________________
પરિસંવાદમાં વ• તવ્ય આપ્યું હતું અને એને અહીં સંગ્રહિત કરવાનો પ્રયાસ કર્યો છે. શ્રી ચંદ્રકાંત શાહે નર્મદના ચરિત્ર પર નાટ્યરચના કરી તેમાં પણ આ ગ્રંથના સંદર્ભો એમને ઉપયોગી બન્યા હતા. અમદાવાદના જયશંકર સુંદરી હૉલમાં ગુજરાત સાહિત્ય સભા અને ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુ ત ઉપક્રમે ૧૯૮૩ની ૧૦મી અને ૧૧મી એપ્રિલે આ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદમાં રજૂ થયેલાં વ• તવ્યોમાં જે કંઈ ખૂટતી કડી હતી તે લેખો રૂપે ઉમેરી હતી. આ સંપાદનમાં શ્રી કુમારપાળ દેસાઈનું “નર્મદના ગદ્ય વિશે ગુજરાતી ગદ્યનું પ્રભાત' એ લેખ પણ સામેલ છે.
હૈમ સ્મૃતિ’ – શીર્ષક સૂચવે છે તેમ કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રાચાર્ય વિશેના લેખોનો ગ્રંથ છે. બે ખંડમાં વિભાજિત એવા આ ગ્રંથમાં પ્રથમ ખંડનાં ર૪ પ્રકરણોમાં હેમચંદ્રાચાર્યના વિવિધ પાસાને રજૂ કરવામાં આવ્યું છે. બીજા ખંડમાં હેમચંદ્રાચાર્યનું વ્ય િતત્વ કેવું હતું તેના વિશેના તેમના વિશેના જાણીતા સાહિત્યકારો પાસે લખાવેલા લેખો છે. હેમચંદ્રાચાર્યના કોશસાહિત્યથી શરૂ કરીને તેમના સાંસ્કૃતિક પ્રદાનની વિવિધ ભૂમિકાઓ અહીં છે. અલંકારની વિભાવના, યોગશાસ્ત્રમાં બ્રહ્મચર્યની વિભાવના, અદ્યતનયુગમાં, યોગશાસ્ત્ર, કર્તવ્યપથના પ્રેરક એમ તેમના અનેકવિધ પાસાને અહીં ઉઘાડવામાં આવ્યા છે. હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના કેવી પ્રબળ હતી તેનાથી સહુ કોઈ પરિચિત તો છે જ. આચાર્ય ચંદ્રોદયસૂરિનો લેખ વધુ વિગત માટે વાંચવો જ પડે. હેમચંદ્રાચાર્યનું વ્ય િતત્વ કેવું વિરાટ હતું. હેમચંદ્રાચાર્ય કેવા ક્રાંતિકારી હતા તે જાણવા માટે આટલું પૂરતું થશે.
એક રાજ્યમાં નહિ, પરંતુ ૧૮ રાજ્યોમાં પશુહિંસાનો ત્યાગ, માંસભક્ષણનો ત્યાગ અને દારૂબંધીનું કામ કરાવી અહિંસક સમાજરચનાનો સફળ પ્રયોગ કરી બતાવ્યો’.
કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનો પ્રભાવ સિદ્ધરાજ અને કુમારપાલ બંને રાજાઓ ઉપર પડ્યો છે. સિદ્ધરાજને તેમણે પોતાની ઉત્કૃષ્ટ વિદ્વત્તાથી આકર્ષા નતમસ્તક બનાવ્યો હતો અને કુમારપાલને બાર વ્રતધારી શ્રાવક બનાવી તેની પાસે મધ્યમ વર્ગોત્થાન અને અહિંસક સમાજરચનાના નિર્માણનું કાર્ય કરાવ્યું હતું.”
આમ આ પુસ્તકમાં હેમચંદ્રાચાર્ય વિશેની માહિતી ઉપલબ્ધ થાય છે.
