________________
સંશોધનનું કામ કેટલું કપરું છે અને એ કેટલી બધી ખંત સાથેની મહેનત માગે છે તે આનંદઘન : એક અધ્યયન' દ્વારા સહુ કોઈ સ્પષ્ટ કળી શકે એમ છે. સંશોધન એટલે શું ? સંશોધન કેટલો પરિશ્રમ માંગે છે અને સંશોધકને કેટ કેટલી માહિતી આપવી પડે એ તમામ કીકતે આ પુસ્તક વાંચનારાને ઈસ્તા કમલવતું થઈ શકે તેમ છે.
લેખકનો સંશોધન પ્રેમ, વગર કંટાળે સંશોધનની પ્રવૃત્તિ અને જેટલી સામગ્રી સંશોધન પોષક દેખાય તે બધી સામગ્રી આપવાની ખંત એ તમામ માટે આ પુસ્તક પ્રત્યક્ષ પુરાવારૂપ છે. એકંદરે જોતાં વર્તમાનમાં પરીકરૂ પે રહેલ શ્રી આનંદઘનજીને આપણી સામે પ્રત્યક્ષ ખડા કરવા લેખ કે કઠોર પરિશ્રમ કરેલો નજરે દેખાય છે. શ્રી આનંદધનજી વિશે કેટલીક વિવાદાસ્પદ હ કીકતોની લેખ કે ઘણી સારી રીતે છણાવટ કરેલ છે.
- બેચરદાસ દોશી ક
આપણે ત્યાં આંગળીને વેઢે ગણાય તેટલા મધ્યકાલીન સાહિત્યના અભ્યાસીઓ મળે છે. આવા અભ્યાસીઓમાં કુમારપાળ દેસાઈનું નામ પહેલી હરોળમાં મૂકી શકાય. એમણે કરેલો મહાયોગી આનંદઘનજીનો અભ્યાસ કોઈને માટે પણ દૃષ્ટાંતરૂપ બને તેમ છે..
એક વાર ગુજરાતના પ્રસિદ્ધ નવલિકાકાર ધૂમકેતુએ કહ્યું કે, મીરાં એમને મળી એટલે અમે એને જગતની કવયિત્રી બનાવી; જ્યારે આનંદઘન જૈન સમાજ પાસે રહ્યા એટલે સંપ્રદાયની બહાર નીકળી શરુ યા નહિ. આ સમયે અધ્યાપક તરીકે કાર્યરત કુમારપાળ દેસાઈએ આનંદઘનજીના વિષય પર પીએચ.ડી.ની પદવી માટે મહાનિબંધ લખવાનું નક્કી કર્યું. આનંદઘનનાં સ્તવનો અને પદોની હસ્તપ્રતોના કાર્યમાં એ ખૂંપી ગયા અને પછી તો અમદાવાદ, સુરત, ખંભાત, લીંબડી જેવાં શહેરોમાં આવેલાં હસ્તપ્રતભંડારમાં જઈને સંશોધન કરવા માંડ્યું અને આનંદઘનજીની 800 હસ્તપ્રતોના આધારે મહાનિબંધ તૈયાર કર્યો. એમાં આનંદઘનજીના દેહોત્સર્ગ અંગે સંશોધક શ્રી અગરચંદ નાહટાએ પ્રણામી સંપ્રદાયના ગ્રંથનો ઉલ્લેખ કર્યો હતો. તેની પ્રમાણભૂત માહિતી મેળવવા માટે જામનગરના પ્રણામી સંપ્રદાયની પીઠમાં ગયા. મૂળ ગ્રંથ જોયો તો તેમાં આવો કોઈ ઉલ્લેખ જ નહોતો. આ જ રીતે શ્રી અગરચંદ નાહટાએ આનંદઘનનાં પાંચ પદોની વાત કરી હતી. પણ તે પદો હસ્તપ્રતભંડારોમાં • યાંય મળ્યાં નહીં. તેથી ગ્રંથભંડારમાં જઈને સ્તવનોનાં તમામ પુસ્તકો જોયાં અને છેલ્લે જાણ થઈ કે આમાં માત્ર છેલ્લે ‘આનંદઘન” શબ્દ છે. બાકી આ તો અમદાવાદના શેઠ ઘેલાભાઈએ લખેલી સઝાય છે. હસ્તપ્રતો દ્વારા આનંદધનજીની સૌથી નજીકની ભાષા મેળવવાનો પ્રયત્ન કર્યો છે. ડૉ. ધીરુભાઈ ઠાકરના માર્ગદર્શન હેઠળ અને દલસુખભાઈ માલવણિયાનાં મૂલ્યવાન સૂચનો સાથે