________________
jainologyI
263
આગમસાર (૨) બીજો ભેદ–અવાય વિચય – અવાય વિચય કહેતાં જીવ સંસારમાં દુઃખ શા માટે ભોગવે છે તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભ યોગ, અઢાર પાપસ્થાનક અને છકાય જીવની હિંસા; તેનાથી જીવ દુઃખ પામે છે. માટે એને દુઃખનું કારણ જાણી, તેનો ત્યાગ કરી, સંવર માર્ગ આદરવો. જેથી જીવ દુઃખ ન પામે; આ ધર્મ ધ્યાનનો બીજો ભેદ કહ્યો. (૩) ત્રીજો ભેદ-વિવાગ વિચય - વિવાગ વિચય કહેતાં જીવ સંસારમાં સુખ અને દુઃખ ભોગવે છે તે શા થકી, તેનો વિચાર ચિંતવવો. તેનો વિચાર એ છે કે જીવે જેવા રસે કરી પૂર્વે જેવા શભાશભ જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ ઉપાર્જન ક્યાં છે તે શભાશભ કર્મના ઉદયથી જીવ તે પ્રમાણે સુખ અને દુઃખ અનુભવે છે. તે અનુભવતા થકાં કોઈ ઉપર રાગ-દ્વેષ ન આણી, સમતાભાવ રાખી, મન, વચન, કાયાના શુભ યોગ સહિત શ્રી જૈન ધર્મને વિષે પ્રવર્તીએ, જેથી નિરાબાધ પરમ સુખને પામીએ; આ ધર્મ ધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો. (૪) ચોથો ભેદ–સંઠાણ વિચય :- iઠાણ વિચય કહેતાં ત્રણ લોકના આકારનો વિચાર ચિંતવવો. ત્રણ લોકના આકારનું સ્વરૂપ સુપઈક(સરાવલા)ને આકારે છે. લોક જીવ અજીવથી સંપૂર્ણ ભર્યો છે. મધ્ય ભાગે અસંખ્યાત યોજન પ્રમાણ તિરછો લોક છે. તેમાં અસંખ્યાત દ્વીપ સમુદ્ર છે. અસંખ્યાત વાણવ્યંતરના નગરો છે. અસંખ્યાત જ્યોતિષીના વિમાનો છે. દેવતાઓની રાજધાનીઓ છે, તે તિરછાલોકની મધ્યમાં અઢીદ્વીપ છે. તેમાં જઘન્ય તીર્થકર વીસ અને ઉત્કૃષ્ટ હોય તો ૧૬૦ અથવા ૧૭૦ હોય. સામાન્ય કેવળી જઘન્ય બે ક્રોડ, ઉત્કૃષ્ટ હોય તો નવ ક્રોડ, સાધુ સાધ્વી જઘન્ય બે હજાર ક્રોડ, ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ હોય છે. તેમને વંદામિ, નમંસામિ, સકારેમિ, સમ્માણેમિ, કલ્યાણ, મંગલ, દેવયં, ચેઈયું, પજુવાસામિ, તેમજ તિરછા લોકમાં અસંખ્યાત શ્રાવક શ્રાવિકાઓ છે તેમના ગુણગ્રામ કરું છું.
તિરછા લોકથી અધિક મોટો ઉદ્ગલોક છે. તેમાં બાર દેવલોક, નવ ગ્રેવયેક અને પાંચ અનુત્તર વિમાન છે. તે સર્વના મળીને કુલ ૮૪,૯૭,૦૨૩ વિમાનો છે. તે ઉપર લોકાગ્રે સિદ્ધશિલા છે. ત્યાં સિદ્ધ ભગવંતજી નિરંજન, નિરાકાર બિરાજી રહ્યા છે. તેમને વંદામિ નમંસામિ સક્કરેમિ સમ્માણેમિ કલ્યાણ મંગલં દેવયં ચેઈયં પજજુવાસામિ.
તે ઉર્ધ્વલોકથી કંઈક અધિક(મોટો) અધોલોક છે. તેમાં સાત નરકના ૮૪ લાખ નરકાવાસા છે. ૭ કરોડ, ૭ર લાખ ભવનપતિના ભવનો છે. એવા ત્રણે લોકના સર્વસ્થાનો સમકિત રહિત કરણી કરીને આ જીવે અનંતી–અવંતી વાર જન્મ મરણ કરી સ્પર્શી મૂક્યા છે. તો પણ આ જીવને જન્મ-મરણનો અંત આવ્યો નથી. એવું જાણી સમક્તિ સહિત શ્રત અને ચારિત્ર ધર્મની આરાધના કરવી. જેથી અજર અમર નિરાબાધ પરમ સુખને પામીએ. આ ધર્મ ધ્યાનનો ચોથો ભેદ કહ્યો.
