________________
આગમસાર–પૂર્વાર્ધ
158 સ્થાવરકાયની દયા માટે : (૧) એક મંદીરમાર્ગી શ્રાવકની આસ્થા જોવા મળી કે પાંખીના દિવસે ચટણીનાં પથ્થર પર પણ ટાંકણી મરાવવી નહિં! નોધ: આજ જ્ઞાનનો ઉપયોગ છે. ઉપયોગદશા છે. સાર:- પૃથ્વીથી પાણીનાં જીવો સુક્ષ્મ, તેથી અગ્નિનાં અને તેથી વાયુકાયના જીવો સુક્ષમ છે. વાયુકાયની દયા પાળવી સૌથી અઘરી છે. બોલતી વખતે મુખવસ્ત્રીકા થી મોટું ઢાકી ને બોલવું. ઉઘાડે મોઢે બોલાતી ભાષા સાવધ હોય છે. – સૂત્ર ભગવતી ની સાખે. (૧.૨) બીલાડી આવે તો ઉડી જવું એ જ્ઞાન અને ઉડવાની ક્રિયા તે આચરણ. જો પોપટ ફક્ત જ્ઞાનથી કે ભાવથી ઉડવાની ઇચ્છા રાખે પણ બિલાડી આવે ત્યારે ઉડે નહિં, તો તેનું-બિલાડી આવે તો ઉડી જાઉ– નું રટણ પણ તેનાં પ્રાણ બચાવી શકતું નથી. (૨) ચોવીસ કલાક મુહપત્તિ બાંધી રાખવી (ઉઘાડે મુખે બોલવાથી સાવધ ભાષા ગણાય છે –ભ.શ.-૧૬, ઉ.-૨)
સાવધ ભાષાથી બચવા માટે બોલતા સમયે અને લિંગ(ઓળખ) માટે યથાસમય મુખવસ્ત્રિકા બાંધવી આવશ્યક હોય છે. (૩) ટૂંકવું કે હવા કરવી(વજવું) એ બે કાર્યોના નિષેધ ઉપરાંત અન્ય અનેક નિયમ અને મર્યાદાઓ વાયુકાયની યતના માટે છે. (૪) જેવી રીતે પાણીનો દરીયો છે, તેવોજ આ હવાનો દરીયો છે જેમાં આપણે જીવી રહયા છીએ. આપણા હલન ચલનથી આસપાસના વાયકાયના જીવોની વિરાધના થાય છે. વિના કારણ હલનચલન ન કરવું તથા કરવું પડે ત્યારે જતનાથી ધીરેથી હલનચલન કરવું. આપણી આસપાસના વાયુકાયનું ચિંતન વારંવાર કરવાથી તે જીવોનું સ્મરણ રહેશે અને અનુકંપા ના ભાવપૂર્વકનું જીવન થઈ જશે. વતિ અને અવ્રતિ વચ્ચેના વ્યવહાર :આવા વ્યવહારનાં ત્રણ ભેદ કરી શકાય. ૧) વંદન વ્યવહાર: અવૃતિને વ્રતિ વંદન ન કરે. ૨) ધર્મ કરણીમાં સહાય : ધર્મકરણીમાં સહાયક પ્રવૃતિનો આમાં નિષેધ ન સમજવો. સરખા વેદ વાળામાં આ વ્યવહાર હોય છે. જેમકે કોઈ બાળક કે નવી વ્યકિતને મુહપતિ બાંધી દેવી, બાંધતા શીખવાડવી, સામાયિકના કપડા બાંધતા કે પરિલેહણ કરતાં શીખવાડવું. ગોછો બાંધી દેવો વગેરે.. શ્રાવક અને સાધુનો આપસમાં આ વ્યવહાર બહુધા હોતો નથી પણ શ્રાવક–વૃતિશ્રાવક આ વ્યવહાર કરી શકે છે. કયારેક વસ્તિના અભાવમાં સાધુ પણ અનુકંપા ભાવથી આ વ્યવહાર શ્રાવક સાથે કરી શકે છે. ઉપાશ્રયમાં કોઈ વડીલ અસ્વસ્થ સાધર્મિકને સહારો દેવો, તેના ઉપકરણ લાકડી ચશ્મા લઇ આપવા, ચલણગોડી ખુરશી બંકોડો ઉપાડી દેવો. આવા અનુકંપાના કામમાં વ્રતિ અવ્રતિનો ભેદ ન કરવો. ૩) શરીર ધ્રુશુષા કે શરીર સેવાઃ સરખે સરખા વ્રતવાળા અને સરખા વેદ વાળા(સ્ત્રી સ્ત્રી કે પુરુષપુરુષ) એકબીજાની શરીર શ્રશુષા જયાં આગાર હોય ત્યાં કરી શકે છે.
– F F – સર્વનું મૂળ શું?:૧ સર્વ ગુણોનું મૂળ વિનય.
સર્વ બંધનું મૂળ રાગ. ૨ સર્વરસોનું મૂળ પાની. ૭ સર્વ દુઃખનું મૂળ શરીર. ૩ સર્વ ધર્મોનું મૂળ દયા. ૮ સર્વ શરીરોનું મૂળ કર્મ ૪ સર્વ રોગનું મૂળ અજીર્ણ ૯ સર્વે કર્મોનું મૂળ ૧૮ પાપ.
પ સર્વ કલેશનું મૂળ હાંસી ૧૦ સર્વ પાપનું મૂળ લોભ. મહા પાપીના બાર બોલ:૧. આત્મ ઘાતી મહાપાપી.
૭. જૂઠી સાક્ષી દેવા વાળો મહાપાપી. ૨. વિશ્વાસઘાતી મહાપાપી.
૮. સરોવરની પાળ તોડનાર મહાપાપી. ૩. ગુરુ દ્રોહી મહાપાપી.
૯. વનમાં આગ લગાડનાર મહાપાપી. ૪.ઉપકારીનો ઉપકાર ભૂલનાર કે અપકાર કરનાર . ૧૦. લીલા વન કપાવનાર મહાપાપી. ૫. જૂઠી સલાહ દેનાર મહાપાપી.
૧૧, બાલ હત્યા કરનાર મહાપાપી. ૬. હિંસામાં ધર્મ બતાવનાર મહાપાપી.
૧૨. સતી સાધ્વીનું શીલ લૂંટનાર મહાપાપી. દસ બોલ દુર્લભ:૧. મનુષ્ય ભવ મળવો દુર્લભ છે.
૬. સંપૂર્ણ ઈદ્રિયો મળવી દુર્લભ છે. ૨. આર્ય ક્ષેત્ર મળવું દુર્લભ છે.
૭. જૈન સાધુ સંતોની સેવા મળવી દુર્લભ છે. ૩. ઉત્તમ કુલ મળવું દુર્લભ છે.
૮. સૂત્ર સિદ્ધાંતની વાણી સાંભળવા મળવી દુર્લભ છે. ૪. શરીર નિરોગી મળવું દુર્લભ છે.
૯. ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રતીતિ થવી દુર્લભ છે. ૫. લાંબુ આયુષ્ય મળવું દુર્લભ છે.
૧૦. સાધુ ધર્મ કે શ્રાવક ધર્મનું આચરણ મળવું દુર્લભ છે. નવ દુષ્કર:૧. આઠ કમાંથી મોહનીય કર્મને જીતવું મહામુશ્કેલ. ૩. ત્રણ જોગ માંથી મન જોગને સ્થિર રાખવું મહામુશ્કેલ. ૨. પાંચ મહાવ્રત માંથી ચોથા મહાવ્રતનું પાલન મહામુશ્કેલ. ૪. શક્તિ છતાં ક્ષમા કરવી મહામુશ્કેલ.