________________
પ્રકાશકીય
અર્પણ જેમનો પ્રેમ અને હંફ સતત મળતાં રહ્યાં
તેવાં મારાં સ્નેહાળ કુટુંબીજનો શ્રી રવીન્દ્રભાઈ અને શ્રી તનમનભાભી
શ્રી હર્ષાબહેન અને શ્રી વિધુતકુમાર ડૉ. પુષ્પન્દ્રભાઈ અને ડૉ. શુકલાભાભી શ્રી હેમાંગિનીબહેન અને શ્રી અમિતકુમાર ...ને સાદર
- નલિની
કુસમ પ્રકાશન આ પુસ્તક પ્રગટ કરતાં વિશેષ આનંદ અનુભવે છે. આનું કારણ એ છે કે ડૉ. કુમારપાળ દેસાઈની સાહિત્યિક કારકિર્દીના આરંભથી સાક્ષી બનવાનું સદ્ભાગ્ય અમને સાંપડયું છે. વંદનીય વડીલ સ્વ. શ્રી ચાંપશીભાઈ ઉદેશીએ નવચેતન'માં એમને નિયમિત કૉલમ લખવાનું કહ્યું. ત્યારથી એમની અારયાત્રાનો પ્રારંભ થયો ગણી શકાય.
તે પછી તેઓને પત્રકારત્વમાં પ્રદાન માટે ‘નવચેતન' દ્વારા ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. કુમારપાળ દેસાઈએ લખેલું ‘ઝાકળ ભીનાં મોતી’ પુસ્તક પણ અમે પ્રગટ કર્યું છે. આથી એમની અક્ષરયાત્રાની સાથે સાથે એમની સાથેના અમારા સંબંધની અર્ધશતાબ્દી ગણી શકાય અને તેથી જ આ પુસ્તક પ્રગટ કરતાં એમને સવિશેષ આનંદ થાય છે.
‘શબ્દ અને શ્રુતમાં કુમારપાળ દેસાઈના વ્ય િતત્વનાં ભિન્ન ભિન્ન પાસાંઓ વિશે લેખો પ્રગટ થયા હતા, પરંતુ એમાં એમના સમગ્ર સાહિત્યનો વિગતે ખ્યાલ મળતો નહોતો, જે આ પુસ્તક દ્વારા મળી રહેશે અને આ સર્જકના સાહિત્યસર્જનની ખૂટતી કડી આમાંથી મળી રહેશે.
આ માટે ડૉ. નલિનીબહેન દેસાઈને અમે અભિનંદન આપીએ છીએ.
આ પુસ્તક તૈયાર કરવામાં શ્રી ગિરીશભાઈ જેસલપુરાએ આપેલો સહયોગ કેમ કરી ભૂલી શકાય ?
૩૧ માર્ચ, ૨૦૦૮
– મુકુંદ શાહ