________________
ભાવળ વિભાવના,
(મund
થાય છે. અખો અને આનંદઘન બંનેએ શૂન્યવાદનો સખત વિરોધ કર્યો છે. સંશોધન કર્તાને માટે આ તુલના એક નવી દિશા ચીંધે છે.
બાલાવબોધ એ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રકાર છે. બાલના અવબોધ અર્થાત્ જ્ઞાન કે સમજણ માટેની રચનાઓ તે બાલાવબોધ. મુખ્યત્વે સંસ્કૃત, પ્રાકૃત, વ્રજભાષાના ગ્રંથોમાં બાલાવબોધ રચાતા રહ્યા છે. વાચક મેસુંદર કૃત બાલાવબોધ’ આ જ સંદર્ભમાં રચાયેલો સંશોધનગ્રંથ છે. અહીં આપેલા બાલાવબોધોમાં તેનો આદિ-અંત, જે-તે બાલાવબોધ કઈ સાલમાં રચાયું. તેની પતિ કેટલી છે વગેરે ઝીણામાં ઝીણી વિગતો આપી છે. આ બાલાવબોધોની રચના ઘણુંખરું પ્રાકૃતમાં છે. આ પુસ્તકમાં શ્રી અજિતશાંતિ-સ્તવન બાલાવબોધ” આપવામાં આવ્યો છે. તેમાં શબ્દનો અર્થ પણ આપ્યા છે. બાલાવબોધનું પ્રયોજન મૂળ કૃતિના શબ્દોના અર્થ અવગત કરાવવાનું હોય છે. પરિણામે મૂળ કૃતિને કેન્દ્રમાં રાખીને જ આગળ વધે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં રચાયેલા બાલાવબોધો ઉપર સંશોધન કરનારા માટે આ પુસ્તક સંદર્ભગ્રંથ તરીકે ઘણી મહત્તા ધરાવે છે.
અપ્રગટ મધ્યકાલીન કૃતિઓમાં અપ્રસિદ્ધ મધ્યકાલીન કૃતિઓ મળે છે. આમાં બાવીસ કાવ્યો છે. આ કાવ્યોમાં પ્રભુભ િત, પ્રભુમિલન અને નાયિકાઓના વિરહની વાત આલેખાયેલી છે. કોઈ કાવ્ય બોધપ્રધાન છે તો કોઈ ભીલી ગીત’ જેવું પ્રસંગનું આલેખન કરતું કાવ્ય પણ છે. કાવ્યોના અંતે દરેક કવિતાની સંક્ષેપમાં પાદટીપ મૂકી આપી છે. મોટેભાગે એ કૃતિ કઈ સાલમાં રચાઈ છે, તે હસ્તપ્રત • માંથી પ્રાપ્ત થઈ છે તેની પણ માહિતી અહીં આપવામાં આવી છે. આ સંપાદનને આવકારતાં શ્રી કે. કા. શાસ્ત્રી નોંધે છે,
અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ આપીને એમણે ગુજરાતી ભાષાની ક્રમિક ભૂમિકાઓના અભ્યાસનો માર્ગ ચાલુ રાખી આપી પૂર્વ અને વર્તમાન સમાનધર્માઓની હરોળમાં સ્થાન પ્રાપ્ત કરવાનો આરંભ કરી આપ્યો છે. એ અમારા જેવા ધૂળધોયાઓને પણ આનંદ આપનારો છે.”
કુમારપાળ દેસાઈની સંશોધનપ્રવૃત્તિ મધ્યકાલીન સાહિત્ય અને જૈન સાહિત્ય ઉપર કરેલી છે. જે કૃતિ અને કર્તા વિશે સંશોધન કર્યો છે તેની પ્રમાણભૂત માહિતી તેઓ આપે છે. આ પુસ્તકોમાંથી તેમની સંશોધન-સંપાદનની નિષ્ઠા દેખાઈ આવે છે.
વિવેચન
શબ્દસમીપ
1
સાયિક નિતેHT
અક્ષરના વા