________________
થઈ. આની સાથોસાથ તેમના મનમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીની છબી સતત તરવરતી જોવા મળે છે. કુમારપાળ દેસાઈએ એક સ્થળે લખ્યું છે.
શૈશવમાં કોઈની છબીએ સૌથી વધુ પ્રભાવ પાડ્યો હોય તો તે પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજીનો છે. કિશોર અવસ્થામાં શીતળાને કારણે પંડિત સુખલાલજીએ બંને આંખો ગુમાવી હતી, છતાં જ્ઞાનનું તેજ અપાર હતું. તમે એમને મળવા માટે ઓરડામાં દાખલ થાવ અને માત્ર પગરવ પરથી તમારી ઓળખ આપી દેતા. ગ્રંથો નરી આંખે જોયા નહોતા, પરંતુ એના સંદર્ભો એવી રીતે આપે કે જાણે એમણે મનની આંખે ગ્રંથ વાંચ્યો ન હોય ! કોઈ આધ્યાત્મિક શ્લોકનો ક્રમ આપીને તેઓ પોતાની વાત કરતા હોય. શાસ્ત્રોનો અભ્યાસ સત્ય દૃષ્ટિએ એમની વાણીમાં વ્ય॰ ત થતો
રહેતો હતો. સત્યને કહેવા માટેની એમની હિંમત પણ અદ્ભુત હતી !”
બાળપણથી જ કુમારપાળ દેસાઈ સાહિત્યકારોના સંગમાં રહ્યા છે અને તેનો પ્રભાવ એમના ઉપર પડ્યો. પિતાશ્રી લખે અને તેમને લખવાની ઇચ્છા થાય. કુમારપાળ દેસાઈએ એમ વિચાર્યું કે પિતા જે ક્ષેત્રમાં ન હોય તે ક્ષેત્રનું કામ આરંભવું. પડકાર ઝીલવો પડે તો ઝીલી લેવો. એ માટે શરૂઆતમાં ઘણી જ મુશ્કેલી પડી. રમતગમત વિશે ઘણું જાણ્યું.મેળવ્યું અને પછી ક્રિકેટરો વિશે લખવા માંડ્યું. કુમારપાળ દેસાઈએ કૉલેજકાળ દરમિયાન ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. તેઓ કૉલેજની ટીમના ધીમા પણ સંગીન જોડી ઓપનિંગ બૅટ્સમેન અને ડાબોડી સ્પિનર હતા. જયભિખ્ખુને હૉકીમાં રસ, પણ ક્રિકેટમાં જરાય નહિ. ફ્રેન્ક વૉરેલની મહાનતા ઉપર કુમારપાળ દેસાઈનો લેખ નવચેતન’માં છપાયો. તેના તંત્રી ચાંપશીભાઈ ઉદ્દેશી આ
લેખ વાંચીને એવા પ્રસન્ન થયા કે નવચેતનની ખેલ અને ખેલાડી” કૉલમ તેમને દર મહિને લખવાની શરત સાથે સોંપી દીધી. ચાંપશીભાઈ તેમની પડોશમાં નારાયણનગર સોસાયટીમાં રહે.
તંત્રી કેવા ભેખધારી હોય તેનો પરિચય તેમને થયો. લેખ આપો એટલે એ વાંચે, એને ચિત્રથી સજાવે. આખો લેખ તેઓ જાતે ફરી લીલી શાહીથી લખે. દરેક લેખકના લેખ આ રીતે તેઓ લીલી શાહીથી લખતા. લેખ મળે પછી ત્રીજે દિવસે લેખકને સ્વીકાર-અસ્વીકારની જાણ પોસ્ટકાર્ડથી થઈ જાય. લેખ સ્વીકાર્ય બને તો તેમાં નોંધ હોય કે તમારો લેખ ક્યા મહિનાના નવચેતનમાં છપાશે. ચાંપશીભાઈ વયોવૃદ્ધ હોવા છતાં એ માર્ગ પરની ૩૩ નંબરની બસ આવે, ત્યારે બધાને પહેલાં ચડવાનું કહે. પછી જ પોતે ચઢે.
૧૯૬૫માં એમ. એ. થઈ ગયા તે દરમ્યાન તેમની લેખનપ્રવૃત્તિ ચાલુ હતી. અક્ષરના પાત્રી.
દ
હજી પરિણામ નહોતું આવ્યું પણ તેમણે નિર્ધાર કરેલો કે બે-ત્રણ ક્ષેત્રમાં કામ કરવું. સ્વાભિમાનથી કામ કરવું અને તે જળવાવું જોઈએ.
