈલીની ઓળખ આપી જાય છે. ગદ્યના આરોહ-અવરોહ, લય, કથનની છટા, વેગ એ બધાં કુદરતી રીતે ભળી જાય છે અને એમાં વિવિધ પલટા લેતો લેખકનો મિજાજ ઝિલાય છે. ન્યૂયૉર્ક શહેરની રંગભૂમિ બ્રોડવે વિસ્તારના માનવસ્વભાવનાં શ્વેત અને શ્યામરંગી ચિત્રો આલેખતી આ વાર્તાઓ જેટલી પ્રભાવક છે એટલો જ ચંદ્રવદન મહેતાએ કરેલો અનુવાદ પણ પ્રભાવક છે. બ્રોડવેનાં પાત્રોના સ્વભાવના પ્રત્યેક મરોડને પ્રગટ અક્ષરના યાત્રી ૮૬ કરતી તાદ્દશ્ય વર્તમાનકાળમાં ચાલતી આ લેખનશૈલીને ચંદ્રવદને આબાદ ઝીલી છે. તેથી આ વાર્તાઓમાં પ્રમાણમાં ઓછા જાણીતા એવા સર્જકની સાહિત્યસૃષ્ટિનો પરિચય મળે છે. આ વાર્તાઓને એકત્રિત કરી એના સંગ્રહનું પ્રકાશન કરીને સંપાદકે ડેમોન રનિયનની વાર્તાસૃષ્ટિ અને ચંદ્રવદન મહેતાની રૂપાંતરકાર તરીકેની શિ તનો નાદેશ પરિચય કરાવ્યો છે. સર્જક જયભિખ્ખુની ધર્મકથાઓના બે સંચય શ્રી કુમારપાળ દેસાઈએ પ્રગટ કર્યા છે. જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ’ ભાગ ૧-૨ (૧૯૮૫)માં પ્રારંભે એની ભૂમિકા આપતાં તેઓ નોંધે છે કે જયભિખ્ખુ ધર્મ-સંપ્રદાયની કથાને વ્યાપક માનવીય ભૂમિકા પર સ્થાપીને એમાંથી વાર્તારસ નિષ્પન્ન કરે છે. એમની ધર્મકથાઓ આનું સચોટ દૃષ્ટાંત છે. જેમાં બાહ્ય સાંપ્રદાયિક વિધિવિધાનો અને ચમત્કારિક તત્ત્વો ખરી પડે છે અને શુદ્ધ માનવધર્મ • પસી આવે છે.' આવી જયભિખ્ખુની વાર્તાઓમાંથી પસંદ કરેલી ૧૭ જેટલી વાર્તાઓનો સંચય અરિહંત પ્રકાશન દ્વારા પ્રકાશિત સંપાદનમાં મળે છે. એ પછી પાર્થ પ્રકાશન દ્વારા પણ જયભિખ્ખુની ધર્મકથાઓ' પ્રગટ કરવામાં આવી હતી. એનું સંપાદન પણ કુમારપાળ દેસાઈએ કર્યું છે. નડિયાદથી પ્રગટ થતા ‘ગુજરાત ટાઇમ્સ’ના વિશેષાંકોએ આગવી ભાત ઉપસાવી હતી. કુમારપાળ દેસાઈના સંપાદન હેઠળ પ્રગટ થયેલા પરિવર્તનનું પ્રભાત’, ‘૨૧મી સદીનું વિશ્વ' અને નવલિકા અંક’ એ ત્રણ મહત્ત્વનાં સંપાદનો છે. જેમાં પરિવર્તનનું પ્રભાત' એ જુદી-જુદી દિશામાં કેવી રીતે પરિવર્તનો આવે છે તેની માહિતી આપતું પુસ્તક છે. વિષય ભિન્ન-ભિન્ન છે. • યાંક યાંક નર્મ-મર્મ કટાક્ષ કરતી વાર્તાઓ છે પણ દરેક પ્રસંગનો સૂર તો પરિવર્તન લાવવાનો છે. દરેક વસ્તુમાં, દરેક જગ્યાએ પરિવર્તન જરૂરી છે. એ રીતે પરિવર્તનનું પ્રભાત ઉપયોગી વાચનસામગ્રી પૂરું પાડતું પુસ્તક છે. ૨૧મી સદીનું વિશ્વ’એ પુસ્તકમાં ૨૧મી સદી કેવી હશે તેના સંદર્ભમાં લખાયેલા લેખો છે. નારીમુ િત, રંગભૂમિ, ધર્મ, કેળવણી, ટેક્નૉલોજી, વસ્તીવિસ્ફોટ, ઇલેટ્રૉનિક ઉદ્યોગ, નવા રોગ અને તેની શોધ, કૃષિ પરિમાણ, ગ્રામ્યવિકાસ જેવા વિવિધ વિષયો ઉપર લખાયેલા લેખો છે. ‘ગુજરાત ટાઇમ્સ’ના નવલિકા અંકમાં સાહિત્યના ખ્યાતનામ લેખકોની વાર્તાઓ છે. વાસ્તવજીવનનો ચિતાર આ વાર્તાઓમાં ડોકાય છે. ધર્મદર્શન વિશેનાં સંપાદનોમાં ધન્ય છે ધર્મ તને”, “ઓજસ દીઠાં આત્મબળનાં અને રત્નત્રયીનાં અજવાળાં એ યુગદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરિજીનાં સંપાદન ૮૭ Page #52 -------------------------------------------------------------------------- ________________ રીતે પ્રસંગો મૂકીને કરી આપી છે. વિનય, વિવેક, સાધનસાધ્ય, આસ િત, ધ્યાનતપ, રહસ, સમજણ વગેરેની સમજૂતી સરસ રીતે અહીં આલેખાયેલી છે. ધ્યાનતપની વિશેષ શતિ વિશે સરસ કહ્યું છે : “શુભ ધ્યાનના યોગથી અપ્રશસ્ત કારણ પણ શુભ બની જાય છે, અશુભ ધ્યાનના યોગથી શુભ કારણ પણ અશુભ બને છે. ધ્યાનની શુદ્ધતાથી અપ્રશસ્ત નિમિત્ત પણ શુભ બને છે અને અશુભ આશ્રવનો આશ્રય લેવાથી શુભ કારણ પણ અશુભ બને છે.' આથી ધ્યાનની શુદ્ધતાનો અભ્યાસ રોજેરોજ કરવો જોઈએ. એ જ જીવનને શુદ્ધ અને નિષ્કલંક બનાવીને મોક્ષમાં બિરાજમાન કરશે. આવાં ઘણાં વિધાનો આ પ્રવચનોમાં જોવા મળે છે. આ પ્રવચનોમાં પ્રાચીન વિચારોનું મૂલ્યાંકન અને નવીન વિચારધારાઓની ઉચિત પરીક્ષા જોવા મળે છે. આ વ્યાખ્યાનોમાંથી ઉત્તમ સમન્વય સાધી આપનાર સાધુજીવનનાં દર્શન થાય છે. તેઓ પોતાની મંઝિલને દર્શાવતાં પ્રવચનોનાં સંપાદન છે. આ પ્રવચનોનાં સંપાદનમાં “ધન્ય છે ધર્મ તને’માં ધર્મનો પ્રકાર, દાનનો મહિમા, અભયદાનનો આનંદ, જીવનસાર્થ થનો સરળ ઉપાય. શીલનો પ્રભાવ, શીલનું વ્યાપક સ્વરૂપ, તપની આરાધના, તપનો પ્રભાવ, તપ : • ર્વજીવનની પગદંડી અને તપના પ્રકાર આ વિષયો ઉપરનાં પ્રકરણો છે. ધર્મ વિશે તેમણે જૈનાચાર્યોએ આપેલું લક્ષણ સરસ રીતે આલેખ્યું છે, જે દુર્ગતિમાં પડતાં પ્રાણીઓ આત્માઓને બચાવે અને એમને સદ્ગતિએ પહોંચાડે એ ધર્મ.' દાનનો મહિમા સમજાવતાં તુલસીદાસજીએ કહ્યું છે તે યોગ્ય છે, “જો નૌકામાં પાણી ભરાઈ જાય તો નાવિક શું કરે ? બંને હાથથી ઉલેચીને એને બહાર કાઢે. આવી રીતે ઘરમાં પણ સંપત્તિ વધે ત્યારે તેને બંને હાથથી દાન રૂપે બહાર કાઢવી જોઈએ. એમાં જ સંપત્તિની સફળતા અને સાર્થકતા છે.' અભયદાન ત્યાગ અને તપ માંગે છે, પરંતુ આ અભયદાનથી સ્વ.પર-કલ્યાણ નિશ્ચિત છે એમાં કોઈ સંદેહ નથી. જ્યારે 'રત્નત્રયીનાં અજવાળાં'માં ઈશ્વરના સ્વરૂપથી શરૂ થતું પ્રવચન પુણ્ય અને પાપના રહસ્ય સુધી લઈ જાય છે. આત્મા, પરમાત્મા, ધર્મ, ચારિત્ર્ય, સેવા, ઈશ્વરશ્રદ્ધા, સત્ ચિત્ આનંદ એવા વિષયો ઉપર વ્યાખ્યાનો આપ્યાં છે. વ્યાખ્યાનો મનનીય છે, જીવનમાં ઉતારવા જેવાં છે. ‘ઈશ્વરનું સ્વરૂપ પ્રકરણમાં મહર્ષિ પતંજલિના યોગદર્શન’ની વાત કરી છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ઈશ્વર વિશે શું કહ્યું છે, તુલસીદાસ રામચરિતમાનસમાં ભગવાન રામ વિશે શું કહે છે, જૈનદર્શનમાં ઈશ્વરની શ્રેણી કેવી છે તે બધા વિશે ઉદાહરણ સહિત ચર્ચા કરી છે. ઈશ્વર વિશેની ગહન સમજણ આપવા તેમણે સમાજમાં બનતી ઘટનાઓનાં ઉદાહરણો આપ્યાં છે. સામાન્ય માનવીને વાત તરત જ ગળે • તરી જાય એ રીતે પ્રસંગો ટાંકીને સમજાવી છે અને એ દ્વારા માનવીના જીવનમાં અંધકાર હોય તો તે દૂર કરીને અજવાળાં પાથરવાનો તેમનો પ્રયત્ન છે.. “ઓજસ દીઠાં આત્મબળનાં” પુસ્તકનાં સોળ પ્રકરણોમાં બાહ્ય તપ અને તેના પ્રકારથી શરૂ કરીને કાયોત્સર્ગ સુધીની વાત આલેખાઈ છે. ઉણોદરીનો પ્રભાવ સમજાવતાં તેનો અર્થ તેઓ આ પ્રમાણે આપે છે : ભૂખથી ઓછું ભોજન કરવું. આહારની માફક કપડાં તથા જીવનજરૂરિયાતનાં રોજબરોજનાં સાધનોની આવશ્યકતામાં ઘટાડો કરવો. એ રીતે સમજાવે છે. વૃત્તિસંક્ષેપમાંથી વૃત્તિ અને સંક્ષેપ'નો જુદો જ અર્થ તારવી આપ્યો છે. જૈન ધર્મ વિશેની સમજણ તેમણે સરસ અલરના યાત્રી ‘હું વીતરાગના પથનો મારી યાત્રી છું. યાત્રાનો અંત એના ચરણમાં આવશે.' આ બધાં જ પ્રવચનો બીકાનેરના જૈન ભવનમાં અપાયેલાં છે. ૩ ઑગસ્ટ, ૧૯૪૮થી ૨૬ ઑગસ્ટ, ૧૯૪૮ દરમ્યાન એક જ જગ્યાએથી અપાયેલાં આ પ્રવચનો છે. આ પ્રવચનોમાં જૈન ધર્મમાં તપનો આગવો મહિમા છે તે વર્ણવાયો છે. આ વ્યાખ્યાનોના સંપાદનના પ્રારંભે યુગદર્શી આચાર્યશ્રીનાં જીવન અને કાર્યનો ખ્યાલ આપવાની સાથોસાથ એની વ્યાપક દૃષ્ટિનો પરિચય આપ્યો છે. વળી આમાં પ્રયોજાયેલા પારિભાષિક શબ્દો ટિપ્પણમાં આપીને જનસામાન્યને સમજવામાં સરળતા રહે તેવો પણ સંપાદકે પ્રયત્ન કર્યો છે. ભગવાન મહાવીર' - જયભિખુનું લખેલું અને કુમારપાળ દેસાઈનું સંપાદિત કરેલું ભગવાન મહાવીરના જીવનને આલેખતું ચરિત્ર છે. ૪૫ પ્રકરણમાં ભગવાન મહાવીર વિશે પ્રસંગને અનુરૂપ સચિત્ર આલેખન કર્યું છે. પ્રકરણ નાનાં પણ રસ પડે તેવી શૈલીમાં પ્રસંગગૂંથણી કરીને આલેખાયાં છે. જેમ કુમારપાળ દેસાઈનું કોઈ પણ જગ્યાએ વ્યાખ્યાન હોય અને તેઓ તેમની વાણી દ્વારા પ્રેક્ષકોને જકડી રાખે છે તેમ તેઓ તેમનાં લખાણ દ્વારા વાચકોને પણ જકડી રાખે છે. પ્રકરણને અપાયેલાં શીર્ષકો પ્રસંગને અનુરૂપ છે; જેમકે બંધુપ્રેમ'માં નંદિવર્ધન અને વર્ધમાન, પાળે તેનો ધર્મ માં પાંચ નિયમ-વ્રતની વાત .... આવા અનેક પ્રસંગો મહાવીરના જીવનમાં બન્યા તે આલેખાયા છે. એમના જીવનનો સમગ્ર ચિતાર અહીં આલેખાયો છે. અંતમાં संपादन ૮૮ Page #53 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના ૨૭ ભવ, પરિવારનો પરિચય, સ્થૂલકાલ નિર્ણય, સૂક્ષ્મકાલ નિર્ણય, વિહાર અને વર્ષોવાસ, શ્રમણ ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણકો, સાડાબાર વર્ષની ઉગ્ર તપસ્યા, દીર્ઘ તપસ્વી પ્રભુ મહાવીર, પ્રભુ મહાવીરનો પરિવાર, ભગવાન મહાવીરના ભ• ત રાજવીઓ અને ભગવાન મહાવીરના જીવનની ઝલક મૂકી આપ્યાં છે. કોઈ પણ અભ્યાસુને ઉપયોગી થાય તેવી માહિતી અહીં આલેખાયેલી છે. કુમારપાળ દેસાઈએ સંપાદિત કરેલા ‘શંખેશ્વર મહાતીર્થ’ પુસ્તકના પ્રારંભમાં તીર્થ વિશેનો મહિમા સમજાવ્યો છે. જે તારે તે તીર્થ અથવા જેનાથી તરીને સામે કિનારે પહોંચાય તેનું નામ તીર્થ.’ તીર્થ કેવા હોય ! તેની ઉત્પત્તિની ગાથા, તેનો ઇતિહાસ આ બધાં વિશે વિસ્તૃત માહિતી આપતાં પ્રકરણો મૂકેલાં છે. આ મૂળ પુસ્તક મુનિરાજશ્રી જયંતવિજયજીએ લખેલું છે. ચમત્કાર' એવા પ્રકરણમાં શંખેશ્વર પાર્શ્વનાથના ચમત્કારો વિશેના ઉલ્લેખો અહીં મૂ• યા છે. શંખેશ્વરનો મહિમા કેવી રીતે વધ્યો તે હકીકત તેમણે નાગપુરના સુભટ શાહના પ્રસંગ દ્વારા વર્ણવ્યો છે. ‘ચમત્કાર’ પ્રકરણના અંતમાં જયભિખ્ખુની શંખેશ્વર પ્રતિ કેવી ભ િત હતી તેની વાત સરસ રીતે કરી છે. જયભિખ્ખુની અંતિમ ઇચ્છા શંખેશ્વર મહાતીર્થનું પુસ્તક કરવાની હતી. છેલ્લી ઘડી સુધી તેમણે તે પુસ્તકનું કામ કર્યું અને નોંધ્યું છે : “જે વ્યતિનું ચિત્ત ધર્મ અને ઈશ્વરમાં લીન હોય છે તેનું મૃત્યુ પણ પવિત્ર હોય છે.’ આ પણ જાણે કે એક ચમત્કાર જ થયો. તેમણે દરેક પ્રકરણની શરૂઆતમાં તીર્થ, દેવ વિશે સરસ સમજૂતી આપી છે. જ્યાં અધિષ્ઠાયક દેવોનું સાંનિધ્ય છે તે અધિક મહિમાવંતું છે. શંખેશ્વર તીર્થની યાત્રા. તેનો જીર્ણોદ્ધાર, તેની સ્થિતિ કેવી હતી તે બધી જ વિગતો અહીં સાંપડે છે. શંખેશ્વર મહાતીર્થનો સંપૂર્ણ મહિમા અહીં આલેખાયો છે. અંતમાં શંખેશ્વર પાર્શ્વનાથપ્રભુના ચૈત્યવંદનો અને સ્તવનો મૂ યાં છે. સંશોધક તરીકેની તેમની સૂઝ એવી સરસ છે કે શંખેશ્વર તીર્થની વાત તો આવે જ, પણ સાથે-સાથે આજુબાજુનાં ગામો, રસ્તાઓ, શિલાલેખો, જે ચિત્રની પ્લેટો મૂકી છે તેનું ગુજરાતી ભાષાંતર, શંખેશ્વર ગામની વાત – આ બધું જ સંશોધક કેવી રીતે સંશોધન કરી શકે છે તેના પુરાવા માટે પૂરતું છે. ‘સામાયિકસૂત્ર’ નામની પુસ્તિકામાં કુમારપાળ દેસાઈએ આ ધર્મક્રિયાનું હાર્દ પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે. સામાયિકનો મહિમા, તેનો તાત્ત્વિક અર્થ અને તેના પ્રકારો વિશે પ્રવાહી શૈલીમાં આલેખન કર્યું છે. મહાત્મા ગાંધીજીના જીવન પર શ્રીમદ્ રાજચંદ્રનો ઘણો પ્રભાવ હતો. મહાત્મા ગાંધીજીએ એમની પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું હતું. આ વિષયમાં એક અક્ષરના યાત્રી ep સર્વગ્રાહી પુસ્તક શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી' કુમારપાળ દેસાઈ પાસેથી મળે છે. આમાં ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્ર બંને પરસ્પર કેવી રીતે પરિચયમાં આવ્યા. ગાંધીજી ઉપર શ્રીમદ્ રાજચંદ્રનો પ્રભાવ કેવો હતો. શ્રીમદ્ રાજચંદ્રનાં સ્મરણો, શ્રીમદ્ રાજચંદ્રના ગાંધીજી ઉપર લખાયેલા પત્રો આ બધું અહીં જોવા મળે છે. - ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથો વાંચ્યા હતા. તેમના અવસાન પછી ગાંધીજી તેમના પ્રવચનમાં કહે છે. તેઓનાં પુસ્તકો મેં વાંચ્યાં છે અને તેમણે મને સર્વોત્કૃષ્ટ શાંતિ આપી છે. જેને આત્મ-• લેશ ટાળવો છે. જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. પછી ભલે તે હિન્દુ હોય કે અન્ય ધર્મી હો.. ત્રણ પત્રોમાં શ્રીમદ્ રાજચંદ્રે ગાંધીજીને લખેલા પત્રો છે. પ્રથમ પત્રમાં ગાંધીજીએ ૨૭ પ્રશ્નો પૂછ્યા હતા તેના ઉત્તરો તેમણે આપ્યા છે. એ જવાબોમાંથી ખ્રિસ્તી ધર્મ, મોક્ષ, ભતિ, વેદ, ગીતા વિશેની માહિતી મળે છે. રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો’માં ધર્મ, વેપાર, શતાવધાની વગેરે વિશેનો ઉલ્લેખ છે. શ્રીમદ્ રાજચંદ્ર વિશે લખ્યું છે. તેમની ચાલ ધીમી હતી, અને જોનારા સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો : અત્યંત તેજસ્વી. વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી. ચહેરો ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહીં - ચપટું પણ નહીં. શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનો હતો. તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહીં. ચહેરો હસમુખો ને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી.’ માત્ર આટલું આલેખન જ શ્રીમદ્ રાજચંદ્રજીને સમજવા માટે પૂરતું છે. તેમાંથી તેમની આંતરિક શ િતનો પરિચય મળી રહે છે. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા. તેમાં તેમણે રાયચંદભાઈ વિશે લખ્યું છે તે પણ અહીં મુકાયેલું છે. મહાત્મા ગાંધીજીનાં વ્યાખ્યાનો’ પ્રકરણમાં ધર્મનો આધાર : આચાર, દયાધર્મ, તપસ્વી રાયચંદભાઈ, રાયચંદભાઈના સમાગમમાં વગેરે વિશે વ્યાખ્યાનો છે. પુસ્તકમાં થોડાં ચિત્રો પણ મૂ યાં છે. સંપાદન ૯૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ આમાં શ્રીમદ્ રાજચંદ્રના જીવન વિશે અને મહાત્મા ગાંધીજી પર એમનો જે પ્રભાવ પડ્યો, તે વિશે કુમારપાળ દેસાઈએ સંશોધન કરીને વિસ્તૃત લેખ લખ્યો છે. વળી શ્રીમદ્ રાજચંદ્રની કરુણા, શ્રીમદ્ રાજચંદ્રનો સંદેશ જેવા વિષયો પરના કુમારપાળ દેસાઈના લેખો ઉપલબ્ધ થાય છે. આ પુસ્તકની ચાર વર્ષમાં પાંચ આવૃત્તિ પ્રગટ થઈ છે. કુમારપાળ દેસાઈએ અન્ય સાહિત્યકારોના સહકારમાં પણ કેટલાંક સંપાદનો કર્યાં છે. તેમાં શબ્દશ્રી’ એ શ્રી ધીરુભાઈ ઠાકરના વિવેચનલેખો અને વ્યતિ વિલોકનોનો સંગ્રહ છે. કુમારપાળ દેસાઈ અને પ્રવીણ દરજીએ સાથે આ પુસ્તકનું સંપાદન કર્યું છે. ડૉ. ધીરુભાઈ ઠાકરના વિવેચનસંગ્રહોમાંથી આ સંપાદકોએ ચૂંટીને લેખો અહીં મૂ॰ યા છે. ‘હાઈકુનું કાવ્યસ્વરૂપ અને તેનો ગુજરાતી સાહિત્યમાં પ્રયોગ', ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ’, ‘ડોલનશૈલીનું સાર્થ॰ ય આ લેખો ગુજરાતી કવિતાના સ્વરૂપ સંદર્ભે છે તો ‘નાટકમાં શબ્દ’ અને ‘જયા-જયંત ઃ એક સુખદ સ્મરણ’ – નાટચસંદર્ભે મૂકી શકાય. આમ સાહિત્યિક સંદર્ભે લેખો મૂકીને બીજા વિભાગમાં વ્યતિ ધીરુભાઈ વિશેના જુદા-જુદા સાહિત્યકારોએ લખેલા લેખો છે. શિક્ષક ધીરુભાઈની છબી શ્રી મણિલાલ હ. પટેલે સરસ રીતે અંકિત કરી છે. રણમાં પાણી કેવી રીતે રેડાય તે પ્રવીણ દરજીનો લેખ વાંચતાં ખ્યાલ આવે. ધનંજય ઠાકરે રૂપકસંઘનાં સંસ્મરણો વાગોળ્યાં છે. ધીરુભાઈ ઠાકર અને ચંદ્રવદન મહેતા બંને નાટકના માણસો. પરિણામે ચંદ્રવદન મહેતા તેમને નાટ્યકાર તરીકે જ આલેખે. આવાં તો ઘણાં સંસ્મરણો અહીં આલેખાયાં છે તે બધાંમાંથી ડૉ. ધીરુભાઈ ઠાકરની છબી એક આગવી પ્રતિભા તરીકેની • પસે છે. શ્રી કુમારપાળ દેસાઈએ તેમના વિદ્યાગુરુ ડૉ. ધીરુભાઈ ઠાકરના ૯૦મા વર્ષના પ્રવેશ નિમિત્તે સવ્યસાચી સારસ્વત’ પુસ્તક અન્ય વિદ્વાનોના સહયોગ સાથે પ્રગટ કર્યું છે. ધીરુભાઈ ઠાકરના વિદ્યાકીય પ્રવાસથી આરંભીને તેમના સાહિત્યશિક્ષણવિષયક લેખો તેમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્યક્ષેત્ર ધીરુભાઈનું મોટું પ્રદાન તે ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' આપ્યો તેને કહી શકાય. બીજું મોટું પ્રદાન ગુજરાતને ગુજરાતી ભાષામાં વિશ્વકોશ ઉપલબ્ધ કરાવી આપ્યો તે તેમના પરિચયમાં આવેલી વ્ય િતઓએ તેમનાં સ્મરણો આલેખી આપ્યાં છે તેનો પણ અહીં સમાવેશ થયો છે. લોકજીવનના કવિ એટલે દુલા ભાયા કાગ. તેમની સ્મૃતિમાં કુમારપાળ દેસાઈએ અન્યના સહકારમાં કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથનું સંપાદન કર્યું છે. એમના અક્ષરના યાત્રી. ૯૨ જીવનથી માંડીને તેમના પૂર્વજો, તેમનું ઘડતર, દુલાભાઈને દારૂ-માંસની ટેવ પાડવાનો પ્રયાસ તેમના પિતાએ કોની પાસે કરાવ્યો, મેઘાણી સાથે કેવી રીતે મિલન થયું. આધ્યાત્મિકતા કેવી રીતે આવી, બાળપણના સંસ્કારો, લાલચો, ચારણકુળ વિશેની વિગતો, પટ્ટણીજી તેમના પોષક અને સંરક્ષક હતા, સહ્રદયતા – આમ એમના જીવનના મહત્ત્વના પ્રસંગોને ગ્રંથમાં આગળ ૪૬ પાનાંમાં આલેખી આપ્યાં છે. તેમના પરિચયમાં આવેલી વ્ય િતઓએ કવિ દુલા કાગનાં સંભારણાં લખ્યાં છે. આ ગ્રંથની મહત્તા એટલા માટે છે કે આવા સોરઠી સાહિત્યના કવિ વિશે લોકોને ઘણીબધી માહિતી મળે છે. આ ગ્રંથને સંપાદકોએ ચાર ભાગમાં વહેંચ્યો છે. પહેલા ભાગમાં સંભારણાં છે. બીજા ભાગમાં કવિને અપાયેલી અંજલિ છે. ત્રીજા ભાગમાં કવિ કાગ વિશે લખાયેલાં કાવ્યો દ્વારા તેમને અપાયેલી અંજલિ છે. ત્યારપછી લોકસાહિત્ય અને સર્જાતા સાહિત્ય વિશે અભ્યાસુ લેખો છે અને છેલ્લે કાગવાણી મૂકી છે. કવિ દુલાભાઈ વિશે માહિતીસભર ગ્રંથ તેમના અભ્યાસીઓને ઉપયોગી થાય તેવો છે. ૧૯૦૮ની ૨૬મી જૂને સૌરાષ્ટ્રના વીંછિયા ગામમાં જન્મેલા જયભિખ્ખુને સાઇઠ વર્ષ પૂરાં થતાં હતાં. તે નિમિત્તે એમના સાહિત્યપ્રેમીઓએ જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સમારોહનું આયોજન કર્યું. એ સંદર્ભે કોલકાતા અને મુંબઈમાં અભિવાદનના સમારોહ યોજાયા. એ પ્રસંગને અનુલક્ષીને સ્મરણિકાઓ પ્રગટ થઈ. આ સમયે જયભિખ્ખુના વ્ય િતત્વને દર્શાવતા કેટલાક લેખો સંતો, વિદ્વાનો અને સાહિત્ય-રસિકોએ મોકલ્યા હતા અને ષષ્ટિપૂર્તિની • જવણી નિમિત્તે એ ગ્રંથનું પ્રકાશન થવાનું હતું, પરંતુ ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે જયભિખ્ખુનું અવસાન થતાં જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ ગ્રંથ’ એ ‘જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ’ બની ગયો. આ ગ્રંથમાં અગાઉ ષષ્ટિપૂર્તિ નિમિત્તે લખાયેલા લેખો સાથે જયભિખ્ખુ વિશેના અંજલિલેખો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા અને ધીરુભાઈ ઠાકર. કુમારપાળ દેસાઈ અને અન્ય મહાનુભાવોના સહયોગમાં એનું સંપાદન કરવામાં આવ્યું. આ જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ'નું ગુજરાતના મૂર્ધન્ય સારસ્વત શ્રી ઉમાશંકર જોશીએ વિમોચન કર્યું હતું અને એ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, કંચનભાઈ પરીખ તથા મહંત શ્રી શાંતિપ્રસાદજી મહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રંથના સંપાદન દ્વારા જયભિખ્ખુના વિશિષ્ટ વ્ય॰િ તત્વની માહિતી સાંપડે છે. શ્રી દુલેરાય કારાણીએ એમના વિસે સરસ અભિપ્રાય ટાં• યો છે, આજે શ્રી જયભિખ્ખુજી એકાવન