Book Title: Aksharni Yatra
Author(s): Nalini Desai
Publisher: Kusum Prakashan

View full book text
Previous | Next

Page 32
________________ ગભીર તાત્ત્વિક વિચારણાથી માંડીને પ્રસંગાનુસારી કે શાસ્ત્રીય ચિંતન સુધીનાં પુસ્તકો કુમારપાળ દેસાઈ પાસેથી મળે છે. ધર્મદર્શનવિષયક ચિંતનમાંથી કોઈ નવીન અર્થ શોધવો અને તેને વર્તમાન જીવન સાથે ગુંથીને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં પ્રગટ કરવા તેવો ઉપક્રમ કુમારપાળ દેસાઈના આ પ્રકારના સાહિત્યમાં જોવા મળે છે. પરિણામે એમના ચિંતનસાહિત્યની • ડીને આંખે વળગે એવી આ વિશેષતા એ આલેખનની પ્રાસાદિકતા અને વર્તમાનને સ્પર્શનારી પ્રાસંગિકતા છે. તેમણે જુદા જુઘ વિષયો પર ૧૪ જેટલાં ચિંતનાત્મક પુસ્તકો આપ્યાં છે. એમાં પણ વિષયોની વિવિધતા જોવા મળે છે. આમાં જુદાં જુદાં નિમિત્તે લખાયેલા પ્રેરક પ્રસંગો અથવા તો કોઈ એકાદ વિષય પરનું સળંગ સૂત્ર ચિંતનાત્મક પુસ્તક મળે છે. એમના “ઝાકળ ભીનાં મોતી’ પુસ્તકમાં ૫૮ જેટલા પ્રેરક પ્રસંગો આલેખાયા છે. આ પ્રસંગોમાં માનવજીવનનાં મંગલતત્ત્વો પ્રગટ કરવાનો લેખકનો આશય છે. પ્રથમ એમાં પ્રસંગઆલેખન થાય છે અને પછી એમાંથી મળતો વિચાર રજૂ કરવામાં આવે છે. આ રીતે પ્રસંગ અને પ્રસંગનો મર્મ એ બંને દર્શાવવાનો આમાં આશય રાખ્યો છે. આ પ૮ પ્રસંગોનાં શીર્ષકો પણું ધ્યાનાર્હ છે; જેમ કે “મરણ છે તો સ્મરણ છે’, ‘માનવીએ ખુદ ઈશ્વરને માયામાં લપેટી દીધો’, ‘આજ ભગવાનને માટે કાલ ભગવાનને માથે’, ‘ધર્મ એ પુણ્યનો વેપાર, પૈસાનો નહીં, ‘એકડે એક અને બગડે તે બે'. કેટલાક પ્રસંગોમાં સ્વયંભૂ ચિંતન છે. જ્યાં કોઈ મહાપુરુષના જીવન પ્રસંગનો આધાર લઈને વિચાર રજૂ થયો નથી, જ્યારે કેટલાક પ્રસંગો એ કોઈ મહાપુરુષના જીવનમાંથી મેળવેલા છે. ચૈતન્ય મહાપ્રભુ. સૂફી સંત બાયજીદ, શેખ ફરીદ, તિબેટી સંત મારોપા, શ્રીમદ્ રાજચંદ્ર વગેરેના જીવનના પ્રસંગો માં ગૂંથાયા છે. દરેક પ્રસંગના અંતે માનવીના જીવનને અનુલક્ષીને ચિતનની વાત સરસ રીતે મૂકી આપી શ્રી કુમારપાળ દેસાઈ પાસેથી ગંભીર તાત્વિક વિચારણાથી માંડીને પ્રસંગાનુસારી કે શાસ્ત્રીય ચિંતન ચૂ• ત કરતાં ચૌદેક પુસ્તકો પ્રાપ્ત થયાં છે. તેમનું ચિંતન શુષ્ક અને શાસ્ત્રીય ન બની રહેતાં તેની તાજગીપ્રદ રમતિયાળ શૈલીને કારણે આવાધ અને હૃદયંગમ બની શ• યું છે. તેમના જીવનમાં જે સરળતા અને સાહજિકતા છે તે તેમના આ પ્રકારના સાહિત્યમાં પણ દૃષ્ટિગોચર થાય છે. પ્રસાદ બ્રહ્મભટ્ટ * ચિંતન સાહિત્ય te

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88