________________
છે. આપણી પાસે મધ્યકાલીન સાહિત્યના મૂલ્યાંકનને માટે યોગ્ય માપદંડ નથી એનો વસવસો પણ પ્રગટ કર્યો છે. અત્યારના માપદંડોથી મધ્યકાલીન કૃતિને માપવાનો પ્રયત્ન કૃતક અને • યારે કે સાવ કઢંગો પણ પુરવાર થાય છે. મધ્યકાલીન સાહિત્ય અંગેનાં આ નિરીક્ષણો અત્યંત નોંધપાત્ર છે. કુમારપાળ દેસાઈ નોંધે છે,
મધ્યકાલીન સાહિત્યમાં સાંસ્કૃતિક અભ્યાસની દૃષ્ટિએ અને ભાષાવિકાસની દૃષ્ટિએ મહત્ત્વની કૃતિઓ મળે છે. આ કૃતિઓને સમજવા માટે એ યુગને સમજવો જરૂરી બને છે. એની પરંપરાને જાણવી પડે. આ રીતે જોઈએ તો પ્રેમાનંદનાં આખ્યાનો જંગલખાતાની ટીપ જેવાં ક. મા. મુનશીને લાગેલાં તેવાં નહીં લાગે. વળી કાવ્યાચાર્ય મમ્મટે નિર્દેશેલાં વ્યવહારજ્ઞાન અને પત્નીની જેમ ઉપદેશપ્રધાન કરવાનાં પ્રયોજનો સિદ્ધ કરતાં અનેક કાવ્યો પણ આ મધ્યકાલીન યુગમાં જોવા મળશે. મધ્યકાલીન સાહિત્યના અભ્યાસ સમયે મૌલિકતા. કર્તુત્વ અને સુસંકલિત પાઠ(integrated text)નો વિચાર પણ ઘણો મહત્ત્વનો બની રહે છે.'
‘સર્જકોનાં ચરિત્રો’ એ પત્રમાં ગુજરાતી સાહિત્યમાં સર્જકોનાં ચરિત્રોનાં આલેખનની થયેલી પ્રવૃત્તિ દર્શાવીને નોંધ્યું છે કે અંગ્રેજી સાહિત્યમાં નીવડેલા સર્જકોનાં ચરિત્રોની શ્રેણી પ્રસિદ્ધ છે, જ્યારે આપણે ત્યાં સર્જકોનાં આવાં જૂજ ચરિત્રો મળે છે. એની સાથોસાથ એ પણ નોંધ્યું છે કે સર્જકના જીવનની સ્મૃતિને આપણે જાળવી રાખી શ• યા નથી. અમદાવાદની ગુજરાત કોલેજ પાસે હાનાલાલ વસતા હતા એ ઘર જાળવી શ• યા નથી અને કલાપીની સમાધિને સારી રીતે રાખી શકે યા નથી.
નવા વિષયોની ક્ષિતિજ' લેખમાં આજની યુવાન પેઢીને સાહિત્ય તરફ અભિમુખ કરવા માટે સર્જકે કેવા કેવા વિષયોની ખોજ કરવી જોઈએ કે જેથી નવી પેઢી સાહિત્ય તરફ આકર્ષાય. આ માટે કુમારપાળ દેસાઈ નોંધે છે કે જાગતિક ભૂમિકાએ આનો આપણે વિચાર કરવો પડશે અને એ માટે નવા વિષયવસ્તુની ખોજ અને નવા અભિગમની જરૂર પડશે.
| ‘ભારતીય ભાષાના સર્જકો એ પત્રમાં વર્તમાન સમયમાં માતૃભાષા માટે સંઘર્ષ કરતી ભારતીય પ્રજાની વાત કરી છે. કોંકણી, મણિપુરી, બોડો. મૈથિલી, ડોગરી અને સંતાલી જેવી ભાષાઓમાં વર્તમાન સમયે કેવા પ્રકારનું સાહિત્યસર્જન થાય છે તથા શહેરીકરણ કે આતંકવાદ સામે આ સર્જકો કઈ રીતે સંઘર્ષ ખેડી રહ્યા છે, એ દર્શાવ્યું છે. કેન્દ્રીય સાહિત્ય અકાદમીના મંચ પર દેશની વિભિન્ન ભાષાના સર્જકોની મુલાકાતમાંથી મળેલી આ માહિતી વાંચતાં આપણને એવો અનુભવ થાય
છે કે આપણા દેશની જ અન્ય ભાષાઓ વિશે આપણે કેટલી બધી નહિવતુ માહિતી ધરાવીએ છીએ !
ઑસ્ટિન બૂકેન્યાના “ધ બ્રાઇડ' નાટકનો ગુજરાતીમાં અનુવાદ કરનાર શ્રી કુમારપાળ દેસાઈ આફ્રિકન સાહિત્ય સાથે સારી એવી નિસબત ધરાવે છે. અને આથી જ ૨૦૦૭નું સાહિત્ય માટેનું દ્વિવાર્ષિક “માન બૂકર આંતરરાષ્ટ્રીય પારિતોષિક' આફ્રિકાના ઉત્કૃષ્ટ નવલકથાસર્જક આલ્બર્ટ ચીનુઆલુમોગુ અચેબેને એનાયત કરવામાં આવ્યું. ત્યારે એ વિશે એમણે અહીં અભ્યાસપૂર્ણ પત્રનું લેખન કર્યું. અચેબેનાં જીવન અને કવનની વિશેષતા દર્શાવવાની સાથોસાથ વર્તમાન સમયના આફ્રિકાના સર્જકોની સર્જનાત્મકતા, નૈતિકતા અને આસપાસની પરિસ્થિતિ વિશેની સભાનતાની વાત કરી છે. શ્વેત પ્રજાની રાજકીય ગુલામીની સાથોસાથ એમની માનસિક ગુલામ સ્વીકારવાનો ઇન્કાર કરનારા આફ્રિકન સર્જકના મિજાજનો પણ પરિચય મળે છે. બારેક માનદ ડૉ• ટરેટ મેળવનાર, અંગ્રેજી ભાષામાં ઉત્કૃષ્ટ નવલ કથા સર્જનાર અને ૨૦મી સદીમાં ખૂબ વંચાયેલા અચેબેએ ૨૦૦૪માં નાઇજિરિયાની સરકારે આપેલા સન્માનનો એ માટે ઇન્કાર કર્યો કે સ્વદેશની દુર્દશા કરનારી સરકાર પાસેથી તેઓ આવો ખિતાબ સ્વીકારવા તૈયાર નહોતા. એ જ અચેબે વિશે કુમારપાળ દેસાઈ નોંધે છે,
આફ્રિકન પ્રજાનો ઉત્તમ સર્જક અને વિશ્વભરના મૂક અને દલિત લોકોના સન્માન માટે મથતો અબે નોબેલ પારિતોષિક મેળવી શ યો નથી એનું એક કારણ પશ્ચિમવિરોધી અભિપ્રાયો હોવાનું કેટલાક માને છે. આલ્બર્ટ શ્વાઇઝરની આફ્રિકન દર્દીઓ કરતાં શ્વેત પ્રજાસમૂહ ચડિયાતો હોવાની માન્યતાની અચેબેએ ટીકા કરી. ૧૯૮૫માં વી. એસ. નાઇપોલની ટીકા કરતાં કહ્યું કે પોતાની જાતે પશ્ચિમને વેચાઈ ગયેલા શ*િ તશાળી સર્જકને એક દિવસ એના વળતર રૂપે નોબેલ પારિતોષિક કે અન્ય પારિતોષિક ચૂકવવામાં આવશે. ઈ. સ. ૨૦૦૧માં નાઇપોલને નોબેલ પારિતોષિક મળ્યું.”
આમ આફ્રિકન સર્જક અચેબેની સર્જનકલા. ખમીર અને જીવનદૃષ્ટિના આલેખન સાથે ગુજરાતી સાહિત્યમાં • વચિત જ સાંપડતો આફ્રિકન લેખકનો પરિવેશ આમાં માણવા મળે છે.
‘સાહિત્યિક વિવાદોનો મહિમા’ એ પત્રમાં સાહિત્યિક વિવાદ કેવા હોવા જોઈએ તે દર્શાવીને ગુજરાતી સાહિત્યમાં થયેલા સાહિત્યિક વિવાદો વિશે વિગતે વાત કરી છે. મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ કે સુરેશ જોશીની સાહિત્યિક
અક્ષરના યાત્રી
વિના