SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ આ પુસ્તકમાં વર્તમાન સંદર્ભમાં અહિંસાની આવશ્યકતા દર્શાવવામાં આવી છે, તેની સાથોસાથ ભગવાન મહાવીરે પ્રબોધેલી અહિંસાની ભાવનાની સૂક્ષમતા આલેખવામાં આવી છે. જૈન ધર્મમાં વિચાર. આચાર અને આહાર એ ત્રણેની અહિંસાની વાત મળે છે, તો વળી અપરિગ્રહ વગર અહિંસાપાલન અશ• ય છે તેમ દર્શાવ્યું છે. ભગવાન મહાવીર અહિંસાની ભાવનાના માત્ર વ્યાખ્યાકાર નહોતા, પણ પ્રયોગવીર હતા એમ કહીને લેખકે ભગવાન મહાવીર સ્વામીની અહિંસામાંથી મળેલી નવી વિચારધારા અને કાર્યપ્રણાલી આલેખી છે અને અહિંસા કેવી રીતે સામાજિક જીવનનો આધાર, માનવીય ચેતનાનો આવિષ્કાર અને સહ અસ્તિત્વનો સંસ્કાર બની રહી તે દર્શાવ્યું છે. છેક પ્રાગૈતિહાસિક કાળથી જૈન ધર્મમાં મળતી અહિંસાની ઘટનાઓને આલેખીને એની પાછળની ભાવના ઉપસાવી છે. રાજકુમાર નેમિનાથ લગ્ન માટે લાવવામાં આવેલાં પશુઓને જોઈને પાછા ફરે છે તો મદનરેખા યુદ્ધભૂમિ પર ધર્મોપદેશ આપીને મહાસંહાર અટકાવે છે. અશોકની અહિંસા, મહારાજા સંપ્રતિની ભાવના, આચાર્ય હરિભદ્રસૂરિજીનું જીવન, આચાર્ય હીરવિજયસૂરિનો ઉપદેશ, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી થયેલી ‘અમારિ ઘોષણા તથા જગડૂશા અને મોતીશા જેવા શ્રેષ્ઠીઓએ પાળેલી અહિંસા ઉદાહરણ સહિત બતાવવામાં આવી છે. એ પછી શ્રીમદ્ રાજચંદ્રની અહિંસાની ભાવના આલેખીને મહાત્મા ગાંધીજી પર પડેલા તેના પ્રભાવની ચર્ચા કરી છે. એટલું જ નહીં પણ ગાંધીજીએ કઈ રીતે આર્થિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રોમાં અહિંસાનો પુરસ્કાર કર્યો તે વાત કરી. અહિંસા એ સાર્વભૌમ ધર્મ છે એવા ગાંધીવિચારના મુદ્દાઓને ઉપસાવ્યા છે. માત્ર બત્રીસ પૃષ્ઠમાં એક પ્રાગૈતિહાસિક કાળથી માંડીને માર્ટિન લ્યુથર કિંગ અને નેલ્સન મંડેલા સુધી અવિરતપણે પ્રવાહિત અહિંસાની યાત્રાનો આમાં આલેખ મળે છે. ‘ત્રલો • યદીપક રાણકપુર તીર્થ’ એ પુસ્તકમાં રાણકપુર તીર્થ વિશે સચિત્ર માહિતી આપી છે. રાણકપુર તીર્થ ધાર્મિક ભાવના અને • ડી આધ્યાત્મિકતાનો અનુભવ કરાવે છે. જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતોની ચર્ચા પણ અહીં જોવા મળે છે. રાણકપુર તીર્થ વિશે જાણકારી આપતું આ પુસ્તક છે. આ પુસ્તકનો હિન્દી અને અંગ્રેજી એમ બંને ભાષામાં અનુવાદ થયો છે. ૧ પત્રકારત્વ જોનારના યાત્રી
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy