SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કારણે માનવી ભીતરનો આનંદ, સમભાવ અને સંવેદના ખોઈ રહ્યો છે. મશીન દ્વારા માનવીનું વિસ્થાપન, મહાનગરનાં સિમેન્ટ-કૉન્ક્રીટનાં જંગલોનું નિર્માણ અને પ્રગતિના નામ હેઠળ ખેલાતી સત્તાની રાજનીતિ અને વ્યવસ્થા કે લોકતંત્રને નામે થતી જોહુકમી – આ બધી બાબતોનો વિચાર કરવો જોઈએ. આજે ગ્લોબલાઇઝેશનને કારણે માણસ જાણતાં કે અજાણતાં ‘બજાર’ બની ગયો છે. બજાર અને માલનું કેન્દ્ર દૃઢ બન્યું છે અને તેનો છેડો અર્થ ઉપર છે. બીજું સઘળું ગણાતિગૌણ બની રહ્યું છે. દરેક દેશ અને તેનો માણસ જીવન નહીં, બજાર શોધે છે. રૉબોટની જેમ તે એના જીવનની સિસ્ટમ બજારના સંદર્ભમાં ગોઠવી રહ્યો છે. માણસના સંદર્ભો સાથે સાહિત્યની ગતિ પણ બદલાય. સાહિત્ય માણસને પ્રતીત કરાવવાનું છે કે તે પોતે ‘વસ્તુ’ અથવા ‘બજાર' નથી, પણ ચૈતન્યથી, ભાવસંવેદનથી ભરી ભરી પ્રાણશક્તિ છે. સાહિત્યકારે સંવેદનાસભર મનુષ્યની છબી ઉપસાવવાની છે. સંવેદનાસભર જીવન શું છે, તેને પ્રત્યક્ષ કેમ કરી આપવું તે મથામણ આપણા સમયમાં સૌથી મોટી બાબત બની છે. વાધ આવ્યા ને ગયા, આવશે ન જ શ; પણ અવશેષમાં માણસ ન રહ્યો તો સઘળું ગયું સમજવાનું. આજે વાદો અને વાદોના પુરસ્કર્તાઓનાં વલણ નરમ પડ્યાં છે, શમ્યાં છે, બદલાયાં છે, વિશ્વ સાંકડું બન્યું છે અને ભાષાઓ નજીક આવી છે. માહિતીવિસ્ફોટ થયો છે. સમૂહ-માધ્યમોને કારણે વિશ્વવ્યાપી ઘટનાઓ સાથે સદ્ય પરિચિત થવાનું બન્યું પણ આની સામે સર્જન એવી ફાળ ભરી શક્યું છે. કે કેમ તે પ્રશ્ન છે. સમૂહમાધ્યમોનો પ્રભાવ સમૂહમાધ્યમોની ગતિ વિપરીત નીવડી છે. માનવજાત માટે કેવું અદ્ભુત પરિવર્તન આણશે એવી આશા સાથે આવેલું ચલચિત્ર બહુધા સ્થૂળતા અને રંજ કતામાં સરી ગયું. રેડિયોનું માધ્યમ હવે ઉપેક્ષિત બન્યું છે અને ટેલિવિઝને દીવાનખંડમાં પ્રવેશીને એક એવા આતંકવાદને જન્મ આપ્યો છે કે જેને પરિણામે માનવજીવનની કેટલીય મધુર, સૂમ, સંવાદી, ઉદાર અને સૌંદર્યમંડિત ભાવનાઓ રસાતળ જઈ રહી છે. દોસ્તોયેવસ્કીએ કહ્યું હતું કે કેવળ ‘સૌંદર્ય” જ દુનિયાને બચાવી શકશે. આ સૌંદર્ય એટલે પૂર્ણતાની શોધમાં નીકળેલો સક્રિય મનુષ્ય. એ સૌંદર્ય એટલે જીવનનાં સુખમાં અને દુ:ખમાં, સંવાદ અને વિસંવાદમાં, કટુ અને મધુર ભાવોમાં વસેલું સૌંદર્ય. આજે એ સૌંદર્યનું વ્યાપારીકરણ થઈ ગયું છે. સમૂહમાધ્યમોએ સાહિત્ય પર આક્રમણ કર્યું એમ કહેવું તે અર્ધસત્ય છે. બન્યું એવું