________________
સમયે સર્જકો જથ્થાબંધ અને વિપુલ બાળસાહિત્યનું સાહિત્યસર્જન કરતાં. તે સમયે થોકબંધ બાળસાહિત્ય રચવાને બદલે લાંબા વિચાર બાદ સંશોધન કરીને સર્જન કરતા હતા. એમની પાસેથી ચરિત્ર. વાર્તા, કહેવત, પ્રસંગકથા, ગ્રામજીવનમાં બોલાતાં ઓઠાં – આમ અનેક જુદાં જુદાં સ્વરૂપોનાં પુસ્તકો મળે છે. બાળસાહિત્યનાં લેખન ઉપરાંત એના વિવેચનમાં પણ કુમારપાળ દેસાઈએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે અને ખાસ કરીને બાળસાહિત્યના કેટલાક સુંદર પરિસંવાદોનું આયોજન કર્યું છે. જેમ કે, ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે ૧૯૮૩ની ૨૫મી અને ૨૬મી જૂને એક પરિસંવાદ યોજ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે પ્રથમ વાર બાળસાહિત્ય વિશેનો પરિસંવાદ યોજાયો અને એમાં ચંદ્રવદન મહેતા, મોહનભાઈ પટેલ, પિનાકિન ઠાકોર, બકુલ ત્રિપાઠી, મૂળશંકર મો. ભટ્ટ, મધુસૂદન પારેખ, ચંદ્ર ત્રિવેદી, ‘ચકોર’, હરીશ નાયક. યશવંત મહેતા, વિમુબહેન બધેકા જેવી આ ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન કરનારી વ્ય િતઓએ વ-તવ્ય આપ્યાં હતાં, જે વ તવ્યો બાળસાહિત્ય સંગોષ્ઠિ’ નામે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ગ્રંથાકારે પ્રગટ થયાં. બાળસાહિત્ય અકાદમીની પ્રવૃત્તિમાં પણ કુમારપાળ દેસાઈએ જીવંત અને સક્રિય રસ દાખવ્યો છે. એટલું જ નહિ, પણ કેટલીક સ્કૂલોમાં બાળવાર્તાકથન માટે તેઓ પોતે ગયા છે.
કુમારપાળ દેસાઈના બાળસાહિત્યમાં નાનાં બાળકોએ કરેલાં પરાક્રમો, પ્રેરણાદાયી ચરિત્રો, પૌરાણિક કથાઓ અને પશુપક્ષીની સૃષ્ટિની વાત મળે છે. એમની કૃતિ હૈયું નાનું, હિંમત મોટી’, ઝબક દીવડી’. ‘મોતને હાથતાળી” અને નાની ઉંમર, મોટું કામ'નો વિચાર કરીએ તો એની પાછળ લેખકનો એક અનુભવ
રહેલો છે.
બાળકો સાથે વાર્તાકથન કરતી વખતે એમણે એવું અનુભવ્યું કે આ બાળકોને
સાહસ અને પરાક્રમની વાત કરીએ, પણ એમની પાસે ન તો રાણા પ્રતાપ જેવો અશ્વ છે કે ન તો છત્રપતિ શિવાજી જેવું બખ્તર. બાળકોને તેઓ કરી શકે એવાં પરાક્રમો કહીએ તો ? એવાં સાહસ-પરાક્રમ સાથે બાળક સ્વયં તાદાત્મ્ય સાધી શકે છે. પોતે પણ આ કરી શકશે’ એવો આત્મવિશ્વાસ એનામાં જાગ્રત થાય છે. એને પરિણામે ‘હૈયું નાનું. હિંમત મોટી’, ‘ઝબક દીવડી’, ‘મોતને હાથતાળી’, ‘નાની ઉંમર, મોટું કામ’ એવાં ચાર પુસ્તકોની રચના કરી.
હૈયું નાનું. હિંમત મોટી'ની સત્ય ઘટનાઓમાં નાનાં બાળકોએ દેશને માટે દાખવેલી વીરતાનો પરિચય મળે છે. અંગ્રેજ અમલદારનો હિંદી મજૂરો પરનો જુલમ અક્ષરના યાત્રી.