‘ગુજરાત સમાચાર’ના તંત્રી શાંતિભાઈ શાહ જયભિખ્ખુના મિત્ર. દર વર્ષે દિવાળીમાં બંને સાથે ફરવા જાય. તે સમયે ગુજરાત સમાચાર'માં રમતગમત વિશે કુમારપાળ દેસાઈ લખતા. એ સમયે અમદાવાદમાં માનવમંદિર કૉલેજનો પ્રારંભ થતો હતો. તે માટે અધ્યાપકનો ઇન્ટરવ્યૂ આપનારામાંના ઘણાખરા ડૉ• ટર અને આચાર્ય હતા. કુમારપાળ દેસાઈ માત્ર એવા હતા કે જેમનું એમ.એ.નું પરિણામ નહોતું આવ્યું. ‘નવચેતન’માં પ્રગટ થયેલા લેખોની ફાઇલ વ્યવસ્થિત બનાવી હતી. વળી તેમનું લેખનકાર્ય તો ચાલતું હતું. તેમની આ ફાઇલ જોઈને ઇન્ટરવ્યૂ લેનારાઓએ તેમને પસંદ કર્યા. કારણ કે નવી ખૂલતી કૉલેજ સામયિક પ્રકાશિત કરવાની હતી. તે માટે તેમને સારા સંપાદકની જરૂર હતી. તેનાં બે કારણ હતાં : એક તો કૉલેજને નવયુવાન હોશિયાર અધ્યાપક મળે અને કૉલેજના સામયિકની સંપૂર્ણ જવાબદારી સોંપી શકાય. અને કુમારપાળ દેસાઈને નિમણૂક-પત્ર મળી ગયો. તેની જાણ ભારતપ્રકાશન સંસ્થાના રસિકભાઈ ગો. શાહને થઈ. તેમણે જયભિખ્ખુ’ને કહ્યું કે કુમારપાળે અમારી કૉલેજોમાં જોડાવાનું છે. • યાં અમદાવાદ કૉલેજમાં કે નવગુજરાત કૉલેજમાં. કૉલેજમાં જોડાતાં પૂર્વે તેમણે એકાદ વર્ષ એચ. કે. કૉલેજમાં ફેલો તરીકે કામ કર્યું અને ૧૯૬૫માં નવગુજરાત આર્ટ્સ કૉલેજમાં જોડાયા.
કૉલેજમાં અધ્યાપનની સાથે સાહિત્ય-સંશોધનનું કાર્ય પણ ચાલે, નવલિકા,
ચરિત્ર, સંશોધન, વિવેચન, બાળસાહિત્ય અને પ્રૌઢસાહિત્યની રચના કરી. પત્રકારત્વમાં લેખન કર્યું અને તેની તાલીમ માટે પુસ્તક પણ લખ્યું. રમતગમતમાં રસ હોવાથી તેમાં પણ પુસ્તકો લખાતાં રહ્યાં.
૧૯૬૭માં ભવન્સ કૉલેજમાં ચાલતા હીરાલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટમાં પત્રકારત્વના વ્યાખ્યાતા તરીકે જોડાયા. તે વખતે વાસુદેવ મહેતા, બળવંતભાઈ શાહ જેવા અધ્યાપકોનો પરિચય થયો. પત્રકારત્વક્ષેત્રે વાસુદેવ મહેતાનું માર્ગદર્શન મળ્યું. વાસુદેવભાઈ સ્વભાવે ખૂબ કડક. જયભિખ્ખુ’એ કુમારપાળ દેસાઈને એમની પાસે તાલીમ લેવા મોકલ્યા હતા. તેમણે કુમારપાળ દેસાઈને લગ્નના ચોથા દિવસે જ હાજર રહેવાનું કહ્યું. બપોરના એકથી સાંજના પાંચ વાગ્યા સુધી તેમને જુદા જુદા અખબાર વાંચવાનું કહે. પછી તેની ચર્ચા થાય. છેક સાંજે છ વાગે એકાદ લેખ કે પ્રસંગ પર લખવાનું કહે. એક વખત સાંજે વાંચવાનું પૂરું થયું પછી વાસુદેવભાઈ કહે. પંજાબી સૂબા ઉપર લેખ લખો. કાલે પ્રગટ કરવાનો છે. તેને માટે ફરી વાંચન
પ્રારંભ