Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 29
________________ પણ મુંઝવે તેવા સવાલ સાહિત્ય કરતું આવ્યું છે. The spirit of resistance સાહિત્ય દ્વારા જ ત થાય છે.' એ પછી સહૃદયતા એ પ્રત્યેક સર્જકને પ્રેરનારો અને પોષનારો મહત્ત્વનો ગુણ છે એમ કહીને રૂચિને પરિક્ત કરતા સાહિત્યસર્જન તરફ. ભાષાના સતત સંમાર્જન તરફ અને સમાજમાં સાહિત્યાભિમુખતા જાગ્રત કરવા અંગે ચર્ચા કરી છે. ૨૧મી સદીમાં કલાના અસ્તિત્વનો પ્રશ્ન • ભો થયો છે. વીજાણુયંત્રો, માહિતીવિસ્ફોટ અને તે કારણે પ્રાપ્ત થયેલી સુવિધાઓ સામે લિખિત શબ્દો વિશે ચિંતાજનક પરિસ્થિતિ છે. ત્યારે આપણી ર૧મી સદીમાં. સાહિત્યની ઉપકારકતા કેવી રીતે, કેવા માર્ગે અને કેવા પ્રયત્ન સિદ્ધ થાય તેની ચર્ચા કરી છે. દલિત સાહિત્ય, બાળસાહિત્ય, શબ્દકોશ. ડાયસ્પોરા સાહિત્ય, હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન, અનુવાદપ્રવૃત્તિ વગેરેની વાત કરીને આપણી શિક્ષણસંસ્થાઓ, સાહિત્યિક સંસ્થાઓ અને પીઢ સાહિત્યકારોએ કેવાં આયોજનો વિશે વિચારવું જોઈએ એની રૂપરેખા આલેખીને અંતે નોંધ્યું છે, જ્યાં સુધી માનવીનું હૃદય ધબકે છે, એનું બુદ્ધિતંત્ર કાર્યશીલ છે એની એષણાઓ કરમાયેલી નથી અને તેના આત્માને આનંદરૂપે કોળવાની તક છે, ત્યાં સુધી માણસને મળેલી શબ્દની ભેટ સાહિત્યનો આવિષ્કાર રૂપે પ્રવર્તતી રહેશે, તે નિઃશંક છે. ગુજરાતી પ્રજાનું હીર અને સત્ત્વ ભૂતકાળમાં સાહિત્યકેલા રૂપે આવિષ્કૃત થતું રહ્યું છે તેવું વર્તમાન અને ભાવિ પેઢીમાં પણ થતું રહેવાનું છે, એમાં શંકા નથી. આ પ્રકારના સાહિત્યના ઉન્નયન માટેની જવાબદારી સર્જકો, ભાવકો અને સાહિત્યને પોષતી સાહિત્ય-પરિષદ જેવી તમામ સંસ્થાઓની બને છે.' અહીં એ નોંધવું ઘટે કે કુમારપાળ દેસાઈએ એમના ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યકાળ દરમિયાન અનેકવિધ પ્રવૃત્તિઓ કરી અને છેક લુણાવાડાથી ભાવનગર સુધી અને ભૂજથી વલસાડ સુધી જુદા જુદા સાહિત્યિક કાર્યક્રમો. પરિસંવાદોનું તથા કાર્યશિબિરોનું આયોજન પણ કર્યું. આ પુસ્તકના બીજા પત્રમાં ગુજરાતી ભાષાના વિકાસનું છેવાડે વસતા માણસ સુધી ભાષાસાહિત્યને લઈ જવાનું, નવોદિતોની સર્જનપ્રક્રિયા ખીલતી રહે તે માટે આયોજનો કરવાનું અને • ડી સાહિત્યચર્ચા, સંશોધન, સૂચિકરણ જેવી પ્રવૃત્તિઓ કરવાના આયોજન વિશે વિગતે નોંધ કરી છે અને આને માટે સહુની ભાગીદારીની અપેક્ષા રાખી છે, કારણ કે ગુજરાતી સાહિત્ય પરિષદનું ગૌરવ એ ગુજરાત પ્રદેશના ગૌરવ બરાબર છે. એ પછીના “ગુર્જર વિશ્વનિવાસી’ એ લેખમાં એમણે ડાયસ્પોરા સાહિત્ય વિશે વાત કરીને વિદેશમાં ચાલતી ગુજરાતી સાહિત્યની પ્રવૃત્તિનો મહિમા કર્યો છે, સાથોસાથ તેઓએ એક મહત્ત્વની બાબતનો અંગુલિનિર્દેશ કર્યો છે. તેઓ લખે છે, ‘ડાયસ્પોરા સાહિત્યનું હવે સારા પ્રમાણમાં સર્જન થાય છે, ત્યારે એનું તટસ્થ મૂલ્યાંકન જરૂરી બન્યું છે. ડાયસ્પોરા સાહિત્યની વિભાવના વિશે કેટલુંક સ્પષ્ટીકરણ અને વર્ગીકરણ જરૂરી છે. સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય વિષયને એ કઈ રીતે, કયા અભિગમથી અને કેટલી સર્જનાત્મકતાથી વર્ણવે છે તે ધોરણે તેનું મૂલ્યાંકન કરવાનું રહેશે. એક સમયે હું ગુર્જર વિશ્વપ્રવાસી’ એમ કહેવામાં આવતું. હવે હું ગુર્જર વિશ્વનિવાસી' કહેવાનું પ્રાપ્ત થયું છે, ત્યારે એટલી આશા તો રાખીએ જ કે ડાયસ્પોરા સાહિત્ય દ્વારા ગુજરાતી સાહિત્યને વિશ્વચૈતન્યનો નિબિડ અનુભવ-સ્પર્શ થાય.' માતૃભાષાનું સિંચન લેખમાં અંગ્રેજી માધ્યમને કારણે ગુજરાતી ભાષા પર થતા દુષ્યભાવની ચર્ચા કરી છે. જ્યારે ‘શબ્દો અંકે કરીએ” એ પત્રમાં ‘સાર્થ જોડણીકોશ'માં ન હોય એવા આપણા રોજબરોજના જીવનવ્યવહારમાં વપરાતા શબ્દોનો કોશમાં સમાવેશ કરવાની જિકર કરી છે. ઉમરગામથી ગાંધીધામ સુધીના ગુજરાતના વિવિધ પ્રદેશના અનેક શબ્દો કોશમાં સ્થાન પામી શકે એવો છે. જુદા જુદા વ્યવસાયો, ધર્મસંપ્રદાયો. ક્રિયાવિધિઓના અનેક શબ્દો અંકે કરી લેવાની જરૂર છે. કેટલાકમાં સંદર્ભો બદલાઈ રહ્યા છે તે તરફ પણ લક્ષ્ય આપવું જોઈએ. જેમકે આજે મકાનના બાંધકામમાંથી “મોભજતો રહ્યો છે તેથી મોભી’ શબ્દ સમજવાનું મુશ્કેલ બને. કોશમાં શબ્દોના ઉમેરણની સાથોસાથ શબ્દનું સતત સંમાર્જન થવું જોઈએ તેમ દર્શાવ્યું છે અને છેવટે આશા રાખી છે કે “આજે ઑ• સફર્ડ દ્વારા જુદા જુદા પ્રકારના કોશ પ્રકાશિત થાય છે, એ રીતે ગુજરાતમાં કોશ વિભાગની એક સ્વતંત્ર સંસ્થા સ્થપાય તો કોશસામગ્રીના શાસ્ત્રીય સંશોધન - સંપાદન-સંચયનનું કામ એકાગ્રતાથી ને સઘનતાથી ચાલી શકે અને કોશ-સાહિત્યના ક્ષેત્રે વરતાતું આપણું દારિદ્રશ્ય ટાળી શકીએ. મધ્યકાલીન સાહિત્યનું સંશોધન’ એ લેખમાં હસ્તપ્રત વાંચવા માટે પ્રાચીન લિપિની તાલીમ વિશે અને મધ્યકાલીન સાહિત્યના મહત્ત્વ વિશે માર્મિક નોંધ મળે અક્ષરના વા

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88