Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 41
________________ અધ્યાપક તરીકે કામગીરી બજાવે છે. વળી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટના મંત્રી તરીકે દોઢ જ વર્ષમાં આઠ પુસ્તકો પ્રગટ કરીને જયભિખ્ખુના સાહિત્યને જીવંત રાખવા સફળ પ્રયત્ન કર્યો છે. ‘ગુજરાત સમાચાર’ પરિવાર આ યુવાન લેખકની શિ ત માટે ગૌરવ અનુભવે છે ને આવી સિદ્ધિ બદલ અભિનંદન આપે છે.” કચ્છના ઇતિહાસની વિસ્તૃત કથાઓનું આલેખન ‘કેડે કટારી ખભે ઢાલ’માં મળે છે, તો ગુજરાતના બિરબલ એવા દામોદર મહેતાની બુદ્ધિચાતુર્યની કથાઓ ‘ડાહ્યો ડામરો’ પુસ્તકમાં આલેખાઈ છે. બિરબલની ચતુરાઈની કથાઓ સર્વત્ર જાણીતી છે. પણ ગુજરાત પણ ચતુર નરની ભૂમિ છે. આવા ગુજરાતના સુવર્ણયુગ સમા સોલંકીયુગમાં થયેલા દામોદર મહેતાના પ્રસંગો અહીં વણી લીધા છે. આ દામોદર મહેતા પરથી ગુજરાતી ભાષામાં ડાહ્યોડમરો’ઉતિ પ્રચલિત બની. આ ડાહ્યોડમરોની કેટલીક વાસ્તવિક અને કેટલીક કાલ્પનિક કથાઓ લઈને આ પુસ્તકની રચના કરી. ગમ્મત સાથે જ્ઞાનની વાતો પીરસતી ૧૬ ચાતુર્ય-કથાઓમાં દામોદર મહેતાનું લહેરી. ત્યાગી અને દેશાભિમાની વ્ય॰િ તત્વ પ્રગટ થાય છે. ગુજરાતના વિમલમંત્રી જેવા યોદ્ધાઓએ શસ્ત્રથી રણ ખેલ્યું હતું. દાદર મહેતાએ મા ગુર્જરીની સેવા ખાતર પોતાની બુદ્ધિશ॰િ ત અને બુદ્ધિચાતુર્યથી નિઃશસ્ત્ર રહીને ભલભલાને હરાવ્યા હતા. આ કથાઓનું ગુજરાતી વાતાવરણ વાચકને સ્પર્શી જાય છે. ‘સાચના સિપાહી’ પુસ્તિકામાં ચાર વાર્તાઓ છે. સેવાની વાત આવે એટલે ઠક્કરબાપા યાદ આવે. ઠક્કરબાપાએ સેવાનાં કેવાં કેવાં સરસ કામો કર્યાં છે તે જાણવું હોય તો ‘સેવામાં ભગવાન' વાર્તા વાંચવી જ પડે. ભીલોને સુધારવાનું કામ હોય કે પંચમહાલમાં દુકાળ પડ્યો હોય, રોગીની સેવા કરવાની હોય તો ઠક્કરબાપા હાજર. જીવનની પાછલી અવસ્થામાં પણ તેઓ કાર્યરત રહ્યા હતા. રાજપુરુષ પુરુષોત્તમ ટંડનને મન સિદ્ધાંત અને સત્યની મહત્તા કેટલી મોટી હતી તે રેલની ટિકિટ” પ્રસંગમાં વર્ણવાયું છે. જે જમાનામાં સ્ત્રીઓ પર શારીરિક જુલમ ગુજારવામાં આવતો હતો, તે સમયમાં મોતીભાઈ અમીને કેવું સુંદર કાર્ય કર્યું તે વાત જ્ઞાનની પરબ”માં વાંચવા મળે. તેમણે ગામડે ગામડે પુસ્તકાલયો ખોલાવ્યાં હતાં. પરિણામે તેમને પુસ્તકાલય-પ્રવૃત્તિના પિતામહ'નું બિરુદ મળેલું. તેમણે સમાજસુધારાની પ્રવૃત્તિ પણ કરી હતી તથા બાળકોનાં શિક્ષણમાં પણ રસ લેતા. બાબરદેવાના બહારવટાની વાત, પાટણવાડિયા કોમની વાત અને રવિશંકર મહારાજના પ્રભાવની વાત ‘અસહકારનું બહારવટું'માં વર્ણવાઈ છે. ગામડાંની પ્રજાને હૈડિયાવેરોમાંથી કેવી અમરના યાત્રી ૬૬ 34 રીતે મુતિ મળે તે માટેના પાઠ વલ્લભભાઈ પટેલે શિખવાડ્યા. આ બધી વ્ય િતઓ સત્યને વળગી રહેનારી હતી અને તેના તેઓ સત્યના સિપાહી હતા. પરિણામે ‘સાચના સિપાહી’ શીર્ષક માર્મિક લાગે છે. કુમારપાળ દેસાઈનાં મોતીની માળા’ અને વહેતી વાતો” એ બે પુસ્તકો આપણું ધ્યાન ખેંચે છે. જે જમાનામાં મનોરંજનનાં સાધનો નહોતાં, ત્યારે ગામના ચોરા પર હરિકથાકાર આવતા. એક હાર્મોનિયમ વગાડે, બીજા તબલા વગાડે અને મુખ્ય માણસ હરિકથા કહે. આ હરિકથાકાર ગામના જૂના વેરઝેર અને ઝઘડાની પતાવટ કરે. લેણ-દેણના અને સામાજિક રહેણીકરણીના મતભેદ પતાવે અને આખા ગામમાં એમની હાજરીથી આનંદ પ્રવર્તી તો. રાતના નવેક વાગે હરિકથાકાર પુરાણ કે મહાકાવ્યનો પ્રસંગ લઈને કથારસ જમાવે અને તેને વધુ ચોટદાર બનાવવા માટે વચ્ચે વચ્ચે ઓઠાં એટલે કે ઉદાહરણ-કથા આપે. આ ઓઠાંમાં ભારોભાર વાસ્તવિકતા હોય અને એની અંદર હસતાં-હસતાં વ્યવહારજ્ઞાન વણાઈ ગયું હોય. એમાં અંતે તો સદ્ભાવ અને સદાચાર પર જ ભાર મુકાતો. હરિકથાકાર આવા ઓઠાં કહે, તે મલાવી મલાવીને રજૂ કરતો અને એવાં ઓઠાંની વાતો મોતીની માળા’ અને ‘વહેતી વાતોમાં મળે છે. મોતીની માળા’માં અગિયાર ઓઠાઓ છે. એ દરેક ઓઠાં પાછળ કોઈ ને કોઈ મર્મ છુપાયેલો છે. ઠાકોર કામદાર હોય, જીવો પગી હોય, મોહનકાકા હોય, ભૂજના નગરશેઠ હોય, ગોરાસાહેબ કે મગન હોય – આવાં અનેક પાત્રોને કેન્દ્રમાં રાખીને તે સમયનું જીવન કેવું હતું તે આ ઓઠાંઓ દ્વારા લખાયું છે. આવાં ઓઠાં દ્વારા સમાજજીવનનો પરિચય થાય છે. હોઉં તો હોઉં પણ ખરો’. જીવો પગી’, ડગલી વેરો’ જેવાં ઓઠાંઓની માર્મિકતા ધ્યાન ખેંચે છે. આ પુસ્તકની હસ્તપ્રતને નશિક્ષિતો માટેની અઢારમી રાષ્ટ્રીય સ્પર્ધામાં એક હજાર રૂપિયાનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. જીવનઘડતરની કથા એટલે આ ઓઠાંઓ. વહેતી વાતો’માં પણ અગિયાર ઓઠાંઓ લેખકે આપ્યાં છે. જુદા જુદા પ્રસંગો આલેખીને લેખકે તે સમયનું રાજ, તત્કાલીન સમાજ, લોકો, વ્યવહારકુશળતા, આ બધું ઓઠાંઓ દ્વારા આલેખ્યું છે. વળી પુસ્તકની સચિત્રતા એક પ્રકારની જીવંતતાનો અનુભવ કરાવે છે. એના આરંભમાં લખ્યું છે. આવાં ઓઠાંમાં ભારોભાર વાસ્તવિકતા હોય, સમાજજીવનની સાચી તસવીર જોવા મળે. જુદી જુદી કોમની જાણીતી ખાસિયતો અને ટેવો જોવા મળે. પણ એમાં • યાંય નિંદાનો ભાવ નહિ. કોઈ કોમની નહિ, પણ કોઈ ટેવની હાંસી ઉડાવી હોય.’ બાળસાહિત્ય ૬૭

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88