________________
આમાં શ્રીમદ્ રાજચંદ્રના જીવન વિશે અને મહાત્મા ગાંધીજી પર એમનો જે પ્રભાવ પડ્યો, તે વિશે કુમારપાળ દેસાઈએ સંશોધન કરીને વિસ્તૃત લેખ લખ્યો છે. વળી શ્રીમદ્ રાજચંદ્રની કરુણા, શ્રીમદ્ રાજચંદ્રનો સંદેશ જેવા વિષયો પરના કુમારપાળ દેસાઈના લેખો ઉપલબ્ધ થાય છે. આ પુસ્તકની ચાર વર્ષમાં પાંચ આવૃત્તિ પ્રગટ થઈ છે.
કુમારપાળ દેસાઈએ અન્ય સાહિત્યકારોના સહકારમાં પણ કેટલાંક સંપાદનો કર્યાં છે. તેમાં શબ્દશ્રી’ એ શ્રી ધીરુભાઈ ઠાકરના વિવેચનલેખો અને વ્યતિ વિલોકનોનો સંગ્રહ છે. કુમારપાળ દેસાઈ અને પ્રવીણ દરજીએ સાથે આ પુસ્તકનું સંપાદન કર્યું છે. ડૉ. ધીરુભાઈ ઠાકરના વિવેચનસંગ્રહોમાંથી આ સંપાદકોએ ચૂંટીને લેખો અહીં મૂ॰ યા છે. ‘હાઈકુનું કાવ્યસ્વરૂપ અને તેનો ગુજરાતી સાહિત્યમાં પ્રયોગ', ખંડકાવ્ય : સ્વરૂપ અને વિકાસ’, ‘ડોલનશૈલીનું સાર્થ॰ ય આ લેખો ગુજરાતી કવિતાના સ્વરૂપ સંદર્ભે છે તો ‘નાટકમાં શબ્દ’ અને ‘જયા-જયંત ઃ એક સુખદ સ્મરણ’ – નાટચસંદર્ભે મૂકી શકાય. આમ સાહિત્યિક સંદર્ભે લેખો મૂકીને બીજા વિભાગમાં વ્યતિ ધીરુભાઈ વિશેના જુદા-જુદા સાહિત્યકારોએ લખેલા લેખો છે. શિક્ષક ધીરુભાઈની છબી શ્રી મણિલાલ હ. પટેલે સરસ રીતે અંકિત કરી છે. રણમાં પાણી
કેવી રીતે રેડાય તે પ્રવીણ દરજીનો લેખ વાંચતાં ખ્યાલ આવે. ધનંજય ઠાકરે રૂપકસંઘનાં સંસ્મરણો વાગોળ્યાં છે. ધીરુભાઈ ઠાકર અને ચંદ્રવદન મહેતા બંને નાટકના માણસો. પરિણામે ચંદ્રવદન મહેતા તેમને નાટ્યકાર તરીકે જ આલેખે.
આવાં તો ઘણાં સંસ્મરણો અહીં આલેખાયાં છે તે બધાંમાંથી ડૉ. ધીરુભાઈ ઠાકરની છબી એક આગવી પ્રતિભા તરીકેની • પસે છે.
શ્રી કુમારપાળ દેસાઈએ તેમના વિદ્યાગુરુ ડૉ. ધીરુભાઈ ઠાકરના ૯૦મા વર્ષના પ્રવેશ નિમિત્તે સવ્યસાચી સારસ્વત’ પુસ્તક અન્ય વિદ્વાનોના સહયોગ સાથે પ્રગટ કર્યું છે. ધીરુભાઈ ઠાકરના વિદ્યાકીય પ્રવાસથી આરંભીને તેમના સાહિત્યશિક્ષણવિષયક લેખો તેમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્યક્ષેત્ર ધીરુભાઈનું મોટું પ્રદાન તે ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' આપ્યો તેને કહી શકાય. બીજું મોટું પ્રદાન ગુજરાતને ગુજરાતી ભાષામાં વિશ્વકોશ ઉપલબ્ધ કરાવી આપ્યો તે તેમના પરિચયમાં આવેલી વ્ય િતઓએ તેમનાં સ્મરણો આલેખી આપ્યાં છે તેનો પણ અહીં સમાવેશ થયો છે.
લોકજીવનના કવિ એટલે દુલા ભાયા કાગ. તેમની સ્મૃતિમાં કુમારપાળ દેસાઈએ અન્યના સહકારમાં કવિ દુલા કાગ સ્મૃતિગ્રંથનું સંપાદન કર્યું છે. એમના અક્ષરના યાત્રી.
૯૨
જીવનથી માંડીને તેમના પૂર્વજો, તેમનું ઘડતર, દુલાભાઈને દારૂ-માંસની ટેવ પાડવાનો પ્રયાસ તેમના પિતાએ કોની પાસે કરાવ્યો, મેઘાણી સાથે કેવી રીતે મિલન
થયું. આધ્યાત્મિકતા કેવી રીતે આવી, બાળપણના સંસ્કારો, લાલચો, ચારણકુળ વિશેની વિગતો, પટ્ટણીજી તેમના પોષક અને સંરક્ષક હતા, સહ્રદયતા – આમ એમના જીવનના મહત્ત્વના પ્રસંગોને ગ્રંથમાં આગળ ૪૬ પાનાંમાં આલેખી આપ્યાં છે. તેમના પરિચયમાં આવેલી વ્ય િતઓએ કવિ દુલા કાગનાં સંભારણાં લખ્યાં છે. આ ગ્રંથની મહત્તા એટલા માટે છે કે આવા સોરઠી સાહિત્યના કવિ વિશે લોકોને ઘણીબધી માહિતી મળે છે.
આ ગ્રંથને સંપાદકોએ ચાર ભાગમાં વહેંચ્યો છે. પહેલા ભાગમાં સંભારણાં છે. બીજા ભાગમાં કવિને અપાયેલી અંજલિ છે. ત્રીજા ભાગમાં કવિ કાગ વિશે લખાયેલાં કાવ્યો દ્વારા તેમને અપાયેલી અંજલિ છે. ત્યારપછી લોકસાહિત્ય અને
સર્જાતા સાહિત્ય વિશે અભ્યાસુ લેખો છે અને છેલ્લે કાગવાણી મૂકી છે. કવિ દુલાભાઈ
વિશે માહિતીસભર ગ્રંથ તેમના અભ્યાસીઓને ઉપયોગી થાય તેવો છે.
૧૯૦૮ની ૨૬મી જૂને સૌરાષ્ટ્રના વીંછિયા ગામમાં જન્મેલા જયભિખ્ખુને સાઇઠ વર્ષ પૂરાં થતાં હતાં. તે નિમિત્તે એમના સાહિત્યપ્રેમીઓએ જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ સમારોહનું આયોજન કર્યું. એ સંદર્ભે કોલકાતા અને મુંબઈમાં અભિવાદનના સમારોહ યોજાયા. એ પ્રસંગને અનુલક્ષીને સ્મરણિકાઓ પ્રગટ થઈ. આ સમયે જયભિખ્ખુના વ્ય િતત્વને દર્શાવતા કેટલાક લેખો સંતો, વિદ્વાનો અને સાહિત્ય-રસિકોએ મોકલ્યા હતા અને ષષ્ટિપૂર્તિની • જવણી નિમિત્તે એ ગ્રંથનું પ્રકાશન થવાનું હતું, પરંતુ ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે જયભિખ્ખુનું અવસાન થતાં જયભિખ્ખુ ષષ્ટિપૂર્તિ ગ્રંથ’ એ ‘જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ’ બની ગયો. આ ગ્રંથમાં અગાઉ ષષ્ટિપૂર્તિ નિમિત્તે લખાયેલા લેખો સાથે જયભિખ્ખુ વિશેના અંજલિલેખો પણ સમાવિષ્ટ કરવામાં આવ્યા અને ધીરુભાઈ ઠાકર. કુમારપાળ દેસાઈ અને અન્ય મહાનુભાવોના સહયોગમાં એનું સંપાદન કરવામાં આવ્યું. આ જયભિખ્ખુ
સ્મૃતિગ્રંથ'નું ગુજરાતના મૂર્ધન્ય સારસ્વત શ્રી ઉમાશંકર જોશીએ વિમોચન કર્યું હતું અને એ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી, અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, કંચનભાઈ પરીખ તથા મહંત શ્રી શાંતિપ્રસાદજી મહારાજ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ ગ્રંથના સંપાદન દ્વારા જયભિખ્ખુના વિશિષ્ટ વ્ય॰િ તત્વની માહિતી સાંપડે છે.
શ્રી દુલેરાય કારાણીએ એમના વિસે સરસ અભિપ્રાય ટાં• યો છે, આજે શ્રી જયભિખ્ખુજી એકાવન પછીના વનવિહારમાંથી હેમખેમ પસાર
સંપાદન
૯૩