Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 73
________________ પ્રકાશન, વ્યાખ્યાન, નિબંધસ્પર્ધા જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાય છે. આ ટ્રસ્ટ દ્વારા યોજાતાં વ્યાખ્યાનો માત્ર અમદાવાદમાં જ નહિ, પણ મુંબઈ, ભાવનગર જેવાં શહેરોમાં પણ યોજાય છે. આમાં સહાય માટે ગરીબ. વૃદ્ધ કે અશ ત સર્જકને કોઈ અરજી કરવાની હોતી નથી કે આને માટે • યાંય આવવાનું હોતું નથી. એ માટે માત્ર ટ્રસ્ટને માહિતી આપવાની હોય છે. તે પછી એ ટ્રસ્ટે દર મહિનાની પહેલી તારીખે એમને એમની રકમનો ચેક ઘેર મળી જાય તેવી ગોઠવણે કરેલી છે. ૨૦૦૭– ૨૦૦૮ એ જયભિખ્ખનું જન્મશતાબ્દી વર્ષ હોવાથી એનાં અનેકવિધ આયોજનોની તૈયારી ચાલી રહી છે. જૈન ધર્મના પ્રસારનું કાર્ય કરતી સંસ્થા ‘ઇન્સ્ટિટયૂટ ઑવું જૈનૉલોજી” જૈનદર્શનનો પ્રચાર કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. ભારતમાં ૧૯૮૩માં એનો પ્રારંભ કુમારપાળ દેસાઈના નિવાસસ્થાનેથી થયો. ૧૯૮૩માં અમેરિકાના શિકાગો શહેરમાં વર્લ્ડ પાર્લામેન્ટ ઑવ્ રિલિજિયન્સ ભરાવાની હતી. એનું ભારતથી જનારા વિદ્વાનોનું સંકલન અમદાવાદથી કરવામાં આવ્યું. ઇંગ્લેન્ડમાં પણ આ સંસ્થા આવેલી છે. પર્યુષણમાં મુંબઈમાં કુમારપાળ દેસાઈનાં અનેક વ્યાખ્યાનો યોજાતાં હતાં. શ્રી કપૂરભાઈ ચંદરયાએ તેમનાં વ્યાખ્યાનોનું આયોજન વિદેશમાં કર્યું. તેમાંથી શ્રી કુમારપાળ દેસાઈને રતિભાઈ ચંદરયા તથા નેમુભાઈ ચંદરયા સાથે સંપર્ક થયો અને તેના પરિણામે ભારતમાં ઇન્સ્ટિટ્યૂટ ઑવું જૈનૉલોજી કાર્યરત થઈ. “ધી જૈનના બેનર હેઠળ જૈન ધર્મના તમામ ફિરકા અને સંપ્રદાયો સાથે મળીને કાર્ય કરે તેવું વિશ્વધર્મ પરિષદમાં આયોજન કર્યું. વિદેશમાં વસતા જૈનોને ધર્મદર્શન વિશે જાણવાની જિજ્ઞાસા ઘણી હતી. જૈનદર્શનનું જ્ઞાન ભારતમાં હતું અને જિજ્ઞાસા વિદેશમાં રહેતા લોકોમાં હતી. આ સંસ્થા તે કાર્યમાં સેતુ બની રહી. નવી પેઢીને જૈન ધર્મના સંસ્કાર મળે તે એનો હેતુ હતો. નાના પાયા ઉપર ચાલુ થયેલી આ સંસ્થા સમય જતાં આંતરરાષ્ટ્રીય સ્તરે કાર્યરત થઈ છે. જૈન ધર્મના બધા ફિરકા અને સંપ્રદાયના અગ્રણીઓ અહીં એક સાથે મળીને કામ કરે છે. જૈન • લેરેશન ઑન નેચર, હસ્તપ્રતોનું કૅટલૉગ, જૈનદર્શનના અભ્યાસ માટે સ્કૉલરશિપ, જૈન સ્કૉલરની યોજના, જૈન સ્ટડી કૉર્સ, યુવા યાત્રી, સેમિનાર, વ્યાખ્યાનશ્રેણી, પ્રકાશનપ્રવૃત્તિ, વિશ્વધર્મ પરિષદ, ધરતીકંપ વખતે આર્થિક સહાય – આમ અનેકવિધ પ્રવૃત્તિઓ આ સંસ્થામાં થઈ રહી છે. શ્રી કુમારપાળ દેસાઈએ તેમનાં માસી અને માતાની સ્મૃતિમાં અનુકંપા ટ્રસ્ટનું આયોજન કર્યું છે. તેઓને પસંદ એવી માનવસેવાની પ્રવૃત્તિ આ ટ્રસ્ટ કરે છે. ૧૯૬૯માં અમદાવાદમાં કોમી રમખાણ થયાં તે વખતે આપત્તિગ્રસ્ત લોકોને તાત્કાલિક સહાય આપવા અમદાવાદમાં સભા યોજી હતી. તેમાંથી “શ્રી મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર સ્થપાયું. શ્રેષ્ઠીવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ, પ્રિ. આર. એલ. સંઘવી, શ્રી શુભકરણ સુરાણા વગેરે મિત્રોએ સાથે મળીને રાહતકાર્યો કર્યાં હતાં. તેમની માતાની છબી તેમના ચિત્તમાં કેવી મઢાઈ ગઈ છે. તેને આજે પણ તેઓ યાદ કરીને કહે છે, “માતા પાસેથી જીવનના અનેક પાઠો શીખવા મળ્યા. ‘ધર્મપુરાણમાં કહ્યું છે. કે “માતા સમાન કોઈ મોટો ગુરુ નથી’ તે આજે પણ અનુભવાય છે. માતાની વિદાયને ઘણો સમય થયો તેમ છતાં એના ગુણોના આકાશની ક્ષિતિજ વધુ ને વધુ વિશાળ હોવાનો અનુભવ થાય છે. ગરીબો પ્રત્યે હમદર્દી, કુટુંબ માટે લાગણી. પટેલોની વસ્તીવાળા માદલપુરમાં રહેતા ત્યારે ઘણાં લોકો મારી બાનાં શુકન લઈને બહાર જતાં. પિતાનું અવસાન થયું ત્યારે હિંમત તેમણે જ મને આપેલી. તેમણે માતાને મહાન ‘ગુરુ' કહી છે. આમ માતાનું સ્મરણ તેમના જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. આમાંથી જ ક્ષિતિજનો વિસ્તાર થયો અને દેશ-વિદેશમાં તેમને ખ્યાતિ પ્રાપ્ત થઈ. પર્યુષણમાં આંતરરાષ્ટ્રીય પરિષદોમાં અમદાવાદથી માંડીને યુનાઇટેડ નેશન્સના ચંપલ સુધી તેઓ વ્યાખ્યાનો આપવા જાય છે. સામાજિક અને સાહિત્યિક સંસ્થાઓમાં તેઓ સક્રિયપણે કાર્યરત છે. ગમે તે મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને તેઓ કાર્ય કરે છે. કદાચ તેમને મુશ્કેલીઓનો સામનો કરવાની ફાવટ આવી ગઈ છે. ‘આઇકૅર ફાઉન્ડેશન” નામની સંસ્થા આંખોના રોગો અંગે પ્રિવેન્શનનું કામ કરે છે. અત્યંત ગરીબ, પછાત અને સેવાભાવી સંસ્થાઓ પણ જ્યાં પહોંચી શકતી નહોય, તેવાં નાનાં ગામડાંઓમાં આ સંસ્થા કાર્ય કરે છે. તેના ડાયરે ટર તરીકે પ્રસિદ્ધ સોલિસિટર શ્રી બી. એચ. આંટિયા, ભારતના પૂર્વ ઇન્કમટૅક્ષ કમિશનર એચ. સી. પારખ, મુંબઈના અંડવોકેટ રસિકભાઈ દોશી, આશાપુરા માઇન કેમના શ્રી નવનીતભાઈ શાહ વગેરે વડીલોની સાથે તેઓ કાર્ય કરી રહ્યા છે. અજમેર-દહાણુ વગેરે જગ્યાએ આ સંસ્થાએ કાર્ય કર્યું છે. એ આંખોની તપાસ માત્ર નથી કરતી, જરૂર પડે ઑપરેશન અંગે ગોઠવણ કરે છે અને ચશ્માં પણ કઢાવી આપે છે. આ સંસ્થા મુંબઈથી કાર્યરત છે. એના આંતરરાષ્ટ્રીય ડાયરે ટર તરીકે શ્રી કુમારપાળ દેસાઈ કામગીરી સંભાળે છે. અક્ષરના યાત્રી સંસા ૧૩0

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88