Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 65
________________ દેસાઈની વેદના જોઈને ચોથો હપતો મોકલ્યા બાદ એમનાં માતુશ્રીએ કહ્યું, “જા, જઈને શાંતિકાકા(“ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહ)ને કહી આવે કે બીજા કોઈ સાક્ષરને આ કૉલમ સોંપે.” કુમારપાળ દેસાઈ ‘ગુજરાત સમાચાર'ના તંત્રી શ્રી શાંતિલાલ શાહને મળવા ગયા અને હવે પછી આ કૉલમ શ્રી અમૃતલાલ યાજ્ઞિક જેવા મૂલ્યલક્ષી લેખક પાસે લખાવવાનું સૂચન કર્યું અને સાથે કહ્યું કે અજયભિખુ જેવો વિશાળ અનુભવ મારી પાસે નથી કે નથી એમના જેવી ગછટા.” આ સમયે શ્રી શાંતિલાલે કહ્યું કે, “આ વખતે તો કૉલમના શીર્ષક સાથે તારું નામ પણ મૂકી દીધું છે. આવતીકાલે એ પ્રગટ થશે. આમાં હવે કશો ફેરફાર નહીં થાય.” આ રીતે શ્રી શાંતિલાલ શાહની પ્રેરણાને કારણે આ કૉલમ સતત ચાલુ રહી. આ જ રીતે ગુજરાત સમાચાર'ના લેખક શ્રી ગુણવંતરાય આચાર્યનાં પુત્રી વર્ષાબહેન અડાલજાને પણ શાંતિલાલે લખવા માટે આગ્રહ કર્યો હતો. કહ્યું કે, કશું ન લખ્યું હોય, તો સમાચાર લખીને મોકલ,'' આમાંથી આપણને વર્ષ અડાલજા જેવાં કુશળ નવલ કથા અને નવલિકાનાં સર્જક મળ્યાં. શ્રી શાંતિલાલ શાહ પાસે વ્ય િતની સુષુપ્ત લેખનશ*િ તને પ્રગટ કરાવવાની અનોખી સૂઝ હતી. ૧૯૭૦થી “ઈંટ અને ઇમારત’ કૉલમ આજ સુધી પ્રગટ થાય છે. પિતા જેટલી જ સફળતા તેમને પણ મળી છે. બાપ કરતાં બેટા સવાયા' હોય એવી કહેવત આપણે ત્યાં પ્રચલિત છે. તે કુમારપાળ દેસાઈના સંદર્ભમાં સર્વથા યોગ્ય લાગે. ઈંટ અને ઇમારતમાં ધર્મ, રાજકારણ, સમાજ ઉપરાંત ઇતિહાસ, અને ચરિત્રને કુમારપાળ દેસાઈએ સ્થાન આપ્યું છે. એમાં તેઓ ‘આજની વાત' એ શીર્ષકથી સાંપ્રત સમાજમાં બનતી ઘટનાઓ ઉપર કટાક્ષ આલેખે છે. કુમારપાળ દેસાઈએ પત્રકારત્વક્ષેત્રે પદાર્પણ કર્યું રમત-સમીક્ષક તરીકે. ક્રિકેટમાં તેમને ખૂબ જ રસ. પરિણામે તેમણે ક્રિકેટરો વિશે માહિતી એકત્રિત કરવા માંડી અને તે વિશે રસપ્રદ લેખો લખ્યા. તેમને ક્રિકેટનું કામણ કેવું હતું તે શ્રી શાહબુદ્દીન રાઠોડ તેમના વિશે લખે છે : હું ત્યારે મ્યુનિસિપલ હાઇસ્કૂલમાં આચાર્ય હતો. આ તકનો લાભ લઈ મેં તેમને શાળામાં ક્રિકેટ પર એક પ્રવચન આપવા વિનંતી કરી, આખા ગામના ક્રિકેટના શોખીન એકત્રિત થયા. તેમણે ઇંગ્લેન્ડમાં ક્રિકેટની થયેલ શરૂઆતથી લઈ અનેક અભ્યાસપૂર્ણ બાબતો રજૂ કરી. વધુમાં વધુ રન, વધુમાં વધુ વિકેટો, ઝીરો રનમાં આઉટ થનાર, ૯૯ રને આઉટ થનાર, પ્રથમ જ ટેસ્ટમાં સદી નોંધાવનાર, છેલ્લો બૉલ, છેલ્લી વિકેટ, છેલ્લી મિનિટ અને બંને ટીમનો એક જ સરખો સ્કોર - આવી અનેક રસપ્રદ વિગતો રજૂ કરી તેમણે ક્રિકેટના અભ્યાસીઓને ખુશ કરી દીધા.