SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ છે. તે તેમનો વિશેષ છે. જેમકે મજનૂની આંખ એ પ્રસંગ સરસ રીતે આલેખ્યો છે જેના અંતે તારવેલું સચોટ તારણ તેમના જ શબ્દોમાં જોઈએ – ઈશ્વરને પામવો હોય તો ભ॰ તનું હૃદય જોઈએ. પરમાત્માને ચાહવો હોય તો એ માટે આત્માનો તલસાટ જોઈએ. મીરાંની આરત વગર કૃષ્ણ દેખાતો નથી. નરસિંહની મસ્તી વગર નંદકિશોર જડતો નથી. અદ્વૈતની ભાવના વિના દ્વૈત મટતું નથી. એકતા વિના પ્રેમ સંભવતો નથી. જ્યાં મજનૂની આંખો છે ત્યાં લયલાનું રૂપ ખડું થાય છે. જ્યાં સાચો પ્રેમ છે ત્યાં પ્રેમનું સૌન્દર્ય નીખરે છે. જ્યાં ખરી ભિ ત છે. ત્યાં ભગવાન પ્રગટ થાય છે.” ઈશ્વર, પરમાત્મા, દ્વૈત-અદ્વૈત, સાચો પ્રેમ – આ બધું જ એક નાનકડા પ્રસંગ દ્વારા લેખકે સરળ ભાષામાં સરસ રીતે સમજાવી આપ્યું છે. પ્રથમ ત્રણ પુસ્તિકારૂપે પ્રકાશિત થયેલું ઝાકળ ભીનાં મોતી’ પુસ્તક એની બીજી આવૃત્તિ વખતે એક જ ગ્રંથમાં સંગ્રહિત કરવામાં આવ્યું. આ જ સંદર્ભમાં તૃષા અને તૃપ્તિ’ નામનું ૪૭ જેટલા પ્રસંગો ધરાવતું પુસ્તક મળે છે. જ્યારે ત્રણ પુસ્તકો સ્વજનોની સ્મૃતિ નિમિત્તે તૈયાર થયાં છે. જીવનનું અમૃત’ એ વિશિષ્ટ ભાત પાડતું પુસ્તક છે. અહીં ખીમસીયા પરિવારની પ્રેરકગાથા આલેખાયેલી છે. ગોવિંદજીભાઈના જીવનમાં જે કારમો આઘાત આવ્યો, યુવાન પુત્રનું અવસાન થયું તે આઘાત જીરવીને તેમણે હિંમતભેર જીવન વ્યતીત કર્યું. જીવનની સૂઝ, જ્ઞાનની દૃષ્ટિ અને ધર્મની સમજને પરિણામે તેઓ આ બધું સહન કરી શ યા. આ પુસ્તકમાં ખીમસીયા પરિવારની વંશાવળી આલેખવામાં આવી છે. વળી જુદાં જુદાં શીર્ષકથી ૨૫ જેટલા ટૂંકા પણ બોધપ્રદ ચિંતનલેખો આપ્યા છે. અંગ્રેજીમાં ૨૬ જેટલા ચિંતનપ્રસંગો સંકલિત કર્યા છે. થોડીક ચિંતનકણિકાઓ જોઈએ : જીવન જીવવા જેવું છે તે સ્વીકારો. જીવન આનંદમય છે તેમ વિચારો, જીવનમાં હતાશ થયા વિના સતત પ્રયત્ન કર્યા કરવો એ મનુષ્યનો ધર્મ છે.’ ચિંતાઓનો શિકાર ન બનશો. જગત છે એટલે ચિંતાઓનાં કારણો તો આવવાનાં જ. એની પ્રતિક્રિયાઓને તમારા મન ઉપર સવાર ન જ થવા દેશો. ઉદારતા લોહીના ભ્રમણને સમતોલ બનાવી. ૨• તકણોમાં વૃદ્ધિ કરે છે!” યારે મૂંગા રહેવું તેનો ખ્યાલ રાખજે. • યારે મૂંગા ન રહી શકાય તેનો પણ.’ 'Create the kind of self you will be happy to live with all your life." અક્ષરના યાત્રી ro 'Failure doesn't mean you don't have it.... It does mean you have to do something in a different way." “Never use a negative thought in prayer, only positive thoughts get results." આવી ઘણી બધી ચિંતનકણિકાઓ આ પુસ્તકમાંથી સાંપડે છે આ પુસ્તકનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં તેના પ્રારંભે નોંધ કરી છે : આમાં ગુજરાતીની જેમ અંગ્રેજી લખાણો એ માટે આપવામાં આવ્યાં છે કે અત્યારની આપણી વિદેશની • ગતી પેઢી અંગ્રેજી ભાષામાં વિચારોને ઝડપથી આત્મસાત્ કરે છે તેથી એને લક્ષમાં રાખીને આ ચિંતનસામગ્રી કરી છે. શ્રી ચંદ્રકાન્ત ભણસાલીના ૭૧મા વર્ષમાં મંગલપ્રવેશે પ્રગટ થયેલું મહેંક માનવતાની પુસ્તકના આરંભમાં શ્રી ચંદ્રકાન્તભાઈનો પરિચય. તેઓએ જીવનના કપરા દિવસો કેવી રીતે પસાર કર્યા, આગળ આવવા માટે કેવો પુરુષાર્થ કર્યો, તેમણે ‘ફરિંગવ’ અને ‘ફરગેટ’નો ભાવ જીવનમાં કેવી રીતે વણી લીધો હતો આ સઘળી માહિતી સંક્ષેપમાં સચોટ રીતે આલેખાયેલી છે. આ પુસ્તકમાં પણ ગુજરાતી અને અંગ્રેજીના ચિંતનાત્મક પ્રસંગો મૂ• યા છે. એ દરેક પ્રસંગને જુદાં જુદાં આકર્ષક શીર્ષકો આપ્યાં છે. મૃત્યુનું અમૃત અને જીવનનો પ્રકાશ’ એ પુસ્તિકાની વિશેષતા એ છે કે એમાં પૃષ્ઠની જમણી બાજુએ મૃત્યુ વિશેના પ્રસંગો અને ચિંતન છે, તો ડાબે પાને જીવન વિશેની વિચારધારા છે. આ રીતે મૃત્યુ અને જીવન બંનેને સામસામે રાખીને આ પુસ્તિકાની રચના થઈ છે. માનવતાની મહેંક” પુસ્તકમાં ૨૬ જેટલા ચિંતનાત્મક પ્રસંગો મળે છે. ‘મોતીની ખેતી’ના ૧૯ પ્રસંગોમાં જુદા જુદા વિષયો દ્વારા જીવનનો મર્મ સમજાવ્યો છે. ચિત્રકાર, ચોર, શત્રુ, લુહાર, વેપારી વગેરેના જીવનમાં કેવી રીતે બદલાવ આવ્યો. તે ટૂંકા પ્રસંગો દ્વારા તેમણે આલેખ્યું છે. એમાંનાં કેટલાંક વા• યો જોઈએ ઃ રણમાં પીઠ ફેરવે એ વીર નહિ. લીધી પ્રતિજ્ઞા તોડે તે શૂર નહિ. અભિગ્રહ નહિ તોડું.” ધર્મપસાયે રાજાની ઘાત ટળી ! સાચું શરણ ધર્મનું,' ‘અદ્ભુત છે આ રત્નો ! મારે એ સ્વીકાર્ય છે. મને દીક્ષા આપો.' એમના આ નાનકડા ચિંતનના પુસ્તકમાંથી જીવનનો મર્મ સમજાઈ જાય એવી ઘણી ચિંતનકણિકાઓ મૂકી છે. ચિંતન સાહિત્ય ૫૧
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy