________________
ભગવાન મહાવીરના ૨૭ ભવ, પરિવારનો પરિચય, સ્થૂલકાલ નિર્ણય, સૂક્ષ્મકાલ નિર્ણય, વિહાર અને વર્ષોવાસ, શ્રમણ ભગવાન મહાવીરનાં પાંચ કલ્યાણકો, સાડાબાર વર્ષની ઉગ્ર તપસ્યા, દીર્ઘ તપસ્વી પ્રભુ મહાવીર, પ્રભુ મહાવીરનો પરિવાર, ભગવાન મહાવીરના ભ• ત રાજવીઓ અને ભગવાન મહાવીરના જીવનની ઝલક મૂકી આપ્યાં છે. કોઈ પણ અભ્યાસુને ઉપયોગી થાય તેવી માહિતી અહીં આલેખાયેલી છે.
કુમારપાળ દેસાઈએ સંપાદિત કરેલા ‘શંખેશ્વર મહાતીર્થ’ પુસ્તકના પ્રારંભમાં તીર્થ વિશેનો મહિમા સમજાવ્યો છે. જે તારે તે તીર્થ અથવા જેનાથી તરીને સામે કિનારે પહોંચાય તેનું નામ તીર્થ.’ તીર્થ કેવા હોય ! તેની ઉત્પત્તિની ગાથા, તેનો ઇતિહાસ આ બધાં વિશે વિસ્તૃત માહિતી આપતાં પ્રકરણો મૂકેલાં છે. આ મૂળ પુસ્તક મુનિરાજશ્રી જયંતવિજયજીએ લખેલું છે. ચમત્કાર' એવા પ્રકરણમાં શંખેશ્વર પાર્શ્વનાથના ચમત્કારો વિશેના ઉલ્લેખો અહીં મૂ• યા છે. શંખેશ્વરનો મહિમા કેવી રીતે વધ્યો તે હકીકત તેમણે નાગપુરના સુભટ શાહના પ્રસંગ દ્વારા વર્ણવ્યો છે. ‘ચમત્કાર’ પ્રકરણના અંતમાં જયભિખ્ખુની શંખેશ્વર પ્રતિ કેવી ભ િત હતી તેની વાત સરસ રીતે કરી છે. જયભિખ્ખુની અંતિમ ઇચ્છા શંખેશ્વર મહાતીર્થનું પુસ્તક કરવાની હતી. છેલ્લી ઘડી સુધી તેમણે તે પુસ્તકનું કામ કર્યું અને નોંધ્યું છે : “જે વ્યતિનું ચિત્ત ધર્મ અને ઈશ્વરમાં લીન હોય છે તેનું મૃત્યુ પણ પવિત્ર હોય છે.’ આ પણ જાણે કે એક ચમત્કાર જ થયો. તેમણે દરેક પ્રકરણની શરૂઆતમાં તીર્થ, દેવ વિશે સરસ સમજૂતી આપી છે. જ્યાં અધિષ્ઠાયક દેવોનું સાંનિધ્ય છે તે અધિક મહિમાવંતું છે. શંખેશ્વર તીર્થની યાત્રા. તેનો જીર્ણોદ્ધાર, તેની સ્થિતિ કેવી હતી તે બધી જ વિગતો અહીં સાંપડે છે. શંખેશ્વર મહાતીર્થનો સંપૂર્ણ મહિમા અહીં આલેખાયો છે. અંતમાં શંખેશ્વર પાર્શ્વનાથપ્રભુના ચૈત્યવંદનો અને સ્તવનો મૂ યાં છે. સંશોધક તરીકેની તેમની સૂઝ એવી સરસ છે કે શંખેશ્વર તીર્થની વાત તો આવે જ, પણ સાથે-સાથે આજુબાજુનાં ગામો, રસ્તાઓ, શિલાલેખો, જે ચિત્રની પ્લેટો મૂકી છે તેનું ગુજરાતી ભાષાંતર, શંખેશ્વર ગામની વાત – આ બધું જ સંશોધક કેવી રીતે સંશોધન કરી શકે છે તેના પુરાવા માટે પૂરતું છે.
‘સામાયિકસૂત્ર’ નામની પુસ્તિકામાં કુમારપાળ દેસાઈએ આ ધર્મક્રિયાનું હાર્દ
પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે. સામાયિકનો મહિમા, તેનો તાત્ત્વિક અર્થ અને તેના પ્રકારો વિશે પ્રવાહી શૈલીમાં આલેખન કર્યું છે.
