________________
આક્ષેપ મૂકનારે એ સાહિત્યકારનાં સર્જનોનો • ડો અભ્યાસ કરેલો હોય તો જ આ શ• ય બને. ચંદ્રવદન મહેતાએ આ કાર્યક્રમમાં આ સાહિત્યકારોના ગુણદોષ બરાબર પારખીને એમની વિશિષ્ટતાઓને એમની નબળાઈ તરીકે બહુ ચતુરાઈપૂર્વક ગોઠવી છે. આમાં રમણલાલ વસંતલાલ દેસાઈ, વિજયરાય વૈદ્ય, જ્યોતીન્દ્ર દવે, રઘુનાથ બ્રહ્મભટ્ટ, રામનારાયણ વિશ્વનાથ પાઠક, કનૈયાલાલ મુનશી જેવાએ એમની સામેના આક્ષેપોનો પ્રત્યુત્તર આપ્યો છે. જ્યોતીન્દ્ર દવે ત્રણ સાહિત્યકારોના બચાવપક્ષે ધારાશાસ્ત્રીની કામગીરી બજાવે છે. આવા લખાણનું પ્રકાશન કરીને ગુજરાતી ઇતિહાસના સીમાચિહ્નરૂપ શ્રેણીનો દસ્તાવેજ શ્રી કુમારપાળ દેસાઈએ આપ્યો છે. આ પ્રકારના કાર્યક્રમનું આવું લખાણ ગુજરાતી ભાષામાં જ નહીં પરંતુ દેશની અન્ય ભાષાઓમાં જવલ્લે જ પ્રગટ થયું હશે.
જે સમયમાં કનૈયાલાલ મુનશીની નવલકથાઓ વંચાતી હતી તે સમયમાં તેમણે નવલકથામાં આલેખેલાં સ્ત્રીપાત્રો કેવાં ખુમારીવાળાં હતાં. લોકોના માનસ ઉપર એ પાત્રોએ પોતાનું કામણ કર્યું હતું. તેવા મુનશીની નવલકથાનાં તનમન અને મંજરીનાં પાત્રોની વાત પણ અહીં છે. તનમન દુઃખી છે તો મંજરીનું પાત્ર વિલક્ષણ છે. આ બે પાત્રોનું નવલકથામાં ખૂન થાય છે. મુનશીએ વાચકોની દયાવૃત્તિ સતેજ કરવાં ખૂન ન કરવા જોઈએ તેવો આરોપ મુકાય છે. એની સાબિતી માટે અદાલતમાં તનમન અને મંજરીને રજૂ કરવામાં આવે છે. પછી ચંદ્રવદન મહેતા અને મંજરી વચ્ચે જે દલીલો થાય છે તે માર્મિક છે. તે જ રીતે યુગમૂર્તિ નવલકથાકારનું જેમને બિરુદ મળ્યું છે તેવા ૨. વ. દેસાઈની નવલકથા ભારેલો અગ્નિ'માં ઇતિહાસને બાજુએ મૂકવાનો આરોપ મુકાય છે. આવી ઘણી સાહિત્યની ચર્ચા અદાવત વિનાની અદાલત માં જોવા મળે તો બચાવપક્ષના વકીલ તરીકે કામ કરતા જ્યોતીન્દ્ર હ. દવેનું વ્યકિતત્વ હાસ્યકાર તરીકેનું • પસે છે. ચંદ્રવદન મહેતાની સમગ્ર છિબ આ પુસ્તકમાં અંક્તિ થઈ છે.
ચંદ્રવદન મહેતાના ગદ્યની વિશેષતાઓ પ્રગટ કરતું આલ્ફ્રેડ ડેમોન રનિયનની ૧૨ વાર્તાઓનું સંપાદન ‘એક દિવસની મહારાણી’. એ એમની ગદ્યશૈલીની ઓળખ આપી જાય છે. ગદ્યના આરોહ-અવરોહ, લય, કથનની છટા, વેગ એ બધાં કુદરતી રીતે ભળી જાય છે અને એમાં વિવિધ પલટા લેતો લેખકનો મિજાજ ઝિલાય છે. ન્યૂયૉર્ક શહેરની રંગભૂમિ બ્રોડવે વિસ્તારના માનવસ્વભાવનાં શ્વેત અને શ્યામરંગી ચિત્રો આલેખતી આ વાર્તાઓ જેટલી પ્રભાવક છે એટલો જ ચંદ્રવદન મહેતાએ કરેલો અનુવાદ પણ પ્રભાવક છે. બ્રોડવેનાં પાત્રોના સ્વભાવના પ્રત્યેક મરોડને પ્રગટ અક્ષરના યાત્રી
૮૬
કરતી તાદ્દશ્ય વર્તમાનકાળમાં ચાલતી આ લેખનશૈલીને ચંદ્રવદને આબાદ ઝીલી છે. તેથી આ વાર્તાઓમાં પ્રમાણમાં ઓછા જાણીતા એવા સર્જકની સાહિત્યસૃષ્ટિનો પરિચય મળે છે. આ વાર્તાઓને એકત્રિત કરી એના સંગ્રહનું પ્રકાશન કરીને સંપાદકે ડેમોન રનિયનની વાર્તાસૃષ્ટિ અને ચંદ્રવદન મહેતાની રૂપાંતરકાર તરીકેની શિ તનો નાદેશ પરિચય કરાવ્યો છે.
સર્જક જયભિખ્ખુની ધર્મકથાઓના બે સંચય શ્રી કુમારપાળ દેસાઈએ પ્રગટ કર્યા છે. જયભિખ્ખુની જૈન ધર્મકથાઓ’ ભાગ ૧-૨ (૧૯૮૫)માં પ્રારંભે એની ભૂમિકા આપતાં તેઓ નોંધે છે કે જયભિખ્ખુ ધર્મ-સંપ્રદાયની કથાને વ્યાપક માનવીય ભૂમિકા પર સ્થાપીને એમાંથી વાર્તારસ નિષ્પન્ન કરે છે. એમની ધર્મકથાઓ આનું સચોટ દૃષ્ટાંત છે. જેમાં બાહ્ય સાંપ્રદાયિક વિધિવિધાનો અને ચમત્કારિક તત્ત્વો ખરી પડે છે અને શુદ્ધ માનવધર્મ • પસી આવે છે.' આવી જયભિખ્ખુની વાર્તાઓમાંથી પસંદ કરેલી ૧૭ જેટલી વાર્તાઓનો સંચય અરિહંત પ્રકાશન દ્વારા પ્રકાશિત સંપાદનમાં મળે છે. એ પછી પાર્થ પ્રકાશન દ્વારા પણ જયભિખ્ખુની ધર્મકથાઓ' પ્રગટ કરવામાં આવી હતી. એનું સંપાદન પણ કુમારપાળ દેસાઈએ કર્યું છે.
નડિયાદથી પ્રગટ થતા ‘ગુજરાત ટાઇમ્સ’ના વિશેષાંકોએ આગવી ભાત ઉપસાવી હતી. કુમારપાળ દેસાઈના સંપાદન હેઠળ પ્રગટ થયેલા પરિવર્તનનું પ્રભાત’, ‘૨૧મી સદીનું વિશ્વ' અને નવલિકા અંક’ એ ત્રણ મહત્ત્વનાં સંપાદનો છે. જેમાં પરિવર્તનનું પ્રભાત' એ જુદી-જુદી દિશામાં કેવી રીતે પરિવર્તનો આવે છે તેની માહિતી આપતું પુસ્તક છે. વિષય ભિન્ન-ભિન્ન છે. • યાંક યાંક નર્મ-મર્મ કટાક્ષ કરતી વાર્તાઓ છે પણ દરેક પ્રસંગનો સૂર તો પરિવર્તન લાવવાનો છે. દરેક વસ્તુમાં, દરેક જગ્યાએ પરિવર્તન જરૂરી છે. એ રીતે પરિવર્તનનું પ્રભાત ઉપયોગી વાચનસામગ્રી પૂરું પાડતું પુસ્તક છે.
૨૧મી સદીનું વિશ્વ’એ પુસ્તકમાં ૨૧મી સદી કેવી હશે તેના સંદર્ભમાં લખાયેલા લેખો છે. નારીમુ િત, રંગભૂમિ, ધર્મ, કેળવણી, ટેક્નૉલોજી, વસ્તીવિસ્ફોટ, ઇલેટ્રૉનિક ઉદ્યોગ, નવા રોગ અને તેની શોધ, કૃષિ પરિમાણ, ગ્રામ્યવિકાસ જેવા વિવિધ વિષયો ઉપર લખાયેલા લેખો છે.
‘ગુજરાત ટાઇમ્સ’ના નવલિકા અંકમાં સાહિત્યના ખ્યાતનામ લેખકોની વાર્તાઓ છે. વાસ્તવજીવનનો ચિતાર આ વાર્તાઓમાં ડોકાય છે.
ધર્મદર્શન વિશેનાં સંપાદનોમાં ધન્ય છે ધર્મ તને”, “ઓજસ દીઠાં આત્મબળનાં અને રત્નત્રયીનાં અજવાળાં એ યુગદર્શી આચાર્ય વિજયવલ્લભસૂરિજીનાં
સંપાદન
૮૭