પછીના વનવિહારમાંથી હેમખેમ પસાર સંપાદન ૯૩ Page #55 -------------------------------------------------------------------------- ________________ થઈ સાઠ પૂરાં કરે છે અને એકસઠના એકડામાં પ્રવેશ કરે છે. ગુજરાતી સાહિત્યનાં એ અહોભાગ્ય છે. એમણે સેંકડો પુસ્તકો લખી નાખ્યાં છે. તેમ હજી સેંકડો લખી નાખે અને બીજાં સાથ વરસથી પણ અધિક સમય લગી એમની કમનીય કલમ એમના અંતરની અખૂટ જ્ઞાનગંગાનો જ્ઞાનપ્રવાહ વહાવતી રહે એ જ પ્રાર્થના !” જયભિખ્ખુ માટે અને તેમણે રચેલાં સાહિત્ય માટે લોકોને કેટલો આદર છે તે આમાંથી નજરે ચઢે છે. પાછળના ભાગમાં શ્રી જયભિખ્ખુને અપાયેલી અંજલિઓના લેખો છે. એક સાહિત્યકાર જે ૬૨ વર્ષની ઉંમરે અવસાન પામે તે લોકોમાં કેટલી બધી ચાહના પામેલા છે તે આ ગ્રંથમાં લખાયેલા લેખો ઉપરથી સમજાશે. શ્રી જયભિખ્ખુના વિશેષ અભ્યાસ માટે આ ગ્રંથ નોંધપાત્ર ગણાય તેવો છે. ‘સૌહાર્દ અને સહૃદયતા’ એ પ્રો. આર. યુ. જાની સાથે કરેલું સંપાદન છે. કુમારપાળ દેસાઈને પ્રો. અનંતરાય મ. રાવળ પાસેથી પણ વિદ્યા પ્રાપ્ત થવાનો યોગ સાંપડ્યો હતો. પ્રો. અનંતરાય રાવળને ગુજરાતી સાહિત્યમાં તેમણે કરેલાં વિવેચનોને પરિણામે યાદ કરીએ છીએ. તેમણે જે વિવેચનસંગ્રહો આપ્યા તેમાંથી થોડાક ચૂંટીને આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમીની એક પ્રવૃત્તિ તે કોઈ સર્જક કે વિવેચકના સમગ્ર સાહિત્યની કૃતિઓ આપવી. તે અંતર્ગત ચંદ્રવદન મહેતાની સમગ્ર નાટ્યકૃતિઓ’ના પાંચ ભાગ અકાદમી તરફથી પ્રગટ થયા છે. કુમારપાળ દેસાઈએ એ ખંડ ભોળાભાઈ પટેલ અને અરુણભાઈ શ્રોફ સાથે રહીને પ્રગટ કર્યા છે. તેમનાં સમગ્ર નાટ્યસાહિત્યને જુદા જુદા ખંડોમાં એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી, રેડિયોરૂપકો એ રીતે તારવીને સમગ્ર નાટકો પ્રગટ કર્યાં છે. દરેક નાટકની નીચે તે કઈ આવૃત્તિમાંથી લીધું છે તેની નોંધ મૂકી છે. નાટકો પ્રસિદ્ધ કરવા માટે સંપાદકોએ ઘણી જહેમત ઉઠાવી છે પણ તે એકસાથે પ્રાપ્ત થાય છે તેનો આનંદ પણ છે. આ રીતે સાહિત્ય, પત્રકારત્વ, તત્ત્વજ્ઞાન અને સર્જકલક્ષી સંપાદનો કુમારપાળ દેસાઈ પાસેથી મળે છે. અક્ષરના યાત્રી ૯૪ आनंदघन अपाहिज तन अडिग मन -b भगवान महावीर अश भारतीय delp ૧૦ હિન્દી પુસ્તકો lfvE विश्वविक्रम Page #56 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈનાં હિંદી પુસ્તકો જોઈએ તો કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત T૨તીય સત્ર જે નિર્માતા : આનંજયન’ પુસ્તકમાં પ્રસિદ્ધ જૈન કવિ આનંદધનનાં જીવન, કવન તથા એમની પદરચનાઓ તથા સ્તવનરચનાઓની વિશેષતાઓ દર્શાવેલ પુસ્તક છે. આ પુસ્તકમાં આનંદધનનો જૈન પરંપરા સાથેનો સંબંધ તો દર્શાવ્યો જ છે, પરંતુ એથીય વિશેષ યોગી આનંદઘન અને ઉપાધ્યાય યશોવિજયની કાવ્યાત્મકતાનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. આ પુસ્તકમાં આનંદઘનની કાવ્યરચનાઓ સાથે લેખ કે કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં કરેલી તુલના વિશેષ ધ્યાન ખેંચે છે. હિંદી અને ગુજરાતી સાહિત્યમાં આનંદઘન વિશે કેટલાક વિવેચનગ્રંથો લખાયા છે, પરંતુ • યાંય કોઈ વિવેચકે કોઈ જૈનેતર કવિ સાથે એમનો તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો નથી, જે અહીં જોવા મળે છે. આનંદધનનાં સ્તવનો એમના યોગમય અનુભવપૂર્ણ વિચાર, નૈસર્ગિક લાઘવયુ ત વાણી અને તત્ત્વવિચારને લીધે જૈન પરંપરામાં આગવું સ્થાન ધરાવે છે: તો એમનાં પદોમાં ધર્મસંવેદનાનો કવિત્વમય ઉછાળ, ભાવપૂર્ણ વાણી અને અંતરના ઉલ્લાસથી ભરપૂર અનુભૂતિ મળે છે. લેખકે એમની વિવેચનામાં આ વિશેષતાઓ દર્શાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે. એ પછીનું કુમારપાળ દેસાઈનું બીજું હિંદી પુસ્તક 'અrf-1 તન, અદિન મન છે, જેની ચાર વર્ષમાં ત્રણ આવૃત્તિ પ્રગટ થઈ છે. હિંદી સાહિત્ય જગતમાં આ પ્રકારનું પુસ્તક મળતું નથી, જેમાં વિકલાંગ વ્ય િતઓએ દાખવેલાં પરાક્રમોની કથા હોય. એના પ્રારંભે સમર્થ રમતવીર અને ખ્રિસ્તી પાદરી બોબ રિચાઝનું એક વા• ય ટાં• યું 89. "The essential thing in life is not in the conquering, but in the fight.si વિપુછે એક પ્રતિભા કેટલાંક ક્ષેત્રોમાં ગતિ કરે એ જોવું હોય તો કુમારપાળ દેસાઈએ હિંદીમાં લખેલાં પુસ્તકો જોવાં જોઈએ. આમાં ક્રિકેટના કસબની સૂક્ષ્મ ચર્ચા કરતા એમનાં પુસ્તકો ક્રિકેટ-સમીક્ષક તરીકેની એમની ક્ષમતાનો પરિચય આપે છે, તો કપ-1 તન, મંડળ મન' અત્યંત પ્રવાહી શૈલીમાં આલેખાયેલું છે. આ રથન” વિશેનું એમનું વિવેચનાત્મક પુસ્તક કે *TY/વીન -yવર : વિશેનું એમનું પરિચયાત્મક પુસ્તક આ ક્ષેત્રના અભ્યાસીઓને માટે અત્યંત મૂલ્યવાન બની રહ્યું છે. - શેખરચંદ્ર જૈન ક Page #57 -------------------------------------------------------------------------- ________________ VEGETARIANS રીતે જીવનમાં સંધર્ષ કરીને સિદ્ધિ મેળવનારા વિકલાંગોની કુમારપાળ દેસાઈએ લખેલી આ સચિત્ર કથા હિંદી સાહિત્ય જગતમાં પણ લોકપ્રિય બની છે. જૈન ધર્મવિષયક હિંદી ગ્રંથોમાં ‘fનશાસન fif{TTથા' મૂળ ગુજરાતીમાં લખાયેલા પુસ્તકનો હિંદી અનુવાદ છે. આ પુસ્તકમાં એમણે ૧૦૮ જેટલાં ચરિત્રોનું આલેખન કર્યું છે. આમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ભિન્ન ભિન્ન વ્ય િતઓનાં ચરિત્રો મળે છે અને સંક્ષેપમાં પણ સચોટ રીતે આલેખન કરવાની લેખકની શ િત અહીં પણ દૃષ્ટિગોચર થાય છે. કુમારપાળ દેસાઈએ લખેલી ભગવાન મહાવીર’ નામની પુસ્તિકાનો પી. રામચંદ્ર ઝાએ કરેલો અનુવાદ પણ નોંધપાત્ર ગણાય. *TT{ તીય ક્રિકેટ', ક્રિકેટ જૈ વિશ્વવિદ્રમ’ અને ‘ક્રિકેટ સે ઉનૈભાગ-૧-૨ એ કુમારપાળ દેસાઈએ લખેલા ક્રિકેટ વિશેનાં હિંદી પુસ્તકો છે. આ પુસ્તકો જ્યારે પ્રગટ થયાં, ત્યારે એને ઘણી વ્યાપક લોકપ્રિયતા મળી હતી. ભારતીય ક્રિકેટમાં ભારતના રમતવીરોનાં ચરિત્રો છે, જ્યારે ક્રિકેટના વિશ્વવિક્રમોમાં ક્રિકેટની દુનિયામાં નવો કીર્તિસ્તંભ રચનારા ખેલાડીઓની મથામણગાથા છે. વિવેટ વૈરતે રહેજો ભાગ ૧ અને ર એ બે પુસ્તિકાઓમાં બૅટિંગ, બૉલિંગ, ફિલ્ડિંગ અને વિકેટકીપિંગની ટેકનિકની વાત કરી છે. સાથોસાથ ચિત્રો આપ્યાં હોવાથી કયો સ્ટ્રોક કઈ રીતે ખેલવો અને કયો દડો કેવી રીતે નાખવો એની પણ માહિતી મળે છે. આ રીતે હિંદીમાં લખાયેલા ક્રિકેટ વિશેના પુસ્તકોએ હિંદી જગતને એ સમયે ગુજરાતી ક્રિકેટ સમીક્ષકનો સુંદર પરિચય કરાવ્યો હતો. એ પછી ક્રિકેટની ટેકનિક વિશેના કુમારપાળ દેસાઈના લેખો “કુમાર” સામયિકમાં લેખમાળારૂપે પ્રગટ થયા હતા. તેઓ એ વિશેનું પુસ્તક ઘણા લાંબા સમયથી તૈયાર કરી રહ્યા છે. હવે જ્યારે ભારતના રમતફલક પર જ નહીં, પરંતુ સમગ્ર દેશની દૃષ્ટિએ ક્રિકેટની રમતે સહુનું ધ્યાન ખેંચ્યું છે ત્યારે આ પુસ્તક વહેલાસર પ્રગટ થાય એવી આશા રાખીએ. E 'it'LLી ૧૧ અંગ્રેજી પુસ્તકો mstarvia ESERVED A JOURNEY OF ARMBA S ESSIVESSAGE IL BHAGVAN MAHAVRA BOLE OF WOMEN JAIN RELIGION JAINISM મકારના યાત્રી Page #58 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરના જીવન અને સંદેશને સચિત્ર રૂપે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ આપીને અંગ્રેજી વાચકો સમક્ષ રજૂ કરવાનું કુમારપાળનું સ્વપ્ન હતું, જે એમના પુસ્તક Tirthankara Mahavir રૂપે ૨૦૦૩ની સાલમાં સાકાર થયું. તીર્થસ્થાનોના સુંદર ફોટા, પ્રાચીન હસ્તપ્રતોમાંથી બહુરંગી પ્લેટ્સ તેમજ કલાત્મક અને આકર્ષક સજાવટથી Tirthankara Mahavir પુસ્તક અનેરી ભાત પાડે છે. ભાષાનું લાલિત્ય, રસ અને વિષયની માવજત, કાળજીભર્યું અને અધિકૃત સંશોધન, સુરુચિપૂર્ણ લે-આઉટ અને મુદ્રા, અવતરણો અને કલાત્મક ચિત્રો, આકર્ષક ઉઠાવ અને બાંધણી, એમ દરેક રીતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તકની ટક્કર ઝીલે તેવું અદ્ભુત પુસ્તક Tirthankara Mahavir એમની અડધી સદીની સાહિત્યસેવાનું સર્વોચ્ચ શિખર છે. અને સાથે સાથે ભગવાન મહાવીર પ્રત્યેની એમની ભિ ત, પ્રેમ અને સમર્પણનું ચરમબિંદુ છે. - હર્ષદ દોશી હા 51 જૈનદર્શનનાં વ્યાપક તત્ત્વોનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસાર કરવામાં કુમારપાળ દેસાઈનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. પર્યુષણ સમયની વિદેશમાં ચાલતી એમની વ્યાખ્યાનમાળાઓ હોય, યુનાઇટેડ નેશન્સના ચંપલમાં એમનું વ• તવ્ય હોય કે પછી અમેરિકાના જૈન સેન્ટરોના ફૅડરેશન ‘જૈના’માં એમનું પ્રવચન હોય આ બધા પ્રસંગોએ એમણે જૈનદર્શન વિશે પ્રવચનો આપ્યાં છે. આ ઉપરાંત પણ એમણે જૈનદર્શન અંગે કેટલાક મહત્ત્વના ગ્રંથોનું સર્જન કર્યું છે જેમાં ‘Glory of Jainism', “A Pinnacle of Spirituality” અને “Tirthankara Mahavir જેવાં પુસ્તકો મહત્ત્વનાં છે. જૈનદર્શન વિશેના પુસ્તકલેખનનો પ્રારંભ થયો ૧૯૮૮માં ‘Stories from Jainism' દ્વારા. આ પુસ્તકમાં જૈન ધર્મની માર્મિક કથાઓનું આલેખન કરવામાં આવ્યું અને લંડનમાં વસતા શ્રી વિનોદ કપાસીએ જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા એનું સુંદર રીતે પ્રકાશન કર્યું હતું. આ પુસ્તકની કથાઓ બ્રિટનની નિશાળોમાં ચાલતા જૈન ધર્મના અભ્યાસક્રમમાં પણ સામેલ થઈ છે. એ પછી ૧૯૯૦માં ‘ભગવાન મહાવીર’નું બાળકો માટેનું સચિત્ર ચરિત્ર આલેખતું પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશિત કર્યું. અનડા બુક ડીપો દ્વારા પ્રકાશિત થયેલા અને શ્રી રજની વ્યાસનાં કલામય ચિત્રો ધરાવતા આ પુસ્તકની ઘણી આવૃત્તિો થઈ. એવી જ રીતે ભગવાન મહાવીરના જીવન અને સંદેશને આલેખતું Non-Violence : A Way of Life' (૧૯૯૦) પ્રગટ થયું. આ પુસ્તકમાં ચાલીસેક પૃષ્ઠોમાં ભગવાન મહારવીનું જીવન અને એમનો સંદેશ આલેખવામાં આવ્યાં. એ પછી જૈન ધર્મની મહત્ત્વની ભાવના ક્ષમાપના વિશે ‘Kshamapana’ નામે ૧૯૯૦માં પુસ્તિકા પ્રગટ થઈ. આમાં ક્ષમાની ભાવના દર્શાવવાની સાથોસાથ જૈનદર્શનમાં એનું કઈ રીતે મહત્ત્વ કરવામાં આવ્યું છે તે સમજાવીને એની અન્ય ધર્મોમાં આલેખાયેલી ક્ષમાની ભાવના સાથે તુલનાત્મક ચર્ચા કરી છે. અંગ્રેજી પુસ્તકો ૧૦૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ Role of Wornen in Jain Religiorn નામની અંગ્રેજી પુસ્તિકામાં ૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં અપાયેલ પ્રવચન છે. પ્રત્યેક ધર્મમાં સ્ત્રીઓને કેવું સ્થાન અને દરજ્જો મળ્યાં છે તે વિશે આ વિશ્વધર્મ પરિષદમાં ભિન્ન ભિન્ન ધર્મના વિચારકો અને સંતોએ પોતાના મંતવ્યો પ્રગટ કર્યા હતાં. એ સંદર્ભમાં કુમારપાળ દેસાઈએ જૈન ધર્મની દૃષ્ટિએ એક પ્રાચીન સમયથી અર્વાચીનકાળ સુધી સ્ત્રીઓને કેવું સ્થાન મળ્યું છે તેની ચર્ચા કરી હતી. અતિ પ્રાચીનકાળમાં થયેલા અતિ પ્રાચીન તીર્થંકર • ભષદેવની બ્રાહ્મી અને સુંદરીએ એ બે પુત્રીઓની વાત કરી હતી. ચૌદ ભાષાઓની જાણનાર બ્રાહ્મીએ અત્યંત જૂની એવી બ્રાહ્મી લિપિ આપી અને સુંદરીએ રાંધણકલા, નૃત્યકલા જેવી ૮૪ કળાઓ શીખવી. સામાન્ય રીતે સ્ત્રીઓ સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થાને જોવા મળતી નથી, જ્યારે જૈન ધર્મોમાં શ્વેતાંબર ધર્મની માન્યતા પ્રમાણે તીર્થંકર મલ્લિનાથ એ મલ્લિકુમારી નામનાં રાજકુમારી હતાં. જૈન સાધ્વીને પોતાની રીતે આધ્યાત્મિક જીવન જીવવાનું પૂર્ણ સ્વાતંત્ર્ય છે તે વાત દર્શાવી હતી અને દારૂ જેવાં વ્યસનોના અભાવને કારણે સ્ત્રીઓની સ્થિતિ પ્રમાણમાં આદરપાત્ર રહી. આ રીતે આ પુસ્તિકામાં જૈન ધર્મમાં સ્ત્રીના સ્થાન વિશે ચર્ચા કરવામાં આવી છે. ૧૯૯૮માં પ્રગટ થયેલું “Glory of Jainism' પુસ્તક કુમારપાળ દેસાઈનું એક મહત્ત્વપૂર્ણ પુસ્તક બની રહ્યું. આ ગ્રંથમાં જૈન સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓનાં ૧૧૪ જેટલાં ચરિત્રો આલેખવામાં આવ્યાં. શ્રી અશોક શહા ‘પદ્મપુત્રનાં સુંદર | ચિત્રોની સામે પ્રત્યેક ચરિત્ર આપવામાં આવ્યું છે. આ ચરિત્રોમાં જૈન ઇતિહાસમાં થયેલા સાધુઓનાં જીવન અને સર્જનની, સાધ્વીઓની વિદ્વત્તાની, શ્રાવકોની વીરતા અને ઉદારતાની તેમજ શ્રાવિકાઓની ગૌરવભરી ચરિત્રગાથા નિરૂપવામાં આવી છે. વિદેશમાં ચાલતા જૈનદર્શનના અભ્યાસનાં કેન્દ્રોમાં આ પુસ્તક અત્યંત ઉપયોગી બની રહ્યું છે અને એ દ્વારા વ્યાપક સમાજને પણ આ ધર્મમાં થયેલી મહાન વ્ય િતઓનો તાદૃશ પરિચય મળે છે. આમાં લેખકની સંક્ષિપ્તમાં ચરિત્ર વિષયના ગુણો ઉપસાવવાની કુશળતાનો પરિચય થાય છે, તો એની સાથોસાથ જૈન ધર્મના તમામ સંપ્રદાયો અને ફિરકાઓમાંથી પસંદ કરેલાં ચરિત્રો હોવાથી એ સહુ કોઈને ઉપયોગી બની રહ્યાં છે. સાંપ્રદાયિકતાના સીમાડામાં બંધાઈ જવાને બદલે વ્યાપક દૃષ્ટિએ થયેલું ચરિત્રોનું આ ચયન ધ્યાન ખેંચે છે. શ્રીમદ્ રાજચંદ્રના પ્રેરણાદાયી જીવનને દર્શાવતું ‘A Pinnacle of spirituality” (ઈ. સ. ૨૦00) ગ્રંથ આ વિષયનો એક મહત્ત્વનો ગ્રંથ બની રહ્યો. આની પૂર્વે શ્રી દિગીશ મહેતા જેવા વિદ્વાને શ્રીમદ્ રાજચંદ્રનું ચરિત્ર સુંદર રીતે અંગ્રેજીમાં આલેખ્યું છે, પરંતુ આ ગ્રંથનો જેટલો વ્યાપ અને વિસ્તૃત જીવનદર્શન છે તે તેમાં મળતાં નથી. આ ગ્રંથમાં શ્રીમના સચિત્ર જીવનપ્રસંગો આપવાની સાથોસાથ એમના વિશે મહાત્મા ગાંધીએ કરેલાં લખાણો અને આપેલાં વ• તવ્યોનો સમાવેશ કર્યો છે. શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ (સાયલા) દ્વારા પ્રકાશિત આ પુસ્તક શ્રીમદ્ રાજચંદ્રના જીવન વિશેનું એક મૂલ્યવાન પુસ્તક બની રહ્યું. એ પછી કેટલીક પુસ્તિકાઓ મળે છે, જેમાં ‘Essence of Jainism માં જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતોનો પરિચય આપવામાં આવ્યો છે, તો "The Value and Heritage of Jain Religion માં અહિંસા, અનેકાંત, અપરિગ્રહ વગેરેની વાત કરીને ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મના યોગદાનની ચર્ચા કરી છે. ‘Role of Women in Jain Religion' પુસ્તકમાં જૈન ધર્મમાં સ્ત્રીઓને કેવું સ્થાન આપવામાં આવ્યું છે તેની વાત મળે છે. જૈન ધર્મમાં સ્ત્રીસ્વાતંત્ર્યનો તીર્થ કર • ષભદેવના સમયથી મહિમા જોવા મળે છે અને તેથી ઉદાહરણો દ્વારા જૈન ધર્મની વિશિષ્ટ એવી નારીસ્વાતંત્ર્ય અને નારીમુ િતની ભાવના દર્શાવી છે. "The Timeless Message of Bhagwan Mahavir'માં મહાવીરના ઉપદેશોનું વિગતે વર્ણન કરવાની સાથોસાથ એની વર્તમાન સમયમાં કેવી ઉપયોગિતા છે તે દર્શાવ્યું છે. 'Vegetarianism' એ માત્ર સોળ પાનાંની પુસ્તિકા હોવા છતાં શાકાહાર વિશે થયેલી માર્મિક ચર્ચા આમાં આલેખાઈ છે. હૉટલની મુખ્ય સંચાલિકા સ્ટેલા મારિયા અને એના બે મિત્રો પૉલ અને જેની સાથેની ચર્ચા મળે છે. આમાં પોલ આક્રમક રીતે માંસાહારની તરફેણમાં દલીલ કરે છે અને એ દલીલોના યોગ્ય ઉત્તર આપવામાં આવ્યા છે અને એ દૃષ્ટિએ આ એક ભિન્ન પ્રકારની સંવાદાત્મક પુસ્તિકા છે. એ પછી ૨૦૦૨માં CHICLA Journey of Ahimsa (From Bhagwan Mahavir to Mahatma Gandhi) પુસ્તકમાં ભગવાન મહાવીરની અહિંસાની વિભાવનાની ચર્ચા કરીને એમની પૂર્વે થયેલા તીર્થંકરોએ કરેલા અહિંસાના મહિમાની વાત કરી છે. એ પછી જગદ્ગુરુ હીરવિજયસૂરિજી, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, મોતીશા શેઠ જેવાનાં જીવનના અહિંસક પ્રસંગો દર્શાવીને મહાત્મા ગાંધીજીની અહિંસાની ચર્ચા કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સના ચેપલમાં આપેલા વ• તવ્યનો આ ટૂંકસાર છે. એ પછી usulat al 'Our life in the context of five Anuvrats and Anekantwad' પુસ્તકમાં જૈન ધર્મનાં પાંચ અણુવ્રતો અને અનેકાંતવાદની ચર્ચા કરવામાં આવી છે, તો 'Influence of Jainism on Mahatma Gandhi'(૨૦૦૨)માં ગાંધીજી પર અક્ષરના યાત્રી અંગ્રેજી પુસ્તકો 10. ૧૩ Page #60 -------------------------------------------------------------------------- ________________ પડેલા જૈન ધર્મના પ્રભાવને દર્શાવીને શ્રીમદ્ રાજચંદ્ર વિશે એમણે પ્રગટ કરેલા વિચારો મળે છે. આ બધાં પુસ્તકોમાં અંગ્રેજીમાં લખાયેલું Tirthankara Mahavir સૌથી ઉત્તમ ગણી શકાય. ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં દર વર્ષે બીજી ઓ ટોબરે ‘અહિંસા દિવસ • જવવામાં આવે છે અને એ સંદર્ભમાં આ પુસ્તક ત્યાં પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકને ભગવાન મહાવીર વિશેના એન્સાઇ• લોપીડિયા જેવો દરજ્જો મળ્યો છે. એ વિશે યુનોમાં ભારતના રાજદૂત તરીકે રહી ચૂકેલા જૈનદર્શનના અભ્યાસી ડિૉ. એન. પી. જૈન લખે છે, "Tirthankara Mahavir authored by Padmashree Kumarpal Desai is a highly commendable and worthwhile work as it gives a most comprehensive, lucid and vivid account of Bhagwan Mahavir's life and legacy. The book has been attractively designed and rare pictures from Kalpasutra and other Jain Scriptures have given it tremendous added value. This has made it of interest both to scholars and researchers as well as the average reader. The style of expression, the medium of simple language and the devotional spirit mirrored on every page of the book makes it immensely readable. In fact, it will not be an exaggeration to say that this is the most complete and beautifully formatted biography of Tirthankara Mahavir so far in the English language. With the rapid globle spread of Jain community all over the world, the book makes for not only an invaluable reference material, but easy, impact making and assimilative reading for the younger generation of Jains born and brought up in distant foreign countries in the midest of highly materialistic environment." આ ગ્રંથમાં ' ડા અભ્યાસ અને દીર્ધ સંશોધન દ્વારા ભગવાન મહાવીરનું ચરિત્ર આલેખવામાં આવ્યું છે. પ્રાચીન ધર્મશાસ્ત્રોમાં ભગવાન મહાવીર વિશે મળતા ઉલ્લેખ અને વિશ્વની મહાન વિભૂતિઓએ ભગવાન મહાવીર વિશે કરેલી શબ્દવંદના આલેખાયાં છે. સરળ, પ્રવાહી, રસપ્રદ અને પ્રમાણભૂત રીતે લખાયેલા આ ચરિત્રની સામગ્રી વિશે લખતા અને વિદેશમાં જૈન ધર્મનો પ્રસાર કરનારા ગુરુદેવ ચિત્રભાનુ નોંધે છે, Tirthankara Mahavir is a laudable book for more than one reason. Not only it is a labour of love of a noted Jain scholar, but its spotlight is hung over a world philosophy that is essential at the present moment. This is not surprising given the impeccable credentials of Kumarpal Desai and his life-long study of the subject." તીર્થકર મહાવીરના ગ્રંથના પાને પાને બહુરંગી તસવીરો મળે છે. એમાં આલેખાયેલાં પ્રસંગચિત્રોમાં કેટલાંક તો સર્વપ્રથમ વખત આલેખાયાં છે. વળી ભગવાન મહાવીરના વિહારની, તપની, ચાતુર્માસની, એમના ૨૭ ભવની તથા ધર્મ, આત્મા, શીલ, સ્વાધ્યાય, વિનય, ત્યાગ વિશેનાં એમનાં વચનોનું સંકલન મળે છે. વળી ભગવાન મહાવીરનો કાલનિર્ણય, જન્મકુંડળી અને એમણે કરેલી ભવિષ્યવાણીનાં રસપ્રદ સંશોધનોની સાથે આગમસૂત્રોમાં મળતા તેમનાં તપ, ત્યાગ અને મહાવીર-જીવનના ઉલ્લેખો આલેખાયા છે. ભગવાન મહાવીરની પરિષદામાં એમના પરમ શિષ્ય ગુરુ ગૌતમસ્વામી તથા અનેક રાજાઓ અને સામાન્ય માનવીઓએ પોતાના મનની જિજ્ઞાસા પ્રગટ કરી હતી. એ પ્રશ્નો આગમગ્રંથોમાં સંવાદરૂપે મળે છે. એનો પણ આસ્વાદ વાચકને મળે તે માટે આ ગ્રંથમાં LUnique Dialogues પ્રકરણમાં આલેખવામાં આવ્યા છે. વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ’ અને ‘ભગવતી સૂત્ર” એ આલેખાયેલા મહત્ત્વના સંવાદો પણ અહીં મળે છે. વળી આ ગ્રંથની એક વિશેષતા એની સર્વગ્રાહિતા છે. ભગવાન મહાવીરના સંઘમાં કોણ કોણ સામેલ હતું. એનો વિગતે ખ્યાલ મળે છે. એ પછી ભગવાન મહાવીરની પાટપરંપરા દર્શાવી છે તથા તેમના જીવનને લગતાં ત્રણ મહત્ત્વનાં તીર્થો - બ્રાહ્મણવાડા, ક્ષત્રિયકુંડ અને પાવાપુરી–ની વિગતો આપી છે. જુદાં જુદાં આગમસૂત્રોમાં મળતી ભગવાન મહાવીરની વાણી સંગ્રહિત કરી છે. ભગવાન મહાવીર વિશેની સ્તુતિ તથા અન્ય કાવ્યરચનાઓ અહીં સમાવેશ પામી છે. ભગવાન મહાવીરસ્વામીના જીવન વિશે શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયમાં કેટલોક ભેદ જોવા મળે છે. આવા મહત્ત્વના ૧૯ ભેદ અહીં દર્શાવ્યા છે. વળી વિદેશી ચિંતકોએ તથા ભારતના રાષ્ટ્રપુરુષોએ જૈન ધર્મ અને ભગવાન મહાવીર વિશે કહેલાં અવતરણો અહીં મૂ યાં છે. આ ગ્રંથની એક ઉપયોગિતા એ ભગવાન મહાવીર વિશે લખાયેલા મહત્ત્વના ગ્રંથોની સૂચિ છે અને અંતે આ પુસ્તકમાં આવતા સંસ્કૃત અને પ્રાકૃત પારિભાષિક શબ્દોની અંગ્રેજીમાં સમજણ આપી છે. અક્ષરના યાત્રી અંગ્રેજી પુસ્તકો ૧૦૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ અહિંસાની યામાં આ પુસ્તક એની કલાત્મકતા માટે પણ નોંધપાત્ર છે. એના પ્રત્યેક પૃષ્ઠને કલાત્મક બનાવવાનો પ્રયાસ કર્યો છે અને એ જ રીતે એનું મુદ્રણે અને છપાઈ પણ ઉત્કૃષ્ટ પ્રકારનાં છે. અંગ્રેજી ભાષામાં ભગવાન મહાવીર વિશેનું આવું સર્વગ્રાહી પુસ્તકે મળતું નથી. જૈન સમાજના અગ્રણી શ્રેષ્ઠીવર્ય શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ આમાં સમાવેલા વિષયો તરફ જિકર કરતાં લખે છે : "I find that the quality of the paper, the quality of printing and the quality of pictures and photographs inserted in the book are of high standrad. Similarly, the writer has made sincere efforts to include meticulously a large number of details pertaining to the life of Lord Mahavir in his book." આ રીતે અંગ્રેજી ભાષામાં પુસ્તકોની રચના કરીને જૈનદર્શનના સિદ્ધાંતોની વ્યાપકતા અને ઉપયોગિતા વિશ્વ સમક્ષ મૂકવાનો એમનો પ્રયાસ દેખાય છે. લંડનથી પ્રગટ થયેલા "Text Book on Jainism - Level-૬ માં સહસંપાદક તરીકે એમણે યોગદાન આપ્યું છે. આમ, નાનાં-મોટાં કુલ ૧૫ જેટલાં પુસ્તકો દ્વારા એમણે જૈન ધર્મનાં મહત્ત્વનાં સિદ્ધાંતો તથા ચરિત્રો આપવાનો સબળ પ્રયાસ કર્યો છે. ૧૨ પ્રકીર્ણ નક્ષના યાત્રી Page #62 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળ દેસાઈ પાસેથી સાહિત્યના જુદા જુદા વિષયોમાં લખાયેલાં પુસ્તકો મળે છે. તેમ મૂંગા પશુઓનું સારવાર કેન્દ્ર શરૂ થયેલું તે વખતે અપાયેલાં પ્રવચનોનો સંગ્રહ ‘અબોલની આતમવાણી' તેમની પાસેથી મળે છે. ભગવાન મહાવીર વિશ્વ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા નવસારીમાં પશુપંખી સેવા કેન્દ્ર સંકુલના પ્રારંભ નિમિત્તે તૈયાર કરેલા “અબોલની આતમવાણી’ ગ્રંથમાં કુમારપાળ દેસાઈએ સંપાદન કરેલા લેખો મળે છે. આ લેખોની વિશેષતા એ છે કે જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ જેવા શાસ્ત્રીય લેખોની સાથોસાથ પ્રાણીપ્રેમને લગતા અનેક પ્રસંગો આમાંથી મળે છે. વળી, ભારતમાં અહિંસા ધર્મને જીવંત રાખતી પાંજરાપોળ સંસ્થાના પરિચયની સાથોસાથ બ્રિટનમાં મળતી પાંજરાપોળની વિગત તથા એક્સ્ટરડેમના પશુ-ચિકિત્સાલયની માહિતી આપવામાં આવી છે. “ઍન્ટવર્પ, સ્ટેલા મારિયા અને શાકાહાર' એ લેખમાં ઍન્ટવર્ષમાં થયેલી માંસાહાર અને શાકાહાર વિશેની ચર્ચા આલેખવામાં આવી છે. રાજા મેઘરથ, આચાર્ય શ્રી હીરવિજયસૂરિજી તથા અમદાવાદમાં ગેરકાયદેસર કતલખાનાંમાં લઈ જવાતાં પશુઓને છોડાવવા માટે મધ્યરાત્રીએ પ્રાણ આપનારાં ગીતાબહેન રાંભિયાની ઘટનાઓ પણ મળે છે. આ રીતે પ્રાણીપ્રેમ, પ્રાણી-અધિકાર, પાંજરાપોળ તથા શાકાહાર વિશેના લેખો આ સંપાદનમાં સમાવેશ પામ્યા છે. સામાન્ય રીતે આ વિષયમાં પરંપરાગત કે ચીલાચાલુ રીતે લખાયેલા લેખો મળતા હોય છે, જ્યારે આ એક જુદા પ્રકારનું સંપાદન બન્યું છે. ર0રની ૨૫મી એપ્રિલ અને ગુરુવારે અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં આવેલા યુનાઇટેડ નેશન્સના પલમાં વિવિધ ધર્મોના અગ્રણીઓની ઉપસ્થિતિમાં 'Jain Impressions - Bhagwan Mahavir to Mahatma Gandhi' (ael SHRUOL SALES આપેલા વ• તવ્યનો આ ગુજરાતી અનુવાદ “અહિંસાની યાત્રા” નામે થયો છે. ‘ત્રલો યદીપક રાણકપુર તીર્થ' એ અનુપમ સ્થાપત્ય-સમૃદ્ધિ ધરાવતા રાણ કપુર તીર્થ વિશેનો એક સીમાચિહ્નરૂપ ગ્રંથ છે. આ ગ્રંથમાં સંશોધન, સંપાદન અને લેખન એ ત્રણેયની વિશેષતા જોવા મળે છે. વળી, આ ગ્રંથ ગુજરાતી, હિંદી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં લખાયો હોવાથી એનો વ્યાપક પ્રસાર થશે અને વિશેષ તો વિશ્વભરમાંથી અનેક પ્રવાસીઓ રાણ કપુર તીર્થની યાત્રાએ આવે છે, ત્યારે આ ગ્રંથ દ્વારા રાણકપુરનો ઇતિહાસ, પરંપરા પુન:નિર્માણ અને એની સ્થાપત્યસ મૃદ્ધિની ઝાંખી મેળવશે. - રજની વ્યાસ - Page #63 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકમાં વર્તમાન સંદર્ભમાં અહિંસાની આવશ્યકતા દર્શાવવામાં આવી છે, તેની સાથોસાથ ભગવાન મહાવીરે પ્રબોધેલી અહિંસાની ભાવનાની સૂક્ષમતા આલેખવામાં આવી છે. જૈન ધર્મમાં વિચાર. આચાર અને આહાર એ ત્રણેની અહિંસાની વાત મળે છે, તો વળી અપરિગ્રહ વગર અહિંસાપાલન અશ• ય છે તેમ દર્શાવ્યું છે. ભગવાન મહાવીર અહિંસાની ભાવનાના માત્ર વ્યાખ્યાકાર નહોતા, પણ પ્રયોગવીર હતા એમ કહીને લેખકે ભગવાન મહાવીર સ્વામીની અહિંસામાંથી મળેલી નવી વિચારધારા અને કાર્યપ્રણાલી આલેખી છે અને અહિંસા કેવી રીતે સામાજિક જીવનનો આધાર, માનવીય ચેતનાનો આવિષ્કાર અને સહ અસ્તિત્વનો સંસ્કાર બની રહી તે દર્શાવ્યું છે. છેક પ્રાગૈતિહાસિક કાળથી જૈન ધર્મમાં મળતી અહિંસાની ઘટનાઓને આલેખીને એની પાછળની ભાવના ઉપસાવી છે. રાજકુમાર નેમિનાથ લગ્ન માટે લાવવામાં આવેલાં પશુઓને જોઈને પાછા ફરે છે તો મદનરેખા યુદ્ધભૂમિ પર ધર્મોપદેશ આપીને મહાસંહાર અટકાવે છે. અશોકની અહિંસા, મહારાજા સંપ્રતિની ભાવના, આચાર્ય હરિભદ્રસૂરિજીનું જીવન, આચાર્ય હીરવિજયસૂરિનો ઉપદેશ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી થયેલી ‘અમારિ ઘોષણા તથા જગડૂશા અને મોતીશા જેવા શ્રેષ્ઠીઓએ પાળેલી અહિંસા ઉદાહરણ સહિત બતાવવામાં આવી છે. એ પછી શ્રીમદ્ રાજચંદ્રની અહિંસાની ભાવના આલેખીને મહાત્મા ગાંધીજી પર પડેલા તેના પ્રભાવની ચર્ચા કરી છે. એટલું જ નહીં પણ ગાંધીજીએ કઈ રીતે આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં અહિંસાનો પુરસ્કાર કર્યો તે વાત કરી. અહિંસા એ સાર્વભૌમ ધર્મ છે એવા ગાંધીવિચારના મુદ્દાઓને ઉપસાવ્યા છે. માત્ર બત્રીસ પૃષ્ઠમાં એક પ્રાગૈતિહાસિક કાળથી માંડીને માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા સુધી અવિરતપણે પ્રવાહિત અહિંસાની યાત્રાનો આમાં આલેખ મળે છે. ‘ત્રલો • યદીપક રાણકપુર તીર્થ’ એ પુસ્તકમાં રાણકપુર તીર્થ વિશે સચિત્ર માહિતી આપી છે. રાણકપુર તીર્થ ધાર્મિક ભાવના અને • ડી આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતોની ચર્ચા પણ અહીં જોવા મળે છે. રાણકપુર તીર્થ વિશે જાણકારી આપતું આ પુસ્તક છે. આ પુસ્તકનો હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં અનુવાદ થયો છે. ૧ પત્રકારત્વ જોનારના યાત્રી Page #64 -------------------------------------------------------------------------- ________________ પિતા અને પુત્રે એકસાથે દીર્ધ સમય સુધી ગુજરાતી સાહિત્યની સેવા કરી હોય તેવાં જૂજ નામો ગણાવી શકાય : દલપતરામ અને ન્હાનાલાલ, ભોળાનાથ દિવેટિયા અને નરસિંહરાવ, મહીપતરામ નીલકંઠ અને રમણભાઈ નીલકંઠ. આ જ હરોળમાં ‘જયભિખ્યું અને કુમારપાળ દેસાઈને મૂકી શકાય. જયભિખુએ નવલ કથા, નવલિકા, બાલસાહિત્ય, ચરિત્ર, નાટકો એમ મળીને નાનાં-મોટાં 300 પુસ્તકો લખ્યાં છે. જયભિખુ જે સમયગાળામાં થઈ ગયા એ સમયગાળામાં પત્રકારત્વનું ઠીક ઠીક મહત્ત્વ હતું. તેમણે ગુજરાત સમાચાર'માં ઈ. સ. ૧૯૫૩થી ઈટ અને ઇમારત' કૉલમ લખવાનું શરૂ કર્યું. આ કૉલમ અત્યંત લોકપ્રિય નીવડી અને તેઓ ગુજરાતના ઘર-ઘરમાં જાણીતા બની ગયા. જયભિખુ ઈટ અને ઇમારત’ દ્વારા જીવનલક્ષી સાહિત્ય પ્રજા સમક્ષ મૂકતાં. એમાં મુખ્ય લેખ તરીકે કોઈ પ્રેરણાદાયી ચરિત્ર કે નવલિકાનું આલેખન થતું. વર્તમાન પરિસ્થિતિને એક કથા દ્વારા ઉજાગર કરતી એકાદ પ્રસંગકથા હોય. તેમાં હળવો વ્યંગ્ય પણ હોય. લેખના મધ્યમાં એક ઉર્દૂ શેર હોય, તેઓ જીવ્યા ત્યાં સુધી આ કૉલમ એમણે લખી. તેમના અવસાનના બીજા જ દિવસે ગુજરાત સમાચાર'ના માલિક શ્રી શાંતિલાલ શાહે કુમારપાળ દેસાઈને કહ્યું કે, “હવેથી આ કૉલમ તમારે લખવાની છે.” ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે જયભિખુનું અવસાન થયું અને ૧૯૭૦ના વર્ષની પહેલી કૉલમ શ્રી કુમારપાળ દેસાઈએ લખી. એ લખતી વખતે પિતાનું સ્મરણ થતાં અપાર વેદના થતી. આંખમાં આંસુ આવી જતાં. શીર્ષક ઈટ અને ઇમારત' હોય, પણ લેખકના નામ વિના. કારણ એટલું કે કૉલમ બંધ થાય તો વાંધો ન આવે. આમ ત્રણેક કૉલમ પ્રગટ થઈ. આ કૉલમ લખતી વખતની કુમારપાળ ગુજરાતી સાહિત્યની અને જૈન સમાજની સેવા કરવાની ‘જયભિખ્ય ની પરંપરા કુમારપાળે સુંદર રીતે જાળવી છે. ગુજરાત સમાચારની ‘ઈંટ અને ઇમારત' કૉલમ આજે પણ વાચકોની એટલી જ ચાહના મેળવે છે. પિતા અને પુત્ર બંને મળીને કોઈ અખબારની આ પ્રકારની કૉલમ આટલો લાંબો સમય ચલાવી હોય તેવું મારા ખ્યાલમાં નથી. ગુજરાત સમાચાર'ના લેખ કને ‘પદ્મશ્રી'નું માન મળ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. જ શાંતિલાલ શાહ ઇ. પત્રકાર 11 Page #65 -------------------------------------------------------------------------- ________________ દેસાઈની વેદના જોઈને ચોથો હપતો મોકલ્યા બાદ એમનાં માતુશ્રીએ કહ્યું, “જા, જઈને શાંતિકાકા(“ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહ)ને કહી આવે કે બીજા કોઈ સાક્ષરને આ કૉલમ સોંપે.” કુમારપાળ દેસાઈ ‘ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહને મળવા ગયા અને હવે પછી આ કૉલમ શ્રી અમૃતલાલ યાજ્ઞિક જેવા મૂલ્યલક્ષી લેખક પાસે લખાવવાનું સૂચન કર્યું અને સાથે કહ્યું કે અજયભિખુ જેવો વિશાળ અનુભવ મારી પાસે નથી કે નથી એમના જેવી ગછટા.” આ સમયે શ્રી શાંતિલાલે કહ્યું કે, “આ વખતે તો કૉલમના શીર્ષક સાથે તારું નામ પણ મૂકી દીધું છે. આવતીકાલે એ પ્રગટ થશે. આમાં હવે કશો ફેરફાર નહીં થાય.” આ રીતે શ્રી શાંતિલાલ શાહની પ્રેરણાને કારણે આ કૉલમ સતત ચાલુ રહી. આ જ રીતે ગુજરાત સમાચાર'ના લેખક શ્રી ગુણવંતરાય આચાર્યનાં પુત્રી વર્ષાબહેન અડાલજાને પણ શાંતિલાલે લખવા માટે આગ્રહ કર્યો હતો. કહ્યું કે, કશું ન લખ્યું હોય, તો સમાચાર લખીને મોકલ,'' આમાંથી આપણને વર્ષ અડાલજા જેવાં કુશળ નવલ કથા અને નવલિકાનાં સર્જક મળ્યાં. શ્રી શાંતિલાલ શાહ પાસે વ્ય િતની સુષુપ્ત લેખનશ*િ તને પ્રગટ કરાવવાની અનોખી સૂઝ હતી. ૧૯૭૦થી “ઈંટ અને ઇમારત’ કૉલમ આજ સુધી પ્રગટ થાય છે. પિતા જેટલી જ સફળતા તેમને પણ મળી છે. બાપ કરતાં બેટા સવાયા' હોય એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે. તે કુમારપાળ દેસાઈના સંદર્ભમાં સર્વથા યોગ્ય લાગે. ઈંટ અને ઇમારતમાં ધર્મ, રાજકારણ, સમાજ ઉપરાંત ઇતિહાસ, અને ચરિત્રને કુમારપાળ દેસાઈએ સ્થાન આપ્યું છે. એમાં તેઓ ‘આજની વાત' એ શીર્ષકથી સાંપ્રત સમાજમાં બનતી ઘટનાઓ ઉપર કટાક્ષ આલેખે છે. કુમારપાળ દેસાઈએ પત્રકારત્વક્ષેત્રે પદાર્પણ કર્યું રમત-સમીક્ષક તરીકે. ક્રિકેટમાં તેમને ખૂબ જ રસ. પરિણામે તેમણે ક્રિકેટરો વિશે માહિતી એકત્રિત કરવા માંડી અને તે વિશે રસપ્રદ લેખો લખ્યા. તેમને ક્રિકેટનું કામણ કેવું હતું તે શ્રી શાહબુદ્દીન રાઠોડ તેમના વિશે લખે છે : હું ત્યારે મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં આચાર્ય હતો. આ તકનો લાભ લઈ મેં તેમને શાળામાં ક્રિકેટ પર એક પ્રવચન આપવા વિનંતી કરી, આખા ગામના ક્રિકેટના શોખીન એકત્રિત થયા. તેમણે ઇંગ્લેન્ડમાં ક્રિકેટની થયેલ શરૂઆતથી લઈ અનેક અભ્યાસપૂર્ણ બાબતો રજૂ કરી. વધુમાં વધુ રન, વધુમાં વધુ વિકેટો, ઝીરો રનમાં આઉટ થનાર, ૯૯ રને આઉટ થનાર, પ્રથમ જ ટેસ્ટમાં સદી નોંધાવનાર, છેલ્લો બૉલ, છેલ્લી વિકેટ, છેલ્લી મિનિટ અને બંને ટીમનો એક જ સરખો સ્કોર - આવી અનેક રસપ્રદ વિગતો રજૂ કરી તેમણે ક્રિકેટના અભ્યાસીઓને ખુશ કરી દીધા.** આમ તેમણે ઘણા સમય સુધી ‘ગુજરાત સમાચાર'માં રમતનું મેદાન” કોલમ લખીને માત્ર ક્રિકેટની જ વાતો નહિ, પણ ચેસ, ટેનિસ અને હોંકી જેવી રમતો વિશે પણ રસપ્રદ માહિતી આલેખી છે. જો કે એ પછી વિદેશ પ્રવાસોને કારણે આ કૉલમમાં અદ્યતન માહિતી આપવાનું મુશ્કેલ જણાતાં આ કોલમ બંધ કરી. પરંતુ અવકાશે તેઓ આ વિષય પર પારિજાતનો પરિસંવાદ' જેવા કૉલમમાં લખતા રહે છે. ‘ગુજરાત સમાચાર'ની બુધવારની પૂર્તિમાં ‘ઝાકળ બન્યું મોતી’ એ કૉલમ પણ એટલી જ લોકપ્રિય છે. આમાં જીવનપ્રેરક માર્મિક પ્રસંગ તેઓ આલેખે છે. એ જ રીતે દર રવિવારે “પારિજાતનો પરિસંવાદ' એ કૉલમ પણ ‘ગુજરાત સમાચાર'માં નિયમિત રૂપે પ્રગટ થાય છે. એનું વિષયવૈવિધ્ય તરત ધ્યાન ખેંચે છે. ખાસ કરીને પ્રસંગો, ચરિત્રો, જીવનબોધની વાત, સાહિત્યના મૂલ્યની વાત, તેમણે કરેલા પ્રવાસ દરમ્યાનનો યાદગાર પ્રસંગ, રમતક્ષેત્રની ઘટના – વૈજ્ઞાનિક સંશોધનો – આવા જુદા જુદા વિષયો પર તેઓ લખે છે. તેમાં મનઝરૂખો નામની કૉલમમાં વિદેશની કોઈ વ્ય િતનો પ્રેરક પ્રસંગ એના જીવનની માહિતી સાથે આલેખે છે તો ક્ષણનો સાક્ષાત્કાર'માં કોઈ એક વિચાર કે ચિંતનને લાક્ષણિક ઢબે રજૂ કરે છે. ‘આકાશની ઓળખ' એ એમની ‘ગુજરાત સમાચાર'માં ધર્મની વ્યાપકતા દર્શાવતી કૉલમ છે. શ્રી કુમારપાળ દેસાઈ જૈનદર્શનના જ્ઞાતા અને અભ્યાસી છે એટલે સ્વાભાવિક રીતે એમાં જૈનદર્શનની ઘટનાઓ અને સંશોધનો આવે છે. તે ઉપરાંત ઉપનિષદ, રામાયણ, શ્રીમદ્ ભગવદ્ગીતા, મહાભારત જેવા ગ્રંથો વિશે કે ભગવાન બુદ્ધ. વિવેકાનંદ, શ્રીઅરવિંદ જેવી વિભૂતિઓ વિશે પણ લેખો મળે છે. તેમાં તેમનાં જીવનનાં તત્વજ્ઞાનની વાત હોય, પણ તે એટલી સરળતાથી લખાઈ હોય કે તે મહાન યોગીઓના જીવનની પ્રેરક ઘટનાઓથી સામાન્ય માણસ પણ તેનો બોધ પોતાના જીવનમાં ઉતારી શકે. વળી ધર્મને વર્તમાન સંદર્ભમાં સાંકળીને એની પ્રસ્તુતતા સાથે દર્શાવવાનો પ્રયાસ કરે છે, આથી "ધર્મ અને મૅનેજમેન્ટ" કે “ભગવદ્ગીતા અને હૃદયરોગ' જેવા વિષયો પર પણ એમના લેખો મળે છે. એક વખત તેમણે એમના પ્રવચનમાં એમ કહેલું કે, “મને સ્વપ્નાંઓ જોવાની અમરના યાત્રી પત્રકાર 11. પ Page #66 -------------------------------------------------------------------------- ________________ ટેવ છે, આકાશને આંબવું છે” તે આકાશને આંબી તો ન શકાય, પણ તેમણે આકાશ જેવી વ્યાપ તાથી મહાન ગ્રંથો અને સૂત્રોની ઓળખ કરાવી છે. ‘ગુજરાત ટાઇમ્સમાં પ્રગટ થતી તેમની પાંદડું અને પિરામિડ” કૉલમ તો સુવર્ણજયંતિ • જવે એમ છે. તે કૉલમ વિશે લખતાં વિનુભાઈ શાહ લખે છે : છે ‘ગુજરાત ટાઇમ્સ’નો વાચકવર્ગ પાંદડું અને પિરામિડ'ની કાગડોળે રાહ જોતો હોય છે. શીર્ષક પછી તરત શેર-શાયરી કે ગઝલની બે રત્નકણિકા સમી પં િતઓ, પછી લેખનું લક્ષ્ય, પછી દૃષ્ટાંત અને અંતે નિષ્કર્ષ – એવી ચોક્કસ ભૌમિતિક પ્રમેય સમી પ્રતિ સપ્તાહ પ્રસિદ્ધ થતી કૃતિઓમાં પૌરાણિક, ધાર્મિક, ઐતિહાસિક તથા સામાજિક દૃષ્ટાંતકથાઓનો આધાર કુમારપાળ લે છે. તેમાં તેમના વિશાળ વાંચનનું પ્રતિબિંબ પડે છે, જે ધાર્યું નિશાન તાકે છે. એમની કૉલમલેખક તરીકેની એક વિશેષતા એ રહી છે કે કોઈ રાજકીય પક્ષની તરફદારી કરવાને બદલે એમણે પ્રજાની લાગણીને વાચા આપી છે. સ્વાતંત્ર્યોત્તર કાળમાં દેશની પ્રજાની વેદના, હતાશા અને ગુંગળામણને નિર્ભીક રીતે આલેખી છે. આને માટે • વચિતુ કોઈ રાજકીય નેતાએ અણગમો પ્રગટ કર્યો હોય, છતાં એમણે એવી કચ્છી પરવા કરી નથી અને પોતાનો પત્રકાર તરીકેનો ધર્મ નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકતાથી બજાવ્યો છે.” આમ તેમણે પત્રકારત્વક્ષેત્રે મહત્ત્વનું યોગદાન કર્યું છે. આજના સમયમાં ચારિત્રઘડતર કરતી કૉલમ સતત અને સફળ રીતે ચલાવવી એ કપરું કામ કુમારપાળ દેસાઈએ કરી બતાવ્યું છે, જ્યારે એમના આ વિષયના પુસ્તક-લેખનના કાર્યમાં તેમની યશકલગીરૂપ પુસ્તક તરીકે “અખબારી લેખન'ને ગણાવી શકાય. પત્રકારત્વના અનુસ્નાતક કેન્દ્રના મુલાકાતી અધ્યાપક તરીકે, વિશેષાંકોના સંપાદક તરીકે, પત્રકારત્વમાં પીએચ.