________________
આલેખવી તે કપરું કામ છે. કુમારપાળ દેસાઈ વ્યતિના જીવન વિશે જાણીને તેમાંથી
મહત્ત્વનાં પાસાંને આલેખી આપે છે તે તેમની વિશિષ્ટતા છે. લોખંડી દાદાજી’ એ
સહુને પ્રેરણા પૂરી પાડતું પુસ્તક છે.
‘માનવતાની મહેંક” નામના ચરિત્રમાં પડાણા ગામમાં જન્મેલા પ્રેમચંદભાઈનું જીવનચરિત્ર આલેખ્યું છે. પ્રેમચંદભાઈએ સૌરાષ્ટ્રના હાલાર પ્રદેશમાંથી પૂર્વ આફ્રિકાના કેનિયામાં જઈને ઘણાં બધાં કષ્ટો વેઠીને વેપારમાં • ચાં શિખરો સર કર્યાં. આ જીવનચરિત્ર વાંચતાં સાહસિક વેપારી અને ક્રાંતિકારી વિચારક પ્રેમચંદભાઈની છબી દષ્ટિગોચર થાય છે. જ્ઞાતિજનો માટેનો તેમનો પ્રેમ; તેમની
મુશ્કેલીમાં પડખે • ભા રહેવું; અને તેમને પ્રેમ, સાંત્વના અને હૂંફ આપવી એ જાણે કે એમનો ધર્મ હતો. એમની જ્ઞાતિ-સહાયની ભાવનાથી માંડીને માનવતાની ભાવનાની સુવાસ આમાં સંગ્રહિત કરી છે.
શ્રી પ્રેમચંદ વ્રજપાળ શાહે આફ્રિકામાં દૂર દૂરનાં જંગલોમાં વસેલા અર્ધભૂખ્યા અને અર્ધનગ્ન લોકો માટે ઉદ્યોગોની સ્થાપના કરી. તેમણે મહાત્મા ગાંધીજીના આદર્શને પોતાના જીવનના વાસ્તવિક વ્યવહારમાં પ્રગટાવ્યો. દેશ હોય કે પરદેશ જ્યાં • યાંય અન્યાય હોય ત્યાં એનો સામનો કરવાનું ખમીર તેઓ દેખાડે છે. જે જમાનામાં દરિયાપાર જવું તે સાહસ કહેવાતું. તે સમયમાં પ્રેમચંદભાઈ આફ્રિકામાં વેપાર કરવા ગયા. આફ્રિકાની તત્કાલીન પરિસ્થિતિના ચિતારની સાથે સાથે ત્યાં ઉદ્યોગ વિકસાવવામાં પડેલી મુશ્કેલીઓનું વર્ણન પણ લેખકે કર્યું છે. સાહસ અને હિંમતનો સમન્વય એટલે પ્રેમચંદભાઈ. આફ્રિકામાં વસતા ગુજરાતીઓના રિવાજો, ગાંધીજીનું સ્વાતંત્ર્ય-આંદોલન અને એ વિચારોની ગુજરાતીઓ પર પડેલી અસર પણ આ પુસ્તકની વિશેષતા છે.
એ સમયનો ઓશવાળ સમાજ, ઉદ્યોગ-વેપારમાં સાહસવૃત્તિ, તેમની સાથે પરિચયમાં આવેલી વ્ય િતઓ, કામ કરવાની કોઠાસૂઝ, વાદ-વિવાદ થાય તો બંને પક્ષને સાંભળીને તટસ્થ રહીને પોતાનો વિચાર પ્રગટ કરે, દીર્ઘદૃષ્ટિથી વિચારવાની આવડત આવાં પ્રેમચંદભાઈના વ્યકિતત્વનાં અનેક પાસાં આ પુસ્તકમાં આલેખાયાં છે.
જૂના અને નવા વિચારોનું સુભગ મિશ્રણ એટલે પ્રેમચંદભાઈ. કોઈએ ભૂલ કરી હોય તો તેને તિરસ્કારવાને બદલે એ વ્યકિતના સંજોગો અને પરિસ્થિતિનો વિચાર કરતા હતા. એમના એક નજીકના સગાએ અંગ્રેજ યુવતી સાથે લગ્ન કર્યાં. એ સગા પોતાના પુત્ર અને આ યુવતીને સ્વીકારવા સહેજે તૈયાર નહોતા. આ સમયે
અક્ષરના યાત્રી.
