SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે પ્રસંગો મૂકીને કરી આપી છે. વિનય, વિવેક, સાધનસાધ્ય, આસ િત, ધ્યાનતપ, રહસ, સમજણ વગેરેની સમજૂતી સરસ રીતે અહીં આલેખાયેલી છે. ધ્યાનતપની વિશેષ શતિ વિશે સરસ કહ્યું છે : “શુભ ધ્યાનના યોગથી અપ્રશસ્ત કારણ પણ શુભ બની જાય છે, અશુભ ધ્યાનના યોગથી શુભ કારણ પણ અશુભ બને છે. ધ્યાનની શુદ્ધતાથી અપ્રશસ્ત નિમિત્ત પણ શુભ બને છે અને અશુભ આશ્રવનો આશ્રય લેવાથી શુભ કારણ પણ અશુભ બને છે.' આથી ધ્યાનની શુદ્ધતાનો અભ્યાસ રોજેરોજ કરવો જોઈએ. એ જ જીવનને શુદ્ધ અને નિષ્કલંક બનાવીને મોક્ષમાં બિરાજમાન કરશે. આવાં ઘણાં વિધાનો આ પ્રવચનોમાં જોવા મળે છે. આ પ્રવચનોમાં પ્રાચીન વિચારોનું મૂલ્યાંકન અને નવીન વિચારધારાઓની ઉચિત પરીક્ષા જોવા મળે છે. આ વ્યાખ્યાનોમાંથી ઉત્તમ સમન્વય સાધી આપનાર સાધુજીવનનાં દર્શન થાય છે. તેઓ પોતાની મંઝિલને દર્શાવતાં પ્રવચનોનાં સંપાદન છે. આ પ્રવચનોનાં સંપાદનમાં “ધન્ય છે ધર્મ તને’માં ધર્મનો પ્રકાર, દાનનો મહિમા, અભયદાનનો આનંદ, જીવનસાર્થ થનો સરળ ઉપાય. શીલનો પ્રભાવ, શીલનું વ્યાપક સ્વરૂપ, તપની આરાધના, તપનો પ્રભાવ, તપ : • ર્વજીવનની પગદંડી અને તપના પ્રકાર આ વિષયો ઉપરનાં પ્રકરણો છે. ધર્મ વિશે તેમણે જૈનાચાર્યોએ આપેલું લક્ષણ સરસ રીતે આલેખ્યું છે, જે દુર્ગતિમાં પડતાં પ્રાણીઓ આત્માઓને બચાવે અને એમને સદ્ગતિએ પહોંચાડે એ ધર્મ.' દાનનો મહિમા સમજાવતાં તુલસીદાસજીએ કહ્યું છે તે યોગ્ય છે, “જો નૌકામાં પાણી ભરાઈ જાય તો નાવિક શું કરે ? બંને હાથથી ઉલેચીને એને બહાર કાઢે. આવી રીતે ઘરમાં પણ સંપત્તિ વધે ત્યારે તેને બંને હાથથી દાન રૂપે બહાર કાઢવી જોઈએ. એમાં જ સંપત્તિની સફળતા અને સાર્થકતા છે.' અભયદાન ત્યાગ અને તપ માંગે છે, પરંતુ આ અભયદાનથી સ્વ.પર-કલ્યાણ નિશ્ચિત છે એમાં કોઈ સંદેહ નથી. જ્યારે 'રત્નત્રયીનાં અજવાળાં'માં ઈશ્વરના સ્વરૂપથી શરૂ થતું પ્રવચન પુણ્ય અને પાપના રહસ્ય સુધી લઈ જાય છે. આત્મા, પરમાત્મા, ધર્મ, ચારિત્ર્ય, સેવા, ઈશ્વરશ્રદ્ધા, સત્ ચિત્ આનંદ એવા વિષયો ઉપર વ્યાખ્યાનો આપ્યાં છે. વ્યાખ્યાનો મનનીય છે, જીવનમાં ઉતારવા જેવાં છે. ‘ઈશ્વરનું સ્વરૂપ પ્રકરણમાં મહર્ષિ પતંજલિના યોગદર્શન’ની વાત કરી છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં ઈશ્વર વિશે શું કહ્યું છે, તુલસીદાસ રામચરિતમાનસમાં ભગવાન રામ વિશે શું કહે છે, જૈનદર્શનમાં ઈશ્વરની શ્રેણી કેવી છે તે બધા વિશે ઉદાહરણ સહિત ચર્ચા કરી છે. ઈશ્વર વિશેની ગહન સમજણ આપવા તેમણે સમાજમાં બનતી ઘટનાઓનાં ઉદાહરણો આપ્યાં છે. સામાન્ય માનવીને વાત તરત જ ગળે • તરી જાય એ રીતે પ્રસંગો ટાંકીને સમજાવી છે અને એ દ્વારા માનવીના જીવનમાં અંધકાર હોય તો તે દૂર કરીને અજવાળાં પાથરવાનો તેમનો પ્રયત્ન છે.. “ઓજસ દીઠાં આત્મબળનાં” પુસ્તકનાં સોળ પ્રકરણોમાં બાહ્ય તપ અને તેના પ્રકારથી શરૂ કરીને કાયોત્સર્ગ સુધીની વાત આલેખાઈ છે. ઉણોદરીનો પ્રભાવ સમજાવતાં તેનો અર્થ તેઓ આ પ્રમાણે આપે છે : ભૂખથી ઓછું ભોજન કરવું. આહારની માફક કપડાં તથા જીવનજરૂરિયાતનાં રોજબરોજનાં સાધનોની આવશ્યકતામાં ઘટાડો કરવો. એ રીતે સમજાવે છે. વૃત્તિસંક્ષેપમાંથી વૃત્તિ અને સંક્ષેપ'નો જુદો જ અર્થ તારવી આપ્યો છે. જૈન ધર્મ વિશેની સમજણ તેમણે સરસ અલરના યાત્રી ‘હું વીતરાગના પથનો મારી યાત્રી છું. યાત્રાનો અંત એના ચરણમાં આવશે.' આ બધાં જ પ્રવચનો બીકાનેરના જૈન ભવનમાં અપાયેલાં છે. ૩ ઑગસ્ટ, ૧૯૪૮થી ૨૬ ઑગસ્ટ, ૧૯૪૮ દરમ્યાન એક જ જગ્યાએથી અપાયેલાં આ પ્રવચનો છે. આ પ્રવચનોમાં જૈન ધર્મમાં તપનો આગવો મહિમા છે તે વર્ણવાયો છે. આ વ્યાખ્યાનોના સંપાદનના પ્રારંભે યુગદર્શી આચાર્યશ્રીનાં જીવન અને કાર્યનો ખ્યાલ આપવાની સાથોસાથ એની વ્યાપક દૃષ્ટિનો પરિચય આપ્યો છે. વળી આમાં પ્રયોજાયેલા પારિભાષિક શબ્દો ટિપ્પણમાં આપીને જનસામાન્યને સમજવામાં સરળતા રહે તેવો પણ સંપાદકે પ્રયત્ન કર્યો છે. ભગવાન મહાવીર' - જયભિખુનું લખેલું અને કુમારપાળ દેસાઈનું સંપાદિત કરેલું ભગવાન મહાવીરના જીવનને આલેખતું ચરિત્ર છે. ૪૫ પ્રકરણમાં ભગવાન મહાવીર વિશે પ્રસંગને અનુરૂપ સચિત્ર આલેખન કર્યું છે. પ્રકરણ નાનાં પણ રસ પડે તેવી શૈલીમાં પ્રસંગગૂંથણી કરીને આલેખાયાં છે. જેમ કુમારપાળ દેસાઈનું કોઈ પણ જગ્યાએ વ્યાખ્યાન હોય અને તેઓ તેમની વાણી દ્વારા પ્રેક્ષકોને જકડી રાખે છે તેમ તેઓ તેમનાં લખાણ દ્વારા વાચકોને પણ જકડી રાખે છે. પ્રકરણને અપાયેલાં શીર્ષકો પ્રસંગને અનુરૂપ છે; જેમકે બંધુપ્રેમ'માં નંદિવર્ધન અને વર્ધમાન, પાળે તેનો ધર્મ માં પાંચ નિયમ-વ્રતની વાત .... આવા અનેક પ્રસંગો મહાવીરના જીવનમાં બન્યા તે આલેખાયા છે. એમના જીવનનો સમગ્ર ચિતાર અહીં આલેખાયો છે. અંતમાં संपादन ૮૮
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy