________________
કુમારપાળ દેસાઈએ . શાસ્ત્રીજીના જીવનમાંથી યોગ્ય પ્રસંગોની પસંદગી કરીને તેનું રસાળ અને સરસ ભાષામાં વર્ણન કરેલું છે. તેમની પ્રમાણભૂતતા અને રજૂઆતની ચોકસાઈ વિદ્યાર્થીઓને પણ આકર્ષશે.
આ પુસ્તકથી કુમારપાળ સાહિત્યના ક્ષેત્રમાં રીતસર પ્રવેશ કરે છે. તેમના પિતાશ્રી જયભિખુની માફક તેમની લેખનયાત્રા શુભ, ફળદાયી અને • ધ્વમુખી નીવડો એવી મારી શુભેચ્છા છે.''
લાલ ગુલાબ' પુસ્તક પ્રગટ થતાં જ એ કસાથે ચાલીસ હજાર પ્રત વેચાઈ ગઈ. તે જ તેની લોકપ્રિયતા દર્શાવે છે. ગુજરાતી સાહિત્યમાં આ નોંધપાત્ર ઘટના કહેવાય. વળી લાલ ગુલાબ' ગુજરાતભરમાં જાણીતી શિષ્ટવાચનની પરીક્ષામાં પાઠયપુસ્તક તરીકે પસંદગી પામ્યું હતું. આ પુસ્તકને ગુજરાત રાજ્યની ઉચ્ચ ગુણવત્તાવાળાં પુસ્તકોની સ્પર્ધામાં બાળસાહિત્યના ચરિત્રવિભાગમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
આમાં લાલબહાદુર શાસ્ત્રીના જીવનના પ્રસંગોનું અત્યંત પ્રવાહી શૈલીમાં આલેખન થયું છે. પ્રત્યેક જીવનપ્રસંગનો મર્મ ખોલતાં જઈને એની હૃદયસ્પર્શી રજૂઆત કરી છે. અત્યંત ગરીબ અવસ્થામાંથી ભારતના વડાપ્રધાન બનનાર લાલબહાદુર શાસ્ત્રીના જન્મથી મૃત્યુ સુધીની ઘટનાઓનું આમાં ક્રમિક આલેખન મળે છે. બાળપણમાં થયેલો ગરીબીનો અનુભવ એમના જીવનનું ઘડતર કઈ રીતે કરે છે તે દર્શાવ્યું છે. આર્થિક ભીડ હોવા છતાં દેશસેવાને કાજે લીધેલી ફકીરીને કારણે યુવાનીમાં આવેલી અપાર મુશ્કેલીઓની વાત કરી છે. દવાના અભાવે એમની પુત્રીનું મૃત્યુ થાય છે તેનું વર્ણન હૃદયદ્રાવક છે. એ પછી પ્રમાણિકતા અને નિષ્ઠા જાળવીને ભારતીય રાજકારણમાં પોતાની વિચક્ષણ બુદ્ધિથી લાલબહાદુર શાસ્ત્રીએ કેવી સિદ્ધિ મેળવી તે દર્શાવ્યું છે. આ વામન દેહધારી વ્યક્તિએ પાકિસ્તાનને કઈ રીતે પાઠ શીખવ્યો અને ભારતીય દળ અપ્રતિમ શૌર્ય દાખવીને છેક લાહોરના સીમાડા સુધી પહોંચી ગયું તેનું આમાં તાદૃશ આલેખન મળે છે. એમણે આપેલા “જય જવાન, જય કિસાન' સૂત્રએ દેશના જનમાનસમાં કરેલી પરિવર્તનની ગાથા આલેખી છે. એમના અકાળ મૃત્યુએ કેવો ધરતીકંપ સર્યો હતો તેનું આમાં હૃદયદ્રાવક વર્ણન મળે છે.
આ રીતે અભ્યાસકાળ દરમિયાન કુમારપાળ દેસાઈએ લખેલા આ ચરિત્રથી એમની તરફ સહુનું ધ્યાન ખેંચાયું. આ ચરિત્રના આરંભે બે બોલમાં લેખકે પોતાનું ઉદ્ગત પ્રગટ કરતાં લાલબહાદુર શાસ્ત્રીના ચરિત્ર વિશે લખ્યું છે.
“જે ચરિત્ર સાંભળવાથી જીવન પવિત્ર બને, ને જેના લેખનથી કલમ ધન્ય બને, એવી મહાન ભારત-જ્યોતિનું આ ચરિત્ર છે. માત્ર એ રાજનીતિના મહાન પુરુષ હતા, એમ માનનાર ભૂલ ખાશે. માત્ર એ મહાન સેનાનાયક હતા, ને દેશના જવાનો માટે પ્રેરણામૂર્તિ હતા, એમ કહેવું પણ યોગ્ય થશે નહીં.
એ દેશના આજીવન સેવક અને અકિંચન ફકીર હતા, એમ કહેવું પણ પૂરતું થશે નહીં. એ ભારતના ભીમપિતામહની, મહારથી કર્ણની, મહર્ષિ ચાણ થની કે વીર પરશુરામની પ્રતિભા હતા, એમ કહેનારા પણ પૂરતો ન્યાય કરશે નહીં ! એ એક મહામાનવ હતા, આદર્શ ભારતીય હતા, નિષ્કામ યોગી હતા. માનવતાથી મહેકતા ભારતની વાડીના સ્વયંસંપૂર્ણ ગુલાબ હતા એમ કહેવું યોગ્ય થશે.
ગુલાબ ખીલતું હતું ત્યારે આંખોને અને મનને તૃપ્ત કરતું હતું. ગુલાબ કરમાઈ ગયું. ત્યારે યુગો સુધી ચાલે તેવી અમર સુવાસ મૂકતું ગયું.''
‘લાલ ગુલાબ'માં ભારતમાતાના એ લાલ ગુલાબની જીવનકહાની છે. આ પુસ્તકનાં પ્રકરણોનાં જુદાં જુદાં શીર્ષકો પણ ધ્યાન ખેંચે છે. જેમ કે “નંદને ઘેર આનંદ ભયો’, ‘અંતરમાં દેશપ્રેમનું અત્તર મહે• યું', “હીર અને ખમીર', “અબ લાહોર તક ચલેગી યે તેગ હિંદુસ્તાન કી’ અને ‘શાંતિનો શહીદ'. વળી, આ પુસ્તકનું નામ લાલ ગુલાબ' પણ ધ્યાનાર્હ બન્યું છે.
- આ પુસ્તકની ૨ચના થયા પછી લાલબહાદુર શાસ્ત્રીનું અવસાન થતાં ‘મહામાનવ શાસ્ત્રી' નામનું વિસ્તૃત જીવનચરિત્ર લખ્યું. જેમાં લાલબહાદુર શાસ્ત્રીના વ્ય િતત્વનાં ભિન્ન ભિન્ન પાસાંઓને પ્રગટ કર્યો છે જેમાં એમની સાદાઈ, પ્રમાણિકતા, રાષ્ટ્રભ િત અને દૂરંદેશીની કથાઓ આલેખી છે. આ પુસ્તક જોઈને લાલબહાદુર શાસ્ત્રીનાં પત્ની લલિતાદેવી પણ ખૂબ પ્રસન્ન થયાં હતાં.
૧૯૬૬ની ૨૦મી એપ્રિલે અમદાવાદના એચ. કે. કૉલેજના હૉલમાં ભારતના મહાન તત્ત્વચિંતક, પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજીના પ્રમુખપદે અને તે સમયના ગુજરાતના મુખ્યપ્રધાનશ્રી હિતેન્દ્રભાઈ દેસાઈના અતિથિવિશેષપદે યોજાયેલા સમારંભમાં સાહિત્યકાર ‘ધૂમકેતુ'ની અપૂર્ણ નવલકથા “ધ્રુવદેવી’ તથા કુમારપાળ દેસાઈના મહામાનવ શાસ્ત્રી'નો વિમોચન સમારોહ યોજાયો હતો.
આ પછી ચરિત્રલેખક તરીકે કુમારપાળ દેસાઈને બહોળી ચાહના અપાવનારું પુસ્તક છે ૧૯૭૩માં પ્રગટ થયેલું “અપંગનાં ઓજસ'. આ પુસ્તક એ સમયે લખાયું કે જ્યારે સમાજમાં વિકલાંગોની ઘોર ઉપેક્ષા થતી હતી અને એમની શ િતઓને
કે કારના પાણી
ચરિત્રમાહિત્ય