________________
C/. Kei Ek7g/
for &ા
શુદ્ધ હવામાં • ડતી હોય છે પણ તેની સાથે જ તેની નજર નીચે પડેલા મરેલા પ્રાણીનાં માંસ તથા હાડકાં પર જ રહે છે. આ રીતે વૈરાગ્ય અને જ્ઞાનની વાતો જાણવી કે કહેવી સરળ છે, પણ આચરવી કઠણ છે.”
પાયાની વાતમાં અંતે, “જો વ્ય િત જાગ્રત હશે તો પાપકર્મ થશે જ નહીં. પછી પાપો ધોવાનો સવાલ • યાંથી પેદા થાય ?”
ઇનામ શાનું ? પ્રસંગમાં અંતે સરસ શીખ છે, “અરે અમીર, આ તો મારું કામ હતું. એમાં ઇનામ શાનું ? બીજા આદમીને આપત્તિ વખતે મદદ કરવી એ હરેક ઇન્સાનની ફરજ છે. મેં મારી ફરજ બજાવી છે. એથી વિશેષ કશું કહ્યું નથી.'
‘દૃષ્ટિ તેવી સૃષ્ટિમાં પણ સ્વામી રામદાસની વાત સરસ રીતે આલેખી છે. રામે કહ્યું, હનુમાનરામદાસજી સાચા છે. એ વખતે અશોકવાટિકામાં પુષ્પો તો સફેદ જ હતાં, પરંતુ તમે પારાવાર ક્રોધમાં હતા. તમારી આંખો લાલ થઈ ગઈ હતી. માટે તમને એ પુષ્પ લાલ દેખાયાં હતાં !?
આવા અનેક દુઃખના ચિંતનપ્રસંગો અહીં છે અને તે સાચા અર્થમાં દુઃખની પાનખરમાં આનંદના ટહુકાથી ભર્યા ભર્યા છે.
હર્ષદભાઈ અને મીનાબહેનની પ્રથમ પુણ્યતિથિએ તેમને અપાયેલી શ્રદ્ધાંજલિ. મૃત્યુનું સ્વરૂપ, મૃત્યુમહોત્સવ, મૃત્યુનું પ્રભાત, મૃત્યુંજયી, મૃત્યુમાં જીત, મૃત્યુ એ કલ્યાણ એવાં શીર્ષકથી ચિતનો ‘શ્રદ્ધાંજલિ”માં આલેખાયેલા છે.
આ રીતે કુમારપાળ દેસાઈના આ પ્રકારના સાહિત્યમાં પ્રસન્ન આલેખનનો વિશેષ મહિમા જોવા મળે છે. જો કે એની સાથોસાથ “ક્ષણનો સાક્ષાત્કાર' જેવાં પુસ્તકોમાં આગવું ચિંતન અને ક્ષમાપનામાં મૌલિક વિચારધારા જોવા મળે છે, તે એમનું નોંધપાત્ર પ્રદાન ગણી શકાય.
બાળસાહિત્ય
છે
મૉTirl Hini
નાની ન + માં
કે
નક્ષના યાત્રી