ડી. કરતા વિદ્યાર્થીઓના માર્ગદર્શક તરીકે તેમજ આ વિષયને અનુલક્ષીને પરિસંવાદોના યોજક તરીકેની તેમની કામગીરી પ્રશંસનીય રહી છે. આથી તેમને પત્રકારત્વક્ષેત્રની કામગીરી માટે નવચેતન રૉપ્યચંદ્રક', થશેશ શુ લ ચંદ્રક’ તથા ‘હરિ ૐ આશ્રમ એવોર્ડ મળ્યા છે. પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર તરફથી સંસ્કૃતિ સંવર્ધન એવૉર્ડ' પણ પ્રાપ્ત થયો છે. અખબારી લેખન’ પુસ્તક પત્રકારત્વના વિષયોને કેન્દ્રમાં રાખીને લખાયેલું છે. અખબારી લેખન કેવી રીતે થઈ શકે તેની ઉદાહરણ સહિત ૨૪ પ્રકરણોમાં વિસ્તૃત માહિતી આપતું પુસ્તક છે. ગુજરાતી પત્રકારત્વમાં એવો ખ્યાલ ઘર કરી ગયો હતો કે પત્રકારને કોઈ તાલીમ લેવાની ન હોય. તે તો નૈસર્ગિક પ્રેરણાથી થતું સર્જન છે. પરિણામે પત્રકારત્વની તાલીમ આપતાં પુસ્તકોનો સમૂળગો ભાવ હતો. આ સમયે પત્રકારને તાલીમ આપતું અને સજ્જતા કેળવવાના માર્ગો દર્શાવતું આ પુસ્તક પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થયું છે. પત્રકારત્વ એક ‘પ્રોફેશનમાં છે. એ વિચારને લક્ષમાં રાખીને આ ગ્રંથ લખાયો છે. આમાં પત્રકારે કયા વિષય પર લખવું જોઈએ. લેખનું આયોજન, એની ભાષા તથા એના આંતરિક બંધારણ જેવી બાબતો અંગે અભ્યાસીને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરવામાં આવી છે. પત્રકારની શૈલીમાં પેરેગ્રાફનું આયોજન, વા• યનું મહત્ત્વ, શબ્દનું સામર્થ્ય કેવી રીતે આવવું જોઈએ તેની સદૃષ્ટાંત ચર્ચા કરીને અખબારી લખાણના લખનારે શબ્દના ઔચિત્યનો ખ્યાલ રાખવો જોઈએ એ સમજાવતાં લેખક લખે છે : “જાણીતો’ અને ‘નામીચો’, ‘વિદ્વાન’ અને ‘સુશિક્ષિત’, ‘આરોગ્ય’ અને નીરોગીતા', “સાક્ષર” અને “ભણેલો’ જેવા શબ્દો વચ્ચેનો ભેદ ખ્યાલમાં રાખવો જોઈએ. અગ્રણી, આગવું શ્રેષ્ઠ, આશ્ચર્યજનક, સર્વોત્કૃષ્ટ જેવાં વિશેષણોનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.” ફીચરનું મહત્ત્વ, તંત્રીની સજ્જતા, કાર્ટુનની કલા જેવા વિષયો પર સદૃષ્ટાંત ચર્ચા કરી છે. અહીં અખબારને લગતા જે લેખો છે તેમાં વિષયની વ્યાપકતા અને તલસ્પર્શી છણાવટ ધ્યાન ખેંચે છે. આમ ‘અખબારી લેખન’ પત્રકારત્વ વિશેનું મહત્ત્વનું પુસ્તક બન્યું છે. અખબારી લેખન વિશે શ્રી વાસુદેવ મહેતા કહે છે, “એ કુંવારી ભૂમિ ને ખેડવાનો પ્રથમ પ્રયાસ ડૉ. કુમારપાળ દેસાઈએ આ પુસ્તકમાં કર્યો છે. તેમણે ઘણી મોટી બાથ ભીડી છે. આ વિષયનો આટલો • ડો અને આટલાં બધાં પાસાંવાળો અભ્યાસ બીજા કોઈએ ગુજરાતીમાં કે અન્ય પ્રાદેશિક ભાષામાં આપ્યો નથી. તેઓ પોતે ફીચર લેખનના ઉત્તમ કસબી અને અગ્રગણ્ય કતાર-લેખક હોવાથી વિપુલ સૈદ્ધાંતિક સામગ્રી સાથે એમના વ્યવહારુ જ્ઞાનનો સમન્વય કર્યો છે. જાતજાતના ફીચરના જુદા જુદા પ્રકારો, સ્વરૂપો, ઇતિહાસ વગેરે સમજાવ્યા પછી સંપાદક તરીકે કૃતિઓનું મૂલ્યાંકન, સજાવટ, મથાળાં વગેરેને કેવી રીતે ન્યાય આપવો તે ભરપૂર દૃષ્ટાંતો સાથે ડૉ. કુમારપાળ દેસાઈએ સમજાવ્યું છે. આ પુસ્તક પત્રકારત્વના અભ્યાસીઓ અને અનુભવીઓ માટે બહુમૂલ્ય છે.” આ રીતે કુમારપાળ દેસાઈએ ભિન્ન ભિન્ન રીતે પત્રકારત્વક્ષેત્રે પ્રદાન કર્યું છે. પત્રકારત્વ ક્ષેત્રે વાચકોની એકસરખી ચાહના જાળવીને દાયકાઓ સુધી લેખન કરવું એ પડકારરૂપ બાબત છે. સમયે સમયે વાચકોની રુચિ બદલાય છે. સમાજની અક્ષરના યાત્રી પત્રકાર ૧૧૬ ૧૧e Page #67 -------------------------------------------------------------------------- ________________ પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે અને મૂલ્યો બદલાતાં રહે છે. આ સમયે કુશળ લેખક પોતાની આગવી ઇમેજ રચીને વાચકોને સતત આકર્ષતો રહે છે. પ્રત્યેક સમયની અમુક તાસીર હોય છે અને પત્રકારે એની તાસીરને ઓળખીને ચાલવું પડે છે. છેક ૧૯૭૦થી અને તેની પહેલાં ૧૯૬૨થી પત્રકારત્વ ક્ષેત્રે લેખન કરતા કુમારપાળ દેસાઈએ પોતાની કલમનું કામણ જાળવ્યું છે. આ માટે વખતોવખત વિષયો અને શૈલીમાં પરિવર્તન આણ્યું છે. વળી, એમનું લેખન પણ એવું છે કે જે આજના મનોરંજનલક્ષી પત્રકારત્વથી અળગું રહીને રચનાત્મક, ભાવનાલક્ષી તથા જીવનઘડતરલક્ષી રહ્યું છે. આટલાં વર્ષો સુધી એકધારી રીતે અને તે પણ એકેય કૉલમ પડયા વિના નિયમિત કૉલમ-લેખન એ સ્વયં એક ભગીરથ પુરુષાર્થ છે. માત્ર અફસોસ એ વાતનો રહે કે કૉલમ સ્વરૂપે પ્રગટ થયેલાં એમનાં લખાણો ભાગ્યે જ ગ્રંથરૂપે મળે છે. ૧૪ gિle રમતાં શીખો. હતી, નક્ષના યાત્રી 11 Page #68 -------------------------------------------------------------------------- ________________ અને ક ક્ષેત્રોમાં લેખન કરનારી વ્ય”િ ત પાસે એક જ વિષયનો આટલો માહિતીસંગ્રહ થયું જ પમાડે ! આજે ભારતમાં આટલી સમૃદ્ધ અને રમતગમતનાં અનેક ક્ષેત્રોની લાઇબ્રેરી ધરાવનારો કોઈ સૉટ્સ સમીક્ષક મારી જાણમાં નથી. આ પ્રભા પરિશ્રમ પાછળનું મુખ્ય કારણ તો વાચક પ્રત્યેની નિષ્ઠા છે. વાચકને પ્રમાણભૂત માહિતી આપવાનો નિર્ધાર છે. શરૂઆતમાં પ્રત્યેક મંચની દરરોજ સમીકા લખવાનું શરૂ કર્યા પછી કુમારપાળભાઈએ રમતનું પૃથક્કરણ કરવાનું શરૂ કર્યું. કૉલમ ઉપરાંત તેમણે રમતગમતની પ્રવૃત્તિનો શોખ વિકસે અને એના ચાણ કોને માહિતી મળે તે માટે સ્પોર્ટ્સ ઉપર અત્યારસુધીમાં ૩૦૦ જેટલાં પ્રવચનો આપ્યાં છે. તેમની રજૂઆતની શૈલી ખૂબ સુંદર હોય છે જેમાં ધ કીકત તેમજ આંકડાઓનું સુંદર આયોજન હોય છે. ભાષા ઉપરના સુંદર કાબૂને લીધે તેમની રજૂઆત આકર્ષક રહેવા પામી છે. દરેક રમત અને તેના ખેલાડીઓનું વર્ણન કરવાની તેમની આબેહૂબ શ*િ ત છે. માત્ર કૉલમ લખીને સંતોષ માનવાને બદલે કુમારપાળભાઈએ સનાં પુસ્તકો લખ્યાં. આ દરેક પુસ્તક એ કબીજાથી તદન અલગ છે, તેમણે લખેલાં પુસ્તકોમાં ‘હાઉ ટુ પ્લે ક્રિકેટ' અને અપંગનાં ઓજસ' ખૂબ લોકપ્રિય બન્યાં છે. સુધીર તલાટી જયભિખુ સમર્થ સાહિત્યકાર હતા. સાહિત્યકારના પુત્ર રમતસમીકલ ક તરીકે કારકિર્દીનો પ્રારંભ કરે, તે કેવું ગણાય ? આથી પિતા કરતાં તદ્દન ભિન્ન ક્ષેત્રમાં લેખનકાર્ય કરવાનું પસંદ કર્યું. રમતગમત વિશેના લેખો લખવાનો પ્રારંભ કર્યો. ૧૯૬ ૧થી સાહિત્ય પાસેથી ખોબે ખોબે આનંદ માણતાં કુમારપાળ દેસાઈને રમતના મેદાન પર સર્જાતી સિદ્ધિઓ જોઈને પણ આનંદ આવતો. તેમના પ્રિય ખેલાડી તે વેસ્ટ ઇન્ડિઝના ખેલદિલ સુકાની ફ્રેન્ક વૉરેલ. તેની ઉદારતા અને મહાનતા તેમને સ્પર્શી ગઈ હતી. વળી એક જ વિષયમાં ખૂંપવાથી વ્યકિતએ એની રસ-રુચિનાં ક્ષેત્રો સીમિત કરી દેવા જોઈએ નહીં ! પરિણામે “ યારેક એકાંગિતા આવી જાય છે. ઉમાશંકર જોશીનાં અધ્યાપનમાં, ગાવસ્કરની સદીમાં, અને આનંદઘનની અધ્યાત્મલહરીમાં આનંદ આવતો. આથી તેમણે વિવિધ ક્ષેત્રોમાં અને વિવિધ વિષયોમાં ગતિ કરી આથી વૈચારિક ક્ષિતિજનો વિસ્તાર થાય, નવું જોવાની દૃષ્ટિ વિશેષ વિકસે. પરિણામે સાહિત્યનાં સ્વરૂપોની સાથોસાથ ૨મતના ક્ષેત્રમાં તેમની કલમ ચાલતી રહી છે. જયભિખુ'ને હૉકીમાં વધારે રસ હતો. પરિણામે કુમારપાળ દેસાઈએ રમતગમતમાં ક્રિકેટનું ક્ષેત્ર પસંદ કર્યું. તેમણે મનથી નક્કી ક્યું કે જે ક્ષેત્રમાં જવું હોય તેમાં આગળ આવવું અને તે માટે પરિશ્રમ કરવો; પાછું વાળીને જોવું નહીં. એ સમયે ગુજરાતી પત્રકારત્વમાં રમતગમતનું “ઝાઝું મહત્ત્વમાં નહોતું. દૈનિક સમાચારપત્રમાં જગાના અભાવે કોઈ સમાચાર કાઢી નાખવાના હોય, તો પહેલાં સાહિત્યના અને પછી રમતગમતના સમાચાર કાઢી રદ કરવામાં આવતાં, આવી પરિસ્થિતિમાં ૧૯૬૨માં કુમારપાળ દેસાઈએ દર અઠવાડિયે ‘ગુજરાત સમાચાર'માં ‘રમતનું મેદાન' શરૂ કર્યું. આ કૉલમ પ્રમાણભૂત. રસપ્રદ અને માહિતીપૂર્ણ બને તે માટે તેમણે અથાગ મહેનત કરી. જુદાં જુદાં અખબારો અને સામયિકોમાંથી Page #69 -------------------------------------------------------------------------- ________________ રમતગમતની વિગતો એકત્રિત કરીને તેઓ નોંધ કરતા હતા. આ વિષય અંગે પ્રગટ થતાં પુસ્તકોનું વાંચન કરે. કલાકોની મહેનત પછી જુદી જુદી માહિતી ધરાવતાં પાંચ હજાર જેટલાં કવર તૈયાર કર્યો, જેથી વાચકને એ વિષયની તારીખ-વાર સહિત પૂરેપૂરી માહિતી આપી શકાય. રમતવીરો સાથે મૈત્રી કેળવી અને રમતગમતની સંસ્થાના અધિકારીઓને પણ મળવા લાગ્યા. ધીરે ધીરે એમના લેખનકાર્યનો વ્યાપ વધતો ગયો. ટેસ્ટમેચ ચાલતી હોય તો રોજે-રોજ તેની સમીક્ષા તેઓ લખતા અને તેને પુષ્કળ પ્રમાણમાં લોકચાહના મળેલી. એ સાથે પિચ, હવામાન, ખેલાડીઓનાં કૌશલ વગેરેને લક્ષમાં રાખીને મેચના બીજે દિવસે શું બનશે તેની સમીક્ષા પણ કરતા. આની પાછળ પુષ્કળ સમય આપવો પડે. પણ રમતમાં ખૂબ રસ હોવાથી આમાં સતત લેખન કરતા રહ્યા. ચંદુ બોરડે નામના ટૅસ્ટક્રિકેટરને કુમારપાળ દેસાઈએ એમના વિશેની માહિતી અને ફોટોગ્રાફ બતાવ્યા, તો એમણે તે બધા સામે ચાલીને માગી લીધા. વળી વાચક પ્રત્યેની તેમની વફાદારી પણ ખરી. તેઓ એમ માનતા કે વાચકને કંઈક એવું આપવું કે તે જાણતો ન હોય અને પ્રમાણભૂત હોય. ઇંગ્લેન્ડમાં ખેલાયેલા વિશ્વ કપમાં કપિલદેવે વિજય મેળવ્યો, ત્યારે રાત્રે તે મૅચ ભારતીય સમય પ્રમાણે રાતના સાડા અગિયાર વાગે પૂરી થઈ. તેની સમીક્ષા લખી. *ગુજરાત સમાચાર'માંથી માણસ આવીને લઈ ગયો. જે વહેલી સવારે અખબારમાં પ્રગટ થઈ. રમતગમતક્ષેત્રે કોઈ ઘટના બને કે તરત જ ‘ગુજરાત સમાચારમાંથી શ્રી બાહુબલિ શાહ અને શ્રી નિર્મમ શાહનો એ વિશે લખવા અંગે ફોન આવે. તેમની સાથે વાત કરે અને પછી એ ઘટના વિશે લખાણ લખે. રમતગમતને કારણે ઘણી સરસ મિત્રો મળ્યા. ઘણા રમતવીરોને મળવાનું બન્યું. તેમના ઉપર સૌથી વધારે પ્રભાવે વેસ્ટ ઇન્ડિઝના કોનરાડ હન્ટનો પડયો. એ મહાન ખેલાડી અમદાવાદની પોળમાં એક વિકલાંગને જોવા ગયા હતા. જેને પાછળથી એમણે મદદ મોકલી હતી. સંગીન ઓપનિંગ બૅટ્સમૅન વિજય મર્ચન્ટને મળવાનું પણ થયું, જેમણે કુમારપાળ દેસાઈના લખેલા પુસ્તક ‘અપંગનાં ઓજસ'ની પ્રસ્તાવના લખી. વિનુ માંકડ, વિજય હઝારે. પટૌડી, હનુમંતસિંગ, વાડેકર, ચંદ્રશેખર, વેંકટ રાઘવન જેવા ખેલાડીઓને મળ્યા. તેમની સાથે પરિચય થયો તો આણંદજી ડોસા, સુશીલ દોશી, સુરેશ સરૈયા, સુરેશ મશરૂવાલા, સુધીર તલાટી, જગદીશ બિનીવાલે જેવાં કોમેન્ટેટરો સાથે મૈત્રી થઈ. ક્રિકેટની કલા દર્શાવતું ‘ક્રિકેટ રમતાં શીખો’ (ભાગ ૧-૨) પુસ્તક લખ્યું. એ પુસ્તક હિન્દી, મરાઠી અને અંગ્રેજી એમ બીજી ત્રણ ભાષામાં પ્રગટ થયું. કુલ બે લાખ પ્રતનું વેચાણ થતાં એણે ક્રિકેટ ક્ષેત્રે સૌથી વધુ વેચાણનો વિક્રમ સર્યો. આ ઉપરાંત ભારતીય ક્રિકેટરો’ અને ‘ક્રિકેટના વિશ્વવિક્રમો' એ બે પુસ્તકો પણ ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રગટ થયાં. વિદેશમાં રમત વિશેના સર્જનાત્મક રીતે લખાયેલાં લખાણોને સાહિત્યનો દરજજો મળે છે. નેવિલ કારડસ જેવા રમતસમીક્ષકોનાં લખાણોને આ રીતે ઘણો • ચો આદર આપવામાં આવે છે. સાહિત્યિક છાંટવાળું રમતગમતનું સાહિત્ય લખવાનો પ્રયાસ કુમારપાળ દેસાઈએ “અપંગનાં ઓજસ'માં કર્યો અને એ કારણે આ પુસ્તક એક વિશિષ્ટ પુસ્તક બની રહ્યું. ઇંગ્લેન્ડની સી.એમ.સી. • લબનું તેઓ સભ્યપદ ધરાવતા હતા. પાકિસ્તાનથી અંગ્રેજીમાં પ્રગટ થતા “ક્રિકેટર’ સામયિકમાં કુમારપાળ દેસાઈના લેખો પ્રગટ થયા છે. પાકિસ્તાનના આ સામયિકમાં પ્રગટ થયેલો મજૂરઅલી ખાને પૌંડી વિશેનો કુમારપાળ દેસાઈનો લેખ પાકિસ્તાની ક્રિકેટ ચાહકોમાં પણ ચાહના પામ્યો હતો. વર્ષો પહેલાં ગુજરાતના પીજ ગામમાં ટ્રાન્સમીટર મૂકવામાં આવ્યું. ત્યારે એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. ક્રિકેટ અને ફૂટબૉલની મેચો આપવાનો વિચાર કર્યો. સ્વાભાવિક રીતે જ આ મૅચોની કોમેન્ટ્રીનું બયાન અંગ્રેજી અથવા હિંદીમાં જ હોય. જ્યારે ખેડા જિલ્લાનાં જે ગામડાંઓમાં ટેલિવિઝન હતાં, ત્યાં અંગ્રેજી તો • માંથી સમજાય ? વળી, એ સમયે થયેલા સંશોધનમાંથી એવું તારણ નીકળેલું કે હિંદી પણ સ્વીકાર્ય નહોતી. આથી ગુજરાતીમાં એ ચિત્રાંકિત થઈ ચૂકેલી મૅચનું પ્રસારણ આંખે દેખ્યા અહેવાલના સ્વરૂપમાં આપવાનો પડકાર • ભો થયો. એ સમયે આકાશવાણી તરફથી નિર્દેશક તરીકે ટેલિવિઝનમાં કાર્યરત શ્રી અરુણ શ્રોફ નોંધે છે કે, આ માટે એવી વ્ય િત હોવી જોઈએ કે જે બૉલિંગ તથા બૅટિંગની કરામતોથી પરિચિત હોય. ખેલાડીઓ વિશે પૂરતી માહિતી હોય અને વિડિયો જોતાં જોતાં આંખે દેખ્યો અહેવાલ આપતા હોય એ રીતે ગુજરાતીમાં એનું વર્ણન કરી શકે. તે વખતે ગુજરાતભરમાં આવી વ્ય િત એક જ હતી – કુમારપાળ દેસાઈ. એમણે આ માટે અમને હા પાડી. અમારા આમંત્રણને સ્વીકાર્યું. આમ જુઓ તો અમારે માટે તેમજ તેમને માટે પણ આ પ્રથમ પ્રયાસ હતો. એમનું ક્રિકેટ વિશેનું જ્ઞાન કોઈ એક મૅચ પૂરતું મર્યાદિત નહોતું. વિશ્વભરમાં રમાતી મૅચોના અહેવાલ વાંચી એ માહિતગાર રહેતા. એ સમયે બીજા દેશોમાં થતું ટીવી પ્રસારણ અહીં દેખાતું નહીં, કારણ કે ઉપગ્રહ કે કેબલની સગવડ નહોતી. મૅચની વિડિયો કુમારપાળભાઈને દિવસ દરમ્યાન બતાવાતી. એની તેઓ થોડીક નોંધ કરી લેતા અને પછી સાંજે મૅચના પ્રસારણ ટાણે એમની પ્રતિભા અક્ષરના યાત્રી == Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી સમક્ષ્ય ટ્રસ્ટ છે જ્યભિખુ ઍવૉર્ડ ઝર્પણ સમારોહ ઝળકતી. મૅચ જાણે એમની સમક્ષ રમાતી હોય એટલી સ્વાભાવિકતાથી, સ્વસ્થતાથી અને મૅચની પરિસ્થિતિને અનુકૂળ એનું વર્ણન કરતા. જરૂર પડે નિષ્ણાત તરીકે બૉલિંગ અને બૅટિંગની ખૂબીઓ સમજાવતા અને પ્રેક્ષકોને રસતરબોળ કરતા. ક્રિકેટના કસબ વિશેનો એમનો અભ્યાસ અને એમના અવાજમાં રહેલી સ્કૂર્તિ અને હકારાત્મક ભાવ સૌને સ્પર્શી ગયાં. આવી જ રીતે એમણે વર્લ્ડ કપ ફૂટબૉલની મૅચોની પણ રજૂઆત કરી હતી.” કુમારપાળ દેસાઈ ક્રિકેટનાં લખાણોમાં • યારેય કોઈ ગૉસિપને સ્થાન આપતા નહીં. એક વાર જાણીતા ઓલરાઉન્ડર કપિલદેવ અને અભિનેત્રી સારિકા વિશે અખબારોએ ઘણી વાતો ચગાવી હતી. ત્યારે કપિલદેવ પાસેથી સાચી હકીકતો મેળવીને એમણે જણાવ્યું હતું કે આમાં કશું તથ્ય નથી. એમના આ રચનાત્મક આલેખન વિશે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કૉમેન્ટેટર અને સમીક્ષ કે સુરેશ સરૈયા નોંધે છે, બરમતગમતનાં લખાણોમાં કુમારપાળ દેસાઈ આપણા રમતવીરોમાં હંમેશાં અગાધ આસ્થા ધરાવતા. ભારતના વિજયોને પ્રશંસાનાં પુષ્પોથી નવાજતા. ખેલાડીઓની પ્રતિભાનું દર્શન કરાવતાં તેઓ • યારેય થાકતા નહીં. પરાજિત ટીમને કે અસફળ રમતવીરોમે ઉતારી પાડવાનો કુમારપાળભાઈએ અજાણે પણ • યારેય પ્રયાસ કર્યો નથી.” ત્રણેક દાયકા સુધી ગુજરાતમાં રમતસમીક્ષાના ક્ષેત્રે એમને અપાર લોકચાહના સાંપડી. કૉલેજો અને સંસ્થાઓ એમનાં સાહિત્ય કે જીવનલક્ષી પ્રવચનો યોજવાની. સાથે આગ્રહપૂર્વક ક્રિકેટ પર પણ એમનું એક વ• તવ્ય રાખતાં. શ્રેષ્ઠ રમતસમીક્ષક તરીકે ચંદ્રકો પણ પ્રાપ્ત થયા. આવાં એકસોથી વધુ વ• તવ્યો એમણે રમતગમત વિશે આપ્યાં છે. આકાશવાણી અને ટેલિવિઝન પરથી એમણે રમત-સમીક્ષા કરી છે. વળી ભારતના પ્રવાસે કોઈ વિદેશી ટીમ આવે ત્યારે ‘ક્રિકેટ જંગ’ નામે વિશેષાંક પ્રગટ કરતા, જે એ પ્રવાસી ટીમ વિશે અને અન્ય પાસાંઓ પર સર્વાગી માહિતી આપતો. આવા પાંચ વિશેષાંકો પણ કુમારપાળ દેસાઈએ પ્રગટ કર્યા છે. ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠ સામયિક “કુમાર”માં એમની “ક્રિકેટની કલા” વિષયક લેખમાળા પ્રગટ થઈ છે. હાલ ક્રિકેટની રમતની ટેક્નિક વિશે તેમજ રમતગમતમાં મૃત્યુના ભયની પરવા કર્યા વિના કામયાબી મેળવનારા ખેલાડીઓના વિશે “મુઠ્ઠીમાં લીધું મોત પુસ્તક તેઓ લખી રહ્યા છે. ૧૫ સંસ્થાઓ 1 અક્ષરના વા ૩૪ Page #71 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળના વ્ય*િ તત્વનું ઉજ્વળ પાસું તે વહીવટી કુશળતા અને સંગઠનશ*િ ત. તેમની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ સૂચિંતિત આયોજન હોય છે. જે જે સંસ્થાનું સંચાલન તેમના હાથમાં હોય તેના પર સુવડ ‘કુમારપાળ ટચ' જોવા મળશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપના કાળથી કુમારપાળે મારી સાથે જોડાયેલા છે. છેલ્લાં ૧૮ વર્ષથી વિશ્વ કોશના પ્રકાશનનું કામ સુંદર અને સંગીન રીતે સમયસર થાય છે તેનું શ્રેય કુમારપાળને છે. વહીવટી તાપ દેખાય નહીં એવી સલુ કાઈથી સંસ્થાનું સંચાલન કરવાની કુશળતા તેમનામાં છે. કોઈ પ્રશ્ન • ભો થાય તો શાંતિથી યોગ્ય ઉકેલ લાવે. મારામાં નામ પ્રમાણે ગુણ નથી. ઉતાવળિયો છું. કોઈક વાર ગુસ્સામાં નિર્ણય લેવા જઉં તો કુમાર પાળે છે કે મારે, ખાજ સુધીના અમારા સહ કાર્યકર તરીકેના સંબંધમાં કડવાશ કે ભી કરી એવો એક પણ બનાવ બન્યો નથી તેનું શ્રેય પણ કુમારપાળની શાણી તથા સદ્ભાવપૂર્ણ કાર્યનીતિને છે. જયભિ'નું સાહિત્ય ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત યુનિવર્સિટીનું ભાષાસાહિત્યભવન જેવી સાહિત્યિક સંસ્થાનો ઉપરાંત ‘ઇન્સ્ટિટ્યૂટ રૉત્ જૈનૉલોજી" જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાને કુમારપાળની આ પ્રકારની સેવાઓનો લાભ મળેલો છે. કશી ધાંધલધમાલ વગર શાંતિથી રમતાં રમતાં વહીવટ ચાલે એવી કુશળતા તેમણે દેખાડી છે. » ધીરુભાઈ ઠાકર - કુમારપાળ દેસાઈની પ્રતિભા બહુમુખી છે. તેમણે માત્ર સાહિત્યમાં જ પ્રદાન કર્યું છે તેમ નથી. તેઓ અનેક સાહિત્યિક સામાજિક અને માનવકલ્યાણનું કાર્ય કરતી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. | ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ૧૯૦૫માં થઈ. ૧૯૮૦થી ૧૯૮૬ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે શ્રી રઘુવીર ચૌધરી સાથે કુમારપાળ દેસાઈએ અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી હતી. એ સમય દરમિયાન યોજેલા પરિસંવાદોમાં “સાહિત્ય અને પત્રકારત્વ’ તેમજ ‘નર્મદ : આજના સંદર્ભમાં એવા બે પરિસંવાદો ધ્યાનાર્હ બની રહ્યા. એના વિશેષાંકો પણ પ્રગટ કર્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (૨૦૦૬-૨૦૦૭) તરીકેનો હોદ્દો પણ શોભાવી ચૂઃ યા છે. એ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદને વ્યવસ્થિત રૂપ આપવાનો પ્રયાસ કર્યો. માંડવીથી મુંબઈ સુધી અને લુણાવાડાથી ભાવનગર સુધી સાહિત્યની અનેક પ્રવૃત્તિનો વિસ્તાર કર્યો. જુદાં જુદાં શહેરોમાં સાહિત્યિક કાર્યક્રમો યોજાયાં. નવોદિત સર્જકો સાથેના સંવાદની પ્રવૃત્તિ અને એ સંદર્ભમાં કાર્યશિબિરો પણ યોજાયાં. ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી વિશેના મુંબઈમાં યોજાયેલા પરિસંવાદો સરસ સંભારણારૂપ બન્યા. તે જ રીતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સાયલા અને ધરમપુરમાં યોજાયેલાં સાહિત્યસત્રો પણ સંપન્ન થયાં. જુદી જુદી વ્યાખ્યાનમાળાઓ, ‘આપણો સાહિત્યવારસો” શ્રેણી અંતર્ગત વ્યાખ્યાનો તેમજ પાલિ કી'ની ગોષ્ઠિઓ દ્વારા પણ સાહિત્યને ઉપકારક એવી પ્રવૃત્તિઓ કરીને તેને ધબકતી રાખી એટલું જ નહિ, પણ દરેક પ્રવૃત્તિમાં તેઓ હાજર પણ રહ્યા, અધ્યાપન સજ્જતા શિબિરનું આયોજન પણ કર્યું. ગુજરાતના બસો જેટલા કવિઓનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદગ્રંથ પણ તૈયાર થયો છે. કુમારપાળ દેસાઈની સંચાનો Page #72 -------------------------------------------------------------------------- ________________ એક વિશેષતા એ છે કે તેઓ જે કાર્ય હાથ ઉપર લે છે, તેમાં ગમે તે મુશ્કેલી આવે તો તેમાં માર્ગ કાઢીને કાર્ય કરે છે. તેનું કારણ કે તેઓ સંઘભાવનાથી સરસ રીતે કામગીરી ચલાવે છે. ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થતો ગુજરાતી વિશ્વકોશ જે ગુજરાત વિશ્વ કોશ ટ્રસ્ટ નામની સંસ્થા દ્વારા પ્રસિદ્ધ થાય છે. આ ટ્રસ્ટ ડિસેમ્બર, ૧૯૮૫માં સ્થપાયું. તેઓ તેના આરંભકાળથી જ ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટને તેમણે શુન્યમાંથી સર્જન કરીને સાકાર કર્યું છે. અનેક વ્ય િતના કાફલા સાથે તેઓ કામ કરે છે. ગુજરાતી વિશ્વકોશના રાહબર ડૉ. ધીરુભાઈ ઠાકર. વિશ્વકોશનું બીજું પાસું તે ડૉ. કુમારપાળ દેસાઈ. જ્યારે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારે એચ. એલ. કૉલેજ ઑવું કૉમર્સ હોસ્ટેલના કંપાઉન્ડમાં જ્યાં રસોડું હતું ત્યાં આ સંસ્થા કામ કરતી હતી. હવે તો તેને પોતાનું ભવન છે. આ સંસ્થાની માવજત કરવા માટે એમણે ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ અવિરત પ્રયાસ કર્યો છે. તેમનાં કાર્યોની પ્રશંસા કરતાં ડૉ. ધીરુભાઈ ઠાકર કુમારપાળના વ્ય*િ તત્વનું ઉજ્જવળ પાસું તે વહીવટી કુશળતા અને સંગઠનશ િત. તેમની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ સુચિતિત આયોજન હોય છે. જે જે સંસ્થાનું સંચાલન તેમના હાથમાં હોય તેના પર સુઘડ ‘કુમારપાળ ટ’ જોવા મળે છે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપનાકાળથી કુમારપાળ મારી સાથે જોડાયેલા છે. છેલ્લાં ત્રેવીસ વર્ષથી વિશ્વકોશના પ્રકાશનનું કામ સુંદર અને સંગીન રીતે સમયસર થાય છે તેનું શ્રેય કુમારપાળને છે. વહીવટી તાપ દેખાય નહીં એવી સલુકાઈથી સંસ્થાનું સંચાલન કરવાની કુશળતા તેમનામાં છે.” મુંબઈ અને કોલકાતા જેવાં શહેરોમાં કુમારપાળ દેસાઈના સંપર્કના પરિણામે વિશ્વકોશના ભવ્ય વિમોચન સમારોહ યોજાઈ શે• યા. કોલકાતામાં તો સાડત્રીસમી ગુજરાતી સાહિત્ય પરિષદ પછીનો સૌથી મોટો સાહિત્યિક બનાવ વિશ્વકોશના વિમોચનના સમારોહનો ગણાય. વિશ્વકોશનું ભવ્ય ભવન તૈયાર થયું. ત્યારે એટલો સહયોગ મળ્યો કે સંસ્થા પર કશો આર્થિક બોજ ન આવ્યો. ગુજરાત સાહિત્ય અકાદમીમાં ઉપપ્રમુખનો હોદો પણ તેઓ શોભાવી ચૂ યા છે. કુમારપાળ દેસાઈ જે જે સંસ્થા સાથે જોડાયા છે તે બધી જ સંસ્થાઓમાં હકારાત્મક વલણ અપનાવીને સહુને સાથે રાખીને કામ કરે છે. તેમનું વ્ય િતત્વ જ એવું છે કે તેમની સાથે કામ કરનાર વ્ય િતઓને પણ આનંદ અને સાથે સાથે ઘણું શીખવાનું મળે છે. તેમની કામ કરવાની ધગશ, ચીવટ, સૂઝ, આયોજન – બધું જ દાદ માગી અક્ષરનાં યાત્રી લે તેવું છે. કોઈ પણ કાર્યમાં મુશ્કેલી આવે તો તેમાંથી સરળતાથી માર્ગ કાઢવાની તેમને ફાવટ છે. આ બધી સંસ્થાઓમાં પણ અનેક મુશ્કેલીઓ તેમને આવી હશે પણ તેઓ બધાના રાહબર બની રહી સતત સાહિત્યિક પ્રવૃત્તિ કરે છે. ગુજરાત સાહિત્ય સભાના તેઓ ઉપપ્રમુખ છે. આ સંસ્થા રણજિતરામ સુવર્ણચંદ્રક અને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત કરવાનું કાર્ય કરે છે અને વ્યાખ્યાનો યોજે છે. ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનના અધ્યક્ષ અને વિનયન ફેકલ્ટીના ડીન તરીકે પણ તેઓ રહી ચૂકયા છે. એ કાર્યકાળ દરમિયાન તેમણે ઘણા બધા સાહિત્યના કાર્યક્રમો કર્યા. માત્ર ગુજરાતી વિભાગના જ નહિ, પણ બીજી ભાષાઓના વિભાગોમાં પણ કાર્યક્રમો થયા. તેની પાછળનું એક રહસ્ય એ લાગે કે મિલનસાર સ્વભાવ, શાંત, બિલકુલ ગુસ્સો નહીં. એના પરિણામે બીજા વિભાગોમાં પણ સુપેરે કાર્ય કરી શ• યા છે. છેલ્લાં ઘણાં વર્ષોથી હું તેમની સાથે કામ કરું છું, પણ મેં તેમને કદી ગુસ્સે થતાં જોયાં નથી કાચ આ જ કારણથી તેઓ દરેક વ્ય િત સાથે સરસ રીતે કાર્ય કરી શકે છે. સામી વ્ય િતને બરાબર સમજે અને પછી જ પોતાનો અભિપ્રાય વ્ય• તે કરે તેવી કુનેહ તેમનામાં છે. | વિદ્યાવિકાસ ટ્રસ્ટના તેઓ ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ દ્વારા સાહિત્યમાં, સમાજમાં ઉત્તમ કામ કરનારને ‘સારસ્વત Íરવ પુરસ્કારથી સન્માનવામાં આવે છે. સમય સાથે તાલ મિલાવતા શ્રી કુમારપાળ દેસાઈ જે સંસ્થા સાથે જોડાય છે તેમાં • ડો. રસ લઈને કાર્ય કરે છે. આ સંસ્થામાં પણ તેમનું પ્રદાન નોંધનીય છે. સદ્. પ્રો. અનંતરાય મ. રાવળની સ્મૃતિમાં સ્થપાયેલ શ્રી અનંતરાય રાવળ સ્મારક સમિતિના કુમારપાળ દેસાઈ મંત્રી છે. આ સમિતિ દ્વારા દર વર્ષે સાહિત્યમાં ઉત્તમ પ્રદાન કરનાર સર્જકને વિવેચન એવોર્ડ અને શ્રેષ્ઠ શિક્ષકને શ્રી અનંતરાય મ. રાવળ પુરસ્કારથી સન્માનવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા ચાલતી બીજી અનેક સાહિત્યિક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રીતે રસ લઈને કાર્ય કરે છે. પ્રો. ચંદ્રવદન સ્મારક સમિતિમાં પણ મંત્રી તરીકે કાર્ય કરે છે. સદ્. પ્રો. ચંદ્રવદન મહેતાની સ્મૃતિમાં આ ટ્રસ્ટ સ્થપાયું છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ચં. ચી. મહેતાએ લખેલાં બધાં જ નાટકનાં પુસ્તકો ફરીથી પ્રગટ કરવામાં આવ્યાં છે.) ચં. ચી. મહેતાની સ્મૃતિમાં નાટ્યક્ષેત્રે ઉત્તમ પદાર્પણ કરનાર વ્યકિતને એવૉર્ડથી સન્માનવામાં આવે છે. કુમારપાળ દેસાઈએ પિતાની સ્મૃતિમાં શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટની સ્થાપના કરી છે. તેના તેઓ મંત્રી છે. આ ટ્રસ્ટ અંતર્ગત આર્થિક સહાય, પુસ્તક સંસાનો ૧૨૯ Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશન, વ્યાખ્યાન, નિબંધસ્પર્ધા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. આ ટ્રસ્ટ દ્વારા યોજાતાં વ્યાખ્યાનો માત્ર અમદાવાદમાં જ નહિ, પણ મુંબઈ, ભાવનગર જેવાં શહેરોમાં પણ યોજાય છે. આમાં સહાય માટે ગરીબ. વૃદ્ધ કે અશ ત સર્જકને કોઈ અરજી કરવાની હોતી નથી કે આને માટે • યાંય આવવાનું હોતું નથી. એ માટે માત્ર ટ્રસ્ટને માહિતી આપવાની હોય છે. તે પછી એ ટ્રસ્ટે દર મહિનાની પહેલી તારીખે એમને એમની રકમનો ચેક ઘેર મળી જાય તેવી ગોઠવણે કરેલી છે. ૨૦૦૭– ૨૦૦૮ એ જયભિખ્ખનું જન્મશતાબ્દી વર્ષ હોવાથી એનાં અનેકવિધ આયોજનોની તૈયારી ચાલી રહી છે. જૈન ધર્મના પ્રસારનું કાર્ય કરતી સંસ્થા ‘ઇન્સ્ટિટયૂટ ઑવું જૈનૉલોજી” જૈનદર્શનનો પ્રચાર કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારતમાં ૧૯૮૩માં એનો પ્રારંભ કુમારપાળ દેસાઈના નિવાસસ્થાનેથી થયો. ૧૯૮૩માં અમેરિકાના શિકાગો શહેરમાં વર્લ્ડ પાર્લામેન્ટ ઑવ્ રિલિજિયન્સ ભરાવાની હતી. એનું ભારતથી જનારા વિદ્વાનોનું સંકલન અમદાવાદથી કરવામાં આવ્યું. ઇંગ્લેન્ડમાં પણ આ સંસ્થા આવેલી છે. પર્યુષણમાં મુંબઈમાં કુમારપાળ દેસાઈનાં અનેક વ્યાખ્યાનો યોજાતાં હતાં. શ્રી કપૂરભાઈ ચંદરયાએ તેમનાં વ્યાખ્યાનોનું આયોજન વિદેશમાં કર્યું. તેમાંથી શ્રી કુમારપાળ દેસાઈને રતિભાઈ ચંદરયા તથા નેમુભાઈ ચંદરયા સાથે સંપર્ક થયો અને તેના પરિણામે ભારતમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવું જૈનૉલોજી કાર્યરત થઈ. “ધી જૈનના બેનર હેઠળ જૈન ધર્મના તમામ ફિરકા અને સંપ્રદાયો સાથે મળીને કાર્ય કરે તેવું વિશ્વધર્મ પરિષદમાં આયોજન કર્યું. વિદેશમાં વસતા જૈનોને ધર્મદર્શન વિશે જાણવાની જિજ્ઞાસા ઘણી હતી. જૈનદર્શનનું જ્ઞાન ભારતમાં હતું અને જિજ્ઞાસા વિદેશમાં રહેતા લોકોમાં હતી. આ સંસ્થા તે કાર્યમાં સેતુ બની રહી. નવી પેઢીને જૈન ધર્મના સંસ્કાર મળે તે એનો હેતુ હતો. નાના પાયા ઉપર ચાલુ થયેલી આ સંસ્થા સમય જતાં આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત થઈ છે. જૈન ધર્મના બધા ફિરકા અને સંપ્રદાયના અગ્રણીઓ અહીં એક સાથે મળીને કામ કરે છે. જૈન • લેરેશન ઑન નેચર, હસ્તપ્રતોનું કૅટલૉગ, જૈનદર્શનના અભ્યાસ માટે સ્કૉલરશિપ, જૈન સ્કૉલરની યોજના, જૈન સ્ટડી કૉર્સ, યુવા યાત્રી, સેમિનાર, વ્યાખ્યાનશ્રેણી, પ્રકાશનપ્રવૃત્તિ, વિશ્વધર્મ પરિષદ, ધરતીકંપ વખતે આર્થિક સહાય – આમ અનેકવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થામાં થઈ રહી છે. શ્રી કુમારપાળ દેસાઈએ તેમનાં માસી અને માતાની સ્મૃતિમાં અનુકંપા ટ્રસ્ટનું આયોજન કર્યું છે. તેઓને પસંદ એવી માનવસેવાની પ્રવૃત્તિ આ ટ્રસ્ટ કરે છે. ૧૯૬૯માં અમદાવાદમાં કોમી રમખાણ થયાં તે વખતે આપત્તિગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય આપવા અમદાવાદમાં સભા યોજી હતી. તેમાંથી “શ્રી મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર સ્થપાયું. શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, પ્રિ. આર. એલ. સંઘવી, શ્રી શુભકરણ સુરાણા વગેરે મિત્રોએ સાથે મળીને રાહતકાર્યો કર્યાં હતાં. તેમની માતાની છબી તેમના ચિત્તમાં કેવી મઢાઈ ગઈ છે. તેને આજે પણ તેઓ યાદ કરીને કહે છે, “માતા પાસેથી જીવનના અનેક પાઠો શીખવા મળ્યા. ‘ધર્મપુરાણમાં કહ્યું છે. કે “માતા સમાન કોઈ મોટો ગુરુ નથી’ તે આજે પણ અનુભવાય છે. માતાની વિદાયને ઘણો સમય થયો તેમ છતાં એના ગુણોના આકાશની ક્ષિતિજ વધુ ને વધુ વિશાળ હોવાનો અનુભવ થાય છે. ગરીબો પ્રત્યે હમદર્દી, કુટુંબ માટે લાગણી. પટેલોની વસ્તીવાળા માદલપુરમાં રહેતા ત્યારે ઘણાં લોકો મારી બાનાં શુકન લઈને બહાર જતાં. પિતાનું અવસાન થયું ત્યારે હિંમત તેમણે જ મને આપેલી. તેમણે માતાને મહાન ‘ગુરુ' કહી છે. આમ માતાનું સ્મરણ તેમના જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. આમાંથી જ ક્ષિતિજનો વિસ્તાર થયો અને દેશ-વિદેશમાં તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ. પર્યુષણમાં આંતરરાષ્ટ્રીય પરિષદોમાં અમદાવાદથી માંડીને યુનાઇટેડ નેશન્સના ચંપલ સુધી તેઓ વ્યાખ્યાનો આપવા જાય છે. સામાજિક અને સાહિત્યિક સંસ્થાઓમાં તેઓ સક્રિયપણે કાર્યરત છે. ગમે તે મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને તેઓ કાર્ય કરે છે. કદાચ તેમને મુશ્કેલીઓનો સામનો કરવાની ફાવટ આવી ગઈ છે. ‘આઇકૅર ફાઉન્ડેશન” નામની સંસ્થા આંખોના રોગો અંગે પ્રિવેન્શનનું કામ કરે છે. અત્યંત ગરીબ, પછાત અને સેવાભાવી સંસ્થાઓ પણ જ્યાં પહોંચી શકતી નહોય, તેવાં નાનાં ગામડાંઓમાં આ સંસ્થા કાર્ય કરે છે. તેના ડાયરે ટર તરીકે પ્રસિદ્ધ સોલિસિટર શ્રી બી. એચ. આંટિયા, ભારતના પૂર્વ ઇન્કમટૅક્ષ કમિશનર એચ. સી. પારખ, મુંબઈના અંડવોકેટ રસિકભાઈ દોશી, આશાપુરા માઇન કેમના શ્રી નવનીતભાઈ શાહ વગેરે વડીલોની સાથે તેઓ કાર્ય કરી રહ્યા છે. અજમેર-દહાણુ વગેરે જગ્યાએ આ સંસ્થાએ કાર્ય કર્યું છે. એ આંખોની તપાસ માત્ર નથી કરતી, જરૂર પડે ઑપરેશન અંગે ગોઠવણ કરે છે અને ચશ્માં પણ કઢાવી આપે છે. આ સંસ્થા મુંબઈથી કાર્યરત છે. એના આંતરરાષ્ટ્રીય ડાયરે ટર તરીકે શ્રી કુમારપાળ દેસાઈ કામગીરી સંભાળે છે. અક્ષરના યાત્રી સંસા ૧૩0 Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રીમદ્ રાજચંદ્ર સેવાકેન્દ્ર દ્વારા ઉમંગ’ નામની મૂક-બધિરોની સેવા કરતી સંસ્થા છે. તો હૃદયરોગના દર્દીઓને સારવાર માટે આર્થિક મદદ કરતી સુલભ હાર્ટ ઍન્ડ હેલ્થ કેર નામની સંસ્થા પણ છે. આ ઉપરાંત અનેક સંસ્થાઓમાં તેઓ ટ્રસ્ટી અને સલાહકારની ફરજ બજાવે છે. અનેકવિધ ક્ષેત્રોમાં પોતાના શબ્દથી યશસ્વી પ્રદાન કરનારા ડૉ. કુમારપાળ દેસાઈ પોતાના વિચારોને શબ્દ સુધી જ સીમિત રાખતા નથી. બલ્કે એ વિચારોનું કર્મમાં રૂપાંતર પણ કરે છે. અક્ષરના યાત્રી ૧૩૨ માંડવીમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેનું વજ્ર તવ્ય સંવેદના, સહૃદયતા અને સજ્જતા वन्देम देवतां वाचम् ।। સાહિત્યપ્રિય સ્વજનો, ગુજરાતી સાહિત્ય પરિષદ જેવી સાહિત્યની ભવ્યોજ્જ્વલ પરંપરા ધરાવતી સંસ્થાના પ્રમુખ થવું તેનો આનંદ જરૂર હોય, પણ એ સાથે વિનમ્રતાથી મારા પૂર્વસૂરિ સારસ્વત પ્રમુખોની હરોળમાં મારું નામ મૂકું છું ત્યારે સ્વાભાવિક રીતે જ સંકોચ થાય છે. મુખ્યત્વે હું ગુજરાતી ભાષા સાથેની મારી નિસબતના પરિણામ રૂપે આ પદને જોઉં છું. આ પદ સાથે જોડાયેલા ઉત્તરદાયિત્વથી હું અભિન્ન છું, પણ આપ સહુની ઉષ્મા અને સાથ મારા એ ઉત્તરદાયિત્વને અદા કરવામાં મદદરૂપ થશે, એવી શ્રદ્ધા છે. હું અહીં છું એ એક વ્યવસ્થા છે. આપણે સહુ અહીં છીએ એ પરિષદ અને એનો આત્મા છે. સંવેદનશૂન્યતા તરફ ગતિ Your science will be valueless, you'll find And learning will be sterile, if inviting Unless you pledge your intellect to fighting Against all enemies of mankind. પરિશિષ્ટ : ૧ [Brecht : Collected Poems, Methuen Edition, p. 450] માનવજાતના શત્રુ સામે તમારી બુદ્ધિનો અને શક્તિનો ઉપયોગ કરો તો જ વિજ્ઞાનનું મૂલ્ય છે અને તો જ વિદ્યા વાંઝણી થતી અટકશે. સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૧૩૩ Page #75 -------------------------------------------------------------------------- ________________ આ કાવ્ય છે ૨૦મી સદીની રંગભૂમિ પર સૌથી વધુ પ્રભાવક અને લોકપ્રિય એવા જર્મન નાટ્યકાર શ્રેષ્નનું. હિટલરના સમર્થકોએ એનાં પુસ્તકોની હોળી કરી હતી અને બ્રખ્ત દંપતીને અંધારી રાત્રે જર્મની છોડીને સોવિયેત સંઘ તેમજ ભારત થઈને અમેરિકા જવું પડ્યું હતું. મૂલ્યોની કટોકટી આજે આપણે સહુ સાંસ્કૃતિક કયેકટીની એવી ક્ષણ પર ઊભા છીએ કે જ્યારે પ્રજા તરીકે અને વ્યક્તિ તરીકેનું આપણું અસ્તિત્વ જોખમમાં આવી પડ્યું છે. આપણી ચારે બાજુ તમામ ક્ષેત્રોમાં નાની-મોટી, હળવી-ગંભીર એવી સતત મૂંઝવનારી સમસ્યાઓનો અનુભવ થાય છે. આ અસ્તિત્વને ટકાવી રાખવા માટે જેમ બીજાં ક્ષેત્રોમાં સફળ-અસફળ પ્રયત્નો થઈ રહ્યા છે, તેવું સાહિત્યમાં પણ છે. કદાચ બાહ્ય દૃષ્ટિએ એમ પ્રતીત થાય કે સાહિત્યની કટોકટીની અસર પ્રજાના જીવન પર નહિવત્ અથવા ઘણી ઓછી છે, પરંતુ સમગ્ર પ્રજાજીવનની કટોકટીના મૂળમાં સાહિત્યની કટોકટી જોવા મળે તો કદાચ નવાઈ નહીં. પ્રજાના વ્યક્તિત્વનું ઘડતર તેના આંતરસત્ત્વ પર બંધાય છે. પ્રજાની ભૌતિક સમૃદ્ધિ એ એના આંતરસત્ત્વનો માપદંડ નથી, પણ પ્રજાજીવનમાં નૈતિક મૂલ્યો કેટલાં સચવાયાં છે તેના પરથી તેનું આંતરિક સત્ત્વ મપાય છે. આ મૂલ્યોમાં સત્ય, ન્યાય, અહિંસા ઉપરાંત વીરત્વ, નિષ્ઠા, વૃત્તિ અને સહૃદયતાનો સમાવેશ થાય છે. આ આંતરિક સત્ત્વનું પોષણ-સંવર્ધન પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સાહિત્ય અને કલા દ્વારા થતું રહે છે. આ આંતરસત્ત્વનાં મુખ્ય બે અંગો છે : જ્ઞાન અને આનંદ. પ્રજાના સંસ્કારજીવનમાં આ બે અંગોને વિકસાવવામાં સાહિત્ય અને કલાનો ફાળો બહુ મોટો છે. આજે આપણે સાહિત્યની કટોકટીની વાત કરીએ છીએ. આ કટોકટી તે મૂલ્યોની કટોકટી છે, સહૃદયતા અને સજ્જતાની કટોકટી છે. આંતરસત્ત્વની સામેનાં દુરિતોનો સામનો કરવાનો છે અને એ માટે સહુએ સહિયારો પુરુષાર્થ કરવાનો છે. આજ ની સમસ્યા સહૃદયતાની ઊણપની સમસ્યા છે. સહૃદયતાનું મૂળ સંવેદના છે. માત્ર સૌંદર્ય પ્રત્યેની સભાનતામાંથી સંવેદના આવતી નથી. એ માનવહૃદયનો ગુણ છે. એ ગુણ કેળવવાની તક આજની પેઢીને મળી નથી એ માટે આપણે શિક્ષણપ્રથાને કે વહીવટી તંત્રને જવાબદાર ગણી શકીએ, પણ આપણે આપણી જવાબદારીમાંથી છટકી શકીએ નહીં, કારણ કે માનવતા એ સર્વજનીન વિશિષ્ટતા છે. સંવેદના માનવતામાંથી જન્મે છે અને આજે એ માણસાઈનું સુકવણું થઈ રહ્યું હોય તેમ લાગે છે. સંહારક શસ્ત્રોની વિભીષિકાએ માનવીને મુંઝવી નાખ્યો છે, પરંતુ એથીય વિશેષ એક નવી વિભીષિકા એની રૂચિ, એનાં મૂલ્યો અને એની સંવેદનાના સંદર્ભમાં સર્જાઈ રહી છે. સંવેદના એ સાહિત્યસર્જનનો ‘લાઇવ વાયર’ છે. એક સમયે સર્જકને જે સમસ્યાઓ મૂંઝવતી હતી, એ આજે કાલગ્રસ્ત થઈ ગઈ છે. ગોવર્ધનરામ કે હાનાલાલ, કાન્ત કે કલાપી, મણિલાલ નભુભાઈ કે પ્રિયકાન્ત મણિયારે અનુભવેલાં પ્રણયવિભાવના-વિષયક ઢંઢો આજે ન હોય તો ભલે, પરંતુ હવે એ પ્રણયનું જ સ્થાન વ્યક્તિના જીવનમાં કેટલું? આપણાં મૂલ્યો દ્રાવણપાત્રમાં આવીને ક્યાં છે. આપણી ભાવનાઓનો ક્રૂર સંહાર થયો છે. એક સ્વાર્થમય, લેનદેન આધારિત, સંવેદનશુન્યતા પ્રત્યેની તીવ્ર ગતિમાં આંતરમંથનો અને વ્યાપક સંવેદનોની ઊપજ કેટલી ?' એક સમયે સર્જક – હું કોણ છું ? જીવન શું છે ? મૃત્યુ શું છે ? સાચો નેહ કોને કહેવાય? પરમ આનંદની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? એવા પ્રશ્નોની ખોજ કરતો હતો અને સાહિત્યમાં એની એ આંતરખોજનું પ્રતિબિંબ ઝિલાતું હતું. માણસની વૃત્તિએ એનું વૈચારિક માળખું ધરમૂળથી બદલી નાખ્યું છે. મૂલ્યહાસ, ભ્રષ્ટતા, ટૂંકા માર્ગો લેવાની વૃત્તિ, સંકુચિત સ્વાર્થ વગેરે વકરી રહ્યાં છે. જીવનને બદલે ‘બજાર'ની શોધ. શાહમૃગ આફ્રિકાના રણમાં જ નથી. આપણી વચ્ચે પણ છે. ટેકનૉલોજીના આ સમયગાળામાં જીવનમાં બધી બાબતોનો રોકડિયો પાક ઉતારવામાં આવે છે. રાજ કારણ, અર્થકારણ, નોકરશાહીના દબાણ ઉપરાંત લોકો એક રેટ-રેસમાં સામેલ થયા છે અને તેને પરિણામે આપણે જીવનમાંથી ઘણું ભૂલી રહ્યા છીએ. ઘરના આંગણામાં છોડ વાવીએ છીએ, પણ છોડમાં આવેલી નવી કુંપળનો ઉત્સવ ઊજવતા નથી. આનંદના ઉપહાર રૂપે અન્યને બુકે આપીએ છીએ, પરંતુ એ ફૂલોની સુવાસનો અનુભવ કે એના રંગોનો આનંદ આપણે લેતા નથી. મેદાન પર પથરાયેલા લીલાછમ ઘાસનું મંદ મંદ હાસ્ય કે પછી સમુદ્રની લહેરોનો આનંદ કે હિમાચ્છાદિત શિખરોની ભવ્યતા ભૂલી ગયા છીએ. એને માટે આપણી પાસે ન તો આંખ રહી છે કે ન તો એને સાંભળવા માટેના કાન. આ અંધ-બધિર અવસ્થાએ માનવીના ભીતરને મૂક બનાવી દીધું છે. વાસ્તવની ઉપેક્ષા, વાસનાપૂર્ણ કામેચ્છા અને માનવીય ભાવનાઓને વ્યવસાયીકરણ, રુચિનું નિમ્નસ્તરીકરણ – આ બધાંને સંવેદના, સહદયતા અને સજજતાં નક્ષના યાત્રી ૧૪ ૧૩૫ Page #76 -------------------------------------------------------------------------- ________________ કારણે માનવી ભીતરનો આનંદ, સમભાવ અને સંવેદના ખોઈ રહ્યો છે. મશીન દ્વારા માનવીનું વિસ્થાપન, મહાનગરનાં સિમેન્ટ-કૉન્ક્રીટનાં જંગલોનું નિર્માણ અને પ્રગતિના નામ હેઠળ ખેલાતી સત્તાની રાજનીતિ અને વ્યવસ્થા કે લોકતંત્રને નામે થતી જોહુકમી – આ બધી બાબતોનો વિચાર કરવો જોઈએ. આજે ગ્લોબલાઇઝેશનને કારણે માણસ જાણતાં કે અજાણતાં ‘બજાર’ બની ગયો છે. બજાર અને માલનું કેન્દ્ર દૃઢ બન્યું છે અને તેનો છેડો અર્થ ઉપર છે. બીજું સઘળું ગણાતિગૌણ બની રહ્યું છે. દરેક દેશ અને તેનો માણસ જીવન નહીં, બજાર શોધે છે. રૉબોટની જેમ તે એના જીવનની સિસ્ટમ બજારના સંદર્ભમાં ગોઠવી રહ્યો છે. માણસના સંદર્ભો સાથે સાહિત્યની ગતિ પણ બદલાય. સાહિત્ય માણસને પ્રતીત કરાવવાનું છે કે તે પોતે ‘વસ્તુ’ અથવા ‘બજાર' નથી, પણ ચૈતન્યથી, ભાવસંવેદનથી ભરી ભરી પ્રાણશક્તિ છે. સાહિત્યકારે સંવેદનાસભર મનુષ્યની છબી ઉપસાવવાની છે. સંવેદનાસભર જીવન શું છે, તેને પ્રત્યક્ષ કેમ કરી આપવું તે મથામણ આપણા સમયમાં સૌથી મોટી બાબત બની છે. વાધ આવ્યા ને ગયા, આવશે ન જ શ; પણ અવશેષમાં માણસ ન રહ્યો તો સઘળું ગયું સમજવાનું. આજે વાદો અને વાદોના પુરસ્કર્તાઓનાં વલણ નરમ પડ્યાં છે, શમ્યાં છે, બદલાયાં છે, વિશ્વ સાંકડું બન્યું છે અને ભાષાઓ નજીક આવી છે. માહિતીવિસ્ફોટ થયો છે. સમૂહ-માધ્યમોને કારણે વિશ્વવ્યાપી ઘટનાઓ સાથે સદ્ય પરિચિત થવાનું બન્યું પણ આની સામે સર્જન એવી ફાળ ભરી શક્યું છે. કે કેમ તે પ્રશ્ન છે. સમૂહમાધ્યમોનો પ્રભાવ સમૂહમાધ્યમોની ગતિ વિપરીત નીવડી છે. માનવજાત માટે કેવું અદ્ભુત પરિવર્તન આણશે એવી આશા સાથે આવેલું ચલચિત્ર બહુધા સ્થૂળતા અને રંજ કતામાં સરી ગયું. રેડિયોનું માધ્યમ હવે ઉપેક્ષિત બન્યું છે અને ટેલિવિઝને દીવાનખંડમાં પ્રવેશીને એક એવા આતંકવાદને જન્મ આપ્યો છે કે જેને પરિણામે માનવજીવનની કેટલીય મધુર, સૂમ, સંવાદી, ઉદાર અને સૌંદર્યમંડિત ભાવનાઓ રસાતળ જઈ રહી છે. દોસ્તોયેવસ્કીએ કહ્યું હતું કે કેવળ ‘સૌંદર્ય” જ દુનિયાને બચાવી શકશે. આ સૌંદર્ય એટલે પૂર્ણતાની શોધમાં નીકળેલો સક્રિય મનુષ્ય. એ સૌંદર્ય એટલે જીવનનાં સુખમાં અને દુ:ખમાં, સંવાદ અને વિસંવાદમાં, કટુ અને મધુર ભાવોમાં વસેલું સૌંદર્ય. આજે એ સૌંદર્યનું વ્યાપારીકરણ થઈ ગયું છે. સમૂહમાધ્યમોએ સાહિત્ય પર આક્રમણ કર્યું એમ કહેવું તે અર્ધસત્ય છે. બન્યું એવું કે રેડિયો, ચલચિત્ર અને ટેલિવિઝન જેવાં સમૂહમાધ્યમો સાહિત્યને વશ થવાને બદલે સાહિત્ય સમૂહમાધ્યમોને વશ થઈ રહ્યું છે. સમૂહમાધ્યમોમાં ભાષાશુદ્ધિથી માંડીને એના વિષયો અને એની પ્રસ્તુતિ સુધીના અનેક પ્રશ્નો ઉભા થયા છે. આને પરિણામે એ માધ્યમોના સ્તર અંગે સવાલ જાગે છે. આપણે ઘણી બાબતો માટે પશ્ચિમને જવાબદાર ઠેરવીએ છીએ, એની ટેકનૉલોજીને કારણભૂત માનીએ છીએ; પરંતુ હકીકત એ છે કે ટેકનૉલોજી જરૂર પશ્ચિમમાંથી આવે છે પણ એને દિશા-દર્શન આપવાનું કામ આપણું હોય છે અને એમાં આપણે નિષ્ફળ ગયા છીએ. મહારાષ્ટ્ર અને બંગાળમાં માધ્યમોનું ધોરણ પ્રમાણમાં ઊંચું રહ્યું; તેનું કારણ સમૂહમાધ્યમો પર સાહિત્યકારોનો પ્રભાવ જોઈ શકાય. દૃશ્યશ્રાવ્ય માધ્યમથી પુસ્તકો લખાવાનાં બંધ થવાનાં નથી. સમૂહ-માધ્યમથી સાહિત્યનું ધોરણ નીચું આવતું નથી. સામાન્ય ઘટનાની સનસનાટીપૂર્ણ દીર્ધ રજૂઆત કરતા સમાચારો, ઉપભોક્તાવાદને બહેકાવતાં વિજ્ઞાપનો અને ફોર્મ્યુલાબદ્ધ ધારાવાહિકોની ભરમારમાં સાહિત્યિક કૃતિ ભાગ્યે જ જોવા મળે છે, ટેલિવિઝનથી સાહિત્યિક રુચિના સંવર્ધનની વાત તો દૂર રહી, હવે તો શિષ્ટ રુચિને પણ આઘાત થવા લાગ્યો છે. રંજ કતા એવી લીલા છે કે જેની પાછળ માધ્યમ ઘેલું બને તો બધી જ મર્યાદા નેવે મૂકી દે. દર્શકની બુદ્ધિ અને રુચિ વિશેના એના ખ્યાલો ચિંતાપ્રેરક છે. દરેક માધ્યમનો એક સમયગાળો હોય છે. આરંભમાં એ ચોંકાવી દે એવું આકર્ષણ જગાવે છે અને સમય જતાં મોળું પડે છે, એથી જ આ સમૂહમાધ્યમની તેજ રફ્તાર વચ્ચે અત્યારસુધી સાહિત્ય પોતાની મુદ્રા જાળવી શક્યું છે. કારણ કે એની પાસે માનવઅંતઃસ્તલને સ્પર્શવાની શક્તિ અને કૌવત છે. પરિણામે આજના ગુજરાતના સાહિત્યકાર સામે સમૂહમાધ્યમ પડકાર નથી. પરંતુ એને માટે પોતાની આંતરશક્તિની વાફ-સ્તરે સમુચિત અને વિશિષ્ટ અભિવ્યક્તિ એ પડકાર છે. માધ્યમોની ગતિ અમુક આવરદાવાળી અને જલદી લાભ અંકે કરી લેવાના મિજાજવાળી હોય છે. સાહિત્ય એ એક એવું માધ્યમ છે કે જેની નેમ અને નિયત નિશ્ચિત રહી છે અને એ છે મનુષ્યત્વનું નિરૂપણ અને એનું ઉન્નયન. આજના સાહિત્યકારે એના અનુલક્ષમાં જ સર્જનના ઘટાટોપને વિસ્તારવાનો છે. તત્કાળ આનંદ અને લાભ કરાવે તેવી વસ્તુ માધ્યમને જોઈએ, જ્યારે સાહિત્ય એ દીર્ધકાળ સુધી માનવને મૂલ્યો અને આનંદનો અનુભવ કરાવનાર છે. સંવેદના, સહદયતા અને સજજતા ૧૩૩ અક્ષરના યાત્રી ૧૬ Page #77 -------------------------------------------------------------------------- ________________ માનવઆત્માનો અવાજ સમૂહમાધ્યમનો પ્રભાવ ગમે તેટલો હોય, અગાઉ નિર્દેશ્યું તેમ, સાહિત્યસર્જન તો ચાલુ જ રહેવાનું. સાહિત્યમાં નિહિત છે માનવઆત્માનો અવાજ. આ સૂરની ફાવટ સમૂહમાધ્યમોને નથી, તેથી સાહિત્યનો એ અવાજ સમૂહમાધ્યમમાં કાં તો ગૂંગળાય છે અથવા તો કચડી નખાય છે. પરંતુ માનવ-આત્માનો અવાજ સાહિત્યમાં કેવો સંભળાય છે તે સાહિત્યનો એ અવાજ ઉત્તર આફ્રિકાના સેનેગલ દેશના કવિ સેમ્બર્ન ઓસમનેમાંથી પામી શકાય. ‘Fingers’ નામના કાવ્યમાં સંગેમરમરમાં સુંદર આકૃતિ સર્જતી સ્થપતિની આંગળીઓ કે પછી જમીનને હળથી ખેડચા બાદ ખાડો ખોદી વાવણી કરતા ખેડૂતની આંગળીઓની વાત કરતાં. એ એવી આંગળીઓ પ્રતિ પણ લક્ષ દોરે છે કે જે જીવનનો નાશ કરે છે. કવિ કહે છે, The finger of a soldier Across the rivers and languages Of Europe and Asia Of China and Africa, Of India and the Oceans Let us join our fingers to take away All the power of their finger Which keeps humanity in mourning. [Sambene Ousmane, ‘Fingers' quoted in Lotus Awards 1971, Published by the Permanent Bureau of Afro-Asian Writers] લોકઆંદોલનોમાંથી જાગતો નિર્ભીક અને સ્વતંત્ર અવાજ બીજા કોઈ પણ માધ્યમ કરતાં સાહિત્ય સ્પષ્ટ રીતે આપી શકે છે, તેથી જ માધ્યમોની પ્રભાવક પ્રચારની દુનિયાને સાહિત્યિક કૃતિ અજંપો આપી જાય છે. પ્રજાનો અંતરાત્મા સાહિત્યમાં વ્યક્ત થતો હોવાથી માત્ર સરમુખત્યારો જ નહીં, પણ સત્તાલોભીઓને પણ મૂંઝવે તેવા સવાલ સાહિત્ય કરતું આવ્યું છે. The spirit of resistance સાહિત્ય દ્વારા જ વ્યક્ત થાય. વર્તમાન સમયમાં હું માત્ર અધ્યાપક, ફક્ત ડૉક્ટર કે પછી વિજ્ઞાની કે અર્થશાસ્ત્રી છું એમ કહ્યાથી કામ સ૨વાનું નથી. વર્તમાન વૈશ્વિક સંદર્ભમાં વ્યક્તિ પોતે ક્યાં ઊભી છે તેની એણે ખોજ કરવાની છે. અસમાનતા પર આધારિત અક્ષરના પાત્રી. ૧૩૮ સમાજમાં એ ક્યાં ઊભો છે ? અન્યાય, આતંક અને આક્ર્મણનાં વિઘાતક પરિબળો રાષ્ટ્રજીવનથી આરંભીને છેક વ્યક્તિગત જીવન પર પ્રભાવક છે તે સ્થિતિમાં એ સ્વયં શું અનુભવે છે ? એ અંગે પોતે શું વિધાયક કાર્ય કરે છે ? પોતાની સંવેદનશીલતા અને માનવતાને અને પોતાના નિજાનંદને અવરોધતાં પરિબળો સામે એ કઈ રીતે મથામણ કરી રહ્યો છે ? વાણીસ્વાતંત્ર અને માનવ-અધિકારો પર છાશવારે થતા આઘાતો સામે એની પોતાની ક્રિયા-પ્રતિક્રિયા કેવી છે ? – આ બધાંનો વિચાર કરવો જોઈએ. ફાસીવાદી પરિબળો પ્રજાસમૂહને કોઈ એક યા બીજા બહાના હેઠળ કેવી રીતે અળગો કરે છે, તેની વાત કરતાં માર્ટિન નીમોલેર (Martin Niemoeller) To the Faculty' કાવ્યમાં કહે છે : In Germany they first came for the communist And I did not speak up because I wasn't a communist Then they came for the jew and And I didn't speak up because I wasn't a Jew Then they came for the trade unionists And I didn't speak up because I wasn't a trade unionist Then they came for the catholics And I didn't speak up because I was a protestant Then they came for me - and by that time no one was left to speak up. સહૃદયતા અને મૂલ્યહ્રાસ સહૃદયતા એ પ્રત્યેક સર્જકને પ્રેરનારો અને પોષનારો મહત્ત્વનો ગુણ છે. આ સદયતા જેટલા મોટા ફલક પર આપણા સર્જકોમાં પ્રવર્તતી હોય એના પ્રમાણમાં આપણા સાહિત્યને ઉચ્ચાવચ્ચ કોટિમાં ગોઠવી શકાય. આનું દૃષ્ટાંત ગઈ પેઢીના આપણા કવિઓ અને નવલકથાકારોમાંથી મળી શકે તેમ છે. એક સમય એવો હતો કે જ્યારે રમણલાલ દેસાઈ જેવા નવલકથાકાર પોતાની નવલકથાંના પાત્રો સમકાલીન સમાજમાંથી લેતા હતા અને તેને વાસ્તવિક ભૂમિકા ઉપર આદર્શનો ઓપ આપીને રજૂ કરતા હતા. પચાસના દાયકામાં યુગમૂર્તિ વાર્તાકાર રમણલાલ દેસાઈ એક કૉલેજમાં સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૧૩૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ વ્યાખ્યાન આપવા ગયા. તાજું જ સ્વરાજ્ય મળ્યું હતું. કાળાબજાર, ભ્રષ્ટાચાર, સત્તા માટેની હોંસાતોંસી – આ બધું જોતાં સ્વરાજ વિશેનો એમનો ભ્રમ ભાંગી ગયો હતો અને તેઓ નિરાશ થઈ ગયા હતા. એમણે કૉલેજના યુવાનો સમક્ષ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું કે હું ઝોળી લઈને આવ્યો છું. મને પાત્રો આપો. ચારે બાજુ નજર કરતાં મને એ પાત્રો મળતાં નથી. આજે પચાસ વર્ષ પછી રઘુવીર ચૌધરી જેવા નવલકથાકાર રમણલાલ દેસાઈની જેમ પોતાના જમાનાની ઘટનાઓ અને વ્યક્તિઓને નવલકથામાં ગુંથે છે તેમને પણ આજની પેઢીમાંથી તેમના ઉચ્ચાશયો સિદ્ધ કરી આપે તેવાં પાત્રોની શોધનો પ્રશ્ન રહ્યો હશે જ . સહૃદયતા અને મૂલ્યહાસને કાર્યકારણ સબંધ છે. આજનો સર્જક કે આજનો શિક્ષક – એ બધા મૂલ્યહાસના બોજ હેઠળ જીવે છે અને તેથી ઉદારતા, નિઃસ્વાર્થતા કે સમર્પણભાવ કેળવાતો નથી. દરેક વ્યક્તિ સ્વત્વના સંકુચિત વર્તુળમાં જાણે કે કેદ થઈ ગયો છે. માનવજાત સર્વનાશના ઓથાર હેઠળ જીવી રહી છે. સિત્તેરેક વર્ષ પૂર્વે ટી. એસ. એલિયટે એમ કહ્યું હતું કે, નવલકથા મૃત્યુ પામે છે. એ પછી એડમન્ડ વિલ્સને કવિતા વિશે એવી જ ઘોષણા કરી. હકીકતમાં સાહિત્યના વિકાસમાં ભરતી-ઓટ આવે છે. તેના કેટલાક પ્રદેશો કે પ્રકારો સૂકા કે લીલા દેખાય, પણ કોઈ ને કોઈ રીતે પ્રજાજીવનમાં સાહિત્યઝરણું વહેતું રહીને અમીસિંચન કરતું રહ્યું છે, પરંતુ આજે તો સાહિત્યની આવરદા અંગે જ સંશય પ્રગટ થાય એવી સ્થિતિ છે. એક સમયે કોઈ સાહિત્યપ્રકાર નામશેષ થઈ જ શે એવો ભય હતો, હવે એનાથીય વધારે મોટો ભય એ છે કે સાહિત્ય સ્વયં પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે કેટલું ગજું કાઢી શકશે. મનુષ્યજાતિ સ્થિતપ્રજ્ઞયોગના બદલે અસ્થિરતાયોગની સાધના કરે છે . આજે માનવી ભૌતિકતા અને બાહ્ય પ્રાપ્તિની પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે. એનું સમગ્ર ચેતીવિશ્વ આ બધાની પાછળ દોડી રહ્યું છે. વળી એની આ દોડમાં જુદાં જુદાં વળાંકો અને પરિવર્તનો આવે છે. એ સતત ગતિ બદલે છે અને માણસનું મન પણ એમ અનેકશઃ બદલાતું જાય છે. એવામાં ધારો કે કોઈને કોઈ વાર્તા લખવાની પ્રેરણા થાય, ચિત્તમાં એ આકાર ધારણ કરે, એનો ઘાટ અને પાત્ર મનમાં નક્કી થાય અને ત્યાં તો એ જૂની થઈ જાય. એના સંદર્ભ અપ્રસ્તુત બની જાય ! સર્જકને પોતાને એમાં જૂનાપણું લાગે ! ટી. એસ. એલિયટની સામે ૨૦મી સદીના આરંભે સાહિત્યને પ્રચલિત-દૂષિત ખ્યાલોથી મુક્ત કરી વૈજ્ઞાનિક યુગમાં તેની અગત્ય સિદ્ધ કરી આપવાનો પ્રશ્ન હતો. તેણે વિજ્ઞાનની જેમ કળા પણ ‘વર્કશૉપમાં જ , સતત મથામણ પછી આકાર ધારણ કરે છે તે દર્શાવી એને બિનઅંગતતાની બુનિયાદ ઉપર સંસિદ્ધ કરવા પર અનિવાર્યપણે ભાર મૂક્યો. આપણી ૨૧મી સદીમાં કળાના અસ્તિત્વનો પ્રશ્ન છે . વીજાણુયંત્રો, માહિતીવિસ્ફોટ અને તે કારણે પ્રાપ્ત થયેલી સુવિધાઓ સામે લિખિત શબ્દો વિશે ચિંતા થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. આપણે આપણી સદીમાં સાહિત્યની ઉપકાર કતા સિદ્ધ કરી આપવાની રહે છે. કેવી રીતે, કેવા માર્ગે કે કેવા પ્રયત્ન, તે આપણા સૌની ચર્ચાનો વિષય બનવું જોઈએ. આજના સમયનો પડકાર પુસ્તકમેળામાં થતાં પુસ્તકોનાં વેચાણમાં બાળસાહિત્ય, અધ્યાત્મ અને વાનગીનું સાહિત્ય જ અગ્ર સ્થાન ભોગવે છે. તેથી સંખ્યાતીત પ્રકાશનોમાં ઊછળી આવે તેવી સાહિત્યિક કૃતિઓનું પ્રમાણ કેટલું ? કોઈ એક દાયકાના સાહિત્યનો અભ્યાસ કરવો હોય તો ‘ઉત્તમ'ની વાત બાજુએ મૂકો. સારી કહી શકાય તેવી કૃતિઓની સંખ્યા કેટલી ? આજે સાહિત્યક્ષેત્રે સ્થિર અને નવોદિત ઘણા સર્જકો કાર્ય કરે છે, પરંતુ છવાઈ જાય એવી ઉન્નત પ્રતિભાઓ અતિ વિરલ થવા માંડી છે. ગુજરાતી સાહિત્યક્ષેત્રે નવી પ્રતિભા અને નવીન વિષયવસ્તુનો દુષ્કાળ પ્રવર્તે છે એવી ફરિયાદ કોઈ કરે તો તેમાં તથ્ય નથી એવું ભાગ્યે જ કહી શકીશું. આજે રચાતા થોકબંધ સાહિત્યમાંથી ખરા અર્થમાં ઉપયોગી એવું સાહિત્ય કેટલું છે તે વિચારવું જોઈએ. આલ્કસ હકસલી , જેને ‘અશિષ્ટ સાહિત્ય' કહે છે તેવું સાહિત્ય વધુ ફેલાતું જાય છે. માત્ર નફાની દૃષ્ટિએ પુસ્તકો માટે ‘બજાર’ બનાવવામાં આવે છે. એક સમયે સાહિત્યાકાંશ પર કેવા કેવા મહાન સર્જકો છવાયેલા હતા ! રવીન્દ્રનાથ ટાગોર, પ્રેમચંદ, ઇકબાલ, ગાલિબના જેવા. ગુજરાતમાંયે નર્મદ, ગોવર્ધનરામ, કનૈયાલાલ મુનશી, હાનાલાલ, ઉમાશંકર જોશી જેવા સર્જકો હતા. આજે સાહિત્યની એવી સ્થિતિ છે એમ કહી શકીશું? વિચારશીલો માટે, સર્જક માટે, સાહિત્યસંસ્થાના ધુરીણો માટે, ગ્લોબલાઇઝેશનનો આજનો સમય એય એક મોટો પડકાર છે. ભાવકસંદર્ભે પણ જે રુચિસંપન્ન ભાવકો છે તેને ટકાવવાના છે, તો નવા પણ ઊભા કરવાના છે. સંવેદના, સહૃદયતા અને સજજતા મકારના યાત્રી 10. Page #79 -------------------------------------------------------------------------- ________________ રુચિને પરિષ્કૃત કરતું સાહિત્યસર્જન આજની યુવા પેઢીને શું વાંચવું ગમે છે, કેવા પ્રકારનું સાહિત્ય ગમે છે તેનો વિચાર પણ થવો ઘટે. એ એક મોટા ને ચેતનાથી ભર્યાભર્યા વર્ગની અવગણના થઈ શકે તેમ નથી. તેની રુચિને સંપન્ન કરે તેવા સાહિત્યની મહત્તા તે સમજે તેવી વાચનાદિની શિબિરો, પ્રત્યક્ષ વાર્તાલાપો, ગોષ્ઠીઓ મુક્તપણે થાય તેવી સ્થિતિ પણ ઊભી કરવી પડશે. સમાજને અનુકૂળ આવે અને સાથે સાથે તેની રુચિને પરિષ્કૃત કરે તેવા સર્જનની ઊણપ દૂર કરવા પણ સાહિત્યિક સંસ્થાઓએ વિચારવું પડશે. ચોક્ક્સ પ્રકારનાં ધોરણથી લખનાર, સંશોધન કરનાર, સાહિત્યમાં વિશિષ્ટ છાપ અંકિત કરી શકે તેવાઓ માટે લખવાને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા ‘રાઇટર્સ હટનો ખ્યાલ પણ સાકાર કરવો જોઈએ. મરાઠી રંગમંચમાં પ્રયોગધર્મી રંગમંચ અને મુખ્ય પ્રવાહ વચ્ચે વિવાદ કે વિરોધ નથી. મરાઠી કે બંગાળી સાહિત્યકારો પાસે ભિન્ન સમાજનો જે અનુભવ છે તેવો અનુભવ ગુજરાતી સર્જકોમાં બહુધા જોવા મળતો નથી. આપણે લઘુરૂપોમાં વધુ રાચીએ છીએ. ગીત-ગઝલથી આગળ વધતા નથી. લાંબી નેરેટિવ પોએટ્રી ઘણી ઓછી મળે છે. મોટા ફલક પર કલ્પનાનો આવિષ્કાર જોવા મળતો નથી. મરાઠી નાટક મહારાષ્ટ્રનો જીવંત સાંસ્કૃતિક સ્રોત બન્યું છે. જ્યારે ગુજરાતીનું પહેલું નાટક મરાઠીના અનુવાદથી શરૂ થયું હતું અને એ પછી અંગ્રેજી નાટકોના અનુવાદનું પૂર આવ્યું. ‘હરિશ્ચંદ્ર’ પણ મૌલિક નાટક નથી. આથી અમદાવાદના ભદ્ર વિસ્તારમાં પહેલી નાટકમંડળી નાટક ગુજરાતીમાં કરતી અને ગીત મરાઠીમાં ગવાતાં હતાં ! રંગભૂમિ પર ભજવાય એવાં અને તેમાંય નવાં મૌલિક નાટકો સ્થિતિ સુધરી હોવા છતાં પ્રમાણમાં ઓછાં મળે છે. આને કારણે મરાઠી કે બંગાળી રંગભૂમિની છે તેવી વ્યાપક અસર ગુજરાતી રંગભૂમિની નથી. આનું એક કારણ એ છે કે મરાઠી નાટક એના ઉગમથી જ મૌલિકતા અને નૂતનતા ધરાવતું હતું. મરાઠીના આદ્ય નાટકકારોમાં વિષ્ણુદાસ ભાવે, અણ્ણાસાહેબ કિર્લોસ્કર, ગોવિંદ બલ્લાળ દેવલ, રામ ગણેશ ગડકરી વગેરેનો ફાળો વિશિષ્ટ હતો. સામાન્ય રીતે સર્જન પહેલું હોય અને પછી વિવેચન આવે. આધુનિક સમયમાં પાશ્ચાત્યવાદો વિશે ગુજરાતીમાં વિવેચન પહેલાં લખાયું અને પછી એના સિદ્ધાંતોને ચરિતાર્થ કરવા કવિતા, ટૂંકી વાર્તા લખાતી ગઈ. એક અર્થમાં કહીએ તો અવળા ગણેશ બેઠા ! વિવેચનમાં પણ સર્જનની જેમ ઉમળકાજનક સ્થિતિ સર્જાવાની બાકી છે. હા, કેટલાક સ્ફુલિંગો જરૂર છે, પણ વ્યાપી રહે તેવું તેજ ક્યાં છે ? અક્ષરના યાત્રી. ૧૪૨ સાહિત્યિક સંવેદના સતત પરિવર્તિત થઈ રહી છે, ત્યારે પ્રયોગનું મહત્ત્વ પ્રગટ કરવાનું કામ વિવેચકનું છે. અભિવ્યક્તિમાં પણ બદલાવ આવ્યો છે. રાજકારણ અને નફાક્ષિતાના ભાર હેઠળ દબાયેલું શિક્ષણ, વિલુપ્ત થતી કુટુંબપરંપરાને કારણે ખોરવાયેલું સમાજજીવન, સતત વધતાં જતાં આર્થિક દબાણો તેમજ સ્થાનપરિવર્તનને કારણે ઘણું બધું બદલાઈ રહ્યું છે. પરિવેશ અને પ્રકૃતિનો છેદ ઊડતાં નવા પ્રશ્નો પણ ઊભા થયા છે. વિવેચકે આ નવીન સંદર્ભોમાં, નવી સંભાવનાઓ સાથે કામ પાડવાનું છે. પ્રાચીન અને પરિચિત સાહિત્ય સાથે તુલનાત્મક પૃથક્કરણ કરીને તેનું મહત્ત્વ પ્રતિપાદિત કરવાનું છે. વિવેચક વાચકની માનસિક ક્ષિતિજનો વિસ્તાર કરવાનું, એની સહ-અનુભૂતિ ખીલવવાનું, પરિવર્તનમાંથી સ્થાયી તત્ત્વોને શોધવાનું અને વનને સહિષ્ણુ બનીને અખિલાઈથી જોવાનું સામર્થ્ય આપે છે. એક પરિપ્રેક્ષ્ય માટે, મૂલ્યબોધ અને સંસ્કૃતિની ખોજ માટે, આ સમયગાળામાં વધતી જતી બર્બરતા સામે એક સામાજિક ચેતના જગાવવા કાજે, નૈતિક તાણાવાણા માટે અને ભાષા નામના રહસ્યના સન્માન માટે વિવેચકનું હોવું મહત્ત્વનું છે. આજે સંશોધનની અનુકૂળતા વધી છે. સંશોધનનાં સાધનો પણ ઉપલબ્ધ થયાં છે, પણ સંશોધનની કક્ષા ચિંતાપ્રેરક છે. સંશોધન નિમિત્તે લખાતા મહાનિબંધો, લઘુશોધનિબંધો અને સંશોધનપત્રોની કક્ષા ચકાસવી જોઈએ અને તેમાં ખંત, ચીવટ તથા અભ્યાસશીલતાનું ઉમેરણ કઈ રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ. દલિત સાહિત્ય અત્યારે લગભગ સ્થિર થઈ ધ્યાન ખેંચે છે, પણ આદિવાસી સાહિત્ય હજી ઉપેક્ષિત છે. લોકસાહિત્ય પ્રત્યે અભ્યાસીઓ વળ્યા છે એ શુભચિહ્ન છે, પરંતુ લુપ્ત થતા લોકસાહિત્યને સાચવવા અંગે કોઈ સઘન પ્રયાસ થતો નથી. લોકસાહિત્ય અને લોકસંસ્કૃતિ પ્રત્યે મૌખિક સહાનુભૂતિ રાખવામાં આવે છે, પણ એમાં મનોરંજન માટેનાં સાંસ્કૃતિક આયોજનો જ બહુધા થાય છે. થોડા કલાકારો વિદેશ જાય કે થોડાં આયોજન થાય, એથી આ કલા જીવી જશે એમ કહી શકાય નહિ. હકીકતમાં તો આ કલા એ લોકોના જીવનનો હિસ્સો બનવી જોઈએ. બાળસાહિત્ય માટે ચર્ચા થાય છે, પણ તેનું પરિણામ શું ? આજે જગત બદલાયું છે, બાળસૃષ્ટિ બદલાઈ છે. બાળમાનસ બદલાયું છે. આ નવું પર્યાવરણ ધરાવતું બાળસાહિત્ય આપણે ત્યાં કેટલું ? બાળમાનસનો સર્વસામાન્ય બુદ્ધિ સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૧૪૩ Page #80 -------------------------------------------------------------------------- ________________ લબ્ધિઆંક અગાઉની પેઢીનાં બાળકો કરતાં ઘણો વધ્યો છે એ સંદર્ભે તેને તુષ્ટ કરે, તોષે તેવું બાળસાહિત્ય રચાય તે આજની તાતી જરૂરિયાત છે. ઘણી દિશાઓ એ તરફની ખોલવાની રહે છે. ભાષાનું સતત