________________
આખું ચરિત્ર એ શ્રી કુમારપાળ દેસાઈના કઠોર પરિશ્રમનું સુફળ છે.
- વર્તમાન સમયના ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતાની જીવનકથા ‘આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' એક અનોખી જીવનકથા છે. આ જીવનકથાનું આલેખન અત્યંત મુશ્કેલ હતું. એનું કારણ એ નહોતું કે યુ. એન. મહેતા અત્યંત નજીકના સમયના ઉદ્યોગપતિ હતા, પરંતુ એનું કારણ એ હતું કે એમના જીવનમાં આવેલા કટોકટીના પ્રસંગોનું આલેખન કોઈ પણ લેખકને માટે પડકારભર્યું બને તેમ હતું. આમાંથી કેટલીક ઘટનાઓ એવી હતી કે વ્ય િત જીવનભર એને ગુપ્ત રાખે અને એ કદી પ્રગટ થાય નહીં એમ ઇચ્છે. એમાં પણ સિદ્ધિ અને સમૃદ્ધિની ટોચે પહોંચેલી વ્ય િતના જીવનના આવા પ્રસંગો આલેખવા એ અતિ મુશ્કેલ કાર્ય ગણાય. આ ચરિત્રકથી પ્રગટ થાય એવો આશય સ્વયં ચરિત્રનાયકનો હતો અને એનું કારણ એ હતું કે કોઈ આફતોથી ઘેરાઈ ગયું હોય, નિરાશાના મહાસાગરમાં • ડે સુધી ડૂબી ગયું હોય, કોઈ “ગ” જેવી આદતના ગુલામ બન્યા હોય કે કોઈને સતત ગંભીર બીમારીઓ સામે જંગ ખેડવો પડતો હોય તો એને આ જીવન કથા વાંચીને આશાનું કિરણ મળી રહે.
આથી જ આ જીવનકથાના પ્રારંભે લેખક કુમારપાળ દેસાઈ નોંધે છે.
આ જીવનકથા એ અનેકવિધ ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરનાર ઉદ્યોગપતિની જીવનકથા નથી.
આ જીવનકથા એ પોતાના વ્યવસાયમાં સફળતાનાં એક પછી એક શિખરો બનારા માનવીના પુરુષાર્થની પ્રેરકગાથા નથી.
“આ જીવનકથા એ વિપુલ સંપત્તિનું સર્જન કરનાર કોઈ ધનવંતની કથા નથી.
“આ જીવનકથા પોતાની આસપાસ સમાજમાં દાનની ગંગા વહેવડાવનાર વ્ય િતની કથા નથી.
“આ જીવનકથા કોઈ વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યનો પાયો નાખનાર મહેનતકશની માત્ર કથા નથી.
“હા, આ જીવન કથામાં ઉપરો• તે સઘળી ગુણસમૃદ્ધિ તો છે જ, પરંતુ એ સઘળાંને વટાવી જાય એવું અદ્વિતીય માનવપરાક્રમ પણ દૃષ્ટિગોચર થશે.
“કોઈ એકલો મરજીવો વિરાટ સંસારસાગર પાર કરવા તારાવિહોણી કાળી ભમ્મર મધરાતે ભાંગી-તૂટી હોડી સાથે મઝધારમાં આમતેમ ફંગોળાતો હોવા છતાં હૈયાની અદમ્ય હિંમતથી આગળ ધપતો હોય, તેવા માનવીની આ કથા છે. એની
અક્ષરના યાત્રી
જીર્ણ-શીર્ણ નાવમાં પાણી ભરાઈ જતાં સાગરસમાધિ પામવાની દહેશત સતત એના માથે ઝળુંબતી હોય છે. • યારેક ભરતીનાં ચંડ-પ્રચંડ મોજાંથી એનું નાવ • ચે આકાશમાં ફંગોળાઈ જતું હોય છે. • યારેક ચોપાસ અંધકારમય વાતાવરણમાં તનથી દુર્બળ, મનથી મહાત અને ધનથી નિર્બળ નાવિક તોફાની દરિયાની વચ્ચેથી અપાર અને અથાગ પ્રયત્નો કરીને પોતાની નાવને સફળતાના સામે કિનારે પહોંચાડવા કોશિશ કરતો હોય, તેવા માનવીની આ કથા છે.
“પ્રજીવન એટલે જ ભરતી અને ઓટ, પણ આ એવી ચરિત્રકથા છે કે જેમાં ભરતી પછી ઓટ આવતી નથી, બલ્ક ઓટ પર ઓટ જ આવ્યા કરે છે. આફત પછી આનંદ આવતો નથી, કિંતુ આફતની વણથંભી પરંપરા ચાલ્યા કરે છે. એકાએક આવતી મુશ્કેલીનો અવરોધ એમને ક્ષણભર થોભાવી દેતો નથી, પરંતુ એક પછી એક મુશ્કેલીઓનો કાફલો આવતો રહે છે. બહારના કોઈ સાથ, સહાય કે સધિયારા વિના આ માનવી મુશ્કેલીઓ સામે લડે છે, વળી • ભા થઈને ઝઝૂમે છે. બસ, Cઝઝૂમતા જ રહે છે.”
આ ચરિત્રમાં શ્રી યુ. એન. મહેતાના જીવનમાં આવતાં ઉલ્લાસ અને વિષાદ, ભરતી અને ઓટ, સફળતા અને નિષ્ફળતા – એ બધું અહીં શબ્દપ્રત્યક્ષ થાય છે. ઉદ્યોગ સ્થાપવામાં કેટલું સાહસ કરવું પડે તે જાણવું હોય તો આ ચરિત્ર વાંચવું જ પડે. સંઘર્ષ, વાસ્તવિકતાનો સ્વીકાર અને તેની સાથે સ્વપુરુષાર્થ, સઘળા પડકારોને પાછા ઠેલીને સિદ્ધિતપમાં કઈ રીતે પરિણમવું તેનું જ્વલંત ઉદાહરણ છે શ્રી યુ. એન. મહેતા.
રેશનિંગ • લાર્કથી નોકરીની શરૂઆત કરીને દવા-વિતરક અને પછી દવાના ઉત્પાદક બન્યા ત્યાં સુધીની વાત મળે છે અને તે પછી ૧૯૫૯થી ૧૯૯૮ એટલે કે જીવનના અંતકાળ સુધી આ સફર ચાલુ રહે છે. એક પરિશ્રમી પુરુષના પ્રબળ, પ્રખર અને પ્રાંજલ વ્ય*િ તત્વની સાહસિકતાનો નમૂનો છે. “મેરુ તો ચળે પણ તેના મનડાં ન ડગે !” એ ઉ િતને શ્રી યુ. એન. મહેતાએ બરાબર સાર્થક કરી છે. તેમનો મુખ્ય વ્યવસાય તે દવા બનાવવાનો. તેમની સાદાઈ વિશેની વાત કરતાં કરતાં તેમાંથી તેમનું સાદગીપૂર્ણ વ્ય”િ તત્વ પ્રગટે છે. લેખક કહે છે,
‘ઉત્તમભાઈની સાદાઈ પાછળનો મુખ્ય આશય એ હતો કે વ્ય િતએ જરૂર પૂરતો ખર્ચ કરવો જોઈએ. તેમને બે કલાકનું કામ હોય તો માત્ર બે કલાક માટે જ ટૅ સી બોલાવતા હતા. તેઓ કહે કે આખા દિવસની ટે• સીની જરૂર શી છે ? મજાની વાત એ કે તેઓ પોતાની જાત માટે કરકસર કરતા હતા અને શુભકાર્યમાં
ચરિત્ર સાહિત્ય