પરિશિષ્ટ–૫: આત્મશાંતિનો સાચો માર્ગ (સોહી ઉજજુય ભૂયસ્સ, ધમ્મો સુદ્ધસ્ટ ચિઠ્ઠઈ .) – ઉત્તરા૦ અ૦૩ ગાથા-૧૧. સરળતા ગુણ યુક્ત આત્માની જ શુદ્ધિ થાય છે અને સરળતા ગુણથી શુદ્ધ બનેલ આત્મામાં જ ધર્મ ટકી શકે છે. સરળતા ગુણની પ્રાપ્તિને માટે અથવા કપટ પ્રપંચથી દૂર રહેવાને માટે નીચે કહેલ વાતોને ધ્યાનમાં રાખવી જોઇએ
૧. હું કપટ જૂઠ કરું છું તેને મારો આત્મા જાણે જ છે ૨. અરિહંત-સિદ્ધ ભગવાન પણ જાણી રહ્યા છે ૩ થઈ રહ્યો છે ૪. પાપ છિપાયા ના છિપે, છિપે ન કર્મ વિપાક, દાબી દૂબી ના રહે, રૂઈ લપેટી આગ // અર્થાત્ છુપાવેલા પાપનું ફળ વધારે વધીને પ્રગટ થશે આ ભવમાં અથવા પરભવમાં ૫. બચાવ કરીને બીજાઓને ભ્રમમાં રાખવા તે ખરેખર આત્માની સાથે કરેલી, ઠગાઈ છે ૬. કપટ કરી ઇજ્જત અને યશ રાખવો તે પણ એક ભ્રમણા છે. વાસ્તવમાં આત્મા ભારે થઈને બગાડને વધારે પ્રાપ્ત કરે છે ૭. ઉચ્ચ ક્ષયોપશમવાળા બુદ્ધિમાન અનુભવી સાચી વાતને જાણી લે છે ૮. અંદરના અવગુણને ઢાંકવા- વાળો આત્મા અંદરથી ઘણી અશાંતિને પ્રાપ્ત કરે છે. આ પ્રકારનું ચિંતન કરી સરળતાના ગુણને ધારણ કરવો જોઇએ. દષ્ટાંતઃ– તપસ્યાને માટે કરાયેલી માયાએ પણ મલ્લિનાથ ભગવાનના જીવને છેક મિથ્યાત્વમાં ધકેલી દીધો હતો. તેનું ફળ સ્ત્રીપણે ભોગવવું પડ્યું.
T કોહો પીઈ પણાસેઈ, માણો વિણય નાસણો – માયા મિરાણિ નાસેઈ, લોહો સવ્ય વિણાસણો ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો નાશ કરે છે, માયા મિત્રતાનો વિનાશ કરે છે અને લોભ બધા ગુણોનો નાશ કરે છે. – દશવૈકાલિક અ૦-૮.
પોતાની અંદર રહેલાં અનેક અવગુણો અને ગુણોની ખામીઓનું વારંવાર સ્મરણ અથવા ચિંતન કરતા રહેવાથી માનની અલ્પતા રૂપ નમ્રતા અંતરમાં જાગૃત થાય છે. જેનાથી અપમાન, અપશયના પ્રસંગે પણ મનમાં કોઈ જાતની ગ્લાનિ અથવા અશાંતિ થતી નથી. નિંદા અથવા અપયશમાં સાંભળવાની ક્ષમતા વધે છે. તેનાથી ક્રોધને ઉત્પન્ન થવાની જડ નબળી બનતી જાય છે.
પોતાના અનેક સદ્ગણોને, સત્કાર્યોને જ વારંવાર સ્મરણમાં રાખવાથી માનની પુષ્ટિ થાય છે. માનની મજબૂતી થતી રહેવાથી તે અશાંતિ કે ક્રોધનું પ્રેરક થાય છે અને તે માન, નિંદા અથવા અપયશ શ્રવણની ક્ષમતાને વધવા દેતો નથી. થોડું અપમાન અથવા અપયશમાં પણ ગ્લાનિ અથવા અશાંતિ સ્કુરિત થાય છે.
ક્રોધના મૂળમાં ‘મન’ છુપાયેલું રહે છે, તેથી માનની જડને પુષ્ટ ન કરતાં કમજોર કરતા રહેવું જોઈએ. અનેક ગુણિયલોનું ચિંતન કરીને અંતરમનમાં પોતાના અનેક નાના-મોટા અવગુણોનું સ્મરણ કરતા રહેવું જોઈએ. સાથે-સાથે પોતાને ઘણા પાછળ તેમજ તુચ્છ સમજતા રહેવું જોઈએ. આવા સંસ્કારોને હંમેશાં જાગૃત રાખતા રહેવું જોઈએ. આમ કરવાથી અપમાનને સહન કરવાની ક્ષમતા વૃદ્ધિ પામતી જશે.
કોઈના દ્વારા આક્ષેપ થવા પર અથવા ભૂલ કહેવા પર અંતઃકરણથી તેને મહાન ઉપકારી સમજવા જોઇએ. તેઓના વચનોને યોગ્ય રીતે તેમજ શુદ્ધ ભાવોથી ગ્રહણ કરવા જોઇએ. તેમાં પોતાની જ ભૂલ વિચારવી અને કંઈપણ અંશમાં ભૂલ ધ્યાનમાં આવી.