Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 37
________________ શ્રી કુમારપાળ દેસાઈનાં બાળસાહિત્યનાં પુસ્તકોની તરી આવતી વિશિષ્ટતા એ એમની ટૂંકાં ટૂંકાં વા• યોવાળી છટાદાર શૈલી છે. બાળકોને વાર્તાના સપ્રવાહમાં ખેંચી જવાની એમની પાસે અનોખી કુશળતા છે. એમનાં બાળસાહિત્યનાં પુસ્તકો જોતાં એક બીજી લાક્ષણિકતા પણ દેખાઈ આવે છે. કાલ્પનિક પાત્રોની તરંગલીલા કે પરી કથાઓની સૃષ્ટિને બદલે તે ધરતીના નક્કર પાત્રને પોતાનો વિષય બનાવે છે. આવા વાસ્તવિક વિષયને લઈને રસપ્રદ કથાની રચના કરવી એ કોઈ પણ સર્જકને માટે પડકારરૂપ બને છે. એમનાં પુસ્તકોમાં માનવીય ખમીરનો ધબકાર અનુભવાય છે. પુસ્તકમાં જે હકીકતોનું બયાન કરે છે એની તેમને પૂરેપૂરી ચકાસણી કરે છે. મોટે ભાગે તો એનું ચિત્ર આપીને વાસ્તવિકતા તાદૃશ કરે છે. ધીરજલાલ ગજ્જર 8 ગુજરાતી બાળસાહિત્યના ક્ષેત્રે સર્જક “જયભિખ્ખું આગવી પરંપરાના ધારક છે. જે સમયે કલ્પિત પાત્રોની કથાઓનું વર્ચસ્વ હતું, ત્યારે એમણે પૌરાણિક કથાઓ અને સત્યપ્રસંગોનું બાળસાહિત્યમાં આલેખન કર્યું. એ જ વાસ્તવ-દૃષ્ટિની પરંપરા ડૉ. કુમારપાળ દેસાઈમાં આગળ ચાલે છે અને બાળસાહિત્યનું સર્જન કરે છે. બાળકોને પરીકથાઓ અને કલ્પિત લોકપાત્રોમાંથી બહાર લાવીને એમણે વાસ્તવજીવનનો સ્પર્શ કરાવતી બાળસૃષ્ટિ આપી. કુમારપાળ દેસાઈના બાળસાહિત્યની વિશેષતા એ છે કે એમાં એમણે જે સત્ય ઘટનાઓનું આલેખન કર્યું છે, એની પાછળ એમણે ઘણું સંશોધન કર્યું છે. કુમારપાળ દેસાઈમાં નાનપણથી જ કંઈક જાણવાની જિજ્ઞાસા પડેલી હતી. અગિયારમા વર્ષે એમણે બાળવાર્તા લખવાનો પ્રારંભ કર્યો. બાળક વાર્તા લખી લખીને પણ કેવી લખે ! અગિયારમા વર્ષના વિદ્યાર્થીએ અનામી શહીદની કથા લખી. તેમાં દેશદાઝ નીતરતી હતી. વાર્તા ‘ઝગમગ'માં મોકલી આપી. એ વાર્તા ખૂબ વખણાઈ અને થોડા જ સમયમાં કુમારપાળ દેસાઈની એ સમયના અત્યંત પ્રસિદ્ધ ‘ઝગમગ' બાળસાપ્તાહિકમાં “ઝગમગતું જગત’ એ નામથી, નિયમિત કૉલમ શરૂ થઈ. - કુમારપાળ દેસાઈના સાહિત્યલેખનનો પ્રારંભ બાળસાહિત્યથી થયો. પોતાની લેખન-કારકિર્દીના પ્રારંભિક બે દાયકામાં એમણે મુખ્યત્વે સત્ત્વશીલ બાળસાહિત્યનું સર્જન કર્યું. એમના બાળસાહિત્યના સર્જન પાછળ એક મહત્ત્વની બાબત એ છે કે એમના સર્જનની પાછળ કોઈ નિશ્ચિત પ્રેરણા રહેલી હોય છે. આથી જ સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો બાળસાહિત્યનાં ૨૦ જેટલાં પુસ્તકો તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. છેક ૧૯૬૫થી ૧૯૯૩ સુધી બાળસાહિત્યનું સર્જન કર્યું અને આ સર્જનોને ખ્યાતિ તથા પારિતોષિક મળ્યાં હોવા છતાં આટલાં જૂજ પુસ્તકો કેમ લખાયાં હશે ? એ બાળસાહિત્ય

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88