________________
સૃષ્ટિમાં ખોવાઈ જઈએ છીએ. બાળપણની આંખોમાં જિજ્ઞાસાનું આંજણ આંજીને જગતને જોયું ત્યારે કેવો રોમહર્ષક અનુભવ થયો હતો તેનું સુખદ સ્મરણ થાય છે ! આજે સામાન્ય કે નગણ્ય લાગતી ઘણી વસ્તુઓ એ સમયે કેવી ભવ્ય લાગતી હતી ! જિજ્ઞાસાની પાંખે અને મનની આંખે આ સુષ્ટિ કેવી અલૌકિક લાગતી હતી ! બાળપણની કેટલીય છાપ અને છાયા મનના કોઈ અગોચર ખૂણામાં લપાઈને બેઠી હોય છે.
આવા બાળપણમાં જ જીવનઘડતરનાં કેટલાંક બીજ રોપાય છે, જેનો પછીના જીવનમાં ગુણાકાર થતો હોય છે. બાળપણનાં એ સ્મરણોને યાદ કરું તો એમ લાગે છે કે કેવા મહાન શબ્દશિલ્પીઓ સાથે બાળપણ ગાળવાનું મળ્યું ! ઝવેરચંદ મેઘાણીના ખોળામાં ખેલવાનું મળ્યું. ધૂમકેતુ પાસેથી મજાની ચૉકલેટો મળી અને વિખ્યાત ચિત્રકાર કનુ દેસાઈ પાસેથી નિશાળના ડ્રૉઇંગ પેપર પર ચિત્ર મળ્યાં !”
સારા ગુરુ મળવા તે પણ સદ્ભાગ્ય કહેવાય. તે જમાનામાં મેટ્રિક થઈને પ્રિ. આમાં કૉલેજમાં દાખલ થવાનું રહેતું. એ રીતે કુમારપાળ દેસાઈએ ગુજરાત કૉલેજમાં પ્રવેશ મેળવ્યો. શ્રી અનંતરાય રાવળ અને ધીરુભાઈ ઠાકર પાસે અભ્યાસ કરવાની તક મળી. એ જ વર્ષમાં તેઓ વર્ગ-પ્રતિનિધિ તરીકે ચૂંટાયા. આ સમાચાર એમના અધ્યાપક ધીરુભાઈ ઠાકરે તેમના પિતાશ્રી જયભિખુને શારદા મુદ્રણાલયમાં કહ્યા હતા. જયભિખ્ખું રોજ લખવા બેસે અને કુમારપાળને એમ થાય કે હું પણ આમ લખું તો ! નાનપણથી જ વાંચનનો શોખ. તે વખતે ‘ઝગમગ' સાપ્તાહિકમાં પહેલી વાર્તા લખીને મોકલી. તે કુ. બા. દેસાઈના નામથી મોકલી હતી. જેથી પિતાનું નામ જાણીને તેને કોઈ પ્રગટ ન કરે. તેમાં સફળતા મળતાં અગિયાર વર્ષની ઉંમરથી લેખનનો પ્રારંભ કર્યો એમ કહી શકાય.
પ્રિ. આ પછીના જુનિયર અને સિનિયર બી.એ.નો અભ્યાસ તેમણે એચ. કે. આર્ટ્સ કૉલેજમાં ર્યો. નાનપણમાં જ મોટા સાહિત્યકારોના પરિચયમાં તો હતા જ એ કૉલેજમાં તેમને પ્રિ. યશવંતભાઈ શુ લ, નગીનદાસ પારેખ અને મધૂસુદન પારેખ ગુરુ તરીકે મળ્યા.
કુમારપાળ દેસાઈને વાચન-લેખનમાં • ડો રસ. દીવાન બલ્લુભાઈ શાળામાં વ• તૃત્વ સ્પર્ધામાં મોખરે રહેતા. કૉલેજના પ્રથમ વર્ષમાં એમણે દેવકરણ નાનજી નિબંધસ્પર્ધામાં “મુનશી અને ગોવર્ધનરામનાં સ્ત્રી-પાત્રો' એ વિષય ઉપર નિબંધ લખ્યો. એક વર્ષમાં ચાર નિબંધ સ્પર્ધામાં પ્રથમ રહીને ઇનામ લેનાર તેઓ હતા. તે વખતનું સ્મરણ કરતાં કુમારપાળ દેસાઈ કહે છે,
અક્ષરના યાત્રી
‘એક જ વર્ષમાં ચાર સ્પર્ધામાં મને ઇનામ મળ્યાં. તે બધાં જ ઇનામ એચ. કે. કોલેજના વાર્ષિકોત્સવ વખતે મળ્યાં અને તે વખતે મુ. નગીનદાસ પારેખ ઉપસ્થિત હતા. તેઓ આનંદભેર તાળી પાડતો હોય, એ દૃશ્ય અદ્યાપિ અવિસ્મરણીય છે.”
તેઓ સિનિયર બી.એ.માં આવ્યા ત્યારે ચારેક વખત ટાઇફૉઇડ થયેલો તે વખતે હવાફેર કરવા તેઓ બોટાદ રહ્યા હતા. થોડા વખત પછી પ્રિ. યશવંતભાઈ શુ લએ તેમને બોલાવ્યા. કૉલેજમાં તે વખતે એમની ધાક હતી. તે વખતે પૂરતી હાજરી ન હોય તો પરીક્ષા માટે ફૉર્મ મળતું નહીં. પરીક્ષા માટે મંજૂરી મળશે કે નહીં તેની ચિંતા હતી. પ્રિ. યશવંતભાઈ શુ લએ કુમારપાળ દેસાઈને બોલાવીને પૂછ્યું. ‘તમે પરીક્ષા આપશો ને !’ ‘હા, વાંધો નહીં આવે અને પરીક્ષામાં બેસવા દીધા. તેઓ જ્યારે બોટાદ હતા ત્યારે મધુસૂદન પારેખે તેમને ખબર પૂછતો પત્ર લખ્યો. ગુરુ વિદ્યાર્થીના ખબર પૂછતો પત્ર લખે, તે ઘટનાએ તેમને ગુરુ તરફ આકર્ષ દીધા અને તે ગુરુ-શિષ્યનો ગાઢ લાગણીપૂર્ણ સંબંધ અદ્યાપિ જળવાયેલો છે. આમ તેમના કૉલેજકાળના હંમેશ માટે તેમની સ્મૃતિ પર અંકાયેલાં તેમના ગુરુનાં સ્મરણો એવાં જ તાજાં છે.
૧૯૬૩માં મુખ્ય વિષય ગુજરાતી લઈને બી.એ. થયા અને ૧૯૬૫માં મુખ્ય વિષય ગુજરાતી લઈને એમએ. થયા.
એમ.એ.ના અભ્યાસ દરમિયાન શ્રી ઉમાશંકર જોશી, ડૉ. પ્રબોધ પંડિત અને પ્રા. અનંતરાય રાવળ પાસે અભ્યાસ કરવાની તક મળી. ઉમાશંકર જોશી તે વખતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ હતા. તેમ છતાં તેઓ નિયમિત રીતે વર્ગો લેતા હતા. તેમની ભણાવવાની પદ્ધતિ ખૂબ સરસ. ડૉ. પ્રબોધ પંડિત આંતરરાષ્ટ્રીય કક્ષાના ભાષાવિજ્ઞાની હતા. જયભિખુને તેમના પરિવાર સાથે સંબંધ હતો. અભ્યાસના સંદર્ભમાં કંઈ પૂછવાનું થાય તો કુમારપાળ દેસાઈ તેમની પાસે જતો. તેઓ કહે છે,
‘પ્રબોધ પંડિત પાસે પ્રશ્ન લઈને જઈએ, એટલે પહેલાં કહે કે સામેના કબાટમાંથી પુસ્તક લાવ. પછી એ પુસ્તકનું એક પ્રકરણે સામે બેસીને વાંચવાનું કહે. આખું પ્રકરણ વંચાઈ જાય પછી સમજાવે અને ચર્ચા કરે.’
એ પછી ડૉ. પ્રબોધ પંડિત દિલ્હી યુનિવર્સિટીમાં ડીન તરીકે ગયા. છતાં તેમની સાથેનો પત્રવ્યવહાર ચાલુ રહ્યો. ઘણા વખત પછી કુમારપાળ દેસાઈને દિલ્હી જવાનું થયું ત્યારે પ્રબોધ પંડિત તેમને દિલ્હી શહેર બતાવવો લઈ ગયા હતા. એક ગુરુને વિદ્યાર્થી માટે કેવી મમતા હોય છે તેની પ્રતીતિ કુમારપાળ દેસાઈને પ્રબોધ પંડિતમાં
પ્રારંભ