________________
અહિંસાની યામાં
આ પુસ્તક એની કલાત્મકતા માટે પણ નોંધપાત્ર છે. એના પ્રત્યેક પૃષ્ઠને કલાત્મક બનાવવાનો પ્રયાસ કર્યો છે અને એ જ રીતે એનું મુદ્રણે અને છપાઈ પણ ઉત્કૃષ્ટ પ્રકારનાં છે. અંગ્રેજી ભાષામાં ભગવાન મહાવીર વિશેનું આવું સર્વગ્રાહી પુસ્તકે મળતું નથી.
જૈન સમાજના અગ્રણી શ્રેષ્ઠીવર્ય શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ આમાં સમાવેલા વિષયો તરફ જિકર કરતાં લખે છે :
"I find that the quality of the paper, the quality of printing and the quality of pictures and photographs inserted in the book are of high standrad. Similarly, the writer has made sincere efforts to include meticulously a large number of details pertaining to the life of Lord Mahavir in his book."
આ રીતે અંગ્રેજી ભાષામાં પુસ્તકોની રચના કરીને જૈનદર્શનના સિદ્ધાંતોની વ્યાપકતા અને ઉપયોગિતા વિશ્વ સમક્ષ મૂકવાનો એમનો પ્રયાસ દેખાય છે. લંડનથી પ્રગટ થયેલા "Text Book on Jainism - Level-૬ માં સહસંપાદક તરીકે એમણે યોગદાન આપ્યું છે.
આમ, નાનાં-મોટાં કુલ ૧૫ જેટલાં પુસ્તકો દ્વારા એમણે જૈન ધર્મનાં મહત્ત્વનાં સિદ્ધાંતો તથા ચરિત્રો આપવાનો સબળ પ્રયાસ કર્યો છે.
૧૨
પ્રકીર્ણ
નક્ષના યાત્રી