Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 40
________________ પત્ર આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. એ સન્માનપત્રમાં એમની સફળતાઓ વિશે લખ્યું છે – “તમારી વિદ્યોપાસના, આવા બહુમાન દ્વારા ગુજરાત અને ગુજરાતી સાહિત્ય બંને ગૌરવશાળી બન્યાં છે એમ અમે માનીએ છીએ. • ગતી કારકિર્દીમાં જ આવું વિરલ બહુમાન પ્રાપ્ત કરવા બદલ તમને હાર્દિક અભિનંદન આપીએ છીએ. સાહિત્યસર્જન ક્ષેત્રે તેમને મળવા લાગેલી આવી સફળતા અને લોકપ્રિયતાથી એમ લાગે છે કે તમે તમારા પિતાશ્રી અને ગુજરાતના ખ્યાતનામ લેખક સ્વ. જયભિખુના સુયોગ્ય પુત્ર તરીકે તેઓની સાહિત્યસર્જનની પ્રવૃત્તિનું સાતત્ય જાળવ્યું છે. એમના વિદ્યાવારસાને દીપાવી જાણ્યો છે. શ્રી જયભિખ્ખના સ્વર્ગવાસ બાદ તેઓની ખૂબ લોકપ્રિય બનેલી ઈંટ અને ઇમારત' જેવી લેખમાળા તમે સફળતાપૂર્વક ચાલુ રાખી શ• યા છો, એ ઉપરથી પણ તમારી વિદ્યાપ્રીતિ અને સર્જકશ િતનો ખ્યાલ આવી શકે છે. તમારી આવી સફળતા માટે અમે તમને ફરી ફરી અભિનંદન આપીએ છીએ.” કેડે કટારી, ખભે ઢાલ એ પુસ્તક વાંચીને ગુજરાતના શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ શ્રી કુમારપાળ દેસાઈના પિતાશ્રી જ્યભિખુને પત્ર લખ્યો : કુમારપાળનું કેડે કટારી, ખભે ઢાલ' નામનું પુસ્તક મળ્યું. વાંચતાં લાગ્યું કે કુમારપાળ પણ તમને ઠીક ઠીક પહોંચી રહ્યો છે. તેને મારા અભિનંદન પાઠવશો.” કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિને તેમણે પ્રસંગો દ્વારા જાણે કે જીવંત બનાવી દીધાં છે. લેખનકાર્યનો પ્રારંભકાળે (૧૯૬૫) કુમારપાળ દેસાઈએ લખેલા વતન, તારાં રતનમાં આઠ ચરિત્રો આલેખ્યાં છે. દેશની આઝાદીમાં ભાગ લેવાનો હોય કે સચ્ચાઈને વળગી રહેવાનું હોય. સ્વાવલંબનની વાત હોય કે કુરબાનીની વાત હોય - એ માટે પણ વેતનનાં જે રતન હોય તેના વિશે જાણવું જ પડે. લાલબહાદુર શાસ્ત્રી, યશવંતરાવ ચવાણ, લોકમાન્ય ટિળક, દાદાભાઈ નવરોજી, લાલા લજપતરાય, સ્વામી વિવેકાનંદ, ચંદ્રશેખર આઝાદ અને ૫. વિષ્ણુ દિગંબર જેવી મહાન વ્યતિઓ વિશેના પ્રસંગો વતન, તારાં રતનમાં છે. આ બધી જ વ્ય િતઓને તેમણે કરેલાં કાર્ય અને સિદ્ધિ માટે હંમેશાં આપણે યાદ કરીએ છીએ. બાલ્યાવસ્થાથી જ સત્યવચનના આગ્રહી અને કર્મના પાઠ શીખેલા છે અને એ વાતોને એમણે જીવનમાં ઉતારી પણ છે. એ અર્થમાં આ બધાં ‘વતનનાં રતન’ છે. દેશના આજના અને ગઈ કાલના દેશભ• તોની આ કથાઓના પુસ્તકનું અર્પણ લેખકનો રાષ્ટ્રપ્રેમ દર્શાવે છે. આ પુસ્તક અર્પણ કરતાં તેઓ લખે છે – અક્ષરના યાત્રી ભારતને સૈકાઓ બાદ શાંતિ અને યુદ્ધ – બંનેમાં અગ્રેસર - સાબિત કરનાર દેશના વીર જવાનોને ! દેશના કાબેલ કર્ણધારોને ! - કુમાર ૧૯૭૧માં અમદાવાદમાં કોમી રમખાણ થયાં, એ સમયે ‘બિરાદરી’નું સર્જન થયું. પણ એની પાછળનો ઉદ્દેશ માત્ર હિંદુ અને મુસલમાન વચ્ચે ભાઈચારો દર્શાવવાનો નહોતો. શીખ અને સિધી કોમના ભાઈચારાની વાત કરવાની હતી. આમાં હિન્દુ વણ કારો પર નખાયેલા વેરાને માટે સૂબાની સેનાનો સામનો કરનાર શેખ અબુબકરની કથા મળે છે. શહીદ અશફાક અલ્લાહખાં અને રામપ્રસાદ બિસ્મિલ બંને પરમ મિત્રો અને બંને આઝાદી માટે પ્રાણ અર્પે છે. ભારતના ઇતિહાસમાં હિન્દુ અને મુસલમાન બંનેએ એકસાથે બલિદાન આપ્યું હોય તેવી કદાચ એકમાત્ર વસંત-રજબની ધટનાની કથા અહીં આલેખાઈ છે. ગુરુ નાનક જેવા ધર્મસ્થાપકની ધર્મોની એકતા દર્શાવતી કથા છે, જયસિંહ સિદ્ધરાજ અને હમ્મીરદેવની ઐતિહાસિક કથામાં ભાઈચારાનો સંદેશ છે. આ પુસ્તકને નવશિક્ષિતો માટેની ભારત સરકારની સોળમી સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું ઇનામ મળ્યું હતું. કુમારપાળ દેસાઈ ‘ગુજરાત સમાચાર” દૈનિકના કૉલમલેખક છે અને તે વખતે ગુજરાત સમાચારમાં તેમના વિશે લખાયું : ‘ગુજરાત સમાચારની લોકપ્રિય કૉલમ ‘ઈટ અને ઇમારત” તેમજ “ગુજરાત સમાચાર’ અને ‘ઝગમગ'માં રમતવિભાગના સંપાદકશ્રી કુમારપાળ દેસાઈને એમના પુસ્તક ‘બિરાદરી’ માટે એક હજાર રૂપિયાનું પારિતોષક એનાયત થયું છે. સોળમી નવશિક્ષિતો માટેની સાહિત્યસ્પર્ધામાં ઇનામ મેળવનારા તેઓ એક જ ગુજરાતી લેખક છે. પિતા દ્વારા ગળથૂથીમાં જ સાહિત્યસંસ્કારનું સિંચન પ્રાપ્ત કરીને યુવાન વયે જ શ્રી કુમારપાળ દેસાઈ ગુજરાતી સાહિત્ય જગતમાં આગવું સ્થાન હાંસલ કરવામાં કામયાબ નીવડયા છે. આ અગાઉનાં એમનાં ત્રણે પુસ્તકોને રાજ્ય કે ભારત સરકારનાં પારિતોષિક મળ્યાં છે. પ્રત્યેક પુસ્તકને પારિતોષિક મળવાં, તે જ હકીકત એમની લેખનશૈલીનું સામર્થ્ય બતાવે છે. તેજવી શૈક્ષણિક કારકિર્દી ધરાવતા શ્રી કુમારપાળ દેસાઈ અત્રેની નવગુજરાત કૉલેજ, સ્કૂલ ઑફ જર્નાલિઝમ અને ગુજરાત યુનિવર્સિટીના અનુસ્નાતક કેન્દ્રમાં બાળસાહિત્ય ૬૪

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88