________________
એક હજાર રૂપિયાનું પારિતોષિક મળેલું. આ સાહિત્યસ્પર્ધા ભારતભરના તમામ લેખકો માટે યોજાયેલી હતી. આ સ્પર્ધામાં દસ ભાષાના લેખકોને પારિતોષિક મળ્યાં, એમાં ગુજરાતી ભાષામાં પારિતોષિક મેળવનાર શ્રી કુમારપાળ દેસાઈ એકમાત્ર હતા. આ પારિતોષિકે સંદર્ભે ઈ. સ. ૧૯૭૮માં આકાશવાણી અમદાવાદ પરથી તેમની મુલાકાત પ્રસારિત થઈ હતી. તેનો એક અંશ જોઈએ,
પ્રશ્ન : તમે અખબારો અને સામયિકોમાં ઘણું લખો છે, પરંતુ એના પ્રમાણમાં જૂજ પુસ્તકો પ્રગટ કર્યો છે, તેનું કારણ શું ?”
જવાબ : હું પુસ્તક લખવા બેસતો નથી, પરંતુ કોઈ વિચાર જાગતાં જ આપોઆપ લખાઈ જાય છે. વળી એમ માનું છું કે જે લખાણોમાં લાંબો સમય ટકે એવી મૂલ્યવત્તા અને ગુણવત્તા હોય તેવું જ લખાણ પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવું જોઈએ, આથી જ છેલ્લાં બારેક વર્ષથી વિવિધ અખબારો અને સામયિકોમાં લેખો લખું છું પણ હજી બાર પુસ્તકો પણ મેં લખ્યાં નથી.'
ચાર વર્ષથી ચૌદ વર્ષનાં બાળકોની સાહસ કથાઓ એટલે “નાની ઉંમર, મોટું કામ’. આ પુસ્તિકાની વાર્તાઓ એના શીર્ષકને બરાબર સાર્થક કરે છે. ચાર વર્ષનો બાળક ગાંગટે દોઢ વર્ષના બાળક ચોચને કેવી રીતે બચાવે છે તેની સાહસવાર્તા છે. લાલા ગાંગટેની વીરતાને શાબાશી આપતાં તે વખતના ભારતના વડાપ્રધાને કહ્યું.
આવાં સમજદાર અને હિંમતવાન બાળકો જ દેશનું સાચું ધન છે.'
‘નાની ઉંમર, મોટું કામ' નામની વાર્તામાં નવ વર્ષના નવીનચંદ્ર ઘોષે આખા ગામને ડાકુઓના પંજામાંથી કેવી રીતે છોડાવ્યું તેની કથા છે, તો ડરવું અને મરવું સરખું' નામની નવ વર્ષના મુકેશની સાહસ કથા અચરજ પમાડે તેવી છે. બાબુ પૂનાએ મોતના મુખમાંથી મહી નદીના પુરમાં ફસાયેલાને કેવી સરસ રીતે બચાવ્યાં તેની સત્યકથા “માનવતાનો સાદ' નામે આલેખાઈ છે.
આ બધી સત્ય ઘટના હોઈ અસર કારક બની રહે છે. તેમાંના લાલા ગાંગટને અને નવીનચંદ્ર ધોષને તો ભારત સરકાર તરફથી પ્રજાસત્તાક દિને ‘વીર બાળકના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. આ પુસ્તકને ભારત સરકારનું પાંચ હજાર રૂપિયાનું પારિતોષિક મળ્યું હતું અને ૧૯૭૮ના વર્ષમાં બાળસાહિત્યના શ્રેષ્ઠ પુસ્તક તરીકે જાહેર કરવામાં આવ્યું. એન.સી.ઈ.આર.ટી.ના ઉપક્રમે દિલડીમાં બાળસાહિત્ય વિશેનો પરિસંવાદ થયો હતો. તેમાં શ્રી કુમારપાળ દેસાઈને આમંત્રણ મળતાં તેમણે ગુજરાતી બાળસાહિત્યની વિશેષતાથી બધાને માહિતગાર કર્યા હતા.
બાળસાહસ શ્રેણીની આ ચાર પુસ્તિકાઓમાં વર્તમાન સમયનાં બાળકોની
સત્યઘટનાઓ છે, તો કેડે કટારી ખભે ઢાલ'માં કરછની પ્રેરણાદાયી ઇતિહાસકથાઓ છે.
સામાન્ય રીતે એવું મનાય છે કે, વ્ય િતને રાજ્ય દેશનિકાલ આપે. તો તે દેશદ્રોહી બને છે, પરંતુ કચ્છના ઇતિહાસમાં એવી ઘણી કથાઓ છે કે રાજ્ય દેશનિકાલ કર્યો હોય, તેમ છતાં પણ પોતાની ભૂમિને કાજે - વિદેશી આક્રમણખોરો સામે એકલા લડ્યા હોય. કુમારપાળ દેસાઈએ બાળપણમાં સોનગઢમાં કચ્છના મેઘાણી' એવા દુલેરાય કારાણી પાસેથી આવી કચ્છની કથાઓ સાંભળી હતી. તેના સંસ્કારોના પરિણામે કચ્છના ઇતિહાસમાં રસ જાગ્યો અને એના ફળસ્વરૂપે કેડે કટારી, ખભે ઢાલ’ પુસ્તક સર્જાયું. કચ્છના લોકોનાં ખમીર, આત્મસન્માન અને દેશ માટે મરી ફીટવાની તમન્ના – આ બધાં વિશે જાણવું હોય તો ‘કેડે કટારી, ખભે ઢાલ'ની વાર્તાઓ વાંચવી જ પડે. જનતા અને જનેતા’ હોય કે ‘દોસ્તીના દાવે' હોય, “વીરપુત્ર વીંઝાર' હોય કે ‘ત્યાગની ત્રણ મૂર્તિઓ' હોય - આ બધી કથાઓ કચ્છપ્રદેશનાં ખમીર અને શૌર્યને જીવંત કરે છે. એની પ્રસ્તાવનામાં લખ્યું છે તેમ,
‘સૌરાષ્ટ્રની ધરતીની વીરતાની વાતો સરળ, રોચક અને જનસમૂહને સ્પર્શી તેવી શૈલીમાં અનેક લેખકોને હાથે લખાયેલી છે. પણ સામાન્ય રીતે આજ સુધી બહુધા ઉપેક્ષા પામેલા કચ્છના ઇતિહાસની વીરતાની વાતો આવી શૈલીમાં લખાયેલી નથી. આવી કથાઓ બાળકો, યુવાનો અને પ્રૌઢોને કચ્છી સંસ્કૃતિનાં ખમીર અને વીરતાનો યત્કિંચિત્ ખ્યાલ આપશે.
વળી કચ્છ દેશની વીરગાથાઓ ગાવાનો અહીં એકમાત્ર ઉદ્દેશ નથી. પરંતુ એ દ્વારા આ મહાન વિશાળ દેશના અંગભૂત નાના પ્રદેશોમાં આતિથ્ય અને આત્મસમર્પણનું જે ભારતીય ખમીર • છળે છે તેનું નિદર્શન કરાવવાનો મુખ્ય આશય છે. એ રીતે આ ભારતીય ગાથાઓ લખાઈ છે.
આ ગાથાઓ દેશ તરફ ભ િત, સિદ્ધાંત માટે રનેહ અને નેકટેક કાજે જાનફેસાનીની ભાવના જગાડશે તો હું મારી કલમને ધન્ય માનીશ,
આ પુસ્તકને પણ ભારત સરકારની પંદરમી બાળસાહિત્યની રાષ્ટ્રીય સ્પર્ધાનું એક હજાર રૂપિયાનું ઇનામ પ્રાપ્ત થયેલું. આ સ્પર્ધામાં ભારતની તમામ ભાષાઓમાં કુલ તેર લેખકોને પારિતોષિક મળેલાં તેમાં શ્રી કુમારપાળ દેસાઈને પણ આ પારિતોષિક મળેલું. તેમના પિતાશ્રીના અવસાન બાદ એક વર્ષે તેમને આ પારિતોષિક મળ્યું. અમદાવાદના ઝાલાવાડ જૈન મંડળ તરફથી ચાંદીનું કાસ્કેટ અને અભિનંદન
ન કરવા
બાસા