Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 42
________________ એ રીતે વહેતી વાતોમાં કાઠી કોમ કાઠી દરબાર, ચૂડા રાજ્યના ઠાકોર, રાજ-રજવાડાં વગેરેના સરસ પ્રસંગ મૂકીને એ વાતોને વહેતી કરી છે અને એ દ્વારા માનવસ્વભાવની ખાસિયતો પ્રગટ કરી છે. બાળ કોને કહેવતની કથામાં રસ પડતો હોય છે ! આવી કહેવતકથાનો સંગ્રહ એટલે ‘વાતોના વાળ પુસ્તિકા. ૧૩ કહેવત- કથાઓ ધરાવતી આ પુસ્તિકાની વાર્તાઓ જીવનબોધ આપે છે. વાર્તાની ભાષા બાળકોની છે. બધી જ વાર્તામાં વાતોના વાળુ એ ઉત્તમ વાર્તા છે. શેઠ અને જમાદાર વચ્ચે ચાલતા સંવાદો રસપ્રદ બન્યા છે. એ જ રીતે કથરોટમાં ગંગા’ પુસ્તકમાં પણ સત્તર કહેવતકથાઓ આલેખવામાં આવી છે. ઢોલ વાગે ઢમાઢમમાં ચતુર માણસ તેની બુદ્ધિશ િતથી ન્યાયના આસન ઉપર બેસે છે તેની વાત જુદા જુદા પ્રસંગો દ્વારા મૂકી છે. માણસની બુદ્ધિની સાથે સાથે તેની વાણી કેવું કામ કરે છે તે પણ ઢોલ વાગે ઢમઢમમાં જોવા મળે છે. વાણીમાં મૃદુતા હોય, નમતા હોય, તો તે ગમે તેવી મોટી વ્ય િતને પણ જીતી શકે છે. આ પુસ્તકમાં હસતારામની વાણી દ્વારા રાજાના દિલને જીતીને ન્યાયનો આસન ઉપર બેસે છે. ત્રીસ પૃષ્ઠમાં લખાયેલી આ વાર્તા એક જીવનસંદેશ આપી જાય છે. બાળકોને માટે પૌરાણિક કથાનકો ધરાવતાં બાળસાહિત્યનાં પુસ્તકો લેખક પાસેથી મળે છે. ભીમનાં પરાક્રમો વર્ણવતું પુસ્તક “ભીમ’ વાંચતાં ભીમના પાત્રની એક છબી બાળકના મનમાં • ભી થાય છે. એ જ રીતે પરાક્રમી રામ’, ‘રામ વનવાસ’, ‘સીતાહરણ’ અને ‘વીર હનુમાન” એ રામાયણના પ્રસંગોનું આલેખન કરતી સચિત્ર પુસ્તિકાઓ છે. આ ઉપરાંત આ લેખકે જુદાં જુદાં પશુઓની માહિતી આપતી “ચાલો પશુઓની દુનિયામાં’ની ત્રણ સચિત્ર પુસ્તિકાઓ લખી છે. - કુમારપાળ દેસાઈના બાળસાહિત્યનો સમગ્રતયા વિચાર કરીએ તો એમના ચરિત્રસાહિત્યમાં આવતાં લાલ ગુલાબ’, ‘અપંગનાં ઓજસ' જેવી અન્ય કૃતિઓનો વિચાર કરવો ઘટે. પરંતુ કોઈ ને કોઈ સંદેશ લઈને આવતું એમનું બાળસાહિત્ય વિપુલતાની દૃષ્ટિએ કે પુસ્તકોના આંકડાની દૃષ્ટિએ ઓછું લાગે. પરંતુ એની સત્ત્વશીલતા • ડીને આંખે વળગે તેવી છે. નવલિકા અક્ષરના યાત્રી

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88