Book Title: Agamsara Purvarddha
Author(s): Trilokmuni, Lilambai Mahasati, Others
Publisher: Tilokmuni

View full book text
Previous | Next

Page 288
________________ આગમસાર–પૂર્વાર્ધ ૨. ગળી જવાથી નરમ થઈ ગયું હોય, ચમક ઓછી થઈ ગઈ હોય અથવા મૂળ રંગમાં કંઈક કાળા ડાઘ કે પરિવર્તન આવ્યું હોય તો તે અચિત્ત. બહુ બીજવાળા ફળ :- – કોઈ ફળમાં ૪-૫, કોઈમાં ૮-૧૦ કોઈમાં ૫૦-૧૦૦ અથવા સેકંડો બીજ હોય છે. કોઈમાં ખસખસથી પણ નાના બીજ હોય છે અને કોઈમાં, ઘણા મોટા હોય છે. કોઈમાં કાળા, કોઈમાં કત્ચાઈ અને કોઈમાં પીળા રંગના બીજ હોય છે અને કોઈ સફેદ રંગના પણ દેખાય છે. કોઈ સુક્ષ્મ તો કોઈ અતિસુક્ષ્મ કદનાં પણ હોય છે. અનાનસ(પાયનેપલ) અને સ્ટ્રોબેરી જેવા ફળોમાં બીજ શોધ્યાય જડતા નથી.પાયનેપલની છાલ પર જે શેરડીની ગાંઠ જેવી ગાંઠો હોય છે તેમાં તેના બી હોય છે. સ્ટ્રોબેરીનાં બી તેની છાલ પર બહાર હોય છે. એમાં જે બીજ કઠોરતા યુક્ત થઈ જાય છે, તેઓ પરિપક્વ અને એક જીવી હોય છે અને સહજ ફળના ગરથી અલગ થઈ જાય છે. જે કઠોર હોતા નથી અને જે સફેદ કોમળ નાના કે થોડા મોટા બીજ હોય છે, તે અપરિપક્વ અને સંખ્યાત તથા અસંખ્યાત જીવી કે અનંત જીવી પણ હોય છે અને ફળના(માવા) ગરમાંથી સહજ નીકળતા નથી. કોઈ ફળોમાં બધા પરિપક્વ બીજ રહે છે અને કોઈ ફળોમાં પરિપક્વ અને અપરિપક્વ(સફેદ કે નરમ) બંને પ્રકારના બીજ રહે છે એટલા માટે બીજ, છાલ ને ડીંટીયાના કારણે ફળની અચિત્તતા નિર્વિવાદ રહેતી નથી. બધી અપેક્ષાએ વિચારણા કરવાથી જ તેની અચિત્તતાનો નિર્ણય થાય છે. 288 વનસ્પતિનો ઉત્પાદક જીવ :– વૃક્ષની ઉત્પત્તિનું મૂળ કારણ હોવાથી અંતિમ દસમા વિભાગને બીજ કહેવાય છે. કોઈ-કોઈ વનસ્પતિની ઉત્પત્તિમાં બીજ સિવાય અન્ય વિભાગ પણ કારણ બને છે. તેથી તેઓને પણ આગમમાં માત્ર બીજ ન કહીને બીજ શબ્દની સાથે સૂચિત્ત ક્યું છે. જેમ કે—( અગ્ગુબીયા, મૂલબીયા, પોરબીયા, ખંદબીયા વનસ્પતિઓ ) વનસ્પતિના આ સ્થાન બીજ રૂપ નહિ હોવા છતાં પણ અર્થાત્ સ્કંદ, મૂળ,પર્વ હોવા છતાં બીજનું કાર્ય(વૃક્ષ ઉત્પત્તિરૂપ કાર્ય) કરનારા છે. આ ચાર પ્રકારની વનસ્પતિઓના ફળ અને બીજ સ્વતંત્ર પણ હોઈ શકે છે. તથાપિ તેઓના આ વિભાગ બીજનું કાર્ય કરનારા હોવાથી બીજ રૂપ કહેવાય છે. એટલે કોઈ વૃક્ષ કલમ ક૨વાથી લાગે છે. તથાપિ બધી વનસ્પતિઓ પોતાના બીજથી તો ઊગે જ છે, એમાં કોઈ સંદેહ નથી. સાધારણપણે ઉગવાવાળો વિભાગ બીજ છે અને કોઈ–કોઈ વનસ્પતિ સ્કંધ પર્વ આદિથી ઉગે છે. સ્કંધ પર્વ આદિ । સુકાઈ ગયા પછી ન ઉગે. તેથી તે સચિત્ત લીલી અવસ્થામાં જ ઉગે છે, પરંતુ બીજ વિભાગ પાકી ગયા પછી કે સુકાઈ ગયા પછી જ ઉગે છે, લીલા હોય ત્યારે ઉગતાં નથી. = બીજોનો ચિત્ત રહેવાનો કાળ(ઉંમર) ઠાણાંગ સૂત્ર અને ભગવતી સૂત્રમાં ધાન્યોની ઉંમર ૩ વર્ષ, દ્વિદલોની ૫ વર્ષ અને શેષ અન્ય બીજોની ૭ વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવી છે. ત્રણ પ્રકારની સ્થિતિઓમાં સમસ્ત વનસ્પતિના બીજોનો સમાવેશ થઈ જાય છે અર્થાત્ ૭ વર્ષથી અધિક કોઈપણ બીજ સજીવ રહેતા નથી. તેઓની આ સ્થિતિ વૃક્ષ પર તો બહુ અલ્પ વીતે છે. પરંતુ વૃક્ષથી અલગ થયા પછી અને સુકાયા પછી વધુ વીતે છે. આવી રીતે દસ વિભાગમાંથી આ બીજ વિભાગ જ એવો છે જે સુકાઈ જવા છતાં વર્ષો સુધી સચિત્ત રહે છે અને ઉગવાની શક્તિ ધારણ કરી રાખે છે. વિકસિત અને પરિપકવ અવસ્થા ઃ ફળ અને બીજનો પહેલાં પૂર્ણ વિકાસ થાય છે.પૂર્ણ વિકાસ પછી તેમાં પરિપક્વ અવસ્થા આવે છે જ્યારે ફળની પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે ત્યારે બીજની પણ પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે અને ફળના પરિપક્વ થવાની સાથે કોઈ બીજ પણ પરિપક્વ થવા લાગે છે. કેટલાક ફળો વૃક્ષ પર જ પરિપક્વ થયા પછી તોડવામાં આવે છે અને કોઈ ફળ પૂર્ણ પરિપક્વ થયા પહેલાં જ તોડીને બીજા પ્રયોગથી પૂર્ણ પરિપકવ બનાવાય છે. વૃક્ષ પર પૂર્ણ પરિપક્વ બનનારા ફળોના બીજમાં તો ઉગવાની યોગ્યતા બની જ જાય છે. પરંતુ અન્ય પ્રયોગથી પરિપકવ બનાવાએલા કેટલાક ફળોના બીજ પરિપક્વ બને છે અને કોઈ ફળોના બીજ પરિપક્વ બનતા નથી તથા અનેક બીજવાળા એક ફળમાં પણ કોઈ બીજ પરિપક્વ થાય છે, કોઈ બીજ પરિપક્વ થતા નથી. ઉત્પાદક(ઉગવાની) શક્તિ :– વૃક્ષ પર કે પછી જે બીજ પૂર્ણ પરિપક્વ બનતું નથી, તેમાં પૂર્ણ વિકસિત અવસ્થા હોવા છતાં પણ ઉગવાની યોગ્યતા આવતી નથી. જે પૂર્ણ પરિપક્વ થઈ જાય છે તે જ ઉગી શકે છે. ફળની પૂર્ણ વિકસિત અવસ્થા થવા પર બીજની પણ પૂર્ણ વિકસિત અવસ્થા થઈ જાય છે. તે લાંબી સ્થિતિ સુધી સચિત્ત રહી શકે છે, પરંતુ ઉગવાની યોગ્યતા તો પૂર્ણ પરિપકવ થવા પર જ થાય છે. તેથી કોઈ બીજમાં ઉગવાની યોગ્યતા રહે છે ને કોઈ બીજમાં રહેતી નથી. જેમાં ઉગવાની યોગ્યતા છે તે ૩-૫-૭ વર્ષની સ્થિતિ સમાપ્ત થવા પર અચિત્ત થઈ જવા છતાં પણ ઉગી શકે છે,(પઉદ્મપરિહારથી). અને ઉગવાની યોગ્યતા વગરનાં ચિત્ત હોવા છતાં પણ નથી ઉગતા . તેથી ફળની પૂર્ણ વિકસિત અવસ્થાનું પૂર્ણ વિકસિત બીજ પોતાની સ્થિતિ પર્યંત સચિત્ત રહી શકે છે અને ફળની પૂર્ણ પરિપક્વ અવસ્થાનું પૂર્ણ પરિપક્વ બીજ પોતાની સ્થિતિ પર્યંત તથા તેના પછી તે અચિત્ત થઈ જવા પર પણ અખંડ રહે ત્યાં સુધી ઉગી શકે છે. તેથી એમ સમજવું જોઇએ કે ઉગવાના લક્ષણ જુદા છે અને સચિત્ત હોવાના લક્ષણ જુદા છે. બંનેને કંઈક તો સંબંધ છે પણ અવિનાભાવ સંબંધ કરી શકાતો નથી. બીજ અને ફળનો ગર(માવા) સાથેનો સંબંધ :– ફળમાં બીજ પૂર્ણ પરિપક્વ ન થયું હોય યા ફળ સ્વયં પૂર્ણ પરિપક્વ ન થયું હોય તો ફળનો માવો(ગર) પણ પૂર્ણ અચિત્ત કહી શકાતો નથી. ફળના પૂર્ણ પરિપક્વ થયા પછી તેના ડીંટીયામાં અને બીજમાં જીવ રહે છે.

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300