________________
પ્રસંગો પણ મળે છે. ભારતીય ટીમના એક સમયના સુકાની અને સમર્થ ઑલરાઉન્ડર લાલા અમરનાથના જીવનચરિત્રમાં લેખકે એમની પ્રતિભા ઉપસાવવાનો પ્રયાસ કરવાની સાથોસાથ એમના પ્રત્યક્ષ સંપર્કમાંથી મળેલી વિગતો પણ આપી છે.
ઉર્દૂ સાહિત્યની પ્રથમ પં િતના ગઝલકારોમાં ફિરાક ગોરખપુરીનું નામ મૂકી શકાય. કુમારપાળ દેસાઈએ લખેલી એમને વિશેની પરિચય-પુસ્તિકામાં ફિરાકના જન્મથી આરંભી એમનું બાળપણ, શિક્ષણ અને વિશ્વવિદ્યાલયના શિક્ષણનો પરિચય આપ્યો છે. એમની કવિતામાં આંતરિક સંઘર્ષ, જીવનવૈષમ્ય, વિચારની દૃઢતા અને હૃદયની ભાવુક્તા કઈ રીતે પ્રગટ થાય છે તે દર્શાવ્યું છે. શાયર બીમાર થઈને હૉસ્પિટલમાં જાય છે ત્યારે તેઓ કહે છે.
કેવી છે આ હૉસ્પિટલ, જ્યાં દરેક વ્ય િત સજ્જન બનીને પથારીમાં સૂતી છે ! આ તો સાહેબ લોકોની હૉસ્પિટલ છે ને તેથી. પરંતુ જ્યારથી હું આ હૉસ્પિટલમાં આવ્યો છું ત્યારથી એમાં જીવ આવ્યો છે. હવે હૉસ્પિટલના સ્ટાફને એમ લાગે છે કે કોઈ આદમી આવ્યો છે હૉસ્પિટલમાં.”
એક ચરિત્રલેખકની દૃષ્ટિએ કુમારપાળ દેસાઈનો વિચાર કરીએ તો એમ લાગે કે એમની પાસેથી વિરલ પ્રકારનું વૈવિધ્ય ધરાવતાં હૃદયસ્પર્શી ચરિત્રો મળ્યાં છે. ચરિત્રનાયકના જીવનની પ્રમાણભૂત રજૂઆત માટે એમણે કરેલો પુરુષાર્થ સતત દેખાઈ આવે છે. એમને પ્રસંગ ઉપસાવવાની અનોખી ફાવટ છે અને તેથી આ બધાં ચરિત્રોમાં ભાવક ચરિત્રનાયકનો શબ્દથી સાક્ષાત્કાર કરી શકે છે. ચરિત્ર આલેખનમાં કઈ વિગત પસંદ કરવી અને કઈ ત્યજી દેવી એનો વિવેક હોવાને કારણે • યાંય આ ચરિત્ર આલેખન શુષ્ક બની જતું નથી, એ નોંધવું ઘટે.
a Hitu Kર
1645
સંશોધન
- કાવન દેસાઈ
R/FAfghત बालाचाबाब
GlEIG
FE # tag #R. અપછાટ મધ્યકાલીન
લિઓ
મકારના યાત્રી
al