Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ ચર્ચા કરવામાં આવી. વાર્તાકથનની શૈલી વિશે. પર્યાવરણ વિશે તેમજ સમૂહમાધ્યમોના પડકારની વાત કરીને બાળવિશ્વકોશ, બાળશબ્દકોશ, બાળગ્રંથાલય અને બાળસામયિકોની ચર્ચા કરી. પરિસંવાદની છેલ્લી બેઠક અન્ય ભારતીય ભાષાઓમાં રચાતા બાળસાહિત્યની હતી જેમાં મરાઠી, બંગાળી, હિંદી, ઉર્દૂ, સિંધી - એમ જુદી જુદી ભાષાઓમાં ખેડાયેલા બાળસાહિત્યનો પરિચય આપવામાં આવ્યો. આ બધાં વ• તવ્યો ૨૧મી સદીનું બાળસાહિત્ય' એ ગ્રંથરૂપે ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રકાશિત કર્યા. જેનું સંપાદન કુમારપાળ દેસાઈએ કર્યું. એ પછી ઈ. સ. ૨૦૦૦ના જૂન મહિનામાં બાળસાહિત્યમાં વિજ્ઞાનકથાની કાર્યશિબિરનું પણ શ્રી કુમારપાળ દેસાઈએ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજન કર્યું હતું. આ રીતે બાળસાહિત્યની રચના ઉપરાંત આવા પરિસંવાદો દ્વારા અને એની ફળશ્રુતિ રૂપે એનાં સંપાદનો દ્વારા અભ્યાસીઓને એની પૂરતી માહિતી મળે તેવો પ્રયાસ કર્યો. આવી જ રીતે સાહિત્ય અને પત્રકારત્વ’ એ પુસ્તકના સંપાદનમાં પત્રકારત્વવિષયક પરિસંવાદમાં યોજાયેલાં વ્યાખ્યાનોનો સંચય કરવામાં આવ્યો છે. પત્રકારત્વના પરિસંવાદની ફળશ્રુતિ રૂપે તૈયાર થયેલું આ પ્રથમ પુસ્તક અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને અત્યંત ઉપયોગી બની રહ્યું એથી ગુજરાતી સાહિત્ય પરિષદે એની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત કરી. ૧૯૯૭નો “નવચેતન” માસિકનો દીપાવલી વિશેષાંક ડૉ. કુમારપાળ દેસાઈએ સંપાદિત કર્યો છે. આ આખો વિશેષાંક પત્રકારત્વને લગતો છે. નર્મદ, ગાંધીજી, પૂતળીબાઈ. ફરદૂનજી મર્ઝબાન, એદલજી કાંગા વગેરેએ પત્રકારત્વમાં કેવું પ્રદાન કર્યું તેના વિશેના સમૃદ્ધ લેખો છે. જો આ અંકને પુસ્તકરૂપે પ્રસિદ્ધ કરવામાં આવે તો તેનું મૂલ્ય પત્રકારત્વક્ષેત્રે વધી જાય અને પત્રકારત્વના અભ્યાસીઓને માટે દસ્તાવેજરૂપ બને તેવું પુસ્તક બને તેમ છે. નારાયણ હેમચંદ્રની આત્મકથાનો પૂર્વાર્ધ ‘હું પોતે' (૧૯૦૦)નું કુમારપાળ દેસાઈએ સંપાદન કરીને અલભ્ય ચરિત્રને સુલભ કરી આપ્યું છે. નારાયણ હેમચંદ્રના જન્મથી માંડીને વિલાયત ગયા ત્યાં સુધીની હકીકત માં છે. તેમને આત્માવલોકન કરતાં જગતના વિવિધ અનુભવો લેવામાં વધુ રસ હતો, તેથી તેમની આ આત્મકથામાં ગહન • ડાણ કરતાં વિસ્તાર વધુ જોવા મળે છે. હું પોતે'માં નારાયણ હેમચંદ્ર જોયેલાં સ્થળો, ત્યાંના રસ્તા, લોકોનાં નિવાસસ્થા, સ્ત્રી-પુરુષો, તેમનો પહેરવેશ, ખાન-પાન, સ્વભાવ, શણગાર, કલાકારીગરી, વેપારઉદ્યોગ, ઉત્સવો, જોવાલાયક સ્થળો એમ અનેક બાબતોનો પરિચય મળી રહે છે. બાળપણની હકીકતોમાં પોતાની માતાના