સંમાર્જન આપણો શબ્દકોશ ઘણો દરિદ્ર છે. આપણી પૂર્વેની પેઢીઓ જે શબ્દો પ્રયોજતી હતી, તેનો વિશાળ ભંડાર આપણે ગુમાવ્યો છે. નવા શબ્દો સર્જવાને બદલે અંગ્રેજી શબ્દોથી કામ ચલાવીએ છીએ, પરિણામે પરિભાષાનો મોટો સવાલ ઊભો થયો છે. ભાષાનો સાર્થક ઉપયોગ કરવાને બદલે એનો અમુક પ્રયોજન માટે ઉપયોગ થાય છે. વળી ભાષામાં સતત સંમાર્જનનું જે કાર્ય થવું જોઈએ, તે થતું નથી. ફિસ્સા કે લપટા શબ્દોને દૂર કરવામાં આવતા નથી. અર્થવિસ્તાર સાધી ચૂકેલા અથવા તો નવી ચેતનાને પ્રકટ કરતા નવા શબ્દોને આમેજ કરવાના રહે છે. ભાષાને લગતો પ્રશ્ન એક બાજુએ મૂકીને હું આપ સહુને અપીલ કરું છું કે ગુજરાતી ભાષાની સમૃદ્ધિ વધે અર્થાત્ ગુજરાતી શબ્દકોશ વધુ ને વધુ સમૃદ્ધ થાય, તેવું આપ સહુ કરી શકો તેમ છો. ‘સાર્થ જોડણીકોશ ’માં છે, તેનાથી ઘણા વધારે શબ્દો આપણી પ્રજાના જીવનમાં રોજબરોજના વ્યવહારમાં વપરાતા રહે છે, જેનો આપણને ભાગ્યે જ ખ્યાલ છે. છેક ઉમરગામથી ગાંધીધામ સુધીના ગુજરાતના પ્રદેશમાં કેવી પ્રસન્નતા અર્પે તેવી ભાતીગળ ભાષા બોલાય છે ! આ પ્રદેશોની ભાષા અને બોલીઓના સંખ્યાબંધ શબ્દો આપણા કોશમાં ઉમેરવાની જરૂર છે. આપ સહુને સાહિત્ય પરિષદનું ઇજન છે કે દરેક પ્રદેશમાંથી ‘સાર્થ જોડણીકોશ’માં હોય નહીં તેવા ઓછામાં ઓછા પચાસ શબ્દો પરિષદના કાર્યાલયમાં મોકલી આપે. એ શબ્દો પરિષદના મુખપત્રમાં છપાય તેવી વ્યવસ્થા કરી શકાશે. આપણા ગ્રામજીવનને સ્પર્શતી નવલકથા, નવલિકા અને કવિતાઓ રચાય છે . તેમાંથી પણ કોઈ અભ્યાસી કે વિદ્યાર્થી આવા શબ્દો પસંદ કરીને મોકલી શકે છે. ડાયસ્પોરા સાહિત્યનો ચહેરો સામે આવ્યો છે અને સાહિત્યકાર તે વડે કશુંક નૂતન અંકે કરી લેવાનો પ્રયાસ કરે છે. હમણાં હમણાં પરદેશમાં વસતા ગુજરાતીઓનો ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિ માટેનો પ્રેમ વધુ ઉત્કટ રૂપે પ્રગટ થતો રહ્યો છે તે આનંદની વાત છે. આપણે ઇચ્છીએ કે પરદેશમાં વસતાં ગુજરાતી કુટુંબો પોતાની રીતે ગુજરાતી ભાષાને સજીવ રાખે અને નવી પેઢીને આ ભાષાને ‘ગુજ઼ગ્લિશ’ની રીતે નહીં, પણ શુદ્ધ સ્વરૂપમાં ઉપયોગ કરવાની તાલીમ આપે. અક્ષરના યાત્રી ૧૪૪ 73 ગુજરાતી સાહિત્યે હવે ટેક્નૉલોજીના યુગમાં પ્રવેશવું પડશે. આધુનિક શોધખોળોનો લાભ લઈને દુર્લભ હસ્તપ્રતો કે જૂનાં સામયિકો કાલગ્રસ્ત થાય તે પહેલાં બચાવી લેવાં જોઈએ. ગુજરાતી કાવ્યસંગ્રહ સાથે એની સીડી પણ મળવી જોઈએ. સર્જકોના અવાજ અને એમના કાર્યને દૃશ્ય-શ્રાવ્ય માધ્યમમાં જાળવવા માટે હજી ઘણું કરવાનું બાકી છે. જૂના મૂલ્યવાન ગ્રંથોને સીડીમાં ઉતારીને જાળવી રાખવા જોઈએ. વેબસાઇટ અને ઇન્ટરનેટ દ્વારા અદ્યતન સાહિત્યિક સામગ્રી અને પ્રવૃત્તિથી વાચક વાકેફ રહી શકે. કૉન્ફરન્સ દ્વારા અમેરિકામાં વસતો કવિ લંડન અને અમદાવાદમાં પોતાની કાવ્યરચના સંભળાવીને એની વિવેચના તત્કાળ મેળવી શકે. ટેક્નૉલૉજીના સંદર્ભમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિદેશસ્થિત હસ્તપ્રતોનું ડિજિટલાઇઝેશન પણ જોવું જોઈએ. લંડનમાં આવેલી બ્રિટિશ લાઇબ્રેરીમાંથી મધ્યકાલીન ગુજરાતીની મૂલ્યવાન હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે. ‘વસંતવિલાસ’ની સૌથી જૂની પ્રત આજે આપણી પાસે નથી. દેશમાં આવેલા જ્ઞાનભંડારોનું સૂચીકરણ થાય છે. એ જ રીતે અત્યારે ઇંગ્લૅન્ડમાં ભંડારોનું કામ ચાલે છે. વિદેશ ગયેલી આપણી સાંસ્કૃતિક વિરાસત મેળવવાનો આ એક પ્રયાસ છે. અન્ય ભારતીય ભાષાઓમાંથી ગુજરાતી સાહિત્યે ઘણું મેળવ્યું છે. પણ ગુજરાતી સાહિત્યમાંથી કેટલી કૃતિઓ અન્ય ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ હશે ? વર્તમાન સમયમાં ભારતીય ભાષાઓમાંથી અને વિદેશી સાહિત્યમાંથી કેટલાય અનુવાદ થાય છે. આ અનુવાદની પ્રવૃત્તિ અંગે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ. અનુવાદનું મહત્ત્વ ઓછું આંકવાની જરૂર નથી. ગુજરાત પર રવીન્દ્રનાથ ટાગોર અને શરદબાબુનો કેટલો મોટો પ્રભાવ છે ! એ જ રીતે મીર, ગાલિબ અને બીજા ઉર્દૂ કવિઓએ ગુજરાતને કેટલું બધું આપ્યું છે ! ગ્યુઇથે, તૉસ્તૉય, ચેખાવ, દોસ્તોયેવસ્કી, મૉલિયર, સાર્વ, કામુ, બ્રેખ્ત અને બૅકેટનો ભારતીય સાહિત્ય પર કેટલો બધો પ્રભાવ છે ? કોઈ એક ભાષા પર નહીં, ભારતની ઘણી ભાષાઓ પર તેઓનો પ્રભાવ જોવા મળે છે. કૉલરિજ, આર્નોલ્ડ, એલિયટ અને આઈ. એ. રિચાર્ડ્ઝ જેવા વિવેચકોએ ઘણું આપ્યું છે. આથી અનુવાદનું ઘણું મહત્ત્વ રહેવાનું જ છે. અન્ય ભારતીય ભાષાના સાહિત્યમાંથી ગુજરાતી ભાષામાં અનુવાદ થતા રહ્યા છે, તેનાથી એકંદરે લાભ જ થયો છે. ગુજરાતી સાહિત્ય વિશ્વસાહિત્યના સંપર્કમાં કદાચ બીજી ભાષાઓ કરતાં કદાચ વધારે નિકટ રીતે આવી શક્યું, તેનું એક કારણ કદાચ આ અનુવાદપ્રવૃત્તિ ગણાય. વળી આપણે અનુવાદ કર્યા, પણ અનુકરણ કર્યું સંવેદના, સહૃદયતા અને સજ્જતા ૧૪૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ નથી, વળી કોઈ રાજકીય વિચારશ્રેણીનો પ્રચાર કરનાર વાદની પણ ગુજરાતના સાહિત્યકારે ભાગ્યે જ કંઠી બાંધી છે. ક્યારેક સર્જક દુનિયા બદલવાનો અભિનિવેશ લઈને નીકળે છે. એનું કામ બદલવાનું નહીં પણ સમજાવવાનું છે, આથી અમુક પક્ષ પર ઝોક મૂકીને ચાલતો સર્જક પ્રચારક બની જાય છે. સાહિત્યની મુખ્ય નિસબત શું હોવું જોઈએ તેના કરતાં શું છે તેની સાથે છે. આથી સાહિત્ય એ ક્રાંતિસર્જક હોતું નથી, પરંતુ ક્રાંતિપ્રેરક હોય છે. એ માનવચિત્તને પરિવર્તિત કરે છે. જે ચિત્ત સમય જતાં ક્રાંતિનું સર્જન કરે છે. ગુજરાતી સાહિત્યમાં ગાંધીવિચાર વિશે કવિતા કે નવલકથા સર્જનાર આપણ લેખક પણ ‘ગાંધીવાદી'ની છાપ ધારણ કર્યા વિના સર્જન કરે છે. રમણલાલ વસંતલાલ દેસાઈ કે ઉમાશંકર જોશી આનાં બે મોટું ઉદાહરણો ગણાય. વળી જેમણે જીવનમાં ગાંધીવિચાર અપનાવ્યો એમણે પણ સાહિત્યમાં ગાંધીવાદનો પ્રચાર કરવાનું રાખ્યું નથી. કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા અને સ્વામી આનંદ તેનાં સારાં ઉદાહરણો છે. સમાજની સાહિત્યાભિમુખતા આજનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે આજનું સાહિત્ય, સાહિત્યકારો અને સાહિત્યિક સંસ્થાઓ વર્તમાન સમાજને સાહિત્યાભિમુખ કઈ રીતે કરી શકે ? વિશ્વમાં શિક્ષણનું પ્રમાણ વૃદ્ધિ પામે છે. આજના યુગમાં સર્વાધિક માનવસંખ્યા શિક્ષિત હોવા છતાં આવનારી પેઢીની સાહિત્ય-અભિમુખતા સામે પ્રશ્નાર્થ ખડો થયો છે. ઈશ્વરને માટે એમ કહેવાય છે કે - સ જીયાવકી ન રમતે - તે એકલો રમતો નથી, એમ ભાવક વગરના સર્જકનો આનંદ પણ ફિક્ય હોય છે. સર્જક સર્જન વેળાએ ભાવકને દૃષ્ટિ સમક્ષ રાખે નહીં, તે સમજી શકાય, પણ આપણા ભારતીય કાવ્યશાસ્ત્રીઓ અને ‘કલા ખાતર કલા'ના સિદ્ધાંતની વાત કરતા પાશ્ચાત્ય સાહિત્ય- મીમાંસકો પણ સ્વીકારે છે કે આસ્વાદ વગર સર્જનનો શ્રમ મિથ્યા છે એટલે સાહિત્યકારે પ્રજાના રચિતંત્રને ઘડે તેવું સાહિત્ય રચવું પડે. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં હોટલમાં પ00 રૂપિયા ખર્ચનાર પચાસ રૂપિયાનું પુસ્તક ખરીદશે નહીં. શિક્ષણના ક્ષેત્રમાં આ જ રીતે પાઠ્યપુસ્તક કરતાં ત્રણ ગણી કિંમતની ગાઇડો ખરીદવાનું વિદ્યાર્થીઓનું વલણ જોવા મળે છે. આ પ્રકારની નિમ્ન રુચિ પ્રત્યે તિરસ્કાર કેળવવો જોઈએ. તેને માટે નાની પણ સુઘડ વાર્તારસ ધરાવતી રચનાઓ પ્રજામાં પ્રસરતી કરવી જોઈએ. ૧૯૩૦ના દાયકામાં ગૂજરાત વિદ્યાપીઠે, દક્ષિણામૂર્તિ સંસ્થાએ તથા બીજી કેટલીક સંસ્થાઓએ આવું કાર્ય કર્યું. કમાણી કરવાને બદલે એની પાછળ શુદ્ધ સાત્ત્વિક સાહિત્ય પીરસવાની ભાવના રાખી. છેલ્લા બે દાયકાથી શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી આ કામ કરી રહ્યા છે. તેમની શાંત-મૂક સાહિત્યસેવાને જેટલી બિરદાવીએ એટલી ઓછી છે. ઇચ્છા તો એવી છે કે ગુજરાતના ર૫ જિલ્લાઓમાં એકએક મહેન્દ્ર મેઘાણી સાત્ત્વિક સુરુચિપૂર્ણ અને રસદાયક સાહિત્યના ફેલાવા માટે પુરુષાર્થ કરે અને એ માટે આપણી સંસ્થાઓ જરૂરી પ્રબંધ કરે. ગુજરાતી સાહિત્યમાં ગીત અને ગઝલનો પ્રભાવ આજે વિશેષ રૂપે જોવાય છે. આ ગીત અને ગઝલનો ઉપયોગ આપણી વાતને લોકો સુધી પહોંચાડવા માટે કરવો જોઈએ. બધા કવિઓ ગાયક હોતા નથી અને બધા ગાયક કવિ હોતા નથી, પરંતુ સુગમ સંગીતના કલાકારોનો લાભ લઈને કવિઓની કવિતાને વ્યાપક જનસમૂહ સુધી પહોંચાડવી જોઈએ અને એ જ રીતે વાર્તાઓનું પઠન નાનાં-નાનાં કેન્દ્રોમાં થતું રહે તો નવી વાર્તાની ખૂબીઓ લોકોના ધ્યાનમાં આવતી રહેશે. મારો અનુભવ એવો છે કે જે કૃતિ લોકોને પસંદ પડે છે તે ખરીદવામાં પછી સાહિત્યરસિક વર્ગને સંકોચ થતો નથી. સમાજની રૂચિ કેળવવી જોઈએ એ માટે ઊંચા બળનું સાહિત્ય લખાય અને સમજાય તે જરૂરી છે. એવો ભાવક વર્ગ તૈયાર થાય કે જેને ઉચ્ચ કોટિના સાહિત્યની અભિરુચિ જાગે. ગુજરાતી સાહિત્ય પરિષદનું કાર્ય સર્જકોને પ્રોત્સાહન આપવાનું છે. મૂળ સર્જનનું બળ હોવું જોઈએ. એનું પોષણ કરવાનું અને સહાય કરવાનું કામ પરિષદ અને એના જેવી અન્ય સંસ્થાઓનું છે. આથી સૌથી મહત્ત્વની બાબત તો સર્જકશક્તિ છે. આવી સર્જ કઉન્મેષ મેળવવા માટે છેક છેવાડાની વ્યક્તિ સુધી ભાષા અને સાહિત્યને પહોંચાડવાં પડશે. | સર્જકે એની સમર્પણશીલતાથી આ કાર્ય કરવાનું છે. આજે રાષ્ટ્ર અને સમાજ માં સંવેદનશીલતા સતત ઘસાતી જાય છે. પ્રજાનો મોટા ભાગનો વર્ગ રીઢા રાજ કારણીની ખુશામતમાં અને વ્યક્તિગત સ્વાર્થ સાધવામાં ડૂબેલો છે . સાહિત્યકાર પણ એમાંથી કઈ રીતે બાકાત રહી શકે ? એક જમાનામાં સાહિત્ય માટે ફનાગીરી નહીં, તો ઓછામાં ઓછું સ્વાર્થનો ત્યાગ કરવાની વૃત્તિ અને તેને માટે સહન કરવાની વૃત્તિ હતી તે ય હવે ઓછી થઈ છે. વ્યક્તિને બે રીતે સજજતા પ્રાપ્ત થાય. એક શિક્ષક દ્વારા અને બીજું પોતાના પુરુષાર્થથી. માત્ર પદવી મેળવવાથી સજ્જતા કેળવાતી નથી, પરંતુ જે માર્ગ અપનાવ્યો હોય તે માર્ગે દૂર દૂર જવાની દૃષ્ટિ, લક્ષ્ય અને નેમ હોવા જોઈએ. ધ્યેય વગર સજ્જતા કેળવાતી નથી અને એ લક્ષને પહોંચવા માટે ટૂંકા માર્ગ ત્યજીને લાંબા પણ સમગ્ર દર્શન કરાવનાર માર્ગને અપનાવવા જોઈએ. આપણા સાહિત્યમાં આ રીતે સ્વ-પુરુષાર્થથી પ્રગતિ સાધનારા અનેક સાહિત્યકારોનાં દૃષ્ટાંતો મળે છે. સંવેદના, સહદયતા અને સજજતા અકારની યાત્ર ૧૪૬ ૧૪૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ સંશોધનના ક્ષેત્રમાં આવેલી ઓટ, મધ્યકાલીન સાહિત્યના અભ્યાસની ઉપેક્ષા, સાહિત્યના સિદ્ધાંતો અને રોજ બરોજ ઊભા થતા સાહિત્યિક મૂલ્યવત્તાવાળા પ્રશ્નોના અભ્યાસથી દૂર રહેવાનું અકળ વલણ વધતું જાય છે. આપણી શિક્ષણસંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ અને પીઢ સાહિત્યકારોએ ગંભીર વિચાર કરીને આને માટે જુદાં જુદાં આયોજનો કરવાં જોઈએ. પ્રજાનું હીર અને સત્તા અહીં ગુજરાતી સાહિત્ય પરિષદના સ્થાપક રણજિતરામ વાવાભાઈનાં કાર્યોનું સ્મરણ થાય છે. ૧૮૫૮ની ૨૩મી નવેમ્બરે સાંજે નિશાળેથી ખાવીને ઇષ્ટદેવતા કલમની સામે માથું નમાવીને નર્મદે ગદ્ગદ કંઠે કલમને આધારે જીવવાનું નક્કી કર્યું અને ૨૪-૨૪ વર્ષ સુધી આ અસિધારાવત એણે પાળ્યું. અપાર માનસિક વિટંબણાઓ, દેવાનો બોજ અને ઘરના બીમાર માણસો માટે દવા કરાવવાના પૈસા ન હોય તોપણ ચાર આનાના દૂધપૌંઆ પર હસતા હસતા જીવન ગાળનાર નર્મદની તિતિક્ષાનું સ્મરણ થાય છે , મુંબઈમાં ધીકતી વકીલાત ચાલતી હોય તથા કચ્છ અને જૂનાગઢ જેવાં રાજ્યોની દીવાનગીરી મળતી હોય, તેમ છતાં ૪૩માં વર્ષે વકીલાતના વ્યવસાયમાંથી નિવૃત્ત થઈને આર્થિક સંકડામણ વચ્ચે પણ ગોવર્ધનરામ નિવૃત્તિ લઈને નડિયાદમાં આવીને ‘સરસ્વતીચંદ્ર' મહાનવલનું સર્જન કરે છે. માંદગીની પરંપરા ખર્ચના ખાડામાં ઉતારતી હોવા છતાં દુ:ખને પરમશક્તિની ઇચ્છાની પ્રસાદી ગણે છે અને કર્તવ્યને તેનો છેવટનો આદેશ ગણીને અંત સુધી વળગી રહે છે. ગુજરાતી સાહિત્ય, સંસ્કાર અને સંસ્કૃતિ માટેની એ સમર્પણવૃત્તિ આજે આપણને પ્રેરણા આપે છે, અમેરિકાના પ્રમુખ હૉન એફ. કેનેડીએ અમેરિકાની પ્રજાને કહ્યું હતું કે દેશે તમને શું આપ્યું એનો વિચાર કરવાને બદલે તમે દેશને શું આપશો તેનો વિચાર કરો. સાહિત્ય પરત્વે આજે આવો અભિગમ કેળવવાની આવશ્યકતા છે. પોતાના સંકુચિત સ્વાર્થ માટે જ નહીં, હવે એણે વિશ્વને વિશે વિચારવું પડશે. અત્યાર સુધી એની સમગ્ર દૃષ્ટિ વિશ્વ પર ફરી વળતી નહોતી, પણ આજે એ પોતાના એકદંડિયા મહેલમાં રહીને સાહિત્યસર્જન કરી શકે તેમ નથી. એફ. આર. લેવિસે કવિતા સાથે ‘ કેન્દ્રીય માનવત્વનો સંબંધ દર્શાવ્યો છે. આજે એ કેન્દ્રીય માનવતાની ખોજ જરૂરી છે. જીવંત મૂલ્યોની શોધ, સૌંદર્યાત્મક આનંદની શોધ, સામાજિક અને નૈતિક દૃષ્ટિ- આ સઘળું માનવતા આપે છે. પ્રકૃતિ પર વિજય, ટેકનૉલોજીની દોડ અને આંધળી ભૌતિકતાને કારણે યંત્રમાનવ બનાવનારો માણસ સ્વયં માનવને બદલે યંત્ર બની રહેશે. સાહિત્ય એક ઝાટકે વ્યક્તિને એના આસપાસના જીવન પ્રત્યે સતેજ કરે છે. માનવજાતિએ જેના પ્રત્યે આંખો મીંચી હતી તે તરફ જાગ્રત કરે છે. જીવન બદલાય, તેની સાથે સાહિત્ય બદલાય, નવા અર્થોને પ્રગટ કરવા માટે એ નવા પ્રકારોનો વિકાસ કરે, પરંતુ આ નવું રૂપ, નવો પરિવેશ સાહિત્યને વિશેષ અંતર્દષ્ટિ સાથે કેન્દ્રીય માનવત્વ તરફ દોરી જાય છે. વિવેચકો ભલે નવલકથા કે કવિતા નાભિશ્વાસ લઈ રહ્યાની વાત કરે કોઈ એક સાહિત્ય પ્રકાર કે સાહિત્યિક આંદોલનના અવસાનની ઘોષણા કરે, પણ કોઈ ને કોઈ સ્વરૂપે સાહિત્યસર્જન તો જીવતું રહેવાનું જ . જ્યાં સુધી માનવીનું હૃદય ધબકે છે, એનું બુદ્વિતંત્ર કાર્યશીલ છે એની એષણાઓ કરમાયેલી નથી અને તેના આત્માને આનંદરૂપે કોળવાની તક છે, ત્યાં સુધી માણસને મળેલી શબ્દની ભેટ સાહિત્યના આવિષ્કાર રૂપે પ્રવર્તતી રહેશે, તે નિઃશંક છે. ગુજરાતી પ્રજાનું હીર અને સત્ત્વ ભૂતકાળમાં સાહિત્ય કલા રૂપે આવિકૃત થતું રહ્યું છે તેવું વર્તમાન અને ભાવિ પેઢીમાં પણ થતું રહેવાનું છે , એમાં શંકા નથી. આ પ્રકારના સાહિત્યના ઉન્નયન માટેની જવાબદારી સર્જ કો, ભાવકો અને સાહિત્યને પોષતી સાહિત્ય-પરિષદ જેવી તમામ સંસ્થાઓની બને છે. કચ્છ પ્રદેશના સંત કવિ દાદા મેં કણે લુહારની કોઢનો ઘરગથ્થુ દૃષ્ટાંતથી આપેલા ઉદાહરણનું સ્મરણ થાય છે : ખુશીએ જો ખુરો કરે, ધમણ ધોણ મ લાય; ફૂડજી ગારે કકરી, સચો સોન પાય. ખુશીઓની ભઠ્ઠી સળગાવી, ધમણની ફૅકને તું બંધ ન કરતો; જૂઠાણાંની કાંકરીને ઓગાળીને સત્યનું સોનું તું પ્રાપ્ત કરી શકીશ. નારના યાત્રી સંવેદના, સહદયતા અને સજતા ૧૪ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયા બાદ આપેલું વ" તવ્ય પરિશિષ્ટ : ૨ મારી નિસબત આખું આકાશ આંખમાં ભરી લેવાની પહેલેથી જ ઝંખના રહેતી. આકાશમાં એકાદ વાદળને અહીંતહીં ભ્રમણ કરતું નીરખતો, પરંતુ એનાથી ક્યારેય ધરવ થતો નહીં. મનમાં એક જ ઇચ્છા રહેતી અને તે આકાશનું ઊંડાણ અને એનો વ્યાપ પામવાની. પ્રકૃતિમાં જે પસંદ એ જ પ્રવૃત્તિમાં પસંદ. એક ક્ષેત્રની સીમાઓમાં બંધાઈ રહેવાને બદલે ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં ઘૂમવાનું ગમે અને એ રીતે ‘વ્યાપ ’નો મનભર, વિચારસમૃદ્ધ અનુભવ થાય. સદ્ભાગ્યે આકાશસમગ્રને આંખમાં ભરી લેવાની એક દૃષ્ટિ મળી અને તે છે મૂલ્ય સાથેની નિસબત. સંકીર્ણતાનો ત્યાગ કરીને વ્યાપક ભૂમિકા પર વિચાર કરવાની વૃત્તિ જાગી અને એની સાથે મૂલ્યને કેન્દ્રમાં રાખીને જીવનના આચાર-વિચાર ઘડાય એવી પ્રતીતિ થઈ. મૂલ્ય સાથેની નિસબતે જીવન અને સાહિત્ય વચ્ચેની દીવાલ દૂર કરી. જીવનની નિસબત એ જ સાહિત્યની નિસબત બની ગઈ. આ મૂલ્ય-દૃષ્ટિએ આકાશમાં કેટલાંય મેઘધનુષો રચ્યાં. પ્રવૃત્તિઓના કેટલાય આનંદરંગો રેલાવ્યા અને એથી જ આફ્રિકાના નાટ્યકાર સોયેન્કા કે ઑસ્ટિન બુકેન્યાની સાથેસાથે સચિનના ડ્રાઇવ અને રોનાલ્ડોના ગોલ માણવાની મજા માણી. ઉપનિષદ, ગીતા અને જૈનદર્શનોનું સારતત્ત્વ પામવાનો આનંદ મળ્યો. વર્તમાન સમયમાં શ્રીમદ્ રાજચંદ્રની મહાત્મા ગાંધીની વિચારધારા પર અસર કરનારી જીવનકથા ગમી ગઈ. શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓના અધ્યાપન ઉપરાંત એમની જીવનશૈલીનો વિચાર કરતો થયો. અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા મૂંગે મોંએ ઘસાઈને ઊજળા થવાનો આનંદ આવ્યો. અારના યાત્રી ૧૫૦ 76 પિતાશ્રી લેખક હોવાથી સાહિત્ય અને સાહિત્યકારોની વચ્ચે બાળપણ વીત્યું. ઝવેરચંદ મેઘાણી રાણપુરમાં વસતા હતા મારા મામાના ઘરની સાવ નજીકમાં. એમનો ‘કાં ભાઈ’નો લહેકો આજેય કાનમાં ગુંજે છે. ‘ધૂમકેતુ’ આવે ત્યારે ખિસ્સામાં ચૉકલેટ હોય જ. ઘરમાં બેસતાં પહેલાં અમને - બાળકોને - બોલાવીને ચૉકલેટ આપે. ગુણવંતરાય આચાર્યની ટુચકા અને ઓઠા સાથે વાતને મલાવીને હલકભેર કહેવાની રીત ગમે. દુલેરાય કારાણી જુસ્સાભેર કચ્છની વીર કથા કહે, તો કાગ બાપુ ભાવ-તરબોળ થઈ જવાય તેમ રામાયણનું રહસ્ય ખોલી આપે. કનુ દેસાઈ, ધીરુભાઈ ઠાકર, ચંદ્ર ત્રિવેદી, ગુર્જરના મુરબ્બી ગોવિંદભાઈ અને શંભુભાઈ જેવા સહુને મળવાનું બનતું. આ કલાજીવીઓના મેળાપની વિશેષતા એ કે એમાં ક્યાંય કોઈની ટીકા કે દ્વેષ ન મળે. માત્ર મસ્તી રેલાતી હોય. પરસ્પર માટેનો હૃદયનો પ્રેમ પ્રગટતો જાય. પરિણામે ઉદાર, પ્રેમાળ અને ઝિંદાદિલ હોય એ જ સાહિત્યકાર હોય એવી મનમાં ગાંઠ બંધાઈ ગઈ. સૌથી વધુ પ્રભાવ પં. સુખલાલજીનો અનુભવ્યો. શાસ્ત્રોનો અભ્યાસ, સત્યપ્રાપ્તિની તીવ્ર ઇચ્છા, શારીરિક મર્યાદાને ઓળંગતું આંતરિક ખમીર એ બધું સાથેલાગુ જોવા મળ્યું. ઘરમાં રોજ સવારે પિતાશ્રીનું લેખન કાર્ય ચાલે. અક્ષર સુંદર, પેનને બદલે કલમ વાપરે. મને મનમાં થતું કે હું પણ કંઈક લખું. એ સમયે બાળસાપ્તાહિક ‘ઝગમગ’ની જાહોજલાલી હતી. ‘ગુજરાત સમાચાર' કરતાં પણ એની વધુ નકલ પ્રકાશિત થતી. એમાં વાર્તા મોકલી. ‘જયભિખ્ખુ’ના પુત્ર હોવાને કારણે એ પ્રકાશિત થાય તે તો ગમે નહીં. ‘જયભિખ્ખુ’નું મૂળ નામ બાલાભાઈ હતું. કદાચ બાલાભાઈ નામ લખવાથી તંત્રીને ખ્યાલ આવી જાય તો ? તેથી કુ. બા. દેસાઈના નામે વાર્તા મોકલી. વાર્તા સ્વીકારાઈ. મનમાં થયું કે આની બે-ત્રણ નકલ વધુ લઈ આવું, જેથી મિત્રોને બતાવી શકાય. એ નકલ લેવા સાપ્તાહિકના કાર્યાલય પર ગયો ત્યારે એના તંત્રી મળ્યા. એમણે જ્યારે જાણ્યું કે ગુજરાતના સિદ્ધહસ્ત લેખક ‘જયભિખ્ખુ’નો હું પુત્ર છું તો તે જાણીને આનંદ થયો. મને બેસાડ્યો અને નિયમિત રૂપે કૉલમ લખવા કહ્યું. નવમા ધોરણની એ વાત હશે. ત્યારથી લેખનનો પ્રારંભ થયો. આથી કૉલમ લખવાનો મહાવરો એવો કે અર્ધો-પોણા કલાકમાં કૉલમ લખાઈ જાય. ઘણી વ્યક્તિ એકાદ કૉલમ લખતી હોય તો એના બોજ હેઠળ દબાઈ જતી હોય છે. આવો બોજ મને કદી લાગ્યો નથી. આખું આકાશ પામવાની એ મૂલ્ય-દૃષ્ટિએ જોયું કે માનવીના જીવનમાં સૌથી મોટો ધર્મ હોય તો તે માનવતા છે અને સૌથી મોટું કાર્ય હોય તો તે માનવકલ્યાણ મારી નિસબત ૧૫૧ Page #84 -------------------------------------------------------------------------- ________________ છે. પરિણામે સાહિત્યસર્જનના એવા વિષયો મળવા લાગ્યા કે જેના આલેખનથી સ્વયં પ્રસન્નતાનો અનુભવ થાય. કૉલેજના અભ્યાસ કાળ સમયે ‘લાલ ગુલાબ” નામે લાલબહાદુર શાસ્ત્રીનું જીવનચરિત્ર લખ્યું. એની ૬૦,000 જેટલી નકલો વેચાઈ. હજી કૉલેજનો અભ્યાસ પૂરો કર્યો અને અધ્યાપક તરીકેની કારકિર્દીના પ્રારંભે જ પિતાનું અવસાન થયું. જૈન સમાજમાં લેખકે થવું મુશ્કેલ. જ્યારે “જયભિખ્ખું એ એ સમયે આવી ફકીરી મોજથી સ્વીકારી હતી અને સાહિત્યના આ કે તે જૂથમાં રહેવાને બદલે પોતીકી રીતે લેખનપ્રવૃત્તિ કરી હતી. મૃત્યુ પહેલાં એકાદ મહિના પૂર્વે પોતાની રોજનીશીમાં પોતાના અવસાન સમયે શું કરવું - ન કરવું એની ઝીણામાં ઝીણી સૂચના આપી હતી અને એનું અંતિમ વાક્ય હતું, ‘સહુએ અગરબત્તી જેવું જીવન જીવવું.’ જયભિખ્ખએ મોગલયુગ, રજપૂતયુગ અને વૈષ્ણવભક્તિ જેવા વિષયો પર સફળતાથી કલમ ચલાવી, પરંતુ સર્જકોને ‘લેબલ’ લગાડીને જોનાર લોકો એમની વ્યાપકતાને જોઈ શક્યા નહીં. આ ગાળામાં સર્જક ‘ધૂમકેતુ'નું એક વાક્ય મનમાં જડાઈ ગયું. એમણે એમ કહ્યું કે મીરાં એ હિંદુઓ પાસે હતી તો જગતની કવયિત્રી બની અને આનંદઘન જૈનો પાસે હતા તેથી સાવ ભુલાઈ ગયા. એમની આ ટકોરના પરિણામે આનંદઘનનાં પદો અને સ્તવનો વાંચવાનું બન્યું. એની આધ્યાત્મિક ઊંચાઈ સ્પર્શી ગઈ. ચારસો જેટલી હસ્તપ્રતોને આધારે ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ તૈયાર કર્યો. પં. બેચરદાસ દોશી અને ભોગીલાલ સાંડેસરા જેવા સંશોધકોની ચકાસણીમાં એ મહાનિબંધ સફળ પુરવાર થયો. પછી તો લેખનયાત્રા સાથે સંશોધન-એપ ચાલતી રહી. નવલિકા, ચરિત્ર, સંશોધન, વિવેચન, બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની રચના કરી. પંદર જેટલાં સંપાદનો કર્યો પણ આ બધાની પાછળ કોઈ મૂલ્યને અનુલક્ષીને સર્જન કરવું એવો ભાવ સતત રહે. સાહિત્યસમીપ વસવાનો આનંદ કોઈ ઓર જ હોય છે. સર્જકના શબ્દ પાસે જઈએ ત્યારે એની ચેતનાનો સંસ્પર્શ ચિત્તને વિસ્મયનો, આનંદનો અનુભવ કરાવે છે. આવા સાહિત્યસ્વામીઓની વામયસૃષ્ટિની થોડી વાત આજે વિમોચન પામેલા ‘શબ્દસમીપ’માં કરી છે. અધ્યાપક તરીકે બે કામ સાથોસાથ ચાલે. એક તો ‘શબ્દસંનિધિ’ અને ‘ભાવન વિભાવન' જેવા વિવેચનસંગ્રહ પ્રગટ કર્યા, ‘જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક’, ‘વાચક મેરુસુંદરસૂરિ બાલાવબોધ’, ‘અપ્રગટ મધ્યકાલીન કૃતિ’ જેવા મધ્યકાલીન સંશોધનના ગ્રંથો તૈયાર થયા. અભ્યાસકાળમાં ઉમાશંકર જોશી, નગીનદાસ પારેખ, દલસુખભાઈ માલવણિયા, યશવંત શુકલ, મધુસૂદન પારેખ, પ્રબોધ પંડિત પાસે અભ્યાસ કરવાની જ નહીં, પણ ગુરુચરણે રહેવાની તક મળી. એક સમયે જ્યાં બેસીને ઉમાશંકરભાઈનાં વ્યાખ્યાન સાંભળતા હતા, એ ભાષાભવનમાં આજે વ્યાખ્યાન આપતી વખતે ઘણી પુણ્યસ્મૃતિઓ અનુભવાય છે. મૂલ્યલક્ષી જીવનનો મહિમા હોવાથી ચરિત્રલેખનમાં આનંદ આવ્યો. બુદ્ધિસાગરસૂરિ અને કૈલાસસાગરસૂરિજી જેવા સાધુઓનાં ચરિત્રો કે આફ્રિકામાં જઈને એક સૈકા પહેલાં આફ્રિકનોને ઉદ્યોગ શીખવનાર પ્રેમચંદ વ્રજપાળ શાહના ચરિત્રની રચના કરી. મહાયોગી આનંદઘનના અભ્યાસે એક નવી દિશા ખોલી આપી. તેને પરિણામે જૈનદર્શનનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જૈનદર્શન જીવનધ્યયને વધુ અનુરૂપ બની રહ્યું. રૂઢ ક્રિયાકાંડ કે પ્રચલિત માન્યતાને બદલે દર્શનના પ્રકાશમાં શાશ્વત મૂલ્યોને પામવાની મથામણ શરૂ થઈ. આને પરિણામે પ્રવચનો, લેખો, ગ્રંથો અને વિદેશ પ્રવાસ શરૂ થયાં. દર્શનના અભ્યાસે જીવન જોવાની નવી દૃષ્ટિ અને પ્રસન્ન રહેવાની ઘણી ખૂબીઓ આપી. અનેકાંતવાદના અભ્યાસે સંઘર્ષને બદલે સંવાદ રચવાની વિરલ સમજણ આપી. ભિન્ન ભિન્ન ક્ષેત્રના ઉત્કૃષ્ટ માનવીઓને જોયા પછી આપોઆપ પોતાના કાર્ય વિશે નમ્રતાનો ભાવ રહ્યો. અમદાવાદના ટાઉનહોલથી માંડીને યુનાઇટેડ નેશન્સના ચેપલ સુધી વક્તવ્ય આપવાની તક મળી. ઇંગ્લેન્ડના ડ્યૂક ઑફ એડિનબરો પ્રિન્સ ફિલિપ, વેટિકનના પોપ જ્હૉન પૉલ (દ્વિતીય) અને દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલા જેવી વ્યક્તિઓને મળવાની અને તેમની સાથે ચર્ચા કરવાની તક મળી. ઇસ્ટિટયૂટ ઑફ જૈનૉલોજી નામની વિશ્વવ્યાપી સંસ્થાના કો-ઑર્ડિનેટર તરીકે વિશ્વસ્તરે કામગીરી અને આયોજન કરવાનો અમૂલ્ય અનુભવ મળ્યો. નેમુ ચંદરિયા જેવી વ્યક્તિનો પરિચય થયો. વિદેશમાં એટલા અને એવા મિત્રો મળ્યા છે કે ઘણી વાર દેશ-વિદેશ વચ્ચે ભેદ લાગતો નથી. ૧૯૯૩માં શિકાગોની ‘પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સમાં તથા ૧૯૯૯માં કેપટાઉનમાં યોજાયેલી ‘પાર્લામેન્ટ ઑફ ધ વર્લ્ડ રિલિજિયન્સ માં વક્તવ્ય આપવાનું બન્યું. પણ સાથોસાથ વિશ્વના ધર્મ-દર્શનના અગ્રણીઓ, વિચારકો અને ઍક્ટિવિસ્ટોના સંપર્કમાં આવવાનું બન્યું. જૈનદર્શન વિશેનાં પુસ્તકો, તીર્થંકર ચરિત્ર તથા મહત્ત્વનું યોગદાન કરનાર ચરિત્રોનું આલેખન થયું, એની સાથોસાથ એક અભાવ ખટકવા લાગ્યો અને તે જૈન ધર્મ વિશેનાં અંગ્રેજી પુસ્તકોનો. તેના પરિણામે દસેક જેટલાં પુસ્તકો પ્રગટ થયાં. અનેક દેશના પ્રવાસે જવાનું બન્યું. આજે તેની નોંધો અને એનાં લખાણો ગ્રંથસ્થ થવાની રાહ જુએ છે. એવું જ પત્રકારત્વમાં બન્યું. બત્રીસ વર્ષથી ‘ઈટ અને ઇમારત' કૉલમ લખું છું, પણ એનો સંગ્રહ અદ્યાપિ અક્ષરના યાત્રી મારી નિસબત ૧૫૩ Page #85 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યિક પારિતોષિકો પ્રગટ કરી શક્યો નથી. પત્રકારત્વનું લખાણ અને સાહિત્યનું લખાણ તદ્દન ભિન્ન બાબત લાગતી હોવાથી અખબારમાં પ્રગટ થયેલ સમગ્ર સામગ્રીનું પુનર્લેખન કર્યું છું. પત્રકારત્વમાં પણ એક જ દૃષ્ટિ અને એને કારણે ચાલીસેક વર્ષ થયાં છતાં વાચકોનો એટલો જ પ્રેમ બધી કૉલમને મળતો રહ્યો છે. વાસુદેવ મહેતા પાસેથી મળેલી પત્રકારત્વની આકરી તાલીમ આશિષરૂપ પુરવાર થઈ. ‘ગુજરાત સમાચાર'નો સદા સ્વજન જેવો સાથ રહ્યો. શાંતિલાલ શાહની પ્રેરણા, શ્રેયાંસભાઈ અને બાહુબલિભાઈ સાથેનો આત્મીય સંબંધ સદાય પારિવારિક સંબંધ જેવો રહ્યો છે. અખબારી લેખન અને સાહિત્યિક લેખન બંને એકબીજાના પર્યાય બની જાય તેવો મારો પ્રયત્ન છે. અખબારમાં સાહિત્યિક સુગંધવાળું લખાણ આવે અતિશયોક્તિ, અખબારી શબ્દાળુતાનો ત્યાગ કરીને શુદ્ધ સાહિત્યિક રચના માટે પ્રયાસ કર્યો. પેલી દૃષ્ટિ પ્રવૃત્તિઓ તરફ લઈ ગઈ અને તેને કારણે અનેક પ્રવૃત્તિઓ શરૂ થઈ. જેમાં અનુકંપા ટ્રસ્ટ દ્વારા પીડિતોને સહાય, વિદ્યાવિકાસ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સહાય, શ્રી જયભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ દ્વારા સર્જકોને સહાય અને બોટાદ જેવા જિલ્લાના રેડક્રૉસના અન્વયે નેત્રયજ્ઞો જેવાં અનેક કાર્યો થઈ શક્યાં છે. ધરતીકંપ સમયે પંદરેક લાખ રૂપિયા જેવું ભંડોળ એકઠું કર્યું હતું. વિશ્વકોશના પ્રારંભકાળના માઠા દિવસોનું સ્મરણ છે. અઢી કરોડનો પ્રોજેક્ટ અને માત્ર તેર લાખ રૂપિયા. છતાં વિદ્યાતપને કારણે આ પ્રવૃત્તિએ આગવી ભાત પાડી. વિશ્વકોશની સફળતા એ ગુજરાતમાં રહેતા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને અધ્યાપકોના સહકારને કારણે જ છે. કદાચ વિશ્વ કોશ ન થયો હોત તો ગુજરાતમાં આટલું મોટું વિદ્યાધિન રહેલું છે, તેની પ્રતીતિ કદાચ ન થાત. વિદ્વાનોને સક્રિય કરવાની પ્રવૃત્તિ વિશ્વકોશ વતી થઈ તેમાં નિમિત્તરૂપ બન્યાનો આનંદ છે. સાહિત્યિક સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં મને જોતરવાનું કામ રઘુવીર ચૌધરી, ભોળાભાઈ પટેલ, ચંદ્રકાન્ત મહેતા અને ચંદ્રકાન્ત શેઠ વગેરેએ કર્યું છે. ગુજરાત સાહિત્ય સભાનો ચંદ્રક એનાયત કરવા માટે આભાર માનું છું. ચંદ્રક કે એવોર્ડને મારા કાર્યના એપ્રીશિએશન રૂપે લેખું છું અને તે ક્ષેત્રમાં વધુ કાર્ય કરવા માટેનો પડકાર ગણું છું. આ જે કંઈ છે તેની પાછળ રહેલું છે પેલું આકાશ અને પેલી દૃષ્ટિ. ૧૯૬૫ ‘લાલ ગુલાબ” – ગુજરાત રાજ્યના ઉત્તમ ગુણવત્તા ધરાવતાં પુસ્તકોની સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક મહામાનવ શાસ્ત્રી' – કેન્દ્ર સરકાર યોજિત બાળસાહિત્યની સોળમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ૧૯૬૩ “ડાહ્યો ડમરો - ગુજરાત રાજ્યના ઉત્તમ ગુણવત્તાવાળાં પુસ્તકોની સ્પર્ધામાં દ્વિતીય પારિતોષિક ૧૯૬૯ * કેડે કટારી, ખભે ઢાલ’ – બાળસાહિત્યની પંદરમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ૧૯૭૧ | ‘બિરાદરી’ – એન.સી.ઇ.આર.ટી. યોજિત બાળસાહિત્યની દસમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ૧૯૭૨-૭૩ ‘પંજા વિનાનો પહેલવાન’ – ‘નયન જ્યોત' સામયિકમાં લખાયેલા લેખ માટે પ્રથમ ઇનામ ૧૯૭૩ ‘મોતને હાથતાળી’ – ગુજરાત રાજ્યના ઉત્તમ ગુણવત્તાવાળાં બાળસાહિત્યનાં પુસ્તકોની સ્પર્ધામાં દ્વિતીય પારિતોષિક ૧૯૭૩ ‘અપંગનાં ઓજસ' – કેન્દ્ર સરકારની બાળસાહિત્યની સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક, સંસ્કાર પરિવાર તરફથી સંસ્કાર એવોર્ડ, ૧૯૭૮ ૧૯૭૫ મોતીની માળા” – પ્રૌઢો માટેની અઢારમી રાષ્ટ્રીય સ્પર્ધાનું કેન્દ્ર સરકારનું પારિતોષિક ૧૯૭૬ હૈયું નાનું. હિંમત મોટી” – એન.સી.ઇ.આર.ટી. દ્વારા યોજિત દસમી રાષ્ટ્રીય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ૧૯૭૬-૭૭ ‘ટુ લાઇફ - નયન જ્યોત સામયિકમાં લખેલા લેખ માટે પ્રથમ ઇનામ ૧૯૭૮ નાની ઉંમર, મોટું કામ’ - એન.સી.ઇ.આર.ટી. દ્વારા યોજિત એકવીસમી રાષ્ટ્રીય સાહિત્ય સ્પર્ધામાં પ્રથમ પારિતોષિક ૧૯૭૯ અખબારી લેખન’ – ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત ૧૯૭૯ ‘બાળકોના બુદ્ધિસાગરસૂરિજી - શ્રી બુદ્ધિસાગરસૂરિ પ્રકાશન સમિતિ તરફથી સુવર્ણચંદ્રક, ૧૯૭૮ સાહિત્યિક પારિતોષિકો જોનારના યાત્રી Page #86 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૦. અન્ય પારિતોષિકો ૧૯૯૭ આનંદઘન : એક અધ્યયન’ – રાજસ્થાનના ચુરુ શહેરના રાજસ્થાન લોકસંસ્કૃતિ મંડળ તરફથી શ્રી હનુમાનપ્રસાદ પોદાર સુવર્ણચંદ્રક મૂલ્યનિષ્ઠ સાહિત્યસર્જન માટે અહિંસા ઇન્ટરનૅશનલ’ સંસ્થા દ્વારા શ્રી દીપ્તિમલ આદીશ્વરલાલ લિટરરી એવોર્ડ ગુજરાત સાહિત્ય સભાનો ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક' સાહિત્યનાં વિવિધ ક્ષેત્રોમાં ઉત્તમ સર્જન માટે “શ્રી કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સુવર્ણચંદ્રક ૨૦૦ર. ૨૦૫ ૧. દેવકરણે નાનજી ટ્રસ્ટ, મુંબઈ તરફથી યોજાયેલી નિબંધસ્પર્ધામાં પ્રથમ ઇનામ, ૧૯૬૦ ૨. “સોશ્યો-ઇકોનૉમિક પ્રોબ્લેમ – નિબંધ માટે ફાધર ડીસોઝા સુવર્ણચંદ્રક, ૧૯૬૦ રવીન્દ્રનાથ ટાગોર' – અંગ્રેજીમાં લખાયેલા નિબંધ માટે યુ.જી.સી. તરફથી રવીન્દ્ર મેડલ, ૧૯૬૧ ૪. “ફિલૉસોફી એન્ડ રિલિજિયન – નિબંધ માટે પ્રથમ ઇનામ. ૧૯૬ર પ. પત્રકારત્વના ક્ષેત્રમાં પ્રદાન કરવા માટે “યસેશ શુ લ એવોર્ડ’ ૬. આધ્યાત્મિક સાહિત્યસર્જન કરનારા પાંચ લેખકોમાંના એક તરીકે પાર્શ્વ પદ્માવતી સન્માન સમિતિ, મુંબઈ તરફથી એવૉર્ડ ૭. શિશુમંગલ પરિવાર તરફથી ટૂંકી વાર્તા માટે પ્રથમ ઇનામ, ૧૯૭૪-૭૫ ૮. નવચેતન સામયિકમાં પત્રકારત્વ ક્ષેત્રના પ્રદાન માટે રૌણ ચંદ્રક, ૧૯૭૮ ૯ શ્રી આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ અમદાવાદનો અમદાવાદ જેસીસ તરફથી એવૉર્ડ, ૧૯૭૯ ૧૦. ટેન આઉટસ્ટેન્ડિંગ યંગ પર્સનાલિટી ઑફ ઇન્ડિયા’નો ઓલ ઇન્ડિયા જેસીસ તરફથી એવૉર્ડ, ૧૯૮૦ ઝાલાવાડ જૈન સંઘ તરફથી કાસ્કેટ, એવૉર્ડ અને ઇનામ, ૧૯૮૦ ૧૨. પત્રકારત્વમાં સત્ત્વશીલ લેખન માટે હરિ ૐ આશ્રમ એવોર્ડ ૧૩. સંશોધન માટે ડૉ. કે. જી. નાયક સુવર્ણચંદ્રક (બે વખત) ૧૯૮૧ અને ૧૯૮૫ ૧૪. જૈન જાગૃતિ સેન્ટર તરફથી જૈન જ્યોતિર્ધર એવૉર્ડ, ૧૯૮૫ ૧૫. બ્રિટનની સત્તર સંસ્થાઓએ મળીને આપેલો “શ્રી હેમચંદ્રાચાર્ય એવૉર્ડ', ૧૯૮૯ ૧૬. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન તરફથી “ગુજરાત રત્ન એવોર્ડ – ૧૯૯૫ ૧૭. અમેરિકા-કેનેડાનાં જૈન સેન્ટરોના ફેડરેશન જૈના’ તરફથી પ્રેસિડન્ટ્સ સ્પેશિયલ એવૉર્ડ'. ૧૯૯૭ નક્ષના યાત્રી અન્ય પારિતોષિકો ૧૫૬ Page #87 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસર્જન ૧૮. માનવીય મૂલ્યો અને સાંસ્કૃતિક વારસાને દર્શાવતા સાહિત્યિક લેખન માટે દિવાળીબહેન મોહનલાલ મહેતા એવોર્ડ, ૧૯૯૯ ૧૯. જૈન સેન્ટર ઑફ સધર્ન કૅલિફૉર્નિયાના જૈન સેન્ટર તરફથી ‘ગૌરવ પુરસ્કાર', ૧૯૯૯ ર૦. નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન તરફથી સંસ્કૃતિ ગૌરવ એવૉર્ડ', ર00 શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્ર, કોબા તરફથી સંસ્કૃતિ સંવર્ધન એવૉર્ડ', ર૦૦૧ ૨૨. ભગવાન મહાવીરના ૨૬૦૦માં જન્મકલ્યાણક નિમિત્તે શ્રી અટલ બિહારી વાજપેયીના હસ્તે “જૈનરત્ન એવોર્ડ', ર૦૧ ૨૩. નાનુભાઈ સુરતી ફાઉન્ડેશન તરફથી ‘મિલેનિયમ એવૉર્ડ’. ૨૦૦૧ ૨૪. ભારત જૈન મહામંડળનો જૈન ગૌરવ એવૉર્ડ', ૨૦૦૩ રપ. સુરત શહેર પત્રકાર વેલ્ફર ફંડ તરફથી રમતગમતના લેખો માટે બેસ્ટ સ્પોર્ટ્સ જર્નાલિસ્ટ એવોર્ડ’, ૨૦૦૨ ર૬, ધ હ્યુમન સોસાયટી ઑવું ઇન્ડિયા’, નડિયાદ તરફથી ‘ધ લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ ર૭. ભારત સરકાર તરફથી “પદ્મશ્રી' એવૉર્ડ, ૨00૪ વિવેચન * શબ્દસંનિધિ (૧૯૮૦) * હેમચંદ્રાચાર્યની સાહિત્ય સાધના (૧૯૮૮) જે ભાવન-વિભાવન (૧૯૮૮) જે આનંદઘન : જીવન અને કવન (૧૯૮૮) * શબ્દસમીપ (૨૦૦૨) * સાહિત્યિક નિસબત (૨૦૮). | સંશોધન * જ્ઞાનવિમલસૂરિ કૃત સ્તબક (૧૯૮૦) * આનંદઘન : એક અધ્યયન (૧૯૮૦), * અપ્રગટે મધ્યકાલીન કૃતિઓ (૧૯૮૨) જે ગત સે કાની જૈન ધર્મની પ્રવૃત્તિઓ (૧૯૮૮) * મેરુસુંદર ઉપાધ્યાયરચિત અજિતશાંતિ સ્તવનનો બાલાવબોધ (૧૯૯૦) * અબ હમ અમર ભયે ચરિત્ર જે લાલ ગુલાબ (૧૯૬૫) * મહામાનવ શાસ્ત્રી (૧૯૬૬) * અપંગનાં ઓજસ (૧૯૭૩) * વીર રામમૂર્તિ (૧૯૭૬) કે બાળકોના બુદ્ધિસાગરસૂરિજી (પ્ર.આ. ૧૯૭૮) * સી. કે. નાયડુ (૧૯૭૯) * ફિરાક ગોરખપુરી (૧૯૮૪) “ ભગવાન • ષભદેવ (૧૯૮૭) છે ભગવાન મલ્લિનાથ (૧૯૮૯) • આતમજ્ઞાની શ્રમણ કહાવે (૧૯૮૯) જે અંગુઠે અમૃત વસે (૧૯૯૨) લોખંડી દાદાજી (૧૯૯૨) + શ્રી મહાવીર જીવનદર્શન (૧૯૯૮) * જિનશાસનની કીતિગાથા (૧૯૯૮) * લાલા અમરનાથ (૧૯૯૯) * આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર (૧૯૯૯) * મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર (૨૦OO) * માનવતાની મહેંક (પ્રેમચંદ વજપાળ શાહનું જીવનચરિત્ર) (૨૦OO) • તીર્થંકર મહાવીર (૨૦૦૪) બાલસાહિત્ય * વતને, તારાં રતન (૧૯૬૫) * ડાહ્યો ડમરો (૧૯૬૭) * કેડે કટારી, ખભે ઢાલ (૧૯૬૯) * બિરાદરી (૧૯૭૧) * મોતને હાથતાળી (૧૯૭૩) * ઝબક દીવડી (૧૯૭૫) * હૈયું નાનું. હિંમત મોટી (૧૯૭૬) કે પરાક્રમી રામ (૧૯૭૭) • રામ વનવાસ (૧૯૭૭) * સીતાહરણ (૧૯૭૭) જે વીર હનુમાન (૧૯૭૮) * નાની ઉંમર, મોટું કામ (૧૯૭૮), કે ભીમ (૧૯૮૦) * ચાલો પશુઓની દુનિયામાં, ૧-૨-૩ (૧૯૮૦) * વહેતી વાતો (૧૯૮૩) * મોતીની માળા (૧૯Q) જે વાતોના વાળુ (૧૯૩) * ઢોલ વાગે ઢમાઢમ (૧૯૯૩), * સાચના સિપાહી (૧૯૯૩) * કથરોટમાં ગંગા (૧૯૯૩) ચિંતન * ઝાકળભીનાં મોતી ભાગ ૧-૨-૩ (૧૯૮૩) કે મોતીની ખેતી (૧૯૮૩) * માનવતાની મહેક (૧૯૮૮* તૃષા અને તૃપ્તિ (૧૯૮૬) * ક્ષમાપના (૧૯૯૦) * શ્રદ્ધાંજલિ (૧૯૯૪) * જીવનનું અમૃત (૧૯૯૬) * દુ:ખની પાનખરમાં આનંદનો એક ટહુકો (૧૯૯૭) * મહેક માનવતાની (૧૯૯૭) * ઝાકળ બન્યું મોતી (૧૯૯૮) * સમરો મંત્ર ભલો નવકાર (૨000) * ક્ષણનો સાક્ષાત્કાર (૨૦૦૮) પત્રકારત્વ : અખબારી લેખન (૧૯૭૯) નવલિકાસંગ્રહ : એકાન્ત કોલાહલ (૧૯૭૬), સાહિત્યસન 5 મકારના યાત્રી ઉપદ Page #88 -------------------------------------------------------------------------- ________________ સંપાદન | # શંખેશ્વર મહાતીર્થ (પ્ર.આ. 1936, છઠ્ઠી આ. 1983) * સાહિત્ય અને પત્રકારત્વ (1980) * ઓજસ દીઠાં આત્મબળનાં (1983) * નર્મદ : આજના સંદર્ભમાં (1983) * જયભિખુની જૈન ધર્મ કથાઓ 1-2 (1985) * બાલસાહિત્ય સંગોષ્ઠિ (1985) * ધન્ય છે ધર્મ તને આચાર્ય વિજયવલ્લભસૂરિનાં પ્રવચનોનું સંપાદન) (1987) કે હૈમ સ્મૃતિ (1989). કે ભગવાન મહાવીર (1990) * યશોભારતી (1992) * રત્નત્રયીનાં અજવાળાં (1997) * એ કવીસમી સદીનું બાળસાહિત્ય (200) + અદાવત વિનાની અદાલત (શ્રી ચં. ચી. મહેતાનાં રેડિયોરૂપકોનું સંપાદન) (2CO) * એક દિવસની મહારાણી (ડેમોન રનિયનની વાર્તાઓનો ચં. ચી. મહેતાએ કરેલો અનુવાદ) (2OO) * હું પોતે (નારાયણ હેમચંદ્ર) (2001) * શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી (પ્ર.આ. 203) * નવલિકા અંક (ગુજરાત ટાઈમ્સ) * સામાયિક સૂત્ર - અર્થ સાથે (સંપાદન) જે પરિવર્તનનું પ્રભાત (ગુજરાત ટાઇમ્સ) * એ કવીસમી સદીનું વિશ્વ (ગુજરાત ટાઇમ્સ) સંપાદન અન્ય સાથે છે જયભિખુ સ્મૃતિગ્રંથ (1970) * કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથ (1979), * શબ્દશ્રી (1980) * સૌહાર્દ અને સહૃદયતા (201) * ચંદ્રવદન મહેતા નાટ્યશ્રેણી ભાગ ૧થી 5 (2002-2006) * સવ્યસાચી સારસ્વત 2007) અનુવાદ : નવવધૂ આફ્રિકન લેખક ઑસ્ટિન બુકેન્યાની નાટ્યકૃતિનો અનુવાદ (200) પ્રકીર્ણ : અબોલની આતમવાણી (૧૯૬૮)અહિંસાની યાત્રા (2002). * àલો યદીપ કશ્રી રાણકપુર તીર્થ (2009) હિંદી પુસ્તકો Tના +નન # fifí*Tધી (1998) * T-1 તને, 3 | મન (2002) * માનવપન (2007) " શૈલીવિયરીપf RTળપુર તીર્થ (2007) * || * તીય ક્રિકેટ * fટ છે વિશ્વવિદ્રH * file જૈસે રહેને T -2. અંગ્રેજી પુસ્તકો * Kshamapana (1990) Non-violence : A Way of Life (Bhagwan Mahavir) (1990) Glory of Jainism (1998) * Stories From Jainism (1998) * Essence of Jainism (2000) * The Value and Heritage of Jain Religion (2000) Role of Women in Jain Religion (2000) A Pinnacle of Spirituality (2000). The Timeless Message of Bhagwan Mahavir (2000) Vegetarianism (2000) * A Journey of Ahimsa (2002) Our life in the context of five Anuvrat and Anekantwad (2002) * Influence of Jainism on Mahatma Gandhi (2002) - Tirthankara Mahavir (F.E. 2003) Trailokyadeepak Ranakpur Tirth (2007) અક્ષરના પાત્ર 160.