________________
કુમારપાળ દેસાઈનાં હિંદી પુસ્તકો જોઈએ તો કેન્દ્રીય સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત T૨તીય સત્ર જે નિર્માતા : આનંજયન’ પુસ્તકમાં પ્રસિદ્ધ જૈન કવિ આનંદધનનાં જીવન, કવન તથા એમની પદરચનાઓ તથા સ્તવનરચનાઓની વિશેષતાઓ દર્શાવેલ પુસ્તક છે. આ પુસ્તકમાં આનંદધનનો જૈન પરંપરા સાથેનો સંબંધ તો દર્શાવ્યો જ છે, પરંતુ એથીય વિશેષ યોગી આનંદઘન અને ઉપાધ્યાય યશોવિજયની કાવ્યાત્મકતાનો તુલનાત્મક અભ્યાસ કર્યો છે. આ પુસ્તકમાં આનંદઘનની કાવ્યરચનાઓ સાથે લેખ કે કબીર, મીરાં અને અખાના સંદર્ભમાં કરેલી તુલના વિશેષ ધ્યાન ખેંચે છે. હિંદી અને ગુજરાતી સાહિત્યમાં આનંદઘન વિશે કેટલાક વિવેચનગ્રંથો લખાયા છે, પરંતુ • યાંય કોઈ વિવેચકે કોઈ જૈનેતર કવિ સાથે એમનો તુલનાત્મક અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો નથી, જે અહીં જોવા મળે છે.
આનંદધનનાં સ્તવનો એમના યોગમય અનુભવપૂર્ણ વિચાર, નૈસર્ગિક લાઘવયુ ત વાણી અને તત્ત્વવિચારને લીધે જૈન પરંપરામાં આગવું સ્થાન ધરાવે છે: તો એમનાં પદોમાં ધર્મસંવેદનાનો કવિત્વમય ઉછાળ, ભાવપૂર્ણ વાણી અને અંતરના ઉલ્લાસથી ભરપૂર અનુભૂતિ મળે છે. લેખકે એમની વિવેચનામાં આ વિશેષતાઓ દર્શાવવાનો સફળ પ્રયત્ન કર્યો છે.
એ પછીનું કુમારપાળ દેસાઈનું બીજું હિંદી પુસ્તક 'અrf-1 તન, અદિન મન છે, જેની ચાર વર્ષમાં ત્રણ આવૃત્તિ પ્રગટ થઈ છે. હિંદી સાહિત્ય જગતમાં આ પ્રકારનું પુસ્તક મળતું નથી, જેમાં વિકલાંગ વ્ય િતઓએ દાખવેલાં પરાક્રમોની કથા હોય. એના પ્રારંભે સમર્થ રમતવીર અને ખ્રિસ્તી પાદરી બોબ રિચાઝનું એક વા• ય ટાં• યું 89. "The essential thing in life is not in the conquering, but in the fight.si
વિપુછે
એક પ્રતિભા કેટલાંક ક્ષેત્રોમાં ગતિ કરે એ જોવું હોય તો કુમારપાળ દેસાઈએ હિંદીમાં લખેલાં પુસ્તકો જોવાં જોઈએ. આમાં ક્રિકેટના કસબની સૂક્ષ્મ ચર્ચા કરતા એમનાં પુસ્તકો ક્રિકેટ-સમીક્ષક તરીકેની એમની ક્ષમતાનો પરિચય આપે છે, તો કપ-1 તન, મંડળ મન' અત્યંત પ્રવાહી શૈલીમાં આલેખાયેલું છે. આ રથન” વિશેનું એમનું વિવેચનાત્મક પુસ્તક કે *TY/વીન -yવર : વિશેનું એમનું પરિચયાત્મક પુસ્તક આ ક્ષેત્રના અભ્યાસીઓને માટે અત્યંત મૂલ્યવાન બની રહ્યું છે.
- શેખરચંદ્ર જૈન ક