૬૦
31
કેવો હતો તે વાંચવા માટે નાટક કરીએ’ એ પ્રસંગ વાંચવો જ રહ્યો. રંગમંચ પર આ જુલમ નિહાળીને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર મોજડી ફેંકે છે. નાટક કરનારાં બાળકોને નાટ્યપ્રસ્તુતિનો સંતોષ મળે છે. એથીય વધુ અંગ્રેજ નીલસાહેબના જુલમ સામે વિરોધ જાગે છે. હિંદુસ્તાનની બેટી’ વાર્તામાં ૧૮૫૭ના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે વીરતા દાખવનારી નાનાસાહેબ પેશ્વાની પુત્રી મેનાના બલિદાનની કથા છે. જે પ્રેરણાદાયી ખૂન આપો. આઝાદી મેળવો’માં બાર વર્ષના બાળકની દેશભિ ત કેવી છે તે આલેખાઈ છે. એ પ્રસંગ જાણ્યા બાદ નેતાજી સુભાષચંદ્ર બોઝ કહે છે. જે દેશમાં આવાં સરફરોશ બાળકો છે, તે ભારતને હવે દુનિયાની કોઈ પણ તાકાત ગુલામ રાખી શકશે નહીં.’
નાનાં બાળકોનું હૈયું ભલે નાનું છે, પણ એમનામાં કેટલી વિરાટ હિંમત હોય છે તે સમજાવતું આ પુસ્તક દેશભિ તની ભાવના જગાવે છે.
નાની છોકરીઓ અને યુવતીઓએ દાખવેલા હિંમત અને સાહસની વાર્તાઓ એટલે ‘ઝબક દીવડી”. અહીં આઠ વર્ષથી વીસ વર્ષની વયની છોકરીઓએ જે બહાદુરી બતાવી છે તેની સત્ય ઘટના પર આધારિત વાર્તાઓ છે. લૂંટારાઓથી કેવી રીતે પોતાના ચૂલી ગામને ૧૪ વર્ષની ઝબકે બચાવ્યું તેની વાત ‘ઝબક દીવડી’ નામની વાર્તામાં જોવા મળે છે. સ્કૂલમાંથી બાળકોને ઉપાડી જનારના હાથમાંથી સ્વીટીએ બાળકોને કેવી રીતે છોડાવ્યાં તે જાણવું હોય તો બીએ એ બીજા’ એ વાર્તા વાંચવી જ રહી. માતાને મોતના મુખમાંથી બચાવનાર ત્રણ વર્ષની બાળકી પ્રજ્ઞા માટે માતા ગૌરવભેર કહે છે.
‘આ નાનકડી બાળકીએ તો મારું જીવન ઉજાળ્યું છે, મને નવજીવન આપ્યું છે.’ થીરુવામ્બાડી ગામની સત્યઘટના એટલે મોતને હાથતાળી”. રાજુ અજગરના ભરડામાંથી છૂટવા માટે ઝઝૂમે છે તેની આ કથા છે. ‘હિંમતે મર્દા તો મદદે ખુદા’ એ કહેવતને રાજુએ સાર્થક કરી છે. રાજુ હિંમત હાર્યા વિના સતત ઝઝૂમતો રહીને અંતે અજગરના ભરડામાંથી છૂટી ગયો. મોતના મુખમાંથી નારાયણપ્રસાદ દાસે બાળકોને બચાવ્યાં તે ન નમે તે નારાયણ'માં વર્ણવાયું છે. મોત સામે વિજય મેળવવો અને તે પણ હસતા મુખે. આનંદી અશોક વાર્તામાં અશોકે આ કાર્ય કેવી રીતે કર્યું તે આલેખાયું છે. બે ભાઈઓના કુટુંબની વાત એટલે ‘હૈયાંનાં હેત’. નાનાં બાળકોની આ સ્નેહકથા કૌટુંબિક કલહને દૂર કરે છે. આ બધા પ્રસંગો સત્ય ધટના પર આધારિત છે.
‘મોતને હાથતાળી’ પુસ્તકને ઓગણીસમી બાળસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધામાં
બાળસાહિત્ય ૬૧