________________
તેમના વિશે આલેખન મળે છે. વાર્તાકાર ધૂમકેતુ. રા. વિ. પાઠકની કૃતિ, બાળસામયિકો, રામાયણ - જેવાં પુસ્તકો અને ગ્રંથો વિશે પણ આલેખન થયેલું છે. પત્રકારત્વમાં પણ તેમની કલમ ચાલી છે. અહીં અખબારની લેખસૃષ્ટિ વિશે વિશદ આલેખન થયું છે. બચુભાઈ રાવત, હરીન્દ્ર દવે, ફૈઝ અહમદ ફૈઝ જેવા સર્જકો વિશે વિગતપૂર્ણ આલેખન છે. અપ્રગટ બુદ્ધિસાગરસૂરિની ડાયરી વિશે પણ ‘આત્મયોગીની અંતરયાત્રા' એવા શીર્ષકથી ડાયરી કેવા પ્રકારની હોય, તેમાં કેવા પ્રકારનું આલેખન થાય તે સઘળી માહિતી તેમણે આપી છે. એમનો અભ્યાસ • ડો છે. કોઈ પણ સર્જક વિશે જ્યારે તેઓ લખે છે ત્યારે એ સર્જક માટે બીજાનો અભિપ્રાય કેવો છે તે પણ તેઓ ટાંકતા જાય છે. મહાદેવ દેસાઈએ અખબાર વિશે કરેલી મામિક ટકોર, હેમચંદ્રાચાર્ય વિશે ધૂમકેતુ શું કહે છે, વગેરે. વિવેચનસાહિત્યમાં તેમનું આ પુસ્તક ઉત્તમ કહી શકાય.
‘હેમચંદ્રાચાર્યની સાહિત્યસાધના' - એ હેમચંદ્રાચાર્યે કરેલાં સાહિત્યનાં ખેડાણનું પુસ્તક છે. હેમચંદ્રાચાર્યના સાહિત્યમાં કાવ્ય, ન્યાય, કોશ, યોગ, છંદ, અલંકાર, ઇતિહાસ પુરાણ અને વ્યાકરણ – એમ અનેક વિષયોને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરી છે. હેમચંદ્રાચાર્યના સાહિત્ય વિશે એક જ પુસ્તકમાંથી ઠીક ઠીક સામગ્રી મળે છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ ભાષાના એ મહાન સર્જક, સંગ્રાહક અને સંયોજકના અર્પણની અહીં નોંધ લેવાઈ છે. સંક્ષિપ્તમાં પણ ઉત્તમ સાહિત્ય અહીં પીરસાયું છે.
શબ્દસમીપ’ એ તેમનો વિવેચનસંગ્રહ છે. ગુજરાતી સાહિત્યના સ્વરૂપ મધ્યકાલીન સાહિત્યના સર્જકો, અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જક અને વિદેશી સાહિત્ય વિશે અહીં ઘણું બધું આલેખાયું છે. ‘શબ્દસમીપ’માંના પ્રથમ બે લેખ હેમચંદ્રાચાર્ય અને તેમની પરંપરા” તથા “જ્ઞાનવિમલસૂરિનું પ્રદાન” નોંધપાત્ર છે. કુમારપાળ દેસાઈએ લેખના આરંભમાં જ લખ્યું છે,
‘ગુજરાતી ભાષાનું પ્રભાત કળિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યથી • ઘડે છે. ગુજરાતની અસ્મિતાના એ પ્રથમ છડીદાર.'
આમાંથી હેમચંદ્રાચાર્ય વિશેના પરિશીલનનું દર્શન થાય છે. ગુજરાતના સંસ્કારજીવન પર હેમચંદ્રાચાર્યનો પ્રભાવ કેવો પડ્યો હતો તેનું આલેખન પણ તેમણે
હ્યું છે. જ્ઞાનવિમલસૂરિ હેમચંદ્રાચાર્ય જેટલા પરિચિત નથી તેમ છતાં એક જૈન કવિનું મૂલ્યાંકન તેમણે અધિકૃત રીતે કર્યું છે. કુમારપાળ દેસાઈ પોતે જૈન ધર્મના અભ્યાસી છે. કદાચ તેના પરિણામે પણ તેમણે જ્ઞાનવિમલસૂરિનું મૂલ્યાંકન યથાયોગ્ય ક્યું
છે. નારાયણ હેમચંદ્રની સાથે સાથે આત્મકથાનું સ્વરૂપ પણ જોવા મળે છે. ગુજરાતી ગદ્યનું પ્રભાત કેવું હતું તેની વિસ્તૃત માહિતી એ જ નામના લેખમાં મૂકી છે. ‘શબ્દસમીપ’નો એક વિભાગ “વ્યકિતત્વ અને વાય’ નામથી અલગ પાડવો છે. તેમાં રણજિતરામ, મોહનલાલ દેસાઈ, દર્શક, ભોગીલાલ સાંડેસરા, મુનિ પુણ્યવિજયજી, દુલેરાય કારાણી, પં. સુખલાલજી, ગુણવંતરાય આચાર્ય, દલસુખ માલવણિયા, હરિવલ્લભ ભાયાણી અને હરીન્દ્ર દવે વગેરે સાહિત્યકારોનો વિશિષ્ટ શૈલીમાં પરિચય અને તેમનું મૂલ્યાંકન કર્યું છે. દરેક વ્ય િતના જીવનના મહત્વના તબક્કાને તેમણે આવરી લીધા છે. દર્શક ઉપનામ કેવી રીતે રાખ્યું. સકળ સૃષ્ટિમાં જે કંઈ બને છે, એનું માત્ર હું દર્શન કરું છું અને સાક્ષીભાવ તરીકે ‘દર્શક’ ઉપનામ રાખવાની પ્રેરણા મળી. સાહિત્યકાર વિશે એક વિશેષણ શોધી કાઢી એના વ્ય*િ તત્વના પ્રમુખ અંશનો નિર્દેશ કરીને શીર્ષ કો આપ્યાં છે. શબ્દસમીપના આ ખંડમાં આત્મીયતાનો રણકો સંભળાય છે. શબ્દસમીપ’માં આલેખાયેલા લેખો વિવેચક કુમારપાળ દેસાઈની છબી ઉપસાવી આપે તેવા છે.
‘સાહિત્યિક નિસબત' એ શ્રી કુમારપાળ દેસાઈએ ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર “પરબ'માં લખેલા પ્રમુખશ્રીના પત્રોનો સંચય છે. ડિસેમ્બર ૨૦૦૬થી ડિસેમ્બર ૨૦૦૭ દરમ્યાન તેમણે લખેલા પત્રો ઉપરાંત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના વ• તવ્યનો પણ આમાં સમાવેશ થયો છે.
‘પરબ'માં પ્રમુખના પત્રમાં ગુજરાતી સાહિત્યના પ્રવર્તમાન પ્રવાહો અને સમસ્યાઓની સાથોસાથ સાહિત્ય-વિશ્વની વર્તમાન ગતિવિધિઓને પ્રમુખના પત્રરૂપે આલેખવાનો પહેલી વાર પ્રયાસ થયો. આમાં માંડવીમાં યોજાયેલા જ્ઞાનસત્રમાં પ્રમુખપદે આપેલ વ્યાખ્યાન ‘સંવેદના, સહૃદયતા અને સજ્જતા'માં કુમારપાળ દેસાઈની સાહિત્યની વર્તમાન વૈશ્વિક ભૂમિકાએ કરેલી ચર્ચા મળે છે. વર્તમાન સમયની મૂલ્યોની કટોકટી, જીવનના બદલે બજારની શોધ, સંવેદનશૂન્યતા અને સમૂહ-માધ્યમોના પ્રભાવની વાત કરીને એમણે વર્તમાન પરિસ્થિતિનો ચિતાર આપ્યો છે, પરંતુ એની સાથોસાથ સાહિત્યનો મહિમા કરતાં એમણે કહ્યું છે,
લોકઆંદોલનોમાંથી જાગતો નિર્ભીક અને સ્વતંત્ર અવાજ બીજા કોઈ પણ માધ્યમ કરતાં સાહિત્ય સ્પષ્ટ રીતે આપી શકે છે, તેથી જ માધ્યમોની પ્રભાવક પ્રચારની દુનિયાને સાહિત્યિક કૃતિ અજંપો આપી જાય છે. પ્રજાનો અંતરાત્મા સાહિત્યમાં ભૂ ત થતો હોવાથી માત્ર સરમુખત્યારો જ નહીં, પણ સત્તાલોભીઓને
ન કારના પાણી