Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 278
________________ આગમસાર–પૂર્વાર્ધ 278 ૬). અંડ સુક્ષમ તે મધમાખી કરોળીયા કડી છીપકલી કાંચીડા વગેરેનાં ઈંડા. આ ઈડા બેઈન્દ્રીય તેઈન્દ્રીય ચૌરેન્દ્રીય ના શરીરથી નથી નીકળતાં, પણ તેવી યોનીનાં સંયોગથી તેમનાં શરીરનાં અશુચી પદાર્થમાં સુક્ષમ શરીરથી તેવાજ જીવો ઉતપન્ન થાય છે. ૭). લયન સુક્ષમ તે બિલ, છિદ્ર, ઘર- તે જીવ સહિત કે જીવ રહિત હોય તો પણ તે જીવોનું નિવાસ સ્થાન છે. પગ આવતાં જમીનની તિરાડ કે છિદ્ર પુરાઈ જાય છે તેથી જીવો અંદર કે બહાર રહી જાય છે. આવા સુક્ષમ ઘરોની જતના કરવી, જોઈને ચાલવું. ૮). સ્નેહ સુક્ષમ તે ધુમ્મસ કરા બરફ જાકળ ઓસ હિમ, ઘાસનાં અગ્રભાગ પરનું સુક્ષમ જલ બદું. આવા કોહરામાં પણ બહાર જવું સાધુસાધ્વીને કલપતું નથી. શરીરની ગરમીથી તે સ્નેહ સુક્ષમની વિરાધના થાય છે. પરિશિષ્ટ-૨ઃ વિનય અને આશાતનાનો બોધ દિશા-૩] ભગવતીસૂત્રમાં વીતરાગ ધર્મનું મૂળ– “વિનય' કહ્યું છે. દશવૈo અo ૯માં વૃક્ષની ઉપમા આપીને કહ્યું છે કે “જેમ વૃક્ષના મૂલથી જ સ્કંધ આદિ બધા વિભાગોનો વિકાસ થાય છે, તેમ ધર્મનું મૂલ વિનય છે અને તેનું અંતિમ ફળ મોક્ષ છે; વિનયથી જ કીર્તિ, શ્રુત, ગ્લાધા અને સંપૂર્ણ ગુણોની પ્રાપ્તિ થાય છે. વિનય બધા ગુણોનો પ્રાણ છે. જેવી રીતે નિપ્રાણ શરીર નિરૂપયોગી થઈ જાય છે તેવી રીતે વિનયના અભાવમાં બધા ગુણોનો સમૂહ વ્યર્થ થઈ જાય છે. અર્થાત્ વિનય રહિત વ્યક્તિ કંઈ પણ પ્રગતિ કરી શકતી નથી. અવિનીત શિષ્યને બૃહત્કલ્પ સૂત્ર ઉ.૪માં શાસ્ત્રની વાચનાને માટે અયોગ્ય બતાવ્યા છે. ગુરુનો વિનય ન કરવો કે અવિનય કરવો એ બંને આશાતનાના પ્રકાર છે. આશાતના દેવ-ગુરુની તથા સંસારના કોઈપણ પ્રાણીની થઈ શકે છે. ધર્મ સિદ્ધાંતોની પણ આશાતના થઈ શકે છે. તેથી આશાતનાની વિસ્તૃત પરિભાષા આ પ્રકારે થાય છે : દેવ-ગુરુની વિનય ભક્તિ ન કરવી, અવિનય અભક્તિ કરવી, તેઓની આજ્ઞાનો ભંગ કરવો કે તેઓની નિંદા કરવી, ધર્મ સિદ્ધાંતોની અવહેલના કરવી. વિપરીત પ્રરૂપણા કરવી અને કોઈપણ પ્રાણી સાથે અપ્રિય વ્યવહાર કરવો, તેમની નિંદા કે તિરસ્કાર કરવો તે આશાતના” છે. લૌકિક ભાષામાં તેને અસભ્ય વ્યવહાર કહેવાય છે. આવશ્યક સૂત્રના ચોથા અધ્યાયમાં તેત્રીસ આશાતનાઓમાં આવી અનેક પ્રકારની આશાતનાઓનું કથન છે. પરંતુ આ ત્રીજી દશામાં ફક્ત ગુરુ અને રત્નાધિક(અધિક સંયમ પર્યાયવાળા) ની આશાતનાનું કથન કર્યું છે. નિશીથ સૂત્રના દસમાં ઉદ્દેશકમાં ગુરુ અને રત્નાધિકની આશાતનાનું ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત કહ્યું છે અને તેરમા અને પંદરમાં ઉદ્દેશકમાં ક્રમશઃ ગૃહસ્થ તથા સામાન્ય સાધુસાધ્વીની આશાતનાના પ્રાયશ્ચિત્તનું વિધાન છે. ગુરુ અને રત્નાધિકની તેત્રીસ આશાતના આ પ્રકારે છે– ચાલવું, ઊભા રહેવું અને બેસવું ત્રણ ક્રિયાઓની અપેક્ષાએ નવ આશાતના કહી છે. ગુરુ કે રત્નાધિકની. આગળ કે સમશ્રેણીમાં અથવા પાછળ અત્યંત નિકટ ચાલવાથી તેઓની આશાતના થાય છે. તે ૧થી ૯ // - ગુરુની આગળ ચાલવું અવિનય આશાતના છે. સમકક્ષ ચાલવ વિનય-અભાવ આશાતના છે. પાછળ અત્યંત નિકટ ચાલવું અવિવેક આશાતના છે. એવી રીતે ઊભા રહેવા અને બેસવાના વિષયમાં પણ સમજી લેવું જોઇએ. આ આશાતનાઓથી શિષ્યના ગુણો નાશ પામે છે, લોકોમાં અપયશ થાય છે અને તે ગુરુકૃપા મેળવી શકતા નથી. તેથી ગુરુ કે રત્નાધિકની સાથે બેસવું, ચાલવું, ઊભા રહેવું હોય તો તેઓથી થોડા પાછળ યા દૂર રહેવું જોઇએ. જો તેઓની સામે બેસવું હોય તો યોગ્ય દરીએ વિવેક રાખી બેસવ જોઇએ. જો ગુરુથી થોડું દૂર ચાલવું હોય તો વિવેકપૂર્વક આગળ પણ ચાલી શકાય છે. ગુરુ યા રત્નાધિકની આજ્ઞા(આદેશ) થવા પર આગળ કે પાર્શ્વભાગમાં અથવા નજીકમાં ક્યાંય પણ બેસવા આદિમાં આશાતના થતી નથી. શેષ આશાતનાઓનો સારાંશ એ છે કે ગુરુ યા રત્નાધિકની સાથે જવું, આવવું, આલોચનાદિ પ્રવૃત્તિઓમાં શિષ્ય ખાસ ધ્યાન રાખવું કે દરેક પ્રવૃત્તિઓ તેઓના ર્યા પછી જ કરે. તેઓના વચનોને શાંત મનથી સાંભળીને સ્વીકાર કરે. અશનાદિ આહાર પહેલાં તેઓને બતાવે. તેઓને પૂછયા વિના કોઈ કાર્ય કરે નહિ. તેઓની સાથે આહાર કરતી વખતે આસક્તિથી મનોજ્ઞ આહાર ન ખાય, તેઓની સાથે વાર્તાલાપ કરતી વખતે કે વિનયભક્તિ કરવામાં અને દરેક વ્યવહાર કરતી વખતે તેઓનું પૂર્ણ સન્માન રાખે. તેઓના શરીરની અને ઉપકરણોની પણ કોઈપણ પ્રકારે અવજ્ઞા ન કરે. ગુરુ કે રત્નાધિકની આજ્ઞાથી જો કોઈ પ્રવૃત્તિ કરે અને તેમાં આશાતના દેખાય તો તે આશાતના કહેવાતી નથી. પ્રત્યેક શિષ્ય આશાતનાઓ સમજીને પોતાના જીવનને વિનયશીલ બનાવે અને આશાતનાઓથી બચે. કારણ કે ગુરુ યા રત્નાધિકની આશાતનાથી આ ભવ અને પરભવમાં આત્માનું અહિત થાય છે. આ વિષયનું દષ્ટાંતો સહિત સ્પષ્ટ વર્ણન દશવૈ. અ. ૯માં છે. પ્રત્યેક સાધકે તે અધ્યયનનું મનન અને પરિપાલન કરવું જોઇએ. પરિશિષ્ટ-૩ઃ આઠ સંપદાવાન આચાર્યનું નેતૃત્વ દિશા–૪] ૧. સર્વપ્રથમ આચાર્યનું ‘આચાર સંપન્ન હોવું આવશ્યક છે કારણ કે આચારની શુદ્ધિથી જ વ્યવહાર શુદ્ધ થાય છે. ૨. અનેક સાધકોના માર્ગદર્શક હોવાથી “શ્રુતજ્ઞાનથી સંપન્ન હોવું પણ જરૂરી છે. બહુશ્રુત જ સર્વત્ર નિર્ભય વિચરણ કરી શકે છે. ૩. જ્ઞાન અને ક્રિયા પણ “શારીરિક સૌષ્ઠવ’ હોવા પર જ પ્રભાવક થઈ શકે છે. રુણ યા અશોભનીય શરીર ધર્મ પ્રભાવનામાં સહાયક થઈ શકતું નથી. ૪. ધર્મના પ્રચાર પ્રસારમાં પ્રમુખ સાધન વાણી પણ છે તેથી ત્રણ સંપદાઓની સાથે ‘વચનસંપદા' પણ આચાર્ય માટે અત્યંત જરૂરી છે. ૫. બાહ્ય પ્રભાવની સાથોસાથ યોગ્ય શિષ્યોની સંપદા પણ આવશ્યક છે. કારણ કે સર્વગુણ સંપન્ન વ્યક્તિ પણ એકલી વિશાળ કાર્યક્ષેત્રમાં અધિક સફળ થઈ શકે નહિ. તેથી વાચનાઓ દ્વારા અનેક બહુશ્રુત ગીતાર્થ પ્રતિભા સંપન્ન શિષ્યોને તૈયાર કરવાના રહે છે. તેથી ‘વાચનાદેવામાં કુશળ' હોવું જરૂરી છે.

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300