________________
કુમારપાળના વ્ય*િ તત્વનું ઉજ્વળ પાસું તે વહીવટી કુશળતા અને સંગઠનશ*િ ત. તેમની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ સૂચિંતિત આયોજન હોય છે. જે જે સંસ્થાનું સંચાલન તેમના હાથમાં હોય તેના પર સુવડ ‘કુમારપાળ ટચ' જોવા મળશે. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના સ્થાપના કાળથી કુમારપાળે મારી સાથે જોડાયેલા છે. છેલ્લાં ૧૮ વર્ષથી વિશ્વ કોશના પ્રકાશનનું કામ સુંદર અને સંગીન રીતે સમયસર થાય છે તેનું શ્રેય કુમારપાળને છે. વહીવટી તાપ દેખાય નહીં એવી સલુ કાઈથી સંસ્થાનું સંચાલન કરવાની કુશળતા તેમનામાં છે. કોઈ પ્રશ્ન • ભો થાય તો શાંતિથી યોગ્ય ઉકેલ લાવે. મારામાં નામ પ્રમાણે ગુણ નથી. ઉતાવળિયો છું. કોઈક વાર ગુસ્સામાં નિર્ણય લેવા જઉં તો કુમાર પાળે છે કે મારે, ખાજ સુધીના અમારા સહ કાર્યકર તરીકેના સંબંધમાં કડવાશ કે ભી કરી એવો એક પણ બનાવ બન્યો નથી તેનું શ્રેય પણ કુમારપાળની શાણી તથા સદ્ભાવપૂર્ણ કાર્યનીતિને છે. જયભિ'નું સાહિત્ય ટ્રસ્ટ, ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાત યુનિવર્સિટીનું ભાષાસાહિત્યભવન જેવી સાહિત્યિક સંસ્થાનો ઉપરાંત ‘ઇન્સ્ટિટ્યૂટ રૉત્ જૈનૉલોજી" જેવી આંતરરાષ્ટ્રીય સ્તરની સંસ્થાને કુમારપાળની આ પ્રકારની સેવાઓનો લાભ મળેલો છે. કશી ધાંધલધમાલ વગર શાંતિથી રમતાં રમતાં વહીવટ ચાલે એવી કુશળતા તેમણે દેખાડી છે.
» ધીરુભાઈ ઠાકર -
કુમારપાળ દેસાઈની પ્રતિભા બહુમુખી છે. તેમણે માત્ર સાહિત્યમાં જ પ્રદાન કર્યું છે તેમ નથી. તેઓ અનેક સાહિત્યિક સામાજિક અને માનવકલ્યાણનું કાર્ય કરતી સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે. | ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના ૧૯૦૫માં થઈ. ૧૯૮૦થી ૧૯૮૬ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રી તરીકે શ્રી રઘુવીર ચૌધરી સાથે કુમારપાળ દેસાઈએ અનેકવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ કરી હતી. એ સમય દરમિયાન યોજેલા પરિસંવાદોમાં “સાહિત્ય અને પત્રકારત્વ’ તેમજ ‘નર્મદ : આજના સંદર્ભમાં એવા બે પરિસંવાદો ધ્યાનાર્હ બની રહ્યા. એના વિશેષાંકો પણ પ્રગટ કર્યા હતા. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ (૨૦૦૬-૨૦૦૭) તરીકેનો હોદ્દો પણ શોભાવી ચૂઃ યા છે. એ દરમિયાન ગુજરાતી સાહિત્ય પરિષદને વ્યવસ્થિત રૂપ આપવાનો પ્રયાસ કર્યો. માંડવીથી મુંબઈ સુધી અને લુણાવાડાથી ભાવનગર સુધી સાહિત્યની અનેક પ્રવૃત્તિનો વિસ્તાર કર્યો. જુદાં જુદાં શહેરોમાં સાહિત્યિક કાર્યક્રમો યોજાયાં. નવોદિત સર્જકો સાથેના સંવાદની પ્રવૃત્તિ અને એ સંદર્ભમાં કાર્યશિબિરો પણ યોજાયાં. ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ અને પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી વિશેના મુંબઈમાં યોજાયેલા પરિસંવાદો સરસ સંભારણારૂપ બન્યા. તે જ રીતે શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, સાયલા અને ધરમપુરમાં યોજાયેલાં સાહિત્યસત્રો પણ સંપન્ન થયાં. જુદી જુદી વ્યાખ્યાનમાળાઓ, ‘આપણો સાહિત્યવારસો” શ્રેણી અંતર્ગત વ્યાખ્યાનો તેમજ પાલિ કી'ની ગોષ્ઠિઓ દ્વારા પણ સાહિત્યને ઉપકારક એવી પ્રવૃત્તિઓ કરીને તેને ધબકતી રાખી એટલું જ નહિ, પણ દરેક પ્રવૃત્તિમાં તેઓ હાજર પણ રહ્યા, અધ્યાપન સજ્જતા શિબિરનું આયોજન પણ કર્યું. ગુજરાતના બસો જેટલા કવિઓનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદગ્રંથ પણ તૈયાર થયો છે. કુમારપાળ દેસાઈની
સંચાનો