________________
થઈ સાઠ પૂરાં કરે છે અને એકસઠના એકડામાં પ્રવેશ કરે છે. ગુજરાતી સાહિત્યનાં એ અહોભાગ્ય છે. એમણે સેંકડો પુસ્તકો લખી નાખ્યાં છે. તેમ હજી સેંકડો લખી નાખે અને બીજાં સાથ વરસથી પણ અધિક સમય લગી એમની કમનીય કલમ એમના અંતરની અખૂટ જ્ઞાનગંગાનો જ્ઞાનપ્રવાહ વહાવતી રહે એ જ પ્રાર્થના !”
જયભિખ્ખુ માટે અને તેમણે રચેલાં સાહિત્ય માટે લોકોને કેટલો આદર છે તે આમાંથી નજરે ચઢે છે.
પાછળના ભાગમાં શ્રી જયભિખ્ખુને અપાયેલી અંજલિઓના લેખો છે. એક સાહિત્યકાર જે ૬૨ વર્ષની ઉંમરે અવસાન પામે તે લોકોમાં કેટલી બધી ચાહના
પામેલા છે તે આ ગ્રંથમાં લખાયેલા લેખો ઉપરથી સમજાશે. શ્રી જયભિખ્ખુના વિશેષ
અભ્યાસ માટે આ ગ્રંથ નોંધપાત્ર ગણાય તેવો છે.
‘સૌહાર્દ અને સહૃદયતા’ એ પ્રો. આર. યુ. જાની સાથે કરેલું સંપાદન છે. કુમારપાળ દેસાઈને પ્રો. અનંતરાય મ. રાવળ પાસેથી પણ વિદ્યા પ્રાપ્ત થવાનો યોગ સાંપડ્યો હતો. પ્રો. અનંતરાય રાવળને ગુજરાતી સાહિત્યમાં તેમણે કરેલાં વિવેચનોને પરિણામે યાદ કરીએ છીએ. તેમણે જે વિવેચનસંગ્રહો આપ્યા તેમાંથી થોડાક ચૂંટીને આ પુસ્તકમાં મૂકવામાં આવ્યા છે.
ગુજરાત સાહિત્ય અકાદમીની એક પ્રવૃત્તિ તે કોઈ સર્જક કે વિવેચકના સમગ્ર સાહિત્યની કૃતિઓ આપવી. તે અંતર્ગત ચંદ્રવદન મહેતાની સમગ્ર નાટ્યકૃતિઓ’ના પાંચ ભાગ અકાદમી તરફથી પ્રગટ થયા છે. કુમારપાળ દેસાઈએ એ ખંડ ભોળાભાઈ પટેલ અને અરુણભાઈ શ્રોફ સાથે રહીને પ્રગટ કર્યા છે. તેમનાં સમગ્ર નાટ્યસાહિત્યને જુદા જુદા ખંડોમાં એકાંકી, દ્વિઅંકી, ત્રિઅંકી, રેડિયોરૂપકો એ રીતે તારવીને સમગ્ર નાટકો પ્રગટ કર્યાં છે. દરેક નાટકની નીચે તે કઈ આવૃત્તિમાંથી લીધું છે તેની નોંધ મૂકી છે. નાટકો પ્રસિદ્ધ કરવા માટે સંપાદકોએ ઘણી જહેમત ઉઠાવી છે પણ તે એકસાથે પ્રાપ્ત થાય છે તેનો આનંદ પણ છે.
આ રીતે સાહિત્ય, પત્રકારત્વ, તત્ત્વજ્ઞાન અને સર્જકલક્ષી સંપાદનો કુમારપાળ
દેસાઈ પાસેથી મળે છે.
અક્ષરના યાત્રી
૯૪
आनंदघन
अपाहिज तन
अडिग मन
-b
भगवान महावीर
अश
भारतीय
delp
૧૦
હિન્દી પુસ્તકો
lfvE विश्वविक्रम