________________
Role of Wornen in Jain Religiorn નામની અંગ્રેજી પુસ્તિકામાં ૧૯૯૯માં દક્ષિણ આફ્રિકાના કેપટાઉન શહેરમાં યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં અપાયેલ પ્રવચન છે. પ્રત્યેક ધર્મમાં સ્ત્રીઓને કેવું સ્થાન અને દરજ્જો મળ્યાં છે તે વિશે આ વિશ્વધર્મ પરિષદમાં ભિન્ન ભિન્ન ધર્મના વિચારકો અને સંતોએ પોતાના મંતવ્યો પ્રગટ કર્યા હતાં. એ સંદર્ભમાં કુમારપાળ દેસાઈએ જૈન ધર્મની દૃષ્ટિએ એક પ્રાચીન સમયથી અર્વાચીનકાળ સુધી સ્ત્રીઓને કેવું સ્થાન મળ્યું છે તેની ચર્ચા કરી હતી. અતિ પ્રાચીનકાળમાં થયેલા અતિ પ્રાચીન તીર્થંકર • ભષદેવની બ્રાહ્મી અને સુંદરીએ એ બે પુત્રીઓની વાત કરી હતી. ચૌદ ભાષાઓની જાણનાર બ્રાહ્મીએ અત્યંત જૂની એવી બ્રાહ્મી લિપિ આપી અને સુંદરીએ રાંધણકલા, નૃત્યકલા જેવી ૮૪ કળાઓ શીખવી. સામાન્ય રીતે સ્ત્રીઓ સર્વોચ્ચ આધ્યાત્મિક સ્થાને જોવા મળતી નથી, જ્યારે જૈન ધર્મોમાં શ્વેતાંબર ધર્મની માન્યતા પ્રમાણે તીર્થંકર મલ્લિનાથ એ મલ્લિકુમારી નામનાં રાજકુમારી હતાં. જૈન સાધ્વીને પોતાની રીતે આધ્યાત્મિક જીવન જીવવાનું પૂર્ણ સ્વાતંત્ર્ય છે તે વાત દર્શાવી હતી અને દારૂ જેવાં વ્યસનોના અભાવને કારણે સ્ત્રીઓની સ્થિતિ પ્રમાણમાં આદરપાત્ર રહી. આ રીતે આ પુસ્તિકામાં જૈન ધર્મમાં સ્ત્રીના સ્થાન વિશે ચર્ચા કરવામાં આવી છે.
૧૯૯૮માં પ્રગટ થયેલું “Glory of Jainism' પુસ્તક કુમારપાળ દેસાઈનું એક મહત્ત્વપૂર્ણ પુસ્તક બની રહ્યું. આ ગ્રંથમાં જૈન સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓનાં ૧૧૪ જેટલાં ચરિત્રો આલેખવામાં આવ્યાં. શ્રી અશોક શહા ‘પદ્મપુત્રનાં સુંદર | ચિત્રોની સામે પ્રત્યેક ચરિત્ર આપવામાં આવ્યું છે. આ ચરિત્રોમાં જૈન ઇતિહાસમાં થયેલા સાધુઓનાં જીવન અને સર્જનની, સાધ્વીઓની વિદ્વત્તાની, શ્રાવકોની વીરતા અને ઉદારતાની તેમજ શ્રાવિકાઓની ગૌરવભરી ચરિત્રગાથા નિરૂપવામાં આવી છે. વિદેશમાં ચાલતા જૈનદર્શનના અભ્યાસનાં કેન્દ્રોમાં આ પુસ્તક અત્યંત ઉપયોગી બની રહ્યું છે અને એ દ્વારા વ્યાપક સમાજને પણ આ ધર્મમાં થયેલી મહાન વ્ય િતઓનો તાદૃશ પરિચય મળે છે. આમાં લેખકની સંક્ષિપ્તમાં ચરિત્ર વિષયના ગુણો ઉપસાવવાની કુશળતાનો પરિચય થાય છે, તો એની સાથોસાથ જૈન ધર્મના તમામ સંપ્રદાયો અને ફિરકાઓમાંથી પસંદ કરેલાં ચરિત્રો હોવાથી એ સહુ કોઈને ઉપયોગી બની રહ્યાં છે. સાંપ્રદાયિકતાના સીમાડામાં બંધાઈ જવાને બદલે વ્યાપક દૃષ્ટિએ થયેલું ચરિત્રોનું આ ચયન ધ્યાન ખેંચે છે.
શ્રીમદ્ રાજચંદ્રના પ્રેરણાદાયી જીવનને દર્શાવતું ‘A Pinnacle of spirituality” (ઈ. સ. ૨૦00) ગ્રંથ આ વિષયનો એક મહત્ત્વનો ગ્રંથ બની રહ્યો. આની પૂર્વે શ્રી
દિગીશ મહેતા જેવા વિદ્વાને શ્રીમદ્ રાજચંદ્રનું ચરિત્ર સુંદર રીતે અંગ્રેજીમાં આલેખ્યું છે, પરંતુ આ ગ્રંથનો જેટલો વ્યાપ અને વિસ્તૃત જીવનદર્શન છે તે તેમાં મળતાં નથી. આ ગ્રંથમાં શ્રીમના સચિત્ર જીવનપ્રસંગો આપવાની સાથોસાથ એમના વિશે મહાત્મા ગાંધીએ કરેલાં લખાણો અને આપેલાં વ• તવ્યોનો સમાવેશ કર્યો છે. શ્રી રાજસોભાગ સત્સંગ મંડળ (સાયલા) દ્વારા પ્રકાશિત આ પુસ્તક શ્રીમદ્ રાજચંદ્રના જીવન વિશેનું એક મૂલ્યવાન પુસ્તક બની રહ્યું. એ પછી કેટલીક પુસ્તિકાઓ મળે છે, જેમાં ‘Essence of Jainism માં જૈન ધર્મના મહત્ત્વના સિદ્ધાંતોનો પરિચય આપવામાં આવ્યો છે, તો "The Value and Heritage of Jain Religion માં અહિંસા, અનેકાંત, અપરિગ્રહ વગેરેની વાત કરીને ભારતીય સંસ્કૃતિમાં જૈન ધર્મના યોગદાનની ચર્ચા કરી છે. ‘Role of Women in Jain Religion' પુસ્તકમાં જૈન ધર્મમાં સ્ત્રીઓને કેવું સ્થાન આપવામાં આવ્યું છે તેની વાત મળે છે. જૈન ધર્મમાં સ્ત્રીસ્વાતંત્ર્યનો તીર્થ કર • ષભદેવના સમયથી મહિમા જોવા મળે છે અને તેથી ઉદાહરણો દ્વારા જૈન ધર્મની વિશિષ્ટ એવી નારીસ્વાતંત્ર્ય અને નારીમુ િતની ભાવના દર્શાવી છે. "The Timeless Message of Bhagwan Mahavir'માં મહાવીરના ઉપદેશોનું વિગતે વર્ણન કરવાની સાથોસાથ એની વર્તમાન સમયમાં કેવી ઉપયોગિતા છે તે દર્શાવ્યું છે. 'Vegetarianism' એ માત્ર સોળ પાનાંની પુસ્તિકા હોવા છતાં શાકાહાર વિશે થયેલી માર્મિક ચર્ચા આમાં આલેખાઈ છે. હૉટલની મુખ્ય સંચાલિકા સ્ટેલા મારિયા અને એના બે મિત્રો પૉલ અને જેની સાથેની ચર્ચા મળે છે. આમાં પોલ આક્રમક રીતે માંસાહારની તરફેણમાં દલીલ કરે છે અને એ દલીલોના યોગ્ય ઉત્તર આપવામાં આવ્યા છે અને એ દૃષ્ટિએ આ એક ભિન્ન પ્રકારની સંવાદાત્મક પુસ્તિકા છે. એ પછી ૨૦૦૨માં CHICLA Journey of Ahimsa (From Bhagwan Mahavir to Mahatma Gandhi) પુસ્તકમાં ભગવાન મહાવીરની અહિંસાની વિભાવનાની ચર્ચા કરીને એમની પૂર્વે થયેલા તીર્થંકરોએ કરેલા અહિંસાના મહિમાની વાત કરી છે. એ પછી જગદ્ગુરુ હીરવિજયસૂરિજી, કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય, મોતીશા શેઠ જેવાનાં જીવનના અહિંસક પ્રસંગો દર્શાવીને મહાત્મા ગાંધીજીની અહિંસાની ચર્ચા કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન્સના ચેપલમાં આપેલા વ• તવ્યનો આ ટૂંકસાર છે. એ પછી usulat al 'Our life in the context of five Anuvrats and Anekantwad' પુસ્તકમાં જૈન ધર્મનાં પાંચ અણુવ્રતો અને અનેકાંતવાદની ચર્ચા કરવામાં આવી છે, તો 'Influence of Jainism on Mahatma Gandhi'(૨૦૦૨)માં ગાંધીજી પર
અક્ષરના યાત્રી
અંગ્રેજી પુસ્તકો
10.
૧૩