________________
વાર્તાકાર કુમારપાળ દેસાઈની દૃષ્ટિ સકારાત્મક (Positive) છે. ઉપદેશક બન્યા વગર આ વાર્તાઓ જીવનને ઉપકારક એવા ોધ અને ચિંતનથી રસાયેલી છે. કથા-કલાના સંમિશ્રિત માધ્યમ દ્વારા સર્જક ભાવકોને • ગમનનાં શિખરો તરફ દોરી જાય છે. જીવનના • ધ્વરોહણને તાકતી સ્ફટિક શી સ્વચ્છ વાર્તાઓ મળે છે.
ન્ટ પ્રો. પ્રિયકાન્ત પરીખ
36
‘‘ફુશળ નવલિકાલેખકે સમગ્ર કૃતિમાંથી એક જ અસર ઉપજાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ અને તે ઉપર જ એકાગ્ર બનવું જોઈએ” એમ અમેરિકન નવલિકાકાર એડગર એલન પો માને છે. નવલિકાનું કદ ટૂંકું હોવું જોઈએ. તેની રચનાનો બંધ સુદૃઢ હોવો જોઈએ. તેની ભાષા સ્પષ્ટ, સરળ અને મિતાક્ષરી હોવી જોઈએ. નવલિકા એ ટૂંકું સ્વરૂપ છે પણ તેની પ્રતીતિ તેમાં આવિર્ભાવ પામેલ કલ્પનાના અંગ વડે જ થાય છે.
કુમારપાળ દેસાઈએ જે નવલિકાસંગ્રહો આપ્યા છે તે દરેકમાં ત્રણ કે ચાર વાર્તાઓ છે. બિંદુ બન્યાં મોતી”. “ભવની ભવાઈ, વ્યતિ અને સમષ્ટિ’, આંખ અને અરીસો’. “એકસો ને પાંચ’, ‘અગમપિયાલો – આ તેમના નવલિકાસંગ્રહો છે.
અગમપિયાલોમાં ચાર વાર્તાઓ છે. અગમપિયાલો” વાર્તામાં કચ્છના રાપરના ભ તોનાં હૈયાંની વાત છે. ભય અને અભય વાર્તામાં રાજા • ષભદેવની વાત છે. ‘નારીનું સ્વપ્ન’માં એક નારીહૃદયની વેદના અને મનોવ્યથા આલેખાયાં છે. ‘કદરદાની’માં ગાલિબની દાસ્તાન રજૂ કરી છે. આ બધી વાર્તાઓ નાના ફલક પર આલેખાયેલી છે, પણ હૃદયસ્પર્શી અને મર્મસ્પર્શી છે.
“એકસો ને પાંચમાં ત્રણ વાર્તાઓ છે. એકસો ને પાંચ” વાર્તામાં
મહાભારતનું કથાવસ્તુ છે. ‘સંગઠનનો મહિમા'માં વૈશાલી નગરીની વાત છે. અહીં
પણ લેખકે ઇતિહાસના વિષયને કેન્દ્રમાં રાખીને સંગઠનનો મહિમા સમજાવ્યો છે.
ઇજ્જત” વાર્તામાં ઇતિહાસનું વિષયવસ્તુ છે. આ પુસ્તકમાં લેખકે ઇતિહાસના વિષયને કેન્દ્રમાં રાખીને વાર્તાનું સર્જન કર્યું છે. વાંચતાં વાંચતાં ઇતિહાસ હોવા
નવલિકા
૩૧