SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પારિભાષિક વાતને સરળ અને પ્રાસાદિક ભાષામાં આલેખવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો છે અને એ રીતે જૈન ધર્મના સિદ્ધાંતોને લોકભોગ્ય અને પ્રમાણભૂત રીતે આલેખ્યો છે. આ પુસ્તકની શૈલી વિશેષ ધ્યાન ખેંચે છે. પ્રાચીન ગ્રંથોનાં ઉદ્ધરણો, પ્રેરક પ્રસંગોનું આલેખન ઉપરાંત જુદા જુદા ધર્મોમાં દર્શાવાયેલી ક્ષમાની વિભાવનાની સાથે જૈનદર્શનની આ ભાવનાને યોગ્ય સંદર્ભમાં પ્રસ્તુત કરી છે. લેખકની શૈલી પણ અહીં ખીલી • ઠે છે. જૈન ધર્મના પર્વ પર્યુષણનો અંતિમ દિવસ એ સંવત્સરી દિવસ તરીકે ઓળખાય છે અને ત્યારે પરસ્પરને મિચ્છા મિ દુક્કડમ્ કરવામાં આવે છે. આવી ક્ષમાની વાત કરતાં લેખકે છટાદાર શૈલીમાં કેવું હૃદયસ્પર્શી આલેખન કરે છે તે જોઈએ – “આવા સંવત્સરીના મહામૂલા દિવસે ભવતારિણી ક્ષમારૂ પી સુધાનો ભર્યોભર્યો પ્રેમપ્યાલો પીએ ! વર્ષભરના જાણતાં-અજાણતાં થયેલા વેરવિરોધને પરસ્પર મિથ્યા કરીએ. ભવિષ્ય માટે જાગ્રત થઈએ. થઈ તેવી ભૂલ થવા દઈએ નહીં ! ઉદારતાનો અમૃતપ્યાલો હરહંમેશ દિનરાત પીએ, પિવરાવીએ અને સપ્ત દિનરૂપી સાધનાનદીનો સંગમ સંવત્સરી રૂપી સાગરમાં કરીએ. નવા વર્ષની કુમકુમ પત્રિકાઓ ને લગ્નપત્રિકાઓ તો કંકાવટીના કંકુથી લખાય છે, પણ ક્ષમાપનાની કંકોતરીઓ તો દિલનાં લોહીથી અને હૃદયનાં આંસુથી લખાવી જોઈએ અને તે પણ ખરા દોષીને ! ખરા વેરીને ! ખરા અપરાધીને !'' જગતના પ્રત્યેક ધર્મ અને ભિન્ન ભિન્ન જાતિઓમાં મંત્રસાહિત્ય પ્રાપ્ત થાય છે. જૈન ધર્મના નમસ્કાર મહામંત્ર એ કોઈ વ્ય િવિશેષની ઉપાસનાને બદલે ગુણલક્ષી સાધના છે અને એનું ધ્યેય આત્માની • ચાઈ પામવાનું છે. મોટાભાગની વ્યકિતઓ માત્ર મંત્રનું રટણ કરી જાય છે. પણ એનો ભાવ, એની ભાવના કે એની પાછળના તત્ત્વજ્ઞાનનો એમને ખ્યાલ હોતો નથી. આથી ‘સમરો મંત્ર ભલો નવકાર" પુસ્તકમાં કુમારપાળ દેસાઈએ જૈન ધર્મના નમસ્કાર મહામંત્રની સરળ અને પ્રવાહી શૈલીમાં સમજ આપી છે. પુસ્તકમાં દસ પ્રકરણ અને અંતમાં પંચ પરમેષ્ઠિ વંદના મૂકવામાં આવી છે. અહીં એક વિશેષતા ધ્યાન ખેંચે તેવી છે અને તે છે શબ્દના મૂળ સુધી જઈને તેના અર્થ સહિતની સમજણ. જેમકે, “અરિહંત' શબ્દ વિશે સમજાવતાં કહ્યું કે “અરિહંત’ શબ્દને અરિહંત' શબ્દનો વિરોધી માનવામાં આવે છે. “અરિહત’ એટલે શત્રુઓથી હણાયેલો અને “અરિહંત' એટલે શત્રુઓને હણનારો. મંગલ' શબ્દનો અર્થ શું ? મંગ’ એટલે ધર્મ અને તેને લાવે તે મંગળ. એવો જ મંગલનો બીજો અર્થ છે – સંસારથી પાર ઉતારે તે મંગલ. એનો ત્રીજો અર્થ છે – જેનાથી શાસ્ત્રો શોભે છે તે. એનો ચોથો અર્થ છે – સંસારથી મુ ત કરાવે તે મંગલ. એનો પાંચમો અર્થ છે – જે સમ્યગુ દર્શન વગેરે દ્વારા મોક્ષમાર્ગ પમાડે તે મંગલ. ‘દીક્ષા’ શબ્દમાં ‘દા’ અને ‘ક્ષિ’ ધાતુ છે, પરંતુ બન્યું એવું કે બંને ધાતુના સ્વરો બદલાઈ ગયા અને એમાંથી દીક્ષા’ શબ્દ બન્યો. “દા’ શબ્દનો અર્થ છે ‘દાન આપવું. ‘ક્ષિ' ધાતુ છે તેનો અર્થ ક્ષય કરવો’ એમ થાય છે. દાન અને ક્ષય આ બંને ક્રિયા જેમાં હોય એ દીક્ષા કહેવાય. આવા નમસ્કાર મહામંત્રમાં આવતા ઘણા બધા શબ્દોનાં મૂળમાં જઈ તેની ધાતુ, વ્યુત્પત્તિ વગેરે સમજાવ્યા છે. વિધિ, ધ્યાન અને રંગ’ નામના દસમા પ્રકરણમાં નમસ્કાર મહામંત્રના શબ્દોની સાથે સાથે કયા રંગનું ધ્યાન ધરવાનું હોય છે, તેનાથી માનવીના ચિત્ત પર કેવી અસર થાય છે તેની સમજ આપવામાં આવી છે. શ્વેત, લાલ, પીળો, નીલો અને કાળો રંગ માણસના જીવન સાથે કેટલી સરસ રીતે વણાયેલો છે તે આ પ્રકરણ વાંચતાં સમજાય છે. જૈન ધર્મના નમસ્કાર મહામંત્રમાં આવતા શબ્દો વિશે સરળ ભાષામાં સમજાવી આપ્યું છે. જેમ લેખકના જીવનમાં સરળતા અને સાહજિકતા છે, તે તેમના લખાણમાં પણ દૃષ્ટિગોચર થાય છે. સાહિત્યકાર, ચિત્રકાર, સંત, સમાજસેવક, ક્રાંતિવીરો, પૌરાણિક પાત્રો, વિચાર કો – આ બધાંના પ્રસંગોનું ચિંતનસભર આલેખન એટલે દુઃખની પાનખરમાં આનંદનો એક ટહુકો. વ્ય િત તેનાં કાર્યોથી મહાન હોય છે. અહીં આલેખાયેલા પ્રસંગો સંક્ષિપ્ત પણ હૃદયસ્પર્શી છે. કુમારપાળ દેસાઈની વિશેષતા એ છે કે પ્રસંગને ટૂંકમાં પણ સચોટ રીતે આલેખવો. ગુરુ નાનક, શ્રીમદ્ રાજચંદ્ર, સ્વામી રામદાસ, માઓ-સે-તુંગ, ઈસુ ખ્રિસ્ત, વિન્સ્ટન ચર્ચિલ, ક્રાંતિકારી વોલેર... વગેરે વ્યકિતઓના જીવનના પ્રસંગો આલેખીને અંતે ચિંતન રજૂ કર્યું છે. જેમ કે...., ‘વોત્તેરે પોતાની ડાયરીમાં લખ્યું કે મેં સામે ચાલીને જ આ આપત્તિ • ભી કરી છે. માનવી પહેલાં પ્રસિદ્ધિ શોધે છે ! પછી પ્રસિદ્ધિથી પરેશાન થઈને એકાંત ચાહે છે !' શ્રી રામકૃષ્ણ આપેલું દૃષ્ટાંત જોઈએ, જુઓ, સમડીઓ આકાશમાં બહુ • ચે અક્ષરના યાત્રી ચિંતન સાહિત્ય
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy