________________
પરિસ્થિતિમાં પરિવર્તન આવે છે અને મૂલ્યો બદલાતાં રહે છે. આ સમયે કુશળ લેખક પોતાની આગવી ઇમેજ રચીને વાચકોને સતત આકર્ષતો રહે છે.
પ્રત્યેક સમયની અમુક તાસીર હોય છે અને પત્રકારે એની તાસીરને ઓળખીને ચાલવું પડે છે. છેક ૧૯૭૦થી અને તેની પહેલાં ૧૯૬૨થી પત્રકારત્વ ક્ષેત્રે લેખન કરતા કુમારપાળ દેસાઈએ પોતાની કલમનું કામણ જાળવ્યું છે. આ માટે વખતોવખત વિષયો અને શૈલીમાં પરિવર્તન આણ્યું છે. વળી, એમનું લેખન પણ એવું છે કે જે આજના મનોરંજનલક્ષી પત્રકારત્વથી અળગું રહીને રચનાત્મક, ભાવનાલક્ષી તથા જીવનઘડતરલક્ષી રહ્યું છે. આટલાં વર્ષો સુધી એકધારી રીતે અને તે પણ એકેય કૉલમ પડયા વિના નિયમિત કૉલમ-લેખન એ સ્વયં એક ભગીરથ પુરુષાર્થ છે. માત્ર અફસોસ એ વાતનો રહે કે કૉલમ સ્વરૂપે પ્રગટ થયેલાં એમનાં લખાણો ભાગ્યે જ ગ્રંથરૂપે મળે છે.
૧૪
gિle રમતાં શીખો.
હતી,
નક્ષના યાત્રી
11