________________
રમતગમતની વિગતો એકત્રિત કરીને તેઓ નોંધ કરતા હતા. આ વિષય અંગે પ્રગટ થતાં પુસ્તકોનું વાંચન કરે. કલાકોની મહેનત પછી જુદી જુદી માહિતી ધરાવતાં પાંચ હજાર જેટલાં કવર તૈયાર કર્યો, જેથી વાચકને એ વિષયની તારીખ-વાર સહિત પૂરેપૂરી માહિતી આપી શકાય. રમતવીરો સાથે મૈત્રી કેળવી અને રમતગમતની સંસ્થાના અધિકારીઓને પણ મળવા લાગ્યા. ધીરે ધીરે એમના લેખનકાર્યનો વ્યાપ વધતો ગયો. ટેસ્ટમેચ ચાલતી હોય તો રોજે-રોજ તેની સમીક્ષા તેઓ લખતા અને તેને પુષ્કળ પ્રમાણમાં લોકચાહના મળેલી. એ સાથે પિચ, હવામાન, ખેલાડીઓનાં કૌશલ વગેરેને લક્ષમાં રાખીને મેચના બીજે દિવસે શું બનશે તેની સમીક્ષા પણ કરતા. આની પાછળ પુષ્કળ સમય આપવો પડે. પણ રમતમાં ખૂબ રસ હોવાથી આમાં સતત લેખન કરતા રહ્યા. ચંદુ બોરડે નામના ટૅસ્ટક્રિકેટરને કુમારપાળ દેસાઈએ એમના વિશેની માહિતી અને ફોટોગ્રાફ બતાવ્યા, તો એમણે તે બધા સામે ચાલીને માગી લીધા. વળી વાચક પ્રત્યેની તેમની વફાદારી પણ ખરી. તેઓ એમ માનતા કે વાચકને કંઈક એવું આપવું કે તે જાણતો ન હોય અને પ્રમાણભૂત હોય. ઇંગ્લેન્ડમાં ખેલાયેલા વિશ્વ કપમાં કપિલદેવે વિજય મેળવ્યો, ત્યારે રાત્રે તે મૅચ ભારતીય સમય પ્રમાણે રાતના સાડા અગિયાર વાગે પૂરી થઈ. તેની સમીક્ષા લખી. *ગુજરાત સમાચાર'માંથી માણસ આવીને લઈ ગયો. જે વહેલી સવારે અખબારમાં પ્રગટ થઈ. રમતગમતક્ષેત્રે કોઈ ઘટના બને કે તરત જ ‘ગુજરાત સમાચારમાંથી શ્રી બાહુબલિ શાહ અને શ્રી નિર્મમ શાહનો એ વિશે લખવા અંગે ફોન આવે. તેમની સાથે વાત કરે અને પછી એ ઘટના વિશે લખાણ લખે.
રમતગમતને કારણે ઘણી સરસ મિત્રો મળ્યા. ઘણા રમતવીરોને મળવાનું બન્યું. તેમના ઉપર સૌથી વધારે પ્રભાવે વેસ્ટ ઇન્ડિઝના કોનરાડ હન્ટનો પડયો. એ મહાન ખેલાડી અમદાવાદની પોળમાં એક વિકલાંગને જોવા ગયા હતા. જેને પાછળથી એમણે મદદ મોકલી હતી. સંગીન ઓપનિંગ બૅટ્સમૅન વિજય મર્ચન્ટને મળવાનું પણ થયું, જેમણે કુમારપાળ દેસાઈના લખેલા પુસ્તક ‘અપંગનાં ઓજસ'ની પ્રસ્તાવના લખી. વિનુ માંકડ, વિજય હઝારે. પટૌડી, હનુમંતસિંગ, વાડેકર, ચંદ્રશેખર, વેંકટ રાઘવન જેવા ખેલાડીઓને મળ્યા. તેમની સાથે પરિચય થયો તો આણંદજી ડોસા, સુશીલ દોશી, સુરેશ સરૈયા, સુરેશ મશરૂવાલા, સુધીર તલાટી, જગદીશ બિનીવાલે જેવાં કોમેન્ટેટરો સાથે મૈત્રી થઈ. ક્રિકેટની કલા દર્શાવતું ‘ક્રિકેટ રમતાં શીખો’ (ભાગ ૧-૨) પુસ્તક લખ્યું. એ પુસ્તક હિન્દી, મરાઠી અને અંગ્રેજી એમ બીજી ત્રણ ભાષામાં પ્રગટ થયું. કુલ બે લાખ પ્રતનું વેચાણ થતાં એણે ક્રિકેટ ક્ષેત્રે સૌથી
વધુ વેચાણનો વિક્રમ સર્યો. આ ઉપરાંત ભારતીય ક્રિકેટરો’ અને ‘ક્રિકેટના વિશ્વવિક્રમો' એ બે પુસ્તકો પણ ગુજરાતી, હિંદી, અંગ્રેજી અને મરાઠીમાં પ્રગટ થયાં. વિદેશમાં રમત વિશેના સર્જનાત્મક રીતે લખાયેલાં લખાણોને સાહિત્યનો દરજજો મળે છે. નેવિલ કારડસ જેવા રમતસમીક્ષકોનાં લખાણોને આ રીતે ઘણો • ચો આદર આપવામાં આવે છે. સાહિત્યિક છાંટવાળું રમતગમતનું સાહિત્ય લખવાનો પ્રયાસ કુમારપાળ દેસાઈએ “અપંગનાં ઓજસ'માં કર્યો અને એ કારણે આ પુસ્તક એક વિશિષ્ટ પુસ્તક બની રહ્યું. ઇંગ્લેન્ડની સી.એમ.સી. • લબનું તેઓ સભ્યપદ ધરાવતા હતા. પાકિસ્તાનથી અંગ્રેજીમાં પ્રગટ થતા “ક્રિકેટર’ સામયિકમાં કુમારપાળ દેસાઈના લેખો પ્રગટ થયા છે.
પાકિસ્તાનના આ સામયિકમાં પ્રગટ થયેલો મજૂરઅલી ખાને પૌંડી વિશેનો કુમારપાળ દેસાઈનો લેખ પાકિસ્તાની ક્રિકેટ ચાહકોમાં પણ ચાહના પામ્યો હતો.
વર્ષો પહેલાં ગુજરાતના પીજ ગામમાં ટ્રાન્સમીટર મૂકવામાં આવ્યું. ત્યારે એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો. ક્રિકેટ અને ફૂટબૉલની મેચો આપવાનો વિચાર કર્યો. સ્વાભાવિક રીતે જ આ મૅચોની કોમેન્ટ્રીનું બયાન અંગ્રેજી અથવા હિંદીમાં જ હોય. જ્યારે ખેડા જિલ્લાનાં જે ગામડાંઓમાં ટેલિવિઝન હતાં, ત્યાં અંગ્રેજી તો • માંથી સમજાય ? વળી, એ સમયે થયેલા સંશોધનમાંથી એવું તારણ નીકળેલું કે હિંદી પણ
સ્વીકાર્ય નહોતી. આથી ગુજરાતીમાં એ ચિત્રાંકિત થઈ ચૂકેલી મૅચનું પ્રસારણ આંખે દેખ્યા અહેવાલના સ્વરૂપમાં આપવાનો પડકાર • ભો થયો. એ સમયે આકાશવાણી તરફથી નિર્દેશક તરીકે ટેલિવિઝનમાં કાર્યરત શ્રી અરુણ શ્રોફ નોંધે છે કે,
આ માટે એવી વ્ય િત હોવી જોઈએ કે જે બૉલિંગ તથા બૅટિંગની કરામતોથી પરિચિત હોય. ખેલાડીઓ વિશે પૂરતી માહિતી હોય અને વિડિયો જોતાં જોતાં આંખે દેખ્યો અહેવાલ આપતા હોય એ રીતે ગુજરાતીમાં એનું વર્ણન કરી શકે. તે વખતે ગુજરાતભરમાં આવી વ્ય િત એક જ હતી – કુમારપાળ દેસાઈ. એમણે આ માટે અમને હા પાડી. અમારા આમંત્રણને સ્વીકાર્યું. આમ જુઓ તો અમારે માટે તેમજ તેમને માટે પણ આ પ્રથમ પ્રયાસ હતો. એમનું ક્રિકેટ વિશેનું જ્ઞાન કોઈ એક મૅચ પૂરતું મર્યાદિત નહોતું. વિશ્વભરમાં રમાતી મૅચોના અહેવાલ વાંચી એ માહિતગાર રહેતા. એ સમયે બીજા દેશોમાં થતું ટીવી પ્રસારણ અહીં દેખાતું નહીં, કારણ કે ઉપગ્રહ કે કેબલની સગવડ નહોતી.
મૅચની વિડિયો કુમારપાળભાઈને દિવસ દરમ્યાન બતાવાતી. એની તેઓ થોડીક નોંધ કરી લેતા અને પછી સાંજે મૅચના પ્રસારણ ટાણે એમની પ્રતિભા
અક્ષરના યાત્રી
==