SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પિતા અને પુત્રે એકસાથે દીર્ધ સમય સુધી ગુજરાતી સાહિત્યની સેવા કરી હોય તેવાં જૂજ નામો ગણાવી શકાય : દલપતરામ અને ન્હાનાલાલ, ભોળાનાથ દિવેટિયા અને નરસિંહરાવ, મહીપતરામ નીલકંઠ અને રમણભાઈ નીલકંઠ. આ જ હરોળમાં ‘જયભિખ્યું અને કુમારપાળ દેસાઈને મૂકી શકાય. જયભિખુએ નવલ કથા, નવલિકા, બાલસાહિત્ય, ચરિત્ર, નાટકો એમ મળીને નાનાં-મોટાં 300 પુસ્તકો લખ્યાં છે. જયભિખુ જે સમયગાળામાં થઈ ગયા એ સમયગાળામાં પત્રકારત્વનું ઠીક ઠીક મહત્ત્વ હતું. તેમણે ગુજરાત સમાચાર'માં ઈ. સ. ૧૯૫૩થી ઈટ અને ઇમારત' કૉલમ લખવાનું શરૂ કર્યું. આ કૉલમ અત્યંત લોકપ્રિય નીવડી અને તેઓ ગુજરાતના ઘર-ઘરમાં જાણીતા બની ગયા. જયભિખુ ઈટ અને ઇમારત’ દ્વારા જીવનલક્ષી સાહિત્ય પ્રજા સમક્ષ મૂકતાં. એમાં મુખ્ય લેખ તરીકે કોઈ પ્રેરણાદાયી ચરિત્ર કે નવલિકાનું આલેખન થતું. વર્તમાન પરિસ્થિતિને એક કથા દ્વારા ઉજાગર કરતી એકાદ પ્રસંગકથા હોય. તેમાં હળવો વ્યંગ્ય પણ હોય. લેખના મધ્યમાં એક ઉર્દૂ શેર હોય, તેઓ જીવ્યા ત્યાં સુધી આ કૉલમ એમણે લખી. તેમના અવસાનના બીજા જ દિવસે ગુજરાત સમાચાર'ના માલિક શ્રી શાંતિલાલ શાહે કુમારપાળ દેસાઈને કહ્યું કે, “હવેથી આ કૉલમ તમારે લખવાની છે.” ૧૯૬૯ની ૨૪મી ડિસેમ્બરે જયભિખુનું અવસાન થયું અને ૧૯૭૦ના વર્ષની પહેલી કૉલમ શ્રી કુમારપાળ દેસાઈએ લખી. એ લખતી વખતે પિતાનું સ્મરણ થતાં અપાર વેદના થતી. આંખમાં આંસુ આવી જતાં. શીર્ષક ઈટ અને ઇમારત' હોય, પણ લેખકના નામ વિના. કારણ એટલું કે કૉલમ બંધ થાય તો વાંધો ન આવે. આમ ત્રણેક કૉલમ પ્રગટ થઈ. આ કૉલમ લખતી વખતની કુમારપાળ ગુજરાતી સાહિત્યની અને જૈન સમાજની સેવા કરવાની ‘જયભિખ્ય ની પરંપરા કુમારપાળે સુંદર રીતે જાળવી છે. ગુજરાત સમાચારની ‘ઈંટ અને ઇમારત' કૉલમ આજે પણ વાચકોની એટલી જ ચાહના મેળવે છે. પિતા અને પુત્ર બંને મળીને કોઈ અખબારની આ પ્રકારની કૉલમ આટલો લાંબો સમય ચલાવી હોય તેવું મારા ખ્યાલમાં નથી. ગુજરાત સમાચાર'ના લેખ કને ‘પદ્મશ્રી'નું માન મળ્યું હોય તેવી આ પહેલી ઘટના છે. જ શાંતિલાલ શાહ ઇ. પત્રકાર 11
SR No.034290
Book TitleAksharni Yatra
Original Sutra AuthorN/A
AuthorNalini Desai
PublisherKusum Prakashan
Publication Year2009
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy