SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કુમારપાળ દેસાઈ પાસેથી વિવેચનગ્રંથો મળે છે. તેમાં એનું વૈવિધ્ય ધ્યાન ખેંચે છે. પશ્ચિમી સાહિત્ય, રશિયન સાહિત્ય, આફ્રિકન સાહિત્યની કૃતિઓ અને કર્તાઓ વિશેના લેખો એમાં ગ્રંથસ્થ થયાં છે. - કુમારપાળ દેસાઈનું ‘આનંદઘન : જીવન અને કવન’ રાજસ્થાનના કવિ આનંદઘનનાં જીવન, કવનને આલેખતું પુસ્તક છે. આનંદઘનના જન્મ વિશેના મતમતાંતરની ચર્ચા પહેલાં ગુજરાતની પરિસ્થિતિ કેવી હતી ત્યાંથી લેખક ભૂમિકા બાંધી આપે છે. આનંદઘનનું મૂળ નામ લાભાનંદ છે. આ સમયે આનંદઘન નામના ત્રણ કવિઓ થયા હતા અને પરિણામે એક આનંદઘનનાં પદો બીજા આનંદઘનને નામે ચડી ગયાં હતાં. પરિણામે શ્રી ક્ષિતિમોહન સેન જેવા વિવેચકે તો જૈન આનંદઘન એક સમયે કૃષ્ણભ• ત હતા, એમ કહ્યું હતું. આ ત્રણે આનંદઘનોની એમની ભૂમિકા સાથે એમની વિશેષતાને અલગ તારવી આપી છે. આનંદઘનજીનાં પદો, સ્તવનો અને અપ્રગટ રચનાઓ વિશે પણ વિસ્તૃત આલેખન થયું છે. આનંદઘનની કથનશૈલી પણ નોંધપાત્ર છે. કુમારપાળ દેસાઈ લખે છે. પોતે જે મતનું પ્રતિપાદન કરવા માગે છે એનાથી વિરુદ્ધ મતની વાત કરવી હોય તો ઘણા સૌજન્યથી એ વિરોધી મતની રજૂઆત કરે છે. આમાં પણ કોઈથી વિરોધી મતને રજૂ કરવાની એમની રીત લાક્ષણિક છે.'' આ પુસ્તકનાં બે પ્રકરણોમાં આનંદઘનજીને અન્ય સર્જકો સાથે મૂલવીને તેમનું સાહિત્ય કેવું હતું તે તુલના કરી છે. યશોવિજયજી, કબીર, મીરાં અને અખો આ બધાં જ મધ્યકાલીન સમયમાં થયેલાં સર્જકો છે. આ બધાં કવિનાં પદોમાંથી તેમનું વ્ય િતત્વ કેવું પ્રગટે છે તે દર્શાવીને લેખક લખે છે, કબીર અને આનંદઘનનાં પદોમાં એમનું વ્ય િતત્વ પ્રગટ થાય છે. બંનેનું | ડૉ. દેસાઈની વિવેચનાત્મક ગદ્યશૈલીમાં વિવરણાત્મક વિશદતા, વ• તવ્યની પારદર્શકતા, ભાષાની સરળતા, પ્રૌઢિ અને શાલીનતા જેવાં તત્ત્વો અનાયાસ પ્રકટી રહ્યાં છે. તેથી એમાં • યાંય પાંડિત્યની દુર્બોધતા નથી. યથાવકાશ મૂળ ગ્રંથોનાં દૃષ્ટાંતો-અવતરણો એમનાં સંશોધન-વિવેચનને પ્રમાણભૂતતા અર્પે છે. આવી સંશોધનપૂત આલોચના એમનું મુલ્યવાન પ્રદાન છે. જ ભાનુપ્રસાદ પંડ્યા જ વિવેચન
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy