________________
દાન આપવાનું હોય તો તેઓ સહેજે પાછી પાની કરતા નહીં. આવા વિરલ વ્યક્તિત્વને કારણે ઉત્તમભાઈ અજાતશત્રુ બની રહ્યા. ભગવાન મહાવીરે જગતને એક જુદો જ રસ્તો બતાવ્યો. તેમણે દર્શાવ્યું કે તમારો કોઈ શત્રુ જ ન હોય. તમે શત્રુને મિત્ર બનાવી દો પછી શત્રુ રહે છે ત્યાંથી ? અને એવું પણ બન્યું કે ઉત્તમભાઈએ એમના સખત ટીકાકારને પણ પોતાના મિત્ર બનાવ્યા હતા.”
પુસ્તકની પાછળ આપેલી તેમની જીવનરેખા ઉપરથી પણ ખ્યાલ આવે છે કે કેટલી મુશ્કેલીમાંથી તેમનું જીવન પસાર થયું છે, પણ એ બધી જ મુશ્કેલીનો સામનો કરતાં કરતાં તેઓ થા• યા નથી, બલ્ક નવું નવું કામ કરવાનું તેમને બળ મળતું રહ્યું છે. તેમાં તેઓ થોડેઘણે અંશે સફળ થતા જાય છે તેમ તેમ તેમાંથી માર્ગ નીકળતો જાય છે.
આ પુસ્તકમાં પુરુષાર્થના બળે સામાન્ય માનવીમાંથી સમાજમાં ઉચ્ચ સ્થાન સુધી કેવી રીતે પહોંચી શકાય તેની કથા છે. સામાન્ય રીતે જીવનચરિત્ર વાંચતાં • યારેક કંટાળો આવે, પણ આ ચરિત્ર વાંચતી વખતે વાચક સતત એના પ્રવાહમાં ખેંચાતો જાય છે અને એનું કુતૂહલ વધતું રહે છે.
યુ. એન. મહેતાના જન્મથી એમના અવસાન સુધીની કથા આમાં આલેખાયેલી છે. આ શુન્યમાંથી સર્જન કરનાર, મુશ્કેલીઓમાંથી મહાન સિદ્ધિ મેળવનાર અને ચારે બાજુ ફેલાયેલા નિરાશાના કાળા ડિબાંગ અંધકારમાંથી જીવનસાફલ્યનો ઉજાશ મેળવનાર સ્વ. યુ. એન. મહેતાની આ જીવન કથા ચોપાસ મુશ્કેલીઓથી ઘેરાઈ ગયેલા માનવીને ઝઝૂમવાનું બળ આપે તેવી છે. કપરા સંજોગો આગળ હારી થાકીને નાસીપાસ થઈ ગયેલાને નવી આશા આપનારી છે અને વ્યસનનો ભોગ બની મૃત્યુ આગળ મોંમાં તરણું લઈને બેઠા હોય તેવી વ્ય િતઓને નવજીવન બક્ષનારી છે. આજે ઉદ્યોગના ક્ષેત્રે અગ્રણી વ્ય િતની જીવનકથા લખાય છે પરંતુ એ જીવનકથાઓમાં આવી સાચદિલ સંઘર્ષ કથા ભાગ્યે જ મળશે.
વિશિષ્ટ પુરુષાર્થી વ્ય િતઓની જીવનગાથા લખનારા કુમારપાળ દેસાઈએ એટલી જ મહેનત અને ખંતથી તીર્થકરો અને સંતોનાં ચરિત્રો આલેખ્યાં છે. એમનું તીર્થંકર મહાવીર' એ ભગવાન મહાવીર વિશે લખાયેલાં ચરિત્રોમાં એ દૃષ્ટિએ નોખી ભાત પાડે છે. એમાં સરળ, પ્રવાહી અને હૃદયસ્પર્શી રીતે જૈન અને જૈનેતર સહુ કોઈને સ્પર્શે તેવું ભગવાન મહાવીરનું ચરિત્ર મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો ભગવાન મહાવીર વિશેની સંપૂર્ણ, સર્વગ્રાહી માહિતી આપતું આ પુસ્તક છે. આ પુસ્તકના પ્રારંભે વર્તમાન યુગને ભગવાન મહાવીરનો અહિંસા, સત્ય,
અપરિગ્રહ, પર્યાવરણ, શાકાહાર અને અને કાંતવાદનો સંદેશો કઈ રીતે ઉપયોગી બની શકે તેમ છે એની વિદ્વત્તાપૂર્ણ છષ્ણાવટ કરવામાં આવી છે. એ પછી ભગવાન મહાવીરના પૂર્વભવો. એમનાં વિવિધ નામો તથા એમના પરિવારનો પરિચય આલેખવામાં આવ્યો છે. એ જ રીતે એમના વિહાર અને વર્ષાવાસ, એમને થયેલા ઉપસર્ગો, એમના જીવનનાં પાંચ કલ્યાણકો તથા એમની પોટ-પરંપરાની માહિતી આપવામાં આવી છે. એમનો કાળનિર્ણય, જન્મકુંડળી અને એમણે ભાખેલી ભવિષ્યવાણી પણ આમાં સમાવિષ્ટ છે. એમની જીવનારવાણી, ધર્મકથાઓ, એમનો ગુરુ ગૌતમસ્વામી સાથેનો સંવાદ અને એમણે દર્શાવેલા માનવી માટેના સર્વોત્તમ મોક્ષમાર્ગ વિશે આમાં વિગતો મળે છે. ભગવાન મહાવીરના સમય પછી તરત જ લખાયેલા આગમ ગ્રંથોમાં મળતી માહિતી પણ અહીં રજૂ કરી છે.
ભગવાન મહાવીરના સમયનાં ભૌગોલિક સ્થાનો તથા તીર્થંકર, એમના આઠ પ્રતિહારીઓ અને અગિયાર ગણધરો વિશે પણ સામગ્રી આપવામાં આવી છે અને અંતે ભગવાન મહાવીર વિશે લખાયેલા મહત્ત્વના ગ્રંથોની સૂચિ પણ આપી છે. ભગવાન મહાવીરના મહત્ત્વના શ્રાવકો તથા એમના મહત્ત્વના તીર્થોની વાત કરીને દેશવિદેશના મહાનુભાવોએ ભગવાન મહાવીર વિશે પ્રગટ કરેલી ભાવના આલેખી છે. દિગંબર અને શ્વેતાંબર સંપ્રદાયમાં ભગવાન મહાવીરના જીવનસંબંધી જે થોડા ફેરફારો જોવા મળે છે એ પણ અહીં નોંધ્યા છે. આ રીતે એક અર્થમાં ભગવાન મહાવીરનો એન્સાઇ• લોપીડિયા આપવાનો લેખકનો પ્રયાસ છે.
આ સંદર્ભમાં યુનોના ભૂતપૂર્વ રાજદૂત ડૉ. એન. પી. જૈન નોંધે છે, "Kumarpal Desai has many books to his credit numbering over 100. But, this one stands out among them as the best that he has penned. He has a likeable gift and flair for writting which he has inherited from his illustrious father 'Jaybhikhkhu'. I enjoyed reading the book in one go, and looking forward to reading it again and again to draw inspiring ideas for propagating Mahavir's message of active and comprehensive nonviolence at individual as well as community level. It is even relevant in today's fear and insecurity-ridden world when humanity is confronted with escalating violence and terrorism, hatred and hostility, injustice and exploitation in all walks of life and tearing asunder by us humans of the divine web of interdependence with nature and other living creatures."
ચરિત્ર સાહિત્ય
અક્ષરના યાત્રી