SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાળ દેસાઈની સંપાદક તરીકેની કામગીરી જોતાં એનું વિષયવૈવિધ્ય • ડીને આંખે વળગે તેવું છે. એમણે ૨૦ જેટલાં સંપાદનો કયાં છે. તે ઉપરાંત અન્ય સંપાદકો સાથે બીજાં દસેક સંપાદનો કર્યા છે. આ સંપાદનકાર્યમાં બાલસાહિત્ય, મધ્યકાલીન સાહિત્ય, પત્રકારત્વવિષયક સંપાદનો છે. તો નર્મદ, હેમચંદ્રાચાર્ય અને ઉપાધ્યાય યશોવિજયજીના લેખોનું સંપાદન કર્યું છે. ચંદ્રવદન મહેતાએ કરેલો ડેમોન રનિયનની વાર્તાઓનો અનુવાદ તેમજ એમનાં રેડિયો-રૂપકોનું સંપાદન મળે છે, તો જયભિખુની જૈન કથાઓનાં સંપાદનો કે નારાયણ હેમચંદ્રનું હું પોતે'નું સંપાદન મળે છે. આ સંપાદનોમાં કેટલાંક કોઈ પરિસંવાદના નિમિત્તે તૈયાર થયેલાં સંપાદનો છે તો કેટલાંક કોઈ અખબારના વિશિષ્ટ અંક રૂપે તૈયાર થયેલાં સંપાદનો છે. એમાં પણ બાળસાહિત્ય અને પત્રકારત્વ વિશે પરિસંવાદ યોજીને એનાં વ• તવ્યોને એકત્રિત કરીને અભ્યાસીઓને ઉપયોગી એવાં સંપાદનો આપવાનું કાર્ય વિશેષ મહત્ત્વનું ગણી શકાય. નર્મદ : આજના સંદર્ભમાં” એ સંપાદનમાં ત્રેપન વર્ષના આયુષ્યનું વીર કાવ્ય જીવી જનાર નર્મદના જન્મને દોઢસો વર્ષ થયાં હતાં તે નિમિત્તે એનું પુનઃમૂલ્યાંકન કરીને સર્જકના ચિરસ્થાયી વારસાનું સ્મરણ કરવાનો હેતુ રાખવામાં આવ્યો હતો. જીવનવીર અને કવનવીર નર્મદ અનેક દૃષ્ટિએ અર્વાચીનોમાં આદ્ય હતો એ આદ્યને સ્મરીને એના જન્મનાં દોઢસો વર્ષે એની સર્જક, વિચારક અને સુધારક પ્રવૃત્તિના પુનઃમૂલ્યાંકનનો પરિસંવાદ યોજીને પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પરિસંવાદમાં એનાં વ્ય િતત્વ, કવિતા, ગધ, પત્રકારત્વ તથા એની સુધારક અને વિચારક તરીકેની કામગીરીનું પુનઃમૂલ્યાંકન કરવામાં આવ્યું. અઠયાવીસ જેટલા વિદ્વાનોએ આ ડૉ. કુમારપાળ દેસાઈ એ ક આર્ષદૃષ્ટા • ષિ તરીકેની પ્રતીતિ કરાવે છે. ગુજરાત ટાઈમ્સ'ને એના વિશિષ્ટ અંકો માટે કુમારપાળ દેસાઈની ઉત્કૃષ્ટ સાહિત્યરુચિ. વર્તમાન વિશ્વ સાથેનો અનુબંધ અને ઉત્તમ લેખકો પાસેથી લેખો મેળવવાની ક્ષમતાનો લાભ મળ્યો છે. પરિણામે આજે પણ આ વિશેષાંકો પત્રકારત્વ જગતમાં આગવી ભાત પાડી રહ્યા છે. • વિનુભાઈ એમ. શાહ ક સંપાદન
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy