Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 58
________________ ભગવાન મહાવીરના જીવન અને સંદેશને સચિત્ર રૂપે, આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વરૂપ આપીને અંગ્રેજી વાચકો સમક્ષ રજૂ કરવાનું કુમારપાળનું સ્વપ્ન હતું, જે એમના પુસ્તક Tirthankara Mahavir રૂપે ૨૦૦૩ની સાલમાં સાકાર થયું. તીર્થસ્થાનોના સુંદર ફોટા, પ્રાચીન હસ્તપ્રતોમાંથી બહુરંગી પ્લેટ્સ તેમજ કલાત્મક અને આકર્ષક સજાવટથી Tirthankara Mahavir પુસ્તક અનેરી ભાત પાડે છે. ભાષાનું લાલિત્ય, રસ અને વિષયની માવજત, કાળજીભર્યું અને અધિકૃત સંશોધન, સુરુચિપૂર્ણ લે-આઉટ અને મુદ્રા, અવતરણો અને કલાત્મક ચિત્રો, આકર્ષક ઉઠાવ અને બાંધણી, એમ દરેક રીતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાના પુસ્તકની ટક્કર ઝીલે તેવું અદ્ભુત પુસ્તક Tirthankara Mahavir એમની અડધી સદીની સાહિત્યસેવાનું સર્વોચ્ચ શિખર છે. અને સાથે સાથે ભગવાન મહાવીર પ્રત્યેની એમની ભિ ત, પ્રેમ અને સમર્પણનું ચરમબિંદુ છે. - હર્ષદ દોશી હા 51 જૈનદર્શનનાં વ્યાપક તત્ત્વોનો આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસાર કરવામાં કુમારપાળ દેસાઈનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. પર્યુષણ સમયની વિદેશમાં ચાલતી એમની વ્યાખ્યાનમાળાઓ હોય, યુનાઇટેડ નેશન્સના ચંપલમાં એમનું વ• તવ્ય હોય કે પછી અમેરિકાના જૈન સેન્ટરોના ફૅડરેશન ‘જૈના’માં એમનું પ્રવચન હોય આ બધા પ્રસંગોએ એમણે જૈનદર્શન વિશે પ્રવચનો આપ્યાં છે. આ ઉપરાંત પણ એમણે જૈનદર્શન અંગે કેટલાક મહત્ત્વના ગ્રંથોનું સર્જન કર્યું છે જેમાં ‘Glory of Jainism', “A Pinnacle of Spirituality” અને “Tirthankara Mahavir જેવાં પુસ્તકો મહત્ત્વનાં છે. જૈનદર્શન વિશેના પુસ્તકલેખનનો પ્રારંભ થયો ૧૯૮૮માં ‘Stories from Jainism' દ્વારા. આ પુસ્તકમાં જૈન ધર્મની માર્મિક કથાઓનું આલેખન કરવામાં આવ્યું અને લંડનમાં વસતા શ્રી વિનોદ કપાસીએ જ્ઞાનમંદિર ટ્રસ્ટ દ્વારા એનું સુંદર રીતે પ્રકાશન કર્યું હતું. આ પુસ્તકની કથાઓ બ્રિટનની નિશાળોમાં ચાલતા જૈન ધર્મના અભ્યાસક્રમમાં પણ સામેલ થઈ છે. એ પછી ૧૯૯૦માં ‘ભગવાન મહાવીર’નું બાળકો માટેનું સચિત્ર ચરિત્ર આલેખતું પુસ્તક અંગ્રેજીમાં પ્રકાશિત કર્યું. અનડા બુક ડીપો દ્વારા પ્રકાશિત થયેલા અને શ્રી રજની વ્યાસનાં કલામય ચિત્રો ધરાવતા આ પુસ્તકની ઘણી આવૃત્તિો થઈ. એવી જ રીતે ભગવાન મહાવીરના જીવન અને સંદેશને આલેખતું Non-Violence : A Way of Life' (૧૯૯૦) પ્રગટ થયું. આ પુસ્તકમાં ચાલીસેક પૃષ્ઠોમાં ભગવાન મહારવીનું જીવન અને એમનો સંદેશ આલેખવામાં આવ્યાં. એ પછી જૈન ધર્મની મહત્ત્વની ભાવના ક્ષમાપના વિશે ‘Kshamapana’ નામે ૧૯૯૦માં પુસ્તિકા પ્રગટ થઈ. આમાં ક્ષમાની ભાવના દર્શાવવાની સાથોસાથ જૈનદર્શનમાં એનું કઈ રીતે મહત્ત્વ કરવામાં આવ્યું છે તે સમજાવીને એની અન્ય ધર્મોમાં આલેખાયેલી ક્ષમાની ભાવના સાથે તુલનાત્મક ચર્ચા કરી છે. અંગ્રેજી પુસ્તકો ૧૦૧

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88