** આમ તેમણે ઘણા સમય સુધી ‘ગુજરાત સમાચાર'માં રમતનું મેદાન” કોલમ લખીને માત્ર ક્રિકેટની જ વાતો નહિ, પણ ચેસ, ટેનિસ અને હોંકી જેવી રમતો વિશે પણ રસપ્રદ માહિતી આલેખી છે. જો કે એ પછી વિદેશ પ્રવાસોને કારણે આ કૉલમમાં અદ્યતન માહિતી આપવાનું મુશ્કેલ જણાતાં આ કોલમ બંધ કરી. પરંતુ અવકાશે તેઓ આ વિષય પર પારિજાતનો પરિસંવાદ' જેવા કૉલમમાં લખતા રહે છે. ‘ગુજરાત સમાચાર'ની બુધવારની પૂર્તિમાં ‘ઝાકળ બન્યું મોતી’ એ કૉલમ પણ એટલી જ લોકપ્રિય છે. આમાં જીવનપ્રેરક માર્મિક પ્રસંગ તેઓ આલેખે છે. એ જ રીતે દર રવિવારે “પારિજાતનો પરિસંવાદ' એ કૉલમ પણ ‘ગુજરાત સમાચાર'માં નિયમિત રૂપે પ્રગટ થાય છે. એનું વિષયવૈવિધ્ય તરત ધ્યાન ખેંચે છે. ખાસ કરીને પ્રસંગો, ચરિત્રો, જીવનબોધની વાત, સાહિત્યના મૂલ્યની વાત, તેમણે કરેલા પ્રવાસ દરમ્યાનનો યાદગાર પ્રસંગ, રમતક્ષેત્રની ઘટના – વૈજ્ઞાનિક સંશોધનો – આવા જુદા જુદા વિષયો પર તેઓ લખે છે. તેમાં મનઝરૂખો નામની કૉલમમાં વિદેશની કોઈ વ્ય િતનો પ્રેરક પ્રસંગ એના જીવનની માહિતી સાથે આલેખે છે તો ક્ષણનો સાક્ષાત્કાર'માં કોઈ એક વિચાર કે ચિંતનને લાક્ષણિક ઢબે રજૂ કરે છે. ‘આકાશની ઓળખ' એ એમની ‘ગુજરાત સમાચાર'માં ધર્મની વ્યાપકતા દર્શાવતી કૉલમ છે. શ્રી કુમારપાળ દેસાઈ જૈનદર્શનના જ્ઞાતા અને અભ્યાસી છે એટલે સ્વાભાવિક રીતે એમાં જૈનદર્શનની ઘટનાઓ અને સંશોધનો આવે છે. તે ઉપરાંત ઉપનિષદ, રામાયણ, શ્રીમદ્ ભગવદ્ગીતા, મહાભારત જેવા ગ્રંથો વિશે કે ભગવાન બુદ્ધ. વિવેકાનંદ, શ્રીઅરવિંદ જેવી વિભૂતિઓ વિશે પણ લેખો મળે છે. તેમાં તેમનાં જીવનનાં તત્વજ્ઞાનની વાત હોય, પણ તે એટલી સરળતાથી લખાઈ હોય કે તે મહાન યોગીઓના જીવનની પ્રેરક ઘટનાઓથી સામાન્ય માણસ પણ તેનો બોધ પોતાના જીવનમાં ઉતારી શકે. વળી ધર્મને વર્તમાન સંદર્ભમાં સાંકળીને એની પ્રસ્તુતતા સાથે દર્શાવવાનો પ્રયાસ કરે છે, આથી "ધર્મ અને મૅનેજમેન્ટ" કે “ભગવદ્ગીતા અને હૃદયરોગ' જેવા વિષયો પર પણ એમના લેખો મળે છે. એક વખત તેમણે એમના પ્રવચનમાં એમ કહેલું કે, “મને સ્વપ્નાંઓ જોવાની અમરના યાત્રી પત્રકાર 11. પ

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88