મૃત્યુનો પ્રસંગ, પિતાનો ઉદ્યોગ, વિદ્યા માટેની ભૂખ વગેરે પ્રસંગો તેમની નિખાલસતાની સુંદર પ્રતીતિ કરાવે છે. અમદાવાદમાં ફરી આવ્યા ત્યારે ઐતિહાસિક સ્થળો જોયા પછી અમદાવાદના અગ્રણી નાગરિકો મહીપતરામ રૂપરામ નીલકંઠ, ભોળાનાથ સારાભાઈ દિવેટિયા. રણછોડલાલ ગિરધરલાલને મળ્યા હતા. આ બધાંનું વર્ણન કરતાં તેઓએ અમદાવાદી લોકોનાં રીતભાત, સ્વભાવ, ભાષા, પોશાક અને ઉદ્યોગ વિશે ઝીણવટભર્યું એવલોકન કર્યું છે. અમદાવાદીઓના સ્વભાવ વિશે તેઓ કહે છે : | ‘અમદાવાદી માણસોની પ્રકૃતિ કંજૂસાઈ ઉપર વધારે છે. જ્યાં પૈ ખર્ચ થતાં ચાલે એમ હોય તો એક પૈસો ખર્ચવો નહિ. બજારમાં એક એક પેને માટે મોટી ગરબડ મચે છે, પૈસા સંગ્રહ કરવામાં અમદાવાદી જેવા મેં હિન્દુસ્તાનીઓને દીઠા નહિ..... અમદાવાદીઓ ફુલણજી થવામાં મોટું માન સમજે છે. તેથી બિચારા કમાઈકમાઈને એક છોકરીનું લગ્ન કરવામાં કે બાપ માથે દહાડો કરવામાં ઉરાડી મૂકે છે.' માતાના મૃત્યુના પ્રસંગમાંથી તેમની માતૃભ િત પ્રગટે છે. બાબુ નવીનચંદ્ર રાયને પરિણામે નારાયણ હેમચંદ્રને પ્રવાસની તક મળે છે. પરિણામે બાબુ નવીનચંદ્રને પોતાના હૃદયના સગુણના ઉપાસક દેવતા” તથા તેમનાં પત્ની હેમલતાબહેનને ‘દેવી પ્રતિમા ધરીને હૃદયમાં પૂજા કરું છું.' એમ કહીને સ્મરે છે. લેખક નારાયણ હેમચંદ્રના ‘પોતેમાં વ્યાકરણવિષયક અને ભાષાની અશુદ્ધિઓ, પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ‘હું પોતે માં લેખકનું આંતરત્ર િતત્વ કરતાં બાહ્ય વ્ય િતત્વ વિશેષ નજરે પડે છે. એમણે કરેલા પ્રવાસોનાં વર્ણનો વાંચવા જેવા છે. ‘હું પોતે'ને આત્મકથા કરતાં પ્રવાસકથા કહેવી વધુ યોગ્ય લાગે છે. હું પોતેના પ્રારંભે આપેલી પ્રસ્તાવનામાં કુમારપાળ દેસાઈએ નારાયણ હેમચંદ્રના વ્ય િતત્વનો તથા એમણે રચેલા ગ્રંથોની વિશેષતાઓનો પરિચય આપ્યો છે. આ રીતે ગુજરાતી ભાષામાં પ્રગટ થયેલું આ પ્રથમ આત્મચરિત્ર સહુને ઉપલબ્ધ બન્યું. ૧૯૪૧થી ૧૯૪પના સમયગાળામાં રેડિયોના પ્રસારણ-માધ્યમમાં કાર્યક્રમનિર્માતા, લેખક અને બ્રોડકાસ્ટર તરીકે આગવું યોગદાન આપનાર ચંદ્રવદન મહેતાએ ફોજી અદાલત દ્વારા રેડિયો-કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો. તે ‘અદાવત વિનાની અદાલતમાં જોવા મળે છે. ગુજરાતી ભાષાના રેડિયો કાર્યક્રમમાં સીમાચિકરૂપ બની ગયેલા આ કાર્યક્રમ નવો જ માહોલ સર્યો હતો. એમાં તત્કાલીન લોકપ્રિય સાહિત્યકારોના સ્વમુખે પોતાની કૃતિઓ વિશે બચાવનામું સાંભળવા મળે. એમની સામે ઉગ્ર અને તાર્કિક દલીલબાજીથી આરોપો મૂકવામાં આવે, વળી દરેક સાહિત્યકારની ખૂબીને ખામી તરીકે બતાવીને એના પર આક્ષેપ મૂકવામાં આવે. જોનારના યાત્રી

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88