યશોભારતી’ એ સંસ્કૃત, પ્રાકૃત તેમજ ગુજરાતીમાં ગ્રંથરચનાઓ કરનાર ઉપાધ્યાય યશોવિજયજી વિશેના લેખોનો સંગ્રહ છે. આ સંગ્રહમાં પ્રથમ ૧૪ લેખો સાધુમહારાજના અને એ પછીના વીસ લેખો અભ્યાસીઓના છે. યશોવિજયજીએ
રચેલી ગુર્જર ભાષાની રચનાઓ, તેમણે રચેલાં સ્તવનો, વૈરાગ્ય કલ્પલતા વગેરે જુદા-જુદા પાસાઓને આવરીને યશોવિજયજી વિશે શિષ્ટ ભાષામાં આલેખન થયું છે. ન્યાયાચાર્ય’, ‘તત્ત્વ વિશારદ અને કૂર્ચાલ શારદા' જેવાં બિરુદ પામનાર શ્રી યશોવિજયજીનું જીવન સાદું અને સંયમી હતું તેનો ખ્યાલ ‘યશોભારતી’ વાંચતાં થાય છે. આટલી પરમોચ્ચ કોટિ પર પહોંચેલ વ્ય િતના જીવનમાં ઘણું શીખવાનું મળે . અધ્યાત્મ” જેવા ગહન વિષય ઉપર પુસ્તકો લખીને તેમણે અધ્યાત્મ વિશેની વાત સરળ ભાષામાં સમજાવી છે.
ગુજરાતી બાળસાહિત્ય પ્રમાણમાં ઉપેક્ષિત રહ્યું અને એમાં પણ જે કંઈ બાળસાહિત્ય રચાયું તેની બહુ ઓછી વિવેચના થઈ હતી. આ સંદર્ભમાં ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા બે દિવસના બાળસાહિત્યના પરિસંવાદનું ૨૫-૨૬ જૂન ૧૯૮૩ના દિવસે પરિષદના ગોવર્ધનભવનમાં આયોજન કરવામાં આવ્યું હતું. પરિસંવાદનું ઉદ્દઘાટન શ્રી ઉમાશંકર જોશીએ ગિજુભાઈ બધેકાની છબી આગળ દીપ પ્રગટાવીને કર્યું હતું. પરિસંવાદની ચાર બેઠકોમાં પ્રથમ બેઠક બાળ-સાહિત્યની વિભાવના વિશે, બીજી બેઠક ગુજરાતી બાળસાહિત્ય વિશે, ત્રીજી બેઠક બાળસાહિત્ય અને બાળશિક્ષણ, બાળગ્રંથાલય, ચિત્રકલા, ચિત્રવાર્તા, રંગીન ચિત્રકથાઓ, કૉમિ• સ, કાર્ટુન અને કૅરી કૈચર વિશે તથા ચોથી બેઠક ગુજરાતી બાળસાહિત્યના ભાવિ વિકાસ અંગે યોજવામાં આવી હતી. આમાં ચોત્રીસ જેટલા વ• તાઓએ ભાગ લીધો હતો. પરિષદ જેવી પ્રસિદ્ધ સંસ્થા દ્વારા બાળસાહિત્ય વિશે યોજાયેલો આ પ્રથમ પરિસંવાદ હતો. કદાચ આજ સુધીમાં આટલા બધા વ તાઓએ બાળસાહિત્ય પર વ વ્ય આપ્યું હોય તેવો આ પહેલો પ્રસંગ હતો. પરિસંવાદનાં વ• તવ્યો બાળસાહિત્ય સંગોષ્ઠિ રૂપે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થયાં ત્યારે આ ગ્રંથને અંતે શ્રી પ્રકાશ વેગડે તૈયાર કરેલી બાળસાહિત્યસૂચિ આપવામાં આવી જેથી અભ્યાસીઓને માટે એનું મૂલ્ય વધી ગયું. જેનું સંપાદન કુમારપાળ દેસાઈએ કર્યું.
એ પછી કુમારપાળ દેસાઈ જ્યારે ગુજરાત સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ હતા ત્યારે ‘૨૧મી સદીનું બાળસાહિત્ય’ એ વિશે ૧૯-૨૦ જૂન ૧૯૯૯ના દિવસે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. વીસમી સદીના અંતિમ ચરણમાં • ભા રહીને ૨૧મી સદી માટે કેવું બાળસાહિત્ય રચાવું જોઈએ એની બે દિવસ દરમ્યાન ત્રીસેક વ• તાઓએ ચર્ચા કરી હતી. પરિસંવાદના પ્રારંભે ૨૧મી સદીના બાળકની માનસમૃષ્ટિ કેવી હશે તેની વાત કરીને ૨૧મી સદીમાં બાળ કાવ્ય. બાળવાર્તા, વિજ્ઞાનકથા, નિબંધ, ચરિત્ર, રંગભૂમિ એ બધાં બાળસાહિત્યનાં સ્વરૂપોને અનુલક્ષીને
અક્ષરના યાત્રી