10
પ્રેમચંદભાઈએ એમને શાંત પાડ્યા અને કહ્યું. જે બની ગયું છે તે સ્વીકારી લેવું અને ભવિષ્યમાં આવું ન બને તેની તકેદારી રાખવી. ખાસ કરીને બાળકોમાં સારા સંસ્કાર આવે અને પેલા દંપતીમાં આપણા સંસ્કાર જળવાઈ રહે તેની હવે વધુ ચીવટ દાખવવી જોઈએ.”
આ.. બંને પેઢી વચ્ચેના વિચારો આસાનીથી સમજી શકતા હતા. પ્રેમચંદભાઈના સંપર્કમાં આવેલી વ્ય િતઓ વિશેનો પણ પરિચય અહીં મળે છે. જામનગરથી શરૂ કરીને આફ્રિકા સુધીની પ્રેમચંદભાઈની વ્યથાકથા માનવતાની મહેંક’માં આલેખાઈ છે. આફ્રિકામાં એમને સહુ પ્રથમ મદદ કરનાર લાલી વિશે હૃદયદ્રાવક માહિતી આલેખી છે.
આ પ્રકારની ચરિત્રકથાનું લેખન એ કોઈ પણ સર્જકને માટે પડકારરૂપ બની રહે. આનું એક કારણ એ કે જામનગરના હાલાર વિસ્તારના પડાણા ગામથી નીકળીને આફ્રિકામાં કર્મયોગ કરનાર અને એ પછી પુનઃ જામનગરમાં રાજકીય, સામાજિક અને કેળવણીની પ્રવૃત્તિ કરનાર પ્રેમચંદભાઈના જીવનનો પથ એટલો બધો વિસ્તૃત હતો કે એની માહિતી મેળવવા માટે અથાગ પ્રયત્ન કરવો પડે. આને માટે ચરિત્રલેખકે પડાણા ગામ અને એની આસપાસનાં ગામોનો પ્રવાસ કર્યો. જામનગરમાં પ્રેમચંદભાઈએ કરેલી વ્યાપારી પ્રવૃત્તિ અને રાજકીય પ્રવૃત્તિની વિગતો મેળવી અને એ પછી પૂર્વ આફ્રિકામાં પ્રેમચંદભાઈનો જ્યાં વેપાર ચાલતો હતો તે ફૉર્ટહોલ, સગાના, કરાતિના, ન્યુરી, નાન્યુકી, મેરુ અને એમ્બુનો પણ પ્રવાસ કર્યો. આ ઉપરાંત નાઇરોબી, થિકા, મોમ્બાસા, લંડન, લેસ્ટર, અમદાવાદ, અંજાર, વડોદરા, મુંબઈ જેવાં સ્થળોએ વસતા મહાનુભાવો પાસેથી પ્રત્યક્ષ મુલાકાત દ્વારા પણ પ્રેમચંદભાઈના જીવનની વિગતો મેળવવા પ્રયત્ન કર્યો હતો.
આફ્રિકામાં વસતા આફ્રિકનો અને ગુજરાતીઓ પાસેથી પ્રેમચંદ વ્રજપાળનાં સ્મરણો મેળવવા માટે કેટલાય ખાંખાંખોળા કરવા પડ્યા. આનું કારણ એ કે પ્રેમચંદભાઈનું અવસાન ૧૯૬૧ની ૩૧મી જુલાઈએ થયું હતું અને એમના અવસાનના ૪૯ વર્ષ બાદ આ ચરિત્ર લખાઈ રહ્યું હતું. આથી એ સમયનાં જૂનાં પુસ્તકો અને આફ્રિકામાં પ્રગટ થતાં સામયિકોનો પણ અભ્યાસ કર્યો. આ રીતે આ ચરિત્રઆલેખન માટે કરેલો પુરુષાર્થ એ પણ રોમાંચક કથા જેવો છે.
પુરુષાર્થીના પરિશ્રમની જીવનકથા સ્વયં ઘણો પુરુષાર્થ માર્ગ છે. જેમના વિશે કોઈ જ માહિતી ઉપલબ્ધ ન થાય તેમના પરિચયમાં આવેલી વ્યકિતઓની મુલાકાતો લઈને પણ એક સરસ ચરિત્ર કુમારપાળ દેસાઈ સમાજ સમક્ષ મૂકી આપે છે. આ ચરિત્ર સાહિત્ય
૧૯