મહાત્મા ગાંધીજીના જીવન પર શ્રીમદ્ રાજચંદ્રનો ઘણો પ્રભાવ હતો. મહાત્મા ગાંધીજીએ એમની પાસેથી આધ્યાત્મિક માર્ગદર્શન મેળવ્યું હતું. આ વિષયમાં એક અક્ષરના યાત્રી
ep
સર્વગ્રાહી પુસ્તક શ્રીમદ્ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી' કુમારપાળ દેસાઈ પાસેથી મળે છે. આમાં ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્ર બંને પરસ્પર કેવી રીતે પરિચયમાં આવ્યા. ગાંધીજી ઉપર શ્રીમદ્ રાજચંદ્રનો પ્રભાવ કેવો હતો. શ્રીમદ્ રાજચંદ્રનાં સ્મરણો, શ્રીમદ્ રાજચંદ્રના ગાંધીજી ઉપર લખાયેલા પત્રો
આ બધું અહીં જોવા
મળે છે.
-
ગાંધીજીએ શ્રીમદ્ રાજચંદ્રના ગ્રંથો વાંચ્યા હતા. તેમના અવસાન પછી ગાંધીજી તેમના પ્રવચનમાં કહે છે.
તેઓનાં પુસ્તકો મેં વાંચ્યાં છે અને તેમણે મને સર્વોત્કૃષ્ટ શાંતિ આપી છે. જેને આત્મ-• લેશ ટાળવો છે. જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેને શ્રીમનાં લખાણોમાંથી બહુ મળી રહેશે એવો મને વિશ્વાસ છે. પછી ભલે તે હિન્દુ હોય કે અન્ય ધર્મી હો..
ત્રણ પત્રોમાં શ્રીમદ્ રાજચંદ્રે ગાંધીજીને લખેલા પત્રો છે. પ્રથમ પત્રમાં ગાંધીજીએ ૨૭ પ્રશ્નો પૂછ્યા હતા તેના ઉત્તરો તેમણે આપ્યા છે. એ જવાબોમાંથી ખ્રિસ્તી ધર્મ, મોક્ષ, ભતિ, વેદ, ગીતા વિશેની માહિતી મળે છે.
રાયચંદભાઈનાં કેટલાંક સ્મરણો’માં ધર્મ, વેપાર, શતાવધાની વગેરે વિશેનો ઉલ્લેખ છે. શ્રીમદ્ રાજચંદ્ર વિશે લખ્યું છે.
તેમની ચાલ ધીમી હતી, અને જોનારા સમજી શકે કે ચાલતાં પણ પોતે વિચારમાં ગ્રસ્ત છે. આંખમાં ચમત્કાર હતો : અત્યંત તેજસ્વી. વિહ્વળતા જરાયે ન હતી. આંખમાં એકાગ્રતા લખેલી હતી.
ચહેરો ગોળાકાર, હોઠ પાતળા, નાક અણીદાર પણ નહીં - ચપટું પણ નહીં. શરીર એકવડું, કદ મધ્યમ, વર્ણ શ્યામ, દેખાવ શાંત મૂર્તિનો હતો.
તેમના કંઠમાં એટલું બધું માધુર્ય હતું કે તેમને સાંભળતાં માણસ થાકે નહીં. ચહેરો હસમુખો ને પ્રફુલ્લિત હતો. તેની ઉપર અંતરાનંદની છાયા હતી.’
માત્ર આટલું આલેખન જ શ્રીમદ્ રાજચંદ્રજીને સમજવા માટે પૂરતું છે. તેમાંથી તેમની આંતરિક શ િતનો પરિચય મળી રહે છે. સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા. તેમાં તેમણે રાયચંદભાઈ વિશે લખ્યું છે તે પણ અહીં મુકાયેલું છે. મહાત્મા ગાંધીજીનાં વ્યાખ્યાનો’ પ્રકરણમાં ધર્મનો આધાર : આચાર, દયાધર્મ, તપસ્વી રાયચંદભાઈ, રાયચંદભાઈના સમાગમમાં વગેરે વિશે વ્યાખ્યાનો છે. પુસ્તકમાં થોડાં ચિત્રો પણ મૂ યાં છે.
સંપાદન
૯૧