કે રેડિયો, ચલચિત્ર અને ટેલિવિઝન જેવાં સમૂહમાધ્યમો સાહિત્યને વશ થવાને બદલે સાહિત્ય સમૂહમાધ્યમોને વશ થઈ રહ્યું છે. સમૂહમાધ્યમોમાં ભાષાશુદ્ધિથી માંડીને એના વિષયો અને એની પ્રસ્તુતિ સુધીના અનેક પ્રશ્નો ઉભા થયા છે. આને પરિણામે એ માધ્યમોના સ્તર અંગે સવાલ જાગે છે. આપણે ઘણી બાબતો માટે પશ્ચિમને જવાબદાર ઠેરવીએ છીએ, એની ટેકનૉલોજીને કારણભૂત માનીએ છીએ; પરંતુ હકીકત એ છે કે ટેકનૉલોજી જરૂર પશ્ચિમમાંથી આવે છે પણ એને દિશા-દર્શન આપવાનું કામ આપણું હોય છે અને એમાં આપણે નિષ્ફળ ગયા છીએ. મહારાષ્ટ્ર અને બંગાળમાં માધ્યમોનું ધોરણ પ્રમાણમાં ઊંચું રહ્યું; તેનું કારણ સમૂહમાધ્યમો પર સાહિત્યકારોનો પ્રભાવ જોઈ શકાય. દૃશ્યશ્રાવ્ય માધ્યમથી પુસ્તકો લખાવાનાં બંધ થવાનાં નથી. સમૂહ-માધ્યમથી સાહિત્યનું ધોરણ નીચું આવતું નથી. સામાન્ય ઘટનાની સનસનાટીપૂર્ણ દીર્ધ રજૂઆત કરતા સમાચારો, ઉપભોક્તાવાદને બહેકાવતાં વિજ્ઞાપનો અને ફોર્મ્યુલાબદ્ધ ધારાવાહિકોની ભરમારમાં સાહિત્યિક કૃતિ ભાગ્યે જ જોવા મળે છે, ટેલિવિઝનથી સાહિત્યિક રુચિના સંવર્ધનની વાત તો દૂર રહી, હવે તો શિષ્ટ રુચિને પણ આઘાત થવા લાગ્યો છે. રંજ કતા એવી લીલા છે કે જેની પાછળ માધ્યમ ઘેલું બને તો બધી જ મર્યાદા નેવે મૂકી દે. દર્શકની બુદ્ધિ અને રુચિ વિશેના એના ખ્યાલો ચિંતાપ્રેરક છે. દરેક માધ્યમનો એક સમયગાળો હોય છે. આરંભમાં એ ચોંકાવી દે એવું આકર્ષણ જગાવે છે અને સમય જતાં મોળું પડે છે, એથી જ આ સમૂહમાધ્યમની તેજ રફ્તાર વચ્ચે અત્યારસુધી સાહિત્ય પોતાની મુદ્રા જાળવી શક્યું છે. કારણ કે એની પાસે માનવઅંતઃસ્તલને સ્પર્શવાની શક્તિ અને કૌવત છે. પરિણામે આજના ગુજરાતના સાહિત્યકાર સામે સમૂહમાધ્યમ પડકાર નથી. પરંતુ એને માટે પોતાની આંતરશક્તિની વાફ-સ્તરે સમુચિત અને વિશિષ્ટ અભિવ્યક્તિ એ પડકાર છે. માધ્યમોની ગતિ અમુક આવરદાવાળી અને જલદી લાભ અંકે કરી લેવાના મિજાજવાળી હોય છે. સાહિત્ય એ એક એવું માધ્યમ છે કે જેની નેમ અને નિયત નિશ્ચિત રહી છે અને એ છે મનુષ્યત્વનું નિરૂપણ અને એનું ઉન્નયન. આજના સાહિત્યકારે એના અનુલક્ષમાં જ સર્જનના ઘટાટોપને વિસ્તારવાનો છે. તત્કાળ આનંદ અને લાભ કરાવે તેવી વસ્તુ માધ્યમને જોઈએ, જ્યારે સાહિત્ય એ દીર્ધકાળ સુધી માનવને મૂલ્યો અને આનંદનો અનુભવ કરાવનાર છે. સંવેદના, સહદયતા અને સજજતા ૧૩૩ અક્ષરના યાત્રી ૧૬
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy